કોંગ્રેસની તમામ પ્રેસનોટ 2026
૧૯-૦૬-૨૦૨૬
શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે
ગુજરાતમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’
૨૨-૨૩ જૂને રાજ્યભરના જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓના અવાજને વાચા અપાશે
• શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશેઃ શ્રી અમિત ચાવડા
• ૨૨-૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોને વાચા અપાશે : શ્રી અમિત ચાવડા
• ૨૨ લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ. ૧.૩૨ લાખ કરોડ- દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડઃ શ્રી અમિત ચાવડા
• પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે : શ્રી અમિત ચાવડા
• મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી:શ્રી અમિત ચાવડા
• NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ગુજરાતની સ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદાજ જોતાં માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોચિંગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.
શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.
આવનારી ૨૨ અને ૨૩ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવકતા ડૉ. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ શહેર પ્રભારી ડૉ. હિમાંશુ પટેલ, પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર, શ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
૩૦-૦૫-૨૦૨૬
· “સત્યમેવ જયતે”, દિયોદર તાલુકા પંચાયતમાં લોકશાહી અને જનતાના જનાદેશનો વિજય ભાજપના અહંકારનો પરાજય : શ્રીઅમિત ચાવડા
· દિયોદરમાં ભાજપ અને અધિકારીઓની મિલીભગતથી લોકશાહીનું ચીરહરણના પ્રયાસને કોંગ્રેસના સભ્યોએ નિષ્ફળ બનાવ્યું : શ્રીઅમિત ચાવડા
· ગર્ભવતી મહિલા સભ્ય સહિત તમામ કોંગ્રેસના સભ્યોને લોકશાહી બચાવવા અભિનંદન : શ્રીઅમિત ચાવડા
· જે અધિકારીઓએ ભાજપનો ખેંચ પહેરી કાયદાનું ઉલ્લઘન કર્યું તેમની સામે કાર્યવાહી કરવામાં આવે : શ્રીઅમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે,દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીમાં સરકારી તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી, વહીવટી અવરોધો ઊભા કરીને અને કોંગ્રેસના સભ્યોને હેરાન કરીને જનાદેશને કચડી નાખવાના ભાજપના તમામ સરમુખત્યારશાહી પ્રયાસો ધ્વસ્ત થયા છે. ભાજપ દ્વારા તંત્રનો ઉપયોગ કરી કરવામાં આવેલી તમામ કનડગત અને દબાણો સામે અડગ રહીને આજે કોંગ્રેસની અતૂટ એકતાનો ભવ્ય વિજય થયો છે અને સત્તાના અહંકારનો પરાજય થયો છે. ભાજપ નેતા અને અધિકારીની મિલીભગતના કારણે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા મહિલા સભ્ય પ્રેગેન્ટ હોવા છતા તેમને ખુબ હેરાન કરવામાં આવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના 12 સભ્ય અને ભાજપ પાસે ચૂંટાયેલા 10 સભ્ય હતા. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમત હોવા છતા ભાજપ દ્રારા નિમન કક્ષાની રાજનિતી કરી લોકશાહીનું હનન કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને તોડિ પાડવા માટે ધાક,ધમકી, દબાણ પણ કરવામાં આવ્યું હતું.
શ્રીઅમિત ભાઈ ચાવડાએ વધુમાં કહ્યું કે, દિયોદર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી પ્રભાતબાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી પાનાબેન ચાવડાની વરણી થવા બદલ તેમને ખૂબ-ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. આપ બંનેના નેતૃત્વમાં દિયોદર તાલુકાનો સર્વાંગી વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે અને પ્રજાલક્ષી કાર્યોને વેગ મળશે તેવી પૂરી આશા છે. આપનો આ નવો કાર્યકાળ ગ્રામીણ વિસ્તારના લોકોની સુખાકારી, આંતરમાળખાકીય સવલતો અને લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
કારમી હારથી બૌખલાયેલી સત્તાધારી ભાજપ સરકારે હંમેશ મુજબ સરકારી તંત્ર, પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને જનાદેશને બદલવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. સત્તાના જોરે વિપક્ષી સભ્યોને ડરાવવા, ધમકાવવા અને વહીવટી પ્રક્રિયામાં અવરોધો ઊભા કરીને ભાજપે દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ કર્યું છે. ભાજપની આ હીન માનસિકતા અને સરકારી મશીનરીનો આડોડાઈભર્યો ઉપયોગ લોકતાંત્રિક મૂલ્યોનો ઘાતક છે, જેની કોંગ્રેસ પક્ષ આકરા શબ્દોમાં નિંદા કરે છે.
સરકારી વહીવટી તંત્ર અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓએ બંધારણીય મર્યાદાઓ અને નૈતિકતાને નેવે મૂકીને સત્તાધારી ભાજપના કઠપૂતળી તરીકે કામ કર્યું છે તે અત્યંત શરમજનક છે. તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની જવાબદારી જેમના શિરે છે, તેવા જવાબદાર અધિકારીઓ જ ભાજપના ઈશારે વિપક્ષી સભ્યોને હેરાન કરવામાં અને ભાજપ પક્ષને ફાયદો પહોંચાડવામાં વ્યસ્ત રહ્યા છે. સરકારી તંત્રના આ પ્રકારના પક્ષપાતી વલણ અને સત્તાના દુરુપયોગથી સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, જે લોકશાહી શાસનવ્યવસ્થા માટે એક ગંભીર ખતરો છે.
૧૬-૦૫-૨૦૨૬
ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો,
નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય.
• ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે : શ્રી અમિત ચાવડા
• પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. : શ્રી અમિત ચાવડા
• પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં; ખોટા કેસો અને દમનકારી કાર્યવાહીથી કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડરશે નહીં પણ કાયદાકીય લડત આપશે. : શ્રી અમિત ચાવડા
• કાયદાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવાનો આ પ્રયાસ છે, જેનો કાયદેસર અને બંધારણીય રીતે મક્કમ જવાબ આપવામાં આવશે. : એડવોકેટ હિતેશ ગુપ્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક બાજુ ઈમાનદાર અને ફરજનિષ્ઠ પોલીસ અધિકારીઓ કાર્યરત છે, જ્યારે બીજી બાજુ કેટલાક ભ્રષ્ટ અને ચાપલૂસ અધિકારીઓ સરકારના હાથા બની ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને ડરાવવા, દબાવવા, ફોર્મ પાછાં ખેંચાવવા દબાણ કરવું, મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવા અને કોંગ્રેસના ઉમેદવારો તથા કાર્યકરોને પોલીસ-પ્રશાસન મારફતે હેરાન કરવામાં આવેલા અનેક દાખલા સમગ્ર ગુજરાતે જોયા છે.
સુરત, દાહોદ, ડભોઈ અને વડોદરા સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો પર ખોટા કેસો નોંધાવી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો. વડોદરામાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી આશિષ જોશી વિરુદ્ધ મતદાનના માત્ર બે દિવસ પહેલાં કોઈપણ પુરાવા વિના FIR નોંધાવી દબાણ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિસ્તારમાં દારૂ પકડાવાની ઘટનામાં કોંગ્રેસના કોર્પોરેટર શ્રી આશિષ જોશીનું નામ રાજકીય દબાણ હેઠળ ખોટી રીતે જોડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવા કેસોમાં પોલીસ પુરાવા જાહેર કરતી હોય છે, પરંતુ આ કેસમાં એવું કશું થયું નથી. આશિષ જોશીએ ખુદ નાર્કો ટેસ્ટ સહિતની કોઈપણ તપાસ માટે તૈયારી દર્શાવી હોવા છતાં, તેમની ધરપકડ કરી ૧૧૧ની કલમો ઉમેરી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા, જ્યારે મૂળ આરોપીને સરળતાથી જામીન મળી ગયા. બનાસકાંઠામાં દારૂના મોટા જથ્થાના પરિવહનનો વીડિયો હોવા છતાં કાર્યવાહી ન થવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યોને દ્વારકામાં મધરાતે હોટલના રૂમોમાં ઘૂસી મહિલાઓ સાથે ગેરવર્તન કરી ખોટા કેસમાં ફસાવવાના બનાવને તેમણે ગંભીર ગણાવ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને વારંવાર ખોટા કેસો અને PASAની ધમકીઓ આપી ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, હોમ સેક્રેટરી અને DGPને પણ કહેવાનું કે, પોલીસ અને પ્રશાસન લોકોની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં જે અધિકારીઓ કાયદાથી ઉપરવટ જઈને ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, તેમની આવકથી અનેકગણી સંપત્તિઓ અને ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરાવવામાં આવશે.
કોંગ્રેસ આ મુદ્દે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડશે અને ખોટા પુરાવા ઊભા કરનાર દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. તેમજ રાજ્યપાલ સમક્ષ પણ આવા ભ્રષ્ટ અને ફરજવિમુખ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવશે.
અંતમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં લોકશાહી અને કાયદાનું શાસન છે. કોઈપણ અધિકારી જો પક્ષપાતી બની કાયદાથી ઉપરવટ જઈને કામ કરશે તો તેને પ્રજાને જવાબ આપવો જ પડશે. હવે આવા અધિકારીઓને “રૂક જાઓ” કહેવાનો સમય આવી ગયો છે.
એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો દારૂનો કેસ સંપૂર્ણપણે પાયાવિહોણો અને રાજકીય અદાવતથી પ્રેરિત છે. કેસના મુખ્ય આરોપી પ્રમોદ પાંડેએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે દારૂ તેણે પોતાના અંગત પ્રસંગ માટે મંગાવ્યો હતો અને તે આશિષ જોશીને ઓળખતો પણ નથી. પોતાની નિર્દોષતા સાબિત કરવા આશિષ જોશીએ નાર્કો ટેસ્ટ માટે લેખિત તૈયારી દર્શાવી હોવા છતાં પોલીસે તેની કોઈ તપાસ કરી નથી અને આ પાયાવિહોણી FIRને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે.
સંખેડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સમગ્ર તપાસ પ્રક્રિયા અત્યંત શંકાસ્પદ છે અને તેમાં નિષ્પક્ષતાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવાનો આ પ્રયાસ છે, જેનો કાયદેસર અને બંધારણીય રીતે મક્કમ જવાબ આપવામાં આવશે.
વડોદરાના મે.પ્રિન્સીપલ સીની.સીવીલ જજ સાહેબની કોર્ટમાં ઈલેક્શન પીટીશન અરજદારો કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષ નેતા શ્રીમતિ અમી નરેન્દ્ર રાવત અને નિકુલભાઈ પટેલ તર્ફે એડવોકેટ શ્રી જગદેવ પરમાર ,શ્રી આકિબ રાઠોડ દ્વારા ઈલેક્શન પીટીશન
બિગ બ્રેકિંગ: પ્રેસ : વડોદરાના મે.પ્રિન્સીપલ સીની.સીવીલ જજ સાહેબની કોર્ટમાં ઈલેક્શન પીટીશન નં. 1/2026 ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ, ૧૯૪૯ ની કલમ-17 પ્રમાણે અરજદારો કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષ નેતા શ્રીમતિ અમી નરેન્દ્ર રાવત અને નિકુલભાઈ પટેલ તર્ફે એડવોકેટ શ્રી જગદેવ પરમાર ,શ્રી આકિબ રાઠોડ દ્વારા ઈલેક્શન પીટીશન દાખલ કરી.
· નામદાર કોર્ટે, સ્ટેટ ઈલેક્શન કમિશ્નરશ્રી, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ તથા મુખ્ય ચુંટણી અધિકારીશ્રી, વડોદરા શહેર કલેક્ટર કચેરી તથા ચુંટણી અધિકારીશ્રી, વડોદરા મહાનગરપાલિકા વોર્ડ-૧ થી ૩,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય ચૂંટણી 2026 સહિત અન્ય 17 સામાવાળાઓને નોટિસ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો
· અમો અરજદારી હાલની ઈલેક્શન પીટિશન જી.પી.એમ.સી. એક્ટ, 1949 મુજબ. સામાવાળા સત્તાધિશોને એવી યોગ્ય ડાયરેક્શન આપવા મે થશે કે વોર્ડ નં. 1 ની કોર્પોરેટરના પદ માટેની વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનની ચુંટણી વોર્ડ નં.1 નું રીકાઉન્ટીગ આપવામાં આવે.
· સબબ દાદ માંગવાની કે :સામાવાળા (અ) અમો અરજદારોની અરજ મંજુર કરી સામાવાળા ચુંટણી અધિકારીશ્રી ના એ મતગણત્રીના દીવસે ગેરરીતી આચરી, ગેરકાયદેસરના કૃત્યો કરી તા. 28/04/2026 ના રોજ ચુંટણીના નિયમો, નિયમ-62 પ્રમાણે તૈયાર કરેલું આખરી પરિણામ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને 13341 વોટ પ્રાપ્ત હરીશ પટેલ ને 13372 વોટ પ્રાપ્ત જણાવી 31 વોટનો સામાન્ય તફાવત છે.
· જેથી ચૂંટણી એજન્ટે એ સમયે અમોએ લેખિતમાં રીકાઉન્ટીંગ આપવામાં આવે તેની માંગણી કરી અને આ કામના સામાવાળા હરીશ પટેલ અપક્ષ ઉમેદવારને 13372 વોટ મળેલાનુ જણાવી અને એ રીતે અમો ને 31 વોટ વધારે મળેલાનું દર્શાવી આખરી પરિણામ પત્રક તૈયાર કરી પોતાની સહી કરી તેને આખરી સ્વરુપ આપ્યા બાદ, તે પત્રકમાં ચેડા કરી અને અનાધિકારે અને હકુમત વગર સુધારા કરી સામાવાળા ને જાણે વધારે 31 વોટ મળ્યા છે તેવો સુધારો કરી નવી શીટ તૈયાર કરી અરજદાર શ્રીમતિ અમી રાવત ને હારેલા ઉમેદવાર જાહેર કરવાનું સામાવાળા ચુંટણી અધિકારીશ્રી નું કૃત્ય ગેરકાયદેસરનુ, હકુમત વગરનું અને રદ કરવાને પાત્ર છે તેવુ જાહેર કરો અને તેમ જાહેર કરી સદરના સામાવાળા ચુંટણી અધિકારીશ્રી તે કૃત્યને રદ કરી તા. 28/04/2026 ના રોજ જે પ્રથમ વખત સાચુ આખરી પરિણામ પત્રક નિયમ-92 પ્રમાણે સામાવાળા ચુંટણી અધિકારીશ્રી એ પોતાની સહીથી તૈયાર કર્યુ અને તેમાં અરજદાર શ્રીમતિ અમી રાવત ને સામાવાળા સ્વેતા શાહ કરતા 1100 વોટ વધારે મળ્યાનું જણાવ્યુ અને તે પ્રમાણેના મતો મળ્યાની સંખ્યા દર્શાવી તે પરિણામને આખરી જાહેર કરી અને તે પ્રમાણે અરજદાર શ્રીમતિ પુષ્પા વાઘેલાને વોર્ડ નં. 1 ના સામાન્ય સીટ પરના જીતેલા ઉમેદવાર તરીકે જાહેર કર્યા રોકાઉન્ટીંગ આપવામાં આવે મહેરબાની થશે અને સામાવાળા ચુંટણી અધિકારીશ્રી એ સુધારેલા પછીના આખરી પરિણામ પત્રકને રદ કરવા હુકમ કરવા મહેરબાની.
· અરજદાર શ્રીમતિ અમી રાવતના જણાવ્યા પ્રમાણે અને રીકાઉન્ટીંગની માંગણી કરી છે એ સંદર્ભમાં જો રીકાઉન્ટિંગ કરવામાં આવે તો સામાવાળા અપક્ષ ઉમેદવાર શ્રી હરીશભાઈ રતિલાલ પટેલને 31 વોટ ઓછા મળે તો શ્રીમતી પુષ્પાબેન રાજુભાઈ વાઘેલા અને અરજદાર નંબર 1 શ્રીમતી અમી નરેન્દ્રકુમાર રાવત ચૂંટાયેલા જાહેર થાય અને સામા વાળા અપક્ષ ઉમેદવારા શ્રી હરીશભાઈ રતિલાલ પટેલ હારેલા જાહેર થાય. જેમને સામા વાળા ચુંટણી અધિકારીશ્રી દ્વારા ખોટી રીતે ઉતાવળ કરી ચૂંટાયેલા જાહેર કર્યા જે તદ્દન નિયમ વિરોધ કરેલ છે.ખોટું કરેલ છે.
· અમો અરજદારો વૈકલ્પીક રીતે દાદ માંગીએ છીએ કે, સામાવાળા સત્તાધિશોએ સામાવાળા ચુંટણી અધિકારીશ્રી ની સાથેના મેળાપીપણામાં અને રુલીંગ પાર્ટીના દબાણ હેઠળ આ ઈલેક્શન પીટીશનમાં જણાવેલી ગેરરીતીઓ આચરેલી છે અને ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે અને જેનાથી ઈલેક્શનના પરિણામને માઠી અને અરજદારોના હિત વિરુદ્ધની અસર પહોંચી છે તેથી સમગ્ર ચુંટણી રદ કરવાનો હુકમ થવા મહેરબાની થશે
શ્રીમતિ અમી રાવત
પૂર્વ વિપક્ષ નેતા ,વડોદરા મહાનગપાલિકા
૨૫-૦૪-૨૦૨૬
· AAP ને મત એટલે ભાજપને મદદ : શ્રી અમિત ચાવડા
· ૨૦૧૩ માં શરૂ થયેલી ‘India Against Corruption’ મૂવમેન્ટ એ RSS અને BJP નું જ ‘Brain Child’ હતું, જેનો મુખ્ય હેતુ કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાનો : શ્રી અમિત ચાવડા
· આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ સાથે આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં : શ્રી અમિત ચાવડા
· AAP ના બે તૃતીયાંશ સાંસદોનું ભાજપમાં વિલીનીકરણ એ સંયોગ નથી, પહેલેથી રચાયેલું સુવ્યવસ્થિત ષડયંત્ર : શ્રી અમિત ચાવડા
· કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે અન્ના હઝારેને આગળ કરી જે ખેલ ખેલાયો હતો, તે વાસ્તવમાં ભાજપની ‘બેક સીટ ડ્રાઈવિંગ’ રણનીતિનો જ ભાગ હતો : શ્રી અમિત ચાવડા
· ભાજપની બી-ટીમ તરીકે અને RSS ના ફન્ડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો સામે આવી ગયો : શ્રી અમિત ચાવડા
· ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહે છે કે આપના જીતેલા લોકો ભાજપમાં જ આવવાના છે : શ્રી અમિત ચાવડા
· AAP નો ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના મત તોડી ભાજપને ફાયદો કરાવવાનો : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીની નૈતિકતા અને લોકશાહીના નામે ચાલતો દંભ હવે પ્રજા સમક્ષ સંપૂર્ણપણે ઉઘાડો પડી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ ‘કટકી અને કમિશન’ રાજ તેમજ કમલમનું નેક્સસ ગુજરાતના વિકાસને ઉધઈની જેમ કોતરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપની જ ‘બી-ટીમ’ તરીકે અને આર.એસ.એસ.ના ફન્ડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીનો અચલી ચહેરો સામે આવી ગયો છે.૨૦૧૩થી દેશની જનતાને છેતરવા માટે રચાયેલું આ સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગઈકાલની ઘટનાઓથી વિશ્વ સમક્ષ ખુલ્લું પડ્યું છે. સત્ય એ છે કે આ બંને પક્ષો ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, પરંતુ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે વર્ષોથી વિરોધનું નાટક કરી રહ્યા હતા. તેર વર્ષ સુધી ચાલેલા આ જૂઠાણાં અને લોકશાહી પરંપરાઓને કલંકિત કરનારા અવસરવાદનો હવે અંત આવ્યો છે અને પ્રજાએ આ બંને પક્ષોના અસલી ચાલ, ચરિત્ર અને ચહેરાને ઓળખી લીધા છે.
ગુજરાત અને સમગ્ર દેશ આજે એક સુનિયોજિત રાજકીય ષડયંત્રનો સાક્ષી બની રહ્યો છે, જેમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન (IAC) આંદોલનથી લઈને આમ આદમી પાર્ટીના ઉદય સુધીની તમામ કડીઓ RSS અને ભાજપના ‘બ્રેન ચાઇલ્ડ’ હોવાનું ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે અન્ના હઝારેને આગળ કરી જે ખેલ ખેલાયો હતો, તે વાસ્તવમાં ભાજપની ‘બેક સીટ ડ્રાઈવિંગ’ રણનીતિનો જ ભાગ હતો. ગઈકાલે રાજ્યસભાના બે તૃતીયાંશ સાંસદોનું અચાનક ભાજપમાં વિલીનીકરણ એ કોઈ સંયોગ નથી, પહેલેથી રચાયેલું વ્યવસ્થિત ષડયંત્ર હતું.આવનારા દિવસોમાં જો એવા સમાચાર આવે કે અરવિંદ કેજરીવાલ પોતે આખી આમ આદમી પાર્ટી સાથે ભાજપમાં મર્જ થઈ ગયા છે, તો નવાઈ પામવા જેવું નહીં હોય. ગુજરાતમાં ભરૂચના ભાજપ સાંસદ ખુલ્લેઆમ નિવેદન કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સીટિગ MLA આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવું જાહેરમાં કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે.આ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની જ બી-ટીમ છે. જેમ જેમ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે જનસમર્થન વધી રહ્યું છે અને ૨૦૨૯માં પરિવર્તન નિશ્ચિત દેખાઈ રહ્યું છે.
છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસ સતત આક્ષેપ કરતી રહી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ અને RSSનો જ એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના મતો તોડી ભાજપને ફાયદો કરાવવાના છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોમાં આ શંકાને વધુ દ્રઢ બનાવી છે. આપ એક સુવ્યવસ્થિત રણનીતિના ભાગરૂપે એન્ટી-ઈન્કમ્બન્સી મતોનું વિભાજન કરવા માટે એક વ્યવસ્થિત પ્લાનીગ અને સપોર્ટથી થઈ રહ્યો છે. હવે કોઈને પણ આશ્ચર્ય નથી કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે.આ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થયા છે.હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લિખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે આમ પંજાબના લોકો છેતરાયા અને સમગ્ર દેશ સાથે વિશ્વાસઘાત થયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ તથા AICC ના ગુજરાત સોશિયલ મીડિયા પ્રભારી શ્રી કે. કે. શાસ્ત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નવીનભાઈ ભાવસાર (મામા) ઉપસ્થિત રહ્યા હતા.
૧૯-૦૪-૨૦૨૬
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા
કોંગ્રેસ પક્ષનું થીમસોંગ “હવે તો સમજો લઈ આવો પંજો” અને સોશીયલ મીડીયા કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું.
• સ્વ.રાજીવ ગાંધીજીની પહેલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને અનામત દ્વારા સત્તામાં સશક્ત ભાગીદારી મળી : શ્રી અમિત ચાવડા
• ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ :
શ્રી અમિત ચાવડા
• ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા નિશુલ્ક, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
• દરેક નાગરિકોને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત એ કોંગ્રેસનું વિઝન છે : શ્રી અમિત ચાવડા
• કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરીને કાયમી નોકરી દ્વારા યુવાઓને રોજગાર આપવામાં આવશે :શ્રી અમિત ચાવડા
• વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક સફાઈ વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે : શ્રી અમિત ચાવડા
• ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે : શ્રી અમિત ચાવડા
• કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે : શ્રી અમિત ચાવડા
• દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ગાંધીજી અને સરદાર પટેલના આદર્શોથી પ્રેરિત છે, જ્યાં હંમેશા પ્રગતિશીલ વિચારધારા અને સહિયારા પ્રયત્નોથી વિકાસ થયો છે. રાજ્યની સ્થાપનાથી આજ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક સ્તરે કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્તાનું કેન્દ્રિકરણ નહીં પરંતુ વિકેન્દ્રિકરણમાં વિશ્વાસ રાખે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મજબૂત બને અને લોકો પોતે પોતાના વિકાસના નિર્ણય લઈ શકે એ કોંગ્રેસની વિચારધારા રહી છે. તેથી વર્ષો સુધી કોંગ્રેસે આ સંસ્થાઓને સત્તા અને સશક્તિકરણ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
આપણા શહેરો માત્ર વિકસી રહ્યા નથી, પરંતુ સપનાઓ જોઈ રહ્યા છે. શું આ સપનાઓ દરેક સુધી પહોંચે છે? ૨૦ વર્ષ કરતા વધુ સમયથી હાલના શાસકો શહેરી નાગરિકો પાસેથી બેફામ વસૂલાતા ટેક્ષનો હિસાબ આપવાથી ભાગી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે એક એવું ગુજરાત, જ્યાં દરેક શહેર દરેક નાગરિકનું હોય. એક એવું ગુજરાત, જ્યાં વિકાસ પસંદગીનો નહીં, પરંતુ સર્વસમાવેશી હોય. કોઈ પરિવાર ગૌરવથી વંચિત નહીં રહે, કોઈ નાગરિક અજાણ્યો નહીં લાગે. કોંગ્રેસ નાગરિક સુવિધાઓ રોજિંદા જીવનમાં ગૌરવનું કમિટમેન્ટ કરે છે. દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, સરળ અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા, સ્વચ્છ રસ્તાઓ અને આધુનિક કચરા વ્યવસ્થાપન, મજબૂત સરકારી આરોગ્ય અને શિક્ષણ કારણ કે મૂળભૂત સુવિધાઓ વૈભવ નથી તે હક છે. ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા ફી, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે. પારદર્શિતા વિશ્વાસપાત્ર સરકાર એ કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે.
ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ. કોંગ્રેસનું વિઝન એ છે કે દરેક નાગરિકને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા મળી રહે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક કચરા વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે. દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
શહેરો માત્ર અમુક લોકો માટે નહીં પરંતુ દરેક માટે હોવા જોઈએ. ગરીબ મજૂરથી લઈને નાના વેપારી, યુવાનો અને મહિલાઓ સુધી દરેકને સમાન તક મળે તે જરૂરી છે. કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે. નાના વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા લોકોને કાયદેસર ઓળખ અને સ્થિર વ્યવસ્થા આપવામાં આવશે. સર્વસમાવેશી વિકાસ, રોજગારની તક અને ગૌરવ સાથે જીવવા યોગ્ય શહેરો બનાવવા કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા સમક્ષ મજબૂત પ્રતિબદ્ધતા સાથે ઊભી છે.
શાસન બંધ દરવાજાઓ પાછળ નહીં ચાલે. કોંગ્રેસ પક્ષ ખુલ્લા બજેટ અને જાહેર માહિતી, ડિજિટલ પ્રોજેકટ ટ્રેકિંગ, નાગરિકોની સીધી ભાગીદારી, દરેક રૂપિયા ક્યાં ખર્ચાયો તે દેખાશે. દરેક વચનનું હિસાબ મળશે. કોંગ્રેસના શાસનમાં સત્તા નાગરિકો પાસે હશે અને અમે એવી વ્યવસ્થા બનાવશું જ્યાં શાસકો આપને જવાબદાર રહેશે. સમયબદ્ધ સેવા આપવાની ખાતરી, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી, સીધી ફરિયાદ નિરાકરણ વ્યવસ્થાની ખાતરી આપે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર ચૂંટણી નથી પરંતુ આગામી પાંચ વર્ષ માટે શહેરો અને ગામોના વિકાસની દિશા નક્કી કરનારી પ્રક્રિયા છે. કોંગ્રેસે હંમેશા સામાન્ય માણસને વહીવટમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. SC, ST, OBC અને મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત વ્યવસ્થા આગળ વધારવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ખાસ કરીને સ્વ. રાજીવ ગાંધીજીના પ્રયત્નોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત મળી અને આજે તે ૫૦% સુધી પહોંચી છે. આ પગલાં લોકશાહી અને સમાનતા માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ગુજરાતમાં ટ્રિપલ એન્જિન સરકાર છે. કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે બિરાજમાન છે.તેમ છતાં સુરત શહેર જ્યાં આખા દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી લોકો આવીને વસ્યા છે અને જેમના પરસેવાથી સુરતનો વિકાસ અને અર્થતંત્ર ધબકે છે, ત્યાં લોકોની ભારે અવગણના થઈ રહી છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા એ.આઈ.સી.સી. પ્રભારીશ્રી કે.કે. શાસ્ત્રીજી, સોશીયલ મીડીયા સેલના ચેરમેનશ્રી ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
૦૬-૦૪-૨૦૨૬
ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણે
પોતાની ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
• ગુજરાતમાં પરિવર્તન માટેનો શંખનાદ ફૂંકાઈ ગયો છે :શ્રી અમિત ચાવડા
• પેટાચૂંટણી સત્તા બદલવાની નહીં, પરંતુ ગુજરાતની દિશા બદલવાની ચૂંટણી : શ્રી અમિત ચાવડા
• આ લડાઈ બે ઉમેદવારો વચ્ચે નહીં, સત્ય અને ભ્રષ્ટાચાર વચ્ચેની લડાઈ છે : શ્રી અમિત ચાવડા
• ભાજપના નેતાની ભ્રષ્ટાચારની જાહેર કબૂલાત પર તાળીઓ, આ છે ભાજપની સાચી સંસ્કૃતિ : શ્રી અમિત ચાવડા
• ભ્રષ્ટાચારના મૌન સમર્થન પાછળ શું કમલમ સુધી પહોંચતું કમિશન જવાબદાર છે? : શ્રી અમિત ચાવડા
ઉમરેઠ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણના ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે આયોજિત ‘વિજય વિશ્વાસ સંમેલન’ માં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ સત્તાના નશામાં અભિમાની અને તાનાશાહી બની ગયા છે. ભ્રષ્ટાચાર તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. સમાજના દરેક વર્ગના લોકો મુશ્કેલી અને નિરાશાનો સામનો કરી રહ્યા છે. આ પેટાચૂંટણીથી સરકાર તરત બદલાવાની નથી, પરંતુ આવનારા સમયની દિશા ચોક્કસ નક્કી થવાની છે. આ ચૂંટણી ફક્ત બે ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતની જનતાની પીડા, આક્રોશ અને ન્યાયની માંગને અવાજ આપવાની લડાઈ છે. સમય આવી ગયો છે કે લોકો પોતાના પરસેવાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારા લોકોને સ્પષ્ટ સંદેશ આપે.
આપણી ચરોતરની ધરતી, જ્યાં પશુપાલકો પોતાના પરસેવા અને મહેનતથી દૂધ ઉત્પાદન કરે છે, એ દૂધ અમૂલ જેવી સંસ્થામાં જમા થાય છે અને લાખો લોકોના ઘરનો ચૂલો એથી સળગે છે. પરંતુ એ જ સંસ્થાના એક પૂર્વ ચેરમેન ભાજપના મંચ પરથી ગર્વથી કહે કે “હા, મેં ભ્રષ્ટાચાર કર્યો છે. રાજકારણમાં આવીને પૈસાદાર થયો છું, લૂંટ ચલાવી છે.” આવું જાહેરમાં બોલાય અને પછી પણ કોઈ કાર્યવાહી ન થાય. સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર કેટલો વધી ગયો છે. કોઈ મુખ્યમંત્રી બોલ્યા નહીં, કોઈ વડાપ્રધાન બોલ્યા નહીં, કોઈ નેતાએ તેની નિંદા પણ કરી નહીં. એનો અર્થ એ થાય કે ભ્રષ્ટાચારના કમિશનના પૈસા સીધા કમલમ સુધી પહોંચે છે અને આખી વ્યવસ્થા તેમાં સામેલ છે.
ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી, સહ પ્રભારી શ્રી રામકીશન ઓઝાજી, શ્રી બી.વી. શ્રીનિવાસ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી અને CWC મેમ્બર શ્રી જગદીશ ઠાકોર, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી બિમલ શાહ, વિધાનસભા પ્રભારી શ્રી નટવરસિંહ મહિડા, શ્રી જગત શુક્લ, શ્રી કરસનદાસ બાપુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૨-૦૪-૨૦૨૬
• ગુજરાતમાં પરિવર્તન માટેનો શંખનાદ ફૂંકાઈ ગયો છે : શ્રી અમિત ચાવડા
• ૫ એપ્રિલથી તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરાશે : શ્રી અમિત ચાવડા
• સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કમિશન કમલમ ને કૌભાંડ ના શાસનને ઉખાડી ફેંકીશું. : અમિત ચાવડા
• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦ ટકા ઉમેદવારો યુવાનો હશે : શ્રી અમિત ચાવડા
• ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે : શ્રી અમિત ચાવડા
રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યારપછી ગુજરાતમાં જનઆક્રોશ યાત્રાના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉઘાડી લૂટ મચાવી છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે અને ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમામ વર્ગ વિસ્તારના લોકો સરકારને બદલવા માટે તૈયાર છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રદેશના નિરીક્ષકો તાલુકાવાર મુલાકાતે ગયા હતા. ત્યાં સંભવિત ઉમેદવારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા, કાર્યકરો સાથે સંવાદ કર્યો અને તમામ સ્તરે સંકલન કરવામાં આવ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા રચાયેલી ચૂંટણી સમિતિઓએ પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે ચાર તારીખથી પ્રદેશ સ્તરે બેઠકની શરૂઆત થશે.પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયાને આખરી સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ પાંચમી તારીખથી તબક્કાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે સમગ્ર ગુજરાતમાં લગભગ દસ હજાર જેટલી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે, ઉમેદવારની પસંદગીમાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાથમિકતા આપવામાં આવશે. શહેર અને જિલ્લા સ્તરે બનેલી ચૂંટણી સમિતિઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રદેશ સમિતિ દ્વારા અંતિમ સંમતિ આપવામાં આવશે.પચાસ ટકા કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે.સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર, લોકોના હક્ક અને અધિકાર માટે લડનાર,પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને બચાવવા માંગે છે, એવા લોકો કોંગ્રેસ પાર્ટી માટે પ્રથમ પસંદગી રહેશે.સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર તાકાત સાથે લોકો વચ્ચે જશે, લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લડત લડશે અને જનતાના આશીર્વાદ સાથે વિજય મેળવવાનો સંકલ્પ કરશે.
દરેક જિલ્લા કક્ષાએ મજબૂત લીગલ ટીમો પણ સક્રિય કરવામાં આવી છે. સામ,દામ, દંડ,અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને દબાણમાં મૂકવાના, ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવાના, તેમજ ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્નો થતા રહે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના તમામ પ્રયત્નોનો મક્કમપણે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.દરેક જિલ્લામાં ટીમોએ પૂર્વ તૈયારી કરી લીધી છે. લીગલ ટીમો પણ સજ્જ છે જેથી કોઈપણ ઉમેદવાર સાથે અયોગ્યતા કે અન્યાય થાય તો તરત જ કાનૂની રીતે કાર્યવાહી કરી શકાય.આ વખતે કોંગ્રેસ પાર્ટીની આખી ટીમ પૂરી તાકાત સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે.
૦૧-૦૪-૨૦૨૬
• પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. ગુજરાત એનસીપીના પ્રદેશ યુવા વિંગના પૂર્વ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ જોશી, સહિત સોશીયલ મીડીયાના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસ પક્ષમાં તિરંગો ખેસ પહેરી જોડાયા હતા. વડોદરાના વીએચપીના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.
કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે.
૨૩-૦૩-૨૦૨૬
· ભાજપ સસરકાર અદાણીનું દેવું માફ કરે છે, પંરતુ એક પણ આદિવાસીનું દેવું માફ નથી કર્યું : રાહુલ ગાંધી
· ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી
· BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી
· મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર દેશના ડેટા, કૃષિ ક્ષેત્ર અમેરિકાને આપી દીધું : રાહુલ ગાંધી
· વિકાસના નામે આદિવાસી સમાજના ઘરો પર બુલડોઝર ફેરવી નાખ્યા, દિવસેને દિવસે આદિવાસી સમાજના હક્કો છીનવાઈ રહ્યા છે : રાહુલ ગાંધી
· હું ગુજરાતના આદિવાસી સમાજ અને સામાન્ય લોકોનો અવાજ બુલંદ કરવા હંમેશા ખડે પગે ઉભો છું : રાહુલ ગાંધી
· ભાજપના શાસનના ત્રણ દાયકામાં સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજને થયો : અમિત ચાવડા
· ભાજપ સરકારમાં 20 વર્ષ પછી પણ આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના 50 ટકા અધિકાર નથી મળ્યા : અમિત ચાવડા
· બીજી, ત્રીજી પાર્ટીઓ આવીને આદિવાસી સમાજના મતોનું વિભાજન કરવાનો પ્રયત્ન કરશે : તુષાર ચૌધરી
લોકસભા વિપક્ષના નેતા અને દેશની જનતાનો નીડર અવાજ જનનાયક રાહુલ ગાંધીજી સંસ્કારી નગરી વડોદરાના પ્રવાસે આવ્યા હતા. વડોદરા એરપોર્ટ પર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના આજવા ચોકડી નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઑડિટોરિયમમાં રાહુલ ગાંધીજીની ઉપસ્થિતિમાં “આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન” યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન તેમનું સ્વાગત પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે નૃત્ય કલાકારો સાથે મુલાકાત પણ કરી હતી.
રાહુલ ગાંધીજીએ સંમેલનમાં આદિવાસી સમાજ સાથે સંવાદ કરતા પોતાના સંબોધનની શરૂઆત “આદિવાસી” શબ્દથી કરી. તેમણે જણાવ્યું કે આ શબ્દનો અર્થ ખૂબ જ ઊંડો છે, આદિવાસી એટલે આ દેશના મૂળ નિવાસીઓ અને મૂળ માલિકો છે, હજારો વર્ષ પહેલાં દેશની મોટાભાગની જમીન આદિવાસીઓની માલિકીની હતી, જે ઐતિહાસિક સત્ય છે.તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજનો ઈતિહાસ તેમના જળ, જંગલ અને જમીન ગુમાવવાનો ઈતિહાસ રહ્યો છે. સમય જતાં તેમની પાસેથી સંસાધનો છીનવાયા છે અને આજના સમયમાં “વનવાસી” જેવા શબ્દો દ્વારા તેમની ઓળખને બદલી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. “આદિવાસી” શબ્દ હક્ક અને માલિકી દર્શાવે છે, જ્યારે “વનવાસી” શબ્દ આ હકીકતને નકારી કાઢે છે.
રાહુલ ગાંધીજીએ ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી સમાજ પર દેશનું ઋણ છે, કારણ કે તેમના જમીન, જંગલ અને પાણી તેમની પાસેથી છીનવાયા છે. તેમણે આ બાબતને મહાન આદિવાસી નેતા બિરસા મુંડાના વિચારો સાથે જોડતા જણાવ્યું કે આ પ્રકારના પ્રયાસો તેમના વિચાર પર પણ આક્રમણ સમાન છે.તેમણે આક્ષેપ કર્યો કે વિકાસના નામે વારંવારઆદિવાસીઓની જમીન કબજે કરવામાં આવે છે, પછી તે સ્મારકો માટે હોય કે ખનિજ પ્રોજેક્ટ્સ માટે હોય અને ઘણીવાર યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.
રાહુલ ગાંધીજીએ જાતિ ગણતરી (કાસ્ટ સેન્સસ)ની આવશ્યકતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે દેશની વાસ્તવિક સામાજિક રચનાને સમજવા માટે તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે દેશમાં આશરે 9-10% આદિવાસી, 15% દલિત, 50% અન્ય પછાત વર્ગ અને 15% અલ્પસંખ્યકોનો સમાવેશ થાય છે.તેમણે ખાનગીકરણની નીતિ પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે તેનો લાભ મર્યાદિત લોકો સુધી જ સીમિત છે. સરકારી ક્ષેત્રમાં આરક્ષણ દ્વારા આદિવાસી, દલિત અને પછાત વર્ગોને તક મળતી હતી, જ્યારે ખાનગી ક્ષેત્રમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે.
રાહુલ ગાંધીજીએ કોર્પોરેટ ક્ષેત્રમાં અસમાનતા તરફ ધ્યાન દોર્યું અને જણાવ્યું કે દેશની ટોચની કંપનીઓમાં પછાત વર્ગ, આદિવાસી અને અલ્પસંખ્યકોનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ગેરહાજર છે. તેમણે જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિઓના કર્જા સહેલાઈથી માફ થાય છે, જ્યારે સામાન્ય નાગરિકોને આવી રાહત મળતી નથી.તેમણે જી.એસ.ટી. મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો અને જણાવ્યું કે સામાન્ય લોકો અને મોટા ઉદ્યોગપતિઓ પર સમાન દરે ટેક્સ લાગુ પડે છે, છતાં આવકમાં વિશાળ અસમાનતા છે. રાહુલ ગાંધીજીએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને આર્થિક નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે દેશના મહત્વપૂર્ણ નિર્ણયો વિદેશી પ્રભાવ હેઠળ લેવાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 21મી સદીમાં “ડેટા” સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ છે અને તેનો નિયંત્રણ દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કૃષિ ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક નીતિઓ અંગે સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે દેશના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવવા જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ભારે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. 20 વર્ષ પછી પણ અનેક પરિવારોને જંગલ અધિકાર કાયદા હેઠળ તેમના હકો મળ્યા નથી.વિકાસના નામે તેમની જમીનો કબજે કરવામાં આવી રહી છે. જન આક્રોશ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારમાં જોવા મળ્યું કે, આદિવાસી સમાજના જંગલો છીનવાઈ રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે, જ્યારે “નલ સે જલ” જેવી યોજનાઓમાં પણ ગેરરીતિઓ જોવા મળી રહી છે. શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓની હાલત પણ ચિંતાજનક છે. આદિવાસી સમાજના અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું અગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધી ફરીથી યાત્રાઓ યોજાશે, ઘર-ઘર જઈને લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવશે અને દરેક આદિવાસી ભાઈ-બહેનનો અવાજ બુંલદ કરવામાં આવશે.
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના અધ્યક્ષ ડો. વિક્રાંત ભુરિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સાથે કોંગ્રેસ પક્ષના વિરીષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
૧૮-૦૩-૨૦૨૬
પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને
સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
• લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે : શ્રી અમિત ચાવડા
• કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે : શ્રી અમિત ચાવડા
• ‘જનાક્રોશ યાત્રા’ દરમ્યાન લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, હવે સમાજના દરેક વર્ગ અને વિસ્તારના લોકો, કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, : શ્રી અમિત ચાવડા
• આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે : શ્રી સી.એ. જયદીપભાઈ પંડ્યા (પૂર્વ પ્રદેશ મહામંત્રી, પ્રદેશ ખજાનચી તથા નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
શ્રી સી.એ. જયદીપભાઈ પંડ્યા, શ્રી ભાવેશભાઈ કાતરિયા, શ્રી નારાયણભાઈ કાનાણી, શ્રી વજાભાઈ બી. આહિર, શ્રી બાબુભાઈ હુંબલ, શ્રી વિરમભાઈ જે. આહિર, શ્રી હમીરભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.
રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી અને વરિષ્ઠ આગેવાન શ્રી કુલદીપ શર્મા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક અને આગેવાનશ્રી કરસનદાસ બાપુ (ભાદરકાવાળા) સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.
આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો અને સામાજીક અગ્રણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
નામ અગાઉની ભૂમિકા
સી.એ. જયદીપભાઈ પંડ્યા પૂર્વ પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી
પૂર્વ પ્રદેશ ખજાનચી, આમ આદમી પાર્ટી
નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી
ભાવેશભાઈ કાતરિયા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી
નારાયણભાઈ કાનાણી સામાજીક આગેવાન તથા ૧૩ વર્ષથી મુદ્રા બાર એસોસીએશનના બિનહરીફ પ્રમુખ
વજાભાઈ બી. આહિર રાધનપુર વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી
શ્રી બાબુભાઈ હુંબલ તાલુકા કિસાન સેલ પ્રમુખ તથા પૂર્વ તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી
શ્રી વિરમભાઈ જે. આહિર તાલુકા પંચાયત ઈન્ચાર્જ, આમ આદમી પાર્ટી
શ્રી હમીરભાઈ આહિર તાલુકા પંચાયત પ્રભારી, આમ આદમી પાર્ટી
૧૭-૦૩-૨૦૨૬
· સમયસર સરકારી ભરતીઓ નહિ થવાથી હજારો ઉમેદવારો ઉમર મર્યાદા વટાવી જવાથી નોકરીથી વંચિત બન્યા : અમિત ચાવડા
· કર્મચારીઓને કર્મયોગી કહો છો, પરંતુ OPS ક્યારે આપશો? : અમિત ચાવડા
· ગુજરાતમાં કોન્ટ્રાકટ – આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરો – યુવાનોનું શોષણ – અન્યાય બંધ કરો : અમિત ચાવડા
· આધુનિક યુગના દ્રોણાચાર્યોએ એસ.સી, એસ.ટી.,ઓ.બી.સી, માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોના અંગૂઠા કાપ્યા : અમિત ચાવડા
· ૧૯૯૫માં જે મંજુર મહેકમ હતું તેટલુ જ અધિકારીઓ-કર્મચારીઓ ૨૦૨૬માં કામ કરે છે. તેમાં પણ ૨૦% જગ્યાઓ ઉપર કોન્ટ્રાકટ – આઉટસોર્સિંગથી કામ લેવાય છે. : અમિત ચાવડા
· વસ્તીના પ્રમાણમાં મહેકમ માં વધારો કરો, કાયમી ભરતી કરી ગુજરાતમાં યુવાનોને કાયમી રોજગાર આપો : અમિત ચાવડા
· ભાજપ સરકારમાં કમાવી આપનારા અને રાજકીય એજન્ટ તરીકે કામ કરનારા અધિકારીઓને સારા-મલાઈદાર પોસ્ટીંગ, જયારે પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ અને વારંવાર બદલીઓથી પરેશાન છે : અમિત ચાવડા
· સરકાર બદલી અને પોસ્ટીંગ માટે પારદર્શક પદ્ધતિનો અમલ કરે : અમિત ચાવડા
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારની કાર્યશૈલી અને નીતિઓ સામે તીવ્ર આક્ષેપો કર્યા હતા. સામાન્ય વહીવટ વિભાગમાં થતા ભારે ખર્ચ અને તેની સામે મળતા નબળા પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકાર દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ જમીનસ્તરે સામાન્ય નાગરિકોને તેનું કોઈ યોગ્ય લાભ મળતો નથી. વર્ષ 1995ની તુલનામાં વસતિમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં સરકારી મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્યો નથી.જે સરકારના ગેરવહીવટ અને નિષ્ફળતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં વધતી બેરોજગારી અને ભરતી પ્રક્રિયાની ગેરવ્યવસ્થાને લઈને પણ સરકારને કડક શબ્દોમાં ઘેરી હતી. લાખો યુવાનો વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરે છે, પરંતુ ત્યારબાદ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે યુવાનોમાં ભારે નિરાશા ફેલાઈ રહી છે. ઘણા કેસોમાં પરીક્ષા પાસ કર્યા બાદ પણ ઉમેદવારોને નિમણૂક માટે રાહ જોવી પડે છે અથવા પ્રક્રિયા જ અટવાઈ જાય છે.ખાસ કરીને ટેટ-ટાટ પાસ થયેલા શિક્ષકોના મુદ્દે તેમણે ઉલ્લેખ કર્યો કે, 2011થી આજ સુધી હજારો યુવાનો વયમર્યાદા વટાવી ચૂક્યા છે અને હવે નોકરી મેળવવાની તેમની આશા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે.
ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થાના કારણે યુવાનોને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ આધારિત નોકરી કરવા મજબૂર થયા છે, જ્યાં “સમાન કામ માટે સમાન વેતન”નો અધિકાર છીનવાઈ રહ્યો છે.જેના કારણે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે.આજના સમયમાં પણ કેટલાક “આધુનિક દ્રોણાચાર્યો” એસ.સી., એસ.ટી, ઓ.બી.સી. અને માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય તકોથી વંચિત રાખી રહ્યા છે, જે બંધારણીય મૂલ્યોના વિરુદ્ધ છે. શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારને ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંવેદનશીલતા દાખવે, સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ જેવી શોષણકારી પ્રથાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરે.
સામાન્ય વહીવટ દ્વારા તમામ સ્તરે વખતો વખત સૂચનાઓ અને પરિપત્રો પાઠવવામાં આવે છે. ગૃહમાં વારંવાર પ્રોટોકોલના પાલન અંગે ચર્ચા થાય છે, છતાં જનપ્રતિનિધિઓના પ્રોટોકોલ જળવાતા નથી. સરકારી કાર્યક્રમોની પત્રિકાઓ,સ્ટેજ વ્યવસ્થા કે અન્ય શિષ્ટાચાર દરેક સ્તરે ધારાસભ્યોની અવગણના થતી જોવા મળે છે. એક તરફ ઉત્સવો અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પ્રજાના કલ્યાણ માટે કાર્યરત આ મહત્વના વિભાગના આદેશોની કોઈ અસરકારકતા દેખાતી નથી. શું આ વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી જ મર્યાદિત છે.
૧૪-૦૩-૨૦૨૬
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસનો શંખનાદ.
રાજીવ ગાંધી ભવન ખાતે વ્યૂહાત્મક બેઠકો, સંગઠન સાથે સશક્ત લડતનો સંકલ્પ
• આવનારી ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને પક્ષ મેદાનમાં ઉતરશે : શ્રી મુકુલ વાસનીક
• જન આક્રોશ યાત્રા, કોંગ્રેસ આપના દ્વાર સહિતના કાર્યક્રમો દ્વારા કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને સીધા લોકો વચ્ચે લઈ જઈ રાજ્ય સરકાર સામે જનતાના આક્રોશને વાચા આપી છે : શ્રી અમિત ચાવડા
• આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા, નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા કોંગ્રેસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે : શ્રી અમિત ચાવડા
• મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન, બેરોજગારીથી યુવાનો વ્યથિત અને ગેસ સિલિન્ડર માટે લોકો લાઈનમાં ઊભા રહેવાની પરિસ્થિતિ – રાજ્યની જનતામાં ભારે અસંતોષ : શ્રી અમિત ચાવડા
• પ્રજાના સમર્થન અને કાર્યકરોની શક્તિ સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા સંપૂર્ણ રીતે સજ્જ છે : શ્રી અમિત ચાવડા
• જન આક્રોશ યાત્રા દરમિયાન સમગ્ર રાજ્યમાં સરકાર વિરુદ્ધ નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામેનો અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો; આ લહેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સકારાત્મક અસર આપશે : ડૉ. તુષારભાઈ ચૌધરી
આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓની વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. ચૂંટણી માટે સંગઠનાત્મક તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ સમગ્ર રાજ્યમાં પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને મેદાનમાં ઉતરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ કમિટીઓની રચના કરીને ચૂંટણી માટે સચોટ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઈન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મેનીફેસ્ટો કમીટી, મીડિયા કમીટી તથા પબ્લિસિટી કમિટી સહિત તમામ કમિટીઓ સંગઠિત રીતે કાર્ય કરી રહી છે અને આજની બેઠકોમાં દરેક કમિટીના કાર્ય અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પહેલ કરી છે. મહાનગરોમાં QR કોડના માધ્યમથી અરજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જાહેર જીવનમાં કાર્યરત, પ્રજાના પ્રશ્નો માટે સંઘર્ષ કરતા અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ ચૂંટણી લડવા ઇચ્છુક લોકો સીધી રીતે અરજી કરી શકે. સાથે સાથે સંગઠનના માધ્યમથી દરેક શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
છેલ્લા સમયમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે વ્યાપક કાર્યક્રમો હાથ ધર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે વ્યાપક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20 માર્ચ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરીને જિલ્લા ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત થાય તે સાથે જ ઉમેદવારોની અંતિમ પસંદગી જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ક્યાંક બ્રિજ તૂટી પડવાના બનાવો બન્યા છે તો ક્યાંક પાણીની ટાંકીમાં ખામીઓ સામે આવી છે અને વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો નોંધાયા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓ પરેશાન છે, ગેસ સિલિન્ડર માટે લોકોને લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને કાળાબજારીની ફરિયાદો પણ સામે આવી રહી છે. બીજી તરફ યુવાનો પોતાના પ્રશ્નોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને રાજ્યની કોલેજોમાં ડ્રગ્સની સમસ્યા ચિંતાજનક બની રહી હોવાનું પણ જણાવાયું હતું.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જનાક્રોશ યાત્રા અને કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આશરે 50 દિવસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું ભ્રમણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન પ્રજામાં રાજ્ય સરકાર સામે ઊભી થયેલી નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અંગેનો અસંતોષ સ્પષ્ટ રીતે સામે આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની કોંગ્રેસની તરફેણમાં મોટી સકારાત્મક અસર જોવા મળશે.
સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનશ્રી ભરતસિંહ સોલંકી, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ, કન્વીનર ડૉ. હેમાંગ વસાવડા, કેમ્પેઈન કમિટીના ચેરમેનશ્રી શક્તિસિંહ ગોહિલ, વાઈસ ચેરમેનશ્રી પરેશભાઈ ધાનાણી, કન્વીનરશ્રી ગેનીબેન ઠાકોર, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેનશ્રી જગદીશભાઈ ઠાકોર, વાઈસ ચેરમેનશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કન્વીનરશ્રી હિંમતસિંહ પટેલ, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેનશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી જીગ્નેશભાઈ મેવાણી, કન્વીનરશ્રી બિમલભાઈ શાહ, મેનીફેસ્ટો કમીટીના ચેરમેનશ્રી શૈલેષભાઈ પરમાર, વાઈસ ચેરમેનશ્રી રૂત્વીકભાઈ મકવાણા, કન્વીનર ડૉ. મનિષ દોશી, મીડિયા કમીટીના ચેરમેન ડૉ. અમી યાજ્ઞિક, વાઈસ ચેરમેનશ્રી લલીતભાઈ કગથરા, કન્વીનરશ્રી ગ્યાસુદ્દીન શેખ તથા પબ્લિસિટી કમિટીના ચેરમેનશ્રી કદીરભાઈ પીરઝાદા, વાઈસ ચેરમેનશ્રી અનંતભાઈ પટેલ અને કન્વીનરશ્રી ચેતનભાઈ રાવલ સહીતના ઉપસ્થિત કમિટીના સભ્યોએ સંયુક્ત રીતે સંકલ્પ કરતા જણાવ્યું હતું કે સર્વે આગેવાનો, કાર્યકરો પ્રજાના સમર્થન સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે સુસજ્જ છે.
૧૩-૩-૨૦૨૬
સંસદ(રાજ્યસભા)માં ગ્રામીણ વિકાસ વિભાગ પર બોલતાં ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનો છે અને મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાનો પવિત્ર દિવસ પણ છે ત્યારે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ તો મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે દેશનો આત્મા ગામડાઓમાં વસે છે. આ સત્ય હકીકત છે કે આજેપણ ભારતની ૬૮% વસ્તી ગામડાઓમાં વસે છે અને ગ્રામીણ વિકાસ એ અતિશય મહત્વનો છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં વડાપ્રધાનશ્રી મનમોહનસિંહજી અને યુપીએના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીજીએ ખૂબ જ પરામર્શ અને વિચાર મંથન બાદ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શકાય તેવો મનરેગાનો કાયદો લાવીને ગામડાઓમાં દરેકને કામ કરવાનો અધિકાર પ્રાપ્ત કરતો કાયદો આપ્યો હતો. મનરેગાના કારણે ગ્રામીણ વિકાસના અર્થતંત્રમાં જબરદસ્ત અને એક સકારાત્મક સુધારો થયો હતો. મહાત્મા ગાંધીજીની હત્યા કરનારાની વિચારધારામાં માનનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મનરેગાના કાયદાને બદલાવી નાંખીને જે રીતે નવો કાયદો આપ્યો છે તે માત્રને માત્ર ગામડાઓના અર્થતંત્રને નુકસાન કરનારો છે. ૮૬,૦૦૦ કરોડ રૂપિયા ગયા વર્ષે મનરેગાના માધ્યમથી ગ્રામીણ વિસ્તારને મળ્યા હતા તે રકમ હવે નહીંવત બનીને રહેવાની છે. રાજ્યો પાસે મનરેગા માટે આપવાની સહાય સ્વાભાવિક રીતે ઉપલબ્ધ નથી થવાની. કેન્દ્રની જ આ યોજના અને કેન્દ્ર જ પૂરેપૂરા પૈસા ભૂતકાળમાં આપતી હતી તેને ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણપણે નકારાત્મક દિશામાં ફેરવેલ છે. ભગવાન શ્રીરામનું નામ મોક્ષની પ્રાપ્તિ માટે તમામ હિન્દુ લેતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રામનું નામ મોક્ષની પ્રાપ્તિ માટે નહીં પરંતુ મતોની પ્રાપ્તિ માટે જ લે છે અને સ્વાર્થ માટે જ રામના નામનો ઉપયોગ કરે છે. મનરેગાના બદલે અપાયેલ નવા કાયદામાં રામનું નામ જોડેલું છે પરંતુ જેમ માણસ મૃત્યુ પામે અને ત્યારે રામ બોલો ભાઈ રામ કહેતા-કહેતા સ્મશાને મુકવા જતા હોઈએ છીએ તે જ રીતે આ મનરેગાનું રામ બોલો ભાઈ રામ ભારતીય જનતા પાર્ટીએ કરાવેલું છે.
મનરેગામાં ભાજપના જ મોટા માથાઓએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે તેની તપાસ કરવાની કે તેને જેલમાં મોકલવાની કોઈ જ દરકાર ભારતીય જનતા પાર્ટીએ કરી નથી અને ખુલ્લેઆમ કરોડો રૂપિયા ખવાયા છે. એક દાખલો જોઈએ તો ગુજરાતના દાહોદ જિલ્લાના પીપેરો ગામમાં એક જ સર્વે નંબરમાં પહેલા તળાવ, તળાવમાં પછી પાછું વૃક્ષારોપણ, વૃક્ષારોપણ પછી પાછું એ જ જમીનને લેવલીંગ કરવાનું અને પછી એ જ જમીનમાં નહેર કાઢવાની આવા કાગળ ઉપરના કામો બતાવીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના સ્પષ્ટ પુરાવાઓ ભાજપના જ મિનિસ્ટર સામે આવેલા છે. જો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારને રોકવા જ માંગતી હોય તો કોર્ટ દ્વારા મોનીટરીંગવાળી સીબીઆઈની તપાસની માંગણી શ્રી ગોહિલે કરી હતી.
ગ્રામીણ વિકાસ માટે બજેટમાં મોટી રકમ ફળવાયાની વાતો કર્યા બાદ થોડા મહિનામાં જ બજેટના આંકડાઓને રિવાઈઝડ બજેટ તરીકે નક્કી કરીને જે રકમ ઘટાડવામાં આવી છે તે ગ્રામીણ વિસ્તારને ખૂબ જ નુકસાનકારક છે. સરકારના જ બજેટ એટ ગ્લાન્સના પુસ્તકને સંસદમાં રજૂ કરીને શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, પીવાના પાણીની યોજના માટે બજેટના અંદાજ કરતાં રિવાઈઝડ બજેટમાં રૂ. ૧૭,૦૦૦ કરોડનો કાપ મૂકીને પીવાના પાણી માટે લોકોને ગ્રામીણ વિસ્તારમાં નુકસાન કર્યું છે. એ જ રીતે ગ્રામ સ્વરાજ અભિયાનમાં
રૂ. ૮૫૦ કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ. ૨૨,૦૦૦ કરોડ અને અનુસૂચિત જનજાતિના કાર્યક્રમમાં
રૂ. ૧,૫૮૦ કરોડ જ્યારે મિશન વાત્સલ્યમાં રૂ. ૬૦૦ કરોડનો કાપ મૂકીને સીધો મરણતોલ ફટકો ભારતીય જનતા પાર્ટીની સરકારે ગ્રામીણ વિસ્તાર ઉપર મારેલો છે. તાજેતરમાં જ આવેલા આંકડાઓમાં સ્પષ્ટ છે કે, ગુજરાતમાં સગર્ભા મહિલાઓમાં ૬૮% સ્ત્રીઓ એનીમિયાથી પીડાય છે જ્યારે કિશોરીઓમાં એનિમિયાનું
પ્રમાણ ૬૦% છે. શ્રી ગોહિલે ભારત સરકારે તાજેતરમાં જ ૧૦ માર્ચના પ્રશ્નમાં આપેલા જવાબને ટાંકીને આ વાત કરી હતી.
ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોને ખાસ કરીને ગૌતમ અદાણીનું નામ લઈને કહીએ તો ગૌચર અને ખેડૂતોની બેફામ જમીનો આપી દેવામાં આવેલી છે અને તેનાથી ઉદ્યોગપતિનો ફાયદો હોઈ શકે પરંતુ ગામડાનું ખૂબ મોટું નુકસાન થયું છે. “एक और गाँव के खेत अडाणी के उद्योगों ने निगल लिए, एक और गाँव शहर की वसीहत में खो गया ।”
શ્રી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના મિત્ર ગૌતમ અદાણીને ખેડુતો અને માલધારીઓના ભોગે ખૂબ લાભ આપવામાં આવે છે પરંતુ પશુપાલન અને ખેતી જો નહીં ટકે તો કોઈ ઉદ્યોગપતિ લોકોની ભુખ મટાડી શકે તેવા અનાજ કે દૂધને પેદા નહીં કરી શકાય. ભારતને બળવત્તર બનાવવા માટે ગામડાઓ બળવત્તર બને એ અત્યંત આવશ્યક છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશમાં મામા તરીકે ઓળખવામાં આવે છે તેને ટાંકીને શ્રી ગોહિલે કહ્યું હતું કે, આપ મામા સાચા અર્થના મદદગાર ગ્રામીણ લોકો માટે બનો, બાકી આ રીતે કૃષ્ણના મામા કંસ કે પાંડવોના મામા શકુનિ બનવાથી કોઈને ફાયદો થવાનો નથી.
૧૨.૦૩.૨૦૨૬
વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં શ્રી શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો કોઈ ભારતીય નાગરિકને વિશ્વમાં ક્યાંય પણ હેરાન કરવામાં આવે છે અથવા તેના પર હુમલો કરવામાં આવે છે, તો તે કોઈ એક વ્યક્તિ પર નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સન્માન પર હુમલો છે. આવી ઘટનાઓ સમગ્ર રાષ્ટ્રના સન્માનને કલંકિત કરે છે. આપણા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે 196 દેશોમાં જાય છે. થોડા દિવસો પહેલા જ રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર છરાબાજી કરવામાં આવી હતી, જેમાં ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ધટના સામે ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને ફરિયાદ નોંધાવી છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયના પોતાના ડેટા દર્શાવે છે કે 2025 માં 350 વિદ્યાર્થીઓને કોઈને કોઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વિદેશ મંત્રાલયને પણ આ ફરિયાદો મળી છે. આ 350 કેસમાંથી 200 ફરિયાદો ફક્ત રશિયામાંથી મળી છે. પરિસ્થિતિ કેમ વણસી રહી છે ? તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આપણા દેશમાં શિક્ષણનું એટલું ખાનગીકરણ કરી દીધું છે કે ઘણા વિદ્યાર્થીઓને ઘર કરતાં વિદેશમાં MBBS જેવા અભ્યાસક્રમો કરવાનું વધુ અનુકૂળ લાગે છે. દેશમાં શિક્ષણ એટલું મોંઘું છે કે વિદ્યાર્થીઓ અહીં કરતાં ઓછા ખર્ચમાં વિદેશમાં અભ્યાસ કરી શકે છે. સરકાર પાસે શિક્ષણનો ખર્ચ ઘટાડવાની માંગ પણ શ્રી ગોહિલે કરી હતી.
સરકારે આપણા દેશના તમામ નાગરિકોની ચિંતા કરવી જોઈએ, પછી ભલે તેમનો પક્ષ કે વિચારધારા કોઈ પણ હોય. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે, મોટા દેશો તેમના નાગરિકો માટે સુવિધાઓ પૂરી પાડવામાં વ્યસ્ત છે. હાલમાં, ભારત સરકાર દ્વારા આવી કોઈ સુવિધા આપવામાં આવી નથી. ગુજરાતના છોટાઉદેપુરના રહેવાસી અમીબેન શાહ સાથેની ફોન પર થયેલ વાતચીતનો ઉલ્લેખ કરતા ગોહિલે જણાવ્યું હતું કે, બહેરીનમાં તેમનો પરિવાર ફસાયેલો છે તેમના માટે બીજું કાંઈ નહી તો શુદ્ધ પાણીની વ્યવસ્થા સરકાર કરી આપે તો પણ ઘણું. દુબઈ કે અન્ય સ્થળોથી લોકોને લાવતી એરલાઈન્સ વધુ ભાડા વસૂલ કરી રહી છે. આ એરલાઈન્સ ફક્ત રિટર્ન ટિકિટ માટે લોકોને લૂંટી રહી છે અને સરકાર ચુપ છે.
૧૧.૦૩.૨૦૨૬
ભાવનગરથી દિલ્હી માટે સીધી ટ્રેન સેવા શરુ કરવાનો મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગર વેસ્ટર્ન રેલ્વેનું ડિવિઝન છે અને ગુજરાતના સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર પણ છે. એશિયાનું સૌથી મોટું શીપબ્રેકીંગ યાર્ડ અને જૈન ધર્મના અનુયાયીઓનું અત્યંત પવિત્ર શાશ્વત તીર્થધામ પાલીતાણા એ ભાવનગર જીલ્લામાં આવેલું છે. ભાવનગરથી દિલ્હી માટેની એક પણ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. ભાવનગરનું એરપોર્ટ પણ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને કોઈ પણ વિમાન સેવા કાર્યરત નથી. જેથી ભાવનગરથી દિલ્હી જવા માંગતા યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગરથી અયોધ્યા અને અયોધ્યાથી ભાવનગર ટ્રેન નંબર ૧૯૨૦૧ અને ૧૯૨૦૨ સાપ્તાહિક એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનની પૂરી રેક અઠવાડિયાના ચાર દિવસ કોઈ પણ કામ વગર સંપૂર્ણપણે ભાવનગરમાં પડી રહે છે, આ રેકને ભાવનગરથી દિલ્હી માટે સપ્તાહમાં એક દિવસ માટે સરળતાથી ચલાવી શકાય તેમ છે. આ સુવિધા ચાલુ કરવા માટે કોઈ વધારાની ટ્રેન રેકની જરૂરત છે કે ના કોઈ બીજી સુવિધાની. આથી ભાવનગરથી દિલ્હી માટેની સીધી ટ્રેનની સુવિધા તાત્કાલિક શરુ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી.
નોંધ :- ભાવનગરથી દિલ્હી માટે સીધી ટ્રેન સેવા શરુ કરવાનો મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો તેની વિડીયો જોવા તેમજ સાંભળવા માટે આ સાથે સામેલ વિડીયો લિંક https://youtu.be/f-1T55s99OE પર ક્લિક કરવા વિનંતી છે.
૦૧.૦૩.૨૦૨૬
ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ + અમેરિકાના યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના સભ્યો રહે છે.
ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ જો આપણા સમુદાયના સભ્યો ગુજરાતમાં પાછા ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
અમેરિકા અને અન્ય દેશોમાં જઈ રહેલા ગુજરાતીઓની ફ્લાઈટ દુબઈ, કુવૈત કે અબુધાબીમાં રોકાય તો તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે. ગુજરાતના નડિયાદના પ્રિતેશભાઈ પટેલ તથા હીનાબેન પટેલના પરિવારે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પ્રિતેશભાઈ અને હીનાબેન અમેરીકા જતા હતા, પરંતુ કુવૈત ખાતે ફસાયા છે. ઉમરા કરવા ગયેલ અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે. આ યાત્રિકોનો મુશ્કેલી વર્ણવતો વિડીયો પણ મળેલ છે. ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તુરંત વ્યવસ્થા કરે તે માટે શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રીશ્રીને તથા વિદેશ મંત્રીશ્રીને ઈમેઈલ કર્યો છે. જ્યાં સુધી પરત ના લાવી શકાય ત્યાં સુધી મોટાભાગના દેશોએ જે રીતે પોતાના નાગરિકોને માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા કરી છે તે રીતે આપણી એમ્બેસીઓ પણ તુરંત વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.
દુઃખ સાથે નોંધ્યું છે કે અત્યાર સુધી ગુજરાતના વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી દ્વારા ગલ્ફમાં ગુજરાતી સમુદાયના સભ્યોની સલામતી અને સુરક્ષા અંગે એકપણ નિવેદન આપવામાં આવ્યું નથી. ભલે ૨૪ કલાક મિસાઈલ અને ડ્રોન હુમલાની પ્રથમ જાણ થઈ હોય.
ઉપરાંત, દરિયાકાંઠાનું રાજ્ય હોવાને કારણે ગુજરાતનો ગલ્ફ દેશો સાથે સદીઓ જૂનો વ્યાપાર અને વેપાર સંબંધ છે. કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરથી હજારો નાના જહાજો દરરોજ ગુજરાત અને ગલ્ફ દેશો વચ્ચે ફેરી કરે છે અથવા માલ અને ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. ભારત અને ગુજરાત સરકારે ખાતરી કરવી જોઈએ કે ચાલુ યુદ્ધને કારણે તેમના વેપાર અને વ્યવસાયો અવરોધાય નહીં અને તેમને જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ તેવી માંગણી કરી છે.
નોંધ :- શક્તિસિંહ ગોહિલની વિડીયો સાંભળવા તેમજ જોવા માટે આ સાથે સામેલ લિંક https://youtu.be/ii8tSaxNbiw પર ક્લિક કરવા વિનંતી છે.
૨૮-૦૨-૨૦૨૬
· ભાજપ સરકારની રહેમનજર હેઠળ રાજ્યમાં ‘સફેદ ખોરાકમાં ‘કાળો કારોબાર’ બેફામ. : અમિત ચાવડા
· ભ્રષ્ટ કમિશનખોરી અને હપ્તારાજને કારણે નકલી દૂધ, પનીર, ઘી અને માખણનું ઝેર પીરસાય છે : અમિત ચાવડા
· ભાજપ શાસનમાં નકલી ખાદ્ય માફિયાઓનો રાફડો ફાટ્યો, જનતાના આરોગ્ય સાથે જીવલેણ ખીલવાડ : અમિત ચાવડા
· છેલ્લા ૫ વર્ષમાં દૂધના ૩ હજારથી વધુ નમૂના ફેઈલ, ઠેર-ઠેર કેમિકલયુક્ત પનીરનું નેટવર્ક ઝડપાયું : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ એક સત્તાવાર અખબારી યાદીમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દૂધ, ઘી, માખણ અને પનીર જેવી પાયાની જરૂરિયાતની વસ્તુઓમાં વ્યાપક અને સંગઠિત ભેળસેળ ચાલી રહી છે. સરકારનું વહીવટી તંત્ર આ માફિયાઓ સામે ઘૂંટણિયે પડ્યું હોય તેમ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. રાજ્યમાં ‘સફેદ ખોરાકમાં કાળો કારોબાર’ ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, છતાં સત્તાધારી પક્ષના આશીર્વાદથી જવાબદાર તંત્ર કુંભકર્ણી નિદ્રામાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં દૂધના ૩,૦૦૦થી વધુ નમૂનાઓ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ ગયા હોવા છતાં, સરકારે કોઈ કડક કે દાખલારૂપ પગલાં લીધા નથી, જે નાગરિકોના જીવ પ્રત્યેની ગુનાહિત બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાં દૂધ જેવા પવિત્ર વ્યવસાયમાં ડિટર્જન્ટ, યુરિયા અને જીવલેણ કેમિકલ્સના મિશ્રણના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અમદાવાદમાં તાજેતરમાં તપાસ દરમિયાન પનીરના ૧૦ નમૂનાઓ નાપાસ થયા અને ૧૭૩ કિલો જેટલું અત્યંત શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. એવી જ રીતે સુરતમાં પણ એક યુનિટમાંથી ૭૫૦ કિલોથી વધુ ઝેરી પનીર ઝડપાયું હોવાની ઘટનાઓ ચિંતાજનક છે. બજારમાં ‘એનાલોગ પનીર’ના નામે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચના જોખમી મિશ્રણને શુદ્ધ ‘મિલ્ક પનીર’ તરીકે વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ દગો કરવામાં આવી રહ્યો છે.
શ્રી અમિત ચાવડાએ સનસનીખેજ આક્ષેપ કર્યો કે, હવે નકલી ઘી અને ભેળસેળયુક્ત માખણનું નેટવર્ક છેક ઘર-ઘર સુધી પહોંચી ગયું છે. શુદ્ધ દેશી ઘીના લેબલ હેઠળ પામ ઓઈલ, કૃત્રિમ એસેન્સ અને નીચી ગુણવત્તાવાળી ચરબીયુક્ત પદાર્થો ભેળવીને વેચવામાં આવે છે. પવિત્ર મંદિરો, પ્રસાદ, મીઠાઈ ઉદ્યોગ અને સામાન્ય પરિવારોના રસોડામાં પહોંચતું આ ઝેર આવનારી પેઢીને બીમાર કરી રહ્યું છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, વિભાગ માત્ર દેખાડા ખાતર દરોડા પાડે છે, પરંતુ લેબ રિપોર્ટ આવતા એટલો સમય વીતી જાય છે કે ત્યાં સુધીમાં તો હજારો નિર્દોષ નાગરિકો આ ભેળસેળયુક્ત ખોરાક ખાઈ ચૂક્યા હોય છે. સ્થળ પર જ તપાસ કરવા માટે જરૂરી આધુનિક સાધનો કે મોબાઈલ લેબની ઘોર અછત છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે નમૂના ફેઈલ થયા પછી પણ તંત્ર માત્ર નજીવો દંડ ફટકારીને સંતોષ માની લે છે. ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલવાની કોઈ મક્કમ ઈચ્છાશક્તિ સરકારમાં દેખાતી નથી, જેના કારણે ભેળસેળિયા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે વિશેષ ચકાસણી અભિયાન ચલાવવામાં આવે, પૂરતી સંખ્યામાં મોબાઈલ ટેસ્ટિંગ લેબ ફાળવવામાં આવે અને ભેળસેળ કરનારા તત્વો સામે માત્ર દંડ નહીં પણ કડક ગુનાહિત કાયદા હેઠળ કાર્યવાહી કરીને જનતાના આરોગ્યની સુરક્ષા માટે ત્વરિત પગલાં લેવામાં આવે.
૨૩-૦૨-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
· ભાજપમાં વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા
· ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં છે અને તેઓને ભાજપમાં કામ કરતી વખતે ઘણીવાર મર્યાદાઓનો સામનો કરવો પડે છે તે સૌના માટે કોંગ્રસના દરવાજા ખુલ્લા છે. : શ્રી અમિત ચાવડા
· ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ દબાઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકને ન્યાય મળવામાં મુશ્કેલી પડી રહી છે. : શ્રી ભારતસિંહ પરમાર
આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી તથા ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર આજે ઔપચારિક રીતે ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. આ પ્રસંગે મધ્ય ગુજરાતના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકરો અને આગેવાનો સતત કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ આજે ફરી કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે. તેમણે શ્રી ભારતસિંહભાઈ પરમારના જાહેર જીવનના લાંબા અને અનુભવી કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ કાર્યકરથી લઈ સંગઠનના મહત્વપૂર્ણ પદો સુધી સક્રિય રહ્યા છે. સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ હોય કે તાલુકા પંચાયત, દરેક ક્ષેત્રમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે. વર્ષ 2017માં મહુધા વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડી અને થોડો સમય ભાજપમાં સક્રિય રહ્યા, પરંતુ મૂળ વિચારધારાની પ્રેરણાથી આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે જે લોકો ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં આવે છે, તેઓને ભાજપમાં કામ કરતી વખતે ઘણીવાર મર્યાદાઓનો સામનો કરવો પડે છે. એવા ઘણા આગેવાનોને ત્યાં ગૂંગળામણ અનુભવાય છે અને તેમના વિચારોને યોગ્ય સ્થાન મળતું નથી. ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, જે જનમાનસમાં ઊભરતી અસંતોષની લાગણી દર્શાવે છે. લોકોમાં હવે એવી ભાવના મજબૂત બની રહી છે કે સરકાર સામાન્ય અને ગરીબ વર્ગના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ નથી.
તેમણે ગરીબોના મકાનો પર બુલડોઝર ચલાવવાના બનાવો અને સહકારી ક્ષેત્રમાં વધતા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ જ યોગ્ય મંચ છે. ભારતસિંહભાઈ પરમારે પણ પોતાના સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે વર્ષો પહેલા જે મૂલ્યો અને વિચારધારાથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, તે જ ભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ફરી કોંગ્રેસ પરિવારનો ભાગ બન્યા છે. ગરીબો, ખેડૂતો અને સામાન્ય લોકો માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા અવિચળ છે.
કાર્યક્રમના અંતે અમિત ચાવડાએ જણાવ્યું કે ભલે અગાઉ રાજકીય રીતે સામસામે લડ્યા હોય, પરંતુ હવે રાજ્યના હિત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે બધા આગેવાનો એક મંચ પર આવી એકતા સાથે કાર્ય કરશે. શ્રી ભારતસિંહ પરમાર સાથે જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકરોનું કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આવનારા સમયમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
પચાસથી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ ભારતસિંહ પરમારએ જણાવ્યું કે તેમણે હંમેશા ભારતીય સંવિધાનનું સન્માન કર્યું છે અને કોંગ્રેસની વિચારધારાએ દેશના સંવિધાન અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કર્યું છે. આઝાદી પહેલાં અને બાદમાં કોંગ્રેસે સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાથી દેશ માટે લડત આપી છે.
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ દબાઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકને ન્યાય મળવામાં મુશ્કેલી પડે છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે લોકશાહી મૂલ્યો માટે સંઘર્ષ કર્યો, તે મૂલ્યોને બચાવવા કોંગ્રેસ જ યોગ્ય મંચ છે, એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે.
તેમણે તાજેતરની ‘અમૂલ’ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં સત્તાનો દુરુપયોગ કરીને અનેક કાર્યકરોને ચૂંટણી લડવાથી અને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા તથા એકએક મત માટે દસ લાખ સુધીનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, આ અનુભવથી અમોને લાગ્યું કે લોકશાહી નબળી બની રહી છે.
અંતમાં તેમણે સ્વીકાર્યું કે થોડો સમય ભાજપમાં રહ્યા, પરંતુ લોકશાહી અને છેવાડાના માણસના હિત માટે કાર્ય કરવા તેઓ ફરી કોંગ્રેસ સાથે જોડાયા છે. આવનારા દિવસોમાં જીલ્લા કક્ષાએ સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે જોડાશે તેવી પ્રતિબદ્ધતા સાથે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના આગેવાનશ્રીઓ શ્રી માલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, જી.પી.સી.સી., શ્રી કાળુસિંહ ડાભી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શ્રી મહેન્દ્રસિંહ રાણા, કાર્યકારી પ્રમુખ, શ્રી બીમલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, શ્રી નટવરસિંહ મહીડા, પ્રભારીશ્રી ખેડા અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ, શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ડીરેક્ટર, અમુલ ડેરી, શ્રીમતી સુધાબેન ચૌહાણ, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, શ્રી ગોકુળભાઈ શાહ, પ્રમુખ, એન.એસ.યુ.આઈ., શ્રી નવીન મામા, કન્વીનર, ચૂંટણી સમિતિ, શ્રી ઐયુબખાન પઠાણ, મહામંત્રી, શ્રી દિનેશભાઈ રાઠોડ, મહામંત્રી, શ્રી સુભાષભાઈ આચાર્ય, જીલ્લા પ્રવક્તા સહીત આગેવાનશ્રીઓએ ઉપસ્થિત રહી કોંગ્રેસ વિચારધારામાં જોડાયેલ સૌને આવકાર્ય હતા અને આવનારા ભવિષ્યમાં કોંગ્રેસની લોકશાહી બચાવવાની લડાઈ લડવા અને ખભે ખભા મિલાવી કોંગ્રેસની વિચારધારાને ઘર-ઘર સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ બન્યા હતા.
