[:gj]અલ્પેશ ઠાકોરની બિહારના સહપ્રભારી પદેથી હકાલપટ્ટી કરાઈ [:]

[:gj]અલ્પેશ ઠાકોરની સામે શિક્ષાત્મક પગલા લેતા અલ્પેશને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધા છે. તેની જગ્યાએ સહપ્રભારી તરીકે અજય કપૂરની નિમણૂંક કરી દેવાઇ છે. જેમની સાથે પહેલાથી જ અલ્પેશ ઠાકોરની બનતી ન હતી તેવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, હાલમાં અમે અલ્પેશ સામે પાર્ટી વિરુદ્ધ કરેલા કામોના પુરાવા એકઠા કરી રહ્યાં છીએ. આ મામલે કાયદાકીય સલાહ પણ લેવામાં આવશે. અલ્પેશને સસ્પેન્ડ કરવો કે અન્ય કોઈ કાર્યવાહી કરવી તેનો નિર્ણય હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ લેવાશે. અલ્પેશે દિયોદરમાં કોંગ્રેસ વિરુદ્ધની એક રેલીમાં ભાગ લીધો હતો અને ઠાકોર સેનાના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. સાથે જ કોંગ્રેસમાં ટિકિટોના સોદા થવાના પણ તેને આરોપ લગાવ્યાં છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસના નામે રાધનપુરના ધારાસભ્ય બની બેઠેલા અને પાર્ટીની છબી ખરાબ કરનાર સામે કોઇ કાર્યવાહી થાય છે કે પછી માત્ર વાતો જ થાય છે.બીજી તરફ જો કોંગ્રેસ કોઇ કાર્યવાહી કરે તો અલ્પેશનું ધારાસભ્ય પદ જઇ શકે છે. શક્તિસિંહ ગોહિલ પણ અલ્પેશને બિહારથી ખસેડવા માંગતા હતા.[:]