[:gj] અક્ષરધામના હુમલાનો આરોપી ફારૂક શેખ વિદેશથી પરત આવતા ઝડપી લીધો[:]

[:gj]ગાંધીનગરમાં  અક્ષરધામ મંદિરમાં 25મી સપ્ટેમ્બર 2002માં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર ત્રાકવાદીને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. અબ્દૂલ રશીદ અજમેરી સાઉદી અરેબિયાના રિયાધથી પરત ફરતો હતો. ક્રાઈમબ્રાન્ચે પકડી લીધો છે.  હથિયારો સાથે ઘુસેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 32 લોકોના મોત થયાં હતાં. જ્યારે 79 લોકો ઘાયલ થયા હતા.

હુમલાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વર્ષ 2017માં ધરપકડ કરી હતી.

અક્ષરધામના હુમલાના આરોપી ફારૂક શેખ વિદેશથી પરત આવતો હતો ત્યારે ક્રાઈમબ્રાન્ચે તેને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. વર્ષોથી ક્યાં હતો અને તેને કોણે-કોણે મદદ કરી તેની ક્રાઈમબ્રાન્ચે તપાસ આરંભી છે. તેમજ તેના રિમાન્ડ મેળવવાની પણ કવાયત શરૂ કરી છે.[:]