૧૮-૦૨-૨૦૨૬
· વાસ્તવિક સમસ્યાઓ, માંગણીઓ ગુજરાતની જનતાની અપેક્ષાથી વિપરીત, ૨૦૪૭ના સ્વપ્નો બતાવતું બજેટ : અમિત ચાવડા
· ભાજપ શાસિત બીજા રાજ્યોમાં લાડલી બહેન, મહિલાઓને આર્થીક મદદ, તો ગુજરાતની બહેનો કેમ અળખામણી : અમિત ચાવડા
· બજેટ આંકડાઓની માયાજાળ, ખેડૂત દેવા મળી માટે, સમાન કામ સમાન વેતન માટે, મોંઘવારી ઘટાડવા, સરકારી પદો ઉપર કાયમી ભરતી માટે, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી માટે, પાક વીમા યોજના માટે, કોઈ જ ઉલ્લેખ કે જોગવાઈ નહિ : અમિત ચાવડા
· બજેટ માટે ખેડૂતો, ગૃહિણીઓ, યુવાનો, કામદારો, ગરીબ-વંચિત સમજો, કર્મચારીઓને જે આશા-અપેક્ષા હતી તે ઠગારી નીવડી : અમિત ચાવડા
· ભાજપ સરકારે બજેટમાં ખેડુતોના દેવા માફ ન કરી ખેડુતો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો : અમિત ચાવડા
· ૫ વર્ષમાં ગુજરાતનું દેવું ૭૯,૧૫૨ કરોડ વધ્યું, ઉદ્યોગપતિઓને લહાણી અને સામાન્ય જનતા પર દેવું, શું આ છે ગુજરાત મોડલ? : અમિત ચાવડા
· મત લેવા માટે નારી શક્તિના ગુણગાન, જ્યારે બજેટમાં મોંઘવારીમાંથી મુક્તિ આપવાની વાત આવી ત્યારે સરકાર મોં ફેરવી ગઈ : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું ત્યારે રાજ્યની જનતાને સરકાર પાસેથી ભારે આશા અને અપેક્ષા હતી કે ડબલ એન્જિન સરકાર જનહિતમાં ઠોસ પગલાં ભરતું બજેટ રજૂ કરશે. પરંતુ રજૂ થયેલું બજેટ સ્પષ્ટ કરે છે કે આ ડબલ એન્જિનમાંથી એક એન્જિન મોંઘવારી વધારવાનું અને બીજું ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. ચાર લાખ આઠ હજાર કરોડના આંકડાનો ઢોલ પીટી વિકાસના નારા આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર સામાન્ય લોકો માટે રાહત જોવા મળતી નથી. ૨૦૨૬-૨૭ના બજેટમાં ૨૦૪૭ના સપના બતાવવામાં આવે છે, જ્યારે આજની હકીકતોને નજરઅંદાજ કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે, આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. અન્ય રાજ્યોમાં ગેસ સિલિન્ડર સસ્તા આપવાની યોજનાઓ અમલમાં છે, પરંતુ ગુજરાતની બહેનો માટે ગેસના બાટલામાં રાહત કે માસિક સહાય જેવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ નગણ્ય છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. યુવાનો અને કામદારો માટે પણ આ બજેટ નિરાશાજનક છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ-સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગ પર પણ સરકાર મૌન છે.
સામાજિક ન્યાયની વાતો ભલે થાય, પરંતુ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકો માટે વસ્તીના પ્રમાણમાં યોગ્ય ફાળવણીનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શનમાં વધારો કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી નથી. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ગેમ્સ અને ઉદ્યોગોના નામે આંકડાઓ રજૂ કરીને વિકાસનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે, પરંતુ રોજગાર, કૃષિ, મોંઘવારી અને સામાજિક સુરક્ષા જેવા મૂળ પ્રશ્નોને અવગણવામાં આવ્યા છે. બજેટ જનતાને ન્યાય આપતું નહીં, પરંતુ જાહેરાતો અને પ્રચારથી ભરેલું દસ્તાવેજ છે. ગુજરાતને સપનાઓ નહીં, હકીકતમાં રાહત જોઈએ. આ બજેટ રાજ્યની જનતાની આશા-અપેક્ષા વિરુદ્ધ છે અને સરકારની પ્રાથમિકતાઓ જનહિતથી દૂર હોવાનું સ્પષ્ટ કરે છે.
૧૭-૦૨-૨૦૨૬
· આખરી મતદાર યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો, જેમાંથી ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા : શ્રી અમિત ચાવડા
· કોંગ્રેસ વારંવાર કહેતી હતી કે નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં ૬૨ લાખ ખોટા મતદારો હોવા જોઈએ, એસ.આઈ.આર.માં ૬૮ લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા : શ્રી અમિત ચાવડા
· કુલ ૯.૫૬ લાખ નવા મતદારો ઉમેરાયા તેની બુથ વાઈઝ વિગત પબ્લિક ડોમેઈનમાં જાહેર કરો : શ્રી અમિત ચાવડા
· કુલ ૩.૯૫ લાખથી વધુ મતદારો રદ કરવામાં આવ્યા, કયા કારણે – કયા બુથમાંથી કેટલા મતદાર રદ કરવામાં આવ્યા છે તેની વિગતો જાહેર કરો : અમિત ચાવડા
· ખોટા ફોર્મ ૭ ભરનાર સામે ફોજદારી કાર્યવાહી કરો, એફ.આઈ.આર. નોંધો અને તેમની વિગતો જાહેર કરો : શ્રી અમિત ચાવડા
· ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત સામે જનતા અને કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી મતના અધિકારની રક્ષા કરી : શ્રી અમિત ચાવડા
· એકપણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહિ દે : અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચ સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે જેની જવાબદારી એક પણ નાગરિકનો મતનો અધિકાર છીનવાય નહીં તે ધ્યાન રાખવાની છે. સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR) ની કામગીરી ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થઈ હતી. બી.એલ.ઓ. દ્વારા ઘર ઘર જઈને મતદાર સુધારણાની કામગીરી કરવામાં આવી હતી. ખુબજ માનસિક દબાણ હેઠળ એસ.આઈ.આર. ની કામગીરીમાં કેટલાક બી.એલ.ઓ.એ જીવ ગુમાવ્યા અને માનસિક ત્રાસ હેઠળ આપઘાતનો કરૂણ કિસ્સો સામે આવ્યો હતો. એસ. આઈ. આર.ની ડ્રાફ્ટ યાદીમાં ૭૪ લાખ મતદારો રદ્દ કરવામાં આવ્યા હતા. SIR ની પ્રક્રિયાની છેલ્લી પ્રસિદ્ધ યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારોના નામો રહ્યા છે. જૂની મતદાર યાદી મુજબ ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા છે. વારંવાર અનેક વખતે લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીના મુદ્દા ને ઉજાગર કરવામાં આવ્યા હતા તેમ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભાની વોટ ચોરી ના ઉદાહરણ આપી ગુજરાતમાં ૧૨% થી વધુ એટલે ૬૨ લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યો હતો. જયારે આખરી મતદાર યાદીમાં અમારી વાત સાચી સાબિત થઇ ૬૦ લાખથી વધું ખોટા મતદારો રદ કરવા પડ્યા હતા.
છેલ્લી મતદાર યાદી મુજબ ૯.૫૬ લાખ નવા મતદારોનો ઉમેરો જાહેર કર્યો છે. જયારે ૩,૯૫,૫૫૫ મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ બુથ વાઈઝ જાહેર કરે કે ૯.૫૬ લાખ મતદારો કયા બુથમાં કેટલા ઉમેરાયા તેની યાદી પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે. વધુમાં ૩.૯૫ લાખથી વધુ મતોને રદ કરવામાં આવ્યા છે તેની બુથ વાઈઝ માહિતી જાહેર કરવામાં આવે અને પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે.
ખોટા મતદારના ફોર્મ ૭ માટે ચૂંટણી પંચ દ્વારા ૧૮ જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી. ચૂંટણીપંચ પાસે ૧૫ જાન્યુઆરી સુધી નહિવત ફોર્મ ૭ આવ્યા હતા. અચાનક રાતોરાત જાદુ નથી થયો, સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે. ચૂંટણી પંચ દ્વારા સહુ પ્રથમ ૧૨,૫૯,૨૨૯ ફોર્મ ૭ના વાંધા આવ્યાની વાત કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ ૭ કેવી રીતે આવ્યા તે સવાલ છે? લાખોની સંખ્યામાં કમલમ કાર્યાલયએ પ્રિન્ટેડ ફોર્મ ૭ કયા અધિકારીઓની સહીથી પહોચ્યા હતા? થપ્પાબંધ ફોર્મ ૭ કોણે ચૂંટણી પંચમાં જમા કરાવ્યા તેની વિગત આપવા અને તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગ કરી હતી. એક પણ સાચા મતદારોનું નામ કોંગ્રેસ રદ્દ થવા નહીં દે. કાયદા અને ભારત ન્યાય સંહિતા મુજબ ખોટા ફોર્મ ૭ ભરવા તે ફોજદારી ગુનો બને છે ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે વ્યક્તિઓએ દ્વારા સુનિયોજિત ષડયંત્રના ગુનેગારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત સામે જનતા અને કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી મતના અધિકારની રક્ષા કરી હતી.
૧૩-૦૨-૨૦૨૬
• દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા વલસાડ જિલ્લામાં ૨ ફેબુઆરી એ શરૂઆત કરી ૧૩ ફેબ્રુઆરીએ ડેડીયાપાડામાં ભવ્ય સમાપન, યાત્રામાં જોડાવા અને સમર્થન બદલ સૌનો આભાર : શ્રી અમિત ચાવડા
• જન આક્રોશ યાત્રાના માધ્યમથી ૨૦૨૭ માં ગુજરાતમાં થનાર પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે : શ્રી અમિત ચાવડા
• જન આક્રોશ યાત્રામાં બહેનો, માતાઓનો આક્રોશ, દારૂ અને ડ્રગ્સનો ખાત્મો બોલાવો : શ્રી અમિત ચાવડા
• વિકાસના પ્રોજેકટના નામે આદિવાસી સમાજના જળ,જંગલ,જમીન છીનવવામાં આવે છે : શ્રી અમિત ચાવડા
• જન આક્રોશ યાત્રામાં જોડાઈ લોકોએ રજૂ કરેલ પ્રશ્નો, ફરિયાદો, ભ્રષ્ટાચારનો મુદ્દો આગામી વિધાનસભામાં ઉઠાવીશું : શ્રી અમિત ચાવડા
• ગુજરાતનાં યુવાનોનું શોષણ કરવાનું બંધ કરે સરકાર, ફિક્સ પગાર, કોન્ટ્રકટ પ્રથા નાબૂદ કરો, યુવાનોને કાયમી નોકરી આપો : શ્રી અમિત ચાવડા
• વન અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર અત્યાચાર, જેમનું મુળ નિવાસ જંગલ છે તેમને જ જંગલમાં જતા રોકવામાં આવે છે : ડૉ. તુષાર ચૌધરી
ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ ત્રીજા ચરણની શરૂઆત દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લાના કપરાડાથી શરૂઆત થઈ જે, નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં ભવ્ય જન આક્રોશ સભા સાથે સમાપન થઈ. આ યાત્રા દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી શ્રી બી.વી. શ્રીનિવાસ, દક્ષિણ ગુજરાતના વિવિધ જીલ્લાના પ્રમુખશ્રીઓ તથા કોગ્રેસ પક્ષના પદાધિકારીઓ, આગેવાનોએ ૭ જિલ્લાઓમાં ૧૧૦૦ કિલોમીટરની યાત્રા કરી.
કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની ૧૩૦૦ કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની ૧૪૦૦ કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી.
‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ ત્રીજા ચરણના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોના જીવનમાં ભય, અન્યાય અને તકલીફો વધી છે. રાજ્ય આજે વિકાસના દાવાઓની પાછળ છુપાયેલા કડવા સત્યનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ અને આશાભેર સરકારને બહુમતી આપી હતી, પરંતુ આજે લોકો રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. દરેક ગામમાં મનરેગા અને નલ સે જલ યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભાજપના નેતાઓએ નલ સે જલ યોજના ને નળ સે ધન યોજના બનાવી દીધી છે. આદિવાસી યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓની સુરક્ષા જોખમમાં છે. PESA એક્ટ (Act)ની જોગવાઈઓની સરકાર ઘોર અનદેખી કરી રહી છે. વિકાસના મોટા-મોટા વાયદાઓ અને પ્રોજેક્ટ્સના નામે આદિવાસી સમાજની જીવાદોરી સમાન જળ, જંગલ અને જમીન છીનવી લેવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે. આદિવાસી સમાજની જમીનોને ભાજપના મળતીયાઓ ખોટી રીતે NA કરાવી દેવામાં આવે છે, અને ત્યારબાદ સરકારી પ્રોજેક્ટમાં ઉંચા ભાવે જમીન સંપાદન કરાવવાનું કરોડોનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ભાજપની ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ કમિશનમાં ભાગીદાર છે. ભાજપના નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે.
૨૦૨૨માં ચારેય તરફ ભાજપ સરકાર સામે વિરોધ હતો. ભ્રષ્ટાચાર, ગેરવયવહાર, તાનાશાહીનું શાસન ચલાવનાર ભાજપ સરકારને જનતા ઉખાડી ફેંકવા માંગતી હતી, પરંતુ ભાજપની બી ટીમ એટલે આમ આદમી પાર્ટીએ ભાજપના ઈશારે ઉમેદવાર ઉભા રાખી કોંગ્રેસના મતોમાં વિભાજન કરાવ્યું હતું. આમ આદમી પાર્ટી જનતાને ભ્રમિત કરી, ભાજપ સામે લડવાનું નાટક કરે છે, પરંતુ અંદરખાને ભાજપને ફાયદો પહોંચાડે છે. જનતાના હક, ખેડૂતોના પ્રશ્નો, આદિવાસીઓના અધિકાર અને યુવાનોના ભવિષ્ય માટે માત્ર ભાષણો અને ખોટા વચનો આપી, ભાજપની તાનાશાહી સરકારને બચાવવાનો ધંધો AAP કરી રહી છે. એટલે હવે જનતાએ સમજી લેવું જોઈએ AAP કોઈ વિકલ્પ નથી, પરંતુ ભાજપની જ બી ટીમ છે, તેથી ગુજરાતના હિત માટે આ ખેલને હવે બંધ કરવો જરૂરી છે. આવનારા દિવસોમાં એક પછી એક બધા જ લોકો આપ પાર્ટીને છોડવાના છે.
જન આક્રોશ યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ સહિત તમામ વર્ગના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે અને ૨૦૨૭માં ગુજરાતમાં પ્રજાના હિતમાં પરિવર્તન લાવવા માટે પરિણામલક્ષી લડત લડવામાં આવશે.
વધુમાં શ્રી અમિત ચાવડાએ ગુજરાતની જનતાને આહ્વાન કરતાં કહ્યું, તમારા પ્રશ્નોને સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટેનો સંઘર્ષ છે. આ યાત્રા દરમિયાન અમે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને દરેક શોષિત વર્ગ સાથે સીધો સંવાદ કરીશું, તેમને ‘જનમંચ’ આપીશું અને તેમના આક્રોશને બુલંદી આપીશું.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો પેઢીઓથી જંગલને પોતાનું ઘર માને છે, જંગલ પર જ જીવિકા ચલાવે છે, એ જ લોકોને આજે જંગલમાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. જેમની ઓળખ, સંસ્કૃતિ અને જીવન જંગલ સાથે જોડાયેલું છે, એમને જ પરાયા સમાન વર્તન આપવામાં આવે છે. આ અન્યાય માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ આદિવાસી સમાજના અસ્તિત્વ પર સીધો પ્રહાર છે.
ડેડીયાપાડા ખાતે ભવ્ય જન આક્રોશ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી, શ્રી બી.વી. શ્રીનિવાસજી, ધારાસભ્ય શ્રી વિક્રાંત ભૂરિયા, ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી, પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષ નેતા શ્રી સુખરામભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી પી.ડી વસાવા, શ્રી કરશનદાસબાપુ ભાદરકા, જીલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ તડવી, પૂર્વ ધારાસભ્ય શ્રી પુનાભાઈ ગામિત, પૂર્વ ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામિત, ભરૂચ જીલ્લાના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ રાણા, યુવા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી સંજયભાઈ નીનામા તથા પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
૧૨-૦૨-૨૦૨૬
• બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬મી ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’ : શ્રી અમિતભાઈ ચાવડા
• જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ, વેપારીઓના પ્રશ્નો સહિત ગુજરાતના અનેક પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે : શ્રી અમિતભાઈ ચાવડા
• ડબલ એન્જીનની સરકારમાં દિલ્હીનું એન્જીન મોંઘવારી વધારે છે અને ગુજરાતનું એન્જીન બેફામ ભ્રષ્ટાચાર વધારે છે :
શ્રી અમિતભાઈ ચાવડા
• જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, પીડાઓના આક્રોશને બુલંદ અવાજે ઉઠાવશું : શ્રી અમિતભાઈ ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે ૧૬ ફેબ્રુઆરીએ ‘જન આક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે બપોરે ૧.૦૦ કલાકે ૧૬ ફેબ્રુઆરીના રોજ જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા, આદિવાસીઓ, દલિતો, બક્ષીપંચ સમાજ, કામદારોના પ્રશ્નો સહિત સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવશે.
વધુમાં શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા ડબલ એન્જિનની સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દિલ્લીનું એન્જિન મોંઘવારી વધારે છે ત્યારે ગુજરાતના એન્જિન ભ્રષ્ટાચારમાં બેફામ વધારો કરે છે. કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની ૧૩૦૦ કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની ૧૪૦૦ કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. હાલમાં દક્ષિણ ગુજરાતમાં કપરાડા થી ડેડિયાપાડા સુધીની ૧૧૦૦ કિલોમીટરની જનઆક્રોશ યાત્રા જેનું સમાપન ૧૩ ફેબ્રુઆરીના રોજ ડેડિયાપાડા થશે. સમગ્ર ગુજરાતમાં અનેક પ્રજાના પ્રશ્નો, પીડાઓ યાત્રા દરમિયાન સામે આવી હતી. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે તેમના દેવા સંપૂર્ણ માફ થાય તેવી માંગ કોંગ્રેસે ઉપાડી છે. ખેડૂતો ખાતરની તંગી થી પરેશાન છે. ખેડૂતો વીજ કંપનીઓ ની દાદાગીરી થી પરેશાન છે જબરદસ્તી ખેડૂતો ના ખેતરોમાં વીજળીના થાંભલા ઊભા કરી દીધા છે. જમીન સંપાદનમાં ખેડૂતો અન્યાય થી પરેશાન છે. ગુજરાત ના યુવાનોનું ફિક્સ પે, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા થી શોષણ કરવામાં આવી રહ્યું છે તે પ્રથા નાબૂદીની માંગ કોંગ્રેસ ઉઠાવી રહી છે. દરેક કામદારને સમાન કામ સમાન વેતન મળે તેની લડાઈ કોંગ્રેસ લડતી રહેશે. દારૂની બદી થી ગુજરાતની મહિલાઓ ખૂબ જ પરેશાન તેમનો આક્રોશ દરમિયાન સાંભળવા મળ્યો છે. ડ્રગ્સથી યુવાધન બરબાદ ના થાય તે ચિંતા કરવાની ખુબજ જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ડ્રગ્સ પેડલરો બેફામ થયા હોય તેવી ફરિયાદો ઉઠી છે. ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, હોલસેલ હબ, રિટેલ હબ અને હવે ટ્રાન્ઝિટ હબ બની ગયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં બુલડોઝર રાજ હેઠળ દશકોથી વસતા હજારો ગરીબ લોકોને છત વગરના કરી દીધા છે. નાના વેપારીઓ, લારી ગલ્લા પાથરણાવાળા, મનરેગાના મજૂરોની અનેક સમસ્યા સામે આવી છે. આદિવાસીઓ ને જંગલ જમીનના હક્ક થી વંચિત રાખવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટોના નામે ગરીબ આદિવાસીઓની છત છીનવાઈ રહી છે. આંગણવાડી બહેનો, આશા વર્કરો સહિત અનેક નાના મોટા સરકારી યોજનામાં કામ કરનારા પ્રશ્નોની લડાઈ કોંગ્રેસ કરશે. જનતાના પ્રશ્નો-સમસ્યાઓ, પીડાઓના આક્રોશને બુલંદ અવાજે ઉઠાવશું.
૧૦-૦૨-૨૦૨૬
· ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા
· ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે : અમિત ચાવડા
· નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એજ પીવાના પાણી અને સિચાઈની સુવિધા થી વંચિત છે : અમિત ચાવડા
· SIR ની ફોર્મ ૭ ની ગેરરીતીમાં ભાજપ અને ચૂંટણી પંચની મીલીભગત ખુલ્લી પડી ગઈ છે, અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર નહીં છીનવવા દઈએ : અમિત ચાવડા
· ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ૩૦ % કમિશન લેવાય છે : અમિત ચાવડા
· ભાજપના નેતાઓ અને ભાગીદારો દ્વારા પાણીના ભાવે જમીનો ખરીદી, ખોટી રીતે NA કરાવી, સરકારી પ્રોજેક્ટમાં ઉંચા ભાવે જમીન સંપાદન કરાવવાનું કરોડોનું કૌભાંડ ગુજરાતમાં ચાલે છે: અમિત ચાવડા
· ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે મશ્કરી કરી :તુષાર ચૌધરી
ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના આજે ૩જા ફેજના નવમાં દિવસે દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે સવારે 9:00 વાગે અંકલેશ્વરથી પ્રસ્થાન કરીને પરિમન, ભરૂચ સિટી, પંચ ભટ્ટી સર્કલ, મહંમદપુરા સર્કલ, બાયપાસ, કંઠારીયા, દેરોલ, દયાદરા, ત્રાલસા, કોઠી, હિગળા, નબીપૂર, મુલદ, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, તવડી, પ્રતાપનગર, કાકડવા, ખોજલવાસા, ડુમચાગમ, અમલેઠા, તારોપા, ઢોલર, વીરપોર, રાણીપુરા, ભાગરવાડી, રાજપીપળા પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં નવમાં દિવસે વિવિધ વિસ્તારમાં ઉત્સાહભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન બાઈક રેલી તથા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વ્યથા અને વેદના સાંભળી હતી.
ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ન આપવાનો સરકારનો નિર્ણય ભરૂચ પ્રત્યેનો અન્યાય અને ભેદભાવ દર્શાવે છે. વસ્તી, ઔદ્યોગિક વિકાસ, આવક અને શહેરી સુવિધાઓ જેવા તમામ માપદંડો પૂર્ણ કરવા છતાં ભરૂચ નગરપાલિકા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ગરીબોને ઘર આપવાની યોજનાને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારનું સાધન બનાવી દિધું છે. સાચા લાભાર્થીઓ ભટકી રહ્યા છે, જ્યારે રાજકીય ઓળખ અને લાંચના આધારે અયોગ્ય લોકોને લાભ અપાઈ રહ્યો છે. સરકારની બેદરકારી અને તંત્રની મિલીભગતના કારણે ગરીબોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. નર્મદા ડેમ માટે પોતાની જમીનો આપનાર આસપાસના ગામોના લોકો આજે પણ પીવાના પાણી અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.ખેડુતોના ખેતરમાં નર્મદા નદીના પાણી આવી જતા પાકા ખરાબ થઈ જાય છે. જ્યારે નદી કાંઠેના ગામડામાં પાણી ભરાઈ જતા જન જીવન ખોરવાઈ જાય છે. આ ઉપરાંત ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ભાજપ સરકારે ડેમની આજુ બાજુ રહેતા લોકો માટે આપેલા વચન હજી સુધી પૂરા કર્યા નથી.
SIRની ફોર્મ-૭ની ગેરરીતીમાં ભાજપ અને ચૂંટણી પંચની મીલી ભાગીદારી ખુલ્લેઆમ સામે આવી છે. સરકાર અને તંત્રની આ મનમાની લોકોને મતદાનના હકથી વંચિત કરવાનો પ્રયત્ન છે. બાબાસાહેબે લોકોને આપેલા મત અધિકારને ભાજપની ડબલ એન્જિનની સરકાર છીનવી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નગરપાલિકામાં કોઈપણ કામ માટે ૩૦% કમિશન લેવામાં આવે છે. આ કમિશનના કારણે કામ ગુણવતાયુક્ત બનતા નથી. ભ્રષ્ટાચારના કારણે શહેરના વિકાસ અને નાગરિકોના હિત માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. અનેક વિકાસ પ્રોજેક્ટ અને શહેરી સુવિધાઓમાં કમિશન, વ્યવહારો, ફાળવણીમાં ગેરરીતી થાય છે. ભાજપના નેતાઓ અને તેમના ભાગીદારો જાગૃત નાગરિકોની જમીનો સસ્તા ભાવે ખરીદે છે, એજ જમીનો ખોટી રીતે નેશનલ એગ્રિમેન્ટ (NA) કરાવી દેવામાં આવે છે, અને ત્યારબાદ સરકારી પ્રોજેક્ટમાં ઉંચા ભાવે જમીન સંપાદન કરાવવાનું કરોડોનું કૌભાંડ ચાલી રહ્યું છે. સામાન્ય નાગરિકોના હિત અને રાજ્યના વિકાસને આ કૃત્ય નુકસાન પહોંચાડનાર છે. આવું ષડયંત્ર કરનાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.
ભરૂચ શહેરમાં શ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે, ભરૂચ નગરપાલિકા સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ કરી રહી છે. ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ એરિયાનું હબ હોવા છતા ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતી. ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણ પર કાકરી પણ હલતી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રોડ બન્યાના ત્રીજા દિવસમાં રોડના પોપડા ઉખડવાના ચાલુ થઈ ગયા હતા. ભાજપનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે. ભ્રષ્ટાચાર, ગેરવ્યવહાર, તાનાશાહી, ભેદભાવનું શાસનની સામે ભરૂચ જીલ્લાની જનતા ભેગી થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યી છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે ખુલ્લી મશ્કરી કરી રહી છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પાક નિષ્ફળ જવાની આફત આવે છે, ત્યારે સરકાર દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના ‘સહાય પેકેજ’ની જાહેરાતો તો કરવામાં આવે છે. હેક્ટર દીઠ જે વળતર નક્કી કરવામાં આવે છે, તે ખેતીના ખર્ચ જેમ કે બિયારણ અને ખાતરના વધતા ભાવોની સરખામણીએ સાવ નજીવું હોય છે. સહાય મેળવવા માટેના કડક નિયમો, સર્વેની ગોકળગાય ગતિ અને ઓનલાઇન પોર્ટલની આંટીઘૂંટીમાં સામાન્ય ખેડૂત અટવાઈ જાય છે. ખેડૂતને ખરેખર જરૂર હોય ત્યારે વળતરના નામે સરકાર હાથ ઊંચા કરી દે છે. સરકાર ખેડૂતોના આંસુ લૂછવાને બદલે સહાયના નામે મશ્કરી કરી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી, શ્રી બી.વી. શ્રી નિવાસજી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, કરશનદસ બાપુ ભાદરકા, મુમતાઝબેન પટેલ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્ર સિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૮-૦૨-૨૦૨૬
· એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારના કારણે ખેડુતોને શેરડીના યોગ્ય ભાવ નથી મળતા: અમિત ચાવડા
· ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, ડ્રગ્સ,દારૂ ,હત્યા,ચોરી,અપહરણ,બળાત્કાર ને છેડતીના બનાવોમાં થયો વધારો:અમિત ચાવડા
· સહકારી ક્ષેત્રને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું: અમિત ચાવડા
· સરદાર પટેલની કર્મ ભૂમિ સ્વરાજ આશ્રમને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરો: અમિત ચાવડા
ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના આજે ૩જા ફેજના સાતમાં દિવસે દક્ષિણ ગુજરાતના ચાલી રહેલ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે સવારે 9:00 વાગે બારડોલીથી પ્રસ્થાન કરીને વિહત,કામરેજ, સાયણ,કિમ,કોસંબા,વેલાછા,લીંબડા,આસરડી, મોસાળી પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં સાતમાં દિવસે વિવિધ વિસ્તારમાં ઉષ્માભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન બાઈક રેલી,ટ્રેકટર રેલી દ્રારા ખેડુતોની વેદન સાંભળી હતી. ટ્રેકટરી રેલી દરમિયાન સ્થાનિક ખેડુતોએ શેરડીના ભાવ નથી મળતા,દવા,વીજળી,નકલી બિયારણ જેવી વિવિધ સમસ્યાની રજૂઆત કરી હતી.
સુરત જીલ્લાના કિમ ખાતે મીડિયાને સંબોધન કરતા શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના નેતૃત્વમાં અંગ્રેજો સામેની લડાઈમાં બારડોલી મહત્વનું કેન્દ્ર રહ્યું હતું તેથી “સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે”.ભાજપની ડબલ એન્જિનની સરકારમાં ખેડૂતોને પૂરતા બજાર ભાવ નથી મળતા, પોલ્યુશનમાં વધારો થયો,બેરોજગારીમાં વધારો, કાયદો વ્યવસ્થા કથળી,ચારે તરફ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સંસ્થા છે, પંરતુ ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી,ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ગૃહમંત્રીના હોમ ટાઉનમાં લોકો ફરીયાદ કરે છે કે, દારુ અને ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થયો છે. બુટલેગરો બેફામ થયા, ગુંડા તત્વોની દાદાગીરીના કારણે બહેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે.
એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય લાભ મળતો નથી. શેરડીના ભાવમાં પારદર્શકતા ન હોવાને કારણે નફો શાસકો સુધી પહોંચે છે. ખેડુતોને યોગ્ય વળતર આપીને ફેક્ટરીને ખરેખર સહકારી બનાવવી જોઈએ. જેથી ખેડૂતોએ પોતાની મહેનતનો પૂરતો લાભ મેળવી શકે.ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનો દર સતત વધી રહ્યો છે. ડ્રગ્સ, દારૂ, હત્યા, ચોરી, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.જે લોકો માટે ગર્ભિત ચિંતાનો વિષય બની ચુક્યો છે. યાત્રા દરમિયાન ગામે ગામ લોકોએ રજૂઆત કરી કે, દારૂ અને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે. બુટલેગરો બેફામ થયા છે.ગુંડા તત્વોની દાદાગીરી અને હેરાનગતિના કારણે બહેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે. સહકારી સંસ્થામાં ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી, ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે.
શ્રી અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે,બારડોલીથી લઈને માંગરોલ સુધીના વિસ્તારમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતે છે.ભાજપની ડબલ એન્જિનની સરકારમાં જનતા વિકાસથી વંચિત છે.બેરોજગારી,કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે. આ તમામ મુદ્દે લોકોએ ખૂબ આક્રોશ વ્યકત કર્યો હતો. આવનારા દિવસોમાં સુરત જીલ્લાના પ્રશ્નો વિધાનસભામાં પણ ઉઠાવશું. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ,તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા પર ઉતરી લોકોના હક અધિકાર અને ન્યાય માટેની લડત પણ લડીશું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી બી.વી. શ્રી નિવાસજી, વરીષ્ઠ આગેવાન કરશનદસ બાપુ ભાદરકા, સુરત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી આંનદભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી સુનીલભાઈ ગામિત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન શ્રી તરૂણભાઈ વાઘેલા, જીલ્લા/તાલુકાના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
૦૫-૦૨-૨૦૨૬
· 30 વર્ષ થી દર વર્ષે કરોડો રૃપિયાના ખર્ચ પછી પણ ડાંગ અને આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષિત કેમ?: – શ્રી અમિત ચાવડા
· 2006 માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર વન અધિકારનો કાયદો લાવી, આજે 20 વર્ષ પછી પણ ભાજપ સરકાર આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર આપતી નથી: -શ્રી અમિત ચાવડા
· ભાજપના નેતાઓ અને ભ્રષ્ટાચારી મળતીયાઓએ ‘નલ સે જલ’ યોજાનાને “નલ સે ધન ” યોજના બનાવી દીધી: શ્રી અમિત ચાવડા
· હપ્તાખોર સરકારને કારણે ગામે ગામ પીવાના પાણી માટે લોકોના વલખાં પણ પણ દારૂની રેલમછેલ – શ્રી અમિત ચાવડા
· વિકાસના નામે આદિવાસીઓ પાસેથી ડુંગરો, જંગલો, પાણી અને પ્રકૃતિ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે – શ્રી અમિત ચાવડા
· ડાંગ જિલ્લામાં મનરેગામાં કામ મંજુર કરાવવું હોય તો પહેલાં એડવાન્સમાં કમિશન લેવામાં આવે છે – શ્રી અમિત ચાવડા*
· આદિવાસી સમાજને બધાજ હક અને અધિકાર કોંગ્રેસ સરકારોએ આપ્યા : ડૉ. તુષાર ચૌધરી
જન આક્રોશ યાત્રાના ૩જા ફેજમાં દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે સવારે 9:00 વાગે વાંસદા થી પ્રસ્થાન કરીને વઘઈ, પીપરી મેઈન રોડ, આહવા, સુબીરથી થઈને ઉચ્છલ પહોંચી હતી.
જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં ચોથા દિવસે આજે નવસારી જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં પ્રવેશ કરતાં વઘઈ ખાતે ખૂબ ઉમળકાભેર આદિવાસી સંસ્કૃતિના તાલે નૃત્ય કરીને બધાએ દિલના ઉમળકાથી યાત્રાનું સ્વાગત કર્યું હતું અને યાત્રાને સ્થાનિક લોકોએ સમર્થન કર્યું હતું. લોકોએ યાત્રામાં આવીને જે પ્રશ્નો રજૂ કર્યા હતા કે,”અમે વર્ષોથી આ જળ, જંગલ, જમીનનું સિંચન કર્યું છે, એનું રક્ષણ કર્યું છે, એનું પોષણ કર્યું છે એવા આદિવાસી સમાજને આજે એની જળ, જંગલ અને જમીનથી દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વિકાસના નામે એમની પાસેથી આ ડુંગરો, આ જંગલો, આ પાણી, આ પ્રકૃતિ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
કોંગ્રેસની સરકારે વન અધિકારનો જે કાયદો લાવ્યા, આજે વીસ વર્ષ થયા તેમ છતાં સેંકડોની સંખ્યામાં હજુ પણ દાવાઓ પેન્ડિંગ છે એ આદિવાસી સમાજને એના જમીનના પટ્ટાઓની સનદો નથી આપતા એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે. આ વિસ્તારમાં મનરેગામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, ધારાસભ્યના નજીકના લોકો દ્વારા મનરેગામાં કામ કરાવવું હોય તો પહેલાં એડવાન્સમાં કમિશન લેવામાં આવે છે એવી ફરિયાદો મળી. સાથે સાથે નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર છે. અહીંયાં કોઈ સ્થાનિક રોજગારની વ્યવસ્થાઓ નથી એટલે અહીંથી લોકોને રોજગાર માટે દૂર દૂર જવું પડે છે. શહેરીના કામે અહીંયાથી હજારોની સંખ્યામાં લોકોએ કામ કરવા જવું પડે છે. એ જ રીતે અહીંયા શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ડોક્ટરો નથી, નર્સો નથી, પૂરતો સ્ટાફ નથી, સાધનો નથી એટલે બધી જ રીતે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે.
યાત્રા દરમિયાન આદિવાસી વિસ્તારના લોકોની ફરિયાદ સાંભળી, ચર્ચા કરીને શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે, “એક બાજુ આદિવાસીઓની પ્રકૃતિ એમની જમીન અને જંગલો છીનવી લેવાનો પ્રયત્ન થાય અને બીજી બાજુ એમને ઘરમાંથી દૂર કરી કોઈપણ જાતની સુવિધા નહીં આપી અને પછાત અને મજૂરી કરતા જ રહે એવી શાસનની આ નીતિ છે, એની સામે લોકોમાં ખૂબ આક્રોશ છે. હું ચોક્કસ કહું કે આ જન આક્રોશ યાત્રા જે આજે ડાંગ જિલ્લામાં ફરી રહી છે, લોકો એમાં જોડાઈ રહ્યા છે, લોકો ખુલીને બોલી રહ્યા છે અને સરકારની નિષ્ફળતાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, સરકારનો ગેરવ્યવહાર, ભાજપના લોકોની ઉઘાડી લોટ આજે લોકો ખુલ્લી કરી રહ્યા છે. 2006માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર વન અધિકારનો કાયદો લાવી, આજે 20 વર્ષ પછી પણ ભાજપ સરકાર આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર આપતી નથી’
શ્રી અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ચારે તરફ જ્યારે જન આક્રોશ યાત્રામાં અમે લોકોની વચ્ચે ગયા એ ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય બધી જ બાજુ એક જ અવાજ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પણ આ ભાજપની ભ્રષ્ટાચારી હપ્તાખોર સરકારને કારણે એક એક ગામમાં એક એક ગલીમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે અને દારૂ કરતાં પણ હવે ગાંજો, ચરસ અને ડ્રગ્સથી ગુજરાતની યુવા પેઢી બરબાદ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે હમણાં આપણાં દેશની સાંસદમાં પણ જે ડેટા બહાર આવ્યા કે છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાંથી એક લાખ ત્રીસ હજાર કિલોગ્રામ જેટલું ડ્રગ્સ અને નશીલા દ્રવ્ય પકડાયા અને એ જ રીતે જોઈએ તો એક આંકડા છે કે મોટે ભાગનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી આવ્યું એટલે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. જે રીતે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે જે રીતે દિવસે દિવસે મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય છે તો ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું છે. આ જ ગુજરાતમાંથી ડ્રગ્સ આજુબાજુના રાજ્યો અને બીજે વિસ્તારોમાં જાય છે. એનો મતલબ કે ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ હબ પણ બની ગયું છે અને આ ભાજપની હપ્તાખોરીને કારણે આજે ગુજરાતનો એક એક પરિવાર ચિંતિત છે કે એનો દિકરો દિકરી આજે ડ્રગ્સના રવાડે તો નહીં ચઢી જાય ને?. આ નશાના રવાડે ચઢીને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જો તાત્કાલિક લોકજાગૃતિ નહીં આવે, આ હપ્તાખોર સરકારને દૂર નહીં કરીએ તો આવનારા સમયમાં આપણે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત આ નશાના કારણે ઉડતા ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડ્રગ્સ અને દરૂના મુદ્દે અમિત ચાવડાએ જાહેર જનતા વિનંતી કરતાં જણાવ્યું હતું કે મારી તમામ લોકોને વિનંતી છે કોંગ્રેસ પક્ષ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમારી એનએસયુઆઇ વિદ્યાર્થી પાંખ દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસની અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આવો સાથે મળી આ હપ્તાખોર સરકારને પણ સાન ઠેકાણે લાઈએ અને ગુજરાતની યુવા પેઢીને નશાથી બચાવીએ.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજને બધાજ હક અને અધિકાર કોંગ્રેસ સરકારોએ આપ્યા, ડાંગ કે તાપીમાંથી પહેલાં કોઈ દિલ્લી સુધી ન હતું ગયું પણ કોંગ્રેસે આપણે વિશેષ હક અધિકાર આપ્યા, અને આપણાં સમાજને પ્રતિનિધિત્વ આપ્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધ્વારા સમગ્ર ગુજરાતને, લોકોના મુદ્દાઓ, સમસ્યાઓ અને જન રજુઆત સાંભળવા માટે જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ જન આક્રોશ યાત્રા ત્રીજા ફેઝમાં ગુજરાતના આદિવાસી બહુ મૂલ્ય વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં તેના ચાલી રહી છે. વલસાડ જિલ્લાના કપરાડાથી શરૂ થયેલી આ યાત્રા નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સમાપ્ત થશે, આજની ૪થા દિવસની યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ તુષારભાઈ ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના સહ પ્રભારી બી.વી શ્રીનિવાસજી,ગુજરાત યુવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ સંજય નિનામા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી આદિવાસી વિભાગના પ્રમુખ શ્રી રાજેન્દ્ર પારગી સહિત જીલ્લા/તાલુકાના પદાધિકારી હાજર રહ્યા હતા.
૧-૦૧-૨૦૨૬
• પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર: શ્રી અમિત ચાવડા
• બંધારણે મતનો અધિકાર આપ્યો – ભાજપ ચૂંટણીપંચના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે છે : શ્રી અમિત ચાવડા
• રાતોરાત લાખોની સંખ્યામાં ફોર્મ-૭ કોણે જમા કરાવ્યાની માહિતી અને સી.સી.ટી.વી. ફુટેજ જાહેર કરો :
શ્રી અમિત ચાવડા
• કોંગ્રેસ પક્ષ એકપણ મતદારના મતદાનનો અધિકાર છીનવવા નહીં દે : શ્રી અમિત ચાવડા
• ખોટી વિગત દ્વારા ફોર્મ-૭ના વાંધા મુકનારા સામે એફ.આઈ.આર. કરી, જેલ ભેગા કરો : શ્રી અમિત ચાવડા
• ચોક્કસ પક્ષને લાભ અપાવવા અધિકારી ગેરકાયદેસર કામ કરશે તો જેલના સળીયા પાછળ જવા તૈયાર રહે :
શ્રી અમિત ચાવડા
• મતદાન અધિકાર છીનવવાના સુનિયોજીત ષડયંત્ર વિરૂધ્ધ કોંગ્રેસ પક્ષ ધરણા-પ્રદર્શન, મામલતદાત કચેરી, કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે, જરૂર પડશે તો કોર્ટમાં જઈશું : શ્રી અમિત ચાવડા
• કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ હોય કે છેવાડામાં વસનાર ગરીબ મજદૂર હોય તેમને સમાન મતનો અધિકાર આપ્યો તેને કોંગ્રેસ છીનવવા નહીં દે. : શ્રી જગદીશભાઈ ઠાકોર
• દરેક નાગરિકને તેમના મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કરનાર કોણ છે તે જાણવાનો હક્ક છે :
ડૉ. એમીબેન યાજ્ઞિક
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચની એસ.આઈ.આર. (SIR)ની કામગીરીમાં થઈ રહેલ ગેરરીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભામાં ભૂતિયા શોધી વોટ ચોરી ઉજાગર કરી હતી. ચૂંટણી પંચના નાક નીચે કોંગ્રેસ પક્ષ અને નેતા વિપક્ષ શ્રી રાહુલ ગાંધી દ્વારા વારંવાર વોટ ચોરીને ખુલ્લી પાડવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જે ડ્રાફ્ટ મતદારયાદીમાં ક્ષતિ હોય તે સુધારા માટે વ્યવસ્થાનો દુરુપયોગ સામે આવ્યો છે. મતદાર રદ્દ કરવા માટેના ફોર્મ ૭, જાન્યુઆરી ૧૫ સુધીમાં ચૂંટણી પંચ જોડે નહિવત પ્રમાણમાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર લખી ફોર્મ ૭ની વિગત માંગવા છતાં ચૂંટણી પંચ દ્વારા આપી નથી. જ્યારે એક ષડયંત્રની જેમ ૧૬,૧૭ અને ૧૮ જાન્યુઆરીમાં જથ્થાબંધ પ્રમાણમાં જમા થયા છે. એક સંગઠિત પ્લાનિંગ સાથે કેટલાક ચોક્કસ પક્ષ દ્વારા ત્રણ દિવસમાં પૂરતા પુરાવા વગર ફોર્મ ૭ને જે તે વિધાનસભામાં અધિકારીઓ ને આપવામાં આવ્યા છે. પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર છે. બંધારણે મતનો અધિકાર આપ્યો છે ત્યા ભાજપના ચૂંટણીપંચ સાથેના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે છે. લોકશાહીમાં જનતાને મળેલા મતદાનના અધિકારને સુનિયોજિત કાવતરું ઘડીને છીનવવાનો પ્રયાસ છે.
એક સરખા ચોક્કસ પ્રિન્ટેડ ફોર્મેટમાં મતદારની વિગત સાથે અલગ અલગ જિલ્લામાં ફોર્મ ૭ રજૂ કરવામાં આવ્યા છે તેના પુરાવા છે. મોટી સંખ્યામાં આવેલ ફોર્મ ૭ કોણ ચૂંટણી પંચમાં આપવા આવ્યું હતું તેના સીસીટીવી ફૂટેજ અને માહિતી જિલ્લાવાર ચૂંટણીપંચે આપવા પડશે. શું તે ફોર્મના જથ્થા આપનાર ચોક્કસ રાજકીય પક્ષના આગેવાનો હતા કે નહીં તેની વિગત ચૂંટણી પંચે જાહેર કરવી પડશે ફોર્મ ૭ અરજી કરનાર ક્યાંક વિદેશનો રહેનારા નીકળે, ક્યાંક ફોર્મ ૭ના વાંધો ઉપાડનારની વિગતમાં એપિક નંબર ના લખ્યો હોય તો ક્યાંક તેનો મોબાઈલ નંબરની વિગતો ના હોય તેવા ચૂંટણીપંચમાં જમા થયા છે. ક્યાંક જેમના નામે ફોર્મ ૭ના વાંધા રજૂ થયા છે તે બાબત થી અજાણ હોય તે પ્રકાર ની માહિતી સામે આવી છે.
કોંગ્રેસ પક્ષ એક પણ નાગરિકના મતદાનનો અધિકાર છીનવવા નહીં દે. કોંગ્રેસ પક્ષ દ્વારા બંધારણથી મળેલ મતદાનના અધિકાર માટે આગેવાનો કાર્યકરો સાથે મામલતદાર – કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે અને ધરણાં પ્રદર્શન કરશે. જ્યાં કાયદાકીય લડાઈ લડવાની હશે તો તે પણ કોંગ્રેસ સંવિધાન અને લોકશાહી બચાવવા માટે લડશે. ખોટી વિગત સાથે ફોર્મ ૭ ભરી ને વોટ ચોરી કરવાના પ્રયાસ સામે કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ છે. ખોટી વિગત દ્વારા ફોર્મ ૭ના વાંધા મૂકી વોટ ચોરીનો પ્રયાસ ઉપર એફઆઈઆર નોંધી જેલ ભેગા કરવા જોઈએ. ખોટી માહિતીના આધારે તપાસ્યા વગર કોઈ અધિકારી દ્વારા ચોક્કસ પક્ષને લાભ અપાવવા ગેરરીતિ આચરે તો તેની સામે કાયદાકીય લડાઈ લડશું. ગેરકાયદેસર કામ કરશે તો અધિકારીઓ જેલના સળિયા પાછળ જવા તૈયાર રહે.
પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પત્રકાર પરિષદમાં આક્રમક તેવરે વાત કરતા જણાવ્યું કે જે રીતે અંગ્રેજોએ દેશને હાયજેક કર્યો હતો તેમ હાલ માં કેટલીક શક્તિઓ દેશને વોટ ચોરી ના ષડયંત્રથી હાયજેક કરવા માંગે છે. જેમ બંધારણ સમયે કેટલાક વર્ગ, સમૂહદાય કે લિંગને મતદાન અધિકાર ના મળે તેવા પ્રયત્ન હતા છતાં કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ હોય કે છેવાડામાં વસનાર ગરીબ મજદૂર હોય તેમને સમાન મતનો અધિકાર આપ્યો તેને કોંગ્રેસ છીનવવા નહીં દે.
પૂર્વ સાંસદ ડૉ. એમીબેન યાજ્ઞિક પ્રેસ વાર્તામાં મતદાર જોગ અપીલ કરી હતી કે ડ્રાફ્ટ મતદારયાદીમાં તેમના નામની ચકાસણી કરીને કોઈએ વાંધો ઉપાડ્યો હોય તેની વિગત મેળવે. મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કરનાર કૉણ છે તે જાણવાનો હક્ક દરેક નાગરિકને છે. ખોટી રીતે મતદાન અધિકાર છીનવનાર વ્યક્તિઓ ઉપર મતદારોએ કાનૂની પગલાં લેવા જોઈએ.
૧૫.૦૧.૨૦૨૬
· ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેઈન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી ( દિલ્હી ) ની TOD ( ટ્રાયલ ઓન ડીમાન્ડ ) ટ્રેઈન શરુ કરેલી તે પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે.
· ભાવનગર ખાતે અઠવાડિયામાં ચાર દિવસ સાવ ફ્રી પડી રહેલ ટ્રેઈન ( ફૂલ રેક ) ભાવનગરથી દિલ્હી અઠવાડિયામાં એક દિવસ માટે ફાળવી શકાય તેમ છે.
· ભાવનગરથી વેરાવળ અને પોરબંદર ખાતે ચાલતી ટ્રેઇનોને એક્સપ્રેસમાં અપગ્રેડ કરી (AC ચેર કાર) સાથે ચલાવવી.
· ભાવનગર ટર્મિનલ ઉપર ટ્રેઇનોનાં ઇન્સ્પેકશન, સફાઈ અને સામાન્ય રીપેરીંગ માટે માત્ર બે જ પીટ લાઈન ઉપલબ્ધ છે જે અપૂરતી છે માટે બે વધારાની પીટ લાઈન્ બનાવવી જરૂરી છે.
· ભાવનગર ખાતે ટ્રેઈન શન્ટિંગ માટે પુરતી ટ્રેક ન હોય ચાર નવા શન્ટિંગ ટ્રેક બનાવવા જરૂરી છે.
· કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ મંત્રીશ્રીને ભાવનગરને રેલ સુવિધા મળવા રજૂઆત કરી.
ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેઈન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી ( દિલ્હી ) ની TOD ( ટ્રાયલ ઓન ડીમાન્ડ ) ટ્રેઈન શરુ કરેલી તે પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેઈન શરુ થાય તે ભાવનગરના નાગરીકો માટે જરૂરી છે. હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે આવતી-જતી ( ફૂલરેક ) ચાલતી ટ્રેઈન દરેક અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ચાલે છે અને ચાર દિવસ સુધી બિલ્કુલ ફ્રી પડી રહે છે. આ જ ટ્રેઈન ( રેક ) ને કમ સે કમ અઠવાડિયામાં એક વખત ભાવનગરથી દિલ્હીના કોઈપણ સ્ટેશન સુધી ચલાવી શકાય તેમ છે આથી અઠવાડિયામાં એક ટ્રેઈન ભાવનગરને સીધી ભાવનગરથી દિલ્હીની મળી શકશે તેવી રજૂઆત કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રીશ્રીને કરી છે.
ભાવનગરથી વેરાવળ અને ભાવનગરથી પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેઇનોમાં ઘણું લાંબુ અંતર થતું હોય તે ટ્રેઇનોને એક્સપ્રેસમાં અપગ્રેડ કરવી જરૂરી છે. અને આ ટ્રેઈનમાં વધારાનો એક (AC ચેર કાર) કોચ જોડવો જરૂરી છે, જેથી સિનિયર સીટીઝન ( બુજર્ગો ) , મહિલા અને બાળકોને આરામ દાયક મુસાફરીની સુવિધા મળી શકે.
ભાવનગર ટર્મિનસ ઉપર ટ્રેઇનોના ઇન્સ્પેકશન , સફાઈ અને સામાન્ય રીપેરીંગ માટે માત્ર બે જ પિટ લાઈન ઉપલબ્ધ છે જે અપૂરતી છે. માટે બે વધારાની પીટ લાઈન્સ બનાવવી જરૂરી છે. ભાવનગર ખાતે ટ્રેઈન શન્ટિંગ માટે પણ પુરતી ટ્રેક નથી. માટે ચાર નવા શન્ટિંગ ટ્રેક ભાવનગર માટે જરૂરી છે અને આ માટે ભાવનગર ખાતે રેલ્વે ટર્મિનલ ઉપર પુરતી જમીન પણ ઉપલબ્ધ છે. ભાવનગર ખાતે હવાઈ સેવાઓ પણ બંધ પડેલ છે. ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકીંગ યાર્ડ , પાલીતાણા ખાતેના જૈન તીર્થ , બગદાણા અને તલગાજરડા જેવા પ્રસિદ્ધ આશ્રમો આવેલા છે ત્યારે યાત્રીકોને પણ દિલ્હી માટે આવવા જવાની આ સુવિધાઓ અત્યંત જરૂરી બને છે. આ બધી જ બાબતોને આવરી લઈને સંસદ સભ્યશ્રી શ્રી શક્તિસિંહ ગોહિલે રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરથી દિલ્હીની રેલ્વે માટેની સુવિધાની માંગણી કરેલ છે.
૦૬-૦૧-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાદ’
૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાન સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત
જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન.
ગુજરાત કોંગ્રેસની યાત્રા મધ્ય ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૩૨ જાહેર સભાઓ (મહિલા સંવાદ, કારીગર સંવાદ સહિત), ૨૦૦ થી વઘુ સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ, ૫ શહેરોમાં યુવા સાથીઓ સાથે બાઈક રેલી દ્વારા ૧૪૦૦ કિલોમીટરની રાહ કાપી જનઆક્રોશ યાત્રા લાખો લોકોને સ્પર્શી.
દાહોદ ખાતે જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા શ્રી મહેશભાઈ વસાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી અને પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની હસ્તે કોંગ્રેસમાં જોડાયા
• આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : શ્રી મુકુલ વાસનિકજી
• આદિવાસી સમાજને જંગલ જમીનનો અધિકાર, અનામત, નોકરીઓ કોંગ્રેસની સરકારોએ આપી આજે ભાજપા એ બધું છીનવવા માંગે છે : શ્રી અમિતભાઈ ચાવડા
• આદિવાસીઓની જમીનો, જંગલો છીનવીને ઉધોગપતિઓને આપવા ષડયંત્ર રચી રહેલી ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ગોળી ખાવા, લાઠી ખાવા અને જરૂર પડે તો જેલમાં જવા પણ તૈયાર : શ્રી અમિતભાઈ ચાવડા
• હવે એ દિવસો દૂર નથી જ્યારે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડી જેલમાં મોકલીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• વિકાસ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે : શ્રી અમિતભાઈ ચાવડા
• ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી, નશામુક્ત ગુજરાત બનાવવા, યુવાનોને કાયમી રોજગાર, મહિલાઓને સુરક્ષા સાથે સન્માન, ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવા કોંગ્રેસ પાર્ટી સંકલ્પબદ્ધ છે: શ્રી અમિતભાઈ ચાવડા
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું કે આજે આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષિત હાલતમાં જોવા મળે છે, સારા રોડ-રસ્તાઓનો અભાવ છે અને આદિવાસી વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ઉપરાંત રોડ-રસ્તાઓ બનાવવાના નામે મોટાપાયે આદિવાસીઓની જમીનોનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવી રહ્યું નથી. મનમોહન સિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે કોંગ્રેસની સરકારે એવો કાયદો બનાવ્યો હતો કે ગામમાં રહેતા લોકોને તેમની જમીનનું પૂરતું વળતર મળ્યા વિના અને તેમની સંમતિ વિના જમીન અધિગ્રહણ થઈ શકે નહીં, પરંતુ હાલની સરકાર આ વાત સાંભળવા તૈયાર નથી. અમે સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસીઓની જમીન છીનવવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હકો માટે સતત લડત રહીશું. અંતમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ બની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને તેનો હેતુ માત્ર મતવિભાજન કરવાનો છે, જેથી મળેલા મત અંતે ભાજપની ઝોળીમાં જ જાય અને તેનો સીધો ફાયદો ભાજપને થાય.
જન આક્રોશ યાત્રાને સંબોધિત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજના હક્ક અને અધિકારો છીનવવા માંગે છે. આદિવાસી સમાજને જંગલ જમીનના હક્કો, અનામત અને નોકરીઓ કોંગ્રેસના શાસનમાં આપવામાં આવી, પરંતુ ભાજપની સરકાર ભારતમાલા પ્રોજેક્ટ, જળાશય, અભ્યારણો અને એરપોર્ટ બનાવવાના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું કામ કરી રહી છે. આદિવાસી યુવાઓને જાતિના દાખલા આપવામાં નથી આવતા અને આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. રોજગારી ના મળતા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને રાજ્યના અલગ-અલગ સ્થળોએ મજૂરી કરવા જવું પડે છે. આ ભાજપ ક્યારેય આદિવાસીઓના હિત માટે કામ કરતી નથી. ભાજપ સરકાર આદિવાસીઓ પાસેથી બધું છીનવીને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, પરંતુ અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકારોની લડાઈમાં કોંગ્રેસનો એક-એક આગેવાન આદિવાસી સમાજની સાથે છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકારો માટે કોંગ્રેસ લાઠી ખાવા, ગોળી ખાવા અને જેલ જવા માટે પણ તૈયાર છે.
ભાજપના શાસનમાં નલ સે જલ, મનરેગા સહિતની યોજનાઓમાં ભાજપના મંત્રીઓ અને નેતાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. તત્કાલીન મંત્રી બચુભાઈ ખાબડ જ્યારે મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીને સભાઓમાં સોનાના કડા અને મોટી સેરો પહેરાવતા લોકોને એવું લાગતું કે તેઓ ખૂબ ખર્ચો કરે છે, પરંતુ પાછળથી ખબર પડી કે મનરેગાના કૌભાંડમાંથી કમાયેલા પૈસાથી આ બધું કરવામાં આવતું હતું. જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે હવે એ દિવસો દૂર નથી જ્યારે જનતા તમને રસ્તાઓ પર દોડાવશે. કોંગ્રેસનો પણ સંકલ્પ છે કે એક પણ ભ્રષ્ટાચારીને છોડવાનો નથી અને તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવાના છીએ.
સભાના અંતમાં ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી વિક્રાંત ભૂરિયાજીએ જણાવ્યું કે આદિવાસી સમાજ કોઈને છેડતો નથી, પરંતુ કોઈ છેડે તો તેને છોડતો પણ નથી અને ભાજપે આદિવાસીઓને છેડવાનો પ્રયાસ કર્યો છે. હું ડોક્ટર છું અને જેમ ડોક્ટર સર્જરી કરે છે તેમ અમે ભાજપની રાજકીય સર્જરી કરવા તૈયાર છીએ. આદિવાસીઓની સાચી લડાઈ માત્ર કોંગ્રેસ જ લડી શકે છે અને આઝાદી બાદ આદિવાસીઓ માટે સાચું કામ માત્ર કોંગ્રેસે જ કર્યું છે.ગુજરાતમાં તાપી નર્મદા યોજનાના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી.
વધુમાં, ભાજપે મણિપુરમાં આદિવાસી બહેનોને નગ્ન હાલતમાં દોડાવી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજના વ્યક્તિ પર પેશાબ કરાયો, જે પણ ભાજપના જ લોકોએ કર્યું હતું, અને ગુજરાતમાં આદિવાસીઓની લડાઈ લડતા અનંત પટેલ પર હુમલો પણ ભાજપના લોકોએ જ કરાવ્યો. ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, પરંતુ અમે મૂળનિવાસી છીએ અમે આદિવાસી છીએ.
૧૪૦૦ કિલોમીટર સંપન્ન થયેલી બીજા ચરણની જન આક્રોશ યાત્રાની દાહોદ ખાતે પૂર્ણાહૂતિ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિક્રાંત ભુરીયા, સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝા, વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ શ્રી મધુસુધન મિસ્ત્રી, ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અમરતજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા, ગુજરાત કોંગ્રેસ આદિવાસી વિભાગના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પારધી, પૂર્વ સાંસદ તથા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લા તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, સેવાદળ, સોશિયલ મીડિયા, આદિવાસી ડિપાર્ટમેન્ટ સહિતના સર્વે સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનશ્રીઓ, પ્રવક્તાશ્રીઓ, જન આક્રોશ યાત્રાના સર્વે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં ભાગ લઈને જન આક્રોશ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૫-૦૧-૨૦૨૬
જન આક્રોશ યાત્રા દિવસ 15 (લીમખેડાથી દાહોદ)
• કરોડોની ગ્રાન્ટ છતાં પણ ભાજપના રાજમાં 3.21 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ આદિવાસી વિસ્તારના બાળકો અસરગ્રસ્ત, બાળકોને પોષણ આપવાની યોજનાના પૈસા પણ ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખાઈ ગયા : શ્રી અમિતભાઈ ચાવડા
• ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ અને અધિકારીઓ સામે આવકથી વધુ સંપતિની તપાસ કરવામાં આવે: શ્રી અમિતભાઈ ચાવડા
• જ્યાં સુધી એક એક ભ્રષ્ટાચારીને જેલભેગા ન કરીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણનો અંત ન લાવીએ ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે : શ્રી અમિતભાઈ ચાવડા
• આદિવાસી યુવાનોને સ્થાનિક રોજગારી માટે દરેક તાલુકામાં જીઆઇડીસી બનાવવા માંગ કરીએ છે: શ્રી અમિતભાઈ ચાવડા
• ભાજપના શાસકોએ દાહોદ શહેરમાં સ્માર્ટ સીટીના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો, વિકાસના નામે વેપારીઓની દુકાનો તોડી વેપારીઓને ધંધા રોજગાર વગરના કર્યા: શ્રી અમિતભાઈ ચાવડા
• ભ્રષ્ટાચારના કેસમાં નાની માછલીઓ સામે કાર્યવાહી થાય પણ ગાંધીનગરની સત્તામાં બેઠેલા મગરમચ્છ સામે કોઈ કાર્યવાહી નથી થતી : ડૉ તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના પંદરમા દિવસની શરૂઆત લીમખેડાથી કરવામાં આવી. ત્યારબાદ યાત્રા પીપલોદ, દેવગઢ બારીયા, વેદ ચોકડી, ધાનપુર, વાસીયા ડુંગરી, કાળાખુંટ, ગાંગરડી, ગરબાડા, પાંચવાડા માર્ગે દાહોદ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે બચુભાઈ ખાબડ વર્ષોથી ધારાસભ્ય રહ્યા છે અને સરકારમાં મંત્રી પણ રહ્યા છે. છતાં પણ વિસ્તારના સ્ટેટ હાઈવેના ખાડાઓ રિપેર થયા નથી, કોઈ નવો રોડ બનાવ્યો નથી કે અન્ય કોઈ વિકાસના કામો કર્યા નથી. પરંતુ જનહિતની યોજનાઓમાં ઉઘાડી લૂંટ થઈ છે. આખી દુનિયાને ખબર છે કે ભાજપ સરકારમાં તત્કાલીન મંત્રીએ કેટલું મોટું કોભાંડ કર્યું. આ મામલે હજુ તો માત્ર મંત્રીના પુત્રો જ જેલમાં ગયા છે, પરંતુ તેમની પોતાની 7/12 ની નકલમાં નામ છે એમાં પણ કરોડો રૂપિયા ખાઈ ગયા છે, હજુ એનો વારો પણ આવશે.
રાજ્યમાં સરકાર “કુપોષણમુક્ત ગુજરાત” ના સૂત્રો આપે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તાજેતરમાં જે આંકડા સામે આવ્યા છે એ મુજબ રાજ્યમાં 3.21 લાખ બાળકો કુપોષિત છે. ગુજરાતમાં કુપોષણ માત્ર કોઈ એક વિસ્તારની સમસ્યા નથી પરંતુ રાજ્યવ્યાપી ગંભીર સંકટ બની ગયું છે. જે આંકડાઓ આવ્યા છે એમાં પણ મોટા ભાગના બાળકો આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં રહે છે. અને સૌથી વધુ પંચમહાલ અને દાહોદના અસરગ્રસ્ત છે કરોડો રૂપિયાનું બજેટ અને અનેક યોજનાઓ હોવા છતાં સ્થિતિમાં સુધારો ન થવો એ ભાજપ સરકારની નીતિગત નિષ્ફળતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
આ આંકડા એ સાબિત કરે છે કે ICDS, પોષણ અભિયાન અને માતા-બાળ કલ્યાણ જેવી યોજનાઓ માત્ર કાગળ પર ચાલી રહી છે. જમીન પર યોગ્ય અમલ, દેખરેખ અને જવાબદારીના અભાવના કારણે ગરીબ અને આદિવાસી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. કુપોષણથી માત્ર બાળકોનું આરોગ્ય નહીં પરંતુ આવતી પેઢીનું સમગ્ર વિકાસ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે
આ મામલે કોંગ્રેસની માંગ છે કે સરકાર કુપોષણના મુદ્દે માત્ર પ્રચાર નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહી કરે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાય અને દરેક બાળકને પૂરતું પોષણ અને સ્વસ્થ જીવનનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવે.
વધુમાં સમગ્ર યાત્રા દરમિયાન મહિલાઓની એક જ રજૂઆત છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ બંધ થવું જોઈએ. આના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આ બાબતે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી, કારણ કે ભાજપના મળતિયાઓ બૂટલેગરો છે. દારૂની ગાડીઓ પણ ખુદ પોલીસ જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી એસ્કોર્ટ સાથે ગુજરાતમાં દારૂ ઘુસાડે છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે તાજેતરમાં ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગરના કલેક્ટરને સસ્પેન્ડ કર્યા, પરંતુ જો અમારી સરકાર આવશે તો અમે તેમને ફરી નોકરીમાં લઈશું. જે પ્રમોશન આપવાનું થતું હશે તે પણ આપીશું, પરંતુ એમને પહેલા કહેવું પડશે કે એમણે કયા ભાજપના નેતાઓના દબાણથી આ કામ કર્યું અને કોના ઈશારે આ કામ કર્યું? કારણ કે 10 ટકા જ કલેક્ટર સુધી આવે છે અને 90 ટકા તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકો ખાઈ જાય છે. એમને ખુલ્લા પાડવા એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી રામકિશન ઓઝા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નિનામા, દાંતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, આદિવાસી વિભાગના વડા શ્રી રાજુભાઈ પારધી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..
૦૩-૦૧-૨૦૨૬
જન આક્રોશ યાત્રા દિવસ 13 (બાલાસિનોર થી લુણાવાડા)
• મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજના સેંકડો યુવાનો જાતિના દાખલાઓ માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે.દાખલા નહીં આપીને ભાજપ સરકાર યુવાનોની કારકિર્દી ખતમ કરી રહી છે: શ્રી અમિતભાઈ ચાવડા
• કોંગ્રેસ સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો બનાવ્યો, ભાજપ સરકાર આદિવાસી સમાજને જમીન આપતી નથી: શ્રી અમિતભાઈ ચાવડા
• ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારીઓ બેફામ,એક પણ સરકારી ઓફિસમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી:
શ્રી અમિતભાઈ ચાવડા
• મહીસાગર જિલ્લાના લોકોની એક જ માંગ, જિલ્લા દૂધ સંઘ (જિલ્લા ડેરી) અને જિલ્લા સહકારી બેંક આપો: શ્રી અમિતભાઈ ચાવડા
• લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકામાં અને જિલ્લા પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર પકડાયો પણ ભાજપના નેતા ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે: શ્રી અમિતભાઈ ચાવડા
• આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે હેરાન કરવાનું બંધ કરે સરકાર : ડૉ તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના તેરમાં દિવસની શરૂઆત લુણાવાડાથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા લીંબોદરા, લીંબડીયા, બાબલીયા, બાકોર, ખાનપુર, આંકલીયા, તલવાડા, અમથાની, ધાસવાડા, મુનપુર ગામ, કડાણા, દિવડા માર્ગે સંતરામપુર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારે આદિવાસી સમાજને જળ, જમીન, જંગલના અધિકારો આપ્યા પણ જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી આદિવાસી સમાજના આ અધિકારનો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા આપવામાં નથી આવતા ભાજપે આદિવાસી યુવાઓની જિંદગી બરબાદ કરી નાખી છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં કરોડોનો ભ્રષ્ટાચાર પકડાયો હોવા છતાં ભાજપા ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે.આજે ભાજપના શાસનમાં સરકારી કચેરીઓમાં રૂપિયો આપ્યા વગર કોઈ કામ નથી થતા છેલ્લા કેટલાય સમયથી મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ
ગુજરાતમાં ભાજપ આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં હજુ પણ રાજ્યના નાગરિકોને પીવા માટે ચોખ્ખું પાણી આપી શકી નથી. સંતરામપુરમાં પણ અનેકવાર લોકોના ઘરોમાં દૂષિત પાણીની ફરિયાદો આવી ચૂકી છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગ થાય છે અને લોકોના મોત પણ થાય છે. હજુ ગઈકાલે પણ ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર થયા છે અને સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી છે. યાત્રા દરમિયાન ગઈકાલે બાલાસિનોરમાં પણ આવી જ સ્થિતિ સામે આવી. આ બધી ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપ શાસિત સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે અને આ સરકારને લોકોના જીવની કોઈ પડી નથી.
વિસ્તારમાં સ્થાનિક યુવાઓને રોજગાર માટે કોઈ વ્યવસ્થાઓ નથી. લોકો પોતાના ગામ છોડવા મજબૂર બની રહ્યા છે અને જુદા જુદા વિસ્તારોમાં જઈને મજૂરી કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસ ગરીબ વર્ગના લોકોને રોજગાર મળે એ માટે મનરેગા યોજના લાવી હતી, પરંતુ ભાજપ સત્તામાં આવતા તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો અને પોતાના ખિસ્સા ભર્યા તથા લોકોના હક્કો છીનવી લીધા ઉપરાંત બાજુના રાજ્ય રાજસ્થાનની ગાંધીનગરની સત્તામાં બેઠેલા મંત્રીના આદેશથી ખુદ પોલીસ દારૂની ગાડીઓને પ્રોટેક્શન આપીને ગુજરાતમાં ઘુસાડે છે બદલામાં કરોડોના હપ્તા સચિવાલય સુધી પહોંછે છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે જન આક્રોશ યાત્રા દરમિયાન તમામ જગ્યાએ આદિવાસી સમાજના લોકોએ જાતિના પ્રમાણપત્રને લઈને ફરિયાદ કરી છે. રાજ્ય સરકાર આદિવાસી સમાજના લોકોને ધક્કા ખવડાવે છે, યેનકેન પ્રકારે હેરાન કરે છે અને એમના હક્કો છીનવવાનો પ્રયાસ કરે છે. આ મુદ્દાને લઈને આગામી સમયમાં વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજ સાથે મળીને રોડ રસ્તાઓ પર પણ આક્રમક લડત લડવામાં આવશે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી રામકિશન ઓઝા, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..
સંસદની જાહેર હિસાબ સમિતિ (PAC)ના કન્વીનર તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણુંક.
સંસદની સૌથી મહત્વની બંધારણીય સમિતિ જાહેર હિસાબ સમિતિ (PAC – પબ્લીક એકાઉન્ટ કમિટી) ની સબકમિટી એક્શન ટેકન રિપોર્ટસ (ATR)ના કન્વીનર તરીકે ગુજરાતના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. આ કમિટીમાં અલ્ટરનેટીવ કન્વીનર તરીકે શ્રી ઘર્મેન્દ્ર યાદવ (સાંસદ, ઉત્તર પ્રદેશ) ની નિમણુંક થયેલ છે. જ્યારે સમિતિના સભ્યો તરીકે ડૉ. સુધાંશુ ત્રિવેદી, શ્રી સુખેન્દુ શેખર રે, શ્રીમતી અપરાજિતા સારંગી, શ્રી પ્રફુલ પટેલ તથા શ્રી નિશિકાંત દુબે નિયુક્ત થયેલ છે.
આ સમિતિ ભારત સરકારના તમામ વિભાગોના કેગ (CAG) દ્રારા થયેલ ઓડીટ અને જાહેર હિસાબ સમિતિએ કરેલી ભલામણો ઉપરના એક્શન ટેકન રિપોર્ટની તપાસણી કરશે અને દરેક વિભાગોની કાર્યવાહી ઉપરનો અહેવાલ તૈયાર કરશ
૧૮-૦૭-૨૦૨૬
· અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ, જવાબદારો સામે કડક કાર્યવાહી કરી સમગ્ર રાજ્યમાં તાત્કાલિક સલામતી ચકાસણી હાથ ધરવામાં આવે : અમિત ચાવડા
· મૃતકોના પરિવારજનોને પૂરતું વળતર, જરૂરી સહાય તથા ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકાર પોતાની જવાબદારી નિભાવે : અમિત ચાવડા
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગની ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાના અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તમામ મૃતકોના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ તથા તેમના પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ. સાથે જ તમામ ઘાયલોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળે તથા બચાવ અને રાહત કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રાજ્ય સરકાર અને તંત્રને અપીલ કરીએ છીએ.
ગુજરાતમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની મિલીભગતનું પરિણામ છે. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી દુર્ઘટના, વડોદરાનો હરણી કાંડ, રાજકોટ અગ્નિકાંડ, તાજેતરમાં ડીસા અને કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટો બાદ આજે અમદાવાદમાં બનેલી આ ઘટના સ્પષ્ટ કરે છે કે સલામતીના નિયમોના અમલમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ, જોખમી એકમો અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને ભ્રષ્ટાચારના કારણે છૂટ આપવામાં આવે છે, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. આ ઘટનાના જવાબદાર તમામ અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ફટાકડાની ફેક્ટરીઓ, જોખમી ઉદ્યોગો, ગેમ ઝોન અને આગ જેવી દુર્ઘટનાઓ સર્જાય તેવી શક્યતા ધરાવતા એકમોને મંજૂરી આપવામાં આવી હોય ત્યાં તાત્કાલિક વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવે અને સલામતીના તમામ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
મૃતકોના પરિવારજનોને પૂરતું વળતર, જરૂરી સહાય તથા ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે પોતાની જવાબદારીનું વહન કરવું જરૂરી છે.
૧૮-૦૭-૨૦૨૬
· ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત ૧૯૦૦૦ થી વધુ સ્ટાર્ટ અપ્સ સાથે ગુજરાત સરકારનો અન્યાય કેમ ?
· સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેંટ પોલિસી બહાર પાડવા આવી હતી તે હજુ સુધી સંપૂર્ણપણે લાગુ કરવામાં નથી આવી. જેથી સ્ટાર્ટ અપ્સના ઉદ્યોગ સાહસિકો હેરાન પરેશાન.
· દર વર્ષે ગુજરાત સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો અને સરકારી સંસ્થાઓ દ્વારા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા થી વધુ ના પ્રોડક્ટ્સ અને સેવાની ખરીદી કરવામાં આવે છે, તેમાં સ્ટાર્ટ અપ્સનો હિસ્સો માત્ર ૧% આસપાસ.
· ઇનોવેશન, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી મોટી જાહેરાતો બાદ યુવાન ઉદ્યોગ સાહસિક ને લાભ પહોંચાડવામાં સરકાર નિષ્ફળ
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ સરકારી નીતિને ઉઘાડી પાડતા ગુજરાત સરકાર ને સવાલ કર્યા છે કે ગુજરાત ના ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટ અપ્સ સાથે અન્યાય કેમ? ગુજરાત રાજ્યમાં ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત ૧૯૦૦૦ થી વધુ સ્ટાર્ટ અપ્સ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં મીડિયમ સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ (MSME) માટે પબ્લિક પ્રોક્યોરમેંટ માટે ઓર્ડર થયા છે જેમાં સરકારી ખરીદ કે જાહેર ખરીદ માટે સ્ટાર્ટ અપ્સ ને પ્રોત્સાહન આપવા માટે અનેક સૂચન અને આદેશ થયા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેંટ પોલિસી બહાર પાડવા આવી હતી. તે પોલિસી હેઠળ DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ અપ્સ અને માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSE) એકમોને ને સરકારી ખરીદમાં પ્રાધાન્ય અને ચોક્કસ સંજોગોમાં અનુભવ અને ટર્ન ઓવર જેવી શરતોમાં છૂટછાટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ્સ ની વાસ્તવિક સ્થિતિ અલગ છે, સરકાર દ્વારા પોતાની ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેન્ટ પોલિસી ને સંપૂર્ણપણે લાગુ કરવામાં નથી આવી. વિવિધ વિભાગોમાં ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેંટ પોલિસીને લાગુ કરવાને લઈને વિસંગતતા જોવા મળે છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો, ઑથોરિટીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતા અનેક ટેન્ડરોમાં સરકારની પોલિસીનું પાલન થતું નથી. જેથી સરકાર પોતાના મળતિયાઓને ટેન્ડરના માધ્યમથી લાભ આપવાનો હેતુ હોય તેવુ દેખાય છે. દર વર્ષે ગુજરાત સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો અને સરકારી સંસ્થાઓ દ્વારા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા થી વધુ ના પ્રોડક્ટ્સ અને સેવાની ખરીદી કરવામાં આવે છે જ્યારે તેમાં સ્ટાર્ટ અપ્સને માત્ર ૧૦૦૦ કરોડ રૂપિયા સુધીના ટેન્ડર મળવા પાત્ર થાય છે કુલ ખરીદના ૧%ની આસપાસ છે. ઘણા ટેન્ડરોમાં અતિશય અનુભવ, ખૂબ ઊંચો વાર્ષિક ટર્ન ઓવર, અગાઉના સરકારી પુરવઠાના કડક માપદંડો અને પ્રતિબંધાત્મક શરતો રાખવામાં આવે છે જેથી ગુણવત્તાસભર અને નવીન સ્ટાર્ટ અપ્સને સરકારી ટેન્ડરો માં ભાગ લેવાની સમાન તક નથી મળતી અને DPIIT માન્ય સ્ટાર્ટ અપ્સ સ્પર્ધામાં થી બહાર થઈ જાય છે. ગુજરાત સરકાર દ્વારા તમામ વિભાગો માટે જાહેર ખરીદની નીતિ અને સ્ટાર્ટઅપ ઉપર સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવો જોઈએ. ટેન્ડરોને જાહેર કરતા પેહલા તેની શરતોની સમીક્ષા કરી સ્ટાર્ટ અપ્સને મળતા લાભો આપવા જોઈએ. ઇનોવેશન, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી મોટી જાહેરાતો બાદ યુવાન ઉદ્યોગ સાહસિકને લાભ પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.
૭-૦૭-૨૦૨૬
ભાજપના વરિષ્ઠ આગેવાનો અને સહકારી-સામાજિક હોદ્દેદારોનો કોંગ્રેસ પ્રવેશ.
મોરબી જિલ્લાના ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ
આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
· ગુજરાતની જનતાની વેદના અને ખેડૂતોનો આક્રોશ ખાલી નહીં જાય, ૨૦૨૭માં ગુજરાતની જનતા ભાજપના સત્તાના અહંકારને ચૂર-ચૂર કરીને નવો ઇતિહાસ રચશે. : શ્રી અમિત ચાવડા
· ખેડૂતોના હિતોને અવગણી સરકાર મોટા ઉદ્યોગપતિઓના હિતોની રક્ષા કરી રહી છે. : શ્રી અમિત ચાવડા
· સરદાર પટેલના સહકારી માળખાને ભાજપે ભ્રષ્ટાચાર અને રાજકીય સ્વાર્થનું સાધન બનાવી દીધું છે.
: શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ભાજપમાંથી આવેલા વરિષ્ઠ શ્રી નથુભાઈ કડીવાર (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ટંકારા, પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપ ટંકારા, પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વાઈસ ચેરમેન મયુર જીલ્લા દૂધ સંઘ, ડીરેક્ટર નસીલપર સહકારી મંડળી), શ્રી લાલજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપપ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), શ્રી ઉમેશભાઈ ગોહિલ, (કોષાધ્યક્ષ, ટંકારા ભાજપ), શ્રી રાજુભાઈ કોટડીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, ટંકારા) અને તેમના સેંકડો સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં હાર્દિક આવકાર આપ્યો હતો.
નવા જોડાયેલા સાથીઓને આવકારતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ તમામ સાથીઓ કોઈ હોદ્દા, સત્તા કે પદની લાલચ માટે નહીં પરંતુ પ્રજા પર થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભેદભાવ સામે લડવા માટે વિપક્ષ તરીકે કોંગ્રેસમાં આવ્યા છે. ભાજપમાં આજે સાચો માણસ સાચી વાત કહી શકતો નથી અને જનતાની સાચી લડાઈ લડવા માટે ત્યાં કોઈ સમર્થન મળતું નથી. સત્તા પર બેઠેલા લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય જનતાને અન્યાય કરી રહ્યા છે અને ચૂંટણી સમયે ટિકિટોની વહેંચણીમાં પણ ભારે ભેદભાવ રાખવામાં આવે છે, જેના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ભારે અસંતોષ વ્યાપેલો છે.
આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પર પારાવાર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી વીજળીના ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં આવે છે અને જો ખેડૂતો કે બહેન-દીકરીઓ તેની સામે અવાજ ઉઠાવે તો પોલીસ તેમને ઢસડી ઢસડીને લાઠીચાર્જ કરે છે અને જેલમાં પૂરે છે, છતાં ભાજપનો કોઈ નેતા અવાજ ઉઠાવતો નથી. ખેડૂતોનો પક્ષ લેવાને બદલે આ સરકાર અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં વ્યસ્ત છે. વર્ષોથી ખોટી જમીન માપણીના પ્રશ્નો ઉકેલાયા નથી, ખેડૂતોને ખાતર અને બિયારણ માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, પાકના પૂરતા બજારભાવ મળતા નથી અને કુદરતી આફતો વખતે કોઈ કાયમી પાક વીમા યોજના કે આર્થિક રક્ષણ સરકાર આપતી નથી.
સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમા સહકારી માળખાના પતન અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી અમિત ચાવડાએ કહ્યું કે, પૂજ્ય સરદાર સાહેબે “વિના સહકાર નહીં ઉદ્ધાર” ના ઉદ્દેશ સાથે જે ભવ્ય સહકારી વ્યવસ્થા ઊભી કરી હતી, તેને ભાજપના નેતાઓએ સત્તાના સ્વાર્થ માટે રાજકારણનો અડ્ડો બનાવી દીધી છે. અમૂલ, ડિસ્ટ્રિક્ટ બેંકો અને ગામડાની નાની મંડળીઓમાં પહેલા પક્ષ કે જ્ઞાતિ જોયા વગર લોકહિતનું કામ થતું હતું, જ્યારે આજે ત્યાં એટલો મોટો ભ્રષ્ટાચાર અને ભેદભાવ વ્યાપી ગયો છે કે આ માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે. સરકારી ખરીદીમાં ભાજપના એજન્ટોનો ખરાબ અને ભેજવાળો માલ પાસ થઈ જાય છે, જ્યારે ૨૪ કલાક લાઈનમાં ઊભેલા સાચા ખેડૂતનો વારો આવે ત્યારે ખરીદી બંધ કરી દેવાય છે.
શ્રી અમિતભાઈ ચાવડાએ પક્ષમાં જોડાનાર તમામ કાર્યકરોને ખાતરી આપી હતી કે કોંગ્રેસમાં દરેકનું માન-સન્માન જળવાશે અને સંગઠનમાં યોગ્ય સ્તરે કામ કરવાની પૂરી તક અપાશે. તેમણે જનતાને આહ્વાન આપતા જણાવ્યું હતું કે, આ તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે આપણે સૌ સાથે મળીને લડીશું અને આદરણીય રાહુલ ગાંધીજીના સંકલ્પ મુજબ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં જનતાના આક્રોશને વાચા આપીને ગુજરાતમાં ૧૦૦ ટકા સત્તા પરિવર્તન લાવીને રહીશું.
રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્યશ્રી જાવેદ પીરજાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, મહામંત્રીશ્રી હિમાંશુ પટેલ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, મોરબી શહેર પ્રમુખશ્રી પુષ્પરાજસિંહ જાડેજા, વરિષ્ઠ આગેવાનો શ્રી રાજુભાઈ આહીર, શ્રી રમેશભાઈ આહીર, શ્રી સંજયભાઈ લાખાણી, શ્રી આનંદ રાજા, શ્રી કૃષ્ણદત્ત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૧૫-૦૭-૨૦૨૬
· ૨૦ વર્ષે ફરી ખાડીપૂરના કારણે સુરતમાં કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ : સરકારનું રાહત પેકેજ અપૂરતું અને અવાસ્તવિક : ડૉ. મનીષ દોશી
· નાના વેપારીઓ અને રોજનું કમાઈ રોજ જીવન ગુજારતા હજારો પરિવારોને થયું ભારે નુકશાન
· ભ્રષ્ટ ભાજપ શાસકો અને તંત્રના પાપે ખાડીપુરની તારાજીની જવાબદારી તંત્ર સ્વીકારે.
· કરોડો રૂપિયાના નુકસાન સામે અપૂરતું પેકેજ : ડૉ. મનીષ દોશી
· સુરતના ખાડીપુરમાં ભોગ બનનાર હજારો પરિવારના પુન:વસન માટે સરકારે વધારે સહાય કરવી જોઈએ. : ડૉ. મનીષ દોશી
સુરતમાં ખાડીપૂરના કારણે થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજને અપૂરતું અને અવાસ્તવિક હોવાનું સ્પષ્ટ મત વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૬માં સર્જાયેલી માનવસર્જિત પૂરની દુર્ઘટના બાદ પણ રાજ્ય સરકાર અને તંત્રે જરૂરી બોધપાઠ લીધો નથી, જેના પરિણામે ૨૦ વર્ષ બાદ ફરી એક વખત સુરતમાં હજારો પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભાજપ સરકારના ભ્રષ્ટ, અણઘડ આયોજન, બેજવાબદાર વહીવટ અને ગેરકાયદેસર બાંધકામોને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો છે. હજારો શ્રમિકો, નાના વેપારીઓ, ફેરિયાઓ, પાથરણાવાળાઓ અને રોજિંદી કમાણી પર નિર્ભર પરિવારોના ધંધા-રોજગાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે અને તેમનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
આગામી સીઝનની માંગને ધ્યાનમાં રાખીને વેપારીઓએ તૈયાર કરેલો કપડાં, કાપડ અને અન્ય માલસામાનનો કરોડો રૂપિયાનો જથ્થો નષ્ટ થયો છે. આવા મોટા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું સહાય પેકેજ પૂરતું નથી. માત્ર પ્રતીકાત્મક સહાયથી અસરગ્રસ્ત પરિવારો અને નાના વેપારીઓનું પુનર્વસન શક્ય બનશે નહીં.
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે સુરત જેવી સ્માર્ટ સિટીમાં સર્જાયેલી આ સ્થિતિ માટે જવાબદાર તંત્ર પોતાની જવાબદારી સ્વીકારે અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે વધુ વ્યાપક, વાસ્તવિક અને પૂરતું સહાય પેકેજ જાહેર કરે. સરકારે નુકસાનનું પારદર્શક સર્વેક્ષણ કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે..
૧૫-૦૭-૨૦૨૬
૧૪૯ મી રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીના દર્શન કરી કોંગ્રેસ પક્ષે
ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા.
ભગવાન શ્રી જગન્નાથજીની સાંસ્કૃતિક, પૌરાણિક તેમજ ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા તથા પૂજનવિધિના પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન તથા આરતી કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરી હતી.
ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે રથની પૂજા-અર્ચના કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આવતી કાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે ત્યારે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને આત્મીયતા સાથે કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ, આગેવાનો, હોદ્દેદારોશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ “જય રણછોડ માખણ ચોર”, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી” “જય જગન્નાથજી” નાં નાદના ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા તથા નગરજનોને પડી રહેલી મંદી, મોંઘવારી, બેરોજગારી તથા ખેડૂતોને પડી રહેલ મુશ્કેલીઓ સહિતની સમસ્યાઓ-મુશ્કેલીઓમાં રાહત અપાવે તેવી અંતઃકરણથી પ્રાર્થના કરી હતી.
જગન્નાથ મંદિરે પૂજા-અર્ચના કરવામાં આવી. ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા બાદ આરતી કરીને એઆઇસીસીનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી અશોક પંજાબી, પ્રદેશ મહામંત્રીશ્રી નીશીત વ્યાસ, ડૉ. હિમાંશુ પટેલ, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી રાજેશ સોની, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રીઓ ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક, શ્રી પ્રગતિબેન આહિર, ગુજરાત પ્રદેશ સોશીયલ મીડીયાના ચેરમેન શ્રી ભુમન ભટ્ટ, કોર્પોરેટરશ્રી નિરવ બક્ષી, કલ્પનાબેન કોંડેકર, કામીનીબેન ઝા, શ્રી ધૃવ કલાપી, શ્રી મીનાબેન નાયક, શ્રી હાજીભાઈ, શ્રી જયમન શર્મા, શ્રી હિતેન્દ્ર પીઠડીયા, પ્રદેશ અગ્રણી શ્રી ભરત મકવાણા, શ્રી નિકુંજભાઈ બલર, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી દેવર્શી શાહ, શ્રી જગત શુકલ, શ્રી મંદાકીનીબેન પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી મનીષા પરીખ, શ્રી કૃતાર્થ દવે, શ્રી ઝીલ શાહ, શ્રી હેતાબેન પરીખ સહિત શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીનાં ચરણે શીશ ઝુકાવીને રાજ્યમાં તમામ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાથ્યા હતા.
૧૩-૦૭-૨૦૨૬
• વડોદરા અને માંજલપુરની જનતા ભાજપના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત છે – શ્રી અમિત ચાવડા
• ભાજપના પાપે અને એમના મળતિયાઓ દ્વારા કરેલા દબાણોના લીધે માંજલપુર સહિત આખા વડોદરામાં દર વર્ષે પુર આવે અને લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે – શ્રી અમિત ચાવડા
• માંજલપુર પેટા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સામે પ્રામાણિકતા અને આયાતી ઉમેદવાર સામે સ્થાનિક ઉમેદવારને જનતા આશીર્વાદ આપશે- શ્રી અમિત ચાવડા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પક્ષના નિષ્ઠાવાન કાર્યકર, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ અવસરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિત ચાવડા વડોદરાના લહેરીપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલયે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને હોદ્દેદારોને સંબોધિત કરી ચૂંટણી માટે સંગઠનને એકજૂટ થઈને કાર્ય કરવા હાકલ કરી હતી.
ત્યારબાદ શ્રી અમિત ચાવડા, શ્રી ભીખાભાઈ રબારી, પક્ષના આગેવાનો, પ્રભારીઓ, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં શ્રી ભીખાભાઈ રબારીએ પોતાનું ઉમેદવારીપત્ર (ચૂંટણી ફોર્મ) દાખલ કર્યું હતું.
ઉમેદવારીપત્ર દાખલ કર્યા બાદ શ્રી અમિત ચાવડા સાહેબે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને પણ સંબોધિત કરી કોંગ્રેસ પક્ષની ચૂંટણી રણનીતિ તથા જનહિતના મુદ્દાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ માનનીય શ્રી અમિત ચાવડાજી એ જણાવ્યું હતું કે વડોદરામાં માંજલપુરના ભાજપના ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલના અચાનક નિધનને કારણે જે માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી, એની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી એક નિષ્ઠાવાન, પ્રમાણિક, લોકોની વચ્ચે દિવસ-રાત રહીને વર્ષો સુધી જનસેવા કરનાર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ગરીબો માટે હંમેશા લડતા ગરીબોના અવાજ જેવા આદરણીય ભીખાભાઈ રબારીને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા છે.
એના માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી મલ્લિકાર્જુન ખરગે સાહેબ, કોંગ્રેસના નેતા એન્ડ લોકસભા વિરોધપક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી , અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, સમગ્ર નેતૃત્વનો આભાર.
આજે સમગ્ર વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિધાનસભાના તમામ સમાજો, દરેક વર્ગ અને તમામ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. આજે અમે બધા સાથે મળીને ચૂંટણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ.
માંજલપુરની આ ચૂંટણી માત્ર માંજલપુર વિધાનસભાની ચૂંટણી નથી. વડોદરા શહેરમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર છે. એનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, સત્તાના જોરે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે; દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત—ભાજપના ભ્રષ્ટાચારથી સર્જાતા—પૂર આવે છે અને લોકોને હેરાનગતિ થાય છે, માલમિલકતનું નુકસાન થાય છે.ભ્રષ્ટાચારના અનેકો મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે, રોજગારી અને શિક્ષણના પ્રશ્નો છે. આ બધા મુદ્દાઓ પર માંજલપુર વિધાનસભાની ચૂંટણી લડાશે.
અમે એક-એક ઘર સુધી જઈશું, એક-એક મતદારને મળીશું. વડોદરાવાસીઓ આખા ગુજરાત અને દેશને આવનારા સમય માટે એક મજબૂત સંદેશ આપશે કે માંજલપુરની બેઠક પર કોંગ્રેસને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીના જે પ્રશાસન છે, તેને 2027માં વિદાય આપવાનો સંદેશ માંજલપુર વિધાનસભાના મતદારો આપશે.
ઉમેદવારીપત્ર દાખલ કરવાના આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોષી, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસપાલસિંહ પઢિયાર , પૂર્વ વિપક્ષના નેતા, શહેરના તમામ કોંગ્રેસ કોર્પોરેટરશ્રીઓ, શહેર અને જિલ્લાના હોદ્દેદારો, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ તમામ ફ્રન્ટલ સેલના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તથા આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી શ્રી બિમલ શાહ, વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રભારી શ્રી સંદીપ માંગરોળા, માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના પ્રભારી શ્રી નઇમ બેગ મિર્ઝા તથા શ્રીમતી પ્રગતિબેન આહીર, પ્રદેશના હોદેદારો પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને શ્રી ભીખાભાઈ રબારીના ઉમેદવારીપત્ર દાખલ કરવાના પ્રસંગે પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી..
૧૧.૦૭.૨૦૨૬
• શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે?
• ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની જવાબદારી કોણ લેશે?
• ચંપત રાય, અનિલ મિશ્રા અને આ આખા કૌભાંડમાં સામેલ તમામ પ્રભાવશાળી વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે: આખા પ્રકરણની તપાસ સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ કરાવવામાં આવે
• ભગવાન શ્રીરામના નામે એકત્રિત કરવામાં આવેલો ફાળો BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો: પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને લૂંટાઈ ગયું
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. માનનીય અશોક ગહેલોતજીનું રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ સ્વાગત કર્યું હતું અને પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાશ્રીઓ સાથે શ્રી અશોક ગહેલોતજીએ મુલાકાત કરી હતી
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધિત કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે શ્રીરામ મંદિર ફાળો ચોરી એ આસ્થાના નામે રાજનીતિ, ચઢાવાના નામે લૂંટ છે. ભગવાન શ્રીરામના નામે એકત્રિત કરવામાં આવેલો ફાળો પણ BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કરોડો ભારતીયોની આસ્થા, સંસ્કૃતિ અને નૈતિક ચેતનાના પ્રતીક છે. દેશના ખૂણે-ખૂણેથી ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પોતાની મહેનતની કમાણી, પોતાના દાગીના, પોતાની બચત અને પોતાની શ્રદ્ધા લઈને શ્રીરામ મંદિર નિર્માણ માટે આગળ આવ્યા હતા. ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના સંગઠનોએ આશરે ત્રણ દાયકા સુધી ભગવાન શ્રીરામના નામે રાજનીતિ કરી, દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી શ્રીરામના નામે ફાળો એકત્ર કર્યો અને આ જ આંદોલનના આધારે સત્તા મેળવી. આજે એ જ કરોડો રામભક્તો એ પૂછવા માટે મજબૂર છે કે ભગવાન રામના નામે એકત્ર કરાયેલો ફાળો અને ચઢાવો આખરે કોના સંરક્ષણમાં લૂંટાયો? જ્યારે ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની જવાબદારી કોણ લેશે? જો બધું બરાબર હતું, તો ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા કેમ થયા? જો કંઈ ખોટું નથી થયું, તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસનો ડર શેનો છે? એ મુખ્ય સવાલો છે.
શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે. પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને લૂંટાઈ ગયું. સંસ્કૃતિની ખાલ ઓઢીને રાજનીતિ કરનારા કોઈની સાથે ઈમાનદાર ન હોઈ શકે. ન તો પોતાના પ્રત્યે, ન તો જનતાના પ્રત્યે, ન તો ભગવાનના પ્રત્યે. સમસ્યા ચંપત રાય અથવા અનિલ મિશ્રા નથી. સમસ્યા તે સંઘી વ્યવસ્થા છે જે શ્રીરામ મંદિર માટે બનાવવામાં આવી છે. ચંપત રાયને આરએસએસે બેસાડ્યા હતા. તેમના નેતૃત્વમાં મંદિર લૂંટાયું. પહેલા ચંદો, પછી જમીન, પછી માટી, ગીટ્ટી, પથ્થર, નિર્માણ, ચઢાવા બધું લૂંટાયું. હવે ચંપતને હટાવીને કૃષ્ણમોહનને બેસાડી દીધા. ચંપત પણ આરએસએસના હતા. કૃષ્ણમોહન પણ આરએસએસના છે. અયોધ્યાની મહંત પરંપરાને દૂર કરીને, રામ મંદિર માટે લડનારા સંતોને બહાર કાઢીને, આરએસએસ મંદિર પર કબજો શા માટે ઈચ્છે છે?
અત્યાર સુધી સામે આવેલા તથ્યો અત્યંત ગંભીર છે જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાતત્કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પોતે જ એ વાતનો સંકેત છે કે મામલો સામાન્ય વહીવટી ભૂલનો નથી, પરંતુ એક મોટા કૌભાંડનો છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ પોતે જાહેરમાં નિવેદનો આપ્યા છે, જ્યારે ટ્રસ્ટની નાણાકીય દેખરેખ, પારદર્શિતા અને સંપત્તિઓની સુરક્ષાની સર્વોચ્ચ જવાબદારી તેમની જ હતી. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રસ્ટના વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ રાવ (ગોપાલ નગરકોટે)ને હટાવવા અને તેમની સ્થિતિ અંગે પણ ગંભીર ભ્રમ અને વિરોધાભાસ સામે આવ્યા છે. આરએસએસના પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી કૃષ્ણમોહનને ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમના પર આખા પ્રકરણને દબાવવા અને લીપાપોતી કરવાના આરોપો જાહેરમાં લાગી ચૂક્યા છે. એ જગજાહેર છે કે ટ્રસ્ટના વહીવટી માળખા અને સર્વોચ્ચ નિમણૂકોમાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ની સક્રિય ભૂમિકા રહી છે. આવામાં કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી પોતાને અલગ ન કરી શકે. SIT હવે શ્રીરામ મંદિરના મોટા આયોજનોના ખર્ચની પણ તપાસ કરી રહી છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ની પ્રાણ-પ્રતિષ્ઠા પર આશરે ₹૧૧૩ કરોડખર્ચવામાં આવ્યા, જેમાં લગભગ ૮૦૦૦ અતિથિઓ સામેલ થયા હતા.૨૫ નવેમ્બર ૨૦૨૫ ના ધ્વજારોહણ કાર્યક્રમ પર આશરે ₹૧૦.૧૨કરોડ ખર્ચવામાં આવ્યા. નકલી રસીદો, રોકડ ચઢાવો, હિસાબ-કિતાબ અને કથિત ગેરરીતિના અનેક આરોપો સામે આવ્યા છે. નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે ટ્રસ્ટના સર્વોચ્ચ હોદ્દેદારોની જવાબદારી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. એટલું જ નહીં, ભાજપ-આરએસએસએ ન તો પ્રભુ શ્રી રામના ફાળાને છોડ્યો અને હવે ઉત્તરાખંડના શ્રી બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલા તાજેતરના દાન કૌભાંડે પણ એ પ્રશ્ન ઊભો કર્યો છે. કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ આ સત્ય પર પડદો પાડી શકતી નથી કે સીસીટીવી (CCTV) નિરીક્ષણ, બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને પ્રભાવશાળી લોકોના સંરક્ષણ વિના આટલા મોટા પાયે આ કથિત કૌભાંડ શક્ય બની શકે નહીં. ટુકડે-ટુકડે રાજીનામા, નાના કર્મચારીઓની ધરપકડ અને મર્યાદિત કાર્યવાહી માત્ર લીપાપોતી કરવાનો પ્રયાસ જણાય છે, જેથી મોટી માછલીઓ સુધી આંચ ન પહોંચે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની આસ્થા પર ધાડ પાડનારાઓને બચાવવાની નહીં, પરંતુ તેમને બેનકાબ કરવાની અને કાયદાના કઠેડામાં ઊભા રાખવાની જરૂર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે? શું ચંપત રાય, અનિલ મિશ્રા, ગોવિંદ દેવ ગિરી, ગોપાલ રાવ અને ટ્રસ્ટના અન્ય સર્વોચ્ચ હોદ્દેદારો આ આખા પ્રકરણમાં પોતાની જવાબદારીમાંથી બચી શકે છે? જ્યારે આખું ટ્રસ્ટ શંકામાં છે, તો માત્ર નાના કર્મચારીઓ પર જ કાર્યવાહી કેમ? શું ડબલ એન્જિન સરકાર દોષિતોને બચાવી રહી છે? શું કેન્દ્ર સરકાર સત્ય સામે આવવાથી ડરી રહી છે? જો બધું પારદર્શક હતું, તો રાજીનામા કેમ થયા? ધરપકડો સર્વોચ્ચ સ્તરે કેમ ન થઈ? એ દેશ જાણવા માંગે છે
ભગવાન શ્રીરામ કોઈ રાજકીય પક્ષની સંપત્તિ નથી. તેઓ કરોડો ભારતીયોની આસ્થા છે. ભગવાન રામના નામે એકત્રિત કરાયેલા નાણાંની કથિત લૂંટ અને તેના પર પડદો પાડવાનો દરેક પ્રયાસ દેશની ધાર્મિક ચેતનાનું અપમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ જવાબ આપે કે ટ્રસ્ટની રચના, સર્વોચ્ચ નિમણૂકો અને વહીવટી દેખરેખમાં તેમની સરકાર અને વડાપ્રધાન કાર્યાલયની શું ભૂમિકા રહી છે અને આટલા ગંભીર આરોપો પછી પણ તેઓ અત્યાર સુધી મૌન કેમ છે. ચંપત રાય, અનિલ મિશ્રા અને આ આખા કૌભાંડમાં સામેલ તમામ પ્રભાવશાળી વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે. આખા પ્રકરણની તપાસ સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ કરાવવામાં આવે જેથી એ સ્પષ્ટ થઈ શકે કે આ કથિત લૂંટ પાછળ કયા લોકો છે અને કોના સંરક્ષણમાં આ બધું વર્ષો સુધી ચાલતું રહ્યું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને તાત્કાલિક ભંગ કરવામાં આવે, વર્તમાન ટ્રસ્ટને ભંગ કરીને ધર્માચાર્યો, પ્રતિષ્ઠિત નાગરિકો, વહીવટી નિષ્ણાતો અને સ્વતંત્ર સભ્યો સાથે એક નવું, પારદર્શક અને જવાબદારીપૂર્વકનું ટ્રસ્ટ ગઠિત કરવામાં આવે, ચઢાવા અને ફાળાનું સંપૂર્ણ ફોરેન્સિક ઓડિટ, શ્રી રામ મંદિર માટે પ્રાપ્ત થયેલા તમામ ફાળા, ચઢાવા, જમીનની ખરીદી, આયોજનો અને ખર્ચાઓનું સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરીને તેનો અહેવાલ જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરીષદમાં એ.આઈ.સીસીના મંત્રી શ્રી ઋત્વિક મકવાણા, પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલ, ધારસભ્યશ્રી અમૃતજી ઠાકોર, શ્રી દિનેશ ઠાકોર, મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, અમદાવાદ જીલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ ગોહિલ, મીડિયા ડીપાર્ટમેન્ટના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
૧૦-૦૭-૨૦૨૬
• રામ મંદિર ચંદા ચોરી: આસ્થાના નામે રાજકારણ, ચઢાવાના નામે લૂંટ – શ્રી સુરેન્દ્ર રાજપૂત
• હવે ભગવાન શ્રીરામના નામે એકત્ર કરવામાં આવેલો ચંદો પણ ભાજપ-આરએસએસની રાજકીય લૂંટનો શિકાર બન્યો છે – શ્રી સુરેન્દ્ર રાજપૂત
• આજે એ જ કરોડો રામભક્તો પૂછવા માટે મજબૂર બન્યા છે કે ભગવાન શ્રીરામના નામે એકત્ર થયેલો ચંદો અને
ચઢાવો આખરે કોના સંરક્ષણ હેઠળ કથિત રીતે લૂંટાયો? – શ્રી સુરેન્દ્ર રાજપૂત
• ભગવાન શ્રીરામની આસ્થા સાથે કથિત રીતે વિશ્વાસઘાત કરનારાઓને બચાવવાને બદલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. – શ્રી સુરેન્દ્ર રાજપૂત
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુરેન્દ્ર રાજપૂત દ્વારા ઉઠવામાં આવેલ ત્રણ મોટા પ્રશ્નો:
1. જ્યારે ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, ત્યારે આ કથિત કૌભાંડની જવાબદારી કોણ લેશે?
2. જો બધું જ યોગ્ય હતું, તો ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામા શા માટે આપ્યા?
3. જો કોઈ ગેરરીતિ થઈ નથી, તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસથી ડર શા માટે?
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કરોડો ભારતીયોની આસ્થા, સંસ્કૃતિ અને નૈતિક ચેતનાના પ્રતીક છે. દેશના ખૂણે-ખૂણેથી ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને શ્રદ્ધાળુઓએ પોતાની મહેનતની કમાણી, દાગીના, બચત અને શ્રદ્ધા સાથે રામ મંદિરના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું.
ભાજપ, આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ પરિવારના સંગઠનોએ લગભગ ત્રણ દાયકાઓ સુધી ભગવાન શ્રીરામના નામે રાજકારણ કર્યું, દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી ચંદો એકત્ર કર્યો અને આ આંદોલનના આધારે સત્તા પ્રાપ્ત કરી.
આજે એ જ કરોડો રામભક્તો પૂછવા માટે મજબૂર બન્યા છે કે ભગવાન શ્રીરામના નામે એકત્ર થયેલો ચંદો અને ચઢાવો આખરે કોના સંરક્ષણ હેઠળ કથિત રીતે લૂંટાયો?
આ માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલો ગંભીર વિશ્વાસઘાત હોવાનું આ દસ્તાવેજમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી સામે આવેલા આક્ષેપો અનુસાર:
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ ગંભીર બાબત તરીકે કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ જાહેર નિવેદનો આપ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે ટ્રસ્ટની નાણાકીય પારદર્શિતા અને સંપત્તિની સુરક્ષાની જવાબદારી તેમની હતી.
મીડિયા અહેવાલો મુજબ વિશિષ્ટ આમંત્રિત સભ્ય ગોપાલ રાવ (ગોપાલ નગરકોટે઼) અંગે પણ વિસંગત માહિતી સામે આવી હોવાનું જણાવાયું છે.
આરએસએસના પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી કૃષ્ણમોહનને ટ્રસ્ટના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. દસ્તાવેજમાં તેમના પર સમગ્ર પ્રકરણને દબાવવાના આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દસ્તાવેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટની વહીવટી રચના અને ઉચ્ચ સ્તરની નિમણૂકોમાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ની સક્રિય ભૂમિકા રહી હતી, તેથી કેન્દ્ર સરકાર જવાબદારીથી અલગ રહી શકે નહીં.
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર મામલે મૌન કેમ છે?
2. શું ચંપત રાય, અનિલ મિશ્રા, ગોવિંદ દેવ ગિરી, ગોપાલ રાવ તથા ટ્રસ્ટના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ પોતાની જવાબદારીથી બચી શકે?
3. જ્યારે સમગ્ર ટ્રસ્ટ સવાલોના ઘેરામાં છે, ત્યારે માત્ર નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કેમ?
4. શું ડબલ એન્જિન સરકાર દોષિતોને બચાવી રહી છે?
5. શું કેન્દ્ર સરકાર સત્ય બહાર આવે તેનાથી ડરે છે?
6. જો બધું પારદર્શક હતું તો રાજીનામા કેમ આપવામાં આવ્યા?
7. ઉચ્ચ સ્તરે હજુ સુધી ધરપકડ કેમ થઈ નથી?
કોંગ્રેસ પક્ષની માંગણીઓ:
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ સ્પષ્ટ જવાબ આપે
ટ્રસ્ટની રચના, ઉચ્ચ સ્તરની નિમણૂકો અને વહીવટી દેખરેખમાં કેન્દ્ર સરકાર તથા વડાપ્રધાન કાર્યાલયની શું ભૂમિકા રહી અને ગંભીર આરોપો છતાં તેઓ અત્યાર સુધી મૌન કેમ છે, તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
2. તાત્કાલિક ધરપકડ ચંપત રાય, અનિલ મિશ્રા અને સમગ્ર કથિત કૌભાંડમાં સંડોવાયેલા તમામ પ્રભાવશાળી વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
3. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર ન્યાયિક તપાસ સમગ્ર પ્રકરણની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે જેથી આ કથિત ગેરરીતિ પાછળ કોણ જવાબદાર છે અને વર્ષો સુધી કોના સંરક્ષણ હેઠળ આ બધું ચાલતું રહ્યું તે સ્પષ્ટ થઈ શકે.
4. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું પુનર્ગઠન હાલના ટ્રસ્ટને વિસર્જિત કરીને ધર્માચાર્યો, પ્રતિષ્ઠિત નાગરિકો, વહીવટી નિષ્ણાતો અને સ્વતંત્ર સભ્યો સાથે નવું, પારદર્શક અને જવાબદાર ટ્રસ્ટ રચવામાં આવે.
5. ચઢાવો અને ચંદાનો સંપૂર્ણ ફોરેન્સિક ઓડિટ રામ મંદિર માટે પ્રાપ્ત થયેલા તમામ ચંદા, ચઢાવા, જમીન ખરીદી, કાર્યક્રમો અને ખર્ચનો સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરીને તેનો અહેવાલ જાહેર કરવામાં આવે.
ભગવાન શ્રીરામ કોઈ એક રાજકીય પક્ષની સંપત્તિ નથી. તેઓ કરોડો ભારતીયોની આસ્થા છે. ભગવાન શ્રીરામના નામે એકત્ર થયેલા ધનની કથિત લૂંટ અને તેના પર પડદો પાડવાના કોઈપણ પ્રયાસને દેશની ધાર્મિક ભાવનાઓનું અપમાન ગણાવવામાં આવ્યું છે.
ભગવાન શ્રીરામની આસ્થા સાથે કથિત રીતે વિશ્વાસઘાત કરનારાઓને બચાવવાને બદલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ પ્રેસ વાર્તાલાપ માં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોષી, પ્રદેશ પ્રવક્તાશ્રીઓ શ્રી નરેન્દ્ર રાવત અને શ્રી નિશાંત રાવલ અને શહેર પ્રવક્તા ડો નિકુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
૦૮-૦૭-૨૦૨૬
· મોદી સરકાર ખેડૂતોની આંખમાં ધૂળ નાખી રહી છે, સ્વામીનાથન પંચની ભલામણો માત્ર કાગળ પર :
શ્રી મુકુલ વાસનિક
· ગુજરાતનો ખેડૂત આજે યોગ્ય ભાવના અભાવે, વધતા ખેતી ખર્ચ, ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવવધારા, પાક નુકસાની, અપૂરતા વળતર, પાક વીમા યોજનાની ખામીઓ તેમજ સિંચાઈ અને વીજળીની સમસ્યાઓના કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. : શ્રી મુકુલ વાસનિક
· પહેલા જ વરસાદમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને વિકાસના ખોખલા દાવાની પોલ ખુલી; સુરતમાં ૯ લોકોના મોત માટે સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર : શ્રી અમિત ચાવડા
· રસ્તાઓ ધોવાયા, ભુવા પડ્યા અને શહેરો પાણીમાં ગરકાવ થયા, પ્રી-મોન્સૂન કામગીરીના નામે થયેલો ભ્રષ્ટાચાર પ્રથમ વરસાદમાં જ ખુલ્લો પડ્યો : શ્રી અમિત ચાવડા
· સુરતમાં ગેરકાયદેસર બાંધકામો, આયોજની તથા વહીવટની નિષ્ફળતાએ સામાન્ય જનતાને જાનમાલનું ભારે નુકસાન પહોંચાડ્યું : શ્રી અમિત ચાવડા
· અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર, પ્રી-મોન્સૂન કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો : શ્રી અમિત ચાવડા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે મોદી સરકાર સતત ખેડૂતોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે. ચૂંટણી સમયે ખેડૂતોને MSPના મોટા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તે ભૂલી જવાય છે. એક તરફ સરકાર ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ‘ભારત રત્ન’થી સન્માનિત કરે છે, જ્યારે બીજી તરફ સ્વામીનાથન પંચની ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર નફા સાથે ભાવ આપવાની ભલામણોને અમલમાં મૂકવામાં આવતી નથી.
શ્રી વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત આજે યોગ્ય ભાવના અભાવે, વધતા ખેતી ખર્ચ, ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવવધારા, પાક નુકસાની, અપૂરતા વળતર, પાક વીમા યોજનાની ખામીઓ તેમજ સિંચાઈ અને વીજળીની સમસ્યાઓના કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરે છે કે સ્વામીનાથન પંચની ભલામણોનો કાનૂની ગેરંટી સાથે અમલ કરવામાં આવે, ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવની ખાતરી આપવામાં આવે અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્યમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદ બાદ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, માત્ર પ્રથમ વરસાદમાં જ ભાજપ સરકારના વિકાસના દાવા, પ્રી-મોન્સૂન કામગીરીના દાવા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના તમામ દાવાઓ પાણીમાં વહી ગયા છે. આજે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ ધોવાઈ રહ્યા છે, મોટા ભુવા પડી રહ્યા છે, બ્રિજોને નુકસાન પહોંચી રહ્યું છે, શહેરો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અને સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવાના દાવા કરે છે. ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રસ્તાઓનું સમારકામ અને જોખમી વિસ્તારોમાં પૂર્વ તૈયારી અંગે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદે સાબિત કરી દીધું છે કે આ તમામ કામગીરી માત્ર કાગળો અને સરકારી જાહેરાતો પૂરતી જ મર્યાદિત રહી છે.
સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો અને તાલુકાઓમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક સ્થળોએ મોટા ભુવા પડ્યા છે, અનેક પુલોને નુકસાન થયું છે અને પાણી ભરાવાના કારણે લાખો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ જેવી કુદરતી ઘટના સામે પણ સરકારની તૈયારીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. વિકાસના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ જ સુચારૂ રીતે ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ભાજપ સરકારના બોદા વહીવટની સાબિતી છે.
ખાસ કરીને સુરત શહેરની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે સમગ્ર સુરત શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે, હજારો વાહનોને નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં ૯ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ માત્ર કુદરતી આપત્તિનું પરિણામ નથી, પરંતુ સરકારની નિષ્ફળતા, ગેરઆયોજન અને ગુનાહિત બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની ભાજપ સરકારે અને સ્થાનિક વહીવટીતંત્રે સ્વીકારવી જોઈએ.
સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો અને રાજ્ય સરકારની નિષ્ફળતા, બેદરકારી તથા ગેરઆયોજિત શહેરી વિકાસના કારણે આજે સુરતની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ગેરકાયદેસર બાંધકામો, કુદરતી વરસાદી પાણીના માર્ગો પર દબાણ, મંજૂરી વગરના વિકાસકાર્યો અને નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી છે. સત્તાધીશોએ પોતાના માનીતાઓને લાભ પહોંચાડવા માટે નિયમોને નેવે મૂક્યા છે, જેના પરિણામે આજે સામાન્ય નાગરિકો પોતાના જાનમાલનું નુકસાન સહન કરવા મજબૂર બન્યા છે.
રાજ્ય સરકાર જાહેરાતો અને પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ નાગરિકોની સુરક્ષા, શહેરોનું વૈજ્ઞાનિક આયોજન અને વરસાદી આપત્તિ સામેની પૂર્વ તૈયારીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરે છે કે સુરત સહિત રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે, મૃત્યુ પામેલા તમામ નાગરિકોના પરિવારોને યોગ્ય વળતર અને વિશેષ સહાય આપવામાં આવે, અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓ અને નાના ઉદ્યોગોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને સહાય ચૂકવવામાં આવે તેમજ પ્રી-મોન્સૂન કામગીરીમાં થયેલા ખર્ચ, ટેન્ડરો અને કામોની ઉચ્ચસ્તરીય, સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરીને ભ્રષ્ટાચાર તથા બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાત કોંગ્રેસ આ મુશ્કેલ સમયમાં દરેક અસરગ્રસ્ત પરિવારની પડખે મજબૂતીથી ઊભી છે. કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક સંગઠનોને રાહત કામગીરીમાં સક્રિયપણે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસ પરિવાર સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે કાર્યરત છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સર્જાયેલી આ સ્થિતિ માત્ર વરસાદનું પરિણામ નથી, પરંતુ વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, આયોજનના અભાવ અને ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. હવે સરકાર પ્રચાર નહીં પરંતુ પોતાની જવાબદારી સ્વીકારે, દોષિતો સામે કડક કાર્યવાહી કરે અને અસરગ્રસ્ત જનતાને તાત્કાલિક ન્યાય તથા સહાય પૂરી પાડે.
૦૮-૦૭-૨૦૨૬
‘ડિજિટલ ઈન્ડિયા’ની ગુલબાંગો વચ્ચે પોસ્ટ ઓફિસના વહીવટી તંત્રનું દેવાળું: છેલ્લા ૨ મહિનાથી પાસબુક અને FD બુક ગાયબ, લાખો રોકાણકારો રઝળ્યા!
· લાખોના રોકાણ સામે પુરાવા તરીકે માત્ર સિક્કો મારેલી કાપલી : હેમાંગ રાવલ
· સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગની મૂડી ભગવાન ભરોસે : હેમાંગ રાવલ
· નવા એકાઉન્ટ કે નવી FD ખોલાવનારને પણ કોઈ સત્તાવાર દસ્તાવેજ કે પાસબુક અપાતી નથી. : હેમાંગ રાવલ
· સામાન્ય જનતાનો પોસ્ટ ઓફિસ પરથી વિશ્વાસ ઉઠાડીને તેમને ખાનગી બેન્કો તરફ ધકેલવાનું આયોજનબદ્ધ ષડયંત્ર? : હેમાંગ રાવલ
· સરકારની સંવેદનહીનતાની પરાકાષ્ઠા: પરસેવાની કમાણીની સુરક્ષા એ સરકારની જવાબદારી છે, કોઈ મોટું કૌભાંડ થાય તે પહેલા તંત્ર સત્વરે પોતાની ફરજ નિભાવે : હેમાંગ રાવલ
એક તરફ સરકાર ‘ડિજિટલ ઈન્ડિયા’, ‘સુશાસન’ અને ‘વિશ્વગુરુ’ બનવાના મોટા મોટા દાવાઓ કરીને કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ પોતાની પીઠ થાબડી રહી છે, તો બીજી તરફ વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં વહીવટી તંત્રનું સંપૂર્ણ દેવાળું ફૂંકાઈ ગયું છે. છેલ્લા બે મહિનાથી પાસબુક, FD બુક અને અન્ય સ્ટેશનરી સંપૂર્ણપણે ખલાસ થઈ ગઈ છે. ગુજરાતમાં અંદાજે ૯,૦૦૦ જેટલી પોસ્ટ ઓફિસો આવેલી છે, જેમાંથી ૮,૦૦૦ જેટલી પોસ્ટ ઓફિસો છેવાડાના ગામડાઓમાં અને ૧,૦૦૦ જેટલી શહેરોમાં છે. આ પોસ્ટ ઓફિસો મારફતે ગુજરાતમાં અંદાજે ૨ થી ૨.૫ કરોડ જેટલા વિવિધ બચત ખાતાઓનું સંચાલન થાય છે. આટલા વિશાળ પાયે લોકોની પરસેવાની કમાણી જમા થતી હોય, ત્યારે ૨ મહિના સુધી પાસબુક જ ઉપલબ્ધ ન હોવી એ સરકારની ઘોર બેદરકારી અને કરોડો ખાતેદારોના નાણાં સાથે ચેડાં કરવા સમાન છે.
હાલત એટલી હદે કથળી ગઈ છે કે પોસ્ટ ઓફિસની તમામ નાણાકીય સેવાઓ (Financial Services) માટે જરૂરી પાસબુક કે સર્ટિફિકેટનું પ્રિન્ટિંગ જ બંધ છે. આ સેવાઓમાં
સામાન્ય બચત ખાતા (Savings Account),
રિકરિંગ ડિપોઝિટ (RD)
ફિક્સ ડિપોઝિટ (TD)
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)
માસિક આવક યોજના (MIS)
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA)
મહિલા સન્માન બચત પત્ર (MSSC)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
કિસાન વિકાસ પત્ર (KVP)
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI)
સહિતની તમામ યોજનાઓનો સમાવેશ થાય છે.
જો કોઈ નાગરિક પોતાના હકના પૈસા જમા કરાવવા જાય અને તેની જૂની પાસબુક ભરાઈ ગઈ હોય, તો તેને નવી પાસબુક આપવામાં આવતી નથી. નવા ખાતા ખોલાવનાર કે નવી FD કરાવનારને પણ કોઈ જ બુક અપાતી નથી. રોકાણકારો પોતાના હજારો-લાખો રૂપિયા જમા કરાવે ત્યારે પુરાવા તરીકે માત્ર પૈસા ભર્યાની સ્લીપ (Pay-in-slip) પર એક રબર સ્ટેમ્પ (સિક્કો) મારીને પકડાવી દેવામાં આવે છે! કાગળની આ કાપલીઓ લોકો ક્યાં સુધી અને કેવી રીતે સાચવશે? જ્યારે સિસ્ટમમાં કે પાસબુકમાં પૈસા જમા થયાની કોઈ પ્રિન્ટેડ એન્ટ્રી કે સ્ટેટમેન્ટ જ ન મળતું હોય, ત્યારે ભવિષ્યમાં પોસ્ટ ઓફિસોમાં મોટાપાયે ગેરનીતિ અને કરોડો રૂપિયાના જંગી કૌભાંડ થવાની પૂરેપૂરી સંભાવના છે.
સરકારના આ વહીવટી તંત્રના બેવડા માપદંડો તો જુઓ! એક તરફ જો કોઈ ખાતેદારની પાસબુક કે સર્ટિફિકેટ ખોવાઈ જાય, ફાટી જાય કે બગડી જાય, તો ડુપ્લિકેટ પાસબુક મેળવવા માટે તેને ખૂબ જ લાંબી અને ત્રાસદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ખાતેદારે ₹૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ (સોગંદનામું) કરાવવું પડે છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવી પડે છે. પરંતુ આટલી લાંબી કાયદાકીય માથાકૂટ અને ખર્ચ કર્યા પછી જ્યારે સામાન્ય માણસ નવી પાસબુક લેવા પોસ્ટ ઓફિસે પહોંચે છે, ત્યારે તેને એવો શરમજનક જવાબ મળે છે કે ‘સ્ટેશનરી જ અવેલેબલ નથી!’ એક તરફ તંત્ર સામાન્ય જનતાને નિયમોના નામે પીસે છે, અને બીજી તરફ પોતાની જ પ્રાથમિક ફરજ બજાવવામાં સાવ નિષ્ફળ નીવડ્યું છે.
મોટા ઉત્સવો અને તાયફાઓ પાછળ કરોડો રૂપિયા ઉડાડતી સરકારને કોંગ્રેસનો સીધો સવાલ છે કે, સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોના ભરેલા નાણાની સુરક્ષા શું? તેની સાબિતી શું? પેન્શનરો અને વડીલો પોતાની આર્થિક સુરક્ષા માટે ખાનગી બેંકોના જોખમથી બચીને પોસ્ટ ઓફિસ પર ભરોસો કરે છે. પરંતુ આજે પોતાનું જમા ખાતું ચેક કરવા માટે કોઈ આધાર ન હોવાથી તેઓ અસલામતી અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. શું સરકારી બાબુઓ અને નેતાઓની મિલીભગતથી સામાન્ય જનતાનો પોસ્ટ ઓફિસ પરથી વિશ્વાસ ઉઠાડીને તેમને ખાનગી બેન્કો તરફ ધકેલવાનું આ કોઈ આયોજનબદ્ધ ષડયંત્ર છે?
સામાન્ય જનતા અને વડીલોની મૂડીની સુરક્ષા કરવી એ સરકાર અને ટપાલ વિભાગની નૈતિક અને બંધારણીય જવાબદારી છે. બે મહિનાથી આટલો મોટો પ્રશ્ન હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, જે તેમની સંવેદનહીનતાની પરાકાષ્ઠા દર્શાવે છે. અમારી અત્યંત કડક શબ્દોમાં માંગ છે કે સરકાર અને પોસ્ટલ વિભાગ તાત્કાલિક ઘોર નિંદ્રામાંથી જાગે અને પોતાની જવાબદારીનું સત્વરે વહન કરે. યુદ્ધના ધોરણે પાસબુકો અને FD ની ચોપડીઓનો જથ્થો પૂરો પાડવામાં આવે, અન્યથા પ્રજાના નાણાં સાથે થતા કોઈપણ ચેડાં કે હાલાકી માટે સંપૂર્ણપણે સરકાર જ જવાબદાર ઠરશે..
૦૬-૦૭-૨૦૨૬
· વર્ષ ૨૦૨૪-૨૫ માં ગ્રેડ ૧૨ પૂર્ણ કરનાર ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦.૮૨ % જ્યારે સમગ્ર દેશના વિદ્યાર્થીઓની સંખ્યા ૬૧.૧૪ %.
· ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯ % થી વધુ વિદ્યાર્થીઓએ ગ્રેડ ૧૨ પૂર્ણ કરેલ નથી.
· ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં હાયર સેકન્ડરીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેસીયો ૪૭.૩ % જે દર્શાવે છે ૫૦ % થી વધારે વિદ્યાર્થી વધારે વિદ્યાર્થીઓ એનરોલ થયા નથી.
· કોલેજના એનરોલમેન્ટ માં ગુજરાતના રાજ્યો અને સંઘ પ્રદેશમાં ૨૩માં ક્રમે, કોલેજ લેવલના ફોર્મલ એજ્યુકેશનમાં છેલ્લે વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રોવિશનલ ડેટા મુજબ માત્ર ૨૬.૨ % વિધાર્થીઓનું ગ્રોસ એનરોલમેન્ટ થયું હતું.
· ક્લાસ ૯ માં ભાષામાં ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય ૨૪ % અને ગણિતમાં માત્ર ૩ % છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ભાષામાં ૩૧% અને ગણિતમાં ૧૧ % છે.
· રીલ બનાવનાર મંત્રીઓને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના કેન્દ્ર સરકારના પ્રોગ્રેસ રિપોર્ટમાં ક્વોલિટી એજ્યુકેશન ના વિષયમાં ગુજરાતના શિક્ષણનો અસલી ચેહરો ખુલ્લો પાડ્યો છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ગ્રેડ ૧૨ પૂર્ણ કરનારની ટકાવારી ૫૦.૮૨ % બતાવી છે જેનો મતલબ ૪૯.૧૮ % બાળકો એ ગ્રેડ ૧૨ પૂર્ણ કરેલ નથી. જ્યારે સમગ્ર દેશની ૧૨ પૂર્ણ કરવાની ટકાવારી ૬૧.૧૪ છે જે ગુજરાત કરતાં ૧૦ % વધારે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યમાં હાયર સેકન્ડરીમાં વિધાર્થીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૪૭.૩ % છે જ્યારે સમગ્ર દેશનો રેશિયો ૫૮.૪ % વિધાર્થીઓનો છે જે ગુજરાત કરતાં ૧૧ વધારે છે. આંકડા દર્શાવે છે કે ૫૨ % થી વધુ વિધાર્થીઓ હાયર સેકન્ડરી માં એનરોલ થયા નથી. તર્શિયરી શિક્ષણમાં એટલે કોલેજ લેવલના ફોર્મલ એજ્યુકેશનમાં છેલ્લે વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રોવિશનલ ડેટા મુજબ માત્ર ૨૬.૨ % વિધાર્થીઓનું ગ્રોસ એનરોલમેન્ટ થયું હતું જે દર્શાવે છે ૭૩.૮ % વિધાર્થીઓએ કોલેજ લેવલે એનરોલમેન્ટ કરાવ્યું નથી. કોલેજના એનરોલમેન્ટ માં ગુજરાતના રાજ્યો અને સંઘ પ્રદેશમાં ૨૩માં ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાથમિક કક્ષાએ ગુજરાતમાં નેટ એનરોલમેન્ટ ૭૭.૯ % છે જ્યારે ઉચ્ચ પ્રાથમિક માં નેટ એનરોલમેન્ટ માં ૬૭.૫ % જેટલું થયું હતું.
( PARAKH )પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ ક્લાસ ૩, ક્લાસ ૬ અને ક્લાસ ૯માં વિધાર્થીઓનું ભાષા અને ગણિતમાં મીનીમમ પ્રોફિસીએન્સી લેવલ એટલે ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય નું સ્તર રાષ્ટ્રીય સ્તર કરતાં નીચા પ્રમાણનું અને કથળતું જોવા મળ્યું છે. ક્લાસ ૩માં ગુજરાતના વિધાર્થીઓ નું ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્યમાં ભાષામાં ૪૬ % અને ગણિતમાં ૩૮ % છે જ્યારે દેશ ના વિધાર્થીઓની સરેરાશ ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય ભાષામાં ૬૧ % છે અને ગણિતમાં ૫૪ % છે. ક્લાસ ૬માં ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય માં ગુજરાતના વિધાર્થીઓ ની ભાષામાં ૨૨ અને ગણિતમાં ૨૩ ની ટકાવારી છે જ્યારે દેશની સરેરાશ ભાષામાં ૩૩ % અને ગણિત ૩૮ % જેટલી છે. ક્લાસ ૯ માં ભાષામાં ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય ૨૪ % અને ગણિતમાં માત્ર ૩ % છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ભાષામાં ૩૧ % અને ગણિતમાં ૧૧ % છે.
કેન્દ્ર સરકારના આંકડાઓ ગુજરાત રાજ્યની કથળેલી શિક્ષણ વ્યવસ્થાનું પ્રતિબિંબ દર્શાવે છે. રીલ બનાવનાર મંત્રીઓને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર મોટા સુધારની માંગ કરી રહ્યું છે. માત્ર શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણ ની નિયત માંથી બહાર આવી શિક્ષણવિદો જોડે ચર્ચા કરી આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા લાવવાની ગુજરાતમાં તાતી જરૂરિયાત છે.
ગુજરાત
ભારત
ગ્રેડ ૧૨ પુરુ કરનાર વિદ્યાર્થીઓ ૨૦૨૪-૨૫
૫૦.૮૨ %
૬૧.૧૪ %
હાયર સેકન્ડરીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેસીઓ ૨૦૨૪-૨૫
૪૭.૩ %
૫૮.૪ %
ટર્સરી એજ્યુકેશન ગ્રોસ એનરોલમેન્ટ રેસીઓ વર્ષ ૨૦૨૨-૨૩ (પ્રોવીઝનલ)
૨૬.૨ %
૨૯.૫ %
Minimum proficiency level (ન્યૂનત્તમ શૈક્ષણીક પ્રામીણ્ય)
કલાસ-૩
કલાસ-૬
કલાસ-૯
ભાષા
ગણીત
ભાષા
ગણીત
ભાષા
ગણીત
ગુજરાત
૪૬ %
૩૮ %
૨૨ %
૨૩ %
૨૪ %
૦૩ %
ભારત
૬૧ %
૫૪ %
૩૩ %
૩૮ %
૩૧ %
૧૧ %
૦૪-૦૭-૨૦૨૬
બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો
કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બાવળા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), નિખિલભાઇ ગોરધનભાઈ પરમાર, સનદભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ, ઘનશ્યામસિંહ ભીમસિંહ ઝાલા (દસકોઈ સહ પ્રભારી આપ), દિનેશભાઈ કાળુસિંહ ઝાલા (પૂર્વ તાલુકા સદસ્ય ભાજપ) સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ઉપસ્થિત રહીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ વિવિધ આગેવાનોને આવકારતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ.
કોંગ્રેસમાં જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.
કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રભારી શ્રી ચેતનભાઇ ખાચર, શ્રી વિવેકભાઈ પટેલ, શ્રીમતી મંદાકિનીબેન પટેલ, શ્રી કાંતિજી સોલંકી,શ્રી કાળાજી ભેંમાજી ઠાકોર, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૩-૦૭-૨૦૨૬
· રેલ્વે હવે જનતાની નહીં, મોદી સરકારની વી.આઈ.પી. નીતિની શિકાર બની ગઈ છે.
· મોંઘા ભાડા, ઘટતી સુવિધાઓ અને વધતા અકસ્માતો વચ્ચે સામાન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધા જોખમમાં :ડૉ.મનિષ દોશી
· રેલવેનું આધુનિકીકરણ નહીં, રેલવેનું વર્ગીકરણ થયું છે.ગરીબોની જીવનરેખા ગણાતી રેલવે આજે સામાન્ય મુસાફર માટે મોંઘી અને મુશ્કેલ બની ગઈ છે. :ડૉ.મનિષ દોશી
· કોરોના બાદ વરિષ્ઠ નાગરિકોને મળતી ભાડા રાહત હજુ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.વૃદ્ધ મુસાફરો પર સીધી આર્થિક અસર :ડૉ.મનિષ દોશી
· “આધુનિકીકરણ” અને “વર્લ્ડ ક્લાસ સુવિધાઓ”ના મોટા દાવાઓ પરંતુ હકિકતમાં દેશનો ગરીબ અને મધ્યમવર્ગીય મુસાફર પોતાની જ રેલ્વે વ્યવસ્થામાં બીજા દરજ્જાનો નાગરિક બની ગયો છે. :ડૉ.મનિષ દોશી
મોંઘા ભાડા, ઘટતી સુવિધાઓ અને વધતા અકસ્માતો વચ્ચે સામાન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધા જોખમમાં ત્યારે ભારતીય રેલ્વે હવે જનતાની નહીં, મોદી સરકારની વી.આઈ.પી. નીતિની શિકાર બની ગઈ છે તેવો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે એક સમયે દેશના ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મજૂરો અને સામાન્ય મુસાફરો માટે જીવનરેખા સમાન હતી. દેશના વિકાસ અને સામાજિક સમાનતાનું સૌથી મોટું પ્રતિક ગણાતી રેલ્વે આજે મોદી સરકારની ખોટી પ્રાથમિકતાઓ અને જનવિરોધી નીતિઓના કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. સામાન્ય મુસાફરો પર ભાડાનો વધતો બોજ ૨૦૧૪ પછી વિવિધ તબક્કે મુસાફરી ભાડાં, રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ, પ્લેટફોર્મ ટિકિટ અને કેન્સલેશન ફીમાં વધારો થયો. જનરલ અને પેસેન્જર ટ્રેનોમાં ઘટાડો,સામાન્ય મુસાફરો માટે કોચ વધારવાને બદલે અનેક પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસમાં પ્રીમિયમ ટ્રેનોમાં રૂપાંતરિત કરવામાં આવી જેના લીધે ભાડું વધ્યું. ગામડાં અને નાના શહેરોના મુસાફરોને સીધી અસર પહોંચી. કરોડો લોકો જનરલ કોચમાં મુસાફરી કરે છે.જનરલ કોચમાં ભીડમાં સતત વધારો, મોંઘી ટિકિટો, કેટલીક ટ્રેનોમાં એરલાઇન મોડલ મુજબ ભાડાં વધે છે. તહેવારો અને રજાઓ દરમિયાન સામાન્ય મુસાફરો માટે ટિકિટ અતિશય મોંઘી બને છે.તત્કાલ અને રિઝર્વેશન ચાર્જમાં વધારો,ટિકિટ ઉપરાંત વિવિધ ચાર્જનો બોજ વધ્યો.મુસાફરોને મૂળ ભાડા કરતાં વધારાના ખર્ચ વધુ ચૂકવવા પડે છે. રેલવે સ્ટેશનોના ખાનગીકરણ અને વ્યાપારીકરણનો વધારો મુસાફરોની સુવિધા કરતાં કોમર્શિયલ ડેવલપમેન્ટને પ્રાથમિકતા, સ્ટેશન પર ખાણીપીણી અને અન્ય સેવાઓ મોંઘી બનતી ગઈ. કોરોના બાદ વરિષ્ઠ નાગરિકોને મળતી ભાડા રાહત હજુ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.વૃદ્ધ મુસાફરો પર સીધી આર્થિક અસર પડી છે.
વર્ષ ૨૦૧૫ પછી કેન્દ્રની ભાજપ સરકારે રેલ્વે ભાડાં, આરક્ષણ શુલ્ક, પ્લેટફોર્મ ટિકિટ, રદબાતલ ફી અને વિવિધ સેવા શુલ્કોમાં સતત વધારો કર્યો છે. “આધુનિકીકરણ” અને “વર્લ્ડ ક્લાસ સુવિધાઓ”ના મોટા દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ હકીકતમાં સામાન્ય મુસાફરોને વધુ પૈસા ચૂકવીને પણ ભીડ, અસુવિધા અને અસુરક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે સામાન્ય મુસાફરો માટેની પેસેન્જર ટ્રેનો અને જનરલ ક્લાસ કોચોની સંખ્યા ઘટાડવામાં આવી છે, જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે પ્રીમિયમ ટ્રેનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. “આધુનિકીકરણ” અને “વર્લ્ડ ક્લાસ સુવિધાઓ”ના મોટા દાવાઓ પરંતુ હકિકતમાં દેશનો ગરીબ અને મધ્યમવર્ગીય મુસાફર પોતાની જ રેલ્વે વ્યવસ્થામાં બીજા દરજ્જાનો નાગરિક બની ગયો છે.
ભાજપ સરકાર વારંવાર “સુરક્ષિત રેલ્વે”ના દાવા કરે છે, પરંતુ હકીકત ચોંકાવનારી છે. રેલ્વે મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા દસ વર્ષમાં (૨૦૨૩-૨૪ સુધી) દેશમાં ૬૭૮ ટ્રેન અકસ્માતો નોંધાયા છે, જેમાં ૭૪૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.જૂન ૨૦૨૩માં ઓડિશાના બાલાસોર ખાતે થયેલી ભયાનક ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ૨૯૬ નિર્દોષ મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ રેલ્વે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા દર્શાવે છે કે દર વર્ષે હજારો લોકો ટ્રેક પર અનધિકૃત પ્રવેશ, ભીડભરી ટ્રેનોમાંથી પડી જવા અને લેવલ ક્રોસિંગ અકસ્માતોના કારણે જીવ ગુમાવે છે. છતાં સુરક્ષા સુધારવા માટેની વ્યવસ્થાઓ હજુ પણ અપૂરતી છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે ભાજપ સરકાર માટે સામાન્ય મુસાફરોની સુરક્ષા કરતાં ફોટોશૂટ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને VIP ટ્રેનોનું બ્રાન્ડિંગ વધુ મહત્વનું બની ગયું છે. દેશની રેલ્વેને “જનતાની સેવા”માંથી “પ્રદર્શનની વસ્તુ”માં ફેરવી દેવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગણી કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ પછી રેલ્વે ભાડાં અને વિવિધ સેવા શુલ્કોમાં કરાયેલા વધારાની તાત્કાલિક સમીક્ષા કરીને સામાન્ય મુસાફરોને રાહત આપવામાં આવે. સામાન્ય પેસેન્જર ટ્રેનો અને જનરલ ક્લાસ કોચોની સંખ્યા તાત્કાલિક વધારવામાં આવે. રેલ્વે અકસ્માતોની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવે. રેલ્વે સુરક્ષા માટેના પ્રોજેક્ટ્સ, ટ્રેક સુધારણા, આધુનિક સિગ્નલિંગ અને લેવલ ક્રોસિંગ સુરક્ષા માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવે. વી.આઈ.પી. અને લક્ઝરી પ્રોજેક્ટ્સને બદલે સામાન્ય નાગરિકો માટે સસ્તી, સુરક્ષિત અને વિશ્વસનીય રેલ્વે સેવા પ્રાથમિકતા બને.
કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે રેલ્વે કોઈ કોર્પોરેટ કે અમીર વર્ગની મિલકત નથી; તે દેશના કરોડો સામાન્ય નાગરિકોની જીવનરેખા છે. ભાજપ સરકારે ગરીબ, મધ્યમવર્ગ અને સામાન્ય મુસાફરોના હિતોને અવગણીને રેલ્વેની આત્માને નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસ પક્ષ દેશના દરેક મુસાફર સાથે મજબૂતપણે ઉભી છે અને સસ્તી, સુરક્ષિત, સુલભ અને જનકેન્દ્રિત રેલ્વે વ્યવસ્થા માટે સંઘર્ષ ચાલુ રાખશે.
૦૨-૦૭-૨૦૨૬
· સરકારી પ્રવેશ પ્રક્રિયા GCAS ના અતિશય ઢીલી કામગીરીથી ખાનગી યુનિવર્સિટીઓને મળ્યું મોકળું મેદાન : ખાનગી યુનિવર્સિટીઓ બેરોકટોક બેફામ ફી ઊઘરાવી રહી છે : સરકારના સંપૂર્ણ આર્શિવાદથી
· સરકારી પ્રવેશ પ્રક્રિયાના લીધે અવ્યવસ્થા-અરાજકતા, અતિશય પ્રવેશ વિલંબના લીધે વિદ્યાર્થી-વાલીઓ ઉંચી ફી ભરવા બન્યા મજબૂર : શ્રી ભાવિક સોલંકી
· GCAS ના રાઉન્ડ પર રાઉન્ડ છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત!
· GCAS ના ચાર-ચાર રાઉન્ડ પછી પણ ઉંચા મેરીટ ધરાવતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રઝળી રહ્યાં છે : શિક્ષણ વિભાગ કુંભકર્ણની નીંદરમાં
· ધોરણ-૧૨ ના પરિણામને ૫૮ દિવસ વિતી ગયા છતાં પ્રવેશ પ્રક્રિયા ક્યારે આગળ વધશે ?
ગુજરાત પબ્લીક યુનિવર્સિટીમાં સ્નાતક પ્રવેશ પ્રક્રિયાના ચાર-ચાર રાઉન્ડ છતા હજારો મેરીટ ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પ્રવેશ વિના રઝળી રહ્યા છે. બીજી તરફ ખાનગી યુનિવર્સિટીના સંચાલકો મનમાની પ્રમાણે પ્રવેશ આપીને ઉંચી ફી વસૂલી રહ્યાં છે ત્યારે, કુંભકર્ણની નિંદરમાં મસ્ત, દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા એન.એસ.યુ.આઈ.ના પૂર્વ રાષ્ટ્રિય સંયોજક શ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૧૩ યુનિવર્સિટીમાં ૫,૫૦,૦૦૦ જેટલી બેઠકોમાં ચાર-ચાર રાઉન્ડ પછી માત્ર ૨,૧૪,૦૦૦ એટલે કે ૩૯ ટકા જેટલા જ પ્રવેશ થયા છે એટલે કે ૬૧ ટકા બેઠકો હાલ ખાલી છે. બીજી બાજુ હજારો મેરીટ ધરાવતા ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ મેરીટ ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ધોરણ-૧૨ ના પરિણામને ૫૭ દિવસ જેટલો સમય વીતી ગયા છતાં પ્રવેશ વિના રઝળી રહ્યાં છે.
GCAS નો UG ચોથો પ્રવેશ પ્રકિયા રાઉન્ડ ૨૯ તારીખે પૂરો થઈ ગયા બાદ ૩ દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ નવી પ્રકિયા કે નવી તારીખ કે જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે પ્રવેશ મળશે કે નહીં તે ચિંતા અને ભય ના કારણે વિદ્યાર્થીઓ ઊંચી ફી વાળી પ્રાઇવેટ યુનિવર્સિટી માં પરાણે પ્રવેશ મેળવવા માટે મજબૂર બન્યા છે. જે આડકતરી રીતે સરકાર અને GCAS ના સહયોગ અને ધીમી પ્રવેશ પ્રકિયા ના લીધે પ્રાઇવેટ યુનિવર્સિટી ને લાભ કરાવવાનું ષડયંત્ર રહ્યું છે.
ગુજરાતમાં GCAS હેઠળ સતત અનેક રાઉન્ડ યોજાઈ રહ્યા હોવા છતાં હજારો વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. અગાઉ પણ લાંબી અને જટિલ પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
એન.એસ.યુ.આઈ.ના પૂર્વ રાષ્ટ્રિય સંયોજક શ્રી ભાવિક સોલંકીએ માંગ કરી હતી કે,
· કોલેજોને ખાલી બેઠકો પર ઇન્ટર-સે મેરીટના આધારે સીધા પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવે.
· પ્રવેશ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વિદ્યાર્થી હિતમાં બનાવવામાં આવે.
· વિદ્યાર્થીઓને વારંવારના રાઉન્ડ અને ટેક્નિકલ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપવામાં આવે.
· ખાલી બેઠકો હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે.
ગત વર્ષોમાં પણ લાંબી પ્રવેશ પ્રક્રિયા અને ખાલી બેઠકો હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિવાદો ઉભા થયા હતા, જેના કારણે કોલેજોને વધુ સ્વાયત્તતા આપવાની માંગ ઉઠી હતી.
“વિદ્યાર્થીઓનું ભવિષ્ય રાઉન્ડના ભરોસે નહીં, પરંતુ મેરીટના આધારે નક્કી થવું જોઈએ.”
૦૨-૦૭-૨૦૨૬
શિક્ષણનું રાજકીયકરણ: સુરેન્દ્રનગરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત ભાજપ અને
ABVP ના સભ્ય બનાવવા મુદ્દે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો સનસનીખેજ આક્ષેપ
પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી શ્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે એક વિડીયો નિવેદનમાં જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની શાળાઓમાંથી ફરિયાદ સાથેના ફોટોગ્રાફ્સ મળી રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓ શાળાઓમાં ઘૂસીને ધોરણ ૯ થી ૧૨ ના માસૂમ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે સભ્ય બનાવી રહ્યા છે. આ સમગ્ર અભિયાન ભારે રાજકીય પ્રેશર હેઠળ ચાલી રહ્યું છે અને કેટલાક શિક્ષકો તેમજ આચાર્યો સાથે વાત કરતા તેમણે પણ સ્વીકાર્યું છે કે તેમની પર ‘ઉપરથી’ દબાણ આવી રહ્યું છે.
શ્રી મકવાણાએ વેધક સવાલ ઉઠાવ્યો છે કે આ દબાણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, શિક્ષણ વિભાગ, કલેક્ટર કચેરી કે પછી સીધા ભાજપના રાજકીય પદાધિકારીઓ તરફથી કરવામાં આવી રહ્યું છે?
તેમણે રાજ્યની કથળતી શિક્ષણ સ્થિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશમાં એક તરફ એક લાખ કરતાં વધારે સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને ૫૦% કરતાં વધારે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં ભણવા મજબૂર છે. SSC, HSC થી લઈને NEET સુધીના મોટાભાગના પરીક્ષાઓના પેપરો ફૂટી રહ્યા છે અને શિક્ષણ વ્યવસ્થા સાવ બેહાલ થઈ ચૂકી છે. આવા ગંભીર સમયે, બચીકુચી શિક્ષણ વ્યવસ્થામાં પણ કુમળી ઉંમરના બાળકોને શિક્ષણ આપવાના બદલે રાજકીય અને ધાર્મિક કટ્ટરતાના રસ્તે ધકેલવા માટે ભાજપ અને વહીવટીતંત્ર મેદાને પડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની કેટલી શાળાઓમાં આ પ્રકારે ફરજિયાત સભ્યપદ નોંધવામાં આવ્યા છે અને કોના દબાણ હેઠળ આ પ્રક્રિયાઓ થઈ છે તે એક અત્યંત ગંભીર તપાસનો વિષય છે. જોકે, સરકાર પોતે જ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાથી વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે એક્શન લેવામાં આવશે તેવો તેમને બિલકુલ ભરોસો નથી.
શ્રી ઋત્વિક મકવાણાએ રાજ્યના તમામ વાલીઓને જાગૃત થવા હાકલ કરી છે. તેમણે અપીલ કરી છે કે વાલીઓ પોતાના બાળકોને અત્યારથી જ રાજકીય કે ધાર્મિક કટ્ટરતાનો શિકાર બનતા અટકાવે. આવનારા દિવસોમાં બાળકોની કારકિર્દી અને અભ્યાસ પર કોઈ નકારાત્મક અસર ન પડે તથા તેઓ કોઈ ખોટા પંથે ન દોરાય તે માટે વાલીઓએ જાગૃત બનીને શાળા કક્ષાએ ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવો પડશે.
૦૧-૦૭-૨૦૨૬
· મોદી સરકારનું વીબીજી રામજી ગ્રામીણ યોજના મજૂરો અને ગામડાંઓ પર નિર્મમ હુમલો
· મોદી સરકારે મનરેગા ના કામના અધિકારને ૬૦ દિવસના બ્લેકઆઉટ અને રાજ્યો પર ૪૦ટકા બોજથી બદલી નાખ્યું, આ વિકસિત ભારત નથી, ગામડાંઓ અને મજૂરોનો વિનાશ છે!
· વીબીજી રામજી ગ્રામીણ યોજના ફાળવણી આધારિત છે, માંગ આધારિત નથી.
મોદી સરકારે પહેલી જુલાઈથી વીબીજી રામજી ગ્રામીણ યોજના હેઠળ મજૂરી દરો જાહેર કરીને ગ્રામીણ ભારત પર તેનો સૌથી મોટો અને ક્રૂર હુમલો કર્યો છે. જેનાથી રોજગારની દેશની સૌથી મોટી ગરીબી-નિવારણ યોજના મનરેગા ને ખતમ કરી દીધી છે. જે રોજગારનો સંવૈધાનિક અધિકાર હતો, તેને હવે શરતો, બ્લેકઆઉટ અને બોજમાં ફેરવી દેવામાં આવી છે ત્યારે આ વિકસિત ભારત નથી, ગામડાઓ અને મજૂરોનો વિનાશ છે તેવો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૨૦૨૪ના ચૂંટણીમાં રૂ. ૪૦૦ પ્રતિ દિવસ ની રાષ્ટ્રીય ન્યૂનતમ મજૂરીની ગેરંટી આપી હતી, તેમ છતાં મોદી સરકારે મજૂરોના મોં પર થપ્પડ મારતાં માત્ર રૂ. ૩૦૦ પ્રતિ દિવસ ની મજૂરી નક્કી કરી છે. આ મજૂરી સુધારો નથી, મજૂરોનું શોષણ અને અપમાન છે.આ યોજના વાસ્તવમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)ને સમાપ્ત કરીને તેના સ્થાને કેન્દ્ર નિયંત્રિત અને ફાળવણી આધારિત કાર્યક્રમ લાવે છે. નવી વ્યવસ્થા ગ્રામિણ પરિવારોને મળતી કાયદેસરની રોજગાર ગેરંટી નાબૂદ કરે છે અને કામદારોના અધિકારોને નબળા બનાવે છે. હવે રોજગાર વાસ્તવિક માંગને આધારે નહીં પરંતુ અગાઉથી મંજૂર થયેલી બજેટ ફાળવણી પર નિર્ભર રહેશે. આજે દેશ માટે સૌથી દુઃખદ દિવસ છે,કારણ કે ભાજપ સરકારે આજથી મનરેગા જેવી માંગ આધારિત રોજગાર ગેરંટી વ્યવસ્થાને બંધ કરી દીધી છે. નવી યોજના હેઠળ ખાસ કરીને ગરીબ અને વધુ ગ્રામિણ બેરોજગારી ધરાવતા રાજ્યોને નાણાકીય મર્યાદાઓના કારણે રોજગાર સર્જન ઘટાડવાની ફરજ પડી શકે છે. ખેતીની ઋતુ દરમિયાન જાહેર કામો બંધ કરવાથી ગ્રામિણ મજૂરોની સોદાબાજીની શક્તિ ઘટી જશે અને તેઓ ખાનગી નોકરીદાતાઓ દ્વારા આપવામાં આવતા ઓછા વેતન સ્વીકારવા મજબૂર બનશે. નવી વ્યવસ્થા હેઠળ ગ્રામસભા અને ગ્રામ પંચાયતની વિકાસ કાર્યો ઓળખવાની અને પ્રાથમિકતા નક્કી કરવાની ભૂમિકા નબળી પડશે.
સૌથી ચિંતાજનક જોગવાઈ ૬૦ દિવસનું બ્લેકઆઉટ છે. વાવણી અને લણણીના સૌથી મહત્વના સીઝનમાં સરકારે જ ૬૦ દિવસ કામ બંધ રાખવાનું પ્રાવધાન કર્યું છે. જ્યારે મજૂરોને સૌથી વધુ કામની જરૂર હોય છે, ત્યારે તેમને કામથી વંચિત રાખવામાં આવશે. આ મહિલા મજૂરો, ભૂમિહીન મજૂરો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને બક્ષીપંચ (OBC) સમુદાયો પર સીધો હુમલો છે. કેન્દ્રની ડૉ. મનમોહનસિંઘજીના વડાપ્રધાન હેઠળ કોંગ્રેસની સરકારે પહેલાં ૧૦૦ ટકા મજૂરીનો ખર્ચ ઉઠાવતું હતું, હવે રાજ્યોને ૪૦ટકા બોજ થોપી દેવામાં આવ્યો છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં ૩૪ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના રૂ. ૧૭,૧૪૪ કરોડ બાકી છે, જેમાં માત્ર મજૂરીના રૂ. ૭,૮૪૬ કરોડ સામેલ છે. કર્ણાટક, ઝારખંડ, તેલંગાણા, ગુજરાત અને તમિલનાડુના મજૂરો આજે પણ પોતાના હકના પૈસા માટે તરસી રહ્યા છે. સમગ્ર દેશમાં જૂનમાં ૪૨ટકા ઓછો વરસાદ અને ખરીફ વાવણીમાં ૨૨.૭ટકા ઘટાડાની વચ્ચે આ યોજના ગ્રામીણ સંકટને વધુ ગંભીર બનાવશે. હાલ ગુજરાતમાં તમામ મનરેગા અધિકારીઓનો છેલ્લા પાંચ થી છ માસનો પગાર બાકી છે અને ક્યારે ચુકવાશે તે અંગે કોઈ જવાબ મળતો નથી.
કોંગ્રેસ સરકારે દેશને કામના અધિકાર આપ્યો હતો. મોદી સરકારે તેને ભીખ માંગવાના અધિકાર માં ફેરવી દીધો છે શરતો સાથે, બ્લેકઆઉટ સાથે અને કેન્દ્રની જવાબદારી ઘટાડીને. આ કોઈ સુધારો નથી, આ ગરીબો પર બદલો છે, આ મજૂર વિરોધી નીતિ છે, આ ગામડાં વિરોધી નીતિ છે. મોદી સરકાર પાસે માંગ છે કે, વીબીજી રામજી ગ્રામીણ યોજના મજૂર વિરોધી યોજના તરત જ પાછી ખેંચવામાં આવે, તમામ લાંબા સમયથી બાકીનું ચુકવણું તરત કરવામાં આવે, ૧૦૦ટકા કેન્દ્રીય ફંડિંગ પુનઃસ્થાપિત કરવામાં આવે, ૬૦ દિવસનું બ્લેકઆઉટ પ્રાવધાન રદ કરવામાં આવે, રૂ. ૪૦૦ પ્રતિ દિવસ ની વાસ્તવિક રાષ્ટ્રીય ન્યૂનતમ મજૂરી લાગુ કરવામાં આવે, જ્યાં સુધી આ ન થાય, ત્યાં સુધી દરેક ગામ અને દરેક મજૂર યાદ રાખશે, મોદી સરકાર શહેરો માટે સપના લાવી અને ગામડાંઓ માટે અંધકાર છોડી ગઈ.
૩૦-૦૬–૨૦૨૬
• સમગ્ર દેશના ખેડૂતોને કેન્દ્રની પાક વિમા યોજનાનો લાભ મળે છે જયારે ગુજરાત એક માત્ર રાજ્ય જ્યાં આ યોજના અમલમાં નથી !
• ભાજપની જ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને તા. ૨૫/૧૧/૨૫ના પત્ર લખીને પાક વિમા યોજનાથી ખેડૂતોને ખુબ જ મોટો લાભ મળે છે તે જણાવી ગુજરાતમાં યોજના શરુ કરવા લખ્યું છતા ગુજરાતમાં આ યોજના શરુ નથી કરવામાં આવી.
• શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને ગુજરાતમાં ગતવર્ષે કમોસમી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકસાન માટે વળતર આપવા સંસદમાં ઉઠાવેલ મુદ્દાનો કેન્દ્ર સરકારે લેખિત જવાબ આપી જણાવ્યું કે સમગ્ર દેશ પાક વિમાનો લાભ લઈ રહ્યો છે પરંતુ ગુજરાત સરકારે અમારી વિનંતી છતા યોજના સ્વીકારી નથી.
• શક્તિસિંહ ગોહિલે કૃષિ મંત્રીના પત્રની નકલો પ્રેસ મીડિયાને આપી.
• ગુજરાતની ભાજપ સરકારનુ ખેડૂતોને આર્થિક રીત પાયમાલ કરવાનું કાવતરું.
• કોંગ્રેસ પક્ષે સરકાર પાસે માંગણી કરી છે કે,
(૧) ગુજરાતની સરકારે ખેડૂતોને કેન્દ્રની વિનંતી છતાં શા માટે પાક વિમા યોજનાથી વંચિત રાખ્યા? તેનો જવાબ આપે અને ખેડૂતોની માફી માંગે. ગતવર્ષે ખેડૂતોને જે નુકસાન થયેલ તેનું મર્યાદિત વળતર આપ્યું છે તેના બદલે પૂરેપૂરુ વળતર આપે.
(૨) હવે જયારે વરસાદ ખેચાંયો છે અને અલનીનોની અસરના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતા છે ત્યારે કેન્દ્રની ખેડૂતો માટેની પાક વિમા યોજના (PMFBY) તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે.
ભાજપની જ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકારે ૨૦૧૯-૨૦થી ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) બંધ કરી દીધી છે જેથી કુદરતી આફતના સમયે ગુજરાતનાં ખેડૂતોને કોઈ લાભ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપની કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીના પત્રોની નકલ પ્રેસ મીડિયાને રજુ કરી હતી. આ પત્રમાં સ્પષ્ટ રીતે શક્તિસિંહ ગોહિલને જણાવ્યું છે કે, તમે તા. ૫/૧૨/૨૦૨૫ના રોજ સંસદ (રાજ્યસભા)માં ઝીરો અવર્સમાં મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે તેને કેન્દ્ર સરકારે વળતર આપવું જોઈએ પરંતુ ગુજરાતની સરકારે ખેડૂતોની કેન્દ્રની પાક વિમા યોજના (PMFBY)નો ૨૦૧૯-૨૦થી અસ્વીકાર કર્યો હોવાથી ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકાર કોઈ વળતર આપી શકે તેમ નથી. વધુમાં પત્રમાં લખ્યું છે કે, ખરેખર કેન્દ્રની ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) ખુબ જ ઉપયોગી યોજના છે. જેમા વાવણીથી લઈને તૈયાર પાકને કોઈ પણ નુકસાન થાય તો ખેડૂતોને પૂરેપૂરુ વળતર મળી શકે છે. ગુજરાતની ભાજપની સરકારે કેન્દ્રની જ ભાજપની સરકારની ખેડૂત પાક વિમા યોજનાનો અસ્વીકાર કરેલ હોવાથી ગુજરાતના ખેડૂતોને અતિશય નુકસાન વેઠવું પડે છે.
કેન્દ્રના કેબિનેટ કૃષિ મંત્રીશ્રીએ તા. ૨૫/૧૧/૨૫ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલ અને જણાવેલ કે દેશના લગભગ તમામ રાજ્યો કેન્દ્રની ખેડૂત પાક વિમા યોજના (PMFBY)નો લાભ લઇ રહ્યા છે. કમોસમી વરસાદ, કુદરતી આફતો અને અતિવૃષ્ટિના સમયે ખેડૂતો ને ખુબ જ લાભ આ વિમાથી મળે છે માટે ગુજરાત સરકાર તાત્કાલિક ખેડૂત પાક વિમા યોજના શરુ કરે આમ છતાં આજ સુધી ગુજરાતમાં આ યોજના શરુ કરવામાં આવી નથી. જો આ વિમા યોજના ગુજરાત સરકારે સ્વીકારી હોત તો ગયા વર્ષે જે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું તેમને પૂરે પૂરું વળતર મળી શક્યું હોત. આ યોજના ન હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન સામે માત્ર મર્યાદિત હેક્ટર માટે સાવ નજીવી રકમ ગુજરાત સરકાર તરફથી મળી હતી જે બિયારણ અને વાવેતરના ખર્ચ જેટલી પણ ન હોતી.
કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ પોતાના પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યું છે કે, ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) માં ખેડૂતોના તમામ પાકને આવરી લઈને શાકભાજી તથા વૃક્ષોના નુકશાન માટે પણ સહાયની યોજના છે.
કોંગ્રેસ પક્ષે સરકાર પાસે માંગણી કરી છે કે,
1) ગુજરાતની સરકારે ખેડૂતોને કેન્દ્રની વિનંતી છતાં શા માટે પાક વિમા યોજનાથી વંચિત રાખ્યા? તેનો જવાબ આપે અને ખેડૂતોની માફી માંગે. ગતવર્ષે ખેડૂતોને જે નુકસાન થયેલ તેનું મર્યાદિત વળતર આપ્યું છે તેના બદલે પૂરેપૂરુ વળતર આપે.
2) હવે જયારે વરસાદ ખેચાંયો છે અને અલનીનોની અસરના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતા છે ત્યારે કેન્દ્રની ખેડૂતો માટેની પાક વિમા યોજના (PMFBY) તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે.
3) દેશના તમામ રાજ્યોએ આ યોજના નીચે ખેડૂતોને અઢળક લાભ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો ૨૦૧૯-૨૦થી લાભથી શા માટે વંચિત રખાયા? કોણ જવાબદાર છે?
4) કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તા. ૨૫/૧૧/૨૫ના જે પત્ર લખ્યો છે તેમાં યોજનાના અનેક લાભ ખેડૂતો માટે દર્શાવ્યા છે તેમ છતા ગુજરાત સરકારે આ યોજના કેમ લાગુ ન કરી? શું કેન્દ્રીય મંત્રીશ્રી અથવા કેન્દ્ર સરકાર જુઠી છે? આ અંગે સરકાર ખુલાસો કરે.
૨૯-૦૬-૨૦૨૬
· વરસાદની ભારે ખેંચથી વાવેતરમાં ૪૦ ટકા ઘટાડો, માત્ર એક ઇંચ વરસાદથી કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર તાત્કાલિક પગલાં ભરે : શ્રીઅમિત ચાવડા
· સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ, ડેમોમાં માત્ર ૨૦ ટકા પાણીનો જથ્થો ઉપલ્બધ : શ્રીઅમિત ચાવડા
· ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે સળંગ ૧૨ કલાક વીજળી આપવા માંગ : શ્રીઅમિત ચાવડા
· સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની અછતના કારણે લોકો હિજરત કરવા મજબૂર : શ્રીઅમિત ચાવડા
· ખેડૂતો અને પશુપાલકોને બચાવવા યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે કરી, રાજ્ય સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે : શ્રીઅમિત ચાવડા
· ખેડૂતોના હક અને અધિકારનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ, જેતપરથી કચ્છ સુધી ખેડૂતોના આંદોલનો, છતાં સરકારની નિષ્ક્રિયતા : શ્રીઅમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, સામાન્ય રીતે દર વર્ષે જૂનની શરૂઆતથી જ મેઘરાજા ધમાકેદાર આગમન કરીને ખેડૂતો અને પશુપાલકોના ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે, પરંતુ લગભગ પંદર વર્ષ પછી સૌથી નબળું ચોમાસું જોવા મળી રહ્યું છે અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં ડૂબ્યા છે. એક તરફ કુદરત રૂઠી છે, તો બીજી તરફ આખા ગુજરાતના કિસાન પરિવારો આર્થિક તંગી, દેવાના બોજ અને વહીવટી અન્યાય સામે રસ્તા પર ઉતરીને પોતાના હક્કની લડાઈ લડી રહ્યા છે. ખેડૂતો અત્યારે ખોટી જમીન માપણી, પોતાના ખેતરોમાં મંજૂરી વિના નાખવામાં આવતા વીજ થાંભલાઓ, ખાતર અને બિયારણની તીવ્ર અછત તેમજ દેવા માફીની પાયાની માંગણીઓ સાથે ચારેય તરફથી સંઘર્ષ કરી રહ્યા છે. એક બાજુ આર્થિક પાયમાલી અને અન્યાય સામેની લડત અને બીજી બાજુ આકાશી આફત જેવા કોરા દુકાળના સંજોગોએ ગુજરાતના જગતના તાતને પડતા પર પાટુ જેવી અસહ્ય વેદનામાં મૂકી દીધા છે.
ગત વર્ષ જૂન ૨૦૨૫ની સરખામણીએ ચાલુ વર્ષે જૂન ૨૦૨૬માં વાવેતરમાં આશરે ૪૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ વરસાદની ભારે ખેંચ છે. ગયા વર્ષે આ સમયગાળામાં જ્યાં ૧૧.૫૫ ઇંચ વરસાદ પડ્યો હતો, તેની સામે ચાલુ વર્ષે માત્ર ૧ ઇંચ જેટલો જ વરસાદ થતાં ૮૦ થી ૮૫ ટકા જેટલી ચિંતાજનક ઘટ ઊભી થઈ છે. વરસાદના અભાવે અને નહેરોમાં પાણી ન મળવાને કારણે ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલા ઊભા ધરુવાળિયા પાણી વિના બળી રહ્યા છે અને તેની ગુણવત્તા સતત બગડી રહી છે. ચારેય તરફ આંદોલનો અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનો છતાં ભાજપ સરકાર આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે સંવેદનહીન અને ઉદાસીન છે, જેના લીધે જગતનો તાત આજે લાચાર અને હેરાન-પરેશાન થઈ ગયો છે. આ કપરા સમયે સરકાર પાસે તાકીદે માંગણી કરવામાં આવે છે કે નહેરોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામો તથા ખેતરો સુધી પાણી પહોંચે તેવી યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવે.
ગુજરાતમાં અત્યારે વરસાદ ખેંચાવાના કારણે ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ છે, જેના કારણે પશુપાલકો અને પશુઓ ઘાસચારાની શોધમાં દરદર ભટકી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક સમગ્ર ગુજરાતમાં ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ, સિંચાઈ માટે હાલમાં ખેડૂતોને માત્ર આઠ કલાક વીજળી આપવામાં આવે છે, તેના બદલે ઓછામાં ઓછા બાર કલાક વીજ પુરવઠો આપવામાં આવે જેથી ટ્યુબવેલ દ્વારા પાણી ખેંચીને પાક બચાવી શકાય. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઘટીને આશરે વીસ ટકા જેટલો જ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદ વધુ મોડો પડે તો પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લોકો તથા પશુપાલકોને પીવાના પાણી અને ઘાસચારાના અભાવે સ્થળાંતર કરવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દુઃખની વાત એ છે કે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં ભાજપ સરકાર તરફથી હજુ સુધી જરૂરી આગોતરા અને અસરકારક પગલાં ભર્યા હોય તેવું દેખાતા નથી. તેથી રાજ્ય સરકારને વિનંતી છે કે સમગ્ર પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક સર્વે કરાવે, થયેલી અને સંભવિત નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરે તેમજ ઘાસચારો, પીવાનું પાણી, વધારાનો વીજ પુરવઠો અને અન્ય જરૂરી રાહત વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે ઉપલબ્ધ કરાવે
ગુજરાતમાં વર્તમાન સમયમાં ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે સતત આંદોલન કરી રહ્યા છે. અનેક સ્થળોએ ખેડૂતોની મંજૂરી વિના તેમના ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક કોઈપણ પ્રકારની યોગ્ય મંજૂરી કે પૂરતા વળતર વિના પાણીની પાઇપલાઇન નાખવાના નામે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓના હિતો માટે આખી સરકાર સક્રિય બની જાય છે, પરંતુ જ્યારે ખેડૂત પોતાના પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેની વ્યથા ભાજપ સરકાર સુધી પહોંચતી નથી. ખેડૂતો દેવાના બોજા હેઠળ દબાઈને આર્થિક રીતે પાયમાલ બન્યા છે અને દેવા માફી, ખાતર-બિયારણની અછત, મોંઘવારી તથા જમીન સંબંધિત પ્રશ્નોને લઈને રાજ્યના જેતપર, સાણંદ, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ આંદોલનો ચાલી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ પ્રત્યે ભાજપ સરકારની નિષ્ક્રિયતા ચિંતાજનક છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. તેથી સરકારને અમારી સ્પષ્ટ રજૂઆત છે કે વરસાદની અછતને પહોંચી વળવા માટે તાત્કાલિક રાહતના પગલાં ભરે તેમજ ખેડૂતોના વિવિધ આંદોલનોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓનું વહેલી તકે ન્યાયસંગત અને કાયમી નિરાકરણ લાવે.
તા. ૨૫-૦૬-૨૦૨૬
· ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આજે રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કર્યો છે.
· હાલના સમયમાં ભાજપ સરકારની ભ્રષ્ટનીતિના લીધે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે : શ્રી સતેજ પાટીલ
· ૯ ઓગસ્ટ ૨૦૨૬: ‘દિલ્હી ચલો’ સાથે અભિયાનના પ્રથમ તબક્કાનું સમાપન, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે
· NEET નું પેપર લીક થયા બાદ ૧૨ કરતા વધુ વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં હતાશા-નિરાશાના લીધે જીવન ટુંકાવ્યું હતું તે પૈકી ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થી કહાન પ્રશાંતભાઈ પટેલે નિરાશ થઈને જીવન ટુંકાવ્યું હતું, આ વિદ્યાર્થીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
· ૩૦ જૂનથી ૨૮ શહેરોમાં પત્રિકા વિતરણ, નુક્કડ સભાઓ અને વિદ્યાર્થી સંપર્ક અભિયાન.
જુલાઈ મહિનામાં સાપ્તાહિક કાર્યક્રમો, કેમ્પસ સંપર્ક અને આંબેડકર સંવાદ.
૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ તમામ ૨૮ શહેરોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ.
ભારત દેશમાં NEET પરીક્ષાના પેપર લીક થવાના લીધે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે. હાલના સમયમાં કોંગ્રેસ પાર્ટીએ વિદ્યાર્થી માટે ચિંતીત છે. અમદાવાદ ખાતે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સતેજ પાટીલે અને અમદાવાદ શહેર સંયોજક શેષ નારાયણ ઓઝાએ થતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી.
મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી સતેજ પાટીલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં ભાજપ સરકારની ભ્રષ્ટનીતિના લીધે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પેપર લીક માફિયા સાથેના સંબંધોની તપાસની માંગ કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આજે રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ ૪૦ દિવસનું અભિયાન દેશના ૨૮ મુખ્ય શહેરોમાં વિદ્યાર્થીઓ, ઉમેદવારો, કોચિંગ હબ, કોલેજ કેમ્પસ, પુસ્તકાલયો અને યુવા જૂથો વચ્ચે ચલાવવામાં આવશે.
હાલની પરીક્ષા વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ અભિયાન એવા વિદ્યાર્થીઓ અને નોકરીના ઉમેદવારોનો અવાજ છે જેમની મહેનત વારંવાર પેપર લીક, પરીક્ષા રદ થવી, પરિણામમાં વિલંબ, ભરતી અટકી જવી અને એનટીએ (NTA) ની નિષ્ફળતાને કારણે બરબાદ થઈ રહી છે. વિદ્યાર્થીઓ કોઈ ઉપકાર નથી માંગી રહ્યા. તેઓ માત્ર નિષ્પક્ષ પરીક્ષા અને નિર્ધારિત સમયે ભરતીની માંગ કરી રહ્યા છે. નીટ યુજી ૨૦૨૬ એ પરીક્ષા વ્યવસ્થા પર વિશ્વાસનું સંકટ વધુ ઘેરું બન્યું છે. ભાજપ સરકારે પારદર્શિતા અને સુધારાના નામે એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) ને ભારતના વિદ્યાર્થીઓ પર થોપી હતી, પરંતુ આજે આ સંસ્થા કરોડો વિદ્યાર્થીઓ માટે ‘નેશનલ ટ્રોમા એજન્સી’ બની ગઈ છે. છેલ્લાં વર્ષોમાં દેશભરમાં ૮૯ થી વધુ પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે આવ્યા છે, પરંતુ આજ સુધી કોઈ મોટા સરગના, રાજકીય રક્ષણ આપનાર વ્યક્તિ કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો નથી. માત્ર નાના દલાલો અને પ્યાદાઓ જ પકડાયા છે, જ્યારે અસલી કિંગપિન અને ભાજપી સંરક્ષકો હંમેશા બચી નીકળ્યા છે. નીટ યુજી ૨૦૨૬ નું પેપર લીક આ સડી ગયેલી વ્યવસ્થાનું સૌથી મોટું ઉદાહરણ છે. લાખો વિદ્યાર્થીઓએ વર્ષોની મહેનત કરી, કરોડો પરિવારોએ તેમની જીવનભરની કમાણી દાવ પર લગાવી, પરંતુ પરીક્ષા ફરી ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ. આ કૌભાંડ બાદ દેશભરમાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. ઘણા વિદ્યાર્થીઓએ તેમની સુસાઈડ નોટમાં વ્યવસ્થાથી તૂટી જવા અને ભવિષ્યના અંધકારનો ઉલ્લેખ કર્યો છે. આમ છતાં, દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ન તો નૈતિક જવાબદારી લીધી કે ન તો રાજીનામું આપ્યું. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે સ્વીકાર્યું કે “વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે હું જવાબદાર છું, આ વ્યવસ્થા અમે જ વિદ્યાર્થીઓને આપી છે.” જ્યારે જવાબદારી સ્વીકારી લેવામાં આવી છે, તો પછી રાજીનામું કેમ નહીં? જો ૨૦ થી વધુ વિદ્યાર્થીઓના મોત, લાખો યુવાનોનું ભવિષ્ય અને સમગ્ર દેશનો તૂટી ગયેલો વિશ્વાસ પણ કોઈ મંત્રીને પદ છોડવા માટે મજબૂર ન કરી શકે, તો જવાબદારીનો અર્થ શું રહે છે?
સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમગ્ર મુદ્દા પર એક શબ્દ બોલવાનું જરૂરી સમજ્યું નથી. જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા પર છે, પરિવારો બરબાદ થઈ રહ્યા છે, આત્મહત્યાઓ થઈ રહી છે અને પરીક્ષાઓ મજાક બની ચૂકી છે, ત્યારે સત્તાની મૌન આ વાતનો પુરાવો છે કે યુવાનોની પીડા તેમની પ્રાથમિકતા નથી. આ લડાઈ માત્ર નીટ (NEET) ની નથી. આ લડાઈ તે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને બચાવવાની છે જે આજે આઈસીયુ (ICU) માં પહોંચી ગઈ છે. પેપર લીક, ભરતી કૌભાંડો, ખાલી જગ્યાઓ, મોંઘી કોચિંગ વ્યવસ્થા, સતત સ્થગિત થતી પરીક્ષાઓ અને બેરોજગારીએ યુવાનોનો વિશ્વાસ તોડી નાખ્યો છે. દેશનો યુવાન આજે સૌથી વધુ અસુરક્ષિત ભવિષ્યનો સામનો કરી રહ્યો છે. શિક્ષણ મંત્રી અને એનટીએ આ સંકટની જવાબદારીમાંથી બચી શકતા નથી. જ્યારે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટે છે, ત્યારે જવાબદારી પણ રાષ્ટ્રીય સ્તરે નક્કી થવી જોઈએ.
પેપર લીક હવે અલગ ઘટના નથી, રાષ્ટ્રીય પેટર્ન છે તે અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી શેષ નારાયણ ઓઝા એ જણાવ્યું હતું કે, દેશમાં ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક કેસ સામે આવ્યા છે અને ઓછામાં ઓછા ૬.૫ કરોડ ઉમેદવારો પ્રભાવિત થયા છે. જેમાં લગભગ ૪૮ પરીક્ષાઓમાં રીટેસ્ટ થયો અને ૨૨ પરીક્ષાઓ આયોજિત થયા પહેલા જ રદ થઈ ગઈ. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ૨૦૧૯ પછી નીટ ૨૦૨૪ ને બાદ કરતાં ઓછામાં ઓછી ૬૪ મોટી પરીક્ષાઓ પેપર લીકના આરોપોથી પ્રભાવિત થઈ હતી અને આ કેસ ૧૯ રાજ્યોમાં ફેલાયેલા છે. તેમાં ૪૫ સરકારી ભરતી પરીક્ષાઓ હતી અને ઓછામાં ઓછી ૨૭ પરીક્ષાઓ રદ અથવા સ્થગિત કરવામાં આવી હતી. પેપર લીક એક સંગઠિત નેટવર્ક છે, જેમાં વેન્ડર એજન્સીઓ, પ્રિન્ટિંગ પ્રેસ, ટ્રાન્સપોર્ટ ચેન, પરીક્ષા કેન્દ્ર, આંતરિક લોકો, વચેટિયાઓ અને સોલ્વર ગેંગ સુધીની ભૂમિકા વારંવાર સામે આવતી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. પેપર લીક માફિયા, વેન્ડર એજન્સીઓ, અધિકારીઓ અને રાજકીય સંરક્ષણ સાથેના તેમના સંભવિત સંબંધોની નિષ્પક્ષ તપાસ થાય. સમગ્ર પરીક્ષા વ્યવસ્થાનું ઓવરહોલ (સંપૂર્ણ સુધારણા) કરવામાં આવે. એનટીએ, પેપર સેટિંગ, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટ, પરીક્ષા કેન્દ્ર, ડિજિટલ સિસ્ટમ અને વેન્ડર કોન્ટ્રાક્ટની તપાસ થાય અને દરેક તબક્કાને સુરક્ષિત કરવામાં આવે. નિર્ધારિત વાર્ષિક પરીક્ષા અને ભરતી કેલેન્ડર લાગુ કરવામાં આવે. પરીક્ષાની તારીખ, પરિણામની તારીખ અને નિમણૂકની સમયસીમા અગાઉથી જાહેર થાય અને તેનું સખ્તીથી પાલન થાય તેવી માંગ સાથે “છાત્રો કી ગૂંજ” અભિયાન ૩૦ જૂનથી ૨૮ શહેરોમાં પત્રિકા વિતરણ, નુક્કડ સભાઓ અને વિદ્યાર્થી સંપર્ક અભિયાન કરવામાં આવશે. જુલાઈ મહિનામાં સાપ્તાહિક કાર્યક્રમો, કેમ્પસ સંપર્ક અને આંબેડકર સંવાદ અને ૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ તમામ ૨૮ શહેરોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.
૯ ઓગસ્ટ ૨૦૨૬: ‘દિલ્હી ચલો’ સાથે અભિયાનના પ્રથમ તબક્કાનું સમાપન, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે. કોંગ્રેસ પાર્ટીએ ‘છાત્રો કી ગૂંજ’ આંદોલન હેઠળ વિદ્યાર્થીઓને જોડાવાની અપીલ કરી છે, જેના માટે એક મિસ્ડ કોલ નંબર – ૯૮૭૩૦૩૬૧૬૧ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને www.chhatronkigoonj.in પર જઈને રજીસ્ટર કરવા અપીલ કરવામાં આવી છે. દેશના ૨૮ શહેરોમાં ચાલી રહેલા આ જન આંદોલન સાથે જોડાઈને તમે તમારા શહેરમાં “છાત્રો કી ગૂંજ” ચેપ્ટરનો હિસ્સો બની શકો છો. કારણ કે આ લડાઈ હવે રાજકીય નથી, પરંતુ યુવા ભારતના સપનાઓને બચાવવાનું વિદ્યાર્થી આંદોલન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને ભાજપ સરકાર ભારોભાર નુકસાન કરી રહી છે. ગુજરાતમાં ૪૦ હજાર કરતા વધુ શિક્ષકોની ઘટ છે, ૩ હજાર જેટલી શાળાઓમાં એક શિક્ષકથી ચાલી રહી છે. ડૉ. મનમોહનસીંઘની સરકારે દેશના બાળકોને મફત શિક્ષણ અને મૂળભૂત અધિકાર આપ્યો છે જ્યારે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર શિક્ષકોના અધિકાર છીનવી રહી છે. શિક્ષણ એ સેવાનું કાર્ય છે, કમનશીબે ભાજપ સરકારે મોટા પાયે લૂંટ અને વસુલાતનું તંત્ર બની ગયું છે. જે દેશ માટે ચિંતાનો વિષય છે.
૨૪ જૂન, ૨૦૨૬
• નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૬ (NFHS-6) ના તાજેતરના આંકડાઓએ ‘મહિલા સશક્તિકરણ’ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ પોલ ખોલી નાખી: ડૉ.હિરેન બેન્કર
• ગુજરાતમાં માત્ર ૧૬ ટકા મહિલાઓ જ ઘર કે જમીનની માલિકી ધરાવે છે: મહિલાઓને હજુ પણ સમાન અધિકાર મળ્યો નથી: ડૉ.હિરેન બેન્કર
• ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ આજે પણ ટેક્નોલોજીથી વંચિત: ગ્રામીણ વિસ્તારોમાં માત્ર ૪૬.૨ % મહિલાઓ પાસે જ મોબાઈલ: ડૉ.હિરેન બેન્કર
• રાજ્યની લગભગ ૨૫% મહિલાઓએ ક્યારેય શાળાનું પગથિયું જ ચડ્યું નથી: માત્ર ૩૮.૬ % મહિલાઓ જ ૧૦ વર્ષ કે તેથી વધુનો અભ્યાસ પૂર્ણ કરી શકી: ડૉ.હિરેન બેન્કર
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૬ (NFHS-6) ના તાજેતરના આંકડાઓએ ‘મહિલા સશક્તિકરણ’ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ પોલ ખોલી નાખી. છેલ્લા ત્રણ દાયકાથી ‘ગુજરાત મોડેલ’ ની ગુલબાંગો કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કરે જાણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને ડિજિટલ સશક્તિકરણની વરવી વાસ્તવિકતાને ઉજાગર કરી દીધી છે. ભાજપ સરકારના ‘મહિલા સશક્તિકરણ’ના મોટા દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસની વાતો વચ્ચે, સામાજિક સૂચકાંકોમાં મહિલાઓની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૬માં અનુસાર રાજ્યમાં દર ૪ માંથી ૧ મહિલા ક્યારેય શાળાએ ગઈ નથી આ ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે. શિક્ષણના નામે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પરિણામ મીંડું? ગુજરાતમાં ૬ વર્ષ કે તેથી વધુ વયની માત્ર ૭૬.૩ % મહિલાઓ જ ક્યારેય શાળાએ ગઈ છે. એટલે કે રાજ્યની લગભગ ૨૫% મહિલાઓએ ક્યારેય શાળાનું પગથિયું જ ચડ્યું નથી. વધુમાં, માત્ર ૩૮.૬ % મહિલાઓ જ ૧૦ વર્ષ કે તેથી વધુનો અભ્યાસ પૂર્ણ કરી શકી છે. રાજ્યમાં શહેરી અને ગ્રામીણ શિક્ષણમાં ભારે અસમાનતા જોવા મળી છે. શહેરી વિસ્તારોમાં ૫૧.૯ % મહિલાઓએ ૧૦ વર્ષ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો ઘટીને માત્ર ૨૮.૮% થઈ જાય છે. પુરુષો ૪૭ % ની સરખામણીમાં મહિલાઓનું આ શૈક્ષણિક સ્તર સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના નારાની પોલ ખોલે છે. ભાજપ સરકાર વારંવાર વિકાસનું નકલી ચિત્ર ઉઘાડું પડી ગયું છે. આ અહેવાલે રાજ્યભરમાં મહિલાઓની સ્થિતિ અંગેની ગંભીર ખામીઓ ખુલ્લી પાડી છે. રાજ્યની લગભગ ચોથા ભાગની મહિલાઓ ક્યારેય શાળાએ ગઈ જ ન હોય, તો શું આને સાચા અર્થમાં ‘મહિલા સશક્તિકરણ’ કહી શકાય?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૬ (NFHS-6) ના તાજેતરના આંકડાઓએ રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે આર્થિક સશક્તિકરણની સાચી ઓળખ સંપત્તિની માલિકી હોય છે. પરંતુ ગુજરાતમાં માત્ર ૧૬ % મહિલાઓ જ ઘર કે જમીનની માલિકી ધરાવે છે. આ આંકડો સાબિત કરે છે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓને હજુ પણ સમાન અધિકાર મળ્યો નથી. વિકાસનું સાચું માપદંડ એ છે કે તે મહિલાઓ માટે કેટલી સમાન તકો અને સશક્તિકરણમાં પરિવર્તિત થાય છે, જેમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ આજે પણ ટેક્નોલોજીથી વંચિત છે ગ્રામીણ વિસ્તારોમાં માત્ર ૪૬.૨ % મહિલાઓ પાસે જ મોબાઈલ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર ૫૮.૮% મહિલાઓ પાસે પોતાનો મોબાઈલ ફોન છે ગુજરાતની માત્ર ૬૫.૭% મહિલાઓ જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં ગ્રામીણ મહિલાઓ સંખ્યા માત્ર ૫૪.૩ % જ છે. લાખો મહિલાઓ શિક્ષણ, સરકારી સેવાઓ અને રોજગારીની તકો આપતી ડિજિટલ ઇકોસિસ્ટમથી સંપૂર્ણપણે બહાર છે. સરકાર માત્ર મોટી જાહેરાતો અને ઉત્સવો કરવાને બદલે, પાયાના સ્તરે મહિલા શિક્ષણ, આર્થિક માલિકી અને ડિજિટલ સમાનતા માટે નક્કર પગલાં ભરે તેવી કોન્ગ્રેસ પક્ષ માંગ કરે છે જેથી ખરા જ અર્થમાં મહિલાનું સશક્તિકરણ થાય.
૨૩–૦૬–૨૦૨૬
• મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષા ફરી લેવાના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવો પાછળ જવાબદાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. –મનહર પટેલ
• આજની શિક્ષણ વ્યવસ્થા એક ખંડણી કૌભાંડથી મોટી બની ગઈ છે, વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી ગયો છે,એટલે ભારતના યુવાનો પોતાના ભવિષ્યનુ સપનુ જોઇ શકતો નથી.
• મોદી સરકાર ૧૨ વર્ષની ઉજવણીની ફલશ્રુતિ દેશના ૧૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૧૨ વિદ્યાર્થીઓ નોકરીને પામે છે,૨૯૭ બેરોજગાર અને ૯૬૧ મનરેગા અને નાની મોટી મજુરી કરે છે.૮૦ % એન્જીનીયર બેકાર છે.
શિક્ષણના આ ગંભીર મુદ્દાને લઈને કોટામા દેશભરના લાખો વિદ્યાર્થીઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમા એક આવજે કહ્યુ કે ભારત સરકારની વર્તમાન પરીક્ષા પ્રણાલી અન્યાય કરનારી છે.
તેમા કોંગ્રેસ પક્ષનુ લક્ષ્ય વિદ્યાર્થીઓને પોતાના મોટા સપના જોવાનો અવસર અને અધિકાર મળે અને જીવનને જોખમમા નાખ્યા વગર સપના સાકાર કરવા સાથ આપવાનો છે.
ભારતમા લેવાતી પાંચ પરીક્ષાઓ (SSC,UPSC,RRB,JEE અને NEET) ની તૈયારીમાં વિદ્યાર્થીઓ પરિવારો વાર્ષિક રૂ. 3.5 લાખ કરોડ ખર્ચ કરે છે, જે ભારત સરકારના શિક્ષણ બજેટના લગભગ ત્રણ ગણો અને શિક્ષણ, આરોગ્ય, શ્રમ, વિજ્ઞાન અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કુલ પાંચ મંત્રાલયોના સંયુક્ત બજેટ જેટલો છે.જે મોદી સરકારની ખુલ્લી લુટ છે.
જ્યારે માત્ર NEET ની પરિક્ષામા દેશમા ૨૨ લાખ વિદ્યાર્થીઓ વર્ષે કોચિંગ,હોસ્ટેલ,ભોજન,પુસ્તકો અને પરિક્ષા ફી પેટે ૧.૩૨ લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરે છે, તેની સામે ભારત સરકાર શિક્ષણ બજેટ કુલ ૧.૪૦ લાખ કરોડ રુપિયા ફાળવે છે. પરિવારો એવા ખર્ચનો નાણાકીય બોજ સહન કરી રહ્યા છે જેની જવાબદારી સરકારની હોવી જોઈએ.
આમ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ “છાત્ર ગુંજ” ના કાર્યક્રમો યોજાશે..
શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’
• શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશે. : અમિત ચાવડા
• ૨૨ લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ. ૧.૩૨ લાખ કરોડ- દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડ. : બિમલ શાહ
• પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. : હેમાંગ રાવલ
• મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી. : મહેન્દ્રસિંહ રાણા
• NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે. : હાર્દિક ભટ્ટ
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી બિમલ શાહ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા શ્રી હેમંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદાજ જોતાં માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોચિંગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.
શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.
વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ માનનીય શ્રી બિમલભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા માનનીય શ્રી હેમાંગભાઈ રાવલ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ રાણા, નડિયાદ મહાનગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ભટ્ટ , ખેડા જિલ્લા મહામંત્રી શ્રી ગોકુલ શાહ અને વિજય ભોજાણી તથા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી નવીનભાઈ ભાવસાર ( મામા) , સુભાષભાઈ આચાર્ય અને દિલીપસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા
ખેડૂત બોલે એક જ વાણી
૨૬મી જુને વ્રજવાણી
· ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી લડત આપતા રહીશું : પદયાત્રાની જાહેરાત કરતા કિસાન કોંગ્રેસ
· ગુજરાતના ખેડૂતોને ન્યાય મળેતે માટે કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ૨૬મી જૂન થી કચ્છ-વ્રજવાણી થી શરૂ થશે યાત્રા
· ખેડૂતોના મુદ્દાઓ સાથે દેવભૂમિ દ્વારકા ખાતે યોજાશે ખેડૂત મહાસભા.
· ખેડૂત-ખેતી-ગામડું બચાવવા કિસાન કોંગ્રેસ આપશે લડત.
· ગુજરાતમાં દોઢ લાખ નવા થાંભલા નંખાવા થી ૩૮ લાખ વીઘાથી વધુ જમીન જોખમમાં : શ્રી લાલજીભાઈ દેસાઈ
· ખેડૂતોના હક્ક માટે કોંગ્રેસ ૨૬ જૂન થી વ્રજવાણી-કચ્છ થી દ્વારકા સુધી કિસાન અધિકાર યાત્રા પાર્ટ-૨ નો પ્રારંભ થશે.
· જે સરકાર રામ અને ધર્મના નામે સત્તા પર આવી છે, તે દિવસ-રાત રામનું નામ લેતા સુદામા જેવા ગરીબ ખેડૂતોની વેદના સાંભળતી નથી : શ્રી જયેશભાઈ પટેલ
· ભગવાનને ધજાચડાવી આ બહેરી-આંધળી સરકારને સદબુદ્ધી આપવા માટે ગુહાર લગાવશે : કિસાન કોંગ્રેસ
· કચ્છ-જામનગર લાઈનમાં માત્ર ૩૦ ખેડૂતો અસરગ્રસ્ત થાય તેવો રણ-દરિયાઈ રૂટ હોવા છતાં સરકાર જાણી જોઈને ૩૦૦૦ ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લાઈન પસાર કરે છે : શ્રી પાલભાઈ આંબલીયા
ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાની ઐતહાસિક સફળતા બાદ પદયાત્રા-આંદોલન પાર્ટ-૨ ની જાહેરાત કરતા કિસાન કોંગ્રેસના નેતાશ્રી પાલભાઈ આંબલીયા અને મહેશ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂત અને ગામડું કાયમી એક સિક્કા ની બે બાજુ છે. જ્યારે કોંગ્રેસે આંદોલન કર્યા તે રાજકારણ નહીં રાજનીતિ માટે કર્યા છે, વીજ લાઇન ના પ્રશ્નો ને લઈ ૨૦૧૭ માં રાજ્ય સરકારે પહેલો પત્ર કર્યો, જંત્રી ના ૭.૫૦% આપવાનો પરિપત્ર થયો ત્યારે થી સરકાર સામે લડ્યા અને ૭.૫૦% થી ૨૫% થયા ત્યાર સુધી લડ્યા છીએ. ૨૦૧૩ ના જમીન સંપાદન ના કાયદા મુજબ માર્કેટ ભાવના ૪ ગણા ભાવ મળવા જોઈએ તે આંદોલન પણ કોંગ્રેસ પક્ષે કર્યું. ૧૪ જિલ્લામાં ખેડૂતો ને નોટિસ મળી અને ૬ જિલ્લા માં વીજ કંપનીઓ એ કામ શરૂ કરતા ફરી સરકાર સામે લડવા માટે ગાંધીનગર જવા નિકળ્યા હતા. કોઈ એ હવન માં હાડકા નાખવાનું કામ કર્યું, અમે એમાં નથી પડતા પણ અમે લડત ચાલુ રાખીશું. ૨૦૧૩ જમીન સંપાદન કાયદા માં મુજબ બજાર ભાવ ના ચાર ગણા નહી આપે, માસિક વીજ પોલદીઠ ભાડું ૫૦૦૦૦ નહી આપે, વન ટાઈમ સેટલમેન્ટ પોલદિઠ ૨ કરોડ ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહશે. આવતી ૨૬ જૂન, કચ્છના વ્રજવાણી થી શરૂ કરી દ્વારકાધીશ ને ફરિયાદ કરવા જઈશું. સરકાર ને સદબુદ્ધિ આપે તે માટે દ્વારકાધીશ દેવભૂમિ દ્વારકાને ધ્વજા અર્પણ કરીશું. ગુજરાત કિસાન કોંગ્રેસ આ કાર્યક્રમ કરશે.
વ્રજવાણી-કચ્છ નું મોવાણા ગામ છે, ૧૨૦૦ કેવી નું સબ સ્ટેશન બનેલું છે, અત્યારે જે લાઇન નીકળે છે તે લાકડિયા, સામખિયાળ થઈ માળીયા આવે છે, ફળદ્રુપ જમીનો માં વીજ લાઇન નાખવામાં આવે છે. વૈકલ્પિક રૂટ રણ વિસ્તાર ના છે છતાં સરકારે ત્યાં વીજ લાઇન નાંખવી નથી.
એવી જ રીતે રીલાયન્સની 765 kv અને 800 kvની બે વીજલાઈન માળીયા નાની બરાર કેશીયા થઈ બાલપુર જાય છે જે સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી પસાર થાય છે તેની જગ્યાએ માળીયાથી નવલખી થઈ જોડીયા થઈ દરીયા કિનારેથી સિક્કા સુધી બિન ઉપજાઉ જમીનમાંથી બે લાઈન પસાર કરી શકાય છે તેનો વૈકલ્પિક રૂટ જામનગર, કચ્છ અને મોરબી કલેક્ટરને છ મહિના પહેલા જ આપેલ છે.
માત્ર સિક્કા ગામ પાસે ૧૦ થી ૧૫ ખેડૂતો ને નુકસાન થાય છે, જામનગર કલેક્ટર ને આ રૂટ બે મહિના પર્હલા આપેલો છે, રૂટ બદલવા રજુઆત કરી હતી. ખેડૂતો ના ખેતર બરબાદ કરવામાં સરકાર ને શા માટે રસ છે ?
ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાની ઐતહાસિક લડત બાદ આંદોલન પાર્ટ-૨ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કિસાન યાત્રા પાર્ટ-૨ યોજવામાં આવશે, પદ યાત્રા કરી ને દ્વારકાધીશ ને ધ્વજા અર્પણ કરી સરકાર ને બુદ્ધિ આપે ભગવાન ને પ્રાર્થના કરીશું. ૧૦૦થી વધુ લાઇન નીકળી રહી છે, ૧ થી ૨ ગીગા વોટ વીજળી પસાર થશે. ૧૩૦ ગીગા વોટ વીજળી પસાર કેટલી લાઇન ની જરૂર પડે, ૧૦૦ થી વધુ વીજ લાઇન એટલે, ૫૦૦ કિમી સુધી લાઇન લઈ જવી પડે, ૧.૫૦ લાખ વીજ થાંભલા ખેતરો માં નાખવામાં આવશે, ૫૦૦ કિમી લાંબી ૧૦૦ લાઇન માં ૧ કિમી માટે ૭૭ વિઘા જમીન ને અસર થશે, કચ્છ સહિતના ખેડૂત ની લડાઈ સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે ની લડાઈ છે, જ્યાં સુધી ખેડૂતો ને ન્યાય ના મળે ત્યાં સુધી કોંગ્રેસ પાછીપાની નહીં કરે.
ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલીની ઐતહાસિક સફળતા બાદ કિસાન યાત્રા અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષશ્રી જયેશ પટેલે જણાવ્યું હતું કે, દ્વારકાધીશ ને અમે પગ હાથ જોડી સરકાર ને સદબુદ્ધિ આવે તે અંગે વિનંતી લઈ ને કિસાનના ન્યાય માટે પદયાત્રા સ્વરૂપે જઈશું. ગુજરાત ની જરૂરિયાત થી વધુ અનેક ગણી વીજળી ઉત્પન્ન થવાની છે. ગુજરાત બહાર વીજળી જવાની છે, ૮૫ થી ૧૦૦ લાઇન ખેતરો માંથી પસાર થશે, ગુજરાત ના તમામ ગામડા માં આ કાયદા થી માહિતગાર કરવા એ અમારી કામગીરી છે, જેટલા ગામો માંથી યાત્રા પસાર થશે તે ગામોમાં માહિતી સાથે વીજ લાઇન થાંભલા થી ખેડૂતોને થનારા નુકસાન અંગે ચર્ચા થશે. દ્વારકા માં મોટા સંમેલન બાદ ભગવાન દ્વારકાધિશને ધ્વજાનું અર્પણ કરી યાત્રાનું અલ્પવિરામ થશે.
૨૦-૬-૨૦૨૬
· શું ગુજરાત માં મેડિકલ એજ્યુકેશન-ટેકનીકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ, બીએસસી અને બીબીએ ભણવું વધારે મોંઘુ?
· પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા કરાઇ રહી છે ઉઘાડી લૂંટ, ઉઘરાવે છે વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી.
· શું સરકાર એ પ્રાઇવેટ યુનિવર્સિટી ને વિદ્યાર્થીઓ – વાલીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો છે?
· સરકાર તાત્કાલિક રિટાયર્ડ જજ ની દેખરેખ માં ફી નિયમન કમિટી નીમે તેવી ઉગ્ર માંગ.
· ખાનગી યુનિવર્સિટી દ્વારા લેવાતી ફીની રકમ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવી જોઈએ.
· અલગ અલગ કોર્સ માં વાર્ષિક ૬ લાખ રૂ સુધી ની ફી ઉઘરાવવા માં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ સરકાર માં બનેલ ગ્રાંટ ઈન એઈડ કોલેજ ની એજ કોર્સ ની ફી વાર્ષિક ૨૮૫૦ રૂ
· ગુજરાત ની યુનિવર્સિટીઓ શિક્ષણ માં તો ટોપ યુનિવર્સિટી ક્લબ માં ભલે ના આવે પણ વિદ્યાર્થીઓ ને લૂંટવા માટે મિલિયન ફી ક્લબ માં જવાની ઘેલછા લાગી છે.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણ ના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછા માં શિક્ષણ ની ફી આસમાને પોહચાડી છે. ગુજરાત રાજ્ય માં સૌથી વધુ પ્રાઇવેટ યુનિવર્સિટી ને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સ માં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે. ગુજરાત ની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણ માં ટોપ યુનિવર્સિટી ક્લબ માં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ ને લૂંટવા માં વન મિલિયન ફી ક્લબ માં જવા ની ઘેલછા છે.
ગુજરાત ની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ, બીએ, બીએસસી અને બીબીએ ની ફી મેડિકલ – ટેકનીકલ એજ્યુકેશન ની ફી કરતા પણ મોંઘી. ગુજરાત ની ખાનગી યુનિવર્સિટી પૈકીની કેટલીક યુનિવર્સિટી ના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સ ની ફી જોઈએ અને સરકાર ની કોલેજો ની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીએસસીમાં વાર્ષિક રૂ. ૬,૦૦,૦૦૦ ફી ઉઘરાવવામાં આવે છે, તેની જ સંસ્થામાં બપોરે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી ફી આશરે રૂ. ૨૮૫૦ ઉઘરાવવા માં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમ માં વાર્ષિક ૨,૨૫,૦૦૦ ઉઘરાવવા માં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના વાર્ષિક ૨,૩૭,૫૦૦ રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. જ્યારે બીબીએ માં વાર્ષિક ૩,૦૦,૦૦૦ જેટલી ફી વિદ્યાર્થીઓએ ભરવી પડે છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં બીએ ના કોર્સની વિદ્યાર્થીઓએ વાર્ષિક રૂ. ૫૮,૦૦૦ ફી ભરવી પડે છે જ્યારે બીકોમ અને બીબીએ માં રૂ. ૧,૩૦,૦૦૦ જેટલી ફી ભરવી પડે છે. વડોદરાના નવરચના યુનિવર્સિટીમાં બીએ ના કોર્સની વાર્ષિક રૂ. ૮૪,૭૦૦ ફી ભરવી પડે છે જ્યારે બીબીએની વાર્ષિક ફી રૂ. ૧,૫૦,૫૦૦ ભરવી પડે છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંત નો પ્રચાર ભાજપ ના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં વાર્ષિક રૂ. ૩,૧૦,૦૦૦ ફી ઉઘરાવવા માં આવી રહી છે. સુરતની ઓરો યુનિવર્સિટીમાં બીએ માટે વાર્ષિક રૂ. ૧,૯૨,૦૦૦ નો ખર્ચ થાય છે જ્યારે બીકોમ, બીબીએ માં વાર્ષિક રૂ. ૩,૨૭,૦૦૦ ની ફી વિદ્યાર્થીઓએ ભરવી પડે છે. કોંગ્રેસના શાસન માં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક આશરે ૩૦૦૦ જેટલી રકમ માં વિદ્યાર્થીઓને ભણાવવા માં આવે છે. વિદ્યાર્થીનીઓ ને ટ્યુશન ફીસ પણ માફ કરવા માં આવી છે. વિદ્યાર્થીઓ ને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવા માં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટી ની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? ખાનગી યુનિવર્સિટી દ્વારા લેવાતી ફીની રકમ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવી જોઈએ તેવી માંગ છે. વન મિલિયન ફી ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે.
યુનિવર્સિટી
બી.એ. (ચાર વર્ષ)
બી.કોમ (ચાર વર્ષ)
બી.એસ.સી.
(ચાર વર્ષ)
બી.બી.એ.
(ચાર વર્ષ)
ગુજરાત યુનિવર્સિટી (સરકારી)
૧૧,૪૦૦
(સરકારી ગ્રાન્ટેડ)
૪૮૦૦૦,
૬૦૦૦૦,
૧,૪૪,૦૦૦
(સેલ્ફ ફાયનાન્સ)
૧૧૪૦૦
(સરકારી ગ્રાન્ટેડ)
૪૬૦૦૦
૫૪૬૪૦
(સેલ્ફ ફાયનાન્સ)
૧૬૦૦૦
(સરકારી ગ્રાન્ટેડ)
૧૦૦૦૦૦
(સેલ્ફ ફાયનાન્સ)
૧૦૫૬૦૦
(સેલ્ફ ફાયનાન્સ)
અમદાવાદ યુનિવર્સિટી
ટુ મીલીયન ફી કલબ
૨૪,૦૦,૦૦૦
૨૪,૦૦,૦૦૦
૨૪,૦૦,૦૦૦
૨૪,૦૦,૦૦૦
નવરચના યુનિવર્સિટી (વડોદરા)
૩,૩૮,૮૦૦
–
૩,૯૭,૪૪૦
૬,૦૨,૦૦૦
મારવાડી યુનિવર્સિટી (રાજકોટ)
૨,૩૨,૦૦૦
૫,૨૦,૦૦૦
૨,૪૦,૦૦૦
૫,૨૦,૦૦૦
ઓરો યુનિવર્સિટી (સુરત)
વન મીલીયન ફી કલબ
૭,૬૮,૦૦૦
૧૩,૦૮,૦૦૦
–
૧૩,૦૮,૦૦૦
પી.ડી.ઈ.યુ. (ગાંધીનગર)
વન મીલીયન ફી કલબ
૧૨,૪૦,૦૦૦
૧૨,૪૦,૦૦૦
૯,૬૦,૦૦૦
૧૨,૪૦,૦૦૦
નિરમા યુનિવર્સિટી
વન પોઈન્ટ ફાઈવ મીલીયન કલબ
–
૯,૦૦,૦૦૦
–
૧૫,૫૬,૦૦૦
પારૂલ યુનિવર્સિટી (વડોદરા)
૩,૬૦,૦૦૦
૩,૬૦,૦૦૦ -૪,૪૦,૦૦૦
૪,૬૦,૦૦૦
૬,૨૦,૦૦૦
એલ.જે. યુનિવર્સિટી
–
૧,૪૦,૦૦૦
૧,૬ ૦,૦૦૦
૨,૫૨,૦૦૦
કર્ણાવતી યુનિવર્સિટી
વન મીલીયન ફી કલબ
૯,૫૦,૦૦૦
–
–
૧૨,૦૦,૦૦૦
જી.એલ.એસ.યુનિવર્સિટી
–
૨,૪૦,૦૦૦ – ૫,૮૦,૦૦૦
–
૩,૯૨,૦૦૦ – ૭,૯૨,૦૦૦
૧૯-૦૬-૨૦૨૬
શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’
૨૨-૨૩ જૂને રાજ્યભરના જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓના અવાજને વાચા અપાશે
· શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશેઃ શ્રી અમિત ચાવડા
· ૨૨-૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોને વાચા અપાશે : શ્રી અમિત ચાવડા
· ૨૨ લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ. ૧.૩૨ લાખ કરોડ- દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડઃ શ્રી અમિત ચાવડા
· પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે : શ્રી અમિત ચાવડા
· મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી:શ્રી અમિત ચાવડા
· NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ગુજરાતની સ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદાજ જોતાં માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોચિંગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.
શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.
આવનારી ૨૨ અને ૨૩ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવકતા ડૉ. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ શહેર પ્રભારી ડૉ. હિમાંશુ પટેલ, પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર, શ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
૧૮-૦૬-૨૦૨૬
· મોદી સરકારની પીએમ ઇન્ટર્નશિપ યોજના રૂ.15,000 કરોડનું મોટું કૌભાંડ જે ભારતના યુવાનોને છેતર્યા છે કેગ (CAG)એ મોટી અનિયમિતતાઓ ઉજાગર કરી : ડૉ. મનિષ દોશી
મોદી સરકારની PM ઇન્ટર્નશિપ યોજના રૂ.15,000 કરોડનું મોટું કૌભાંડ જે ભારતના યુવાનોને છેતર્યા છે CAGએ મોટી અનિયમિતતાઓ ઉજાગર કરી છે ત્યારે ગુજરાત પણ આ ગોટાળામાં સામેલ હોય તેવું ઉજાગર થયું છે ત્યારે ભાજપ સરકારના સુનિયોજીત વધુ એક મોટા કૌભાંડ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સૌથી વધુ પડતી પ્રચારિત પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એક મોટા કૌભાંડમાં ફેરવાઈ ગઈ છે, જેમાં લાખો યુવાનોને છેતરવામાં આવ્યા છે અને જાહેર ભંડોળના હજારો કરોડનો દુરુપયોગ થયો છે. મોદી સરકારની આ કહેવાતી ફ્લેગશિપ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ છે. જેને એક કરોડ યુવાનો માટે સુવર્ણ તક તરીકે રજૂ કરવામાં આવી હતી, તે મોટા કૌભાંડમાં પરિણમી છે. કંટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG)એ આ યોજનામાં રૂ.15,000 કરોડની આઘાતજનક અનિયમિતતાઓ ઉજાગર કરી છે. ભૂતિયા લાભાર્થીઓ, ખોટા ડેટા, ભંડોળનો મોટા પાયે દુરુપયોગ અને જવાબદેહીનો સંપૂર્ણ અભાવ આ છે મોદી સરકારના ‘યુવા સશક્તિકરણ’નું વાસ્તવિક ચિત્ર…! પીએમ ઇન્ટર્નશિપ યોજના માત્ર નિષ્ફળ જ નથી રહી, પરંતુ તે ક્રોની કેપિટલિઝમ અને રાજકીય આશ્રયનું સાધન બની ગઈ છે. CAG અહેવાલે કદરૂપું સત્ય ઉજાગર કર્યું છે. 95%થી વધુ લાભાર્થીઓના રેકોર્ડમાં હેરફેર અથવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે. બેંક ખાતા અમાન્ય છે, મોબાઇલ નંબર ખોટા છે અને ઇન્ટર્નશિપના દાવા બનાવટી છે. આ શાસન નથી, આ યુવાનોના નામે જાહેર નાણાંની સંગઠિત લૂંટ છે.
ગુજરાતના યુવાનો સાથે પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ થયેલ વિશ્વાસઘાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે ગુજરાતને ભાજપ પોતાનું મોડલ રાજ્ય બતાવે છે, તેને પણ આ ગોટાળાથી બચાવી શકાયું નથી. ગુજરાતમાં પણ એ જ અનિયમિતતાઓ, ખોટી નોંધણી, ભંડોળનો દુરુપયોગ અને શૂન્ય જવાબદેહી જોવા મળી છે. ગુજરાતના યુવાનોને પણ બાકીના દેશના યુવાનોની જેમ દગો દેવામાં આવ્યો છે. આ સાબિત કરે છે કે આ સડો માત્ર એક રાજ્ય સુધી મર્યાદિત નથી. આ કેન્દ્ર સરકાર પ્રાયોજિત કૌભાંડ છે. પીએમ ઈન્ટર્નશીપ યોજનાની તાત્કાલિક, સમયબદ્ધ અને સ્વતંત્ર તપાસની માગણી કરતા આ રૂ. 15,000 કરોડની અનિયમિતતાઓની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) તપાસ કરવામાં આવે. દુરુપયોગ થયેલા તમામ ભંડોળ વ્યાજ સાથે પાછું વસૂલ કરવામાં આવે. આ ગોટાળામાં સામેલ તમામ અધિકારીઓ અને મધ્યસ્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. CAG અહેવાલ અને તમામ સંબંધિત દસ્તાવેજો પારદર્શક રીતે જાહેર કરવામાં આવે.
મોદી સરકાર ‘વિકસિત ભારત’ અને ‘યુવા શક્તિ’ના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ જમીન પર તે આપણા યુવાનોના ભવિષ્યને લૂંટવામાં વ્યસ્ત છે. આ પહેલું કૌભાંડ નથી. PMKVYથી લઈને આ નવી ઇન્ટર્નશિપ યોજના સુધી, યુવાનો માટેની દરેક યોજના સત્તાધારી પક્ષના પસંદીદા લોકો માટે ઓલ ટાઈમ મની (ATM) બની ગઈ છે.
કોંગ્રેસ પક્ષએ ચેતવણી આપી છે કે તે આ કૌભાંડને ઢાંકપિછોડો કરવા દેશે નહીં અને સત્ય બહાર આવે ત્યાં સુધી તેને સંસદ અને દરેક મંચ પર ઉઠાવતી રહેશે. ભારતના યુવાનો આ વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે. મોદી સરકારે સત્ય સામે આવવું પડશે અથવા પરિણામો ભોગવવા પડશે.
૧૭-૦૬-૨૦૨૬
· ખેડૂત અધિકાર સત્યાગ્રહ બાદ ખેડૂતોના મુદ્દે લાંબી લડત લડવામાં આવશે : શ્રી લાલજીભાઈ દેસાઈ.
· ખેડૂતોની મુખ્ય માંગ સાથે રાજ્યમાં વિવિધ જગ્યાએ ૩૦મી જૂનનારોજ રસ્તા ચક્કા જામ કરાશે : શ્રી જયેશ પટેલ
· ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અંગે સંપૂર્ણ પણે સમાધાન નહિ આવે ત્યાં સુધી કિસાન કોંગ્રેસ લડતું રહેશે : શ્રી જયેશ પટેલ
ખેડૂત અધિકાર સત્યાગ્રહ બાદ ખેડૂતોના મુદ્દે લાંબી લડતની જાહેરાત કરતા અખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન માં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ સાબિત થઈ છે. છેલા ૬ મહિના ગામે ગામ જઈ કોંગ્રેસ ના સાથીઓ એ ખેડૂતો ને મળી સોમનાથ ટંકારા માં ટ્રેક્ટર યાત્રા કરી, ખેતરો ની વચ્ચે સોના ની થાળીમાં લોઢાની મેખ નાખી, અમારી લડત ને કારણે ૩૮ લાખ પ્રતિ થાંભલે ૫૫ લાખ આપવાની ઓફર થઈ હતી. વીજ પોલ માં તમને ફાવે તેવું વર્તન નહીં, ૨૦૧૩ ના કાયદા મુજબ બજાર ભાવ ના ૪ ગણા ભાવ આપો, કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિ ના નેજા હેઠળ આંદોલન શરૂ થયું હતું, ૧૧૧૧ ટ્રેક્ટર રેલી ની જાહેરાત કરી હતું. ભાજપ અને તેની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ એ કારસો કર્યો, આમ આદમી પાર્ટીને સ્પષ્ટ કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ખેડૂતો ના ખેતરમાં જઈ ને કરો, ટ્રેક્ટર રેલી જોઈ આગલા દિવસે જોડાવાની આમ આદમી પાર્ટી જાહેરાત કરે છે, રાજકીય સ્ટંટ કરવા, અને પીઠ માં ખંજર મારવાનું કામ કર્યું હતું. પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠી ચાર્જ ના થાય, મર જવાન મર કિસાન ના થયા માટે અમે ચૂપ રહ્યા, જેલ માં લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા ગયા હશે અમે ક્યારેય ખેડૂતો પર અત્યાચાર નથી થવા દીધો, પાલભાઈ આંબલિયા ને લીંબડે બાંધી માર્યા હતા છતાં ખેડૂતો ને આંચ આવવા નથી દીધી, આપ પર અમને વિશ્વાસ નથી, એમને જે કરવું હતું તે કર્યું. ખેડૂતો ના મુદ્દા પર અમે લોકો મરણિયો જંગ ખેલવા તૈયાર છીએ. સરકાર ને અનેક ગણી ઘેરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. હવે પછી ની લડાઈ માં કિસાન કોંગ્રેસ ના નેતૃત્વ માં થશે. અમારા પર વિશ્વાસ હોય તો અમારી જોડે આવે નહી તો બીજી કોઈ પાર્ટી પાસે જાય પણ અમે લડીશું.
ખેડૂત અધિકાર સત્યાગ્રહ બાદ આગામી કાર્યક્રમોની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ શ્રી જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો ના પ્રશ્ન પર આંદોલન ઊભું થયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન ને ગેરમાર્ગે દોર્યું હતું. કાર્યક્રમ ની જાહેરાત પહેલા જ કરી હતી, ૧૫ જૂન નું જે આયોજન થયું હતું તે કરતા પણ વિશેષ પ્રકાર ના આયોજન થશે, ખેડૂતો ના નિરાકરણ માટે કિસાન કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષા એ આવેદન અને ધરણા કરવામાં આવશે. કાર્યક્રમો બાદ મોટી કિસાન ટ્રેક્ટર રેલી ફરી કરવામાં આવશે. આગમી જે કાર્યક્રમ.થશે તે કિસાન કોંગ્રેસ ના નેજા હેઠળ થશે. ૩૦ જૂન ના રોજ ચક્કાજામ નો કાર્યક્રમ થશે, અમે આયોજન કરીશું. ૧૫ જૂન કાર્યક્રમ અધૂરું નથી, ખેડૂતો ના પ્રાણ પ્રશ્ન સંપૂર્ણ પણે સમાધાન નહી આવે ત્યાં સુધી અમે લડતા રહીશું. વિધાનસભા ઘેરવા નહીં સરકાર ને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ તેવું એલાન કર્યું હતું. કાયદો નહીં તોડીએ તે પેહલા થી કહ્યું હતું. આંદોલન કરવાની એક નીતિ છે, અમે ગોડસે ની નીતિ એ લડવા વાળા નથી. ઓગણજ ની જગ્યા વિશ્રામ ની જગ્યા હતી, આમ આદમી પાર્ટી એ સભા નું કહી ખેડૂતો ને ગેરમાર્ગે દોર્યા. લાઠીચાર્જ થાય તેવી અરાજકતા ઊભી થાય તેવા પ્રયત્ન કર્યા હતા, કાયદો તોડી, અવ્યવસ્થા કરી જેને જવું હોય તેમને જવા દીધા હતા, ૧૩ લોકો ખાલી જવા નીકળ્યા હતા, હજારો ખેડૂતો અમારી સાથે હતા, તોફાન થાય તેવી સ્થિતિ કરવાની જ નહોતી.
૭-૦૬-૨૦૨૬
· સરકારી શાળાઓના લાખો ગરીબ વિદ્યાર્થીઓ પુસ્તકો વિના મજબૂર: શિક્ષણમાં ‘આમૂલ પરિવર્તન’ના દાવા માત્ર કાગળ પર?
· સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્કના ભવ્ય કાર્યક્રમો વચ્ચે ગુજરાતમાં શિક્ષણની વરવી વાસ્તવિકતા: શાળા શરૂ થયાના ૧૦ દિવસ પછી પણ ધોરણ ૯ અને ૧૧ના પુસ્તકો ગાયબ!
· પુસ્તક મંડળની ગંભીર બેદરકારી? બજારમાં રૂપિયાથી વેચાતા પુસ્તકો ઉપલબ્ધ, પણ વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું છાપકામ જ અધૂરું; ૨૦૮માંથી માત્ર ૧૫ રૂટ પર જ વિતરણ થયું!
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ખાધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (State Curriculum Framework) રજૂ કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ, નવા અભ્યાસક્રમ અને શિક્ષણમાં આમૂલ પરિવર્તનની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના પાઠ્યપુસ્તકો જ ઉપલબ્ધ નથી, ત્યારે આવા ફ્રેમવર્કનો વાસ્તવિક અર્થ શું રહે છે? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) વર્ષ 2023માં જાહેર થઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે નવા અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ વ્યવસ્થાની તૈયારી માટે પૂરતો સમય હતો. તેમ છતાં આજે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્કના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ હજુ પણ વિનામૂલ્યે મળવાપાત્ર પાઠ્યપુસ્તકોની રાહ જોઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક ન હોય, શિક્ષકો પાસે અભ્યાસક્રમ ચલાવવા માટે જરૂરી સામગ્રી ન હોય અને શાળાઓમાં શિક્ષણકાર્યની શરૂઆત જ યોગ્ય રીતે થઈ શકતી ન હોય ત્યારે કરિક્યુલમ ફ્રેમવર્ક, શિક્ષણ સુધારણા અને નવી નીતિઓની જાહેરાતો માત્ર કાગળ ઉપરના દાવા બનીને રહી જાય છે. શિક્ષણમાં વાસ્તવિક પરિવર્તન ભાષણો અને કાર્યક્રમોથી નહીં, પરંતુ વિદ્યાર્થીઓ સુધી સમયસર પુસ્તકો પહોંચે ત્યારે આવે છે.
ગુજરાતમાં શાળાઓ 6 જૂનથી શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે શાળા શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થઈ જવા જોઈએ જેથી પ્રથમ દિવસથી જ શિક્ષણકાર્ય નિયમિત રીતે શરૂ થઈ શકે. પરંતુ આજે શાળા શરૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ, વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
મારી પાસે ઉપલબ્ધ થયેલા પાઠ્યપુસ્તક વિતરણ સંબંધિત દસ્તાવેજો અને માહિતી અનુસાર તા. 16 જૂન, 2026 સુધી ધોરણ 9 થી 12ના પુસ્તકોના વિતરણમાં ગંભીર વિલંબ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ કુલ 208 રૂટમાંથી માત્ર 15 રૂટમાં જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે 193 રૂટમાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી. રાજ્યભરના 400થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ સમગ્ર સ્થિતિનો સૌથી વધુ ભોગ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બની રહ્યા છે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), આદિવાસી તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો પર આધાર રાખે છે. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર પહોંચી રહી છે અને શિક્ષકો માટે પણ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે.
આ બાબતમાં વધુ ચિંતાજનક માહિતી પાઠ્યપુસ્તક મંડળના જાણકાર સૂત્રો તરફથી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિનામૂલ્યે વિતરણ કરવાના કેટલાક પુસ્તકોનું છાપકામ જ હજુ સુધી પૂર્ણ થયું નથી. જો આ માહિતી સાચી હોય તો પ્રશ્ન માત્ર વિતરણમાં વિલંબનો નથી, પરંતુ સમગ્ર આયોજન, ખરીદી, છાપકામ અને વિતરણ પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થાય છે. મારી પાસે પાઠ્યપુસ્તક મંડળના આંતરિક દસ્તાવેજોની એવી વિગતો પણ ઉપલબ્ધ છે જે આ સમગ્ર મામલામાં ગંભીર બેદરકારી અને અનિયમિતતાની આશંકાને મજબૂત બનાવે છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે પાઠ્યપુસ્તકો બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થાય છે તે સમયસર છપાઈને બજારમાં પહોંચી ગયા છે, જ્યારે ગરીબ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવનારા પુસ્તકો હજુ સુધી ઉપલબ્ધ નથી. એક તરફ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રી શિક્ષણમાં “અમૂલ પરિવર્તન”ના દાવા કરે છે, પરંતુ બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સૌથી મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો પણ સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ જાય છે. આથી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે સરકારની પ્રાથમિકતા શિક્ષણ છે કે પુસ્તકોના વેચાણમાંથી આવક મેળવવાનો ધંધો?
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે જનતા સમક્ષ સ્પષ્ટ કરવું જોઈએ કે શાળા શરૂ થયા પછી પણ પુસ્તકો કેમ પહોંચ્યા નથી, કુલ 208 રૂટમાંથી માત્ર 15 રૂટમાં જ વિતરણ કેમ થઈ શક્યું, રાજ્યના 400થી વધુ કેન્દ્રો પર પુસ્તકો કેમ ઉપલબ્ધ નથી, વિનામૂલ્યે વિતરણ કરવાના પુસ્તકોનું છાપકામ પૂર્ણ થયું છે કે નહીં અને આ સમગ્ર વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર મામલામાં માત્ર વહીવટી બેદરકારી જ નહીં પરંતુ મોટા પાયે અનિયમિતતા અથવા સંભવિત કૌભાંડની આશંકા પણ નકારી શકાય તેમ નથી. શાળા શરૂ થયાના દિવસો વીતી ગયા હોવા છતાં લાખો વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો ન પહોંચવા, વિનામૂલ્યે વિતરણ થનારા પુસ્તકોના છાપકામ અંગે ઉભા થયેલા પ્રશ્નો અને વિતરણ પ્રક્રિયામાં દેખાતી ગંભીર ખામીઓ અનેક શંકાઓને જન્મ આપે છે.
આગામી દિવસોમાં ઉપલબ્ધ દસ્તાવેજો, આંતરિક માહિતી અને હકીકતોની વધુ તપાસ કરીને સમગ્ર સત્ય જનતા સમક્ષ મૂકવામાં આવશે. જો આ મામલામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અથવા જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવશે તો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
ગુજરાત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું વિતરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે, સમગ્ર મામલે પારદર્શક તપાસ હાથ ધરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ અન્યાય માટે જવાબદારોને જવાબદાર ઠેરવે તેવી અમારી માંગ છે.
૧૬-૦૬-૨૦૨૬
· ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે ફેક્ટરી અકસ્માતોમાં ગુજરાત મૃત્યુદરમાં ૧૨૧ મોત સાથે સમગ્ર દેશમાં ટોચ પર
· માનવ જીંદગીને જોખમમાં મુકતા ઔદ્યોગિક – કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર કેમ ભીનુ સંકેલે છે? : ડૉ. મનિષ દોશી.
· ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી નક્કી કરીને સખત પગલા ભરવા માંગ.
ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે ફેક્ટરી અકસ્માતોમાં ગુજરાત મૃત્યુદરમાં ૧૨૧ મોત સાથે સમગ્ર દેશમાં ટોચ પર છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકાતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે રાજ્યમાં ૩૧,૫૦૦ ફેક્ટરીઓમાં ૧૬.૯૩ લાખ શ્રમિકો કામ કરે છે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખૂબજ ગંભીર બાબત છે. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યાઓ ભારત (ADSI) રિપોર્ટ અનુસાર, ૨૦૨૪માં ભારતમાં ૭૪૨ ફેક્ટરી અને મશીન અકસ્માતો નોંધાયા, જેમાં ૬૬૦ મૃત્યુ થયાં. આનો અર્થ છે કે સરેરાશ લગભગ દરરોજ બે મૃત્યુ થઈ રહ્યાં છે.જોકે નોંધાયેલા અકસ્માતોની સંખ્યા વર્ષોથી ઘટી રહી છે, પરંતુ માનવીય નુકસાન હજુ પણ વધુ છે. મૃત્યુની સંખ્યા અકસ્માતો કરતાં ધીમી ગતિએ ઘટી છે, જેના કારણે દરેક અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.
ફેક્ટરી અકસ્માતોના મૃત્યુ મુખ્યત્વે કેટલાક રાજ્યોમાં કેન્દ્રિત છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, સ્ટીલ અને એન્જિનિયરિંગના મોટા ક્લસ્ટર્સ છે. ૨૦૨૪માં ટોચના પાંચ રાજ્યોએ કુલ મૃત્યુના લગભગ બે-તૃતીયાંશ (૬૪%) હિસ્સો ધરાવ્યો, ગુજરાત ૧૨૧ મૃત્યુ (દેશમાં સૌથી વધુ; સતત ત્રીજા વર્ષે ટોચ પર), રાજસ્થાન ૯૫ મૃત્યુ, મહારાષ્ટ્ર ૮૭ મૃત્યુ, મધ્ય પ્રદેશ ૭૦ મૃત્યુ, છત્તીસગઢ ૫૨ મૃત્યુ પર જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં માત્ર કહેવા પૂરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ – ભ્રષ્ટાચારની નીતિ રીતિ ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે.
શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સિરામિક, હીરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. ઔદ્યોગિક એકમોમાં વારંવાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી નક્કી કરીને સખત પગલા ભરવાની માં ગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે ભાજપ સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર ફેકટરીઓ ધમધોકાર ચાલી રહી છે. ગુજરાતમાં અનેક ઔદ્યોગિક-કેમિકલ કં૫નીઓમાં ફાયર અને અન્ય સેફટીની પૂરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્યા બાદ પણ હરકતમાં આવતા નથી અને બે-ચાર દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે ફરીથી તંત્ર હપ્તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે. પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિર્દોષ શ્રમિકો જાન ગુમાવે ત્યારે સરકાર મૃતકના પરિવારજનોને બે-ચાર લાખની સહાય આપીને સંતોષ માને છે. ગેરકાયદેસર ચાલતા આવા ઔદ્યોગિક જોખમી એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર ભીનુ સંકેલી રહી છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં નિયમીત પણે ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયા થાય અને શ્રમિકો માટે સલામતી માટેના પુરતા સાધનો પુરા પાડવામાં આવે જેથી શ્રમિકોને દુર્ઘટનાઓ જીવ ગુમાવવો ન પડે.
રાજ્ય
ફેક્ટરી અકસ્માતમાં મોત
ગુજરાત
૧૨૧
રાજસ્થાન
૯૫
મહારાષ્ટ્ર
૮૭
મધ્યપ્રદેશ
૭૦
છત્તીસગઢ
૫૨
૧૫-૬-૨૦૨૬
· ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ નાખી , પૂરતું વળતર ન આપી ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરે સરકાર : શ્રીઅમિત ચાવડા
· અંગ્રેજોની નીતિથી ચાલતી ભાજપ સરકારના ખેડૂતો સાથે ના અન્યાય, અત્યાચાર અને શોષણ સામેના અવાજ રૂપે ખેડૂત અધિકાર યાત્રા યોજાઈ: શ્રીઅમિત ચાવડા
· ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો : શ્રીઅમિત ચાવડા
· ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભાથી થી સડક સુધી લડત ચાલુ રહેશે : શ્રીઅમિત ચાવડા
અમદાવાદમાં આયોજિત ખેડૂતોની મહારેલી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે,ગુજરાતમાં જાણે બ્રિટિશ શાસન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં જગતના તાત સમાન ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર અંગ્રેજોની નીતિઓ અપનાવીને અન્નદાતાઓ પર અમાનુષી અત્યાચારો ગુજારી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ખેડૂતોને ધમકાવવામાં અને ડરાવવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોની વિવિધ ન્યાયિક માંગણીઓ માટે ગુજરાત કોંગ્રેસ અને સંખ્યાબંધ ખેડૂત સંગઠનો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, પરંતુ ભાજપ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ખેડૂતોના હક માટે આ લડાઈ લડશે અને તેમનો અવાજ વધુ બુલંદ કરશે.
ખેડૂતોના જમીન સંપાદન, વીજપોલ અને પાક વળતર જેવા ન્યાયિક મુદ્દાઓ અને તેમની પડતર માંગણીઓનું સંપૂર્ણ સમર્થન કરે છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે આજે જગતનો તાત પોતાના હક માટે રસ્તા પર આવીને આંદોલન કરવા મજબૂર બન્યો છે. કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભાથી લઈને સડક સુધી લડત લડતી આવી છે અને ભવિષ્યમાં પણ લડતી રહેશે.બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને કાર્યકરતાએ ખેડૂતોના આંદોલનને પોતાના સ્વાર્થ માટે રાજકીય રંગ આપવાના અને હંગામો મચાવીને ખેડુતોની માંગને નબળા પાડવાના પ્રયાસો કર્યો હતો. કોંગ્રેસ સખત શબ્દોમાં નિંદા કરે છે.ખેડૂતોની લડત રાજનીતિથી પર હોવી જોઈએ અને પક્ષા પક્ષી અને પોતાના અંગત સ્વાર્થ માટે અન્નદાતાના સંઘર્ષનો દુરુપયોગ કરવો જોઈએ નહીં.
૧૩-૦૬-૨૦૨૬
NEET પેપરલીક અને CBSE અંગે
· ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
· અખિલ ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
· ભાજપ સરકાર પેપર લીક માફિયાઓને રક્ષણ આપી રહી છે:ઉદય ભાનુ ચિબ
· દેશ – પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે: ડૉ પ્રવિણસિંહ વણોલ
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી લઈને અમદાવાદ યુનિવર્સિટી સુધી ઓલ ઈન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની ઉપસ્થિતિમાં તથા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલની આગેવાની હેઠળ વિશાળ મશાલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં NEET પેપર લીક કાંડમાં સંડોવાયેલા માફિયાઓને કડક સજા કરવામાં આવે તેમજ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી.
યુવા કોંગ્રેસની વિશાળ મશાલ રેલીમાં ભાગ લેવા આવેલ ઓલ ઈન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબે જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે. NEET પેપર લીક થવાના કારણે દેશના 22 લાખથી વધુ અને ગુજરાતના 85 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. ભાજપ સરકાર પેપર લીક માફિયાઓને રક્ષણ આપી રહી છે. સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને તેજસ્વી વિદ્યાર્થીઓના સપનાઓને તોડી નાખવામાં આવ્યા છે. આજે પેપર લીક દેશની ગંભીર સમસ્યા બની ગઈ છે. જો પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો દેશની મેધાવી પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે.
વધુમાં, અખિલ ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબે જણાવ્યું હતું કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ. વધુ એક વખત શિક્ષણ વિભાગ પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો દેશની આવનારી પેઢીનું ભવિષ્ય બરબાદ થઈ જશે.
પરીક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે અને પેપર લીકના જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી યુવા કોંગ્રેસનું આંદોલન સતત ચાલુ રહેશે.NTA રદ કરવામાં આવે જોઇન્ટ પાર્લામેન્ટ્રી કમિટી(JPC) બનાવીને પેપર લીક કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને સજા કરવામાં તેવી યુથ કોંગ્રેસે ઉગ્ર માંગ કરી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલે જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે. ગુજરાતમાં પણ વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ તેમજ સખત મહેનત અને પુરુષાર્થ કરનારા યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. NEET પેપર લીકની ઘટના દેશ માટે અત્યંત શરમજનક બાબત છે. ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોનારા લાખો વિદ્યાર્થીઓના સપનાઓને વર્તમાન કેન્દ્ર સરકારની નિષ્ફળતાએ તોડી નાખ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આવી જ સ્થિતિ યથાવત રહેશે, તો દેશનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. નીટ પેપર લીકના કારણે ગુજરાત રાજ્યના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે અને તેમની વર્ષોની સખત મહેનત પર પાણી ફરી વળ્યું છે. સરકાર પેપર લીકના મૂળ સુધી પહોંચી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી અમારી માંગ છે.
આ મશાલ રેલીમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પદાધિકારીઓ અને ગુજરાત રાજ્યમાંથી યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપ સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
૧૦-૦૬-૨૦૨૬
· કોંગ્રેસ દ્વારા ૧૫ જૂને ગાંધીનગરમાં વિશાળ ‘ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી’નું આયોજન
· ખેડૂતો શાંતિપુરા સર્કલથી કુચ કરીને “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી” ગાંધીનગર ખાતે ૧૧૧૧ ટ્રેક્ટરો સાથે એકઠા થશે.
· વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી” ના આયોજન માટે રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વની બેઠક યોજાઈ.
ગુજરાતના ખેડૂતોના મુખ્ય પ્રશ્નો અને ભાજપ સરકારની ખેડુત વિરોધી નીતિઓ સામે ૧૫મી જૂનના રોજ યોજાનાર “ખેડૂત સત્યાગ્રહ” ટ્રેક્ટર યાત્રાના આયોજન અંગે રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કિસાન કોંગ્રેસના અધ્યક્ષશ્રી જયેશભાઈ પટેલ, શ્રી પાલભાઈ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી જિગ્નેશભાઈ મેવાણી, ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, અલ્કાબેન ક્ષત્રિય, ધારાસભ્યશ્રી અમરતજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ ચૌહાણ,પૂર્વ ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી લાખાભાઈ ભરવાડ, કરસનદાસબાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યના ખેડૂતોને ન્યાય મળે, જમીનનું પૂરતું વળતર મળે, દૂધ અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે અને સમગ્ર રાજ્યમાં બળજબરીપૂર્વક વિજ થાંભલા વીજ લાઈનોના વિકટ પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવી હતી અને તા. ૧૫મી જૂનના ખેડુત સત્યાગ્રહમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું એક અવાજે નક્કી કરવામાં આવ્યું હતું. સાથોસાથ ખેડુતો, ખેતી અને ગામડુ બચાવવા માટે વિસ્તૃત રણનીતિ સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું.
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ૨૦૦થી વધુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ અને પદાધિકારીઓએ ૧૫ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગરમાં યોજાનાર ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી ની વિગતવાર યોજના તૈયાર કરવા માટે મહત્વની બેઠક બાદ પત્રકારો સાથે “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી” અંગે વાતચીત કરતા સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી” ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે, જે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ભાગ લેશે. સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મિનિસ્ટર IAS અને IPS ઓફિસરો બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે.
ખેડૂતો શાંતિપુરા સર્કલથી કુચ કરીને “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી” ગાંધીનગર ખાતે ૧૧૧૧ ટ્રેક્ટરો સાથે એકઠા થશે. ટ્રેક્ટર માર્ચ રાજ્યની રાજધાની તરફ આગળ વધશે અને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ સીધી રજૂ કરશે. આ આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક છે. મુખ્ય માંગણીઓ (૧) ગુજરાતના ૫૬ લાખ ખેડૂતો પરના ૯૬,૦૦૦ કરોડ ના ખેતી દેવાની સંપૂર્ણ માફી, અન્ય રાજ્યોની જેમ. (૨) અન્ય રાજ્યોમાં આપવામાં આવતી સુવિધાઓની જેમ ખેતી માટે મફત વીજળી. (૩) જમીન માપણી અને કાપણી બંધ કરો. ખેડુતોને ન્યાય આપો. ખેડુતોની ખેત પેદાશો અને દૂધના પોષણક્ષમ ભાવો આપો, ખાતર-બીયારણ-ડીઝલ-જંતુનાશક દવા સહિત પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ કરાવો.
ભાજપ સરકાર જમીન સંપાદનમાં પાર્ટીના મધ્યસ્થોને ફાયદો કરાવીને વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહી છે. મોટી વીજ કંપનીઓ પોલીસની મદદથી ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી હાઈ-ટેન્શન લાઈનો નાખી રહી છે, જે ખુલ્લી દાદાગીરી સમાન છે. કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ વિધાનસભા ઘેરાવો નથી પરંતુ ઉદાસીન ભાજપ સરકારને જગાડવા માટેનું મજબૂત અલ્ટીમેટમ છે.
બેઠકને સંબોધતા નેતાઓએ મજબૂત ચેતવણી આપતા સરકારને ચેતવ્યું હતું કે, “૧૫ જૂન એ માત્ર ટ્રેલર છે જો સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓ તરત સ્વીકારતી નથી, તો આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો દ્વારા પૂર્ણ ‘જંગ’નું એલાન કરવામાં આવશે.”
કિસાન કોંગ્રેસના શ્રી જયેશ પટેલ અને શ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ લાઇનના પ્રશ્નો પણ હજુ શરૂ થયા છે. આખા ગુજરાતમાં ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. જેથી ગુજરાતના ખેડૂતો આ બધા પ્રશ્નોને લઈને આગામી સમયમાં આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુજરાત કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો અમદાવાદ પહોંચશે. જે બાદ 15 જૂને ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કૂચ કરશે. ટ્રેક્ટર લઈને સરકારને અલ્ટીમેટમ આપવા માટે જઈશું. જો સરકાર નહીં સમજે તો આવનાર દિવસમાં ખેડૂતોને સાથે રાખીને ગુજરાતમાં ધામા નાખવામાં આવશે. જે બાદ સરકારને જવાબ આપવો અઘરી થઈ જશે. રાજ્યના ખેડૂતો ખાતર અને બીયારણના આસમાની ભાવ તથા પાકના અત્યંત ઓછા MSPને કારણે અત્યંત આક્રોશમાં છે, જે તેમને ઊંડી મુશ્કેલીમાં મુકી રહ્યું છે.
ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ડુપ્લીકેટ દવા અને બિયારણનો માર પણ ખેડૂતો સહન કરી રહ્યા છે. જે રીતે ટેકાના ખરીદીમાં કૌભાંડ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની જમીન જબરદસ્તીથી જમીન સંપાદનમાં સરકાર પચાવી લે છે. એમાં પણ ભાજપના મળતીયા હોય તો એ જમીન રાતો રાત બિનખેતી જાહેરનામા પછી પણ કરી લે અને એને એક મીટરના 2,000 મળે આ ખેડૂતનું ખેતર એને 20 રૂપિયા પર મીટરના મળે આ ખેડૂતનું ખેતર જે ભાજપનો મળતીઓ છે તો એને 2000 પર મીટરના મળે છે. આ રીતે જમીન સંપાદન અંદર ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લે જે રીતે વીજ કંપનીઓ સરકારના ચાર હાથ માથે લઈને આવે છે. ખેડૂતોના ખેતરમાં તમામ નિયમો નિયમ મૂકીને દાદાગીરીથી પોલીસ રક્ષણ સાથે ખેતરમાં ઘૂસી જાય છે. કોંગ્રેસે તમામ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને સંબંધિત નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ૧૫ જૂને ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીને પૂર્ણ સમર્થન આપી ગામેગામથી જોડાય અને “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી” ઐતિહાસિક સફળ બનાવે
૦૯-૦૬-૨૦૨૬
· ભૂતીયું ડિમોલિશન કરનાર બિલ્ડર, પોલીસ અને મળતિયા પર લેન્ડગ્રોબિકનો ગુનો નોંધી જેલમાં નાખો : શ્રીઅમિત ચાવડા
· ડિમોલિશનના કારણે બેઘર થયેલા ગરીબ પરિવારોને વૈકલ્પિક મકાન આપો : શ્રીઅમિત ચાવડા
· ગેરકાયદેસર ડિમોલિશન કોણે કરાવ્યું? પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર જવાબ આપો : શ્રી અમિત ચાવડા
· બિલ્ડરોને ફાયદો કરાવવા પોલીસ, પ્રશાસન,કમિશનર અને ત્યાના વતની ઉપ મુખ્યમંત્રી સહિતના લોકોની ભાગીદારી : શ્રીઅમિત ચાવડા
· આગામી ૩ દિવસમાં જવાબદારો સામે FIR કરવામાં નહીં આવે તો, પ્રદેશ કોંગ્રેસ સુરત જઈને સ્થાનિક નેતા રહીશો સાથે ઉગ્ર આંદોલન કરશે : શ્રીઅમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ ભાજપના રાજમાં ચાલતું ભૂતીયું ડિમોલિશન અંગે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં ભાજપના રાજમાં બિલ્ડરો, ભૂમાફિયાઓ અને સરકારમાં બેઠેલા મિલીભગતથી ગરીબોની જમીનો પચાવી પાડવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. વગદાર લોકો તથા મોટા ઉદ્યોગપતિઓના દબાણો સામે કડક કાર્યવાહી કરવાને બદલે સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારોના ઘરો પર બુલડોઝર ચલાવવાની બેવડી નીતિ ભાજપ સરકારમાં ચાલી રહી છે. આ જ પ્રકારની એક ચોંકાવનારી ઘટના સુરતના વેડ દરવાજા વિસ્તારમાં ખાતે બની છે, જ્યાં કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે કાયદેસરની નોટિસ આપ્યા વિના, પોલીસ કાફલા (ખાસ કરીને SOG અને LCB ટીમો)ની હાજરીમાં અચાનક બુલડોઝરો લાવીને ગરીબોના ૧૦૦ કરતાં પણ વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા.આ અમાનવીય તોડફોડ બાદ જ્યારે જવાબદારી અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ તંત્ર દ્વારા આ કાર્યવાહીમાં કોઈ હાથ ન હોવાનો દાવો કરીને પલ્લું ઝાડી લેવામાં આવ્યું છે. સત્તાવાર આદેશ વિના આટલા મોટા પાયે ‘ભૂતીયું ડિમોલિશન’ કોણે કર્યું અને આ ગેરકાયદેસર પ્રક્રિયા માટે પોલીસ પ્રોટેક્શન કોણે પૂરું પાડ્યું ? તે સવાલો આજે પણ વણઉકલ્યા છે.
છેલ્લા 10 દિવસથી સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને વિપક્ષના નેતા અર્શદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો આંદોલન કરી રહ્યા છે.પોલીસ ફરિયાદ નોંધવા માટે રજૂઆત અને અરજીઓ આપી રહ્યા છે. પરંતુ દસ દિવસથી સતત રજૂઆતો છતાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી.બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ,પ્રશાસન,કમિશનર અને ત્યાના વતની ઉપ મુખ્યમંત્રી સહિતના લોકોની આમાં ભાગીદારી રહેલી છે. જે પણ પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ રક્ષણ આપ્યું તથા જે લોકો સામેલ હોય તેની સામે FIR કરો. જો FIR કરવામાં નહીં આવે તો અગામી ત્રણ દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત જશે. ત્યા સ્થાનિક નેતા અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ લડાઈ ગરીબોના ન્યાયની લડાઈ છે, જ્યા સુધી ન્યાય ન મળે ત્યા સુધી લડત આગળ પણ ચાલુ રહેશે. પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને સરકારને કહેવું છે કે, જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો.
નાશીર નગર સ્લમ વસાહતના સુ-મનપા દ્વારા ડીમોલેશન થયેલ અસરગ્રસ્ત પરિવારો માટે સુરત શહેર કોંગ્રેસ/પ્રદેશ કોંગ્રેસ સમિતિની નીચે મુજબ માંગણીઓ છે.
· શહેર વિકાસ અર્થે સુ-મનપા દ્વારા ડીમોલેશન થયેલ નાશીર નગર સ્લમ વસાહતનાં અસરગ્રસ્ત પરિવારોનું તાકીદે સર્વે કરી એમને સુમનપા સ્થાયી સમિતિના ઠરાવ નં. ૧૮૩૮/૨૦૦૭ (તા. ૨૮/૧૨/૨૦૦૭) અથવા ઠરાવ નં. ૬૭૧/૨૦૨૬ (૯/૩/૨૦૨૬) મુજબ તાત્કાલિક અસર થી વૈકલ્પિક આવાસની ફાળવણી કરવી.
· નાશીર નગર સ્લમ વસાહતનાં તમામ કાચા-પાકા મકાનોના ઘરવેરા બીલ સુમનપા નોર્થ (કતારગામ) ઝોન આકારણી વિભાગ થી દરવર્ષે આવે છે તેમજ પ્રાથમિક સુવિધાઓના કાર્ય પણ સદર ઝોન દ્વારા થતા હોય ત્યારે આ સ્લમ વસાહતને સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઈજનેર જયંત જીવનરામજીવાલા અને એની ટીમ દ્વારા સ્લમ વસાહતના વૈકલ્પિક આવાસ ફાળવણી માટે સ્થાયી સમિતિ દ્વારા થયેલ વિવિધ ઠરાવોને ધ્યાને લીધા વિના માત્રને માત્ર બિલ્ડર હિતને પ્રાધાન્ય આપવા ડીમોલેશન કરેલ હોય આવા ભ્રષ્ટ કાર્યપાલક ઈજનેર જયંગ જીવનરામજીવાલાને એની ફરજમાં કરેલ ગંભીર ચૂક સાથેની બેદરકારી બદલ તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરવા.
૮.૦૬.૨૦૨૬
· સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ મેન્યુઅલ સ્કેવેન્જીંગ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાનો ગુજરાતમાં હજુ પણ યથાવત: ડૉ.હિરેન બેન્કર
· છેલ્લા ૧૦ વર્ષમાં ૭૩ જેટલા સફાઈકર્મીઓના મોત સાથે ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે.: ડૉ.હિરેન બેન્કર
· શું ભાજપ સરકાર ગરીબો-શ્રમિકોએ માનવી માનતી નથી?: સફાઈ-સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ શાસનમાં ગટર સફાઈમાં શ્રમિકો મોતને ભેટી રહ્યા છે: ડૉ.હિરેન બેન્કર
· મેન્યુઅલ સ્કેવેન્જિંગ કાયદાની જોગવાઈનો અમલવારીમાં ભાજપ સરકારની ઈચ્છાશક્તિનો સદંતર અભાવ: પુન:વસન અને વૈકલ્પિક રોજગારી અમલવારી માટે એક પણ રૂપિયો ફાળવાયો નથી.
સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ, મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં મૃતકો-શ્રમિકો-કામદારો પ્રત્યે અસંવેદનશીલતા, ઈચ્છાશક્તિના અભાવ અને નિષ્ઠુરતા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે સુરતના ખાંડ બજાર પાસે રતી હાઉસનાં ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા ૪ સફાઈ કર્મીઓનાં ગૂંગળાઇ જવાથી કરુણ મોતની ઘટના અત્યંત ગંભીર બાબત છે. સફાઈ-સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારના રાજમાં ગટર સફાઈમાં શ્રમિકો મોતને ભેટી રહ્યા છે. મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી,ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાની કામગીરી ગુજરાતમાં હજુ પણ યથાવત છે. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી?. ગુજરાતમાં સુરત, અમદાવાદ, કલોલ- મહેસાણા, બરોડા સહિતના મહાનગરોમાં પણ આ ઘટનો બની છે. આ ઘટનાઓ ગ્રામીણ વિસ્તારની સાથે શહેરી અને સરકારી સંસ્થાઓમાં પણ બની છે. ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’માં ગટર સફાઈના કામગીરી દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.
ગુજરાતમાં ભૂગર્ભ ગટર -ખાળકુવા સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના ઝેરી ગેસ ગળતર, ગુંગળામણથી મૃત્યુની ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે. નામદાર હાઈકોર્ટમાં સોગંદનામું કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાતો કરતી ભાજપ સરકારના કેમ ગુન્હો દાખલમાં ઉદાસીનતા છે. આજ દર્શાવે છે સૂત્રોમાં અસંવેદનશીલ સરકાર ખરા અર્થમાં સંવેદનાવિહીન છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં ૬૨૨ સફાઈકર્મીઓના મોત થયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૭૩ જેટલા સફાઈકર્મીઓના મોત સાથે ગુજરાતમાં સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે છે. વારંવાર શ્રમિકો-કામદારોના મોતની ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માનવાધિકાર પંચમાં કરવા આવેલ રજૂઆત બાદ પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેમ કોઈ પગલા ભરતું નથી? માનવ જીવન જેવા સંવેદનશીલ વિષયમાં માનવાધિકાર પંચમાં રાજ્યમાં સરકારના મુખ્ય સચિવશ્રીને જવાબ આપવા સુધી ઔપચારિકતા દાખવતા નથી આજ દર્શાવે છે કે ભાજપ શ્રમિકો-કામદારો મુદ્દે કેટલી સંવેદનશીલ છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની જગ્યાએ વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને જનજાગૃતિ લાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. એક જ વર્ષ ૨૦૨૫માં મેન્યુઅલ સ્કેવેન્જિંગ અંગેની ‘નેશનલ કમીશન ફોર સફાઈ કમર્ચારી’ને દેશમાં ૮૪૨ અને ગુજરાતમાં ૨૮ જેટલી ફરિયાદો મળી છે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૮ માં સમગ્ર દેશમાં થયેલ સર્વે પ્રમાણે ૫૮૦૯૮ જેટલા પરિવાર આ અમાનવીય પ્રથા સાથે જોડાયેલ છે. જયારે ગુજરાતમાં ૧૦૫ પરિવાર આ અમાનવીય પ્રથા સાથે જોડાયેલ છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪-૨૫ સુધી એક પણ પરિવારજનોને મળવાપાત્ર વૈકલ્પીક રોજગારી માટે ‘સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ’ ૪૦૦૦૦ રૂપિયા સબસીડીનો એક પણ રૂપિયો ભાજપ સરકારે આપ્યો નથી. ગુજરાતમાં ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિ, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી બે શ્રમિકના મોત થયા હતા. શું ભાજપ સરકાર ગરીબો-શ્રમિકોએ માનવી માનતી નથી?
અતિસંવેદનશીલ અને ચિંતાજનક રીતે ગુજરાતમાં સફાઈ કરવાના જોખમી પ્રથાને કારણે ગુજરાતના નાગરીકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે ત્યારે નામદાર કોર્ટનાં નિર્દેશ અનુસાર જવાબદાર લોકો સામે નગરપાલિકામાં ચીફ ઓફિસર, પંચાયતમાં સરપંચ- તલાટી અને મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર સામે પગલા ભરવામાં જોગવાઈ છે ત્યારે સુરતમાં ખાંડ બજાર રતી હાઉસનાં ETP પ્લાન્ટની ટાંકીની સફાઈ કરતા થયેલ મોત જવાબદાર લોકો સામે મેન્યુઅલ સ્કેવેન્જીંગ એક્ટ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર સામે ફોજદારી ગુન્હો દાખલ કરવાના આવે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ૩૦ લાખ જેટલું વળતર સત્વરે ચુકવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમ
રાજ્ય
સફાઈકર્મીના મોત
(૨૦૧૭-૨૦૨૫)
૧.
ઉત્તરપ્રદેશ
૮૬
૨.
મહારાષ્ટ્ર
૮૨
૩.
તમિલનાડુ
૭૭
૪.
હરિયાણા
૭૬
૫.
ગુજરાત
૭૩
૦૬-૦૬-૨૦૨૬
ખેડૂતોને યોગ્ય વળતર આપવાને બદલે પોલીસ બળથી ડરાવતી ભાજપ સરકાર
· કોંઢ ગામ બાદ મોરબીના જેતપર ગામે ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવ્યા વગર વીજ ટાવર ઊભા કરવાની કાર્યવાહી ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા દર્શાવે છે: શ્રી અમિત ચાવડા
· પોતાની જ જમીન પર ન્યાય માંગતા ખેડૂતોને પોલીસ બળથી દબાવવાનો પ્રયાસ અંગ્રેજોની દમનકારી નીતિની યાદ અપાવે છે: શ્રી અમિત ચાવડા
· યોગ્ય વળતર માંગતા અન્નદાતાઓની અટકાયત કરી ભાજપ સરકારે ખેડૂતોના બંધારણીય અધિકારોનું હનન કર્યું: શ્રી અમિત ચાવડા
· ડબલ એન્જિનની સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા, પરંતુ આજે ખેડૂતોની જમીન પર થાંભલા ઊભા કરી તેમનું શોષણ કરી રહી છે: શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિત ચાવડાએ અખબારી યાદીમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી અને દમનકારી નીતિઓ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં ખેડૂતોના વિરોધ છતાં પાવરગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન વીજલાઈનના ટાવર ઊભા કરવાની કાર્યવાહી બાદ, હવે મોરબી જિલ્લાના જેતપર ગામમાં પણ ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવ્યા વગર વીજલાઈનના થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
ખેડૂતોનો વિરોધ વિકાસની સામે નથી, પરંતુ તેમની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અને ઊભા કરાતા થાંભલાઓના કારણે થનારા કાયમી નુકસાન સામે છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમની જમીન, પાક અને ભવિષ્યમાં થનારી આર્થિક અસરોનું વાસ્તવિક મૂલ્યાંકન કરી, વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. તેમ છતાં, તંત્ર દ્વારા ખેડૂતો સાથે સંવાદ સાધવાને બદલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી વિરોધ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીન માત્ર મિલકત નથી, પરંતુ તેમના પરિવારની આજીવિકા, જીવનભરની મૂડી અને બાપદાદાની વારસાગત સંપત્તિ છે. કોઈપણ અધિકારી અથવા ખાનગી કંપની ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે તેમની જમીનમાં થાંભલા ઊભા કરી શકે નહીં. જમીન પર થનારી અસરો અને તેના વળતર અંગે ખેડૂતોની વાત સાંભળવી અને તેમને ન્યાય આપવો એ સરકારની જવાબદારી છે.
આજે જેતપર ગામમાં જે સ્થિતિ સર્જાઈ છે તે માત્ર એક ગામ કે થોડા ખેડૂતોનો પ્રશ્ન નથી. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોની જમીનોમાંથી વીજલાઈન પસાર કરવાની યોજનાઓ ચાલી રહી છે. જો ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે, તો આવનારા સમયમાં હજારો ખેડૂતોને તેની સીધી માઠી અસર ભોગવવી પડશે.
વિકાસના નામે ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવા માટે ખેડૂતોના હિતોની અવગણના કરવાની ભાજપ સરકારની નીતિ હવે ખુલ્લી પડી ગઈ છે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ સંવાદ, સમજાવટ અને ન્યાયના આધારે લાવવાને બદલે પોલીસ બળનો ઉપયોગ કરીને તેમને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર ખેડૂતોનું હિતરક્ષક બનવાને બદલે ખાનગી કંપનીઓના પ્રતિનિધિ તરીકે વર્તી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જે ગુજરાતના ખેડૂતો સાથે મોટો અન્યાય છે.
પોતાના હક્ક અને ન્યાય માટે લડી રહેલા કોઠ, જેતપર ગામના તથા રાજ્યના તમામ ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી ખભેખભો મિલાવીને ઊભો છે. જો ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતો સાથે ચર્ચા કરી દમનકારી કાર્યવાહી બંધ નહીં કરે, અને સમાધાનકારી વલણ નહીં અપનાવે તો ગુજરાત કોંગ્રેસ ખેડૂતોને ન્યાય અપાવવા રાજ્યવ્યાપી જનઆંદોલન શરૂ કરશે
૦૬-૦૬-૨૦૨૬
· ભાજપ સરકારના શાસનમાં અસહ્ય મોંઘવારીએ પ્રજાની કમર તોડી: ૨૦૧૪ની સરખામણીએ ૨૦૨૬માં જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવમાં તોતિંગ વધારો : ડૉ.હિરેન બેન્કર.
· અસહ્ય મોંઘવારીથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાયું: મોઘવારી નાથવામાં ભાજપ સદંતર નિષ્ફળ : ડૉ.હિરેન બેન્કર
· સરકાર તાત્કાલિક અસરથી ખાદ્ય પદાર્થો પરના ટેક્સમાં ઘટાડો કરે, સંગ્રહખોરો સામે કડક પગલાં ભરે : ડૉ.હિરેન બેન્કર
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ અને આડેધડ આર્થિક સંચાલનના કારણે આજે દેશ અને ગુજરાતની જનતા મોંઘવારીના અસહ્ય બોજ હેઠળ દબાઈ ગઈ છે. ‘અચ્છે દિન’ના મોટા-મોટા પોકળ વાયદાઓ કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ૧૨ વર્ષના કેન્દ્રના શાસનમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.૨૦૧૪ની સરખામણીએ આજે ૨૦૨૬માં જીવનજરૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ, દૂધ અને ઇંધણના ભાવો બે ગણાથી ત્રણ ગણા વધી ગયા છે, જે ભાજપ સરકારની સદંતર નિષ્ફળતા દર્શાવે છે.જે ગરીબોની થાળીનો મુખ્ય આધાર છે તે ચોખા, તેલ અને દાળ આજે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ ગયા છે. ભાજપ સરકાર મૂડીપતિઓને ફાયદો કરાવવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ખંખેરી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બહાના હેઠળ સરકારે જનતાને રાહત આપવાના બદલે જીવનજરૂરી વસ્તુઓ પર કંટ્રોલ લાવવાની મોટી મોટી વાતો માત્ર કાગળ છે, વાસ્તવિકતામાં મોંઘવારી નિયંત્રિત કરવામાં સરકાર સદંતર નાકામ રહી છે. ૨૦૧૪માં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ (UPA) સરકાર હતી, ત્યારના ભાવો અને આજે મે ૨૦૨૬ના ભાવો વચ્ચે આભ-જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે.
“અચ્છે દિન” ના વાયદા કરી મોંઘવારીના માર આપનાર ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કરે જણાવ્યું હતું કે બેરોજગારી ઐતિહાસિક સપાટીએ છે, યુવાનો નોકરીઓ માટે ભટકી રહ્યા છે, સામાન્ય પરિવારોની આવક ઘટી રહી છે બીજી બાજુ જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ આકરો ટેક્સ અને જીએસટી (GST) ઝીંકીને સરકાર પોતાની તિજોરીઓ ભરી રહી છે અને પોતાના ગણ્યા-ગાંઠ્યા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવી રહી છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જે રાઈનું તેલ ૨૦૧૪માં ૯૭ રૂપિયામાં મળતું હતું તે આજે ૧૮૯ રૂપિયાને વટાવી ગયું છે. સોયાબીન તેલના ભાવ બમણા થઈ ચૂક્યા છે. ગરીબો અને સામાન્ય પરિવારોના મુખ્ય ખોરાક એવા લોટ, દાળ, ચોખા અને દૂધના ભાવમાં પચાસથી પંચાણું ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સિંગતેલ, સોયાબીન તેલ અને રાઈના તેલના ભાવ બમણા થઈ ચૂક્યા,ગરીબો અને મધ્યમ વર્ગના બાળકો માટે અનિવાર્ય એવા દૂધના ભાવમાં પણ ૨૩ રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો થયો છે. આ કોઈ સામાન્ય ભાવવધારો નથી પરંતુ ભાજપ સરકાર દ્વારા જનતાના ખિસ્સા પર મારવામાં આવેલી સીધી લૂંટ છે. ભાજપના શાસકો કયા મોંઢે વિકાસની વાતો કરે છે? સરકાર તાત્કાલિક અસરથી ખાદ્ય પદાર્થો પરના ટેક્સમાં ઘટાડો કરે, સંગ્રહખોરો સામે કડક પગલાં ભરે અને સામાન્ય જનતાને રાહત આપવા માટે સબસિડી શરૂ કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
આવશ્યક ચીજવસ્તુઓના ભાવોની સરખામણી (૨૦૧૪ – ૨૦૨૬):
આવશ્યક ચીજવસ્તુઓ (Commodities)
જુલાઈ ૨૦૧૪ ના ભાવ
મે ૨૦૨૬ ના વર્તમાન ભાવ
વધારો (અંદાજે)
ચોખા (Rice)
રૂ. ૨૮ / કિલો
રૂ. ૪૩ / કિલો
૫૩.૫%
સોયાબીન તેલ (Soya Oil)
રૂ. ૮૪ / કિલો
રૂ. ૧૫૯.૫૯ / કિલો
૯૦%
રાઈનું તેલ (Mustard Oil)
રૂ. ૯૭ / કિલો
રૂ. ૧૮૯.૩૧ / કિલો
૯૫%
ખાંડ (Sugar)
રૂ. ૩૭ / કિલો
રૂ. ૪૬.૬૮ / કિલો
૨૬%
દૂધ (Milk)
રૂ. ૩૭ / લીટર
રૂ. ૬૦ / લીટર
૬૨%
ઘઉંનો લોટ (Wheat Atta)
રૂ. ૨૪ / કિલો
રૂ. ૩૬.૭૯ / કિલો
૫૩%
તુવેર દાળ (Tur Dal)
રૂ. ૭૦ / કિલો
રૂ. ૧૨૨.૩ / કિલો
૭૪.૭%
મગ દાળ (Moong Dal)
રૂ. ૮૭ / કિલો
રૂ. ૧૧૧.૪૫ / કિલો
૨૮%
૦૫-૦૬-૨૦૨૬
· ગુજરાતની ફાર્મા કેપિટલમાં ડ્રગ્સ-હવાલા નેટવર્કના આરોપો અત્યંત ગંભીર : EDના દરોડા બાદ મોટો સવાલ: ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ?
· ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રી પર ડાઘ: જવાબદારી કોણ લેશે?
· ડ્રગ્સ-હવાલા નેટવર્કના આરોપો: શું માત્ર કંપનીઓ જ કે પછી કોઈ રાજકીય છત્રછાયા પણ?
ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્મા ઉત્પાદન કેન્દ્ર છે. શું સરકાર સમગ્ર મામલે “વ્હાઇટ પેપર” જાહેર કરીને જણાવશે કે કઈ કંપનીઓ તપાસ હેઠળ છે, કેટલા પ્રમાણમાં ગેરકાયદે નિકાસ થઈ અને નિયમનકારી તંત્ર ક્યાં નિષ્ફળ ગયું? શું આ કંપનીઓને કોઈ ભાજપ નેતા અથવા રાજકીય પ્રભાવશાળી વ્યક્તિનું સંરક્ષણ મળતું હતું? છેલ્લા 10 વર્ષમાં આ કંપનીઓના માલિકો અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતો અને વ્યવસાયિક સંબંધોની તપાસ થશે? તે અંગે ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજકોટ નજીક હડમતાળાની ફાર્મા કંપનીમાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો અત્યંત ચિંતાજનક છે. ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કેન્દ્ર ગણાય છે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયાના ગેરકાયદે નાણાકીય વ્યવહારો, શંકાસ્પદ દવા નિકાસ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથેના સંભવિત સંબંધો સમગ્ર રાજ્યની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
જો ગુજરાતના સુરત, અંકલેશ્વર અને અન્ય ફાર્મા હબમાં આવેલી કંપનીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું EDની તપાસમાં સામે આવ્યું છે, તો રાજ્ય અને કેન્દ્રના ડ્રગ કન્ટ્રોલ વિભાગો આ ગેરકાયદે પ્રવૃત્તિઓને વર્ષો સુધી શોધી કેમ શક્યા નહીં? શું તપાસ હેઠળ આવેલી ફાર્મા કંપનીઓના માલિકો, ડિરેક્ટરો અથવા તેમના સંબંધિત વ્યક્તિઓએ ભાજપ અથવા અન્ય રાજકીય પક્ષોને ફંડિંગ કર્યું છે? સરકાર આ સંબંધોની સંપૂર્ણ માહિતી જાહેર કરશે? શું આ માત્ર વહીવટી નિષ્ફળતા છે કે પછી કોઈ પ્રભાવશાળી લોકોના આશીર્વાદ હેઠળ આ સમગ્ર નેટવર્ક કાર્યરત હતું?
ભાજપ સરકારને સીધા પ્રશ્નો પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શું ભાજપ સરકાર સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવશે કે કોઈ વર્તમાન અથવા ભૂતપૂર્વ ભાજપ નેતા, તેમના પરિવારજનો અથવા નજીકના સહયોગીઓનો આ ફાર્મા કંપનીઓ સાથે સીધો કે આડકતરો સંબંધ હતો કે નહીં?
જો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર ગુજરાત સુધી પહોંચે છે, તો શું રાજ્ય સરકાર તેની નૈતિક જવાબદારી સ્વીકારશે?
શું આ કંપનીઓના માલિકો અથવા ભાગીદારોના કોઈ રાજકીય સંબંધો છે?
છેલ્લા 10 વર્ષમાં આ કંપનીઓની કેટલી વખત તપાસ કરવામાં આવી હતી?
ડ્રગ કન્ટ્રોલ વિભાગે કોઈ અનિયમિતતા નોંધેલી હતી કે નહીં?
ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવવામાં આવે છે, પરંતુ જો ગુજરાતની ધરતી પરથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને શંકાસ્પદ દવા નેટવર્કના તાર જોડાતા હોય તો માત્ર કંપનીના સંચાલકો જ નહીં, તેમને સંરક્ષણ આપનાર દરેક વ્યક્તિને કાયદાના સકંજામાં લાવવી જોઈએ. સત્ય બહાર આવવું જોઈએ, ભલે તે કેટલું પણ અસ્વસ્થ કરનારું કેમ ન હોય.
૦૫-૦૬-૨૦૨૬
ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવાના પ્રસ્તાવ સામે સ્થાનિકોના વિરોધને લઈ
આંકલાવ ધારાસભ્યશ્રી અમિત ચાવડાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર
· ઇથેનોલ પ્લાન્ટથી ખેતી, પશુપાલન, આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકશાન થશે : શ્રી અમિત ચાવડા
· ઇથેનોલ પ્લાન્ટથી હવા, પાણી અને જમીન પ્રદૂષણના ભયથી સારસા સહિત આસપાસના ગામોમાં રહેતા લોકોને ઉગ્ર વિરોધ: શ્રી અમિત ચાવડા
· સારસાનો ઇથેનોલ પ્લાન્ટ તાત્કાલિક રદ કરવામાં નહી આવે તો ઉગ્ર જનઆંદોલન કરાશે:શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનં આંકલાવના ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઉગ્ર વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારના સારસા ગામ તાલુકો આણંદ એ સમગ્ર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ ગામ છે. ગામના સર્વ સમાજના લોકો દ્વારા હંમેશા વિકાસના કોઈપણ કાર્યમાં સહભાગી થઈને સમર્થન આપ્યું છે. પરંતુ જે સારસા ગામના સીટી સર્વે નંબર:NA1383/1 તથા રેવન્યુ સર્વે/બ્લોક નંબર 1365+1369+1370/1 ખાતે ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે, તેની સામે ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોનો ઉગ્ર વિરોધ છે. ઇથેનોલ પ્લાન્ટના કારણે સમગ્ર વિસ્તારમાં હવા, પાણી તેમજ જમીનના પ્રદૂષણ થી લોકોના આરોગ્યને મોટું નુકસાન થશે.
આ સમગ્ર વિસ્તારની જમીન જે ખૂબ જ ફળદ્રુપ છે અને ભૂગર્ભ જળ પણ ખૂબજ સારા છે તે પ્રદૂષિત થશે તેના કારણે સ્થાનિક રહીશોના આરોગ્યને પણ મોટું જોખમ ઉભું થશે. સમગ્ર વિસ્તાર ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે, હવા, પાણી, જમીનના પ્રદૂષણ થી લોકોને આર્થિક રીતે પણ મોટું નુકસાન થશે. અમે સમગ્ર ગામ અને તાલુકાના લોકો સાથે મળીને આ પ્રોજેક્ટને મંજૂરી આપવા સામે ઉગ્ર વિરોધ કરીએ છીએ.આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
૦૪/૦૬/૨૦૨૬
• રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતના વનની ૧૩૧૩.૩૯ હેક્ટર જમીન અન્ય કામોમાં ડાયવર્ટ કરી દેવામાં આવી છે. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
• જંગલની ૮૫૪.૬૩ હેક્ટર જમીન રોડ અને ટ્રાન્સમીશન લાઈન માટે જયારે ૪૨૧.૩૧ હેક્ટર જમીનને ઉદ્યોગો અને ટાઉનશીપ બનાવવા પધરાવી દીધી. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
• છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતના વુક્ષ આવરણમાં ૧૦૦ હેકટરનો ઘટાડો. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
• નર્મદા અને ડાંગમાં સૌથી વધુ વુક્ષ આવરણ ઘટયું. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
• ગુજરાતના જંગલોમાં ૬ જૂન ૨૦૨૨ થી ૧ જૂન ૨૦૨૬ વચ્ચે ૧૬૩૩૧ VIIRS ફાયર એલર્ટ નો ચોંકાવનારો આંક જોવા મળ્યો છે. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
• વન વિભાગમાં ૮૯૪૯ પૈકી ૩૪૯૦ જગ્યાઓ ખાલી પડેલ છે. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ૫ જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ ઉજવાય છે ત્યારે સવાલ થાય છે ખરેખર અર્થમાં આપણે સહુને પર્યાવરણની ચિંતા છે ખરી? ગ્લોબલ ફોરેસ્ટ વોચ નામની સંસ્થા મુજબ છેલ્લા ૨૫ વર્ષ માં ટ્રી કવર એટલે વૃક્ષ આવરણ માં ૧૦૦ હેક્ટરનો ઘટાડો જોવા મળ્યો છે. વૃક્ષ આવરણનો ઘટાડો કુલ ૧૦૦ કિલો ટન CO2 કાર્બન ડાયોક્સાઈડ એમિશન જેટલો થાય છે. ગુજરાત રાજ્ય ના નેચરલ ફોરેસ્ટ એટલે વનમાં ૬૯ હેક્ટર નો ઘટાડો થયો છે, જે ૬.૧ કિલો ટન કાર્બન ડાયોક્સાઈડ એમિશન બરાબર છે.ગુજરાતમાં સૌથી વધુ ટ્રી કવરનું નુકસાન નર્મદા અને ત્યાર બાદ ડાંગ જિલ્લામાં થયું છે. નર્મદા જિલ્લામાં ૨૭ હેક્ટર નું વૃક્ષ આવરણનું નુકશાન થયું છે જ્યારે ડાંગ જિલ્લામાં ૨૫ હેક્ટર વૃક્ષ આવરણનું નુકશાન છે. દાહોદ જિલ્લામાં ૨૨ હેક્ટર વૃક્ષ આવરણનું નુકશાન છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૬માં ૫૨૨ હાઈ એલર્ટ આગ લાગવાની ઘટના બની છે. છેલ્લા ૨૫ વર્ષમાં ૯ હેક્ટર વૃક્ષ આવરણ આગ લાગવાના લીધે ગુમાવ્યું છે. ગુજરાત રાજ્યમાં ૨૭ મે ૨૦૨૬ થી ૩ જૂને ૨૦૨૬ વચ્ચે ૧૬ ડિસ્ટર્બન્સ એલર્ટ જોવા મળ્યા છે, ૩૮૦ VIIRS (Visible Infrared Imaging Radiometer Suite) ફાયર એલર્ટ જોવા મળ્યા છે. ગુજરાતના જંગલોમાં ૬ જૂન ૨૦૨૨ થી ૧ જૂન ૨૦૨૬ વચ્ચે ૧૬૩૩૧ VIIRS ફાયર એલર્ટ નો ચોંકાવનારો આંક જોવા મળ્યો છે.
રાજ્ય સરકારના ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક ૨૦૨૪/૨૦૨૫ રિપોર્ટ મુજબ ગુજરાતના વનની ૧૩૧૩.૩૯ હેક્ટર જમીન વર્ષ ૨૦૨૪/૨૦૨૫ માં અન્ય કામોમાં ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ગુજરાતના વનના ૮૫૪.૬૩ હેક્ટર જમીનને રોડ અને ટ્રાન્સમિશન લાઇન ના ઉપયોગમાં લેવામાં આવી છે, જ્યારે ૪૨૧.૩૧ હેક્ટર જમીનને ઉદ્યોગોને અને ટાઉનશિપ બનાવવા પધરાવી દીધી છે. સિંચાઈ માટે ૧૫.૬૩ હેક્ટર વન ની જમીન આપી દેવામાં આવી છે. વન બજેટ આઉટલે ૨૫૩૫.૬૨ કરોડ, જે તે વર્ષના કુલ બજેટ ના ૦.૭૬% છે. રિપોર્ટ મુજબ વન ખાતા માં મોટા પ્રમાણમાં સ્ટાફની જગ્યા ખાલી છે. ક્લાસ ૧ની ૧૬૩ જગ્યા પૈકી ૮૮ જગ્યા ભરાયેલી છે જ્યારે ૭૫ જગ્યા ખાલી છે. કલાસ ૨ની સેન્કશન ૭૪૬ પૈકી ૫૮૧ ભરાયેલી અને ૧૬૫ જગ્યા ખાલી છે. ક્લાસ ૩ની સેન્કશન ૭૩૬૮ જગ્યામાં થી ૪૬૮૨ જગ્યા ભરાયેલી છે અને ૨૬૮૬ ની જગ્યા ખાલી છે. ક્લાસ ૪ ની ૬૭૨ સેન્કશન જગ્યામાં થી ૧૦૮ જગ્યા ભરાયેલી છે અને ૫૬૪ જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસ પક્ષની માંગ છે કે વન વિભાગની ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને પર્યાવરણને બચાવવા માટે, વુક્ષ આવરણ વધારવા માટે ગંભીરતા દાખવી પગલા લેવા જોઈએ.
વન વિભાગ સેન્કશન જગ્યા ભરેલી જગ્યા ખાલી જગ્યા
ક્લાસ-૧ ૧૬૩ ૮૮ ૭૫
ક્લાસ-૨ ૭૪૬ ૫૮૧ ૧૬૫
ક્લાસ-૩ ૭૩૬૮ ૪૬૮૨ ૨૬૮૬
ક્લાસ-૪ ૬૭૨ ૧૦૮ ૫૬૪
કુલ ૮૯૪૯ ૫૪૫૯ ૩૪૯૦
૦૩-૦૬-૨૦૨૬
· ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તથા દેશના ગૃહમંત્રીશ્રીના મતવિસ્તારમાં ગટરનું પાણી-પીવાના પાણીની ભેળસેળથી અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા.
· કરોડો રૂપિયાના વિકાસ કામોની જાહેરાતો કરતા ભાજપા શાસકો નાગરિકોને શુધ્ધ પાણી આપવામાં નિષ્ફળ.
· ઈન્દોર-દિલ્હી માં દુષિત પાણીથી બનેલી ઘટના છતાં અમદાવાદના શાસકો ઊંઘતા રહ્યાં.
· દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો- ઘાટલોડિયા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રોગચાળો.
· ૫૦૦ થી વધુ ઝાડા-ઊલ્ટીના કેસ, ૩૦ થી ૪૦ લોકો હોસ્પીટલમાં દાખલ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તથા દેશના ગૃહમંત્રીશ્રીના મતવિસ્તારમાં ગટરનું પાણી-પીવાના પાણીની ભેળસેળથી અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. કરોડો રૂપિયાના વિકાસ કામોની જાહેરાતો કરતા ભાજપા શાસકો નાગરિકોને શુધ્ધ પાણી આપવામાં નિષ્ફળ નિવડ્યાં છે ત્યારે, ભાજપા શાસકોનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા- ઉલટીના કેસો વધ્યા. એકસાથે ૧૦૦ વધુ ઝાડા ઉલટી ના કેસો સામે આવતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોર્પોરેશનના ૧૫૦૦૦ કરોડના વાર્ષિક બજેટની મોટી મોટી વાતો કરનાર ભાજપા શાસકોના ભ્રષ્ટાચારી શાસનના કારણે અમદાવાદ જેવા મેગા સીટીમાં ૨૪ ટકા જેટલા વિસ્તારમાં હજારો પરિવારોને આજે પણ શુધ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી, દૂષિત પાણી, ગટર ઉભરાવવાની મોટા પાયે ફરીયાદો છતાં કોર્પોરેશનના શાસકો અને તંત્ર ઉંઘી રહ્યાં છે. કરોડો રૂપિયાના વિકાસ કામોની વારંવાર જાહેરાતો થાય છે, નાગરિકો પાસેથી ઉંચો ટેક્સ વસુલાય છે પણ અનેક વિસ્તારોમાં શુધ્ધ પીવાનું પાણી પણ મળી રહ્યું નથી આ તો કેવો વિકાસ ? સ્થાનિક સોસાયટીના બે મહિલાને એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આસપાસની ખાનગી હોસ્પિટલમાં ૩૦ થી ૪૦ લોકો દાખલ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી ભેળસેળ થતા લોકો હેરાન પરેશાન થયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. ૫૦૦ જેટલા નાગરિકો જેમાં બાળકો, ઉંમરલાયક નાગરિકો અને બહેનોનો સમાવેશ થાય છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી અને ગટરના પાણી ભેળસેળ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે ૫૦૦ લોકો ઝાડા ઉલટીના કારણે બીમાર થયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે જોવા માટે આવ્યા નથી સ્થાનિકોએ બહારથી પાણીના બાટલા મંગાવવાની ફરજ પડી રહી છે.
૦૧-૦૬-૨૦૨૬
· છેલ્લા છ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત થઈ બમણી.
· નાના દુકાનદારો, હોટેલ વ્યવસાયકારો અને અન્ય વેપારીઓ માટે પરિસ્થિતિ કમરતોડ બની રહી છે. જ્યારે ગેસ મોંઘો થાય છે ત્યારે તેની અસર માત્ર ચૂલા સુધી મર્યાદિત રહેતી નથી; ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પર પણ તેની સીધી અસર
· બાર વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને ૪૦ લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી
· સતત વધતી જતી મોંઘવારીથી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગ માટે જીવન જીવવુ મુશ્કેલ.
· આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને એલ.પી.જી.ની કિંમત ઓછી થતી હોય ત્યારે ભાવ ઘટાડાની રાહત દેશના નાગરિકોને કેમ અપાતી નથી ? દેશની જનતા પર મોંઘવારી કેમ ઝીંકવામાં આવી રહ્યો છે ?
“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, પેટ્રોલ – ડીઝલના ભાવ બેફામ રીતે વધી રહ્યાં છે ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં છ મહિનામાં બમણો ભાવ વધારો ઝીંકનાર ભાજપા સરકારે જનતા સાથે કરેલી છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રસોઈ ગેસ કે મોંઘવારીનો તમાચો? ક્યારેય મોંઘવારી ઘટાડવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આજે ગેસ સિલિન્ડરની કિંમતો સામાન્ય માણસના રસોડાના બજેટને ખોરવી રહી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડર, જે ૨૦૧૦માં આશરે રૂ ૩૪૫- રૂ. ૩૬૦ હતો, તે આજે લગભગ રૂ. ૯૧૩ સુધી પહોંચી ગયો છે. એટલે કે રસોડાનો ખર્ચ લગભગ અઢી ગણો બોજ બની ગયો છે. કોમર્શિયલ સિલિન્ડર, જે ૨૦૧૦માં લગભગ રૂ.૧,૦૨૫ હતો, તે આજે રૂ. ૩,૧૧૩ સુધી પહોંચી ગયો છે. એટલે કે નાના દુકાનદારો, હોટેલ વ્યવસાયકારો અને અન્ય વેપારીઓ માટે પરિસ્થિતિ કમરતોડ બની રહી છે. જ્યારે ગેસ મોંઘો થાય છે ત્યારે તેની અસર માત્ર ચૂલા સુધી મર્યાદિત રહેતી નથી; ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પર પણ તેની સીધી અસર પડે છે. સવાલ એ છે કે જો સિલિન્ડર 2.5 થી 3 ગણો મોંઘો થયો હોય, તો શું સામાન્ય માણસની આવક પણ એટલી જ વધી છે? કે પછી માત્ર ખર્ચ જ વધ્યો છે?દરેક વખતે આંતરરાષ્ટ્રીય બજાર અને અન્ય કારણોનો હવાલો આપી જવાબદારીથી બચવું શું જનતા સાથે ન્યાય ગણાય? “અચ્છે દિન”ના વચનો પછી જો જીવનની મૂળભૂત જરૂરિયાતો જ સતત મોંઘી થતી રહે, તો જનતા પ્રશ્નો તો પૂછશે જ.શું આ મોંઘવારી પર નિયંત્રણ છે કે પછી સામાન્ય, મધ્યમવર્ગ માણસના ખિસ્સા પર સતત વધતો આર્થિક બોજ? પ્રશ્ન સ્પષ્ટ છે જો ગેસ સિલિન્ડરના ભાવ અનેકગણા વધી ગયા છે, તો શું સામાન્ય નાગરિકની ખરીદ શક્તિ અને આવક પણ એ જ પ્રમાણમાં વધી છે, કે પછી મોંઘવારીનો બોજ સતત જનતા પર જ લાદવામાં આવી રહ્યો છે?
પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી સહિતના ભાવમાં કમરતોડ ભાવ વધારાથી જનતા ત્રાહિમામ થઈ રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૪-૨૬ ના ૧૨ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને ૪૦ લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી સીસ્ટમ લૂંટ ચલાવી રહી છે. સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો માટે માટે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ગંભીર પ્રશ્ન છે. સતત વધતા જતા પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી. અને રાંધણગેસના ભાવ તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાથી દરેક પરિવારનો આર્થિક ચિત્ર ખોરવાઈ ગયું છે.
પેટ્રોલ – ડીઝલ, ગેસના અસહ્ય ભાવ વધારાની ભેટ આપતી ભાજપ સરકારમાં અહંકાર, નિરંકુશતાને કારણે દેશની જનતા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહી છે, દૂધ. દહી. છાસ. આસમાનને આંબતા ભાવ થી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે ત્યારે પેટ્રોલ – ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અસહ્ય વધારો કરી પ્રજાના ખિસ્સામાંથી લુંટેલા ૪૦ લાખ કરોડનો હિસાબ ભાજપ સરકાર ક્યારે આપશે ?
પ્રકાર
૨૦૧૦માં કિંમત
૨૦૨૬ માં કિંમત
ઘરેલુ એલપીજી(૧૪.૨ કિલો)
રૂ. ૩૪૫ – રૂ. ૩૬૦
રૂ. ૯૧૩
કોમર્શિયલ એલપીજી (૧૯ કિલો)
રૂ.૧,૦૨૫
રૂ. ૩,૧૧૩
મહિના
ભાવ પ્રતિ સિલિન્ડર
ભાવ વધારો પ્રતિ સિલિન્ડર
જાન્યુઆરી
૧૬૯૧/-
૧૭૦/-
ફેબ્રુઆરી
૧૭૪૦/-
૪૯/-
માર્ચ
૧૮૮૩/-
૧૪૩/-
એપ્રિલ
૨૦૭૮/-
૧૭૫/-
મે
૩૦૭૧/-
૯૯૩/-
જૂન
૩૧૧૩/-
૪૨/-
૦૧-૦૬-૨૦૨૬
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા ખાતે
ઉત્તર ગુજરાત ઝોનની સમીક્ષા બેઠક યોજાઈ
કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં જાસૂસી કરતા IBના અધિકારીઓ રંગે હાથ ઝડપાયા
· પ્રજાના પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસના નેતાઓની જાસૂસી કરવા ભાજપ સરકારે IBને કામે લગાડી :
શ્રી અમિત ચાવડા
· ભાજપ સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ, પોલીસ-પ્રશાસનનો મનસ્વી વહેવાર અને જનાદેશના અપમાન સામે કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી લડ્યા : શ્રી અમિત ચાવડા
· આગામી અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવવધારા સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન : શ્રી અમિત ચાવડા
· NEET પેપર લીક અને ભ્રષ્ટાચાર સામે યુવાનોમાં આક્રોશ, ૪થી ૧૨ જૂન દરમિયાન તમામ તાલુકા મથકો પર ઉગ્ર પ્રદર્શન : શ્રી અમિત ચાવડા
· જુલાઈ મહિનાથી દરેક વિધાનસભા બેઠક દીઠ બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ શરૂ કરાશે : શ્રી અમિત ચાવડા
AICCના મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, CWCના સભ્ય અને પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, AICCના મંત્રી તથા સહપ્રભારી સુભાષિની યાદવ સહિત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
સરદાર પટેલ ભવન મહેસાણાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે, જેમાં સંગઠનના પ્રભારી જનરલ સેક્રેટરી શ્રી મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સહિત તમામ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ચૂંટણી પરિણામોની સમીક્ષા દરમિયાન એ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે આ ચૂંટણી માત્ર ભારતીય જનતા પાર્ટી સામે જ નહીં, પરંતુ પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને બુટલેગરોના ગઠબંધન સામે પણ લડાયેલી ચૂંટણી હતી. સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્ર અને સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને મેળવાયેલા પરિણામોનું વિશ્લેષણ કરીને આગામી રણનીતિ ઘડવા માટે તમામ વરિષ્ઠ નેતાઓ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.
દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને ગુજરાતના હોવા છતાં સરહદો પરથી ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશી જાય છે અને તેની અગાઉથી કોઈ માહિતી મળતી નથી. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂના કન્ટેનરો રાજ્યમાં પ્રવેશી જાય છે. દારૂ અને ડ્રગ્સ ગામે-ગામ અને ગલી-ગલી સુધી પહોંચી જાય છે, છતાં પોલીસ અને IBને તેની જાણ થતી નથી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો કોને મળે છે, કયા કાર્યક્રમો યોજવાના છે, તેમની રણનીતિ શું છે અને તેમની ગતિવિધિઓ શું છે તેની માહિતી મેળવવા માટે આખી સરકાર, પોલીસ તંત્ર અને IBને કામે લગાડવામાં આવ્યા છે.
મહેસાણા ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતની કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં મંજૂરી વગર પ્રવેશ કરનાર IBના અધિકારીઓ પકડાતા સ્પષ્ટ થાય છે કે સરકાર વિપક્ષને ડરાવવા અને દબાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર પકડાયેલા અધિકારીઓના મોબાઈલમાંથી જાસૂસી સંબંધિત માહિતી ઉપરાંત અન્ય અનેક ગંભીર વિગતો પણ સામે આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કોંગ્રેસ પક્ષ અપીલ કરે છે કે વિપક્ષની જાસૂસી કરાવવાનું બંધ કરીને પોલીસ અને IB તંત્રને ગુજરાતની જનતાની સુરક્ષા, વધતી ગુનાખોરી પર નિયંત્રણ અને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કાર્યરત કરવામાં આવે.
શ્રી અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનની ખામીઓ, વહીવટી ચૂક અને સત્તાધારી પક્ષ દ્વારા થયેલા પોલીસ તેમજ પ્રશાસનિક દુરુપયોગ અંગે ગંભીર સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જેવા વિસ્તારોમાં દિયોદર જેવી ઘટનાઓ દ્વારા જનાદેશનું અપમાન કરીને લોકશાહીના નિયમો વિરુદ્ધ સત્તા હસ્તગત કરવાના પ્રયાસો થયા હતા. ભાજપ તરફી વલણ ધરાવતા અધિકારીઓ, નાણાકીય પ્રભાવ અને બાહુબલ સામે કોંગ્રેસના કાર્યકરોએ મજબૂતાઈથી લડત આપી હતી. કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પણ આંતરિક તપાસ ચાલી રહી છે.
આગામી અઠવાડિયાથી પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવવધારા તેમજ તેના કારણે વધેલી અસહ્ય મોંઘવારી સામે જનતાનો અવાજ બુલંદ કરવા માટે ગુજરાતના તમામ તાલુકા મથકો પર કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવશે.
નીટ (NEET) પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે સમગ્ર દેશ સહિત ગુજરાતના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવાનોના અવાજને બુલંદ કરવા માટે આગામી ૪થી ૧૨ જૂન દરમિયાન ગુજરાતના તમામ તાલુકા મથકો પર પેપર લીક કૌભાંડ, સરકારી ગેરરીતિઓ અને વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લડતને વધુ મજબૂત બનાવવા માટે આ સમીક્ષા બેઠકના આધારે આગામી કાર્યક્રમો માટે વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે જુલાઈ મહિનાથી દરેક વિધાનસભા બેઠકમાં બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને લોકજાગૃતિનું વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવશે.
૨૯-૦૫-૨૦૨૬
· ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની મનમાની નો પર્દાફાશ: કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલા EC સભ્ય મનન દાણી ને બીજા ચાલુ સભ્યો સાથે યુનિવર્સિટીના ખર્ચે દિલ્હીની ‘સહેલગાહ’ કરાવી
· ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચરમસીમાએ પહોંચી છે.
· રાજકીય વ્યક્તિ ને મોકલવાની જગ્યા એ પ્રતિભાશાળી વિધાર્થીઓ NSS, NCC, રમત ગમત સહિતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તેવા વિધાર્થીઓને યુનિવર્સિટી દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને પ્રતિનિધિત્વ માટે મોકલવામાં આવે તેવી NSUIની માંગ.
ગુજરાત NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આજે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એક એવી વ્યક્તિને સરકારી ખર્ચે જલસા કરાવવામાં આવી રહી છે, જેનો કાર્યકાળ સત્તાવાર રીતે તારીખ ૫ મે, ૨૦૨૬ના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) સભ્યનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં તેમને યુનિવર્સિટીના સત્તાવાર કામના બહાને દિલ્હી લઈ જવામાં આવ્યા છે. આ પ્રવાસમાં ફ્લાઈટની ટિકિટ, લક્ઝુરિયસ હોટલમાં રોકાણ અને દિલ્હીમાં ફરવા માટેની કાર સહિતનો તમામ ખર્ચ ગુજરાત યુનિવર્સિટીની તિજોરીમાંથી એટલે કે વિદ્યાર્થીઓના ફી ના પૈસે કરવામાં આવી રહ્યો છે, જે સીધો ભ્રષ્ટાચાર છે.
NSUI દ્વારા આ ઘટનાને લઈને તીવ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યારે કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય, ત્યારે યુનિવર્સિટીના ખર્ચે પ્રવાસ કરવાની નૈતિક કે કાયદાકીય સત્તા કોણે આપી?
ગુજરાત યુનિ માં વિદ્યાર્થીઓ પાયાની પ્રાથમિક સુવિધાઓ થી વંચિત – હોસ્ટેલ માં પાણી ની મુખ્ય સમસ્યા – જર્જરિત હોસ્ટેલ – ગંદકી ની સમસ્યાઓ માટે યુનિવર્સિટી પાસે ખર્ચ કરવા માટે ફંડ નથી અને EC મેમ્બરો પાછળ પૈસાની લહાણી કરાય છે જે યુનિવર્સિટીના ફંડનો ઉપયોગ શૈક્ષણિક વિકાસ માટે થવો જોઈએ, પરંતુ અહીં તેનો ઉપયોગ વ્યક્તિગત સંબંધો નિભાવવા અને સહેલગાહ કરાવવા માટે થઈ રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજકીય વ્યક્તિ ને મોકલવાની જગ્યા એ પ્રતિભાશાળી વિધાર્થીઓ NSS, NCC, રમત ગમત સહિતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તેવા વિધાર્થીઓને યુનિવર્સિટી દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને પ્રતિનિધિત્વ માટે મોકલવામાં આવે તો યુનિવર્સિટી ની પ્રતિષ્ઠા માં વધારો થાય.
NSUI માંગ કરે છે કે આ સમગ્ર પ્રવાસનો ખર્ચ તાત્કાલિક વસૂલ કરવામાં આવે અને કુલપતિ આ બાબતે લેખિત ખુલાસો આપે. જો આ ભ્રષ્ટાચાર અટકાવવામાં નહીં આવે, તો NSUI દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
૨૮-૦૫-૨૦૨૬
· સી.બી.એસ.ઈ. પરિણામ ગોટાળો: લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ, મોદી સરકાર જવાબ આપે.
· લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકનાર સી.બી.એસ.ઈ. પરિણામ કૌભાંડ પર દેશ જવાબ માંગે છે.
· નામ બદલાયું, કારનામું નહીં: COEMPT-સી.બી.એસ.ઈ. ઘોટાળાની ન્યાયિક તપાસ કરો:ડૉ. મનીષ દોશી
સી.બી.એસ.ઈ. પરીક્ષા પરિણામોમાં થયેલી ગંભીર ગોટાળા – ગેરરીતી – ગોલમાલ અને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડા અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ના રાજીનામાંની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા આજે માનસિક આઘાતમાં છે. વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેદરકારીપૂર્વક રમત કરવામાં આવી છે. છતાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મૌન ધારણ કરીને બેઠા છે ન કોઈ જવાબદારી, ન કોઈ સંવેદના, ન કોઈ સ્પષ્ટતા. સી.બી.એસ.ઈ જેવી રાષ્ટ્રીય સંસ્થાની પરીક્ષા પ્રક્રિયા અને પરિણામ વ્યવસ્થાપનની જવાબદારી COEMPT નામની કંપનીને સોંપવામાં આવી. આ જ કંપની અગાઉ Globarena નામથી તેલંગાણામાં વર્ષ 2019 દરમિયાન ગંભીર વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. નામ બદલાયું હશે, પરંતુ કામ કરવાની રીત અને બેદરકારી એ જ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર ઇતિહાસ જાણીતા હોવા છતાં આવી કંપનીને દેશના આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સોંપવામાં આવ્યું. શું સી.બી.એસ.ઈ.એ કંપનીનો રેકોર્ડ ચકાસણી કરી છે કે નહિ ? શું નિયમો અને પ્રક્રિયાઓનું પાલન થયું હતું? કે પછી કોઈ રાજકીય દબાણ અને ગોઠવણ હેઠળ આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો?
દેશ આજે કેટલાક મહત્વપૂર્ણ સવાલોના જવાબ માંગે છે. COEMPTને સી.બી.એસ.ઈ.નો ઠેકો કોના દબાણ અથવા ભલામણથી આપવામાં આવ્યો? ટેન્ડર પ્રક્રિયામાં કયા નિયમો અને માપદંડોને અવગણવામાં આવ્યા? Globarenaના પૂર્વ વિવાદોની માહિતી હોવા છતાં સી.બી.એસ.ઈ. અને શિક્ષણ મંત્રાલય મૌન કેમ રહ્યા? COEMPTના સંચાલકો અને મોદી સરકાર વચ્ચે શું સંબંધ છે? લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? ભારતમાં કુલ 33,100થી વધુ સી.બી.એસ.ઈ. શાળાઓ છે અને ગુજરાતમાં જ 329થી વધુ સી.બી.એસ.ઈ. શાળાઓ કાર્યરત છે. ધોરણ 10 અને 12ના મળીને આશરે 44.70 લાખ વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત નિર્ણાયક હોય છે. આવા સમયમાં સિસ્ટમની નિષ્ફળતા અને ગેરવ્યવસ્થા વિદ્યાર્થીઓમાં નિરાશા, માનસિક તણાવ અને અવિશ્વાસ ઊભો કરે છે. સી.બી.એસ.ઈ. બોર્ડના વિદ્યાર્થીઓ સતત ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) પર સવાલો ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે OSM ના કારણે તેમનું પરિણામ બગડી ગયું છે. વિદ્યાર્થીઓની ઉત્તરપત્રિકા ચકાસનાર શિક્ષકે પણ જણાવ્યું કે તેમને અંદાજ હતો કે કૉપીઓ યોગ્ય રીતે ચકાસાઈ રહી નથી અને આગળ જઈને સમસ્યા થવાની જ હતી.
કૉપી ચેકિંગ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેમ કે, ઘણા વિદ્યાર્થીઓની સ્કેન કરેલી કૉપીઓ ધૂંધળી હતી, કેટલાક પાનાં ગાયબ હતા સ્ટેપ માર્કિંગ યોગ્ય રીતે ન થતાં ગુણ ઓછા મળ્યા. સિસ્ટમએ લખેલા જવાબવાળા પાનાને ખાલી (બ્લેન્ક) બતાવ્યો. કૉપી ચકાસનાર શિક્ષકોને માત્ર 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માંગ કરે છે કે, સમગ્ર મામલાની તાત્કાલિક સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ SITની રચના કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયબદ્ધ ન્યાય અને પારદર્શક સુધારાની ખાતરી આપવામાં આવે. કોંગ્રેસ પક્ષ દેશના વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવીએ છીએ કે તેમની મહેનત, તેમના સપનાઓ અને તેમના ભવિષ્યની ચોરી કોઈને કરવા દેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાશે નહીં. યુવાનોના ભવિષ્ય સાથેનો આ ખેલ દેશ ક્યારેય માફ નહીં કરે.
૨૫-૦૫-૨૦૨૬
· ચૂંટણીમાં ભાજપના ઈશારે પોલીસ અને પ્રાંત અધિકારીઓનો ખુલ્લો દુરુપયોગ, લોકશાહીનું હનન :શ્રી અમિત ચાવડા
· ભાજપનો કેસરી ખેસ પહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ,સરકારી વકિલ અને પ્રાંત અધિકારી કામ કરી રહ્યા છે : શ્રી અમિત ચાવડા
· ભાજપ અને અધિકારીઓની મીલિભગતના કારણે સ્પષ્ટ બહુમતી છતાં દિયોદરમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું ષડયંત્ર : શ્રી અમિત ચાવડા
· DDOઓએ ઓર્ડર કર્યો હોવા છતાં, આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો :શ્રી અમિત ચાવડા
· જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગ :શ્રી અમિત ચાવડા
· ભાજપ સરકાર સાચા આદિવાસીના અધિકાર છીનવી રહી છે, આજે જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ છીનવ્યું છે, કાલે નોકરીઓ અને રાજકારણના પદો પણ બીજા રાજ્યમાં જન્મેલા છીનવી લેશે: શ્રીઅમિત ચાવડા
· ખોટા પ્રમાણપત્રના આધારે પ્રમુખ પદ મળ્યું, ગુજરાતના સાચા આદિવાસીઓ સાથે ઘોર અન્યાય:શ્રી તુષારભાઈ ચૌધરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને લોકશાહી તેમજ બંધારણીય મૂલ્યોને નેવે મૂકવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાથી લઈને પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સુધી, વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા અને જનતાના જનાદેશને કચડવાનો પ્રયાસ કરાયો, જે અંગે રાજ્યના DGPને રૂબરૂ મળીને લેખિત-મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ પક્ષપાતી વલણના જીવંત પુરાવા રૂપે તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીનો દાખલો સામે આવ્યો છે, જ્યાં ૨૦ માંથી ૧૩ બેઠકોની સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસના સભ્યો જ્યારે મતદાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની ૧૧ ગાડીઓએ તપાસના બહાને તેમને કલાકો સુધી રોકી રાખ્યા અને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. વિરોધ પક્ષના નેતાની પ્રત્યક્ષ હાજરી છતાં સુરત અને નવસારી જિલ્લાની પોલીસે સત્તાધારી ભાજપના કાર્યકરોની જેમ વર્તીને કોંગ્રેસના સભ્યોને મીટિંગમાં જતા અટકાવ્યા, જે વહીવટી તંત્રની એકતરફી દાદાગીરી અને સત્તાના જોરે લોકશાહીને ખતમ કરવાના પૂર્વઆયોજિત પ્રયાસોને ખુલ્લા પાડે છે.
દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ બહુમતી ધરાવતો હોવા છતાં નિયત સમય કરતાં એક કલાક મોડા આવેલા ચૂંટણી અધિકારી (પ્રાંત કલેક્ટર)ની હાજરીમાં બેઠક શરૂ થતાં જ, ભાજપના સભ્યોએ પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ અંદરોઅંદર હોબાળો શરૂ કર્યો હતો. બીજી તરફ, કોંગ્રેસના તમામ સભ્યો સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવીને બેઠા હોવા છતાં, ચૂંટણી અધિકારીએ કોઈ પણ વ્યાજબી કારણ વિના ‘સ્થિતિ કાબૂ બહાર છે’ તેવું આભાસી બહાનું ધરીને બેઠક તાત્કાલિક મુલતવી રાખી હતી. ત્યારબાદ અધિકારી 27 તારીખે મિટીંગ કરવા માટેની જાહેરાત કરે છે. કારણ કે કોંગ્રેસના સભ્યોમાં એક મહિલા પ્રેગ્રોન્ટ છે જેને ડૉકટર દ્વારા 27 તારીખ આપવામાં આવી હતી. એની જાણ ભાજપને અને અધિકારીને થતાં ષડયંત્ર કરીને જાણી જોઈને દિયોદરના ચૂંટણી અધિકારી, પ્રાંત કલેક્ટરે આ મિટીંગ મુલતવી રાખીને ભાજપને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે.વહીવટી પક્ષપાતનો આવો જ બીજો કિસ્સો આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખપદની ચૂંટણીમાં પણ જોવા મળ્યો, જ્યાં આદિવાસી (ST) અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલે ફોર્મ ભર્યું હતું. મૂળ મહારાષ્ટ્રના વતની હોવાના કારણે અન્ય રાજ્યના એસ.ટી. પ્રમાણપત્રના આધારે તેઓ ગુજરાતમાં આ અનામતનો લાભ મેળવવા પાત્ર ન હોવા છતાં સત્તાના જોરે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું, જેને આખરે ચૂંટણી અધિકારી (DDO) દ્વારા કાયદેસરની કાર્યવાહી (Proceeding) નોંધીને રદ કરવાની ફરજ પડી છે.આણંદના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ મીડિયા સમક્ષ નિવેદન આપી કાયદેસરનો ઓર્ડર કર્યો હોવા છતાં, કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને કોઈ પણ નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો હતો, જેમાં સરકારી વકીલે પણ ચૂંટણી અધિકારીના ઓર્ડરનો બચાવ કરવાને બદલે ભાજપને મદદરૂપ થવાનું વલણ અપનાવ્યું હતું. તેવી જ રીતે, દિયોદરમાં પ્રાંત અધિકારી દ્વારા ભાજપને ફાયદો કરાવવા માટે એકતરફી નિર્ણય લઈ મીટિંગ મુલતવી રાખવામાં આવતા આક્રોશિત જનતાએ અધિકારીઓનો ભારે વિરોધ કર્યો હતો. આ ત્રણેય કિસ્સાઓમાં સમગ્ર ગુજરાતમાં પોલીસ અને વહીવટીતંત્ર તટસ્થ કામગીરી કરવાને બદલે લોકશાહીના મૂલ્યો અને કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને ભાજપ પક્ષના ઇશારે કામ કરી રહ્યા છે. જે રીતે દિયોદરમાં જનતાએ કે અધિકારીઓને રસ્તા પર દોડાવ્યા છે.તેવી જ રીતે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર મતદારોનો આક્રોશ છે. જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક તપાસ અને કાયદાકીય કાર્યવાહીની કોંગ્રેસ પક્ષ તપાસની માંગણી કરે છે.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ખોટા પ્રમાણપત્રના આધારે ઉમેદવારી ફોર્મ મંજૂર થવાની ઘટના અત્યંત ખેદજનક અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ માટે ચિંતાજનક છે. સરકારના કોઈપણ દબાણમાં આવ્યા વિના નીતિ-નિયમો મુજબ નિષ્પક્ષ રહીને એ ખોટું ફોર્મ રદ કરનાર જિલ્લા વિકાસ અધિકારી (DDO) ખરેખર અભિનંદનને પાત્ર છે, કારણ કે આ પ્રમાણપત્ર એટલું સ્પષ્ટપણે ખોટું છે કે આદિવાસી વિશ્લેષણ સમિતિ તેને એક મિનિટમાં જ અમાન્ય જાહેર કરી દે. ચિંતા માત્ર અઢી વર્ષના પ્રમુખપદની નથી, પરંતુ આ ચુકાદાને આધાર બનાવીને ભવિષ્યમાં જો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ કે ઝારખંડ જેવા અન્ય રાજ્યોના લોકો ગુજરાતની સરકારી નોકરીઓ અને વિધાનસભાની ૨૭ અનામત બેઠકો પર ખોટા પ્રમાણપત્રો સાથે હક જમાવવા લાગશે, તો ગુજરાતનો સાચો અને મૂળ આદિવાસી ક્યાં જશે? આદિવાસી સમાજ પહેલેથી જ ખોટા પ્રમાણપત્રો સામે મોટી લડાઈ લડી રહ્યો છે, ત્યારે હાઈકોર્ટના ચુકાદાના ઓઠા હેઠળ આવા ઉમેદવારને પ્રોત્સાહન આપીને સરકારે પડતા પર પાટું મારવાનું કામ કર્યું છે, જે સાચા આદિવાસીઓ સાથે ઘોર અન્યાય સમાન હોવાથી સખત શબ્દોમાં વખોડી નાખવા પાત્ર છે..
૨૩-૫-૨૦૨૬
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય ચૂંટાયા, જ્યારે ગુજરાતની જનતાએ ભાજપની શામ દામ દંડ ભેદની નીતિ સામે આંકલાવ, પાટણ, સિદ્ધપુર, કોડીનાર, વ્યારા અને ઉકાઇ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા સોંપી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓને તેમના જ્વલંત વિજયની શુભકામનાઓ.
આણંદ લોકસભાના સાંસદ મિતેશ પટેલની ફંડ નહીં આપવાની ધમકીને આંકલાવની જનતાએ નકારી ને અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસને સત્તા સોંપી છે. પાટણ જિલ્લામાં કોંગ્રેસ મહિલા સશક્તિકરણ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતા તાલુકા પંચાયતનું દરેક પદ નું નેતૃત્વ મહિલાઓ ને સોંપ્યું છે.કોડીનારમાં સત્તા નો દુરુપયોગ કરી પોલીસ તંત્ર સાથે રાખી કોંગ્રેસના સભ્યોને તોડવાના પ્રયાસ થયો હતો છતાં કોડીનાર કોંગ્રેસના નીડર કાર્યકરોના પ્રયાસથી તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે. વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યોને બહુમતી પુરવાર કરતા રોકવા માટે પૂર જોર પ્રયાસ થયો હતો. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો તુષારભાઈ ચૌધરીના નેતૃત્વમાં વ્યારા તાલુકા પંચાયત સત્તા પક્ષના દબાણ અને સત્તાના દુરુપયોગ ને હરાવી કોંગ્રેસે સત્તા મેળવી. સિદ્ધપુર અને ઉકાઇ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે બહુમતી પુરવાર કરીને સત્તા મેળવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તમામ વિજય ઉમેદવારોને, કાર્યકરો, હોદ્દેદારોને અને મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.કોંગ્રેસ પક્ષ રાજ્યના વિકાસ, લોકહિત અને લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મોરબી જિલ્લા પંચાયત – પ્રમુખ – ગીતાબેન રમેશભાઈ દુબરિયા
આંકલાવ – પ્રમુખ – સોનલબેન પઢિયાર
– ઉપપ્રમુખ – કનુભાઈ ઠાકોર
પાટણ – પ્રમુખ – પટેલ જીનલબેન સોહનકુમાર
– ઉપપ્રમુખ – દેસાઈ મિત્તલબેન અમરતભાઈ
– કારોબારી – ઠાકોર સંગીતાબેન રણજીતજી
– પક્ષના નેતા – ચૌધરી ક્રીનાબેન પ્રકાશભાઈ
– ન્યાય સમિતિ ચેરમેન – પરમાર નયનાબેન હેમચંદભાઈ
સિદ્ધપુર – પ્રમુખ – તાહેરાબેન નઇમખાન પઠાણ
– ઉપપ્રમુખ – લીલાબેન અગરાજી ઠાકોર
કોડીનાર – પ્રમુખ – અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી
– ઉપપ્રમુખ – હર્ષાબેન મયુરભાઈ ગાધે
વ્યારા – પ્રમુખ – વૃક્ષાબેન નિલેશભાઈ ગામિત
– ઉપપ્રમુખ – ધર્મેશભાઈ ગામિત
ઉકાઇ – પ્રમુખ – કિનાબેન પીલાભાઈ ગામિત
૨૧-૦૫-૨૦૨૬
· ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે આજે ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતા હેરાન પરેશાન : શ્રી અમિત ચાવડા
· વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને સંકટની અગાઉથી જાણ હોવા છતાં સરકાર યોગ્ય આયોજન કરવામાં સંપૂર્ણ નિષ્ફળ : શ્રી અમિત ચાવડા
· વડાપ્રધાન વિદેશમાં મેલોડી ચોકલેટો વહેંચીને વાહવાહી લૂંટવામાં વ્યસ્ત , જ્યારે ગુજરાતમાં ખેડૂતો ડીઝલ-ખાતર માટે કલાકો સુધી લાઈનમાં ઊભા : શ્રી અમિત ચાવડા
· સરકાર તાત્કાલિક પેટ્રોલ, ડીઝલ અને ખાતરની પૂરતી વ્યવસ્થા ઉભી કરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ : શ્રી અમિત ચાવડા
· જનતાએ પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે લાઈનોમાં ઊભા રહેવા ભાજપને મત આપ્યા નથી : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે પેટ્રોલ-ડીઝલની અછતને કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં સરકારને આગોતરી ખબર હોવા છતા દેશમાં પૂરતો જથ્થો હોવાના અને ચિંતા ન કરવાના ભાજપ સરકારે મોટા મોટા દાવા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતાનું તદ્દન અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. હાલ ખેતીની મુખ્ય સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ મેળવવા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પેટ્રોલ પંપો પર ૫ થી ૧૨ કલાક સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં તેમને પૂરતું ઈંધણ મળતું નથી. આ ઉપરાંત, નોકરીએ જતા યુવાનોને મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવવા માટે રઝળપાટ કરવો પડે છે, અને ફોર વ્હીલર ગાડીઓમાં પણ ચોક્કસ રકમનું જ ઈંધણ આપવાનું રેશનિંગ શરૂ કરી દેવાયું છે. આમ, અગાઉથી સંકટની જાણ હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે આજે ગુજરાતનો ખેડૂત અને સામાન્ય નાગરિક દરેક રીતે હેરાન-પરેશાન થઈ રહ્યો છે.
એક તરફ દેશના વડાપ્રધાન વિદેશ પ્રવાસો ખેડીને મેલોડી ચોકલેટ આપીને ફોટોપડાવીને પોતાની વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ દેશનો સામાન્ય નાગરિક, યુવાન અને ખેડૂત પાયાની સુવિધાઓ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સરકારની સ્પષ્ટ નિષ્ફળતા છે. જનતાએ સત્તાધારી પક્ષને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મત આપ્યા નથી. સુખ-સુવિધા મેળવવી એ નાગરિકોનો અધિકાર છે. તેથી, વિપક્ષ પૂરતા પ્રમાણમાં ઇંધણનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા સરકાર સામે માગણી કરીએ છીએ.
૨૦-૦૫-૨૦૨૬
· લોકશાહી બચાવવા “વન નેશન વન ઇલેક્શન” પ્રસ્તાવનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ : શ્રી અમિત ચાવડા
· રાજ્ય સરકારો અને વિધાનસભાઓના અધિકારો છીનવી સ્વાયત્તતા પર તરાપ મારવાનો પ્રયાસ :
શ્રી અમિત ચાવડા
· “વન નેશન વન ઇલેક્શન” બિલ બંધારણ અને સંઘીય માળખાની વિરુદ્ધ : શ્રી અમિત ચાવડા
· ચૂંટણી ખર્ચ બચાવવાનો તર્ક ખોટો, બિલ પાછળ સત્તાના કેન્દ્રીકરણનો છુપો એજન્ડા : શ્રી અમિત ચાવડા
· નવા EVM-VVPAT અને સુરક્ષા પાછળ અબજોનો ધુમાડો આર્થિક દ્રષ્ટિએ અયોગ્ય : શ્રી અમિત ચાવડા
ગાંધીનગરમાં યોજાયેલી વન નેશન, વન ઇલેક્શન બિલની JPS ની બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ ધારાસભ્યોશ્રી સાથે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વન નેશન, વન ઇલેક્શન બિલનો કોંગ્રેસ પાર્ટી સખત વિરોધ કરીએ છીએ.કારણ કે તેની પાછળ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો કેન્દ્ર સરકારનો છુપો એજન્ડા સ્પષ્ટ દેખાય છે. આ બિલ ભારતીય બંધારણની મૂળ ભાવના અને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે, જે રાજ્યોની સ્વાયત્તતા અને સત્તા પર તરાપ મારે છે. બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ રાજ્યમાં સરકાર અકાળે પડી જાય, તો ત્યાં મધ્યવર્તી ચૂંટણી ફક્ત બાકી બચેલા સમયગાળા માટે જ થશે. આ જોગવાઈ વર્ષ 1949માં બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા એ સિદ્ધાંતની વિરુદ્ધ છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મતદાર હંમેશા પાંચ વર્ષની પૂર્ણ સરકાર માટે જ પોતાનો કિંમતી મત આપે છે, અડધા સમય માટે નહીં. આ ઉપરાંત, ચૂંટણીના ખર્ચ અને સરકારી તંત્રની બચતનો જે તર્ક આપવામાં આવે છે તે પણ જમીની હકીકતથી તદ્દન અલગ છે, કારણ કે ચૂંટણી પાછળ થતો ખર્ચ કેન્દ્ર અને રાજ્યોના કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછો છે. તેની સામે, આખા દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે આટલી મોટી સંખ્યામાં સુરક્ષાબળ બંદોબસ્ત કરવા અને અબજો રૂપિયાના ખર્ચે નવા EVM તથા VVPAT મશીનો ખરીદવા એ વ્યવહારિક અને આર્થિક બંને દ્રષ્ટિએ અયોગ્ય છે. આથી, લોકશાહી અને બંધારણના રક્ષણ માટે આ પ્રસ્તાવનો સખત વિરોધ કરીએ છીએ.
એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાથી રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ જશે, જેના કારણે રાજ્યોના અને સ્થાનિક કક્ષાના પાયાના પ્રશ્નો સંપૂર્ણપણે દબાઈ જશે. આ વ્યવસ્થાથી મતદારો ભ્રમિત થશે અને તેઓ કયા મુદ્દાના આધારે કઈ સરકારની નિષ્ફળતાઓનું મૂલ્યાંકન કરવું તે નક્કી નહીં કરી શકે. બિલમાં આચારસંહિતા (Code of Conduct)ના કારણે વિકાસકાર્યો અટકતા હોવાની જે વાત કરવામાં આવી છે તે અયોગ્ય છે, કારણ કે આચારસંહિતા પૂર્વે મંજૂર થયેલા કામો કે નિર્ણયો ક્યારેય અટકતા નથી. વાસ્તવમાં આ બિલ દેશના સંઘીય માળખા અને બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે, જે રાજ્ય સરકારો અને વિધાનસભાઓના અધિકારોને સીમિત કરીને સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો પ્રયાસ કરે છે. આ બિલ પાછળના છૂપા એજન્ડાથી સ્થાનિક પ્રશ્નો અને લોકોના મતાધિકારનું મહત્વ ઘટી જવાની તીવ્ર શક્યતા હોવાથી તેનો કોંગ્રેસ પાર્ટી દ્રારા સખત વિરોધ કરવામાં આવે છે..
૧૯-૦૫-૨૦૨૬
· કેન્દ્ર સરકારના “Household social consumption: Health” મુજબ ગુજરાત રાજ્યમાં હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેતા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો સરેરાશ ખર્ચ ૨૮૫૧૬ રૂપિયા જ્યારે શહેરી વિસ્તારના દર્દીઓનો ૫૩૭૪૭ રૂપિયા.
· ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના ૨૮.૨ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે જ્યારે ૫૯.૫ ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે.
· ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારના ૨૩.૫ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે જ્યારે ૬૯.૫ ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે.
· ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ૪૨.૫ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે જ્યારે ૫૧.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં જન્મે છે.
· ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં ૩૨.૯ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે જ્યારે ૬૩.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં જન્મે છે.
· ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય સેવા ઉપર ગુજરાતી જનતાનો વિશ્વાસ ઘટ્યો છે, સુવિધાનો અભાવ અને ડોક્ટરોની ઘટ જેવા કારણો ના લીધે ગુજરાતની પ્રજા ખાનગી આરોગ્ય સેવા માટે મજબુર.
· ગુજરાત રાજ્યની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આરોગ્ય સેવામાં આર્થિક ખર્ચની મોટી અસમાનતાઓ રિપોર્ટમાં જોવા મળી.
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ને આર્થિક અસમાનતા ની પોલ ખોલતો રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. “Household social consumption: Health” રિપોર્ટમાં ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા ઉપર ઘટતા વિશ્વાસના સવાલ ઉભા થયા છે. હોસ્પિટલમાં દાખલ થતા ગુજરાતના દર્દીને ગ્રામીણ વિસ્તારમાં ૨૮૫૧૬ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે શહેરી દર્દીને ૫૩૭૪૭ રૂપિયાનો ખર્ચ થાય છે. ગુજરાત રાજ્યનો ગ્રામીણ વિસ્તાર ના દર્દીઓ પ્રસુતિ સિવાયના અન્ય કિસ્સામાં ૨૮.૨ % સરકારી હોસ્પિટલ માં દાખલ થાય છે, જ્યારે ૫૯.૫% દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે અને ૧૨.૩% ચેરિટેબલ હોસ્પિટલમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારના ૨૩.૫% દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે જ્યારે ૬૯.૫% ખાનગી હોસ્પિટલ માં સારવાર લે છે અને ૭ % દર્દીઓ ચેરિટેબલ હોસ્પિટલમાં સારવાર લે છે. કોંગ્રેસના સમયમાં બનેલી સરકારી હોસ્પિટલ માં આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે દર્દીના ખિસ્સામાં થી ગ્રામીણ વિસ્તારમાં ૪૧૮૫ રૂપિયા અને શહેરી વિસ્તાર માં ૨૯૧૭ ખર્ચ થાય છે. ચેરિટેબલ હોસ્પિટલ માં દર્દીઓને આઉટ ઓફ પોકેટ એટલે ખિસ્સામાં થી ગ્રામીણ વિસ્તારમા ૧૪૬૫૯ રૂપિયા અને શહેરી વિસ્તારમા ૨૨૭૯૯ રૂપિયાનો ખર્ચ થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ ના ખિસ્સામાં થી ગ્રામીણ વિસ્તારમાં ૩૭૫૯૫ રૂપિયા નો ખર્ચ થાય છે અને શહેરી વિસ્તારમાં ૫૩૬૩૨ રૂપિયા નો ખર્ચ થાય છે.
ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં ૪૨.૫% બાળકો સરકારી હોસ્પિટલ માં જન્મે છે, ૬% ચેરિટેબલમાં અને ૫૧.૫% ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં ૩૨.૯% બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે, ૩.૬% ચેરિટેબલમાં અને ૬૩.૫% બાળકો ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. ગુજરાતમાં પ્રસુતિ ના ખર્ચ માં મોટો તફાવત હોવા છતાં ખાનગી હોસ્પિટલ ને પસંદ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બાળકના જન્મમાં આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે ખિસ્સામાં થી ખર્ચ ગ્રામીણ સરકારી હોસ્પિટલમાં ૮૩૨ રૂપિયા નો થાય છે અને શહેરી વિસ્તારમાં ૧૪૬૦ રૂપિયા નો ખર્ચ થાય છે. ગ્રામ્ય વિસ્તારની ચેરિટેબલ હોસ્પિટલમાં બાળકના જન્મ ઉપર ઓઉટ ઓફ પોકેટ ખર્ચ ૧૦૮૪૮ રૂપિયાનો થાય છે અને શહેરી વિસ્તારમાં ૧૭૦૬૦ રૂપિયાનો ખર્ચ થાય છે. ખાનગી હોસ્પિટલમાં ગુજરાતીને બાળકના જન્મ ઉપર આઉટ ઓફ પોકેટ ખર્ચ ગ્રામીણ વિસ્તારમાં ૨૫૭૧૭ રૂપિયા અને શહેરી વિસ્તાર ૩૪૪૧૪ રૂપિયાનો થાય છે. આરોગ્ય ખર્ચની ગુજરાતમાં મોટા પ્રમાણ માં અસમાનતા જોવા મળી છે. ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થા ખાનગી કંપની ને સોંપી દેવાની નીતી નાગરિકોના માટે ખુબ ચિંતાજનક છે. ગુજરાતના આરોગ્ય વ્યવસ્થામાં સુવિધાનો અભાવ અને ડોક્ટરોની ઘટ જેવા મુદ્દા ના લીધે લોકોને સરકારી આરોગ્ય વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઘટ્યો છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા ની બેહાલી ના લીધે ગુજરાતની જનતાએ ખાનગી હોસ્પિટલના સહારે જવું પડે છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આરોગ્ય ખર્ચમાં મોટી આર્થિક અસમાનતા જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ સરકારી સીએચસી, પીએચસી ની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થયા છે.
હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનો સરેરાશ ખર્ચ
ગ્રામ્ય
શહેરી
૨૮૫૧૬
૫૩૭૪૭
હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની ટકાવારી (બાળકના જન્મ સિવાયના)
હોસ્પિટલના પ્રકાર
ગ્રામ્ય
શહેરી
સરકારી
૨૮.૨ %
૨૩.૫ %
ચેરીટેબલ
૧૨.૩ %
૭.૦ %
ખાનગી
૫૯.૫ %
૬૯.૫ %
હોસ્પિટલમાં થતા આઉટ ઓફ પોકેટ ખર્ચ (બાળકના જન્મ સિવાયના)
હોસ્પિટલના પ્રકાર
ગ્રામ્ય
શહેરી
સરકારી
૪૧૮૫
૧૯૧૭
ચેરીટેબલ
૧૪૬૫૯
૨૨૭૯૯
ખાનગી
૩૭૫૯૫
૫૩૬૩૨
હોસ્પિટલ મુજબ બાળકોના જન્મની ટકાવારી
હોસ્પિટલના પ્રકાર
ગ્રામ્ય
શહેરી
સરકારી
૪૨.૫ %
૩૨.૯ %
ચેરીટેબલ
૬ %
૩.૬ %
ખાનગી
૫૧.૫%
૬૩.૫ %
હોસ્પિટલમાં બાળકોના જન્મ ઉપર થતા આઉટ ઓફ પોકેટ ખર્ચ
હોસ્પિટલના પ્રકાર
ગ્રામ્ય
શહેરી
સરકારી
૮૩૨
૧૪૬૦
ચેરીટેબલ
૧૦૮૪૮
૧૭૦૬૦
ખાનગી
૨૫૭૧૭
૩૪૪૧૪
૧૭.૦૫.૨૦૨૬
• ૧,૦૫,૧૩૪ ભણતા વિધાર્થીઓની સંખ્યા ધરાવતી ૨૯૩૬ શાળાઓ માત્ર ૧ શિક્ષકથી ચાલી રહી છે: શું આ રીતે ભણશે ગુજરાત?
• ગુજરાતની ૬૩ શાળામાં શુન્ય વિધાર્થી છે તેમ છતાં શાળાઓમાં ૭૮ શિક્ષક કાર્યરત.
• પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૪ વિધાર્થીએ એક શિક્ષક જયારે દેશમાં ૨૦ વિધાર્થીએ એક શિક્ષક: માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૭ વિધાર્થીએ એક શિક્ષક જયારે દેશમાં ૧૫ વિધાર્થીએ એક શિક્ષક
• નીતિ આયોગના અહેવાલે ભાજપ સરકારના ‘શિક્ષણ મોડલ’ની પોલ ખોલી: ભ્રષ્ટ અને દિશાવિહીન નીતિઓને કારણે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : ડૉ. મનીષ દોશી
ભારત સરકારનાં નીતિ આયોગનાં “સ્કુલ એજ્યુકેશન સીસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાસમેન્ટ” અહેવાલમાં ગુજરાતનાં સતત કથળતા શિક્ષણ અંગે ભાજપ સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટાચારી નીતિ સીધી જવાબદાર હોવાનું સ્પષ્ટ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાથમિક શાળાઓમાં લગભગ સાર્વત્રિક પ્રવેશ (૯૦.૯% GER)ની ઉજવણી કરવામાં આવી છે અને વિશ્વની સૌથી મોટી શાળા વ્યવસ્થા ૧૪.૭૧ લાખ શાળાઓ, ૧.૦૧ કરોડ શિક્ષકો અને ૨૪.૬૯ કરોડ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે અહેવાલ એક કઠોર ચેતવણી પણ આપે છે. મૂળ વાત તો બાળકોને શાળામાં ટકાવી રાખવાની છે. ઉચ્ચ માધ્યમિકમાં GER માત્ર ૫૮.૪% છે, માધ્યમિકમાં ડ્રોપઆઉટ રેટ ૧૧.૫% છે અને સરકારી શાળાઓમાં નોંધણી ૨૦૦૫માં ૭૧%થી ઘટીને ૨૦૨૪-૨૫માં માત્ર ૪૯.૨૪% રહી છે. રાજ્યની શાળાઓમાં છતમાંથી પાણી ટપકતું હોય, લેબોરેટરીની સુવિધા ન હોય અને ટોઈલેટો બિનકાર્યક્ષમ, વિદ્યાર્થીઓને ક્લાસ ૬, ૯ અને ૧૧ પછી સ્થળાંતર અથવા ડ્રોપઆઉટ તરફ ધકેલે છે. રાજ્યમાં ખાનગીકરણ વધી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે.
દેશમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું સતત તોડવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં ૯૩,૦૦૦થી વધુ શાળાઓને તાળા મારવામાં આવ્યા છે, જ્યારે એકલા ગુજરાતમાં ૫૬૧૨ શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ ₹૬૩,૧૩૪ કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એક મોટો તપાસનો વિષય છે.
ગુજરાતમાં માધ્યમિક ડ્રોપઆઉટ રેટ ૧૬.૯% છે રાષ્ટ્રીય ૧૧.૫% કરતા ઘણો વધુ છે. વર્ષ ૨૦૨૫-૨૬માં આઉટ-ઓફ-સ્કૂલ બાળકોમાં ૩૪૧% નો વધારો થયો છે. જેમાં ૫૪,૫૪૧ વિધાર્થીઓથી વધીને ૨.૪ લાખ વિધાર્થીઓ આઉટ-ઓફ-સ્કુલ છે. જેમાં ૧.૧ લાખ કિશોરીઓ છે. રાજ્ય શિક્ષણ વિભાગના પોતાના આંકડા દર્શાવે છે કે લગભગ ૪ લાખ વિદ્યાર્થીઓ આગલા તબક્કાની સીટ ન મળવાથી ડ્રોપઆઉટ થાય છે. ખાનગીકરણને કારણે રાજ્યમાં સરકારી પ્રાથમિકમાં નોંધણી ઘટી છે. અનેક ખાનગી શાળાઓ RTE નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે પરતું તેમની સામે પગલા ભરવામાં રાજ્ય સરકાર ઉદાસીન વલણ દાખવે છે. ધોરણ ૧૦ સુધીમાં ૨૭.૬ % એટલે કે કુલ ૨.૩ લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થાય છે. આ વર્ષે ૬.૪ લાખ બાળકો અનટ્રેક્ડ છે.
નીતિ આયોગ અહેવાલમાં રાષ્ટ્રીય સ્તરે ૧ લાખથી વધુ શાળાઓનો જેમાં એક જ શિક્ષક છે જે શાળાઓમાં ૩૩ લાખ બાળકો નોધાયેલ છે. ગુજરાતની શિક્ષણની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ગુજરાતમાં ૧,૦૫,૧૩૪ ભણતા વિધાર્થીઓની સંખ્યા ધરાવતી ૨૯૩૬ શાળાઓમાં માત્ર ૧ શિક્ષક છે. આ નાનકડા ગામડાઓ નથી તેઓ અનેક ધોરણોના ડઝનબંધ બાળકો છે. પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૪ વિધાર્થીએ ૧ જયારે રાષ્ટ્રીય સ્તરે ૨૦ વિધાર્થીઓએ ૧ શિક્ષક છે. ઉચ્ચ પ્રાથમિકમાં ૨૪ વિધાથીએ ૧ શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે ૧૭ વિધાર્થીએ ૧ શિક્ષક છે. માધ્યમિક શિક્ષણઅ ગુજરાતમાં ૨૭ વિદ્યાર્થીએ ૧ જયારે રાષ્ટ્રીય સ્તરે ૧૫ વિધાર્થીએ ૧ શિક્ષક છે. ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યમાં ૨૫ વિધાર્થીએ ૧ શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે ૨૩ વિધાર્થીએ એક શિક્ષક છે જે દર્શાવે છે જે રાજ્યમાં વિધાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. ગુજરાતમાં મોટાપાયે વર્ગખંડોની અછત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘટ છે. રાજ્યમાં ૪૨,૦૦૦ વર્ગખંડોની અછત છે. અનેક શાળાઓ જર્જરિત મકાનોમાં ચાલે છે. કેટલીક શાળાઓમાં વર્ષમાં કોઈ નવો પ્રવેશ નથી કારણ કે વિધાર્થી-વાલીઓએ હાર માની લીધી છે. સમગ્ર શિક્ષા ગુજરાત વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫માં નવા રિસોર્સ રૂમ અને સમાવેશી સુધારાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ જમીની વાસ્તવિકતા અલગ છે.
વિધાર્થી દીઠ શિક્ષકો
ગુજરાત દેશ
પ્રાથમિક ૨૪:૧ ૨૦:૧
ઉચ્ચ પ્રાથમિક ૨૪:૧ ૧૭:૧
માધ્યમિક ૨૭:૧ ૧૫:૧
ઉચ્ચ માધ્યમિક ૨૫:૧ ૨૩:૧
૧૬-૦૫-૨૦૨૬
ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો,
નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય.
· ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે : શ્રી અમિત ચાવડા
· પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. : શ્રી અમિત ચાવડા
· પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં; ખોટા કેસો અને દમનકારી કાર્યવાહીથી કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડરશે નહીં પણ કાયદાકીય લડત આપશે. : શ્રી અમિત ચાવડા
· કાયદાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવાનો આ પ્રયાસ છે, જેનો કાયદેસર અને બંધારણીય રીતે મક્કમ જવાબ આપવામાં આવશે. : એડવોકેટ હિતેશ ગુપ્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક બાજુ ઈમાનદાર અને ફરજનિષ્ઠ પોલીસ અધિકારીઓ કાર્યરત છે, જ્યારે બીજી બાજુ કેટલાક ભ્રષ્ટ અને ચાપલૂસ અધિકારીઓ સરકારના હાથા બની ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને ડરાવવા, દબાવવા, ફોર્મ પાછાં ખેંચાવવા દબાણ કરવું, મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવા અને કોંગ્રેસના ઉમેદવારો તથા કાર્યકરોને પોલીસ-પ્રશાસન મારફતે હેરાન કરવામાં આવેલા અનેક દાખલા સમગ્ર ગુજરાતે જોયા છે.
સુરત, દાહોદ, ડભોઈ અને વડોદરા સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો પર ખોટા કેસો નોંધાવી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો. વડોદરામાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી આશિષ જોશી વિરુદ્ધ મતદાનના માત્ર બે દિવસ પહેલાં કોઈપણ પુરાવા વિના FIR નોંધાવી દબાણ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિસ્તારમાં દારૂ પકડાવાની ઘટનામાં કોંગ્રેસના કોર્પોરેટર શ્રી આશિષ જોશીનું નામ રાજકીય દબાણ હેઠળ ખોટી રીતે જોડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવા કેસોમાં પોલીસ પુરાવા જાહેર કરતી હોય છે, પરંતુ આ કેસમાં એવું કશું થયું નથી. આશિષ જોશીએ ખુદ નાર્કો ટેસ્ટ સહિતની કોઈપણ તપાસ માટે તૈયારી દર્શાવી હોવા છતાં, તેમની ધરપકડ કરી ૧૧૧ની કલમો ઉમેરી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા, જ્યારે મૂળ આરોપીને સરળતાથી જામીન મળી ગયા. બનાસકાંઠામાં દારૂના મોટા જથ્થાના પરિવહનનો વીડિયો હોવા છતાં કાર્યવાહી ન થવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યોને દ્વારકામાં મધરાતે હોટલના રૂમોમાં ઘૂસી મહિલાઓ સાથે ગેરવર્તન કરી ખોટા કેસમાં ફસાવવાના બનાવને તેમણે ગંભીર ગણાવ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને વારંવાર ખોટા કેસો અને PASAની ધમકીઓ આપી ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, હોમ સેક્રેટરી અને DGPને પણ કહેવાનું કે, પોલીસ અને પ્રશાસન લોકોની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં જે અધિકારીઓ કાયદાથી ઉપરવટ જઈને ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, તેમની આવકથી અનેકગણી સંપત્તિઓ અને ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરાવવામાં આવશે.
કોંગ્રેસ આ મુદ્દે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડશે અને ખોટા પુરાવા ઊભા કરનાર દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. તેમજ રાજ્યપાલ સમક્ષ પણ આવા ભ્રષ્ટ અને ફરજવિમુખ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવશે.
અંતમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં લોકશાહી અને કાયદાનું શાસન છે. કોઈપણ અધિકારી જો પક્ષપાતી બની કાયદાથી ઉપરવટ જઈને કામ કરશે તો તેને પ્રજાને જવાબ આપવો જ પડશે. હવે આવા અધિકારીઓને “રૂક જાઓ” કહેવાનો સમય આવી ગયો છે.
એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો દારૂનો કેસ સંપૂર્ણપણે પાયાવિહોણો અને રાજકીય અદાવતથી પ્રેરિત છે. કેસના મુખ્ય આરોપી પ્રમોદ પાંડેએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે દારૂ તેણે પોતાના અંગત પ્રસંગ માટે મંગાવ્યો હતો અને તે આશિષ જોશીને ઓળખતો પણ નથી. પોતાની નિર્દોષતા સાબિત કરવા આશિષ જોશીએ નાર્કો ટેસ્ટ માટે લેખિત તૈયારી દર્શાવી હોવા છતાં પોલીસે તેની કોઈ તપાસ કરી નથી અને આ પાયાવિહોણી FIRને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે.
સંખેડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સમગ્ર તપાસ પ્રક્રિયા અત્યંત શંકાસ્પદ છે અને તેમાં નિષ્પક્ષતાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવાનો આ પ્રયાસ છે, જેનો કાયદેસર અને બંધારણીય રીતે મક્કમ જવાબ આપવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા વડોદરા પ્રભારી શ્રી બિમલ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
૧૨–૦૫–૨૦૨૬
૧૨ વર્ષમાં ચોથી વાર નીટના પેપરમાં ગોલામાલ સામે આવી: એનટીએ અને કેન્દ્ર સરકાની નાકામીનો જીવંત પુરાવો: આ સંયોગ નથી સુવ્યવસ્થિત પેપર લીક
દેશમાં સાત વર્ષમાં ૬૫ પરીક્ષા પેપર લીક બે કરોડ યુવાનો પ્રભાવિત: મોદી સરકારની પરીક્ષા વ્યવસ્થા = પેપર-લીક સરકાર!
ગુજરાતમાં ૨૪ કરતાં વધારે અલગ અલગ પરીક્ષા પેપર લીક થયાની ગંભીર ઘટનામાં લાખો યુવાનો ભોગ બન્યા
દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ફરી એક વાર મોટા પાયે ગેરરીતી, ગોલમાલ અને પેપર લીકના ઘેરામાં છે. કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફરી એક વાર મોદી સરકારની લાપરવાહી અને સંરક્ષણની ભેટ ચડી ગયું છે. જો સરકાર એક રાષ્ટ્રીય પરીક્ષાનું પણ ન્યાયપૂર્વક આયોજન કરી શકતી નથી, તો તે વાસ્તવમાં શું શાસન કરવામાં સક્ષમ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે NEET-UG ૨૦૨૬ પરીક્ષા માટે, ગુજરાતમાંથી ૮૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને દેશભરમાં, ૨૨.૭૯ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના બાળકોની ભણતર માટે સમય, પૈસા અને આશા દાવ પર લગાવી દે છે. NEET હવે પરીક્ષા નથી રહી, તે ઝડપથી હરાજી બની રહ્યું છે. પ્રામાણિક વિદ્યાર્થીઓ અને સંઘર્ષ કરતા માતા-પિતા ફરી એક વાર છેતરાયા છે. ૨૦૨૪ના કાંડ પછી પણ, NTAનું નેતૃત્વ અકબંધ રહ્યું છે. જવાબદારીનો અભાવ છે, વિશ્વસનીયતા નાશ પામી છે. પેપર લીક મામલો NTAની કાર્યપ્રણાલી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. દેશની સૌથી મહત્વની પરીક્ષાઓમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાની જે સંસ્થાની જવાબદારી છે, તે જ વારંવાર પ્રશ્નોના ઘેરામાં આવી રહી છે. આ મુદ્દો લાખો યુવાનોના ભવિષ્ય, તેમના ભરોસા અને પરીક્ષાઓની વ્યવસ્થા પ્રણાલીની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. NEET હવે ‘પેપર-લીક એક્ઝામ’ બની ગયું છે. મોદી સરકારના ૧૨ વર્ષમાં NEETનો પેપર ૨૦૨૬, ૨૦૨૪, ૨૦૨૧ અને ૨૦૧૬માં લીક થઈ રહ્યા છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ વ્યવસ્થિત અવ્યવસ્થા છે. NTA અને કેન્દ્ર સરકારની નાકામીનો જીવંત પુરાવો છે. પેપર-લીક માફિયા ખુલ્લેઆમ ફૂલી-ફાલી રહ્યો છે. શું કેન્દ્ર સરકારને હજુ સુધી ખબર પણ નથી પડી? લાખો રૂપિયામાં વેચાતા આ “guess paper” કેવી રીતે ફેલાયો? શું મોદી સરકાર જાણી-જોઈને આંખો મીંચીને બેઠી છે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૪ કરતાં વધારે અલગ અલગ પરીક્ષા પેપર લીક થયાની ગંભીર ઘટનામાં લાખો યુવાનો ભોગ બન્યા. સાત વર્ષમાં ૬૫ પરીક્ષાઓના પેપર લીક થી ૨ કરોડ યુવાનો પ્રભાવિત જેમાં SSC, UPSC, REET, BPSC, NEET સહિતના પેપર લીક દર વર્ષે થઈ રહ્યા છે. મોદી સરકાર નોકરીઓ આપતી નથી, ભરતી-પરીક્ષામાં ધાંધલી કરાવે છે, પેપર-લીક માફિયાને સંરક્ષણ આપે છે અને પકડાઈ જતાં લીપા-પોતીમાં લાગી જાય છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત કરવી ભાજપની આદત બની ગઈ છે. લાખો મેધાવી વિદ્યાર્થીઓ રાત-રાતભર મહેનત કરે છે, પણ કેટલાક લોકો પૈસા અને રાજકીય સંરક્ષણના બળે ટોપ કરી જાય છે. આ માત્ર ધાંધલી નથી, પરંતુ દેશના ભવિષ્ય સાથે ચેડા છે. NTA અને શિક્ષણ મંત્રી જવાબદાર કેમ નથી? NTA વારંવાર “સુરક્ષા”નું ઢોંગ રચે છે, પણ દર વર્ષે આ જ વાર્તા ફરી વાગે છે. શિક્ષણ મંત્રીજી, હવે રાજીનામું આપીને જવાબદારી દેખાડો! મોદી સરકાર પેપર-લીક ક્યારે રોકી શકશે? દેશના લાખો વિદ્યાર્થીઓ સાથે ન્યાય ક્યારે થશે? NTA અને શિક્ષણ મંત્રાલયની જવાબદારી ક્યારે નક્કી થશે? NEET 2026ની CBI તપાસ થાય, દોષીઓને સજા મળે. પેપર-લીક માફિયા પર NIA જેવી કેન્દ્રીય એજન્સી લગાડવામાં આવે. પરીક્ષા સુધારણા આયોગની રચના થાય.
૧૨-૦૫-૨૦૨૬
· NEET 2026 રદ થવાના કારણે ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓના સપના ચૂર-ચૂર થઈ ગયા : શ્રી અમિત ચાવડા
· મોદી સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થયા, ૪૮ પુનઃ પરીક્ષાઓ થઈ : શ્રી અમિત ચાવડા
· ભાજપ સરકાર પેપર માફિયાઓને પકડવાને બદલે તેમને છાવરી રહ્યા છે : શ્રી અમિત ચાવડા
· પેપર માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ : શ્રી અમિત ચાવડા
· પ્રધાનમંત્રીનો કહેવાતો અમૃતકાળ, દેશ માટે વિષકાળ બની ગયો : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ક્યાંક પિતાનું દેવું, ક્યાંક માતાના ગીરવે મુકેલા ઘરેણાં અને વિદ્યાર્થીઓની રાત-દિવસની સખત મહેનત આજે પેપર લીક અને ભાજપ સરકારની બેદરકારીને કારણે ગુજરાતભરમાંથી લગભગ 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સમગ્ર ભારતમાંથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત ધૂળમાં મળી ગઈ છે. NEET 2026 રદ થવાના કારણે લાખો પરિવારોના સપના ચૂર-ચૂર થઈ ગયા છે. આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ મહેનત કરતા યુવાનો સાથે કરવામાં આવેલો એક ગંભીર ગુનાહિત અન્યાય છે. આ પહેલા NEETનું પેપર 2017, 2021, 2024 બાદ હવે 2026માં ફરી લીક થયું છે.મોદી સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થયા, જેમાં ૪૮ પુનઃ પરીક્ષાઓ થઈ. મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
ગુજરાતમાં પણ 2024ની NEET પરીક્ષા દરમિયાન ગોધરા સેન્ટર પર ગેરરીતિ થઈ હતી.તપાસ બાદ અનેક વ્યક્તિઓ દોષિત ઠર્યા, પરંતુ ગુનેગારોનો ભાજપ સાથે સીધો સંબંધ હોવાથી સરકારે કોઈ અસરકારક કાર્યવાહી કરી નહીં. ગુજરાતમાં 2014થી 2024 દરમિયાન 34 જેટલા પેપર લીક થયા છે, છતાં આજદિન સુધી કોઈ એક મોટા આરોપીને પણ કડક સજા થઈ નથી. એકપણ વ્યક્તિ જેલના સળિયા પાછળ પહોંચી નથી, જેના કારણે પેપર લીક માફિયાઓના હિંમત વધી રહી છે. પેપર લીકની ઘટનાઓ સાબિત કરે છે કે ભ્રષ્ટાચારનું નેટવર્ક ભાજપ સરકારની નસ-નસમાં વ્યાપેલું છે. મહેનતુ વિદ્યાર્થીઓ જ્યારે અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે ભાજપ સરકારની આ મામલે ભેદી મૌન ધારણ કરવાની નીતિ અત્યંત નિંદનીય છે. ભાજપ સરકારની ચુપકીદી ચીસો પાડીને કહી રહી છે કે, તેઓ પેપર માફિયાઓને પકડવાને બદલે તેમને છાવરી રહ્યા છે. ભાજપ સરકારના શાસનમાં ચાલતા ભ્રષ્ટાચારે સમગ્ર દેશના શિક્ષણ જગતની ગરિમા અને વિશ્વાસની કમર તોડી નાખી છે. પ્રધાનમંત્રીનો કહેવાતો અમૃતકાળ હવે દેશ માટે વિષકાળ બની ગયો છે.
યુવાનોના ભવિષ્ય સાથે ખેલાતી આ રમત હવે સહન કરવામાં આવશે નહીં. ભાજપ સરકાર તાત્કાલિક અસરથી આ કાંડની નૈતિક જવાબદારી સ્વીકારે અને પેપર માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની પ્રબળ માંગ છે. જો સરકાર જલ્દીથી કોઈ નક્કર ન્યાયિક ઉકેલ નહીં લાવે, તો આવનારા દિવસોમાં યુવા શક્તિ રસ્તા પર ઉતરીને આ અન્યાયી શાસન સામે ઉગ્ર આંદોલન કરશે. ભાજપ સરકાર યાદ રાખે કે, યુવાનોના સપનાઓનો ભોગ લેનાર સત્તા ક્યારેય ટકી શકતી નથી.
૦૯-૦૫-૨૦૨૬
વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં એસ.ટી બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે
પ્રધાનમંત્રી ના સોમનાથ ખાતેના કાર્યક્રમમાં બે દિવસ ૨૦૪૦ એસ.ટી બસો ફાળવી દેતા બસ સ્ટેશનોમાં અફડાતફડી રહેશે
· સરકારી વાહનનો દુરુપયોગ બંધ કરવા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલની અપીલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલની યાદી મુજબ તારીખ ૧૧ મે ૨૦૨૬ના રોજ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીશ્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ / શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ૨૦૪૦ એસટી ની બસો રાજ્યભરમાંથી ફાળવી દેવામાં આવશે. પ્રજાના ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમમાં જુદા જુદા ડિવિઝનો માંથી એસ.ટી બસો ફાળવી દેવામાં આવી છે.
હાલ રાજ્યભરમાં ૮૫૫૦ એસ.ટી ની બસો માં અંદાજે ૨૯ લાખ લોકો નિયમિત અપડાઉન કરે છે તારીખ ૧૦ અને ૧૧ એમ બે દિવસ એસટીની ટ્રિપો કેન્સલ થશે. મુસાફરો રઝળશે અને લુંટાશે. મુસાફરોને કોંગ્રેસ સમિતિની અપીલ છે કે જરૂર જણાય તો જ બે દિવસ એસ.ટીમાં મુસાફરી કરજો અન્યથા ૪૫ ડિગ્રી તાપમાનમાં હેરાન પરેશાન થશો. એસ.ટીની ટ્રીપો રદ થતાં ખાનગી વાહનો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લુટ ચલાવશે અને લૂંટાશો. ખાસ કરીને હાલ રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો ફાળવવા દેવામાં આવશે ત્યારે ખાસ કરીને મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકોની હાલત કફોડી બનશે.
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં નવે નવી બસો ફાળવી દેવામાં આવશે જેથી મુસાફરોને ભંગાર, ખખડધજ અને ભાઠા જેવી જૂની બસો ગમે ત્યારે બ્રેક ડાઉન થઈ જાય તેવી બસો રૂટ પર ચલાવવામાં આવશે. વડાપ્રધાન, મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં આ રીતે સરકારી વાહનનો દૂરપયોગ બંધ કરવો જોઈએ ચૂંટણી સમયે જે રીતે ખાનગી બસો અને વાહનો કબજે કરે છે તે રીતે વાહનો ડીટેઇન કરી વાહનોને નિયમ મુજબ ભાડું ચૂકવવું જોઈએ એસટી તંત્રના વાહનોને આ રીતે તાયફા અને કાર્યક્રમમાંથી મુક્તિ મળવી જોઈએ.
એક અંદાજ મુજબ છેલ્લા ૩૦ વર્ષમાં રાજ્ય સરકારે પોતાની પ્રસિદ્ધિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે અને ૬૦૦૦૦ થી વધુ બસોની સેવાઓ ઝૂંટવી લેવામાં આવી છે. એક બાજુ સલામત સવારી અને બીજી બાજુ કલાકો સુધી એસ.ટી બસ સ્ટેશનમાં બેસી રહો બસો નહીં મળે. રાજ્યના સોમનાથ થી દુર દુર સુધીના ડિવિઝનો માંથી બસો ફાળવવામાં આવતાં ૩૦૦ થી ૩૫૦ કિલોમીટર દૂરથી બસો ખાલી આવશે અને ખાલી પરત જશે ડીઝલનો ધુમાડો થશે પ્રદૂષણનો ફેલાવો અને સરકારી નાણા નો દુરુપયોગ થશે. હાલમાં યુદ્ધને પગલે ડીઝલ અને પેટ્રોલની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે આ પ્રકારનો પ્રજાના નાણાકીય ધુમાડો બંધ કરવો જોઈએ.
ગત વખતે પ્રધાનમંત્રીશ્રી આવ્યા ત્યારે ૫૫૦૦ ટ્રીપ કેન્સલ કરી ૨૦૦૦ એસ.ટીની બસો ફાળવવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમોમાં રાજ્ય સરકારે એસટી તંત્રને કેટલા નાણા ચૂકવવાના બાકી છે તેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવા અંતમાં હેમાંગ રાવલે માંગ કરી છે.
૨૬ એપ્રિલ, ૨૦૨૬
• સામાન્ય ચૂંટણીમાં મતદાન કરનાર ભાઈ-બહેનોને આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા
• ભાજપા, પોલીસતંત્ર-વહીવટીતંત્રની તમામ પ્રકારની ધાકધમકી, ગુંડાગર્દી, ગેરબંધારણીય કામગીરીનો મક્કમતાથી સામનો કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, કાર્યકરો-આગેવાનો અડીખમ યોધ્ધાની જેમ લડ્યા તે અભિનંદનને પાત્ર : શ્રી અમિતભાઈ ચાવડા
ગુજરાતની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરનાર ભાઈ-બહેનોને આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ ભાજપાએ અનેક પ્રકારના હથકંડા અપનાવ્યા. ગુજરાતની અસ્મીતાને કલંક પહોંચાડે તેવા કૃત્યા કર્યા. જે લોકતંત્ર માટે ઘણી જ ગંભીર બાબત છે. ભાજપા, પોલીસતંત્ર-વહીવટીતંત્રની તમામ પ્રકારની ધાકધમકી, ગુંડાગર્દી, ગેરબંધારણીય કામગીરીનો મક્કમતાથી સામનો કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, કાર્યકરો-આગેવાનો અડીખમ યોધ્ધાની જેમ લડ્યા તે અભિનંદનને પાત્ર છે. પુનઃ ગુજરાતના મતદારોનો આભાર માનું છું
૨૬ એપ્રિલ, ૨૦૨૬
• રાજ્ય ચૂંટણી આયોગની અવ્યવસ્થા, અપૂરતી માહિતીના લીધે અનેક મતદારો રઝળી પડ્યા.
• મોટી સંખ્યામાં મતદાનની અપીલ કરનાર રાજ્ય ચૂંટણી આયોગને લીધે હજારો મતદારો મતના અધિકારથી વંચિત રહેવુ પડ્યું.
• રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ મુજબ જાહેર થયેલ મતદાન મથકોમાં રાતોરાત ફેરફારથી હજારો મતદારોને ધોમધગતા તાપમાં મતદાનમથક શોધવામાં થયા હેરાન-પરેશાન.
અમદાવાદ મહાનગરપાલિકા સહિતના મહાનગરોમાં ચૂંટણીના વિવિધ વોર્ડના મતદારોને પોતાના મતદાન મથકની વિગત ઓનલાઈન જોવા મળી ન હતી કારણ કે રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહેલ છે અને તેનાથી મતદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથોસાથ છેલ્લા સમયમાં બુથની માહિતી અને મતદાન કેન્દ્રના ફેરફારથી અનેક મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ ન કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્ય ચૂંટણી આયોગની અપૂરતી માહિતીના લીધે અવ્યવસ્થા અને અરાજકતા ઊભી થઈ છે જે ઘણી જ ગંભીર બાબત છે. આજ પ્રકારની અનેક ફરિયાદો જેવી કે, બુથ ન મળવાના, મતદાર કેન્દ્રનો છેલ્લા સમયે ફેરફાર, મતદાન કેન્દ્રોને અતિ દૂર ફાળવણી કરવાની ઘટનાથી હજારો મતદારોને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલ લિન્ક ઉપરથી શોધવાનો પ્રયત્ન કરતાં મતદારની વિગત મળેલ છે પરંતુ તેમને મતદાન કરવા માટે કયા મતદાન કેન્દ્ર પર જવાનું તેની વિગત મળતી નથી. આવી અધૂરી વિગત મુકીને મતદારોને પોતાના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું કરનાર જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
(ડૉ. મનિષ દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
——————————————————————————————–
અખબારી યાદી
તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાતના વિવિધ સ્થળેથી મળેલ ફરીયાદોના અનુસંધાને રાજ્ય ચૂંટણી આયોગને તથા જવાબદાર અધિકારીઓને કરવામાં આવેલ રજુઆત-ફરીયાદો નીચે મુજબ છે.
1. વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી સંજયસિંહ મહિડાના ધમકીભર્યા નિવેદન પર કાયદાકીય કાર્યવાહી કરવા બાબત
2. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ભાજપાને મત આપવાની અપીલ બાબતે ફરિયાદ
3. મતદાન મથકના 100 મીટરની અંદર ટેબલ-બુથ લગાવી આચાર સંહિતાના ભંગ બાબત- વસ્ત્રાપુર
4. અચાનક બુથ બદલી મતદારોને હેરાન કરવા બાબત-ખોખરા -મહેમદાવાદ
5. અચાનક બુથ બદલી મતદારોને હેરાન કરવા બાબત-બોડકદેવ
6. બુથ કેપચરિંગ બાબત-મક્તમપુરા
7. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના મુખ્ય એજન્ટ પર કરેલ હુમલા બાબત-ઘાટલોડિયા
8. મતદાન મથકે આપેલ મતદારીયાદીમાં ખોટી રીતે ડિલીટના સિક્કા મરેલ છે તે બાબતે-ચાંદખેડા
9. પાલડી બુથ નં. 21, 28, 29માં 10 નંબરનું બટન દબાતું નથી જે અંગેની ફરિયાદ બાબતે-
10. અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ, અમરાઈવાડીમાં મતદારોને મતદાન મથક ન મળવા અંગે
11. બોગસ મતદાન સામે કાર્યવાહી કરવા બાબત-ખોખરા
12. અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા બાબત- મક્તમપુરા
13. સાંતેજ પો.ઈ. દ્વારા કોંગ્રેસ પક્ષના કલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખને સવારે 11-00 વાગે ઉપાડીને ક્યાંક લઈ ગયેલ છે તે બાબત.
14. બોગસ મતદાન અટકાવવા આણંદ તાલુકો વાસદ તાલુકા પંચાયત
15. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બાસુંદીવાલા હાઇસ્કૂલના બુથ પર ધારાસભ્ય શ્રી પંકજ દેસાઇની લુખ્ખાગીરી બાબતે
16. સાબરમતી વોર્ડ નં. 4 માં મતદાન ન કરવા દેવા અંગે ફરિયાદ
17. સુરત વોર્ડ નં. 19 ના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના એજન્ટને ગેરકાયદેસર રીતે અટકાયત કરવા બાબત
18. માળીયા મિયાણાના મેઘપર ગામમાં ભાજપના અસામાજિક તત્વો દ્વારા મતદાન મથકને કબજે કરવાનો આશંકા બાબત
19. અમદાવાદના ગોતા વોર્ડ નં. 1 ના મતદાન મથક નં. 16/91 સત્યમ વિસ્ટામાં ભાજપની અસામાજીક પ્રવૃત્તિ બાબત
20. અમદાવાદના વાસણા વોર્ડની અનુપમ પાઠ શાળા બુથ નં. 27/23 ના ફરીયાદ
21. સરખેજ વોર્ડના બુથ નં. 69, 70, 71, 72 માં અસામાજીક તત્વો સામે ફરીયાદ
22. વાંકાનેરના પી.આઈ. આર.પી. જાડેજાની ભાજપ પ્રત્યેની વફાદારી બાબતે
23. સરખેજ વોર્ડ 33ના બુથ નં. 73, 74, 75 માં અસામાજીક તત્વો સામે ફરીયાદ
24. અમદાવાદના વોર્ડ વાસણાના જી.બી. શાહ કોમર્સ કોલેજના બુથમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના નિશાન પંજાનું બટન દબાતું નથી તે બાબતની ફરીયાદ
25. To take steps to stop illegal activities at Chora & Edenwala School, Sidhpur Booths
26. Urgent complaint regarding illegal distribution of liquor to influence voters in Vyara village, Waghodia Taluka – Immediate action requested
27. કરમસદ-આણંદ મ.ન.પા. વોર્ડ નં. ૧૩ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉપર ખૂની હુમલો કરવા બાબતે
૨૫-૦૪-૨૦૨૬
• AAP ને મત એટલે ભાજપને મદદ : શ્રી અમિત ચાવડા
• ૨૦૧૩ માં શરૂ થયેલી ‘India Against Corruption’ મૂવમેન્ટ એ RSS અને BJP નું જ ‘Brain Child’ હતું, જેનો મુખ્ય હેતુ કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાનો : શ્રી અમિત ચાવડા
• આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ સાથે આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં : શ્રી અમિત ચાવડા
• AAP ના બે તૃતીયાંશ સાંસદોનું ભાજપમાં વિલીનીકરણ એ સંયોગ નથી, પહેલેથી રચાયેલું સુવ્યવસ્થિત ષડયંત્ર : શ્રી અમિત ચાવડા
• કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે અન્ના હઝારેને આગળ કરી જે ખેલ ખેલાયો હતો, તે વાસ્તવમાં ભાજપની ‘બેક સીટ ડ્રાઈવિંગ’ રણનીતિનો જ ભાગ હતો : શ્રી અમિત ચાવડા
• ભાજપની બી-ટીમ તરીકે અને RSS ના ફન્ડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો સામે આવી ગયો : શ્રી અમિત ચાવડા
• ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહે છે કે આપના જીતેલા લોકો ભાજપમાં જ આવવાના છે : શ્રી અમિત ચાવડા
• AAP નો ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના મત તોડી ભાજપને ફાયદો કરાવવાનો : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીની નૈતિકતા અને લોકશાહીના નામે ચાલતો દંભ હવે પ્રજા સમક્ષ સંપૂર્ણપણે ઉઘાડો પડી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ ‘કટકી અને કમિશન’ રાજ તેમજ કમલમનું નેક્સસ ગુજરાતના વિકાસને ઉધઈની જેમ કોતરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપની જ ‘બી-ટીમ’ તરીકે અને આર.એસ.એસ.ના ફન્ડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીનો અચલી ચહેરો સામે આવી ગયો છે.૨૦૧૩થી દેશની જનતાને છેતરવા માટે રચાયેલું આ સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગઈકાલની ઘટનાઓથી વિશ્વ સમક્ષ ખુલ્લું પડ્યું છે. સત્ય એ છે કે આ બંને પક્ષો ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, પરંતુ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે વર્ષોથી વિરોધનું નાટક કરી રહ્યા હતા. તેર વર્ષ સુધી ચાલેલા આ જૂઠાણાં અને લોકશાહી પરંપરાઓને કલંકિત કરનારા અવસરવાદનો હવે અંત આવ્યો છે અને પ્રજાએ આ બંને પક્ષોના અસલી ચાલ, ચરિત્ર અને ચહેરાને ઓળખી લીધા છે.
ગુજરાત અને સમગ્ર દેશ આજે એક સુનિયોજિત રાજકીય ષડયંત્રનો સાક્ષી બની રહ્યો છે, જેમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન (IAC) આંદોલનથી લઈને આમ આદમી પાર્ટીના ઉદય સુધીની તમામ કડીઓ RSS અને ભાજપના ‘બ્રેન ચાઇલ્ડ’ હોવાનું ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે અન્ના હઝારેને આગળ કરી જે ખેલ ખેલાયો હતો, તે વાસ્તવમાં ભાજપની ‘બેક સીટ ડ્રાઈવિંગ’ રણનીતિનો જ ભાગ હતો. ગઈકાલે રાજ્યસભાના બે તૃતીયાંશ સાંસદોનું અચાનક ભાજપમાં વિલીનીકરણ એ કોઈ સંયોગ નથી, પહેલેથી રચાયેલું વ્યવસ્થિત ષડયંત્ર હતું.આવનારા દિવસોમાં જો એવા સમાચાર આવે કે અરવિંદ કેજરીવાલ પોતે આખી આમ આદમી પાર્ટી સાથે ભાજપમાં મર્જ થઈ ગયા છે, તો નવાઈ પામવા જેવું નહીં હોય. ગુજરાતમાં ભરૂચના ભાજપ સાંસદ ખુલ્લેઆમ નિવેદન કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સીટિગ MLA આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવું જાહેરમાં કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે.આ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની જ બી-ટીમ છે. જેમ જેમ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે જનસમર્થન વધી રહ્યું છે અને ૨૦૨૯માં પરિવર્તન નિશ્ચિત દેખાઈ રહ્યું છે.
છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસ સતત આક્ષેપ કરતી રહી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ અને RSSનો જ એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના મતો તોડી ભાજપને ફાયદો કરાવવાના છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોમાં આ શંકાને વધુ દ્રઢ બનાવી છે. આપ એક સુવ્યવસ્થિત રણનીતિના ભાગરૂપે એન્ટી-ઈન્કમ્બન્સી મતોનું વિભાજન કરવા માટે એક વ્યવસ્થિત પ્લાનીગ અને સપોર્ટથી થઈ રહ્યો છે. હવે કોઈને પણ આશ્ચર્ય નથી કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે.આ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થયા છે.હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લિખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે આમ પંજાબના લોકો છેતરાયા અને સમગ્ર દેશ સાથે વિશ્વાસઘાત થયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ તથા AICC ના ગુજરાત સોશિયલ મીડિયા પ્રભારી શ્રી કે. કે. શાસ્ત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નવીનભાઈ ભાવસાર (મામા) ઉપસ્થિત રહ્યા હતા.
૨૩ એપ્રિલ, ૨૦૨૬
પ્રતિ,
સચિવશ્રી,
રાજ્ય ચૂંટણી આયોગ,
બ્લોક ૯, ૬ટ્ઠો, માળ,
ગાંધીનગર.
વિષય : કોંગ્રેસના ઉમેદવારોને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવીને હેરાનગતિ કરવા બાબતે
મહોદયશ્રી,
તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનું મતદાન થવા જઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ગુજરાત પોલીસ સત્તાધારી પક્ષનો હાથો બનીને કોંગ્રેસના ઉમેદવારોને કોઈપણ જાતની ફરિયાદ કે અરજી વગર પોલીસ સ્ટેશનમાં વારંવાર બોલાવીને હેરાનગતિ કરી રહેલ છે. જેમાં અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓને માત્ર અને માત્ર BJP નો યુનિફોર્મ પહેરવાનો બાકી હોય તેવું લાગે છે. સત્તાધારી પક્ષ પોતાના ઉમેદવારોની હાર ભળી રહેલ હોવાથી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવીને પોલીસ સ્ટેશનમાં કોઈ કારણ વગર વાંક ગુના વગર બેસાડી રાખીને તેમનો સમય બગાડીને માનસિક રીતે પ્રતાડિત કરી રહેલ છે
ભારતના બંધારણમાં મુક્ત અને ન્યાયિક ચૂંટણી તંદુરસ્ત લોકશાહી માટે આગવું સ્થાન ધરાવે છે. હાલની પરિસ્થિતિ જોતા સરકારી કર્મચારીઓએ કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર તરીકે કામ ન કરવું જોઈએ તેના બદલે તેઓ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવવાના બદલે BJPના કાર્યકર તરીકે કામ કરી રહેલા દેખાઈ રહ્યા છે.
બંધારણમાં ભયમુક્ત રીતે દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર કરી શકે અને નાગરિક પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ બનાવવાની જવાબદારી રાજ્ય ચુંટણી આયોગની છે. અમોએ વારંવાર આપ સમક્ષ પોલીસ કર્મીઓ બાબતે લેખિત ફરિયાદ કરેલ હોવા છતાં આજ દિન સુધી જવાબદારો સામે કોઈપણ પગલા લેવાયા નથી એવું દેખાઈ રહ્યું છે.
નાગરીકોમાં અને જાહેર પ્રજામાં બંધારણીય સંસ્થાઓ પ્રત્યે લોકોની ભાવના જળવાઈ રહે તેવી ત્વરિત કાર્યવાહી કરવા અમારી માંગણી છે.
(અમિત ચાવડા)
નકલ રવાના:
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર
૨૩-૦૪-૨૦૨૬
ગ્રામીણ વિકાસ અને સત્તાનું વિકેન્દ્રીકરણ
પ્રજાલક્ષી પંચાયતી રાજ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ
· ગ્રામ વિકાસના કાર્યો માટે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ભાડા-ભથ્થા (T.A.)ચૂકવાશે : અમિત ચાવડા
· VCE (કોમ્પ્યુટર ઓપરેટર) મિત્રોને પૂરતો પગાર મળે અને તેમને કાયમી કરવામાં આવે તે માટે કોંગ્રેસ મક્કમતાથી કાર્ય કરશે. : શ્રી અમિત ચાવડા
· દરેક તાલુકા અને જિલ્લા પંચાયતોમાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર શરૂ કરીને આધાર કાર્ડ, મા કાર્ડ અને તમામ સરકારી યોજનાઓના ફોર્મ તથા ઓનલાઇન સેવાઓ સર્વેજનોને સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. : શ્રી અમિત ચાવડા
· વહીવટી પારદર્શિતા લાવવા માટે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી પ્રક્રિયા અમલી બનાવીશું. : અમિત ચાવડા
· મહિલા સશક્તિકરણને માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક બનાવવા માટે, ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને વહીવટી તાલીમ આપી તેઓને સ્વનિર્ભય રીતે નેતૃત્વ કરવા સક્ષમ બનાવવામાં આવશે, ગ્રામીણથી જિલ્લા સ્તર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને ‘ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણ એવોર્ડ’થી સન્માનિત કરાશે : શ્રી અમિત ચાવડા
· ગામોની જમીનને ઉદ્યોગપતિઓને આપતા પહેલા ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી અનિવાર્ય બનાવવામાં આવશે : શ્રી અમિત ચાવડા
· ગ્રામસભાને ખરા અર્થમાં લોકકેન્દ્રિત બનાવી, ગ્રામજનો નક્કી કરે તે તારીખે અને ગ્રામજનોએ નક્કી કરેલ એજન્ડા મુજબ જ ગ્રામસભા યોજાશે. : શ્રી અમિત ચાવડા
· અધિકારીઓને ભાજપે સત્તા આપી દીધી છે કે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તેઓ સસ્પેન્ડ કરી શકે તે નાબૂદ કરીશું : શ્રી અમિત ચાવડા
· ભાજપના કમિશન અને ભ્રષ્ટાચારના નેક્સસને તોડીને સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરી પ્રજાલક્ષી પંચાયતી રાજ સ્થાપવામાં આવશે : અમિત ચાવડા
· પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સમસ્યાઓના ઝડપી નિવારણ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વધારો કરવામાં આવશે. : અમિત ચાવડા
· દરેક જરૂરિયાતમંદ ગરીબ પરિવારને આવાસ માટે પ્લોટ અને મકાન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. : અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં દિવસે દિવસે ગામડા તુટતા જાય છે. શહેરીકરણ તરફની દોટ વધતી જાય છે.ગુજરાતમાં પંચાયતી રાજનો પાયો સ્વ.બળવતરાય મહેતાએ જેવા દ્રષ્ટા નેતાઓએ નાખ્યો હતો,જે મોડેલને આખા દેશે સ્વીકાર્યું હતું.કોંગ્રેસના વિઝન અને રાજીવ ગાંધીજીના સત્તાના વિકેન્દ્રીકરણના વિચારને કારણે ગ્રામીણ વ્યવસ્થાઓ મજબૂત બની હતી અને મહિલાઓને વહીવટમાં ભાગીદારી મળી હતી. જોકે,વર્તમાનમાં ભાજપની કેન્દ્રીકરણની નીતિને કારણે આ ગૌરવશાળી વ્યવસ્થા નબળી પડી છે અને ગુજરાત પંચાયતી રાજમાં દેશમાં ૧૮ મા ક્રમે ધકેલાઈ ગયું છે. આજે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં અધિકારીઓનું જોર વધ્યું છે, જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર અને સ્વાયત્તતા જોખમાઈ રહ્યા છે. જે પંચાયતી રાજે ભૂતકાળમાં આંગણવાડી અને પૂર જેવી આપત્તિઓના વ્યવસ્થાપનમાં મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું, તે આજે અમલદારશાહીના અંકુશ નીચે દબાઈ ગયું છે, જે ગ્રામીણ વિકાસ માટે ચિંતાનો વિષય છે.
વર્તમાન સમયમાં પંચાયતી રાજ વ્યવસ્થા માત્ર નામની રહી ગઈ છે, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારીઓના બોજ નીચે દબાયેલા છે પરંતુ તેમની પાસે સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તાનો અભાવ છે. કોંગ્રેસ પક્ષ આ વ્યવસ્થાને પુનઃ જીવંત કરી સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરવા માટે કટિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય ગ્રામસભાને ખરા અર્થમાં લોકકેન્દ્રિત બનાવી, ગ્રામજનોને પોતાનો એજન્ડા જાતે નક્કી કરવાની શક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારવા માટે તેમને જરૂરી પ્રવાસ ભથ્થું પૂરું પાડવામાં આવશે, જેથી તેઓ વહીવટી કામકાજ માટે સરળતાથી તાલુકા અને જિલ્લા સ્તરે પહોંચી શકે. ગ્રામ્ય સ્તરે ઓનલાઈન સેવાઓ મજબૂત બનાવી સામાન્ય જનતા પરનો આર્થિક ભાર ઓછો કરવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચાડવો એ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે, દરેક તાલુકા જિલ્લા પંચાયતોમાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર શરૂ કરવાનું,જ્યાં આધાર કાર્ડ, મા કાર્ડ અને તમામ સરકારી યોજનાઓના ફોર્મ તથા ઓનલાઇન અરજીઓ જેવી CSC સેવાઓ ગ્રામજનોને સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. વહીવટી પારદર્શિતા લાવવા માટે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી પ્રક્રિયા અમલી બનાવીશું. ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે મનરેગા અને નલ સે જલ જેવી યોજનાઓ પર દેખરેખ રાખવા વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવશે અને દરેક વિકાસ કાર્યનું જનતા ઓડિટ સુનિશ્ચિત કરાશે.ભાજપ સરકારે યુવાનોને કાયમી કરવાના ખોટા સપના દેખાડી રહી છે.વર્ષોથી અન્યાયનો સામનો કરી રહેલા VCE (કોમ્પ્યુટર ઓપરેટર) મિત્રોને પંચાયતના બજેટમાંથી પૂરતો પગાર મળે અને તેમને કાયમી કરવામાં આવે તે માટે કોંગ્રેસ મક્કમતાથી કાર્ય કરશે. ભાજપના કમિશન અને ભ્રષ્ટાચારના નેક્સસને તોડીને સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરી પ્રજાલક્ષી પંચાયતી રાજ સ્થાપવાનો છે.
કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક શાસન ચલાવશે. હાલની પંચાયતી રાજ વ્યવસ્થામાં ભાજપ સરકાર કમિશન રાજ અને કમલમ કેન્દ્રિત વહીવટના નેક્સસને તોડીને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. ગ્રામીણ અસ્કયામતોની રક્ષા માટે ગૌચર કે સરકારી પડતર જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવાની નીતિ સામે હવે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી અનિવાર્ય બનાવવામાં આવશે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં લોકોના આશીર્વાદથી સત્તા મેળવતાની દરેક ગામની વસ્તી પ્રમાણે વિકાસ ગ્રાન્ટની વહેંચણીમાં થતા ભેદભાવ દૂર કરી, વસ્તીના ધોરણે સપ્રમાણ અને ન્યાયી ફાળવણી માટે એક ચોક્કસ તંત્ર ઊભું કરાશે, જેથી કોઈ ગામ કે વર્ગ વંચિત ન રહે. મહિલા સશક્તિકરણને માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક બનાવવા માટે, ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓના પતિ શાસનને સ્થાને તેમને વહીવટી તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવશે, જેથી તેઓ સ્વનિર્ભય રીતે નેતૃત્વ કરી શકે.ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની કામગીરીને વિશેષ પ્રાધાન્ય આપી, ગ્રામીણથી જિલ્લા સ્તર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને ‘ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણ એવોર્ડ’થી સન્માનિત કરશે, જેથી અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળે. ગરીબ પરિવારોની આવાસની સમસ્યાના કાયમી ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ હસ્તક રહેલી લેન્ડ કમિટીની સત્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે અને દર ત્રણ મહિને નિયમિત બેઠકો યોજી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. જે ગામોમાં સરકારી કે નીમ થયેલી જમીન ઉપલબ્ધ નથી, ત્યાં જરૂર પડે ખાનગી જમીન સંપાદિત (Acquire) કરીને પણ દરેક જરૂરિયાતમંદ ગરીબ પરિવારને આવાસ માટે પ્લોટ અને મકાન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોને રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગ્ય તક મળે તે માટે દરેક તાલુકામાં આધુનિક sports complex ઉભું કરવું અને તેનો સીધો વહીવટ તાલુકા તથા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે તે કોંગ્રેસ પાર્ટીનું સ્પષ્ટ કમિટમેન્ટ છે. જિલ્લા પંચાયતમાં રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે અલગ સમિતિ બનાવીને સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં આવશે. પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સમસ્યાઓના ઝડપી નિવારણ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વધારો કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વધુ સત્તા આપીને ગામસ્તરે તાત્કાલિક કામગીરી શક્ય બને તે દિશામાં પગલાં લેવામાં આવશે. ગામડાંમાંથી વધતું સ્થળાંતર અટકાવવા, ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવવા અને પંચાયતી રાજ વ્યવસ્થાને ફરીથી સશક્ત બનાવીને દેશ માટે શ્રેષ્ઠ મોડલ ઉભું કરવાનો કોંગ્રેસનો દૃઢ સંકલ્પ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનું ગ્રામિણ ગુજરાત માટે વિઝન ડોક્યુમેન્ટ તથા કોંગ્રેસનું કમીટમેન્ટ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો.કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા શ્રી હિરેન બેન્કર, ડો. પાર્થિવરાજ કઠવાડીયા, વરિષ્ઠ આગેવાન શ્રી નવીન ભાવસાર (મામા) અને શ્રી રજનીકાંત કડ ઉપસ્થિત રહ્યા હતા.
૨૧/૦૪/૨૦૨૬
• સમગ્ર વિપક્ષ મહિલા અનામત માટે તૈયાર છે ૨૦૨૩માં સર્વસંમતિથી પસાર થયેલ બિલ તાત્કાલિક અસરથી અમલ કરવામ આવે: શ્રીમતી રજની પાટીલ
• વિપક્ષની એકતાએ સંઘીય માળખામાં ફેરફાર કરવાના સરકારના કાવતરાને નિષ્ફળ બનાવ્યો
• ભાજપ સરકાર દ્વારા રચવામાં આવેલા કાવતરા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સત્તા એકીકૃત કરવાનો હતો. ભાજપ સીમાંકન પ્રક્રિયા દ્વારા રાજકીય લાભ લેવા માંગે છે
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા સીડબલ્યુસી સભ્ય અને પૂર્વ સાંસદશ્રીમતિ રજની પાટીલએ જણાવ્યું હતું કે લોકસભામાં બંધારણીય સુધારા બિલની હારથી મોદી સરકારના સીમાંકન અંગેના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, જે લોકશાહી અને બંધારણનો વિજય છે. વિપક્ષની એકતાએ સંઘીય માળખામાં ફેરફાર કરવાના સરકારના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. દેશની આઝાદીથી આજદિન સુધી કોંગ્રેસ પક્ષએ મહિલાઓનું આરક્ષણ અને સમાન મતાધિકાર આપ્યો છે. વર્ષ ૧૯૩૧માં મોતીલાલ નેહરુજી દ્વારા પ્રસ્તાવિત આ ઠરાવ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો હતો. અવિભાજિત ભારતના કરાચીમાં યોજાયેલા અધિવેશનમાં મહિલાઓના મતાધિકારના મુદ્દાને મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકા જેવી લોકશાહીમાં પણ મહિલાઓને મતાધિકાર મેળવવા માટે ૧૫૦ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યારે ભારતમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ નેહરુજીના નેતૃત્વમાં મતનો અધિકાર પ્રથમ દિવસથી જ પ્રાપ્ત થયો હતો, જેનો શ્રેય કોંગ્રેસ પાર્ટીને જાય છે. ૭૩માં અને ૭૪માં બંધારણીય સુધારા દ્વારા પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટીથી પંચાયતો અને નગરપાલિકાઓમાં ૩૩% અનામત અંગે ઠરાવ પસાર થયો અને ૧૯૯૩માં પંચાયતી રાજમાં મહિલા આરક્ષણ કાયદો અમલમાં આવ્યો હતો.
સમગ્ર વિપક્ષ મહિલા અનામતને ટેકો આપવા તૈયાર છે. તેવી સ્પષ્ટ વાત કરતા પૂર્વ સાંસદ શ્રીમતી રજની પાટીલએ જણાવ્યું હતું કે જો મોદી સરકાર ખરેખર પોતાના ઈરાદામાં નિષ્ઠાવાન હોય, તો ૨૦૨૩માં સર્વાનુમતે પસાર થયેલ બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ. મહિલાઓ પ્રત્યે ભાજપનો ટ્રેક રેકોર્ડ દેશ સમક્ષ સ્પષ્ટ છે. દેશની મહિલાઓએ ઉન્નાવ અને હાથરસમાં બનેલી ઘટનાઓ, મહિલા ઓલિમ્પિયન ખેલાડીઓ સંબંધિત મુદ્દાઓ અને મણિપુરમાં બનેલી ઘટનાઓ જોઈ છે. ભાજપા સરકારે ક્યારેય મહિલાઓના કલ્યાણને ખરેખર પ્રાથમિકતા આપી નથી. દેશમાં પંચાયતોમાં ચૂંટાયેલા ૪૦ લાખ પ્રતિનિધિઓમાંથી અંદાજે ૧૫ લાખ (લગભગ ૪૫ %) મહિલાઓ છે, જે કોંગ્રેસ પક્ષની મોટી દેન છે. મહિલા આરક્ષણ બિલ શ્રી સોનિયા ગાંધીની પહેલથી કોંગ્રસની યુપીએ સરકાર દરમિયાન રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર થયું હતું, પરંતુ લોકસભામાં સર્વસંમતિના અભાવે તે અટકી ગયું હતું. લોકસભામાં વિપક્ષનાં નેતા અને જનનાયકશ્રી રાહુલ ગાંધીએ પણ વર્ષ ૨૦૧૮ માં પત્ર લખીને વડાપ્રધાન મોદીને આ બિલ વર્ષ ૨૦૧૯ સુધીમાં લાગુ કરવા વિનંતી કરી હતી. શ્રી રાહુલ ગાંધીએ વારંવાર જાતિ જનગણના કરવાની માંગ કરી રહ્યા છે જેથી દરેક જ્ઞાતિને તેમની વસ્તીના પ્રમાણમાં હિસ્સેદારી મળે, પરંતુ સરકાર આ બાબતે મૌન છે. જ્યારે ૨૦૨૩માં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ લાવવામાં આવ્યો, ત્યારે અમે સંસદમાં તેનું સમર્થન કર્યું હતું કારણ કે અમને આશા હતી કે મહિલાઓને વહેલી તકે તેમનો અધિકાર મળશે.પરંતુ સરકારે તેમાં શરતો મૂકી છે કે આ આરક્ષણ ૨૦૨૯ થી લાગુ થશે અને તે પણ વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અમલમાં આવશે. વડાપ્રધાન મોદી પોતાના ભાષણોમાં અનેકવાર કોંગ્રેસની ટીકા કરી છે પરંતુ મહિલાઓ પર થતા અત્યાચારો જેમ કે ઉન્નાવ, હાથરસ, મણિપુરની ઘટનાઓ વિશે મૌન સેવ્યું છે. એનસીઆરબીના ડેટા મુજબ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ચિંતાજનક છે. જો સરકારની દાનત સાફ હોય તો સીમાંકન અને વસ્તી ગણતરીની રાહ જોયા વગર મહિલા આરક્ષણનો તાત્કાલિક અમલ કરવો જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ભાષણોમાં દાવો કર્યો હતો કે ‘જો વિપક્ષ આ મુદ્દા પર સહમત નહીં થાય, તો તેઓ ન તો ચૂંટણી જીતી શકશે અને ન તો ક્યારેય સત્તામાં પાછા આવી શકશે’. આ જ ટિપ્પણીઓથી ભાજપ સરકારના સાચા ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે. સરકારે મહિલા અનામતના નામે ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કવાયત હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે ચાલુ વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે અચાનક સંસદનું ખાસ સત્ર બોલાવ્યું અને છેલ્લી ઘડીએ ડ્રાફ્ટ બિલ રજૂ કર્યું, જેનાથી વિપક્ષને ચર્ચા માટે પૂરતો સમય મળ્યો નહીં. ભાજપ સરકારનો ઈરાદો હતો કે વિપક્ષ મહિલા અનામત બિલ પસાર કરે જેની આડમાં ભાજપ જાતિ આધારિત ડેટાનો સમાવેશ કર્યા વિના મનસ્વી રીતે સીમાંકન કરવાની તક મળે. ભાજપ સરકાર દ્વારા રચવામાં આવેલા કાવતરા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સત્તા એકીકૃત કરવાનો હતો. ભાજપ સીમાંકન પ્રક્રિયા દ્વારા રાજકીય લાભ લેવા માંગે છે.
કોંગ્રેસ પક્ષ સહિતના વિપક્ષ લોકસભામાં હાલની ૫૪૩ બેઠકોમાંથી ૩૩ ટકા મહિલાઓ માટે અનામત ફાળવવાને સમર્થન આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોંગ્રેસ પક્ષ વારંવાર પુનરાવર્તન કરીએ કહે છે કે જેમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, તેવી જ રીતે ઓબીસી મહિલાઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં અનામત હોવું જોઈએ. જ્યારે વિપક્ષ એક થાય છે ત્યારે મોદી સરકારને કેવી રીતે હરાવી શકાય છે. સરકારને પહેલી વાર મોટો ઝટકો લાગ્યો છે જેના કારણે તે આને “કાળો દિવસ” કહી રહી છે પરંતુ વાસ્તવમાં આ લોકશાહી માટે એક સુવર્ણ દિવસ છે. જનતાએ આ ભાજપ સરકારમાંથી પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે.
આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખશ્રીમતિ ગીતાબેન પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસનાં પ્રમુખશ્રી સોનલબેન પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી ડૉ.હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા છે.
મહિલા અનામત બીલની સચ્ચાઈ રજુ કરતી પ્રેસવાર્તા રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસના મંત્રી અને સંગઠન સહપ્રભારી સુભાષિની યાદવ, સુરત ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.ચૈનીકા ઉનીયાલએ સંબોધન કરી હતી.
૧૯-૦૪-૨૦૨૬
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા
કોંગ્રેસ પક્ષનું થીમસોંગ “હવે તો સમજો લઈ આવો પંજો” અને સોશીયલ મીડીયા કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું.
· સ્વ.રાજીવ ગાંધીજીની પહેલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને અનામત દ્વારા સત્તામાં સશક્ત ભાગીદારી મળી : શ્રી અમિત ચાવડા
· ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ :
શ્રી અમિત ચાવડા
· ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા નિશુલ્ક, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
· દરેક નાગરિકોને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત એ કોંગ્રેસનું વિઝન છે : શ્રી અમિત ચાવડા
· કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરીને કાયમી નોકરી દ્વારા યુવાઓને રોજગાર આપવામાં આવશે :શ્રી અમિત ચાવડા
· વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક સફાઈ વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે : શ્રી અમિત ચાવડા
· ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે : શ્રી અમિત ચાવડા
· કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે : શ્રી અમિત ચાવડા
· દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ગાંધીજી અને સરદાર પટેલના આદર્શોથી પ્રેરિત છે, જ્યાં હંમેશા પ્રગતિશીલ વિચારધારા અને સહિયારા પ્રયત્નોથી વિકાસ થયો છે. રાજ્યની સ્થાપનાથી આજ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક સ્તરે કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્તાનું કેન્દ્રિકરણ નહીં પરંતુ વિકેન્દ્રિકરણમાં વિશ્વાસ રાખે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મજબૂત બને અને લોકો પોતે પોતાના વિકાસના નિર્ણય લઈ શકે એ કોંગ્રેસની વિચારધારા રહી છે. તેથી વર્ષો સુધી કોંગ્રેસે આ સંસ્થાઓને સત્તા અને સશક્તિકરણ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
આપણા શહેરો માત્ર વિકસી રહ્યા નથી, પરંતુ સપનાઓ જોઈ રહ્યા છે. શું આ સપનાઓ દરેક સુધી પહોંચે છે? ૨૦ વર્ષ કરતા વધુ સમયથી હાલના શાસકો શહેરી નાગરિકો પાસેથી બેફામ વસૂલાતા ટેક્ષનો હિસાબ આપવાથી ભાગી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે એક એવું ગુજરાત, જ્યાં દરેક શહેર દરેક નાગરિકનું હોય. એક એવું ગુજરાત, જ્યાં વિકાસ પસંદગીનો નહીં, પરંતુ સર્વસમાવેશી હોય. કોઈ પરિવાર ગૌરવથી વંચિત નહીં રહે, કોઈ નાગરિક અજાણ્યો નહીં લાગે. કોંગ્રેસ નાગરિક સુવિધાઓ રોજિંદા જીવનમાં ગૌરવનું કમિટમેન્ટ કરે છે. દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, સરળ અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા, સ્વચ્છ રસ્તાઓ અને આધુનિક કચરા વ્યવસ્થાપન, મજબૂત સરકારી આરોગ્ય અને શિક્ષણ કારણ કે મૂળભૂત સુવિધાઓ વૈભવ નથી તે હક છે. ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા ફી, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે. પારદર્શિતા વિશ્વાસપાત્ર સરકાર એ કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે.
ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ. કોંગ્રેસનું વિઝન એ છે કે દરેક નાગરિકને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા મળી રહે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક કચરા વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે. દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
શહેરો માત્ર અમુક લોકો માટે નહીં પરંતુ દરેક માટે હોવા જોઈએ. ગરીબ મજૂરથી લઈને નાના વેપારી, યુવાનો અને મહિલાઓ સુધી દરેકને સમાન તક મળે તે જરૂરી છે. કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે. નાના વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા લોકોને કાયદેસર ઓળખ અને સ્થિર વ્યવસ્થા આપવામાં આવશે. સર્વસમાવેશી વિકાસ, રોજગારની તક અને ગૌરવ સાથે જીવવા યોગ્ય શહેરો બનાવવા કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા સમક્ષ મજબૂત પ્રતિબદ્ધતા સાથે ઊભી છે.
શાસન બંધ દરવાજાઓ પાછળ નહીં ચાલે. કોંગ્રેસ પક્ષ ખુલ્લા બજેટ અને જાહેર માહિતી, ડિજિટલ પ્રોજેકટ ટ્રેકિંગ, નાગરિકોની સીધી ભાગીદારી, દરેક રૂપિયા ક્યાં ખર્ચાયો તે દેખાશે. દરેક વચનનું હિસાબ મળશે. કોંગ્રેસના શાસનમાં સત્તા નાગરિકો પાસે હશે અને અમે એવી વ્યવસ્થા બનાવશું જ્યાં શાસકો આપને જવાબદાર રહેશે. સમયબદ્ધ સેવા આપવાની ખાતરી, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી, સીધી ફરિયાદ નિરાકરણ વ્યવસ્થાની ખાતરી આપે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર ચૂંટણી નથી પરંતુ આગામી પાંચ વર્ષ માટે શહેરો અને ગામોના વિકાસની દિશા નક્કી કરનારી પ્રક્રિયા છે. કોંગ્રેસે હંમેશા સામાન્ય માણસને વહીવટમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. SC, ST, OBC અને મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત વ્યવસ્થા આગળ વધારવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ખાસ કરીને સ્વ. રાજીવ ગાંધીજીના પ્રયત્નોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત મળી અને આજે તે ૫૦% સુધી પહોંચી છે. આ પગલાં લોકશાહી અને સમાનતા માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ગુજરાતમાં ટ્રિપલ એન્જિન સરકાર છે. કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે બિરાજમાન છે.તેમ છતાં સુરત શહેર જ્યાં આખા દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી લોકો આવીને વસ્યા છે અને જેમના પરસેવાથી સુરતનો વિકાસ અને અર્થતંત્ર ધબકે છે, ત્યાં લોકોની ભારે અવગણના થઈ રહી છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા એ.આઈ.સી.સી. પ્રભારીશ્રી કે.કે. શાસ્ત્રીજી, સોશીયલ મીડીયા સેલના ચેરમેનશ્રી ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
૧૯-૦૪-૨૦૨૬
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા
કોંગ્રેસ પક્ષનું થીમસોંગ “હવે તો સમજો લઈ આવો પંજો” અને સોશીયલ મીડીયા કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું.
· સ્વ.રાજીવ ગાંધીજીની પહેલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને અનામત દ્વારા સત્તામાં સશક્ત ભાગીદારી મળી : શ્રી અમિત ચાવડા
· ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ :
શ્રી અમિત ચાવડા
· ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા નિશુલ્ક, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
· દરેક નાગરિકોને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત એ કોંગ્રેસનું વિઝન છે : શ્રી અમિત ચાવડા
· કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરીને કાયમી નોકરી દ્વારા યુવાઓને રોજગાર આપવામાં આવશે :શ્રી અમિત ચાવડા
· વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક સફાઈ વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે : શ્રી અમિત ચાવડા
· ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે : શ્રી અમિત ચાવડા
· કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે : શ્રી અમિત ચાવડા
· દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ગાંધીજી અને સરદાર પટેલના આદર્શોથી પ્રેરિત છે, જ્યાં હંમેશા પ્રગતિશીલ વિચારધારા અને સહિયારા પ્રયત્નોથી વિકાસ થયો છે. રાજ્યની સ્થાપનાથી આજ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક સ્તરે કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્તાનું કેન્દ્રિકરણ નહીં પરંતુ વિકેન્દ્રિકરણમાં વિશ્વાસ રાખે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મજબૂત બને અને લોકો પોતે પોતાના વિકાસના નિર્ણય લઈ શકે એ કોંગ્રેસની વિચારધારા રહી છે. તેથી વર્ષો સુધી કોંગ્રેસે આ સંસ્થાઓને સત્તા અને સશક્તિકરણ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
આપણા શહેરો માત્ર વિકસી રહ્યા નથી, પરંતુ સપનાઓ જોઈ રહ્યા છે. શું આ સપનાઓ દરેક સુધી પહોંચે છે? ૨૦ વર્ષ કરતા વધુ સમયથી હાલના શાસકો શહેરી નાગરિકો પાસેથી બેફામ વસૂલાતા ટેક્ષનો હિસાબ આપવાથી ભાગી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે એક એવું ગુજરાત, જ્યાં દરેક શહેર દરેક નાગરિકનું હોય. એક એવું ગુજરાત, જ્યાં વિકાસ પસંદગીનો નહીં, પરંતુ સર્વસમાવેશી હોય. કોઈ પરિવાર ગૌરવથી વંચિત નહીં રહે, કોઈ નાગરિક અજાણ્યો નહીં લાગે. કોંગ્રેસ નાગરિક સુવિધાઓ રોજિંદા જીવનમાં ગૌરવનું કમિટમેન્ટ કરે છે. દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, સરળ અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા, સ્વચ્છ રસ્તાઓ અને આધુનિક કચરા વ્યવસ્થાપન, મજબૂત સરકારી આરોગ્ય અને શિક્ષણ કારણ કે મૂળભૂત સુવિધાઓ વૈભવ નથી તે હક છે. ગુજરાતના શહેરોમાં મહિલાઓ માટે સ્થાનિક બસ સેવા ફી, પાથરણા વાળા માટે સ્વમાનભેર રોજગારી અને હપ્તારાજમાંથી મુક્તિ માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગુ કરવામાં આવશે. પારદર્શિતા વિશ્વાસપાત્ર સરકાર એ કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે.
ગુજરાતના શહેરોમાં વિકાસ માત્ર ઈમારતો કે રસ્તાઓનો નહીં પરંતુ લોકોના જીવન ધોરણનો હોવો જોઈએ. શહેરના નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે અને તેના બદલે તેમને સારી સુવિધાઓ મળવી જોઈએ. કોંગ્રેસનું વિઝન એ છે કે દરેક નાગરિકને બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, મજબૂત રસ્તાઓ, ટ્રાફિક સમસ્યામાંથી રાહત અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થા મળી રહે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા, આધુનિક કચરા વ્યવસ્થાપન અને પ્રદૂષણમુક્ત હરિયાળું શહેર બનાવવું પણ કોંગ્રેસનું મહત્વનું કમિટમેન્ટ છે.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કામોમાં કટકી, કમિશન અને ગેરવહીવટના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોંગ્રેસ પાર્ટી પારદર્શક અને જવાબદાર શાસન આપવા પ્રતિબદ્ધ છે. દરેક ખર્ચનો હિસાબ જાહેર રહેશે, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નાગરિકો દરેક કામની માહિતી મેળવી શકશે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે. પ્રજાના પૈસાનો દરેક રૂપિયા પ્રજાના વિકાસ માટે જ ખર્ચાય તે માટે મજબૂત વિજિલન્સ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
શહેરો માત્ર અમુક લોકો માટે નહીં પરંતુ દરેક માટે હોવા જોઈએ. ગરીબ મજૂરથી લઈને નાના વેપારી, યુવાનો અને મહિલાઓ સુધી દરેકને સમાન તક મળે તે જરૂરી છે. કોઈના ઘર અથવા રોજગાર પર બુલડોઝર ચલાવવાની જગ્યાએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને સસ્તું રહેણાંક આપવાની અમારી પ્રતિબદ્ધતા છે. નાના વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા લોકોને કાયદેસર ઓળખ અને સ્થિર વ્યવસ્થા આપવામાં આવશે. સર્વસમાવેશી વિકાસ, રોજગારની તક અને ગૌરવ સાથે જીવવા યોગ્ય શહેરો બનાવવા કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા સમક્ષ મજબૂત પ્રતિબદ્ધતા સાથે ઊભી છે.
શાસન બંધ દરવાજાઓ પાછળ નહીં ચાલે. કોંગ્રેસ પક્ષ ખુલ્લા બજેટ અને જાહેર માહિતી, ડિજિટલ પ્રોજેકટ ટ્રેકિંગ, નાગરિકોની સીધી ભાગીદારી, દરેક રૂપિયા ક્યાં ખર્ચાયો તે દેખાશે. દરેક વચનનું હિસાબ મળશે. કોંગ્રેસના શાસનમાં સત્તા નાગરિકો પાસે હશે અને અમે એવી વ્યવસ્થા બનાવશું જ્યાં શાસકો આપને જવાબદાર રહેશે. સમયબદ્ધ સેવા આપવાની ખાતરી, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી, સીધી ફરિયાદ નિરાકરણ વ્યવસ્થાની ખાતરી આપે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર ચૂંટણી નથી પરંતુ આગામી પાંચ વર્ષ માટે શહેરો અને ગામોના વિકાસની દિશા નક્કી કરનારી પ્રક્રિયા છે. કોંગ્રેસે હંમેશા સામાન્ય માણસને વહીવટમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. SC, ST, OBC અને મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત વ્યવસ્થા આગળ વધારવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ખાસ કરીને સ્વ. રાજીવ ગાંધીજીના પ્રયત્નોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત મળી અને આજે તે ૫૦% સુધી પહોંચી છે. આ પગલાં લોકશાહી અને સમાનતા માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ગુજરાતમાં ટ્રિપલ એન્જિન સરકાર છે. કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે બિરાજમાન છે.તેમ છતાં સુરત શહેર જ્યાં આખા દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી લોકો આવીને વસ્યા છે અને જેમના પરસેવાથી સુરતનો વિકાસ અને અર્થતંત્ર ધબકે છે, ત્યાં લોકોની ભારે અવગણના થઈ રહી છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા એ.આઈ.સી.સી. પ્રભારીશ્રી કે.કે. શાસ્ત્રીજી, સોશીયલ મીડીયા સેલના ચેરમેનશ્રી ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
૧૮-૦૪-૨૦૨૬
· ગુજરાતમાં મનરેગા વેતન સંકટ:ભાજપ સરકારની બેદરકારીથી લાખો ગ્રામીણ પરિવારો ભૂખ્યા રહેવા મજબુર બન્યા.
· ગુજરાતમાં મનરેગાના લાખો શ્રમિકોને ત્રણ મહિનાની મજૂરી વેતન ચૂકવાયા નથી જ્યારે, મનરેગાના કાર્યરત ૩૦૦૦ કર્મચારીઓને છ મહિનાનુ વેતન ચુકવાયું નથી.
· મનરેગા ગ્રામીણ પરિવારો માટે જીવનરેખા હતી તે આજે ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા અને ગરીબો પ્રત્યેની ઉદાસીનતાનું પ્રતીક બની ગયું છે.
ગુજરાતમાં મનરેગાના લાખો શ્રમિકોને ત્રણ મહિનાની મજૂરી વેતન ચૂકવાયા નથી જ્યારે, મનરેગાના કાર્યરત ૩૦૦૦ કર્મચારીઓને છ મહિનાનુ વેતન ચુકવાયું નથી. સાથેસાથે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS)ના શ્રમિકો માટે વાર્ષિક વેતન વધારાને અટકાવી દેવામાં આવ્યો છે આ નિર્ણય ગુજરાતના લાખો ગરીબ ગ્રામીણ પરિવારોને સૌથી વધુ અસર કરશે. કેન્દ્રની મોદી સરકાર ભાજપ સરકારની ગરીબ-શ્રમિક અને ગ્રામ્ય વિરોધી નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે, મનરેગાએ ડૉ. મનમોહનસિંઘના વડપણ હેઠળ કોંગ્રેસ સરકારની ઐતિહાસિક પહેલ હતી જેણે દરેક ગ્રામીણ પરિવારને ૧૦૦ દિવસની વેતન રોજગારીની બાંયધરી આપી અને લાખો લોકોને ગૌરવ આપ્યું. ભાજપા કેન્દ્ર તેમજ ગુજરાતની ભાજપા સરકારે મનરેગાને વ્યવસ્થિત રીતે નબળી પાડી છે, અપૂરતું ભંડોળ, અધિકારીશાહી વિલંબ અને વેતન વ્યવસ્થાની જાણી જોઈને તોડફોડ દ્વારા. પરિણામ આજે સ્પષ્ટ છે. તડકામાં કામ કરનારા શ્રમિકોને ખાલી ખિસ્સા સાથે સજા મળી રહી છે જ્યારે ભાજપ સરકાર મૌન જોતી રહી છે. ભાજપ સરકારને ગરીબો માટેની યોજનાને તેમના શોષણના હથિયારમાં ફેરવવા નહીં દઈએ. એક દાયકાથી વધુ સમયમાં પ્રથમ વખત, કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલયે ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષ માટે સુધારેલા મનરેગા વેતનની સૂચના આપવાનો ઇરાદાપૂર્વક ઇન્કાર કર્યો છે. રાષ્ટ્રીય સ્તરે ૧૧.૦૩ કરોડ સક્રિય શ્રમિકો અને ૫.૩૪ કરોડ પરિવારો (૭.૨ કરોડ વ્યક્તિઓ) જેઓ ૨૦૨૫-૨૬માં આ યોજના પર આધારિત હતા, તેઓ હવે અનિશ્ચિતતામાં મૂકાઈ ગયા છે જ્યારે કેન્દ્ર તેના નવા VB-GRAMG Act, ૨૦૨૫ને લાગુ કરવા માટે ઉતાવળ કરી રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારે મનરેગામાં નાણાંની ફાળવણીમાં સતત ઘટાડો કરીને ભારે નુકસાન કર્યું છે.
ગુજરાતમાં અસર વિનાશક છે, ભાજપ સરકારની શ્રમિક વિરોધી માનસિકતાના લીધે ગુજરાતમાં મનરેગામાં કામ કરતા શ્રમિકોને ૧૦૦ દિવસને બદલે માત્ર ૨૧ થી ૨૪ દિવસ જ કામ મળી રહ્યું છે. શ્રમિકોને વેતન પણ અન્ય રાજ્ય કરતા ઓછુ મળી રહ્યું છે. ગ્રામ વિકાસ મંત્રાલયના અધિકૃત આંકડા અનુસાર, ગુજરાતમાં ૯૮.૮૪ લાખ MGNREGA શ્રમિકો નોંધાયેલા છે, જેમાંથી ૨૦.૬૯ લાખ શ્રમિકો સક્રિય છે. છતાં પણ સેંકડો કરોડના વેતન બાકી છે. સૌરાષ્ટ્ર અને અંબાજી થી ઉમરગામ જેવા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં શ્રમિકો જેમાં મોટાભાગની અનુસૂચિત જનજાતિની મહિલાઓ છે જેઓ સક્રિય કાર્યબળના ૪૫.૭% છે. લોન લેવા, જરૂરી વસ્તુઓમાં કાપ મૂકવા અને પરિવારને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ “વહીવટી વિલંબ” નથી; આ ગુનાહિત બેદરકારી છે. ગ્રામીણ ગરીબો આ યોજના પર મોટા પાયે આધારિત છે. બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, તાપી, કચ્છ, વલસાડ, નવસારી અને સુરત જેવા પછાત અને આદિવાસી વર્ચસ્વવાળા જિલ્લાઓમાં સૌથી વધુ આધાર છે, જ્યાં ભૂમિહીન મજૂરો, નાના ખેડૂતો અને ખાસ કરીને મહિલા શ્રમિકો મનરેગા દ્વારા તેમની એકમાત્ર સન્માનજનક આવક મેળવે છે.
એક ઐતિહાસિક મનરેગા રોજગાર કાયદો કોંગ્રેસ દ્વારા અપાયો છે જેણે સૌથી ગરીબોને સન્માન અને જીવનનિર્વાહની સુરક્ષા આપી. ૨૦૧૩થી દર વર્ષે વેતનને કૃષિ મજૂરો માટેના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-AL) આધારે ફેબ્રુઆરી-માર્ચમાં સુધારવામાં આવતું હતું જેથી શ્રમિકોને મોંઘવારીથી બચાવી શકાય. મોદી સરકારે હવે આ વચન તોડ્યું છે. તે એક સાબિત, અધિકાર આધારિત કાયદાને નવી, અજમાયશી યોજના સાથે બદલવા માંગે છે.
કોંગ્રેસ માંગ કરે છે કે, ૨૦૨૬-૨૭ માટે સુધારેલા મનરેગા વેતનની તાત્કાલિક સૂચના સાથે ગુજરાતના શ્રમિકોને લાગુ પડતો પૂર્ણ મોંઘવારી-સંબંધિત વધારો, ખાતરી કરવી કે નવી યોજનામાં સંક્રમણ દરમિયાન ગુજરાતમાં કોઈ શ્રમિક એક પણ દિવસની મજૂરી અથવા વ્યક્તિ-દિવસ ગુમાવશે નહીં, વીબીજી રામજી કાયદો પર પૂર્ણ પારદર્શિતા મનરેગા હેઠળ ગુજરાતના કાર્યકરોના અસ્તિત્વમાંના કાનૂની અધિકારોનું શું થશે?
હવે સ્પષ્ટ છે. તે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશના ગ્રામિણ હિત માટે ઐતિહાસિક રોજગાર ગેરંટી, મનરેગાને લાગુ કર્યો હતો. જેને મોદી સરકારનો અહંકાર તોડવા માંગે છે ગુજરાતના સૌથી ગરીબોને સશક્ત બનાવ્યા હતા તેમને યોગ્ય વેતન અને સન્માન આપ્યા. કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ગ્રામીણ ગરીબોના જીવન સાથે રાજકારણ કરે છે. કોંગ્રેસપક્ષ ગુજરાતના લોકોને અપીલ કરે છે કે ભાજપાની આ ગરીબ-વિરોધી માનસિકતાને ઓળખે. એક સમયે મનરેગા ગ્રામીણ પરિવારો માટે જીવનરેખા હતી તે આજે ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા અને ગરીબો પ્રત્યેની ઉદાસીનતાનું પ્રતીક બની ગયું છે.
૧૪-૦૪-૨૦૨૬
માતરના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહજી સોલંકીનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત
· રાજ્યમાં ચારે બાજુથી ભાજપના ઉમેદવારને જનતા પ્રચાર દરમિયાન જાકારો આપી રહી છે :શ્રી અમિત ચાવડા
· ભાજપ પોલીસ બળનો દૂરઉપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારને ડરાવી અને દબાવી રહી છે :શ્રી અમિત ચાવડા
· બિલ્ડરો, બુટલેગરો અને ભાજપના એજન્ટોને ચેતવણી, કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપી તો ભોગવવા તૈયાર રહજો :શ્રી અમિત ચાવડા
· પોલીસ અને અન્ય અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને ચૂંટણીમાં કામ કરી રહ્યા છે :શ્રી અમિત ચાવડા
· કોંગ્રેસ પ્રતિનિધિમંડળ દ્વારા ચૂંટણી અધિકારીઓને મળીને વિવિધ ગેરરીતિઓ સામે ફરીયાદ કરવામાં આવી. : શ્રી અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના લોકો કોંગ્રેસના ઉમેદવારને દબાવી અને ડરાવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને પ્રચાર દરમિયાન જનતાનો ભારે વિરોધ અને ઝાકારો મળી રહ્યો છે.
પોલીસને ભાજપે કોન્ટ્રાકટ આપ્યો હોય તેમ લઘુમતી વિસ્તાર અને બીજા ગરીબ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખવા પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે. સુરત શહેરમાં પણ અનેક વખત પોલીસ વિભાગ સામે ફરિયાદો કરવા છતાં પોલીસના અધિકારીઓ SOG, LCB ના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા ડરાવા દબાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પહેલા ચૂંટણી પંચને લેખિત અને રૂબરૂ જઈને પણ જાણ કરી છે. પોલીસ અને પ્રશાસન ભેગા થઈને લોકશાહી ખતમ કરી રહ્યા છે. લોકોના બંધારણીય અધિકારો ખતમ કરી રહ્યા છે. ચૂંટણીની પારદર્શકતા હોવી જોઈએ, તટસ્થતા હોવી જોઈએ તે ખતમ થઈ રહી છે.તેમણે ચેતવણી આપતા કહ્યું,પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને જવાબદારી છે લોકશાહીની રક્ષા કરવાની, પારદર્શક રીતે તટસ્થ ચૂંટણી થાય તેની જવાબદારી છે. રાજ્યના તમામ અધિકારી ભાજપના એજન્ટ બનીને કામ કરવાનું બંધ કરો. નહીં તો આવનારા દિવસોમાં એવા કોઈપણ અધિકારીઓને છોડવામાં નહીં આવે.
કોંગ્રેસના ઉમેદવારોને ડરાવા દબાવવાનો જે પ્રયત્ન કરે છે, તેવા ધમકીઓ આપતા અધિકારીઓ, બુટલેગરો,એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાંગુ છુ કે,જે પણ લોકો આમાં સંડોવાયેલા હશે તેવા તમામ લોકોને આવનારા સમયમાં ભોગવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે દેશ લોકશાહીથી અને બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી મળતા આદેશ મુજબ?. તમામ અધિકારીઓને પ્રજાના પરસેવાના ટેક્ષના પૈસાથી પગાર મળે છે. રાજ્યના તમામ અધિકારી પ્રજાના સેવક છે, પ્રજા સાથે બંધાયેલા છે. અમદાવાદના એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. બિલ્ડરો, બુટલેગરો અને ભાજપના એજન્ટોને પણ કહેવા માગીએ કે આવી કોઈપણ પ્રવૃત્તિમાં રસ લેતા નહીં.
શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે માતરના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહજી સોલંકી તથા અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોને વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ આપવામાં આવેલ. આ પ્રસંગે ખેડા જીલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્યશ્રી બિમલભાઈ શાહ, શ્રી પૂર્વ ડીરેક્ટર અમુલ સંજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી નટવરસિંહ ઠાકોર, પૂર્વ ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ચંદ્રશેખર ડાભી, કોંગ્રેસના આગેવાન શ્રી ભરતસિંહ પરમાર, ખેડા જીલ્લા પ્રભારી શ્રી નટવરસિંહ મહિડા, શ્રી નવીનભાઈ ભાવસાર, શ્રી ઐયુબખાન પઠાણ, શ્રી દિગ્વીજયસિંહ ગોહિલ, શ્રી દિનેશભાઈ રાઠોડ, શ્રી મુન્નાભાઈ સંધાણાવાલા, એડવોકેટશ્રી ગુલરેજ સૈયદ પદાધિકારીઓ તથા કાર્યકરોને ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું.
————————————————–
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહી પર હુમલા સમાન ગેરનીતિઓ સામે ફરિયાદ
· કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા છે તથા વિરોધ પક્ષના ઉમેદવારો સામે રજૂ કરાયેલા વાંધાઓને પણ જાણબૂઝીને અવગણવામાં આવ્યા છે, જે લોકશાહી પ્રક્રિયાને ખંડિત કરતી ગંભીર ઘટના છે. : શ્રી અમિતભાઈ ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિઓ અને લોકશાહી મૂલ્યોના ભંગ મુદ્દે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા છે તથા વિરોધ પક્ષના ઉમેદવારો સામે રજૂ કરાયેલા વાંધાઓને પણ જાણબૂઝીને અવગણવામાં આવ્યા છે, જે લોકશાહી પ્રક્રિયાને ખંડિત કરતી ગંભીર ઘટના છે.
આ ઉપરાંત, સત્તા પક્ષ દ્વારા ઉમેદવારોને ધાકધમકી આપવી, લોભ-લાલચ અને વિવિધ પ્રલોભનો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં, પોલીસ અને વહીવટી તંત્રના દુરુપયોગ દ્વારા ઉમેદવારોના દરખાસ્ત રજૂ કરનાર અને તેમના ટેકેદારોને ઉપાડી લઈ જવા જેવા અત્યંત ગંભીર અને ચિંતાજનક બનાવો સામે આવ્યા છે, જે ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે
આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, CWCના સભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, CEC સભ્ય અને પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, લીગલ સેલના આગેવાનશ્રી યોગેશભાઈ રવાણી, શ્રી નિકુંજભાઈ બલર, પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી નીશીતભાઈ વ્યાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, આગેવાનશ્રી નવીનભાઈ ભાવસાર(મામા) સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી સચિવશ્રીને મળી સત્તાવાર ફરિયાદ નોંધાવીને તથા મજબૂત પુરાવાઓ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે અંત સુધી લડત આપશે અને જરૂર પડે તો ન્યાયાલયનો દરવાજો ખખડાવશે.
હેમાંગ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા,
બિડાણઃ રાજ્ય ચૂંટણી આયોગને આપેલ ફરીયાદની નકલ
૯-૦૪-૨૦૨૬
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા
‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી
લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી
આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અલ્પેશ પઢિયાર, આણંદ શહેર પ્રમુખ શ્રી મહર્ષિ પટેલ, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, મીડીયા પ્રવક્તા શ્રી મુકેશ પંચાલ, મીડિયા પેનલિસ્ટ શ્રી વિરેન્દ્રસિંહ ચાવડા દ્વારા આણંદ શહેરનો મેનિફેસ્ટો કોંગ્રેસનું કમિટમેન્ટ રજૂ કરવામાં આવ્યું
તાજેતરના મહિનાઓમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ શહેરના તમામ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દરેક ઘર સુધી પહોંચ્યા હતા અને રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, શહેરમાં જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે જનતાની અપેક્ષાઓ મુજબનું આ વચનપત્ર તૈયાર કરાયું છે. આ કમિટમેન્ટ અભિયાન મુઠ્ઠીભર લોકોના હિત માટે નહીં, પરંતુ આણંદના બહોળા જનસમૂહના હક અને અધિકાર માટે છે.
આજરોજ આ મેનિફેસ્ટો રજૂ કરતા કોંગ્રેસના નેતૃત્વએ જણાવ્યું હતું કે, “આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાયની કટિબદ્ધતા છે. કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે. આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે. દેશના મોટામાં મોટા શહેરથી માંડીને નાનામાં નાના ગામની નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ છે.”
આણંદ શહેર માટે કોંગ્રેસનું કમિટમેન્ટ:
૧. મહિલા અને યુવા રોજગાર:
નવી AC સિટી બસની વ્યવસ્થા ઊભી કરીશું, જેમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને નિઃશુલ્ક મુસાફરી કરાવીશું.
જો મહિલાના નામે ઘરની નોંધણી કરવામાં આવશે, તો તે ઘરનો સંપૂર્ણ ઘરવેરો માફ કરીશું.
યુવાનો આજના જમાનાની સ્કિલ ડેવલપ કરી રોજગારી મેળવી શકે તે હેતુથી દરેક ઝોનમાં AI આધારિત વ્યાવસાયિક કોર્સની નિઃશુલ્ક તાલીમ આપીશું.
નગરપાલિકાની તમામ નોકરીઓમાં તાત્કાલિક અને કાયમી ભરતી કરીશું અને તેમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપીશું.
૨. સ્વાસ્થ્ય:
નગરપાલિકા હસ્તગત નવી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરીશું, જ્યાં ૨૪ કલાકની ઇમર્જન્સી સારવાર, ટ્રોમા સેન્ટર, આઈસીયુ વોર્ડ, ગાયનેકોલોજિસ્ટ, બાળકોના ડોક્ટર, બ્લડ બેંક અને ઓપરેશન સેન્ટર જેવી તમામ સુવિધાઓ ઊભી કરીશું.
હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમની તહેનાતી કરીશું.
વોર્ડ દીઠ ૨૪/૭ સેવા આપતા હેલ્થ સેન્ટર્સ શરૂ કરીશું.
હેલ્થ સેન્ટર્સમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને CT સ્કેન જેવી સુવિધાઓ વિનામૂલ્યે આપીશું.
સિનિયર સિટિઝનોને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવાઓ ફ્રી આપીશું.
૩. પાણી, ગટરવ્યવસ્થા અને સ્વચ્છતા:
શહેરમાં સવારે અને સાંજે બે વખત પૂરતા પ્રેશર સાથે પીવાનું શુદ્ધ પાણી આપીશું.
દિવસમાં બે વખત ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉપાડવાની સુવિધા આપીશું.
શહેરમાં સુનિયોજિત રીતે નવી ગટરરચના કરીશું અને નગરપાલિકામાં આવતા તમામ વિસ્તારોને તેમાં આવરી લઈશું.
૪. શિક્ષણ:
ખાનગી સ્કૂલોને પાછળ પાડી દે તેવી નગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓ બનાવીશું.
શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓનું આધુનિકીકરણ કરીશું અને ‘સ્માર્ટ ક્લાસરૂમ્સ’ થકી શિક્ષણ આપીશું.
તમામ શાળાઓમાં તાત્કાલિક અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરીશું.
૫. નગરરચના:
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદ તથા શ્રી જવાહરલાલ નેહરુજી દ્વારા શિલાન્યાસ કરાયેલ આઝાદ ભારતની પ્રથમ શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરને સ્વતંત્ર રાખવું એ કોંગ્રેસ પક્ષની માંગ છે.
શહેરના દરેક ઝોનમાં રમતગમતના મેદાન બનાવીશું, જ્યાં ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ જેવી રમતોનું નિઃશુલ્ક કોચિંગ આપીશું.
દરેક વોર્ડ દીઠ બાગ અને બગીચા બનાવીશું.
શહેરના તમામ મુખ્ય વિસ્તારોના રસ્તા પહોળા કરીશું અને ત્યાં પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવીશું.
શહેરના તમામ વિસ્તારોને LED સ્ટ્રીટ લાઈટથી કવર કરીશું.
ફેરિયા, લારી-ગલ્લાવાળા, પાથરણાવાળા અને નાના વ્યાપારીઓને લાઈસન્સ આપી વ્યાપારિક માન્યતા આપીશું; સાથે જ દરેક વોર્ડમાં તેમના માટે વિશેષ માર્કેટ ઊભું કરીશું.
સામાન્ય શહેરીજનો માટે મૂળભૂત સુવિધાઓથી સજ્જ સરકારી આવાસો ઊભા કરીશું.
રસ્તે રઝળતા પશુઓ માટે ‘શેલ્ટર હોમ’ની સુવિધા ઊભી કરીશું અને ગાયો માટે વિશેષ ગૌશાળાઓ બનાવીશું.
દરેક નાગરિક પોતાના પ્રસંગ ઉજવી શકે તે હેતુથી બહુમાળી કોમ્યુનિટી હોલ બનાવીશું અને હાલના કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરીશું.
પૂર્વ પટ્ટીના વિસ્તારમાં પાણીની સુવિધા માટે નવી પાણીની ટાંકીનું નિર્માણ કરીશું.
પક્ષના નેતૃત્વએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારો આ મેનિફેસ્ટો એ માત્ર કોઈ વચનપત્ર નથી, આ અમારું આણંદની જનતા સાથેનું ‘કમિટમેન્ટ’ છે, જેને અમે સત્તામાં આવતાની સાથે જ પૂરું કરવા માટે કટિબદ્ધ છીએ.
૦૮-૦૪-૨૦૨૬
ભાજપના ભ્રષ્ટ શાસન અને આદિવાસી વિરોધી નીતિઓથી કંટાળી દાહોદ જિલ્લા ભાજપના દિગ્ગજ આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ દવે,
મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી તથા કો-કન્વીનર શ્રી હેમાંગ રાવલ તથા ગુજરાત યુવક કોંગ્રેસના ઉપ પ્રમુખ શ્રી હર્ષદ નિનામાની ઉપસ્થિતિમાં આજે ભાજપના અગ્રણીઓએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહેલા તમામનું સ્વાગત કર્યું છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે.
ભાજપની આદિવાસી વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવા આજે દાહોદ જિલ્લાના દિગ્ગજ આગેવાનો
* શ્રી મહેશભાઈ કુબાભાઈ મછાર: જિલ્લા પંચાયત સભ્ય (ચાકલીયા), પૂર્વ મહામંત્રી (ઝાલોદ તાલુકા ભાજપ) અને દાહોદ જિલ્લા ભાજપ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન.
* શ્રી જયંતિભાઈ વીરસીભાઈ અંડ: પૂર્વ સરપંચ, ઘોડીયા.
* શ્રી મોહનભાઈ ડામોર અને શ્રી દિનેશભાઈ નિનામા: ભાજપના સક્રિય આગેવાનો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધિવત જોડાયા હતા.
શ્રી મહેશભાઈ મછારે જણાવ્યું હતું કે, ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અને આદિવાસી સમાજની અવગણનાથી કંટાળીને, સમાજના પ્રશ્નોના ઉકેલ માટે અમે કોંગ્રેસની વિચારધારાનો સાથ સ્વીકાર્યો છે.
આ પ્રસંગે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા આગેવાનશ્રીઓને આવકારતા મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સતત પ્રજાલક્ષી કાર્યક્રમો અને લોકો સાથેના જીવંત જનસંપર્કના કારણે આજે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ સતત લૂંટાઈ રહ્યા છે. ખાસ કરીને અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ભાજપના એક પછી એક કાંડ અને કૌભાંડો ખુલી રહ્યા છે. છોટા ઉદેપુરની નકલી કચેરી હોય કે દાહોદમાં ટ્રાઈબલ સબ-પ્લાનના નાણાં બારોબાર સગેવગે કરવાનું પાપ હોય, ભાજપના મંત્રીઓ અને સંત્રીઓએ લૂંટનો કારોબાર ચલાવ્યો છે. મનરેગા કૌભાંડ દ્વારા ગરીબોના હક છીનવવામાં આવ્યા છે. આદિવાસી સમાજને જંગલની જમીન, શિક્ષણ અને રોજગારના મળવાપાત્ર અધિકારોથી વંચિત રાખવાનું કામ આ સરકારે કર્યું છે. કોંગ્રેસે હંમેશા કમિટમેન્ટ સાથે આદિવાસી સમાજને વન અધિકાર કાયદો અને પેસા એક્ટ (PESA Act) દ્વારા મજબૂત બનાવવાની કોશિશ કરી છે.
હેમાંગ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા,
———————————————————–
અખબારી યાદી
તા. ૦૮-૦૪-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસ દ્વારા જનતાના સૂચનોને આધારે તૈયાર કરેલો
‘જનતાનો મેનિફેસ્ટો – કોંગ્રેસનું કમિટમેન્ટ’ રજુ કરવામાં આવ્યું.
‘જનમંચ’થકી નવસારીના પ્રશ્નોને વાચા આપી
નવસારી:
નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, મીડિયા પ્રવક્તા મહાદેવ દેસાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ એ ડી પટેલ, પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ માળી, વિરેન્દ્રભાઈ દેસાઈ, બીપીનભાઈ રાઠોડ, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, પ્રભાબેન વલસાડયા, હેમલતાબેન ડુંગરિયા, પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી જય પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ નવસારી શહેરના દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે આ ઐતિહાસિક મેનિફેસ્ટો તૈયાર કરાયો છે.
રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે, જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે આ કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ઉમેર્યું હતું કે, “આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે. કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ રહ્યો છે કે તેણે જે વચનો આપ્યા છે તે હંમેશા પૂરા કર્યા છે. આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે.”
નવસારી કોંગ્રેસનું કમિટમેન્ટ:
૧. શિક્ષણમાં નવસારી રહેશે અવ્વલ: નવસારી મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને આધુનિક બનાવી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું સર્વોચ્ચ શિક્ષણ આપીશું. તમામ શાળાઓમાં ફિઝિકલ અને ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરીશું તથા શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતી અને વિદ્યાર્થી સહાયતા કેન્દ્રો કાર્યરત કરીશું.
૨. સ્વાસ્થ્યની ઉત્તમ સુવિધાઓ: વડીલોને ડાયાબિટીસ-બીપીની દવાઓ મફત આપીશું. દરેક વોર્ડમાં ૨૪/૭ આધુનિક હેલ્થ સેન્ટરો શરૂ કરી એક્સ-રે, CT સ્કેન અને બ્લડ ટેસ્ટ ફ્રી કરીશું. પૂરતા જથ્થાવાળી સરકારી દવાની દુકાનો અને બહેનો માટે વિશેષ ‘પિન્ક ટોઈલેટ’ બનાવી તેનું મેન્ટેનન્સ કોર્પોરેશન હસ્તક રાખીશું.
૩. સ્વચ્છ શહેર અને સુઘડ રસ્તા: શહેરમાં દિવસમાં બે વખત ડોર-ટુ-ડોર કચરો ઉપાડીશું. મજબૂત રસ્તાઓ બનાવીશું અને તેની ગુણવત્તાનું ‘જનતા ઓડિટ’ કરી જવાબદાર અધિકારી-કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈશું. ૨૦ વર્ષના આયોજન સાથે ટ્રાફિક મેનેજમેન્ટનો માસ્ટર પ્લાન અમલી બનાવીશું.
૪. સૌને ઘરનું ઘર: સામાન્ય નાગરિકો માટે પારદર્શક સરકારી આવાસ બનાવીશું. ‘પહેલા રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશન’ના સિદ્ધાંત સાથે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર નહીં તોડીએ અને સ્લમ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડીશું.
૫. પાણીની સુવિધા: વરસાદી પાણીના નિકાલ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી નવી નગરરચના કરીશું. શહેરીજનોને દિવસમાં બે વખત પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડીશું.
૬. મહિલા સન્માન અને કલ્યાણ: સિટી બસમાં મહિલાઓની મુસાફરી સંપૂર્ણ ફ્રી કરીશું. મહિલા સુરક્ષા માટે ૨૪/૭ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરીશું અને મહિલાઓના નામે નોંધાયેલા વાહનોનો રોડ ટેક્સ માફ કરીશું.
૭. સશક્ત અને પગભર યુવાન: કોર્પોરેશનમાં તમામ ખાલી પદો પર તાત્કાલિક કાયમી ભરતી કરી સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપીશું. રમતગમતના મેદાનો, બગીચાઓ, સ્વિમિંગ પૂલ અને જીમખાનાનું આધુનિકીકરણ કરી તેને અન્ય હેતુ માટે ભાડે આપવાનું બંધ કરીશું.
૮. સૌનું માન, સૌનું સન્માન: લારી-ગલ્લા ધારકોને સ્માર્ટ કાર્ડ આપી ‘વેન્ડર ઝોન’ દ્વારા વ્યાપારિક ઓળખ આપીશું. ૫૦ મીટરથી નાના મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં ૫૦% રાહત અને નવા વિસ્તારોને સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ મુક્તિ આપીશું. પૂર્ણા નદીનું ડીપનિંગ-વાઈડનિંગ કરી શહેરને પૂરથી બચાવવા પ્રોટેક્શન વોલ અને તળાવ બચાવવા ટાસ્ક ફોર્સ બનાવીશું.
અમારો આ મેનિફેસ્ટો એ માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ
૦૭-૦૪-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસ દ્વારા જનતાના સૂચનોના આધારે ૧૫ મહાનગરો માટે ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર
વડોદરા, મહેસાણા, નડીયાદ, મોરબી, વાપી શહેર માટે
“કોંગ્રેસના કમિટમેન્ટ” સાથે હકીકતલક્ષી વિકાસનો સ્પષ્ટ રોડમેપ જાહેર કરાયો.
· જન આક્રોશ યાત્રા, કોંગ્રેસ આપને દ્વાર, જનમંચ થકી પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલ જનતાનો મેનિફેસ્ટો એટલે કોંગ્રેસનું કમિટમેન્ટ
· શહેરોના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાય માટેનો સંકલ્પ પરંપરાગત વચનપત્ર નથી, પરંતુ ગુજરાતના લાખો નાગરિકોના વિશ્વાસ, આશાઓ અને અપેક્ષાઓનો દસ્તાવેજ છે.
· આ મેનિફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ” એક સ્પષ્ટ રોડમેપ છે. સમયબદ્ધ, હકીકતલક્ષી, જવાબદારીપૂર્ણ અને પારદર્શક અમલીકરણ માટે વિઝન સાથેની બ્લુપ્રિન્ટ છે.
· જનતા વિશ્વાસ રાખે કે, આ માત્ર વચન નથી,તેમના જીવનમાં સુધારો લાવવાનો કોંગ્રેસનો અડગ નિર્ધાર છે.
ગુજરાત કોંગ્રેસે જનતાના સૂચનોને આધારે મહાનગરો માટે ‘જનતાનો મેનિફેસ્ટો’ રજૂ કર્યો; ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ થકી જનતાના પ્રશ્નોને વાચા આપી
ગુજરાત: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે આ ઐતિહાસિક મેનિફેસ્ટો તૈયાર કરાયો છે.
રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે, જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે આ કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ઉમેર્યું હતું કે, આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે.”
વડોદરા, મહેસાણા, નડીયાદ, મોરબી, વાપી શહેર વિશિષ્ટ કોંગ્રેસના કમિટમેન્ટ
· સંસ્કારનગરી વડોદરા: વડોદરામાં વહીવટી પારદર્શિતા લાવવા માટે ટેન્ડરોમાં થયેલા ભ્રષ્ટાચાર સામે ‘શ્વેત પત્ર’ જાહેર કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને પૂર નિયંત્રણ માટે ‘મેગા વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી શહેરને કાયમી રાહત અપાશે. વડોદરા શહેર કોંગ્રેસના કમિટમેન્ટ મેનિફેસ્ટો કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર શ્રી હિંમતસિંહ પટેલ, શહેર પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું ભાઈ), પ્રદેશ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજ કઠવાડિયા, શ્રી નરેન્દ્ર રાવત, શ્રી નિશાંત રાવલ સહિત કોર્પોરેટરશ્રીઓ તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
· મહેસાણા શહેર: મહેસાણામાં મહિલા સશક્તિકરણ માટે તેમના નામે નોંધાયેલી મિલકત પર ઘરવેરામાં ૫૦% રાહત આપવામાં આવશે. વર્ષો જૂના ગટરના પ્રશ્નોના નિકાલ માટે આધુનિક એસ.ટી.પી. પ્લાન્ટ અને નવી લાઈનો નાખી ઐતિહાસિક તળાવોનું સૌંદર્યીકરણ કરાશે. મહેસાણા શહેરમાં કોંગ્રેસના કમિટમેન્ટ મેનિફેસ્ટો લોન્ચિંગ કોંગ્રેસના કમિટમેન્ટ કાર્યક્રમ માં રાષ્ટ્રીય કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય અને પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર, મહેસાણા શહેર પ્રમુખશ્રી જયદીપસિંહ ડાભી, મીડિયા પ્રવક્તા શ્રી યુવરાજસિંહ રાણા, મહેસાણા પ્રભારી શ્રી અશોક પટેલ સહિતના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
· નડિયાદ શહેર: નડિયાદમાં શિક્ષણ ક્રાંતિ હેઠળ દરેક ઝોનમાં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમની આધુનિક શાળાઓ શરૂ કરાશે. મહાનગરપાલિકામાં નવા ભળેલા ગામોને આગામી ૫ વર્ષ સુધી તમામ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપી પાયાની સુવિધાઓથી સજ્જ કરાશે. નડિયાદ શહેર મેનિફેસ્ટો લોન્ચિંગ કાર્યક્રમમાં નડિયાદ શહેર પ્રમુખ શ્રી હાર્દિક ભટ્ટ, ખેડા જિલ્લા મહાંમત્રી શ્રી ગોકુલ શાહ, પ્રદેશ પ્રવક્તા ડૉ અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા
· વાપી શહેર: વાપીમાં ઔદ્યોગિક પ્રદૂષણ રોકવા કેમિકલયુક્ત પાણીને જળાશયોમાં ઠલવાતું સખત રીતે અટકાવી ઇન્ડસ્ટ્રિયલ અને ફાયર સેફ્ટી માટે વિશેષ આયોજન કરાશે. ‘સ્ટ્રોમ વોટર’ લાઈન દ્વારા વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઊભી કરાશે. વાપી શહેર કોંગ્રેસના કમિટમેન્ટ મેનિફેસ્ટો કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ અને પૂર્વ સાંસદ શ્રી કિશનભાઇ પટેલ, વાપી શહેર પ્રમુખ શ્રી મહેશભાઈ શાહ, શહેર વિરોધ પક્ષ નેતાશ્રી ખંડુભાઈ પટેલ, મીડિયા પ્રવક્તા શ્રી અનુપ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
· મોરબી શહેર: મોરબીની મચ્છુ નદીનું શુદ્ધિકરણ કરી આધુનિક રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. શ્રમિકોના ઉત્થાન માટે ‘શ્રમિક રત્ન હેલ્પલાઈન’ શરૂ કરી તેમને સરકારની તમામ પાયાની સુવિધાઓ અને નિઃશુલ્ક પરિવહનનો લાભ સુનિશ્ચિત કરાશે. મોરબી શહેર કોંગ્રેસના કમિટમેન્ટ મેનિફેસ્ટો લોન્ચિંગ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી નયનભાઈ અધારા, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ શહેરોમાં આંતરમાળખાકીય સુવિધાઓ સુધારવા માટે કોંગ્રેસે મક્કમ નિર્ધાર કર્યો છે. દરેક ઘરમાં દિવસમાં બે વખત પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે અને પીવાની લાઈનો તથા ગટરની લાઈનો સંપૂર્ણ અલગ કરી ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે. “ખાડામુક્ત શહેર” ના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ કરી ટ્રાફિક સમસ્યા નિવારવા આધુનિક માસ્ટર પ્લાન અને પાર્કિંગ સુવિધાઓ ઊભી કરાશે. વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે ભ્રષ્ટાચાર સામે ‘શ્વેત પત્ર’ જાહેર કરવામાં આવશે અને ‘જનતા ઓડિટ’ દ્વારા વિકાસના કામોની ગુણવત્તા તપાસવાની સત્તા સીધી જનતાને સોંપવામાં આવશે.
સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે મહાનગરપાલિકાઓમાં ખાલી પડેલી તમામ કાયમી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી સ્થાનિક યુવાનોને રોજગારી અપાશે. દરેક વોર્ડમાં આધુનિક સ્માર્ટ સ્કૂલ અને ૨૪ કલાક કાર્યરત હેલ્થ સેન્ટરો શરૂ કરી મફત નિદાનની સુવિધા અપાશે. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વડીલો માટે સિટી બસમાં મુસાફરી સંપૂર્ણ મફત રાખવામાં આવશે અને સિનિયર સિટિઝનોને ફ્રી હેલ્થ ચેકઅપ તથા દવાઓ પૂરી પાડવામાં આવશે. નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને લાઈસન્સ આપી ‘વેન્ડર ઝોન’ દ્વારા વ્યાપારિક સુરક્ષા અને ગૌરવ પ્રદાન કરવામાં આવશે.
આ મેનિફેસ્ટો એ માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ.
૦૬-૦૪-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસ દ્વારા જનતાના સૂચનોના આધારે ૧૫ મહાનગરો માટે ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર
અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદરમાં
“કોંગ્રેસના કમિટમેન્ટ” સાથે હકીકતલક્ષી વિકાસનો સ્પષ્ટ રોડમેપ જાહેર કરાયો.
• ‘જનતાનો મેનિફેસ્ટો’ કોઈ પરંપરાગત વચનપત્ર નથી, પરંતુ ગુજરાતના લાખો નાગરિકોના વિશ્વાસ, આશાઓ અને અપેક્ષાઓનો દસ્તાવેજ છે.
• આ મેનિફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ” એક સ્પષ્ટ રોડમેપ છે. સમયબદ્ધ, હકીકતલક્ષી, જવાબદારીપૂર્ણ અને પારદર્શક અમલીકરણ માટે વિઝન સાથેની બ્લુપ્રિન્ટ છે.
• ગુજરાતની જનતા વિશ્વાસ રાખે કે આ માત્ર વચન નથી, આ તેમના જીવનમાં સુધારો લાવવાનો કોંગ્રેસનો અડગ નિર્ધાર છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, મેનીફેસ્ટો કમિટીના ચેરમેન અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેશ પરમાર, શહેર પ્રમુખ શ્રી સોનલબેન પટેલ, કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા શ્રી શહેઝાદખાન પઠાણ, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, પૂર્વ મેયર શ્રી હિંમતસિંહ પટેલ, સુરત ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય અને પૂર્વ સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક, શહેર પ્રમુખ શ્રી વિપુલ ઉધનાવાલા, પ્રવક્તા શ્રી નૈષધ દેસાઈ, રાજકોટ ખાતે શહેર પ્રમુખ શ્રી રાજદીપસિંહ જાડેજા, શ્રી વશરામ સાગઠીયા, ડો. હેમાંગ વસાવડા, શ્રી મહેશ રાજપૂત સુરેન્દ્રનગર ખાતે શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી ભલજીભાઈ સોલંકી, ભાવનગર ખાતે શહેર પ્રમુખ શ્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા), વિરોધ પક્ષના નેતા શ્રી જીતેન્દ્રભાઈ સોલંકી, જામનગર ખાતે શહેર પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા શ્રી ધવલભાઈ નંદા, પ્રવક્તા શ્રી પ્રગતિબેન આહીર, પોરબંદર ખાતે શહેર પ્રમુખ શ્રી રાજવીર બાપોદરા સહિતના આગેવાનશ્રીઓએ “કોંગ્રેસનું કમીટમેન્ટ” મેનીફેસ્ટોનું લોન્ચિંગ કર્યું હતું.
‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ અભિયાન દ્વારા લોકો સુધી સીધો સંપર્ક સાધી, તેમના જીવન સાથે જોડાયેલા પ્રશ્નોને સમજવામાં આવ્યા અને તેના આધારે આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. આ માત્ર રાજકીય દસ્તાવેજ નથી, પરંતુ જનતા સાથેનો જીવંત સંવાદ અને જવાબદારીનું પ્રતિબિંબ છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર શહેરોમાં આ મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. દરેક શહેર માટે તેના સ્થાનિક પ્રશ્નો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કમિટમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે આગામી દિવસોમાં બાકીના મહાનગરોના મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવશે.
• શહેરોમાં સ્વચ્છતા અને પર્યાવરણને પ્રાથમિકતા આપતાં કોંગ્રેસે ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની મજબૂત વ્યવસ્થા, નદીઓના શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ વિકાસ, તેમજ ગ્રીન કવર વધારવા માટેના આયોજનનો સમાવેશ કર્યો છે. પ્રદૂષણ ઘટાડવા અને શહેરોને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના દિશામાં સ્પષ્ટ પગલાં લેવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
• પાણી અને નિકાસ વ્યવસ્થાને લઈને દરેક ઘરમાં પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું, પીવાના પાણી અને ગટરની લાઈનોને અલગ કરવી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આધુનિક સ્ટોર્મ વોટર સિસ્ટમ ઉભી કરવાની યોજના રજૂ કરવામાં આવી છે.
• આરોગ્ય ક્ષેત્રમાં વોર્ડ દીઠ ૨૪ કલાક કાર્યરત આધુનિક હેલ્થ સેન્ટરો, મફત નિદાન અને સારવાર સુવિધાઓ, સિનિયર સિટિઝન માટે ફ્રી ચેકઅપ અને શહેરસ્તરે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો ઊભી કરવાની વાત મેનિફેસ્ટોમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.
• શિક્ષણ અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ, ડિજિટલ લાઈબ્રેરી, WiFi ઝોન, AI આધારિત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગની સુવિધા આપવાની સાથે રોજગારલક્ષી તાલીમ કેન્દ્રો ઉભા કરવાની દિશામાં કોંગ્રેસે મજબૂત વચન આપ્યું છે.
• રોજગારના મુદ્દે મહાનગરપાલિકાની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત અને સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા આપવાની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે, જે સીધો યુવાનોને લાભ પહોંચાડશે.
• મહિલા સશક્તિકરણ માટે મિલકત અને વાહન પર ટેક્સમાં રાહતો, પિંક પાર્કિંગ અને પિંક ટોયલેટ જેવી સુવિધાઓ, કામકાજી મહિલાઓ માટે હોસ્ટેલ અને પારણા ઘર, તેમજ મહિલા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે।
• ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે ખાડામુક્ત રસ્તાઓ, ગુણવત્તા માટે જનતા ઓડિટ, નવા ફ્લાયઓવર, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, પાર્કિંગ વ્યવસ્થા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ આયોજન રજૂ કરવામાં આવ્યું છે.
• નાના વેપારીઓ અને શ્રમિકોને કેન્દ્રમાં રાખીને લારી-ગલ્લા અને ફેરિયાઓને કાયદેસર માન્યતા, વેન્ડર ઝોન અને સરળ ટેક્સ સિસ્ટમ ઉભી કરવાની સાથે તેમના જીવનમાં સ્થિરતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
• આવાસ અને નગરરચનામાં ‘પહેલાં રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશન’ની માનવીય નીતિ, ગરીબ અને મધ્યમવર્ગ માટે એફોર્ડેબલ હાઉસિંગ અને નવા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
• સિનિયર સિટિઝન માટે વિશેષ સુવિધાઓ, રમતગમત માટે મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ, તેમજ ડિજિટલ અને પારદર્શક શાસન માટે ઓનલાઈન સેવાઓ અને એન્ટી કરપ્શન મિકેનિઝમ જેવી બાબતો પણ આ મેનિફેસ્ટોમાં સમાવવામાં આવી છે.
અમદાવાદ ખાતે કોંગ્રેસનું કમીટમેન્ટ” મેનીફેસ્ટોનું લોન્ચિંગ દરમ્યાન પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે જાહેરાતોની જગ્યાએ જાહેર હિતનું વિચારવું જોઈએ, અમારો જનતાનો મેનિફેસ્ટો’ કોઈ પરંપરાગત વચનપત્ર નથી, પરંતુ ગુજરાતના લાખો નાગરિકોના વિશ્વાસ, આશાઓ અને અપેક્ષાઓનો દસ્તાવેજ છે. અમે લોકો સુધી જઈને, તેમની વચ્ચે બેસીને, તેમના પ્રશ્નોને સાંભળીને આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. તેથી આ દરેક શબ્દ પાછળ જનતાનો અવાજ અને તેમની લાગણીઓ જોડાયેલી છે. કોંગ્રેસ માટે રાજકારણ માત્ર સત્તા મેળવવાનો રસ્તો નથી, પરંતુ લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનો સંકલ્પ છે.
ઉપસ્થિત સૌ હાજર રહેલ નેતાઓએ એક સૂરમાં કહ્યું હતું કે અમે જે કહી રહ્યા છીએ તે પૂર્ણ કરવા માટે જ કહી રહ્યા છીએ. આ મેનિફેસ્ટો એક સ્પષ્ટ રોડમેપ છે. સમયબદ્ધ, જવાબદારીપૂર્ણ અને પારદર્શક અમલીકરણ માટેની બ્લુપ્રિન્ટ છે. કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારથી જ આ તમામ કમિટમેન્ટ્સને તાત્કાલિક અમલમાં મૂકવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ગુજરાતની જનતા વિશ્વાસ રાખે કે આ માત્ર વચન નથી, આ તેમના જીવનમાં સુધારો લાવવાનો અમારો અડગ નિર્ધાર છે. આ મેનિફેસ્ટો સાથે કોંગ્રેસ જનતા પાસે વિશ્વાસ માંગે છે અને બદલામાં જવાબદારીપૂર્વકનું શાસન આપવાનો દૃઢ વિશ્વાસ પણ આપે છે.
ગુજરાત કોંગ્રેસનો આ ‘જનતાનો મેનિફેસ્ટો’ માત્ર રાજકીય દસ્તાવેજ નહીં, પરંતુ પ્રજાલક્ષી શાસન તરફનું એક મજબૂત પગલું છે, જે આવનારા સમયમાં ગુજરાતના શહેરોના વિકાસ અને સુખાકારી માટે માર્ગદર્શક સાબિત થશે.
હેમાંગ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા,
૯૮૯૮૨૩૩૦૩૮
બીડાણ:
અમદાવાદ શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
સુરત શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
રાજકોટ શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
જામનગર શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
ભાવનગર શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
સુરેન્દ્રનગર શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
પોરબંદર શહેરનો મેનીફેસ્ટો “કોંગ્રેસનું કમીટમેન્ટ”
૦૩ એપ્રિલ, ૨૦૨૬
ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ: ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર પ્રશ્નચિહ્ન
• ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિશ્ચિત કરવાની છે. : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ લાગુ થયેલી આદર્શ આચારસંહિતાના શાસક પક્ષ દ્વારા થઈ રહેલા ગંભીર અને વ્યાપક ઉલ્લંઘનો અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩(ડ) અને ૨૪૩(વક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાની સંવિધાનિક જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ પડે છે અને તે દરમિયાન સરકાર, શાસક પક્ષ અથવા જાહેર સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર કે લાભ મેળવવાનો પ્રયાસ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. છતાંય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી દર્શાવે છે કે આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિશ્ચિત કરવાની છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવું અને તેની અસરકારક દેખરેખ રાખવી આવશ્યક છે. જો આચારસંહિતાના ભંગની ઘટનાઓ સામે સમયસર કાર્યવાહી ન થાય, તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થાય છે.
હેમાંગ રાવલે આક્ષેપ કર્યો કે શાસક પક્ષના પ્રભાવ હેઠળ વિવિધ સરકારી અને અર્ધસરકારી વિભાગો પણ આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે વિગતવાર ઉદાહરણો આપતા જણાવ્યું કે:
૧. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની બસોમાં સરકારની યોજનાઓ સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાઓ પ્રદર્શિત થઈ રહ્યા છે, જે જાહેર નાણાંના ઉપયોગથી પરોક્ષ પ્રચાર સમાન છે.
૨. રાષ્ટ્રીય અને સહકારી બેંકોમાં રાજકીય નેતાઓના ફોટા સાથેના બેનરો અને ATM માં જાહેરાતો હજી દૂર કરવામાં આવ્યા નથી.
૩. પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોના બોર્ડ પર, શ્રમિક ભોજનના કેન્દ્રો પર વડાપ્રધાનશ્રીના અને મુખ્યમંત્રીશ્રીના ફોટા યથાવત્ છે.
૪. ધારાસભ્યો અને કોર્પોરેટરોના ફંડથી થયેલા વિકાસ કાર્યોમાં તેમના નામો અને ઓળખ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી રહી છે.
૫. શહેરો અને તાલુકાઓની જાહેર દીવાલો પર શાસક પક્ષના ચિહ્નો સાથે પેઈન્ટિંગ્સ જોવા મળે છે.
૬. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની અધિકૃત વેબસાઈટ પર વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓના ફોટા યથાવત્ પ્રદર્શિત થઈ રહ્યા છે.
૭. સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ પર રાજકીય નેતાઓના ફોટાવાળા હોર્ડિંગ્સ અને બેનરો યથાવત્ છે.
૮. ખાનગી હોસ્પિટલો ખાતે આયુષ્યમાન યોજના સંબંધિત બોર્ડમાં વડાપ્રધાનનો ફોટો પ્રદર્શિત થઈ રહ્યો છે.
૯. વિવિધ સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકીય નેતાઓના ફોટા દૂર કરવામાં આવ્યા નથી.
આ તમામ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સંબંધિત વિભાગો, પરિવહન વિભાગ, નાણાંકીય સંસ્થાઓ, આરોગ્ય વિભાગ, શૈક્ષણિક તંત્ર, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. દરેક વિભાગના વડા અને સંબંધિત અધિકારીઓની ફરજ છે કે તેઓ ચૂંટણી પંચના આદેશોનું પાલન કરે અને કોઈપણ પ્રકારના રાજકીય પ્રચારને તરત દૂર કરે.
હેમાંગ રાવલે જણાવ્યું કે ચૂંટણી પંચે માત્ર માર્ગદર્શિકા જારી કરીને પોતાની જવાબદારી પૂર્ણ માનવી નહીં, પરંતુ રાજ્યવ્યાપી મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરી, તાત્કાલિક તપાસ કરી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ માટે જિલ્લા સ્તરે વિશેષ ટીમો રચવી, ૨૪ કલાકમાં રિપોર્ટિંગ મિકેનિઝમ અમલમાં મૂકવો અને ઉલ્લંઘન સામે દંડાત્મક પગલાં લેવા જરૂરી છે.
અંતમાં તેમણે રાજ્ય ચૂંટણી આયોગને કડક શબ્દોમાં અપીલ કરી કે આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે, નહીં તો કોંગ્રેસ પાર્ટી લોકશાહી અને ચૂંટણીની પવિત્રતા જાળવવા માટે વધુ કડક પગલાં લેવા મજબૂર થશે.
હેમાંગ મહિપતરામ રાવલ
પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
બીડાણ :
* આચાર સહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ
* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચને કરવામાં આવેલ ફરિયાદની નકલ
૦૨-૦૪-૨૦૨૬
· ગુજરાતમાં પરિવર્તન માટેનો શંખનાદ ફૂંકાઈ ગયો છે :શ્રી અમિત ચાવડા
· ૫ એપ્રિલથી તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરાશે :શ્રી અમિત ચાવડા
· સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કમિશન કમલમ ને કૌભાંડ ના શાસનને ઉખાડી ફેંકીશું. : અમિત ચાવડા
· સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦ ટકા ઉમેદવારો યુવાનો હશે :શ્રી અમિત ચાવડા
· ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે :શ્રી અમિત ચાવડા
રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યારપછી ગુજરાતમાં જનઆક્રોશ યાત્રાના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉઘાડી લૂટ મચાવી છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે અને ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમામ વર્ગ વિસ્તારના લોકો સરકારને બદલવા માટે તૈયાર છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રદેશના નિરીક્ષકો તાલુકાવાર મુલાકાતે ગયા હતા. ત્યાં સંભવિત ઉમેદવારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા, કાર્યકરો સાથે સંવાદ કર્યો અને તમામ સ્તરે સંકલન કરવામાં આવ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા રચાયેલી ચૂંટણી સમિતિઓએ પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે ચાર તારીખથી પ્રદેશ સ્તરે બેઠકની શરૂઆત થશે.પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયાને આખરી સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ પાંચમી તારીખથી તબક્કાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે સમગ્ર ગુજરાતમાં લગભગ દસ હજાર જેટલી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે, ઉમેદવારની પસંદગીમાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાથમિકતા આપવામાં આવશે. શહેર અને જિલ્લા સ્તરે બનેલી ચૂંટણી સમિતિઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રદેશ સમિતિ દ્વારા અંતિમ સંમતિ આપવામાં આવશે.પચાસ ટકા કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે.સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર, લોકોના હક્ક અને અધિકાર માટે લડનાર,પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને બચાવવા માંગે છે, એવા લોકો કોંગ્રેસ પાર્ટી માટે પ્રથમ પસંદગી રહેશે.સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર તાકાત સાથે લોકો વચ્ચે જશે, લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લડત લડશે અને જનતાના આશીર્વાદ સાથે વિજય મેળવવાનો સંકલ્પ કરશે.
દરેક જિલ્લા કક્ષાએ મજબૂત લીગલ ટીમો પણ સક્રિય કરવામાં આવી છે. સામ,દામ, દંડ,અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને દબાણમાં મૂકવાના, ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવાના, તેમજ ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્નો થતા રહે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના તમામ પ્રયત્નોનો મક્કમપણે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.દરેક જિલ્લામાં ટીમોએ પૂર્વ તૈયારી કરી લીધી છે. લીગલ ટીમો પણ સજ્જ છે જેથી કોઈપણ ઉમેદવાર સાથે અયોગ્યતા કે અન્યાય થાય તો તરત જ કાનૂની રીતે કાર્યવાહી કરી શકાય.આ વખતે કોંગ્રેસ પાર્ટીની આખી ટીમ પૂરી તાકાત સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે.
૦૨/૦૪/૨૦૨૬
* એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ મોંઘવારીના ઝટકા પર ઝટકા : જનતાના ખિસ્સા કાપવાની ભાજપ સરકારની નવી શરૂઆત? : ડૉ. મનિષ દોશી
એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ મોંઘવારીના ઝટકા પર ઝટકા થી દેશના ગરીબ સામાન્ય મધ્યમવર્ગના લાખો પરિવારો વધતી જતી મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. શું આ અચ્છે દીન છે ? તેવો ભાજપ સરકારને વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે સૌથી મોટો ઝટકો ત્યારે આવ્યો જ્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ ₹200 વધારી દેવાયો,જે હવે અનેક જગ્યાએ ₹2000 પાર ગયો છે. ચા-થેલાથી લઈને મિડ-ડે મીલ, આંગણવાડી સહિત જાહેર અન્નક્ષેત્રો જેવી સેવાઓ પર તેનો સીધો પ્રભાવ પડવાનું શરુ થઇ ગયું છે. તે સાથે જ હાઇવે ટોલ ટેક્સમાં પણ વધારો થયો છે, ટોલ ટેક્સમાં વધારાથી પરિવહનનો ખર્ચ વધશે. જેના લીધે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, ખાદ્ય પદાર્થમાં વધારા થશે. અંદાજ મુજબ 2026–27માં દેશભરમાં ટોલ વસુલાત ₹80,000 કરોડ સુધી પહોંચી શકે છે.
ઇંધણના ભાવ ખાનગી કંપનીઓ આગળ જેમાં ૨૬ માર્ચે Nayara Energyએ પેટ્રોલ ₹૫.૩૦/લીટર અને ડીઝલ ₹૩/લીટર વધાર્યા, ૩૧ માર્ચે Shell એ ભાવ વધારીને પેટ્રોલ ₹૧૧૨/લીટર અને ડીઝલ ₹૯૮/લીટર કર્યા. પાંચ રાજ્યોની ચૂંટણી બાદ કેન્દ્રની મોદી સરકારની સુચના થી સરકારી તેલ કંપનીઓ પણ ભાવ વધારો ઝીંકશે. મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિ મિત્રોના ૨૬ લાખ કરોડ જેટલી માતબર રકમ માફ કરી દીધી છે. બીજીબાજુ દેશનો સામાન્ય-મધ્યમ વર્ગના ખિસ્સામાંથી પેટ્રોલ ડીઝલમાં સતત એક્સાઈઝ ડયુટીમાં જંગી વધારો ઝીંકીને મોદી સરકારે છેલ્લા ૧૧ વર્ષમાં ૩૫ લાખ કરોડ જેટલી માતબર રકમ દેશની ૧૪૦ કરોડ જનતાના ખિસ્સામાંથી લુંટ કરી છે. રાષ્ટ્રીય બેંકો દ્વારા ઓછા બેલેન્સ અને સેવાના નામે છેલ્લા પાંચ વર્ષમાં ₹ ૨૮૪૯૫ કરોડ જેટલી જંગી રકમ બેંક ખાતા ધારકો / જનતા પાસેથી વસુલાત કરવામાં આવી છે. ભારતીય રેલ્વે દ્વારા પણ જુદી જુદી સુવિધાઓના નામે છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૦૦૦ કરોડ જેટલી જંગી રકમ જનતા પાસેથી વસુલ કરવામાં આવી છે.
ભારતીય રૂપિયા આ વર્ષે ₹ ૯૫ને પાર કરી ગયો છે. ગમે ત્યારે ₹૧૦૦ એટલેકે સદી ફટકારશે. જેનાથી મોંઘવારી વધુ વધશે. ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી બનશે, સોથી મોટી અસર મધ્યાહન ભોજન, આંગણવાડી સહિત જાહેર અન્નક્ષેત્રો, વિદ્યાર્થીઓની હોસ્ટેલ, મેસ-કેન્ટીન સેવાઓ પર સીધી અસર શરુ થઇ ગઈ છે. દેશનો સામાન્ય-મધ્યમ વર્ગના લોનના હપ્તા, ટેક્ષ અને મોંઘવારીના બોજ નીચે ડાબી રહ્યા છે.
એર ટર્બાઈન ફયુલના ભાવમાં વધારો થવાથી હવાઈ મુસાફરી મોંઘી બનશે. ૯૦૦ થી વધુ જરૂરી તાવ, લીવર, કીડની, બ્લડ પ્રેસર, સુગર, એલર્જી, એનીમિયા સહિતના રોગો માટેની દવાઓના ભાવમાં પણ વધારો, સ્પષ્ટપણે દેશના નાગરિકો અને ખાસ કરીને વયોવુધ્ધ નાગરિકો સીધા ભોગ બનશે. કોરોનરી સ્ટેન્ડ જેવા ઉપકરણો પણ મોંઘા થશે.
સ્પીડ પોસ્ટ ચાર્જમાં ૩૪% વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શીયલ ગેસ ભાવવધારાના લીધે પ્લાસ્ટિક, સ્ટીલ, સિરામિક મોંઘા થશે, ખેડૂતો માટે PVC પાઈપ મોંઘા થશે, બિટુમેન ૫૦ ટકા સુધી મોંઘું જે સીધી અસર બાંધકામ પર થશે. ખાતરમાં પણ ભાવ વધારો થઇ રહ્યો છે. ખાતરની અછત શરુ થઇ ગઈ છે. સ્કુલ-કોલેજના પાઠ્યપુસ્તકોમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. માર્બલ, બ્રાસ પાર્ટસ, સિરામિક સહિત ઘણા ઉદ્યોગોમાં મંદી, બંધ અને બેરોજગારીની સ્થિતિ જોવા મળી રહી છે. મજૂરો ફરી ગામડે પાછા જવા મજબૂર થઈ રહ્યા છે.
ભાજપ સરકારની આ નીતિ થી સામાન્ય જનતાને ભારે પડે છે. શું આ છે અચ્છે દીન ? વધતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે સૌથી મોટો સવાલ શું આ આર્થિક પરિસ્થિતિનો જરૂરી ભાગ છે કે પછી સામાન્ય લોકો પર વધતો બોજ?
ભાવ વધારો
કોમર્શીયલ ગેસ સીલીન્ડર
₹. ૨૧૮
પ્રીમીયમ પેટ્રોલ
₹. ૧૧ પ્રતિ લીટર
પ્ર્રીમીયમ ડીઝલ
₹. ૧.૫ પ્રતિ લીટર
દવાઓ (૯૦૦ થી વધુ)
૧૦ ટકા
ટોલ ટેક્ષ
૧૦ ટકા
ફાસ્ટટેગ પાસ
₹. ૭૫
બ્રેડ-બટર-ચપ્પલ
૨૫ ટકા
સિંગ તેલ
₹. ૩૦૦
૦૧-૦૪-૨૦૨૬
· પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. ગુજરાત એનસીપીના પ્રદેશ યુવા વિંગના પૂર્વ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ જોશી, સહિત સોશીયલ મીડીયાના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસ પક્ષમાં તિરંગો ખેસ પહેરી જોડાયા હતા. વડોદરાના વીએચપીના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.
કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે.
૩૦-૦૩-૨૦૨૬
• ભાજપાપ એટલે કમિશન – કટકી – કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર : શ્રી શૈલેષ પરમાર
• અમદાવાદના નાગરિકોને નળ – ગટર – રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.: શ્રી સોનલબેન પટેલ.
• છેલ્લા ૨૦ વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપ પક્ષે શહેરને વિકાસના નામે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચારની ભેટ આપી છે.: શ્રી હિંમત સિંહ પટેલ
• સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ૬ મહાનગરમાં ‘ભાજપાપ’ ભાજપની પાપની પોથી – આરોપનામું રજૂ કયું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સામે તોહમતનામું રજૂ કર્યું હતી. ‘ભાજપાપ’ – ભાજપના પાપની પોથીને રજુ કરતા વિધાનસભા વિપક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની કમિશન – કટકી – કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર છે. જેમાં અમદાવાદના નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ભાજપના ૨૦ વર્ષ ના ૨૦ ભાજપાપ રજૂ કરવામાં આવ્યા, જેમાં ભાજપના કાર્યકાળમાં બેફામ ભ્રષ્ટાચાર, દર વર્ષે શહેરના રસ્તા વરસાદી પાણીથી સ્વિમિંગ પૂલ બને, નળથી જળ નહીં પણ નળથી ગટર વહાવી,આયોજન વગરની રચનાને લીધે શહેરમાં ટ્રાફિક જામ સહિતની વિકટ પરીસ્થિતિ આરોપનામામાં રજૂ કરવામાં આવી. રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઈમારતો બનશે તેવા બણગા ફૂંકતી ભાજપના રાજમાં માત્ર એક જ બિલ્ડિંગ બની છે જે કોર્પોરેશનનો ઓફિસ છે જેમાં કમિશનરશ્રી બેસે છે જે પરંપરાગત રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ શહેર કોટડા બેસતા હતા હવે નવી જગ્યાના કારણે સામાન્ય નાગરિકોને કમિશનરશ્રી મળવું અશક્ય બન્યું છે. કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ એસવીપી હોસ્પિટલ અમીરો માટે બનાવામાં આવી હોય તેવો ઘાટ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ એસવીપીમાં દિવસે દિવસે દર્દીઓની સંખ્યા ઓછ થઈ રહી છે. ખારીકટ કેનાલના વિકાસના નામે મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો. ભાજપમાં ભ્રષ્ટાચારનો બેનમુન નમૂનો હાટકેશ્વર બ્રિજ બનવા અને તોડવા બન્ને માટે અમદાવાદીઓના પરસેવાના રૂપિયા પાણીમાં ગયા છે. ભાજપનો ભ્રષ્ટાચારી ચાલ-ચલન અને ચહેરો નાગરીકો ઓળખી ગયા છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલે જણાવ્યું કે કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં અમદાવાદના નાગરિકોને નળ – ગટર – રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, ભાજપ દ્વારા ટેક્ષમાં સતત વધારો અને ટેક્સની ઢોલ વગાડી ઉઘરાણી થી નાગરિકોનું અપમાનીત કરવામાં આવે છે. સ્મશાન ગૃહ લાકડાની ખરીદીમાં ભ્રષ્ટાચાર , ટાયર અને ગોદડાથી મૃતદેહ બાળી માનવીય મલાજો પણ ભાજપે નથી જાળવ્યો. હાટકેશ્વર બ્રિજ એ ભાજપના ભ્રષ્ટાચારનું મોન્યુમેન્ટ છે. અમદાવાદને શંઘાઇ બનવાના વાયદા જુમલા નીકળ્યા છે. ૧૩ વર્ષમાં વીઆઇપી કલ્ચર જાળવવા બાઉન્સરો અને એજન્સીઓને કરોડો રૂપિયાની લ્હાણી કરાઈ રહી છે. ગરીબ વિરોધી ભાજપ સરકાર સામાન્ય માણસના ઘર પર બુલડોઝર ફેરવી રહી છે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે મૌન સેવે છે. ઐતિહાસિક વી.એસ. હોસ્પિટલને ખંડેર બનાવી દેવામાં આવી છે જેથી ખાનગી હોસ્પિટલો કમાઈ શકે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૨૦ વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપ પક્ષે શહેરને વિકાસના નામે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચારની ભેટ આપી છે.જનતાના ટેક્સના પૈસા સીધા ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે. અમદાવાદ હવે ‘સ્માર્ટ સિટી’ મટીને ‘સ્વીમીંગ સિટી’ અને ‘ખાડા કેપિટલ’ બની ગયું છે. બિલ્ડરો માટે સામાન્ય માણસના ઘર પર બુલડોર ફેરવ્યા, વી.એસ. હોસ્પિટલને ખંડેર બનાવી, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી.મ્યુનિસિપલ શાળાઓને જાણીજોઈને ખતમ કરી ખાનગી શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગરીબ બાળકોનું શિક્ષણ ભાજપે ઝૂંટવી લીધું છે.
ભાજપાપ- ભાજપની પાપની પોથીને રજુ કરતી પત્રકાર પરિષદ રાજકોટ, ભાવનગર, બરોડા, સુરત, જામનગર અને અમદાવાદ એમ કુલ ૬ મહાનગરોમાં કરવામાં આવી આવી હતી જેમાં તમામ મહાનગર પાલિકાઓની મૂળ સમસ્યાઓને રજૂ કરતું આરોપનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, પૂર્વ શહેર પ્રમુખશ્રી પંકજ શાહ, શ્રી નીરવ બક્ષી, મેનિફેસ્ટો કમિટીના સભ્યશ્રી એહસાન શેખ, શ્રી ઈલિયાસ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા.
૮/૦૩/૨૦૨૬
· ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : શ્રી અમિત ચાવડા
· હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર : શ્રી અમિત ચાવડા
· ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી સામાજિક-રાજકીય કાર્યકરો, આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા
· સૌ સાથે મળી ભ્રષ્ટાચાર ખતમ કરવાની લડાઈ લડીશું. : શ્રી અમિત ચાવડા
· ભાજપમાં ભંગાણ, વડોદરા ભાજપના દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં : શ્રી રૂત્વિજ જોષી
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, કમિશન, કમલમ અને કૌભાંડની સત્તા ચાલે છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂટ ચાલી રહી છે. પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તેમાંથી લોકોને મુક્તિ આપવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસકો દિવસને દિવસે ખુલ્લા પડી રહ્યા છે. ચોમાસામાં પૂર આવવાના કારણે તારાજી સર્જાય છે જ્યારે વડોદરાની જનતા અવાજ ઉઠાવે છે ત્યારે એની વાત કોઈ સાંભળવામાં આવતી નથી.
હરણીકાંડ બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર છે. શ્રી આશિષભાઈ જોશીએ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર હોવા છતા સરકાર સામે પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નોના કારણે તેમને પાર્ટીમાંથી દૂર કરવાની કાર્યવાહી થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, આવનારા સમયમાં વડોદરા કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ કરશે.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રૂત્વિજભાઈ જોષીની ઉપસ્થિતીમાં શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં છ ટર્મથી ધારાસભ્ય રહેલા મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી નિલમબેન શ્રીવાસ્તવને ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું. આ સાથે સાથે ધનંજયભાઈ શ્રીવાસ્તવ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. તારીખ ૨૩/૦૩/૨૦૨૬ના રોજ ભાજપના કોર્પોરેટર આશિષભાઈ જોષી અને પારૂલબેન પટેલ પણ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વડોદરાના પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વડોદરાના સહપ્રભારી શ્રી નીરવભાઈ બક્ષી, પ્રદેશ પ્રવક્તા શ્રી નિશાંતભાઈ રાવલ હાજર હતા.
૨૬-૦૩-૨૦૨૬
· અધધ… દેવાદાર રાજ્ય તરીકે ગુજરાતને દેવાળીયા વહીવટની ભેટ આપતા ભાજપ શાસકો.
· કેન્દ્ર દ્વારા અનેક યોજનામાં કરોડો રૂપિયા ઓછા આપીને ગુજરાતને વધુ એકવાર અન્યાય કરતી ડબલ એન્જીનની ભાજપ સરકાર.
· રાજ્ય નાણાં પંચના અહેવાલમાં વિલંબને કારણે ગ્રામીણ વિકાસના કરોડો રૂપિયાથી વંચિત રહેતુ ગુજરાત : ભાજપ સરકારની નિષ્ક્રિયતાનો ભોગ ૧૮૦૦૦ ગામો બન્યાં.
ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના અંતિમ દિવસે રજૂ થયેલા કેગના અહેવાલમાં ચોંકાવનારા આંકડા એ ભાજપ સરકારના દેવાળિયા વહીવટ, નાણાંકીય ગેરરીતિ સહિત અનેક નાણાંકીય કૌભાંડો સાથે અધધ… દેવાદાર રાજ્ય તરીકે ગુજરાતને દેવાળીયા વહીવટની ભેટ આપતા ભાજપ શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ હોવાનું કેગના રીપોર્ટમાં જાહેર થયું છે. ગત વર્ષ કરતા જાહેર દેવામાં ૨૨ હજાર કરોડનો જંગી વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન ૩.૧૧ લાખ કરોડ જે ગત વર્ષ કરતા ૧૬ હજાર કરોડનો વધારો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને વિવિધ યોજના માટે મળતા નાણાં માં ઘટાડો સ્પષ્ટ જણાય છે. આદિજાતિ પેટા વિભાગ માં કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ અને સહાયમાં 2023-2024 માં 1,590.17 કરોડ સામે 2024-2025 માં 1,363 કરોડ જ રાજ્ય સરકારને મળ્યા એટલે કે ગત વર્ષની સરખામણીમાં 226.56 કરોડ ઓછા મળ્યા છે. કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ માં 2023-2024 માં 7540 કરોડ તેની સામે વર્ષ 2024-2025 માં 6712.86 કરોડ મળ્યા. જે ડબલ એન્જીનની ભાજપ સરકારે ગુજરાતને કરેલો વધુ એક અન્યાય છે. શહેરી હવાની ગુણવત્તા બગડતા ૧૦ લાખ થી વધુ વસ્તી વાળા શહેરો માં પાત્રતા કરતા ઓછી રકમ ફળવાઈ જેનાથી શહેરી નાગરિકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં મહેસુલી ખર્ચામાં ૧૦,૩૨૬ કરોડનો વધારો જ્યારે મહેસુલી આવકમાં ૪,૨૦૮ કરોડનો ઘટાડો નોંધાયો છે. નાણાંકીય ગેરશીસ્ત, નિયમોના અનુપાલનના ઉલ્લંઘનને કારણે મહેસુલી પુરાંત માં ૪૩.૪૧ ટકા ઘટાડો થયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૧૧.૬૬ ટકા વસ્તી ગરીબી રેખાથી નીચે જીવન જીવે છે એટલે ગુજરાતમાં ૮૪ લાખ કરતા વધુ નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગુજરાતના ૩.૫૪ કરોડ નાગરિકોને મફત અન્ન યોજનાના લાભાર્થી છે એટલે કે ૫૪ ટકા નાગરિકો ગરીબની વ્યાખ્યામાં છે.
વિકાસના સતત દાવાઓ અને સરકારી મોટી મોટી જાહેરાતો વચ્ચે કેગના અહેવાલે રાજ્યના વિકાસની ગતિ નબળી પડયાનું નોંધ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યની વૃદ્ધી ની ગતિ નબળી પડી છે. રૂપિયા ૧૧૦૮ કરોડની રકમ બારોબાર આવક તરીકે દર્શાવી ક્યાંથી આવી ? કેવી રીતે ? તે નાણાંકીય ગેરશીસ્તનું ઉદાહરણ છે. ચોથા રાજ્ય નાણાં પંચની રચના માં વિલંબના કારણે ૨૦૨૪-૨૫ દરમિયાન પંચાયતી રાજની સંસ્થાઓ ને ઓછું અનુદાન મળ્યું હતું. જેનાથી ગુજરાતના ૧૮૦૦૦ ગામોના પાયાની સુવિધાથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકારે કર્યું છે. આપત્તિ વ્યવસ્થાપન માં કેન્દ્ર સરકારે રાજ્યને ઓછું અનુદાન આપ્યું છે. રાજ્ય સરકારે ૬૩ સરકાર હસ્તકના જાહેર ક્ષેત્રના ઉપક્રમો માં રૂપિયા ૧.૨૪ લાખ કરોડનું રોકાણ કર્યુ. ૬૩ જાહેર ક્ષેત્રના એકમો માં રોકાણ ની સામે માત્ર ૬ એકમોએ વળતર આપ્યું. ઉધાર લીધેલા ૬.૫૩ ટકા ના ભંડોળ સામે માત્ર ૧.૭૫ ટકા વળતર મળ્યું, રોકાણ માં વધારો છતાં વળતર સામાન્ય રહ્યું હતું, બે દાયકા બાદ પણ સરકારી ખર્ચનો હિસાબ રજૂ ન થયો, કેગ દ્વારા સરકારી વિભાગો દ્વારા હિસાબ રજૂ ન થતા ગંભીર ટીકા કરવામાં આવી છે.
વર્ષ ૨૦૦૧-૦૨ થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અપાયેલી રૂપિયા ૭,૪૩૧ કરોડનો હિસાબ રજૂ નથી કર્યો, સરકારના ૧૮ વિભાગો દ્વારા મળેલા અનુદાનો સંદર્ભે ૪,૨૫૮ વપરાશ ના પ્રમાણપત્રો રજૂ ન કરી ને મોટા પાયે નાણાં ક્યાં વપરાયા ? કેવી રીતે વપરાયા ? અથવા તો જે તે યોજનામાં હેતુફેર કરીને ગેરવલ્લે ગયા, ગેરરીતિ થઈ તે બાબતે સરકારી વિભાગોએ ભાગેડુ માનસિકતા બતાવી છે, જેનો કેગ અહેવાલે ખુલ્લો કર્યા છે.
૨૩-૦૩-૨૦૨૬
· ભાજપ સસરકાર અદાણીનું દેવું માફ કરે છે, પંરતુ એક પણ આદિવાસીનું દેવું માફ નથી કર્યું : રાહુલ ગાંધી
· ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી
· BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી
· મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર દેશના ડેટા, કૃષિ ક્ષેત્ર અમેરિકાને આપી દીધું : રાહુલ ગાંધી
· વિકાસના નામે આદિવાસી સમાજના ઘરો પર બુલડોઝર ફેરવી નાખ્યા, દિવસેને દિવસે આદિવાસી સમાજના હક્કો છીનવાઈ રહ્યા છે : રાહુલ ગાંધી
· હું ગુજરાતના આદિવાસી સમાજ અને સામાન્ય લોકોનો અવાજ બુલંદ કરવા હંમેશા ખડે પગે ઉભો છું : રાહુલ ગાંધી
· ભાજપના શાસનના ત્રણ દાયકામાં સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજને થયો : અમિત ચાવડા
· ભાજપ સરકારમાં 20 વર્ષ પછી પણ આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના 50 ટકા અધિકાર નથી મળ્યા : અમિત ચાવડા
· બીજી, ત્રીજી પાર્ટીઓ આવીને આદિવાસી સમાજના મતોનું વિભાજન કરવાનો પ્રયત્ન કરશે : તુષાર ચૌધરી
લોકસભા વિપક્ષના નેતા અને દેશની જનતાનો નીડર અવાજ જનનાયક રાહુલ ગાંધીજી સંસ્કારી નગરી વડોદરાના પ્રવાસે આવ્યા હતા. વડોદરા એરપોર્ટ પર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના આજવા ચોકડી નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઑડિટોરિયમમાં રાહુલ ગાંધીજીની ઉપસ્થિતિમાં “આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન” યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન તેમનું સ્વાગત પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે નૃત્ય કલાકારો સાથે મુલાકાત પણ કરી હતી.
રાહુલ ગાંધીજીએ સંમેલનમાં આદિવાસી સમાજ સાથે સંવાદ કરતા પોતાના સંબોધનની શરૂઆત “આદિવાસી” શબ્દથી કરી. તેમણે જણાવ્યું કે આ શબ્દનો અર્થ ખૂબ જ ઊંડો છે, આદિવાસી એટલે આ દેશના મૂળ નિવાસીઓ અને મૂળ માલિકો છે, હજારો વર્ષ પહેલાં દેશની મોટાભાગની જમીન આદિવાસીઓની માલિકીની હતી, જે ઐતિહાસિક સત્ય છે.તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજનો ઈતિહાસ તેમના જળ, જંગલ અને જમીન ગુમાવવાનો ઈતિહાસ રહ્યો છે. સમય જતાં તેમની પાસેથી સંસાધનો છીનવાયા છે અને આજના સમયમાં “વનવાસી” જેવા શબ્દો દ્વારા તેમની ઓળખને બદલી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. “આદિવાસી” શબ્દ હક્ક અને માલિકી દર્શાવે છે, જ્યારે “વનવાસી” શબ્દ આ હકીકતને નકારી કાઢે છે.
રાહુલ ગાંધીજીએ ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી સમાજ પર દેશનું ઋણ છે, કારણ કે તેમના જમીન, જંગલ અને પાણી તેમની પાસેથી છીનવાયા છે. તેમણે આ બાબતને મહાન આદિવાસી નેતા બિરસા મુંડાના વિચારો સાથે જોડતા જણાવ્યું કે આ પ્રકારના પ્રયાસો તેમના વિચાર પર પણ આક્રમણ સમાન છે.તેમણે આક્ષેપ કર્યો કે વિકાસના નામે વારંવારઆદિવાસીઓની જમીન કબજે કરવામાં આવે છે, પછી તે સ્મારકો માટે હોય કે ખનિજ પ્રોજેક્ટ્સ માટે હોય અને ઘણીવાર યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.
રાહુલ ગાંધીજીએ જાતિ ગણતરી (કાસ્ટ સેન્સસ)ની આવશ્યકતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે દેશની વાસ્તવિક સામાજિક રચનાને સમજવા માટે તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે દેશમાં આશરે 9-10% આદિવાસી, 15% દલિત, 50% અન્ય પછાત વર્ગ અને 15% અલ્પસંખ્યકોનો સમાવેશ થાય છે.તેમણે ખાનગીકરણની નીતિ પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે તેનો લાભ મર્યાદિત લોકો સુધી જ સીમિત છે. સરકારી ક્ષેત્રમાં આરક્ષણ દ્વારા આદિવાસી, દલિત અને પછાત વર્ગોને તક મળતી હતી, જ્યારે ખાનગી ક્ષેત્રમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે.
રાહુલ ગાંધીજીએ કોર્પોરેટ ક્ષેત્રમાં અસમાનતા તરફ ધ્યાન દોર્યું અને જણાવ્યું કે દેશની ટોચની કંપનીઓમાં પછાત વર્ગ, આદિવાસી અને અલ્પસંખ્યકોનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ગેરહાજર છે. તેમણે જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિઓના કર્જા સહેલાઈથી માફ થાય છે, જ્યારે સામાન્ય નાગરિકોને આવી રાહત મળતી નથી.તેમણે જી.એસ.ટી. મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો અને જણાવ્યું કે સામાન્ય લોકો અને મોટા ઉદ્યોગપતિઓ પર સમાન દરે ટેક્સ લાગુ પડે છે, છતાં આવકમાં વિશાળ અસમાનતા છે. રાહુલ ગાંધીજીએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને આર્થિક નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે દેશના મહત્વપૂર્ણ નિર્ણયો વિદેશી પ્રભાવ હેઠળ લેવાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 21મી સદીમાં “ડેટા” સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ છે અને તેનો નિયંત્રણ દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કૃષિ ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક નીતિઓ અંગે સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે દેશના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવવા જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ભારે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. 20 વર્ષ પછી પણ અનેક પરિવારોને જંગલ અધિકાર કાયદા હેઠળ તેમના હકો મળ્યા નથી.વિકાસના નામે તેમની જમીનો કબજે કરવામાં આવી રહી છે. જન આક્રોશ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારમાં જોવા મળ્યું કે, આદિવાસી સમાજના જંગલો છીનવાઈ રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે, જ્યારે “નલ સે જલ” જેવી યોજનાઓમાં પણ ગેરરીતિઓ જોવા મળી રહી છે. શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓની હાલત પણ ચિંતાજનક છે. આદિવાસી સમાજના અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું અગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધી ફરીથી યાત્રાઓ યોજાશે, ઘર-ઘર જઈને લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવશે અને દરેક આદિવાસી ભાઈ-બહેનનો અવાજ બુંલદ કરવામાં આવશે.
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના અધ્યક્ષ ડો. વિક્રાંત ભુરિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સાથે કોંગ્રેસ પક્ષના વિરીષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
૧૯-૦૩-૨૦૨૬
· બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે : બહુ ઓછા યુવાનોને સ્નાતક થયા બાદ નોકરી મળે છે અને તે પણ ઓછા પગારની હોય છે.
· ડીગ્રી છે પણ કામ નથી : દેશમાં ૧.૧ કરોડ સ્નાતકો બેરોજગાર છે, લગભગ અડધા શિક્ષીત યુવાનોને પોતાની યોગ્યતા અનુરૂપ કામ મળતુ નથી.
· ઔદ્યોગિક અને સર્વીસ સેક્ટરમાં રોજગારના સર્જનની ગતિ અત્યંત નબળી અથવા ધીમી રહી છે.
બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે બહુ ઓછા યુવાનોને સ્નાતક થયા બાદ નોકરી મળે છે અને તે પણ ઓછા પગારની હોય છે. ડીગ્રી છે પણ કામ નથી, દેશમાં ૧.૧ કરોડ સ્નાતકો બેરોજગાર છે, લગભગ અડધા શિક્ષીત યુવાનોને પોતાની યોગ્યતા અનુરૂપ કામ મળતુ નથી. ઔદ્યોગિક અને સર્વીસ સેક્ટરમાં રોજગારના સર્જનની ગતિ અત્યંત નબળી અથવા ધીમી રહી છે ત્યારે દેશ અને ગુજરાતમાં વધતી બેરોજગારી અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, “ડેમોગ્રાફિક ડિવિડન્ડ”ની વાતો કરનાર અને દર વર્ષે ૨ કરોડ રોજગાર આપવાનો વાયદો કરનાર મોદી સરકારના ૧૨ વર્ષમાં ૨૪ કરોડ રોજગાર સર્જનને બદલે આજે બેરોજગારી સૌથી ગંભીર સમસ્યા બની છે. છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર દેશના યુવાનો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરે છે. દેશમાં બેરોજગાર યુવાનોમાં આશરે ૬૭ ટકા ગેજ્યુએટ્સ છે. ૧૯ થી ૨૫ વર્ષના સ્નાતક યુવાનોમાં બેરોજગારીનો દર ૩૯.૩૩ ટકા છે, જ્યારે ૨૫ થી ૨૯ વર્ષના સ્નાતકોમાં આ આંકડો લગભગ ૨૦ ટકા સુધી પહોંચ્યો છે. ૨૦૧૭ પછી શિક્ષિત યુવાનોમાં બેરોજગારીની સ્થિતિ સતત વણસી રહી છે. અહેવાલો મુજબ ૨૦૦૪ થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે આશરે ૫૦ લાખ નવા ગ્રેજ્યુએટ્સ ઉમેરાયા છે, જ્યારે રોજગારની તકો માત્ર લગભગ ૨૮ લાખ જેટલી જ વધી છે અને તેમાં પણ માત્ર ૧૭ લાખને પગારદાર નોકરી મળી છે. પરિણામે “ઘણા ગ્રેજ્યુએટ્સ અને ઓછી નોકરીઓ” જેવી સ્થિતિ ઊભી થઈ છે, જે યુવાનોની આવક અને ભવિષ્ય બંને માટે હાનિકારક છે. આ સરકાર દેશના લોકોને લાઈનમાં ઊભા રાખવામાં નિષ્ણાત છે. યુવાનો નોકરી માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ તેઓ પાસે નોકરીઓ નોકરીઓ નથી. લોકોનું ધ્યાન અન્ય ભાજુએ વાળવા સરકાર પાસે અવનવા એજન્ડા લાવ્યા સિવાય વડાપ્રધાન પાસે આ મહાસંકટનો કોઈ ઉકેલ નથી.
ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં મોટા પાયે ખાલી જગ્યા અને બીજી તરફ આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટ અને ફીક્સ-પે ના નામે મોટા પાયે થઈ રહેલા આર્થિક શોષણ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ૨ લાખથી વધુ પદો લાંબા સમયથી ખાલી છે. વર્ષ ૧૯૯૫ બાદ મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે રાજ્યની વસ્તી ૪.૪૮ કરોડથી વધીને ૭.૩૫ કરોડ થઈ ગઈ છે. આ ગેરસમતા સરકારના ગેરવહીવટ અને નિષ્ફળતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. રાજ્યમાં કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને ફિક્સ પેની પ્રથાથી યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. લગભગ ૨૦ ટકા જગ્યાઓ આ પદ્ધતિથી ભરાઈ રહી છે, જેના કારણે “સમાન કામ માટે સમાન વેતન”નો સિદ્ધાંત ખંડિત થાય છે. ગુજરાતમાં ૨.૭૦ લાખ નોંધાયેલા શિક્ષિત બેરોજગાર છે, જ્યારે ૨૫ લાખથી વધુ યુવાનો બેરોજગાર હોવા છતાં નોંધાયેલા નથી. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થાને કારણે યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અનેક યુવાનો પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષો સુધી નિમણૂક માટે રાહ જુએ છે અથવા પ્રક્રિયા અટવાઈ જાય છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ થયેલા હજારો યુવાનો ૨૦૧૧થી આજ સુધી રાહ જોઈ રહ્યા છે અને ઘણા વયમર્યાદા પાર કરી ચૂક્યા છે, જેના કારણે તેમની નોકરી મેળવવાની આશા તૂટી ગઈ છે. ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરી કાયમી ભરતી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે, ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયબદ્ધ બનાવવામાં આવે તથા યુવાનોને સ્થિર અને યોગ્ય રોજગાર આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.
૧૮-૦૩-૨૦૨૬
પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને
સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
· લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે : શ્રી અમિત ચાવડા
· કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે : શ્રી અમિત ચાવડા
· ‘જનાક્રોશ યાત્રા’ દરમ્યાન લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, હવે સમાજના દરેક વર્ગ અને વિસ્તારના લોકો, કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, : શ્રી અમિત ચાવડા
· આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે : શ્રી સી.એ. જયદીપભાઈ પંડ્યા (પૂર્વ પ્રદેશ મહામંત્રી, પ્રદેશ ખજાનચી તથા નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
શ્રી સી.એ. જયદીપભાઈ પંડ્યા, શ્રી ભાવેશભાઈ કાતરિયા, શ્રી નારાયણભાઈ કાનાણી, શ્રી વજાભાઈ બી. આહિર, શ્રી બાબુભાઈ હુંબલ, શ્રી વિરમભાઈ જે. આહિર, શ્રી હમીરભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.
રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી અને વરિષ્ઠ આગેવાન શ્રી કુલદીપ શર્મા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક અને આગેવાનશ્રી કરસનદાસ બાપુ (ભાદરકાવાળા) સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.
આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો અને સામાજીક અગ્રણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા
નામ
અગાઉની ભૂમિકા
સી.એ. જયદીપભાઈ પંડ્યા
પૂર્વ પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી
પૂર્વ પ્રદેશ ખજાનચી, આમ આદમી પાર્ટી
નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી
ભાવેશભાઈ કાતરિયા
સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી
નારાયણભાઈ કાનાણી
સામાજીક આગેવાન તથા ૧૩ વર્ષથી મુદ્રા બાર એસોસીએશનના બિનહરીફ પ્રમુખ
વજાભાઈ બી. આહિર
રાધનપુર વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી
શ્રી બાબુભાઈ હુંબલ
તાલુકા કિસાન સેલ પ્રમુખ તથા પૂર્વ તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી
શ્રી વિરમભાઈ જે. આહિર
તાલુકા પંચાયત ઈન્ચાર્જ, આમ આદમી પાર્ટી
શ્રી હમીરભાઈ આહિર
તાલુકા પંચાયત પ્રભારી, આમ આદમી પાર્ટી
૧૭-૦૩-૨૦૨૬
• સમયસર સરકારી ભરતીઓ નહિ થવાથી હજારો ઉમેદવારો ઉમર મર્યાદા વટાવી જવાથી નોકરીથી વંચિત બન્યા : અમિત ચાવડા
• કર્મચારીઓને કર્મયોગી કહો છો, પરંતુ OPS ક્યારે આપશો? : અમિત ચાવડા
• ગુજરાતમાં કોન્ટ્રાકટ – આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરો – યુવાનોનું શોષણ – અન્યાય બંધ કરો : અમિત ચાવડા
• આધુનિક યુગના દ્રોણાચાર્યોએ એસ.સી, ઓ.બી.સી, માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોના અંગૂઠા કાપ્યા : અમિત ચાવડા
• ૧૯૯૫માં જે મંજુર મહેકમ હતું તેટલુ જ અધિકારીઓ-કર્મચારીઓ ૨૦૨૬માં કામ કરે છે. તેમાં પણ ૨૦% જગ્યાઓ ઉપર કોન્ટ્રાકટ – આઉટસોર્સિંગથી કામ લેવાય છે. : અમિત ચાવડા
• વસ્તીના પ્રમાણમાં મહેકમ માં વધારો કરો, કાયમી ભરતી કરી ગુજરાતમાં યુવાનોને કાયમી રોજગાર આપો : અમિત ચાવડા
• ભાજપ સરકારમાં કમાવી આપનારા અને રાજકીય એજન્ટ તરીકે કામ કરનારા અધિકારીઓને સારા-મલાઈદાર પોસ્ટીંગ, જયારે પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ અને વારંવાર બદલીઓથી પરેશાન છે : અમિત ચાવડા
• સરકાર બદલી અને પોસ્ટીંગ માટે પારદર્શક પદ્ધતિનો અમલ કરે : અમિત ચાવડા
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારની કાર્યશૈલી અને નીતિઓ સામે તીવ્ર આક્ષેપો કર્યા હતા. સામાન્ય વહીવટ વિભાગમાં થતા ભારે ખર્ચ અને તેની સામે મળતા નબળા પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકાર દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ જમીનસ્તરે સામાન્ય નાગરિકોને તેનું કોઈ યોગ્ય લાભ મળતો નથી. વર્ષ 1995ની તુલનામાં વસતિમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં સરકારી મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્યો નથી.જે સરકારના ગેરવહીવટ અને નિષ્ફળતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં વધતી બેરોજગારી અને ભરતી પ્રક્રિયાની ગેરવ્યવસ્થાને લઈને પણ સરકારને કડક શબ્દોમાં ઘેરી હતી. લાખો યુવાનો વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરે છે, પરંતુ ત્યારબાદ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે યુવાનોમાં ભારે નિરાશા ફેલાઈ રહી છે. ઘણા કેસોમાં પરીક્ષા પાસ કર્યા બાદ પણ ઉમેદવારોને નિમણૂક માટે રાહ જોવી પડે છે અથવા પ્રક્રિયા જ અટવાઈ જાય છે.ખાસ કરીને ટેટ-ટાટ પાસ થયેલા શિક્ષકોના મુદ્દે તેમણે ઉલ્લેખ કર્યો કે, 2011થી આજ સુધી હજારો યુવાનો વયમર્યાદા વટાવી ચૂક્યા છે અને હવે નોકરી મેળવવાની તેમની આશા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે.
ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થાના કારણે યુવાનોને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ આધારિત નોકરી કરવા મજબૂર થયા છે, જ્યાં “સમાન કામ માટે સમાન વેતન”નો અધિકાર છીનવાઈ રહ્યો છે.જેના કારણે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે.આજના સમયમાં પણ કેટલાક “આધુનિક દ્રોણાચાર્યો” એસ.સી., ઓ.બી.સી. અને માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય તકોથી વંચિત રાખી રહ્યા છે, જે બંધારણીય મૂલ્યોના વિરુદ્ધ છે. શ્રી અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારને ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંવેદનશીલતા દાખવે, સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ જેવી શોષણકારી પ્રથાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરે.
સામાન્ય વહીવટ દ્વારા તમામ સ્તરે વખતો વખત સૂચનાઓ અને પરિપત્રો પાઠવવામાં આવે છે. ગૃહમાં વારંવાર પ્રોટોકોલના પાલન અંગે ચર્ચા થાય છે, છતાં જનપ્રતિનિધિઓના પ્રોટોકોલ જળવાતા નથી. સરકારી કાર્યક્રમોની પત્રિકાઓ,સ્ટેજ વ્યવસ્થા કે અન્ય શિષ્ટાચાર દરેક સ્તરે ધારાસભ્યોની અવગણના થતી જોવા મળે છે. એક તરફ ઉત્સવો અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પ્રજાના કલ્યાણ માટે કાર્યરત આ મહત્વના વિભાગના આદેશોની કોઈ અસરકારકતા દેખાતી નથી. શું આ વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી જ મર્યાદિત છે.
૭.૦૩.૨૦૨૬, અખબારી યાદી
• યુદ્ધના લીધે ગુજરાત-ભારતના એક્સપોર્ટરો અને ફ્રેઈટ ફોરવર્ડર્સ ઉપર લાગ્યું વોર રિસ્ક સરચાર્જનું ગ્રહણ
• ૨૦ ફૂટના કન્ટેનર દીઠ ૨૦૦૦ ડોલર અને ૪૦ ફૂટના કન્ટેનર દીઠ ૪૦૦૦ ડોલર વધારાના ચુકવવા પડશે.
• યુદ્ધ શરુ થાય પહેલા નીકળેલા જહાજો ઉપર વોર રિસ્ક સરચાર્જ લાદી દેવામાં આવ્યો છે.
• ગુજરાત રાજ્યના ૧૨૦૦૦ કન્ટેનરથી વધુ વોર કન્ટિજન્સી રિકવરીમાં અટવાયા.
• ગુજરાતના એક્સપોર્ટરો અને ફ્રેઈટ ફોરવર્ડર્સને ૨૫૦ થી ૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થશે.
• એસ એમ માહી નામના જહાજના ૨૬૭૭ કન્ટેનરોને દુબઈ પોર્ટ ઉપર ઉતારવાના હતા તેની જગ્યાએ સાઉદી અરેબિયાના જેદાહ પોર્ટ ઉપર ઉતારી દીધા.
• એસ એમ માહી જહાજના કન્ટેનરોને પાછા મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવશે કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે તે પ્રશ્ન માટે પણ એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓને ચિંતામાં છે.
• ઝોન્ગ ગુ નાંગ નામનું જહાજ જેની કેપેસિટી ૪૬૦૦ કન્ટેનરોની છે તે મુન્દ્રા થી ટ્રાન્ઝિટ થઇ હજી જવાહરલાલ નેહરુ પોર્ટ નવી મુંબઈ ઉપર છે. દરિયામાં ગયું નથી છતાં તેમના ઉપર વોર રિસ્ક સરચાર્જ લાગી ગયો છે.
• ભારતના આશરે ૪૦ થી વધુ શિપ માં ૮૦,૦૦ થી વધુ કન્ટેનરો અટવાયેલા હશે તેવો અંદાજ
• કોંગ્રેસ પક્ષ દ્વારા પોર્ટ અને શિપિંગ મંત્રીને દેશના એક્સપોર્ટરો અને કસ્ટમ હાઉસ એજન્ટો વતી કરોડો રૂપિયાના યુદ્ધના દંડથી બચાવવાં માટે રજૂઆત કરવામાં આવશે
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા – ઈઝરાયલ યુદ્ધનું સંકટ માત્ર ગેસ પૂરતું સીમિત નથી , ભારતના એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓ અને ફ્રેઈટ કંપનીઓ સંકટમાં આવી ગઈ છે. યુદ્ધના લીધે ગુજરાત-ભારતના એક્સપોર્ટરો અને ફ્રેઈટ ફોરવર્ડર્સ ઉપર લાગ્યું વોર રિસ્ક સરચાર્જનું ગ્રહણ. યુદ્ધથી સમગ્ર વિશ્વ કટોકટીમાં છે ત્યારે ભારતના એક્સપોર્ટરો ઉપર વોર કન્ટિજન્સી રિકવરીનું સંકટ આવીને ઊભું છે. શિપિંગ કંપનીઓ દ્વારા ૨૦ ડિવિ (ફૂટ)કન્ટેનર ઉપર ૨૦૦૦ ડોલર અને ૪૦ ડિવિ(ફૂટ) ઉપર ૪૦૦૦ ડોલરનો વધારો નાખી દેવામાં આવ્યો છે. ભારતનો મશીનરી, ગારમેન્ટ, ખાધ્ય સામગ્રી સહિત મોટા પ્રમાણમાં પશ્ચિમ એશિયાના દેશો જોડે એક્સપોર્ટનો વેપાર છે જેમાં યુ.એ.ઈ, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, કતાર અને ઇરાક જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યાં એક્સપોર્ટર્સ ઉપર એકબાજુ ૨૦૦૦ થી ૪૦૦૦ ડોલર વોર કન્ટીજન્સી રિકવરી નાખી દેવામાં આવી છે ત્યાં બીજી બાજુ રિજિયોનલ કન્ટેનર લાઇન્સ દ્વારા શિપમેન્ટના જનરલ રેટ વધારી દેવામાં આવ્યા છે. જે શીપમેન્ટમાં ૨૦ જીપી ૩૦૦-૩૫૦ ડોલરથી દુબઈ ટ્રાન્સપોર્ટ થઇ જતા હતા તેમાં ૨૦૦૦ ડોલરનો વધારો કરી દેવામાં આવ્યો છે અને ૪૦ એચસી કન્ટેનરના શિપમેન્ટમાં ૪૦૦૦ ડોલરનો વધારો કરી નાખવામાં આવ્યો છે. યુદ્ધની કટોકટીના સમયમાં ભાવવધારો અને વોર રિસ્ક સર્જન્સીના લીધે એક્સપોર્ટર્સને કરોડો રૂપિયાનું નુકશાન થવાનું છે. નિર્ણય યુદ્ધની પરિસ્થિતિ માત્ર યુદ્ધની શરૂઆત થઈ તે બાદ પૂરતો સીમિત નથી તે પેહલા જે જહાજો નીકળીને દરિયાની વચ્ચે છે તેને પણ લાગુ કરવામાં આવ્યો છે, જેના બુકિંગ થઈ ગયા હોય તેને લાગું પડશે. ગુજરાત રાજ્યમાં ૬ થી ૭ જેટલા જહાજોમાં એક્સપોર્ટરોના ૧૨૦૦૦ કરતા વધુ કન્ટેનરોને ૨૫૦ કરોડ થી ૫૦૦ કરોડની વોર રિસ્ક સર્જન્સી ભરપાઈ કરવી પડશે. જો એક્સપોર્ટરો દ્વારા તે નહીં ભરપાઈ થાય તો તે ફ્રેઈટ કંપનીઓ એટલે કસ્ટમ હાઉસ એજન્ટોના માથે આવશે. એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓ દુવિધામાં છે કેમ કે તેમના કન્ટેનરો જે પોર્ટમાં મોકલ્યા હોય તેની જગ્યાએ બીજા પોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા છે તેવું કિસ્સો પણ સામે આવ્યું છે. એસ એમ માહી નામનું જહાજ જેની કેપેસિટી ૨૬૭૭ જેટલા કન્ટેનરોની હતી તે જહાજ દુબઇ જેબેલ અલી પોર્ટ ઉપર જવાનું હતું તેની જગ્યાએ કન્ટેનરો જેદ્દાહ પોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. તે કન્ટેનરોને પાછા મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવશે કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે તે પ્રશ્ન માટે પણ એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓને ચિંતામાં છે. ઝોન્ગ ગુ નાંગ નામનું જહાજ જેની કેપેસિટી ૪૬૦૦ કન્ટેનરોની છે તે મુન્દ્રા થી ટ્રાન્ઝિટ થઇ હજી જવાહરલાલ નેહરુ પોર્ટ નવી મુંબઈ ઉપર છે. દરિયામાં ગયું નથી છતાં તેમના ઉપર વોર રિસ્ક સરચાર્જ લાગી ગયો છે. શિપિંગ કંપનીઓ દ્વારા જે પ્રકાર સંકટના સમયનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા જે જહાજો યુદ્ધ શરૂ થાય તે પેહલા નીકળી ગયા હોય, મધદરિયે હોય તેમના ઉપરના વોર કન્ટીજન્સી રિકવરી ચાર્જ માટે યોગ્ય નિર્ણય લેવાય તો એક્સપોર્ટરોના ઉપર નખાયેલ કરોડો રૂપિયાના નુકશાનથી બચી શકે છે. દરિયાઈ શિપ ની કેપૅસિટી ૨૦૦૦ થી ૬૦૦૦ કન્ટેનરો લઈ જવાની હોય છે ત્યારે ભારતના આશરે ૪૦ થી વધુ શિપ માં ૮૦,૦૦ થી વધુ કન્ટેનરો અટવાયેલા હશે તેવું વિદ્વાનોનું માનવું છે. ટ્રાન્ઝિટમાં હોય તેવા કન્ટેનરો ઉપર કરોડો રૂપિયાના ચાર્જ ઉપર સરકારે વિચારવું જોઈએ. કોંગ્રેસ પક્ષ દ્વારા પોર્ટ અને શિપિંગ મંત્રીને દેશના એક્સપોર્ટરો અને કસ્ટમ હાઉસ એજન્ટો વતી કરોડો રૂપિયાના યુદ્ધના દંડથી બચાવવાં માટે રજૂઆત કરવામાં આવશે અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એક્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકો ઉપર કટોકટીના લીધે કરોડો રૂપિયાના અણધાર્યા બોજ માટે સંસદમાં રજૂઆત તેવા પ્રયાસો કરશે.
૧૪-૦૩-૨૦૨૬
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસનો શંખનાદ.
રાજીવ ગાંધી ભવન ખાતે વ્યૂહાત્મક બેઠકો, સંગઠન સાથે સશક્ત લડતનો સંકલ્પ
· આવનારી ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને પક્ષ મેદાનમાં ઉતરશે : શ્રી મુકુલ વાસનીક
· જન આક્રોશ યાત્રા, કોંગ્રેસ આપના દ્વાર સહિતના કાર્યક્રમો દ્વારા કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને સીધા લોકો વચ્ચે લઈ જઈ રાજ્ય સરકાર સામે જનતાના આક્રોશને વાચા આપી છે : શ્રી અમિત ચાવડા
· આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા, નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા કોંગ્રેસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે : શ્રી અમિત ચાવડા
· મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન, બેરોજગારીથી યુવાનો વ્યથિત અને ગેસ સિલિન્ડર માટે લોકો લાઈનમાં ઊભા રહેવાની પરિસ્થિતિ – રાજ્યની જનતામાં ભારે અસંતોષ : શ્રી અમિત ચાવડા
· પ્રજાના સમર્થન અને કાર્યકરોની શક્તિ સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા સંપૂર્ણ રીતે સજ્જ છે : શ્રી અમિત ચાવડા
· જન આક્રોશ યાત્રા દરમિયાન સમગ્ર રાજ્યમાં સરકાર વિરુદ્ધ નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામેનો અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો; આ લહેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સકારાત્મક અસર આપશે : ડૉ. તુષારભાઈ ચૌધરી
આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓની વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. ચૂંટણી માટે સંગઠનાત્મક તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ સમગ્ર રાજ્યમાં પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને મેદાનમાં ઉતરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ કમિટીઓની રચના કરીને ચૂંટણી માટે સચોટ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઈન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મેનીફેસ્ટો કમીટી, મીડિયા કમીટી તથા પબ્લિસિટી કમિટી સહિત તમામ કમિટીઓ સંગઠિત રીતે કાર્ય કરી રહી છે અને આજની બેઠકોમાં દરેક કમિટીના કાર્ય અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પહેલ કરી છે. મહાનગરોમાં QR કોડના માધ્યમથી અરજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જાહેર જીવનમાં કાર્યરત, પ્રજાના પ્રશ્નો માટે સંઘર્ષ કરતા અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ ચૂંટણી લડવા ઇચ્છુક લોકો સીધી રીતે અરજી કરી શકે. સાથે સાથે સંગઠનના માધ્યમથી દરેક શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
છેલ્લા સમયમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે વ્યાપક કાર્યક્રમો હાથ ધર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે વ્યાપક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20 માર્ચ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરીને જિલ્લા ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત થાય તે સાથે જ ઉમેદવારોની અંતિમ પસંદગી જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ક્યાંક બ્રિજ તૂટી પડવાના બનાવો બન્યા છે તો ક્યાંક પાણીની ટાંકીમાં ખામીઓ સામે આવી છે અને વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો નોંધાયા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓ પરેશાન છે, ગેસ સિલિન્ડર માટે લોકોને લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને કાળાબજારીની ફરિયાદો પણ સામે આવી રહી છે. બીજી તરફ યુવાનો પોતાના પ્રશ્નોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને રાજ્યની કોલેજોમાં ડ્રગ્સની સમસ્યા ચિંતાજનક બની રહી હોવાનું પણ જણાવાયું હતું.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જનાક્રોશ યાત્રા અને કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આશરે 50 દિવસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું ભ્રમણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન પ્રજામાં રાજ્ય સરકાર સામે ઊભી થયેલી નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અંગેનો અસંતોષ સ્પષ્ટ રીતે સામે આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની કોંગ્રેસની તરફેણમાં મોટી સકારાત્મક અસર જોવા મળશે.
સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનશ્રી ભરતસિંહ સોલંકી, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ, કન્વીનર ડૉ. હેમાંગ વસાવડા, કેમ્પેઈન કમિટીના ચેરમેનશ્રી શક્તિસિંહ ગોહિલ, વાઈસ ચેરમેનશ્રી પરેશભાઈ ધાનાણી, કન્વીનરશ્રી ગેનીબેન ઠાકોર, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેનશ્રી જગદીશભાઈ ઠાકોર, વાઈસ ચેરમેનશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કન્વીનરશ્રી હિંમતસિંહ પટેલ, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેનશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી જીગ્નેશભાઈ મેવાણી, કન્વીનરશ્રી બિમલભાઈ શાહ, મેનીફેસ્ટો કમીટીના ચેરમેનશ્રી શૈલેષભાઈ પરમાર, વાઈસ ચેરમેનશ્રી રૂત્વીકભાઈ મકવાણા, કન્વીનર ડૉ. મનિષ દોશી, મીડિયા કમીટીના ચેરમેન ડૉ. અમી યાજ્ઞિક, વાઈસ ચેરમેનશ્રી લલીતભાઈ કગથરા, કન્વીનરશ્રી ગ્યાસુદ્દીન શેખ તથા પબ્લિસિટી કમિટીના ચેરમેનશ્રી કદીરભાઈ પીરઝાદા, વાઈસ ચેરમેનશ્રી અનંતભાઈ પટેલ અને કન્વીનરશ્રી ચેતનભાઈ રાવલ સહીતના ઉપસ્થિત કમિટીના સભ્યોએ સંયુક્ત રીતે સંકલ્પ કરતા જણાવ્યું હતું કે સર્વે આગેવાનો, કાર્યકરો પ્રજાના સમર્થન સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે સુસજ્જ છે.
૧૪-૦૩-૨૦૨૬
કોંગ્રેસનું ‘National Talent Hunt’ અભિયાન: ગુજરાતમાં ચાર ઝોનમાં 15–16 માર્ચે ઇન્ટરવ્યૂ
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે AICC મીડિયા વિભાગના પદાધિકારીઓ તથા નિષ્પક્ષ જ્યુરીની ઉપસ્થિતિમાં પસંદગી પ્રક્રિયા યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી તથા મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના મીડિયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતિભા શોધ અભિયાન – National Talent Hunt અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રાદેશિક સ્તરે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ અસરકારક રીતે રજૂ કરી શકે એવા પ્રખર અને સક્ષમ વક્તાઓની ઓળખ માટે આ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યક્રમ જનનાયક શ્રી રાહુલ ગાંધી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેની વિશેષ પહેલ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે અને AICC મીડિયા વિભાગના શ્રી જયરામ રમેશ, શ્રી પવન ખેરા તથા સોશીયલ મીડીયા વિભાગના શ્રીમતિ સુપ્રિયા શ્રીનેતના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આ અભિયાનને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આગળ વધારવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત ઓનલાઈન નોંધણી પછી પસંદ થયેલા ઉમેદવારોના પ્રાદેશિક સ્તરે ગ્રુપ ડિસ્કશન તથા ઇન્ટરવ્યૂ યોજાશે, જેમાં ઉમેદવારોની વાદવિવાદ ક્ષમતા, વૈચારિક સ્પષ્ટતા, અભિવ્યક્તિ કૌશલ્ય અને જાહેર મંચ પર પક્ષની વિચારધારા રજૂ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ગુજરાતમાં આ પ્રક્રિયા માટે રાજ્યને ચાર ઝોનમાં 15 માર્ચ, રવિવારના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા 16 માર્ચના રોજ સુરત ખાતે પ્રાદેશિક સ્તરે ઇન્ટરવ્યૂ યોજાશે. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા AICC મીડિયા વિભાગના ગુજરાત National Talent Hunt પ્રભારીશ્રી હરીશંકર ગુપ્તા અને સંલગ્ન પદાધિકારીઓ તથા નિષ્પક્ષ જ્યુરી પેનલની ઉપસ્થિતિમાં યોજાશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વ્યાવસાયિક રીતે હાથ ધરવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય હેતુ એવા યુવાનો અને કાર્યકર્તાઓને આગળ લાવવાનો છે, જેઓ કોંગ્રેસના ગૌરવશાળી ઇતિહાસ, બંધારણીય મૂલ્યો તથા વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે મજબૂત સમજ ધરાવે છે અને મીડિયા તથા જાહેર મંચો પર પક્ષની વાત દલીલપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરી શકે. પસંદગી પામેલા પ્રતિભાગીઓને તેમની લાયકાત અને પ્રદર્શનના આધારે રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા વિધાનસભા સ્તરે કોંગ્રેસ પક્ષના અધિકૃત પ્રવક્તા તરીકે જવાબદારીઓ સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નોંધાયેલા તમામ ઉમેદવારોને નિર્ધારિત તારીખ અને સ્થળે સમયસર હાજર રહેવા વિનંતી કરી છે તેમજ આ અભિયાનને કોંગ્રેસ પક્ષ માટે ભવિષ્યના સશક્ત અને પ્રખર અવાજોને શોધવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે
૧૩-૦૩-૨૦૨૬
અમિત ચાવડાએ શંકરાચાર્યજીને આપેલું વચન પાળ્યું: ગૌમાતાને ‘રાજમાતા’નો દરજ્જો અપાવવા અને તેમના રક્ષણ માટે વિધાનસભામાં ઐતિહાસિક બિલ રજૂ કર્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્યશ્રી શ્રી અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશના સન્માન અને સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ કરી છે. થોડા સમય પહેલા અમદાવાદ ખાતે પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુકેતેશ્વરજીની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં શ્રી અમિત ચાવડાએ આમંત્રિત મહેમાન તરીકે હાજરી આપી હતી. તે સમયે પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ગૌમાતા રાષ્ટ્રમાતા’ અભિયાનને સમર્થન આપતા શ્રી અમિત ચાવડાએ જાહેરમાં વચન આપ્યું હતું કે, તેઓ ગૌમાતાના સન્માન અને અધિકારો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જરૂરી કાયદો લાવવા પ્રયત્ન કરશે. પોતાના એ વચનને પૂર્ણ કરતા આજે તેમણે વિધાનસભામાં “ગુજરાત રાજમાતા (ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) વિધેયક, ૨૦૨૫” રજૂ કર્યું છે.
આ વિધેયક દ્વારા રાજ્યમાં ગૌમાતાને પ્રતીકાત્મક રીતે ‘રાજમાતા’નો આદરણીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. બિલમાં એવી પણ જોગવાઈ છે કે રાજ્યના દરેક જિલ્લામાં ખાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જે ગૌમાતાના ખોરાક, રહેઠાણ અને આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કરે. આ ઉપરાંત, બીમાર કે અશક્ત ગૌમાતાને કતલખાને જતા અટકાવવા અને તેમના કલ્યાણ માટે રાજ્યના બજેટમાંથી વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ જેવી રકમ ફાળવવાની દરખાસ્ત પણ મુકવામાં આવી છે. અમિત ચાવડાએ આ બિલ દ્વારા ગૌવંશની સુરક્ષા માટે એક મજબૂત કાયદાકીય માળખું તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.
શ્રી અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે ગૌમાતા અને સનાતનના નામે મતો મેળવીને સરકાર તો બનાવી દીધી, પરંતુ આજે ગૌમાતાની સૌથી વધુ અવગણના થઈ રહી છે. ગૌભક્તિના દાવા કરતી આ સરકારના શાસનમાં આજે ગૌમાતા રસ્તાઓ પર પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સમગ્ર દેશમાં સૌથી વધુ ગૌવંશની કતલના કિસ્સાઓ અને ગૌમાંસની નિકાસની બાબતો ચિંતાજનક સ્તરે પહોંચી છે, જે ભાજપની કથની અને કરણી વચ્ચેનો તફાવત છતો કરે છે.
હવે જ્યારે આ વિધેયક વિધાનસભામાં લાવવામાં આવ્યું છે, ત્યારે સનાતનના નામે ચૂંટાઈને આવેલા ભાજપના પ્રતિનિધિઓએ ગૌમાતા પ્રત્યેની તેમની નૈતિક પ્રતિબદ્ધતા સાબિત કરવી જ રહી. જો ભાજપ ખરેખર ગૌરક્ષક હોય, તો તેમણે આ બિલને પક્ષપાત વગર સમર્થન આપીને ગૌમાતાને તેમનો હક્ક અને સન્માન અપાવવું જોઈએ. શંકરાચાર્યજીને આપેલું વચન પાળીને અમિત ચાવડાએ હવે આ મુદ્દે ભાજપને ખુલ્લા પડકાર ફેંક્યો છે.
૧૨-૦૩-૨૦૨૬
· દેશમાં વધતી મોંઘવારી અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબદારી અને રાહતની માંગ : શ્રી ગીતાબેન પટેલ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, આજે સામાન્ય જનતાની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે, પરંતુ સરકાર આ મુદ્દે ગંભીર પગલાં લેવા નિષ્ફળ રહી છે. દેશના પ્રધાનમંત્રી સતત મજબુર હોય તે રીતે કાર્યરત હોય તેમ જણાય છે. પી.એમ. કોમ્પ્રોમાઈસ (THE PM IS COMPROMISED) તે દેખાઈ રહ્યું છે દેશનો સામાન્ય નાગરિક, ખેડૂત, મજૂર, મધ્યવર્ગ અને ગૃહિણીઓ મોંઘવારીની મારથી સૌથી વધુ પ્રભાવિત છે. રસોડાનું બજેટ સતત બગડી રહ્યું છે અને આવશ્યક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થતાં કરોડો પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, રસોઈ ગેસ સિલિન્ડરના વધતા ભાવ, ખાદ્ય તેલ, દાળ, શાકભાજી અને રોજિંદા જીવનમાં જરૂરી અન્ય વસ્તુઓની મોંઘવારીના કારણે સામાન્ય પરિવારોની કમર તૂટી ગઈ છે. સરકારની આર્થિક નીતિઓ મોંઘવારીને નિયંત્રિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। પેટ્રોલ અને ડીઝલ પર અતિરિક્ત કર વસૂલાત અને આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રિત કરવામાં સરકારની નિષ્ક્રિયતાના કારણે જનતા પર સતત આર્થિક બોજો વધી રહ્યો છે. જ્યારે દેશની જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે સરકાર વિવિધ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગીતાબેન પટેલે આજરોજ દેશની જનતા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ કરતા જણાવ્યું હતું કે,
1. પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવેલા અતિરિક્ત કરોમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે।
2. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય પરિવારોને રાહત આપવામાં આવે।
3. ખાદ્યપદાર્થો અને આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રિત કરવા માટે મજબૂત અને અસરકારક નીતિ અમલમાં મૂકી શકાય।
4. મોંઘવારીથી પ્રભાવિત ગરીબ અને મધ્યવર્ગના પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે।
મોંઘવારી આજે દેશનો સૌથી મોટો જનમુદ્દો બની ગઈ છે અને મહિલા કોંગ્રેસ આ મુદ્દાને સંસદથી લઈને સડક સુધી મજબૂતીથી ઉઠાવતી રહેશે. આજની પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી ઝીલ શાહ, પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી હેતલબેન પંચાલ, શ્રી અઝરાબેન કાદરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
૧૧-૦૩-૨૦૨૬
• “ગોઠવણ” અને “વહિવટ” થી ખદબદતા માર્ગ અને મકાન વિભાગએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે.
• રાજ્યના અનેક હાઇવે પર રસ્તાઓની હાલત ખખડધજ,ખાડાઓનું સામ્રાજ્ય છતાં વાહનચાલકો પાસેથી બેફામ ટોલ ટેક્સ ઉઘરાવા આવે છે
• “ચંદા દો ધંધા લો” ‘કમલમ-કમીશન- કૌભાંડ’ના ભાજપ મોડલથી નાગરિકો પારાવાર મુશ્કેલીમાં
રાજ્યમાં હલકી ગુણવત્તાના રસ્તાઓ બનતા હોવાના કારણે ચોમાસામાં વરસાદમાં નુકસાન થયેલા અનેક રસ્તાઓ હજુ સુધી સંર્પુંણ રીપેર થયા નથી. સરકાર નવા રસ્તાઓની જાહેરાતો કરે છે પણ રસ્તાઓ બનતા નથી અને બને છે તો નબળી ગુણવત્તાના બને છે. ત્યારે ભાજપ સરકારના “ચંદા દો ધંધા લો” કમલમ-કમીશન-કૌભાંડ’ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ હાઈવેનું કામ ૨૦૧૮માં બે વર્ષમાં પુર્ણ કરવાની શરતે પુર્ણ કરવાનું હતું તે મુદત પુર્ણ થયાને છ વર્ષ થયા હોવા છતાં કામ પુર્ણ થયેલ નથી. રાજકોટ-જેતપુર હાઈવેમાં ૬૦ કિ.મી. માં ૬૦ ડાયવર્જનના કારણે લાખો વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે, છતાં તંત્ર દ્વારા ટોલટેક્સ વસુલવામાં અવ્વલ છે. ડાયવર્ઝનના રસ્તાઓ પાકા કરવાની જોગવાઈ હોવા છતાં ડામર રોડ બનાવવામાં આવતા નથી. ૩૪ જીલ્લાઓમાં આંતરીક રસ્તાઓની હાલત સુધરતી નથી, માર્ગ અને મકાન વિભાગના સચિવનો જીલ્લાના અધિકારીઓ ઉપર કોઈ જાતનો કંટ્રોલ કે ડર નથી. મહેસુલ વિભાગ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર માર્ગ અને મકાન વિભાગમાં થતો હોવાથી રસ્તાઓની ગુણવત્તા સુધરતી નથી. “ગોઠવણ” અને “વહિવટ” થી ખદબદતા માર્ગ અને મકાન વિભાગએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. ધારાસભ્યોને ૧૦-૧૦ કરોડના રસ્તાઓના જોબ નંબર આપવામાં આવે છે તે રસ્તાઓની કામગીરી પણ પાંચ વર્ષ સુધી પુર્ણ થતી નથી. માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી પટેલીયા સામે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની ફરિયાદો, જુદી જુદી જગ્યાએથી આવેલી છે જેમાં ખરીદી સહિતના જુદા જુદા ટેન્ડરોમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો હોવા છતાં કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી? સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ માર્ગ અને મકાન વિભાગમાં રસ્તાઓના કામો માટે સતત ફોલોઅપ કરે છે છતાં પણ કામગીરી થતી નથી. માર્ગ અને મકાન વિભાગની નબળી કામગીરીના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યો ચુપ છે. નબળી અને હલકી ગુણવત્તાઓના રસ્તાઓની કામગીરી થાય છે પરંતુ ભાજપના એક પણ ધારાસભ્ય પ્રશ્ન પુછીને સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે વાહવાહી કરવામાં રહે છે. માર્ગ અને મકાન વિભાગના મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાંથી અને મંત્રીશ્રીના રેફરન્સથી આવતી નોંધો અંગે પણ ગંભીરતા લેવામાં આવતી નથી તેવી વ્યાપક ફરિયાદ છે, જે દર્શાવે છે કે ભાજપ સરકારમાં અધિકારી રાજ હાવી થઇ ગયું છે અને પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે. “ચંદા દો ધંધા લો” કમલમ-કમીશન- કૌભાંડ’ ના ભાજપ મોડલથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં ૧૭ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦૩૨ કી.મી. અને ૩૦૦ રાજયધોરી માર્ગ કુલ ૧૯૭૬૧ કી.મી.ના છે જેમાં રાજ્ય ધોરી માર્ગ અને પંચાયત માર્ગની નિર્માણ અને જાળવણી માટેની જવાબદારી રાજ્યના માર્ગ-મકાન વિભાગની છે. ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં ૫૪૫૦ કરોડના ટોલ ટેક્સ વસૂલ કરાયો છે, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતના નેશનલ હાઇવેના ટોલ ફી પ્લાઝામાંથી ૫૪૫૦.૨૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સ્થિતિએ ગુજરાતમાં આવેલા નેશલ હાઇવે ટોલ ફી પ્લાઝાથી દરરોજ સરેરાશ ૧૪.૯૩ કરોડ રૂપિયાની આવક થાય છે. એટલે કે પ્રતિ મિનિટે ૧.૦૪ લાખ રૂપિયાની લેવડ-દેવડ નેશનલ હાઇવેમાંથી થઈ રહી છે. ગુજરાતમાં તૂટેલા રસ્તાઓ વચ્ચે વાહનચાલકોના ખિસ્સા ખાલી!. રાજ્યના અનેક હાઇવે પર રસ્તાઓની હાલત ખખડધજ,ખાડાઓનું સામ્રાજ્ય છતાં વાહનચાલકો પાસેથી બેફામ ટોલ ટેક્સ ઉઘરાવા આવે છે. ગુજરાતની છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ ઉપર નજર કરીએ તો ગુજરાતમાં વાહન ચાલકોએ ફાસ્ટેગ (FASTag) મારફતે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની રકમ ટોલ ટેક્સ પેટે ચૂકવી દીધી છે.
ગુજરાતના હાઇવે પરથી પસાર થતા વાહનો હવે રોજના કરોડ રૂપિયા ચૂકવે છે. વર્ષ ૨૦૨૩માં પ્રતિ દિવસ સરેરાશ ૧૩.૧૪ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હતો, જે ૨૦૨૪માં વધીને ૧૩.૪૪ કરોડ થયો, જ્યારે વર્ષ ૨૦૨૫માં તો આ આંકડો સીધો ૧૭.૫૮ કરોડ રૂપિયા પ્રતિ દિવસ પર પહોંચી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ ૨૦૨૫માં પ્રતિ દિવસના સરેરાશ માં સીધો ૩૪ ટકા નો વધારો નોંધાયો છે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરના સેલ્સ ટેક્સ અને વેટ (VAT) પેટે ગુજરાત સરકારને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૪,૫૮૬ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીમાં આ આવકમાં પણ ૩૦ ટકાથી વધુનો વધારો થયો છે.આ સમગ્ર અહેવાલ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાતના નાગરિકો સરકારની તિજોરી ભરવામાં કોઈ કમી રાખતા નથી ટોલ ટેક્સ હોય કે પેટ્રોલ ટેક્સ, આવક સતત વધી રહી છે પરંતુ સવાલ એ છે કે ૧૬૦૦૦ કરોડ જેવી મતદાર રકમ ટોલ પેટે ચૂકવ્યા પછી પણ લોકોને સારા રસ્તા કેમ નથી મળતા? આવક સામે સુવિધા નામે રસ્તાઓ હજુ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે..
૧૦-૦૩-૨૦૨૬
સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માટે કોંગ્રેસ સુસજ્જ
ઇચ્છુક ઉમેદવારો માટે ડિજિટલ QR Code લોન્ચ
પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષનેતા ડૉ. તુષાર ચૌધરીની સંયુક્ત પત્રકાર વાર્તા
· સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની પસંદગી માટે ૧૧ માર્ચથી ૨૦ માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ યોજાશે, જેમાં મહાનગરો, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળીને પેનલ તૈયાર કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
· મહાનગરપાલિકામાં ઉમેદવારી કરવા માંગતા લોકો QR Code સ્કેન કરી અરજી કરી શકશે : શ્રી અમિત ચાવડા
· ૫૦ ટકા બેઠકો ઉપર યુવાનોને ચૂંટણી લડાવીશું : શ્રી અમિત ચાવડા
· કોંગ્રેસ પક્ષ આવનારી ચૂંટણીઓમાં યુવાનો, મહિલાઓ, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને સમાજના તમામ વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો સંકલ્પ ધરાવે છે. : શ્રી અમિત ચાવડા
· રાજ્યની પરિસ્થિતિ બદલવી હોય તો સારા, ભણેલા અને પ્રામાણિક લોકો જાહેર જીવનમાં આગળ આવે તે જરૂરી છે. કોંગ્રેસ પક્ષ આવા લોકોને મજબૂત પ્લેટફોર્મ આપવા તૈયાર છે જેથી તેઓ પ્રજાભિમુખ અને પારદર્શક વહીવટ માટે કામ કરી શકે : શ્રી અમિત ચાવડા
· જન આક્રોશ યાત્રા દરમિયાન સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અંગે વ્યાપક ફરિયાદો સામે આવી છે અને લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. : ડૉ. તુષાર ચૌધરી
· મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ખોટા મતદારોના ઘટાડા બાદ આવનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે : ડૉ. તુષાર ચૌધરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે.
સમગ્ર ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો, 34 જિલ્લા પંચાયતની લગભગ 1084 બેઠકો, 262 તાલુકા પંચાયતની 5214 બેઠકો અને 83 નગરપાલિકાની લગભગ 2596 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ રીતે રાજ્યના લગભગ 95% વિસ્તારની આશરે 10,000 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે.
કોંગ્રેસ પક્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તાલુકા, શહેર, વોર્ડ અને જિલ્લા કક્ષાએ લોકો વચ્ચે જઈ સંવાદ સ્થાપિત કરવામાં આવ્યો છે. મહાનગરોમાં “કોંગ્રેસ આપકે દ્વાર” કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાતની મતદાર યાદીમાં વર્ષોથી ગોટાળા ચાલતા હતા. નવા સીમાંકન બાદ બહાર આવેલી યાદીમાં આશરે 70 લાખ જેટલા મતદારોના નામ ઓછા થયા, જે અગાઉની મતદાર યાદીઓમાં બોગસ અને ડુપ્લીકેટ મતદારો હોવાની શંકાને વધુ મજબૂત બનાવે છે.
રાજ્યની મોટા ભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટ વધ્યો છે. રસ્તાઓ, પાણી, સ્વચ્છતા, ટ્રાફિક, પ્રદૂષણ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.
ગુજરાતના 15 મહાનગરોમાં ઉમેદવારી ઇચ્છતા લોકો માટે ઓનલાઇન ક્યુઆર કોડ દ્વારા અરજી કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ક્યુઆર કોડ સ્કેન કરીને ઉમેદવારો પોતાની વિગતો સાથે ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 11 થી 20 માર્ચ દરમિયાન તેમની રૂબરૂ મુલાકાત લઈને પેનલ તૈયાર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે તેમજ એસસી, એસટી અને ઓબીસી વર્ગો માટે પણ અનામત બેઠકો છે. તેથી મહિલાઓ અને પછાત વર્ગોના સક્ષમ લોકોને પણ આગળ આવી ઉમેદવારી નોંધાવવાની અપીલ કરવામાં આવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી તથા પ્રભારી મુકુલ વાસનિકના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ‘કિસાન આક્રોશ યાત્રા’ તથા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’ યોજવામાં આવી હતી. આ યાત્રાઓ દરમિયાન લગભગ 50 દિવસમાં 5000 કિલોમીટરનો પ્રવાસ કરીને રાજ્યના 28 જેટલા જિલ્લાઓ અને અનેક તાલુકા તથા નગરોમાં લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ સ્તરે લોકોને ભારે ભ્રષ્ટાચારનો અનુભવ થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો મળી છે. કામ મંજૂર કરવા પહેલાં જ બેઠકોથી પહેલા ભાજપના સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ કામમાંથી કેટલો હિસ્સો લેવો તેની વહેંચણી નક્કી થતી હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. આવા ભ્રષ્ટાચારના કારણે વિકાસના કામો અટકી રહ્યા છે અને સ્થાનિક સંસ્થાઓ ભાજપ માટે ફંડ ભેગું કરવાની સંસ્થાઓ બની ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગુજરાતમાં 73 લાખ 73 હજાર જેટલા મતોનો ઘટાડો થયો છે. 2022ની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત લગભગ 80 લાખ મતોનો હતો. હવે આટલા મોટા પ્રમાણમાં મત ઘટતા આ તફાવત નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. અમદાવાદ અને સુરત શહેરની લગભગ 23 વિધાનસભા બેઠકોમાં 47 હજારથી લઈને 1.94 લાખ સુધીના મત ઓછા થયા છે. જેમાં મુખ્યમંત્રીની ઘાટલોડિયા બેઠક પર લગભગ 97 હજાર મત ઓછા થયા છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક પર પણ આશરે 85 હજાર મત ઓછા થયા છે. તેમના મતે આ ઘટાડો અગાઉના બોગસ મતદારોના કારણે હતો અને તેના પરિણામે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે.
આ વખતે કોંગ્રેસ પક્ષ કેટલાક શહેરોમાં મેયર પદના સંભવિત ઉમેદવારોની અગાઉથી જાહેરાત કરવાની પણ તૈયારીમાં છે, જેથી મતદારોને સ્પષ્ટ નેતૃત્વનો વિકલ્પ મળી શકે. હાલ મળતા પ્રતિસાદના આધારે કોંગ્રેસ પક્ષ આ તમામ ચૂંટણીઓમાં મજબૂતાઈથી મેદાનમાં ઉતરશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક સહિતના આગેવાનોએ રાજ્યના નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકરોને અપીલ કરી કે ભ્રષ્ટાચાર સામે લડવા, પ્રજાભિમુખ વહીવટ સ્થાપિત કરવા અને પારદર્શક શાસન માટે કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જાહેર જીવનમાં આગળ આવવા માટે અપિલ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચારની પરાકાષ્ટા પાર કરી દેવા માં આવી છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ના દિવસે ૧૬.૭૦ લાખ થી વધુ રૂપિયાનો ચા નાસ્તો કરી ગયા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૨૫૦ થી વધુ લોકોએ પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મૌત નો મલાજો જાળવવાની જગ્યાએ કરૂણ દિવસને જાણે ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કર્યો હોય તેવું જણાય છે. કરૂણ દિવસે અકસ્માત ના બનાવ થી મોડી રાત સુધી અનેક નાગરિકોએ રાહત કામગીરી કરી, ઘણા બધા લોકો એ સેવા પૂરી પાડી હતી, ત્યારે શું કોર્પોરેશનના સત્તાધીશો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હતા? અમદાવાદ – ગુજરાત ના નાગરિક તરીકે આ ભ્રષ્ટાચારની ઘટનાથી હૃદય દ્રવિત થયું છે અને આ પ્રકારના ભ્રષ્ટાચારીઓ થી ક્ષોભ અનુભવાય છે. ભ્રષ્ટાચાર ની હદ ને પાર કરી સમગ્ર દેશમાં સૌથી નિમ્નસ્તરનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શું સરકારને શરમ આવે છે? શું સરકારને આ નીચ કાર્ય ઉપર કડક પગલા લેવા ના જોઈએ ? શું સરકાર કોઈ ચમરબંધી ને પકડશે?
૨૭-૦૨-૨૦૨૬
· રાજ્યના કુલ બજેટ કરતા દેવું વધારે, ૪ લાખ ૩૦ હજાર કરોડનું દેવું, : અમિત ચાવડા
· બજેટ વિકસિત ગુજરાતનો દસ્તાવેજ નથી પણ બજેટ દેવા અને દેખાવનો દસ્તાવેજ : અમિત ચાવડા
· ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા બજેટમાં પ્રજાની આશા અપેક્ષા ઠગારી નીવડી,ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક કરી : અમિત ચાવડા
· બજેટમાં ખેડૂતના દેવા માફ ન થયા, સમાન કામ સમાન વેતન માટે, મોંઘવારી ઘટાડવા માટે, સરકારી પદો ઉપર કાયમી ભરતી માટે, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી માટે, પાક વીમા યોજના માટે, કોઈ જ ઉલ્લેખ કે જોગવાઈ નહિ : અમિત ચાવડા
· દેશમાં ૧૨ કરતા વધારે રાજ્યોમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનામાં બહેનોને પૈસા આપવામાં આવે છે તો ગુજરાતની જ આપણી બહેનો સાથે સરકારનું ઓરમાયું વર્તન કેમ? ગુજરાતની બહેનો જ કેમ અળખામણી? : અમિત ચાવડા
વિધાનસભામાં અંદાજ પત્ર પર ચર્ચા દરમિયા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બેજટ આંકડાઓની માયાજાળ છે. ભાજપ સરકારના શાસનમાં કુલ બજેટ કરતા દેવું વધારે છે. ગુજરાત માથે ૪ લાખ ૩૦ હજાર કરોડનું દેવું છે. આ બજેટ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બન્યું છે ત્યારે આ બજેટે જનતાની આશા અપેક્ષા ઠગારી નીવડી છે. ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક કરી હોય તેવી જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. બજેટની ચોપડીમાં જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે. જ્ઞાન સામે વાસ્તવિકતા જોઇએ તો બજેટમાં ગરીબો માટે આશા નથી, યવાઓ માટે દિશા નથી, અન્નદાતાઓ માટે ન્યાય નથી અને મહિલાઓ માટે સુરક્ષાની પણ કોઈ વાત નથી.
ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે, આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ નગણ્ય છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. યુવાનો અને કામદારો માટે પણ આ બજેટ નિરાશાજનક છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ-સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગ પર પણ સરકાર મૌન છે.
મોંઘવારીનો માર સહન કરતી ગુજરાતની ગૃહિણીઓને આજુબાજુના રાજ્યોની જેમ રૂ.૫૦૦માં ગેસની બોટલ મળશે તેવી અપેક્ષા હતી. પરંતુ ૧૫૬ સીટ જીતાડીને ભાજપ સરકાર મોઘવારીમાંથી રાહત આપશે, રૂ.૫૦૦માં ગેસની બોટલ આપશે પણ બજેટમાં કોઈ રાહત આપવામાં ન આવી. પ્રધાનમંત્રી જ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે, મારી બહેનોને કંઈ તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો પણ ગુજરાતની બહેનો જ્યારે બીજા રાજ્યોના બજેટ જોવે અને ત્યાંના બજેટમાં લાડલી બેન યોજનાઓ થકી મહિલાઓને માસિક સીધા કેશ ટ્રાન્સફર થાય છે તો ગુજરાતની જ બહેનો સાથે સરકારનું ઓરમાયું વર્તન કેમ? ગુજરાતની બહેનો જ કેમ અળખામણી?
એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે કાર્યરત વિવિધ બોર્ડ નિગમોની વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. સૌથી વધારે રોજગારી આપતો MSME લઘુ, મધ્યમ, ઉદ્યોગો છે. આ સેક્ટર સાથે જોડાયેલા લોકોને અપેક્ષા હતી કે, મોટા ઉદ્યોગોની સરખામણીમાં વીજળીમાં રાહત મળશે, ટેક્સમાં રાહત મળશે, જમીનો સસ્તી મળશે, પણ એવી કોઈપણ વાત આ બજેટમાં જોવા ના મળી. કુપોષણ માટે વર્ષોથી બજેટ ફાળવાય છે પણ કુપોષણમાં ગુજરાતનું આખા દેશમાં સ્થાન ક્યાં છે? સોશિયલ વેલફેર ન્યૂટ્રીશન માટે એવરેજ આઠ ટકા બજેટ ફાળવવાની વાત છે પરંતુ ગુજરાતમાં ચાર ટકા જ ફાળવાઈ છે.
૨૬-૦૨-૨૦૨૬
· ભાજપની ડબલ એન્જિન સરકારની એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઇનોરિટી, સફાઈ કામદાર, પશુપાલક, ગોપાલક વિરોધી માનસિકતા ફરી એકવાર ખુલ્લી પડી ગઈ? : શ્રી અમિત ચાવડા
· ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં પોતાના સમાજના હક અધિકાર માટે એક શબ્દ બોલવા તૈયાર નથી :
શ્રી અમિત ચાવડા
· ગુજરાતમાં બહુમતી વસ્તી ધરાવતા સમાજો માટેના બોર્ડ નિગમને ભાજપ સરકાર ખૂબ ઓછું બજેટ ફાળવી સતત અન્યાય કરી રહી છે.: શ્રી અમિત ચાવડા
· વિવિધ બોર્ડ નિગમમાં બજેટ ફાળવાય છે પણ ૫૦% રકમ વપરાતી નથી, તેનો જવાબ ભાજપ સરકાર આપતી નથી : શ્રી અમિત ચાવડા
· ભાજપ સરકાર એસ.સી., ઓ.બી.સી., લઘુમતી, દિવ્યાંગ, સફાઈ કામદારો, પશુપાલકો, માટેના બોર્ડ-નિગમોને બજેટ ઓછું ફાળવે છે અને તેમાંથી પણ ૩૫-૬૦% રકમ વાપરતી નથી. : શ્રી અમિત ચાવડા
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ જ્યારે સરકાર દ્વારા બજેટ ફાળવણીમાં SC,ST,OBC ,Minority, સફાઈ કામદારો, દિવ્યાંગો માટે ના બોર્ડ નિગમોને ઓછી ફાળવણી કરવામાં આવે છે તેનો વિરોધ કરી વોક આઉટ કરવામાં આવ્યો ત્યારે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ,સફાઈ કામદાર,દિવ્યાંગ, પશુપાલક ગોપાલક,પછાત વર્ગના વિચરતી વિમુખ જાતિ સાથે ભેદભાવ કરી રહી છે. આ સમાજનું શોષણ થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર કોઈપણ જાતની મદદ કરતી નથી. આ વિવિધ સમાજ વિરોધી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ખુલ્લો પડી ગયો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે કાર્યરત વિવિધ બોર્ડ નિગમોને છેલ્લા બે વર્ષમાં વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે અને તેમાં પણ મોટી રકમ વપરાયા વગર જ રહી ગઈ.વિધાનસભામાં સરકાર આપેલા જવાબ મુજબ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ માટે વર્ષ 2024 માં રૂ. 26.60 કરોડ ફાળવાયા જેમાં રૂ. 25.70 કરોડ ખર્ચ થયા અને રૂ. 0.89 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025 માં રૂ. 28.78 કરોડ ફાળવાયા જેમાં રૂ. 23.30 કરોડ ખર્ચ અને રૂ. 5.48 કરોડ બિનવપરાયેલ રહ્યા. ડો. આંબેડકર અનુસૂચિત જાતિ વિકાસ નિગમ (અ.જા.) માટે 2024 માં રૂ. 11.40 કરોડ ફાળવણીમાંથી રૂ. 5.18 કરોડ ખર્ચ અને રૂ. 6.31 કરોડ બિનવપરાયેલ રહ્યા. જ્યારે 2025માં રૂ. 11.86 કરોડ ફાળવણીમાંથી રૂ. 17.02 કરોડ ખર્ચ અને રૂ.0.68 કરોડ બિનવપરાયેલ રહ્યા. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમને 2024 માં રૂ. 76.50 કરોડ ફાળવાયા જેમાં રૂ. 55.07 કરોડ ખર્ચ અને રૂ.21.43 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 46.30 કરોડ ફાળવાયા જેમાં રૂ.41.35 કરોડ ખર્ચ અને રૂ.4.94 કરોડ ટકાવારી પ્રમાણે 28% બિનવપરાયેલ રહ્યા.ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 2024માં રૂ. 576.83 કરોડ ફાળવાયા જેમાં રૂ. 657.11 કરોડ ખર્ચ અને રૂ. 0.00 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 442.16 કરોડ ફાળવાયા જેમાં રૂ. 396.04 કરોડ ખર્ચ અને રૂ. 46.12 કરોડ બિનવપરાયેલ રહ્યા.ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને 2024માં રૂ. 22.80 કરોડ ફાળવાયા જેમાં રૂ. 13.67 કરોડ ખર્ચ અને રૂ. 9.13 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 18.26 કરોડ ફાળવાયા જેમાં રૂ. 10.09 કરોડ ખર્ચ અને રૂ. 8.17 કરોડ, ટકાવારી પ્રમાણે 40% બિનવપરાયેલ રહ્યું.ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ માટે 2024માં રૂ. 41.00 કરોડ ફાળવાયા જેમાં રૂ. 26.50 કરોડ ખર્ચ અને રૂ. 14.50 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 48.19 કરોડ ફાળવાયા જેમાં રૂ. 52.11 કરોડ ખર્ચ અને રૂ. 0.00 કરોડ, 35% બિનવપરાયેલ રહ્યા.
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમને 2024માં રૂ. 88.13 કરોડ ફાળવાયા જેમાં રૂ. 39.40 કરોડ ખર્ચ અને રૂ. 51.73 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 101.79 કરોડ ફાળવાયા જેમાં રૂ. 79.47 કરોડ ખર્ચ અને રૂ. 22.32 કરોડ, ટકાવારી પ્રમાણે 58% બિનવપરાયેલ રહ્યા.ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ માટે 2023માં રૂ. 12.98 કરોડ ફાળવાયા જેમાં રૂ. 21.15 કરોડ ખર્ચ અને રૂ. 0.65 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 13.18 કરોડ ફાળવાયા જેમાં રૂ. 12.53 કરોડ ખર્ચ અને રૂ. 0.65 કરોડ બિનવપરાયેલ રહ્યા. ગુજરાત ગોપાલક વિકાસ નિગમને 2024માં રૂ. 23.44 કરોડ ફાળવાયા જેમાં રૂ. 11.54 કરોડ ખર્ચ અને રૂ. 11.90 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 27.25 કરોડ ફાળવાયા જેમાં રૂ. 29.88 કરોડ ખર્ચ અને રૂ. 0.00 કરોડ, ટકાવારી પ્રમાણે 50% બિનવપરાયેલ રહ્યા.ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ માટે 2024માં રૂ. 6.84 કરોડ ફાળવાયા જેમાં રૂ. 3.74 કરોડ ખર્ચ અને રૂ. 3.10 કરોડ બિનવપરાયેલ રહ્યા, જ્યારે 2025માં રૂ. 3.85 કરોડ ફાળવાયા જેમાં રૂ. 0.50 કરોડ ખર્ચ અને રૂ. 3.34 કરોડ બિનવપરાયેલ રહ્યા.વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે બજેટ ફાળવવાના ધોરણો શું છે? શું આર્થિક, સામાજિક કે શૈક્ષણિક પરિસ્થિતિના આધારે ફાળવણી થાય છે? ઓછી ફાળવણી અને વણવપરાશ પાછળના કારણો શું છે? બજેટમાં ફાળવાય છે પણ 50% રકમ વપરાતી નથી તો એના કારણો શું છે? ભાજપ સરકાર તરફથી વિધાનસભામાં સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી.ફરી માંગ કરવામાં આવી છે કે ભેદભાવ અને અન્યાય બંધ કરી પારદર્શક રીતે બજેટ ફાળવણી અને ખર્ચ અંગે જવાબ આપો.
ભાજપના નેતાઓ બહુમતી વસ્તી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના છે.પરંતુ સમાજના હક અધિકાર રાખવામા માટે વિધાનસભામાં બોલવા પણ ઉભા થતા નથી. ભાજપના ધારાસભ્યોની એવી તો કેવી મજબૂરી છે કે, જવાબ પણ નહીં આપતા અને પોતાના વિસ્તારના લોકો અને સમાજ માટે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી.
૨૫-૦૨-૨૦૨૬
• ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર ભાજપ – સંઘના ઘુંટણીએ પડી ગયા છે – ‘રબર સ્ટેમ્પ’ જેમ વર્તી રહ્યાં છે.
• ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર ફરી વખત પોતાની સત્તા અને પદ ટકાવી રાખવા માટે હવાતીયા મારી રહ્યાં છે : ગંદા હે પર ધંધા હે તેવી નીતિ અપનાવી રહ્યાં છે.
• નિર્દોષ વિદ્યાર્થીઓને આપેલી અન્યાયી નોટિસો તાત્કાલિક પાછી ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં NSUI આખા કેમ્પસમાં ઉગ્ર “હલ્લાબોલ” કાર્યક્રમ યોજશે.
• NSUIના આગેવાનો શિવરાજ બારડ અને યશરાજ ખેર જેઓ આંદોલન સમયે હાજર ન હતા છતાં રાજકીય કિન્નાખોરી રાખીને તેમને નિશાન બનાવી રહ્યાં છે.
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તાનાશાહી, શૈક્ષણિક અરાજકતા અને નિર્દોષ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાના વિરોધમાં NSUI અને કોંગ્રેસ દ્વારા આયોજીત પત્રકાર પરિષદ સંબોધન કરતા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિષો આક્ષેપ કરે છે કે, હિંદુ ધર્મની લાગણીઓ દુભાઈ છે. પરંતુ જે વિદ્યાર્થીઓના નામ પત્રમાં લખવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થી સનાતન ધર્મમાંથી આવે છે. તો શું એ પોતાના ધર્મનું અપમાન કરશે ? ગુજરાત યુનિવર્સિટી કહે છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા વિભુતીનું અપમાન કર્યું છે પરંતુ આ કાર્યક્રમમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ પણ છે અને સંવિધાનમાં માનનારા વિદ્યાર્થીઓ પણ છે. યુનિવર્સિટીના સત્તાધીશો આક્ષેપ કરે છે કે, આ વિદ્યાર્થીઓએ ગાંધીજીનું અપમાન કર્યું છે. પરંતુ આ એજ વિદ્યાર્થીઓ છે જેમણે ગોડસેના નાટકનો વિરોધ કર્યો હતો. તો શું આ વિદ્યાર્થીઓ ગાંધીજીનું અપમાન કરી શકે ખરા ? આ એ જ વિદ્યાર્થીઓ છે જે ગોડસેના વિરોધમાં અને ગાંધીજીના પક્ષમાં વાત કરી રહ્યાં છે. જેઓ સંવિધાનના પક્ષમાં અને ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના પક્ષમાં વાત કરી રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર ફરી વખત પોતાની સત્તા અને પદ ટકાવી રાખવા માટે : ગંદા હે પર ધંધા હે તેવી નીતિ અપનાવી રહ્યાં છે. યુનિવર્સિટીને RSS અને ભાજપનો રાજકીય અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. શું કુલપતિ ભાજપ, આર.એસ.એસ. કે એ.બી.વી.પી.ના કાર્યકર છે ? નિર્દોષ વિદ્યાર્થીઓ પર ‘રાજકીય કિન્નાખોરી’: NSUIના આગેવાનો શિવરાજ બારડ અને યશરાજ ખેર, જેઓ આંદોલન સમયે હાજર પણ નહોતા, તેમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. શિવરાજ ક્લાસમાં અભ્યાસ કરતો હોવા છતાં તેને સસ્પેન્ડ કરવાની ધમકી આપી સત્તાધીશો સરકારની “જી હુઝુરી” કરી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા માઈનોરીટી વિભાગના વાઈસ ચેરમેનશ્રી શાહનવાઝ શેખે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને પુરાવાઓ સાથે છેડછાડ: કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે સીસીટીવી ફૂટેજમાં પણ છેડછાડ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવાયો છે. જે વિદ્યાર્થીઓએ બાબા સાહેબ આંબેડકરના બંધારણીય મૂલ્યોની વાત કરી અને ગોડસેના નાટકનો વિરોધ કર્યો, તેમની કારકિર્દી ખતમ કરવાના ખતરનાક મનસૂબા ઘડાઈ રહ્યા છે. કેમ્પસમાં મુક્ત પણે નશાનો કારોબાર થઈ રહ્યો છે. યુનિવર્સિટી જે વિદ્યાનું ધામ ગણાય છે, ત્યાં અગાઉ દારૂની બોટલો મળી આવ્યા બાદ હવે ખુદ કેમ્પસમાં ગાંજાના છોડ મળી આવવાની ઘટના અત્યંત આઘાતજનક છે. સત્તાધીશો આ ગંભીર મુદ્દે મૌન સેવી રહ્યા છે, જે સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક આમાં તેમની મિલીભગત અથવા નિષ્ફળતા છુપાયેલી છે. યુનિવર્સિટીના સર્વોચ્ચ અને સંવિધાનિક પદ પર બેઠેલા કુલપતિ અને કુલસચિવ શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવાને બદલે ABVP ના અધિવેશનોમાં હાજરી આપીને પોતાની વફાદારી સાબિત કરી રહ્યા છે. નિર્દોષ વિદ્યાર્થીઓને આપેલી અન્યાયી નોટિસો તાત્કાલિક પાછી ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં NSUI આખા કેમ્પસમાં ઉગ્ર “હલ્લાબોલ” કાર્યક્રમ યોજશે અને જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રીયા, પરીક્ષા પદ્ધતીથી મહત્વની કામગીરી કરવાને બદલે રાજકીય અબાડો બન્યો હોય તેવી કામગીરી કરી રહ્યાં છે. પ્રતિનિધિના વિદ્યાર્થીઓ શૈક્ષણીક સુવિધા અને વાતાવરણ આપવાને બદલે બિન શૈક્ષણિક અને રાજકીય કાર્યક્રમોમાં મોકલવામાં આવી રહ્યાં છે. યુનિવર્સિટીમાં મોટા પાયે અધ્યાપકોની ઘટ, કર્મચારીઓની ઘટ અને સુવિધાઓનો અભાવ છે. એ સુધારવાની જગ્યાએ કુલપતિ નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર સુરાતન કેમ દેખાડી રહ્યાં છે ?
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિરેન બેંકર, અમદાવાદ જિલ્લા NSUI પ્રમુખ બકુલ મકવાણા, ગુજરાત NSUI મહામંત્રી રાહીલ શીરમાન, વિક્રમસિંહ ગોહિલ, ગુજરાત સોશિયલ મીડિયા ચેરમેન આશિષ કાતરીયા અને ગુજરાત યુનિવર્સિટી NSUI પ્રમુખ યશરાજસિંહ ખેર ઉપસ્થિત રહ્યા હતા.
૨૪-૦૨-૨૦૨૬
· ડબલ એન્જીનની સરકારમાં ગરીબોના ઘર પર બુલડોઝર, પરંતુ ઉદ્યોગપતિઓના દબાણ સામે સરકાર શા માટે લાચાર ? : અમિત ચાવડા
· ઉપ મુખ્યમંત્રીના હોમ ટાઉન સુરતમાં આર્સેલર મિત્તલ સ્ટીલ ઈન્ડિયા કંપનીનું 173 હેક્ટર જમીન ઉપર 30 વર્ષથી દબાણ, સરકાર ચુપ કેમ? અમિત ચાવડા
· સૌનો સાથ – સૌનો વિકાસ ના સુત્રો પરંતુ ઉદ્યોગપતિઓને સાથ, ગરીબોનો વિનાશ: અમિત ચાવડા
· ભાજપ સરકારનો ઉદ્યોગપતિઓ માટેનો પ્રેમ અને ગરીબ વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે : અમિત ચાવડા
વિધાનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો સાચો ચહેરો બહાર આવ્યો છે. ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં કડકાઈ દેખાડતી આ સરકાર ઉદ્યોગપતિઓ સામે કેમ લાચાર બની જાય છે? પૂછાયેલા પ્રશ્ન નંબર ૩૩ના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ સ્ટીલ ઈન્ડિયા કંપની દ્વારા સરકારી તથા ગૌચર જમીન પર કુલ ૧૭૩ હેક્ટર જેટલું દબાણ કરવામાં આવ્યું છે. છેલ્લા અનેક વર્ષોથી વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકાર પોતે જ રેકોર્ડ પર મૂકે છે કે અલગ-અલગ સર્વે નંબરની જમીનો પર વર્ષો સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રહ્યો છે. કેટલીક જમીન પર ૩૮ વર્ષથી, કેટલીક પર ૩૬ વર્ષથી, કેટલીક પર ૩૩ વર્ષથી અને કેટલીક પર ૩૦ વર્ષથી દબાણ હોવાની કબૂલાત સરકારે જ કરી છે.
એક જ કંપની દ્વારા ૧૭૩ હેક્ટર જેટલી વિશાળ સરકારી જમીન પર વર્ષો સુધી કબજો હોવા છતાં સરકાર તેને ખાલી કરાવી શકતી નથી. ત્યાં બુલડોઝર નથી ચાલતા. પરંતુ બીજી તરફ રાજકોટમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે છે; અમદાવાદમાં ઠાકર, રબારી, દલિત, બક્ષીપંત અને લઘુમતી સમાજના ઘરો પર કાર્યવાહી થાય છે. અંબાજી, વેરાવળ, સોમનાથ, દ્વારકા જેવા વિસ્તારોમાં લોકોના આશિયાના અને મંદિરો પર પણ બુલડોઝર ફરે છે. ડબલ એન્જિન સરકારમાં ગરીબ સામે કડકાઈ અને ઉદ્યોગપતિ સામે નરમાઈ કેમ? ત્રીસ-ત્રીસ વર્ષ જૂના દબાણ પર પણ કાર્યવાહી ન કરી શકતી આ સરકાર “સબકા સાથ, સબકા વિકાસ”નો સૂત્ર આપે છે, પરંતુ હકીકતમાં ગરીબ અને મધ્યમ વર્ગના હિતોનું નુકસાન કરતી અને ઉદ્યોગપતિઓ સામે લાચાર બનતી દેખાય છે.
૨૪-૦૨-૨૦૨૬
• નકલીઓનું તંત્ર અસલી કરતા વધુ કામયાબ: નકલી મોડેલએ તંત્રને કર્યું લકવાગ્રસ્ત : ડૉ. હિરેન બેંકર
• લુંટનો કારોબાર કરનારા નકલીઓ પર કયા અસલી ખેલાડીની રહેમ નજર? ભાજપના રાજમાં ફૂલતું ફાલતું ‘નકલી મોડેલ’ : ડૉ. હિરેન બેંકર
• ગુજરાતમાં સતત ડિજીટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી છે બીજી બાજુ નકલી ગઠીયાઓ બેફામ બન્યા : પ્રજાને તો જાણે ‘સુડી વચ્ચે સોપારી’ જેવો ઘાટ : ડૉ. હિરેન બેંકર
ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને નકલીઓનો કારોબાર ભાજપ શાસનમાં ધમધોકાર ચાલી રહ્યો છે. નકલીઓ દ્વારા નાગરિકોને લુંટવાના બેફામ કારનામાંઓને રોકવામાં નાકામ ભાજપ શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નકલી અધિકારી બની ગઠીયાઓ પ્રજાને સરેઆમ લુંટી રહ્યાં છે. રાજ્યમાં જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસતંત્રની જરાય ડર જ ન હોય તેમ સરકારી કામો કરી આપવા, પ્રમોશન આપવા અને અપાવવા, ટેન્ડર આપવવા, આરોપીઓને છોડી મુકવા સહીતની નીતનવી મોડેસ ઓપરેન્ડીઓ થકી ગુજરાતીઓને છેતરતી ‘ઠગ કંપની’ બેફામ બની છે. જાણે નકલીઓનું તંત્ર અસલી કરતા વધુ અસરકારક હોય અને ‘નકલી મોડેલ’એ તંત્રને લકવાગ્રસ્ત કર્યું હોય એમ બનાવટી અધિકારીઓ છાકટા બની નાગરિકોને લુંટી રહ્યાં. નકલી કસ્ટમ અધિકારી, ડેપ્યુટી કલેકટર,આઈપીએસ, સીબીઆઈ અધિકારી,સીઆઈડી અધિકારી, કેન્દ્રીય એજન્સી અધિકારી, ગૃહમંત્રાલયનો અધિકારી, શાળામાં લોકો ભોગ બન્યા છે. ગુજરાતમાં સતત ડિજીટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી છે બીજી બાજુ નકલી ગઠીયાઓ બેફામ બન્યા છે, પ્રજાને તો જાણે ‘સુડી વચ્ચે સોપારી’ જેવો ઘાટ છે. ગુજરાતમાં કરોડોના કૌભાંડના અસલી ખેલાડી કોણ ? સંડોવાયેલા સાચા ખેલાડીઓ બેનકાબ ક્યારે થશે.
છેલ્લા ત્રણ વર્ષમાં ૪૨થી વધુ નકલી અધિકારીઓ પકડાયા. સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રમમાંથી પ્રકાશ નાઈ નામનો નકલી ડે.કલેકટર, સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વરસિંહ મોરી, ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી લુટ ચલાવતો નકલી કેન્દ્રીય એજન્સી અધિકારી ભરત છાબડા, સુરતના કામરેજથી નકલી આઈપીએસ પ્રદીપ પટેલ, સુરતમાં મહિલાઓને પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ, યુનીવર્સીટી રોડથી નકલી ગૃહમંત્રાલયનો અધિકારી સૌરીશ ઘોષ, કરાઈમાં ટ્રેનીગ લેતો નકલી પીએસઆઈ મયુર તડવી, ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા બતાવતો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ, સંજય શેરપુરિયા, નકલી સીએમઓ અધિકારી લવકુશ દ્વિવેદી જેના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા સામે આવ્યા,જામનગર પોલીસને આરોપીને છોડી મુકવા ભલામણ કરતો નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ, નકલી ED અધિકારી ઓમવીરસિંહ, નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા, માંડવી તાલુકમાં નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ, નકલી એફસીઆઈ અધિકારી પુણ્યદેવ રાય, વડોદરામાં ઠગે મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ સહીત કેટલાય ગઠિયાઓ મનફાવે તેમ કારનામાં અને કૌભાંડ કરી ગુજરાતની નિર્દોષ નાગરિકોની પરસેવાની કમાણીને બેફામપણે લુંટી રહ્યા છે.
ભાજપનાં ચૂંટાયેલા કાઉન્સિલર હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ અધિકારી તરીકે પકડાયા. કિરણ પટેલ, સંજય શેરપુરિયા, ભરત છાબડા, સહીત નકલી ગઠિયાઓના ભાજપના નેતાઓ સાથે નજીકનો નાતો હોય તેવા ફોટાગ્રાફ સામે આવ્યા છે. જનતા જાણવા માંગે છે કે નકલીઓ સાથે ભાજપનો અસલી સંબંધ શું છે? પીએમ ઓફીસથી લઇ સીએમ ઓફીસ, આઈએએસથી લઇ આઈપીએસ, કલેકટરથી લઇ કેન્દ્રીય એજન્સીના અધિકારી, ગૃહમંત્રાલય હોય કે કસ્ટમ વિભાગ તમામ સરકારી કચેરીઓના બાબુઓનાં નામે લુંટનો કારોબાર કરનારાઓ નકલીઓ પર કયા અસલી ખેલાડીની રહેમ નજરની છે? તે ગુજરાત જાણવા માંગે છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પકડાવાના કિસ્સાઓ
નકલી અધિકારીનુ નામ
નકલી હોદો
નકલી અધિકારીનુ નામ
નકલી હોદો
રૂપેશ દોશી
નકલી કેન્દ્રીય સુરક્ષા એજન્સી અધિકારી
જીતેન્દ્રસિંહ રાઠોડ
નકલી ડીવાયએસપી
રોહિત પરમાર
નકલી વકીલ
ભરત સેનવા
નકલી પોલીસ
બ્રિજેશ પરમાર
નકલી શિક્ષણ સચીવ
ઘનશ્યામ સંઘાણી
નકલી આર્મી ઓફિસર
મોરીસ ક્રિશ્ચિયન
નકલી જજ
જીગર શાહ
નકલ પત્રકાર
હિમાશું રાય
નકલી કસ્ટમ અધિકારી
વિવેક દવે
નકલી આઈપીએસ
પ્રકાશ નાઈ
નકલી ડે.કલેક્ટર
પ્રવિણ ઠાકોર
નકલી જોઈન્ટ ડાયરેક્ટર
હિતેશ્વર મોરી
નકલી સીબીઆઇ
જયેશ ગજ્જર
નકલી નેશનલ ડીરેક્ટર
ભરત છાબડા
નકલી અધિકારી
વિજય ચૌહાણ
નકલી આઈટી ઈન્સ્પેક્ટર
પ્રદીપ પટેલ
નકલી આઇપીએસ
અર્પિત શાહ
નકલી આઈએએસ અધિકારી
તરુણ ભટ્ટ
નકલી સીઆઇડી
જીલ પંચમતિયા
નકલી એડીશનલ કલેક્ટર
સીરીશ ઘોષ
નકલી અધિકારી
વિવેક ચૌહાણ
નકલી લોકો પાયલટ
મયુર તડવી
નકલી પીએસઆઇ
પ્રિતેશ રાણા
નકલી પોલીસ
કિરણ પટેલ
નકલી પીએમઓ અધિકારી
ભાવેશ વસાવા
નકલી પોલીસ
સંજય શેરપુરિયા
નકલી પીએમઓ
સંજુ વસાવા
નકલી પોલીસ
લવકુશ દ્વિવેદી
નકલી સીએમઓ
યોગેશ બેલેરાવ
નકલી પોલીસ
નિકુજ પટેલ
નકલી સીએમઓ
નયન પરમાર
નકલી પોલીસ
ઓમવીરસિંહ
નકલી ઇડી અધિકારી
ગૌરાંગ ભીલ
નકલી પોલીસ
ગુંજન કાંતિયા
નકલી એનઆઈએ
શાહરુખ અંસારી
નકલી ક્રાઈમબ્રાંચ અધિકારી
નેહા પટેલ
નકલી.ડે, કલેક્ટર
મહેશ ઈસ્લામીયા
નકલી રો-અધિકારી
પુણ્યદેવ રાય
નકલી અધિકારી
યુવરાજસિંહ રાઠોડ
નકલી પીએસઆઈ
વિરાજ પટેલ
નકલી સીએમઓ
સુરેન્દ્રસિંહ લોહાર
નકલી પોલીસ
૨૩-૦૨-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
· ભાજપમાં વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા
· ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં છે અને તેઓને ભાજપમાં કામ કરતી વખતે ઘણીવાર મર્યાદાઓનો સામનો કરવો પડે છે તે સૌના માટે કોંગ્રસના દરવાજા ખુલ્લા છે. : શ્રી અમિત ચાવડા
· ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ દબાઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકને ન્યાય મળવામાં મુશ્કેલી પડી રહી છે. : શ્રી ભારતસિંહ પરમાર
આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી તથા ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર આજે ઔપચારિક રીતે ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. આ પ્રસંગે મધ્ય ગુજરાતના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકરો અને આગેવાનો સતત કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ આજે ફરી કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે. તેમણે શ્રી ભારતસિંહભાઈ પરમારના જાહેર જીવનના લાંબા અને અનુભવી કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ કાર્યકરથી લઈ સંગઠનના મહત્વપૂર્ણ પદો સુધી સક્રિય રહ્યા છે. સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ હોય કે તાલુકા પંચાયત, દરેક ક્ષેત્રમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે. વર્ષ 2017માં મહુધા વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડી અને થોડો સમય ભાજપમાં સક્રિય રહ્યા, પરંતુ મૂળ વિચારધારાની પ્રેરણાથી આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે જે લોકો ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં આવે છે, તેઓને ભાજપમાં કામ કરતી વખતે ઘણીવાર મર્યાદાઓનો સામનો કરવો પડે છે. એવા ઘણા આગેવાનોને ત્યાં ગૂંગળામણ અનુભવાય છે અને તેમના વિચારોને યોગ્ય સ્થાન મળતું નથી. ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, જે જનમાનસમાં ઊભરતી અસંતોષની લાગણી દર્શાવે છે. લોકોમાં હવે એવી ભાવના મજબૂત બની રહી છે કે સરકાર સામાન્ય અને ગરીબ વર્ગના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ નથી.
તેમણે ગરીબોના મકાનો પર બુલડોઝર ચલાવવાના બનાવો અને સહકારી ક્ષેત્રમાં વધતા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ જ યોગ્ય મંચ છે. ભારતસિંહભાઈ પરમારે પણ પોતાના સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે વર્ષો પહેલા જે મૂલ્યો અને વિચારધારાથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, તે જ ભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ફરી કોંગ્રેસ પરિવારનો ભાગ બન્યા છે. ગરીબો, ખેડૂતો અને સામાન્ય લોકો માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા અવિચળ છે.
કાર્યક્રમના અંતે અમિત ચાવડાએ જણાવ્યું કે ભલે અગાઉ રાજકીય રીતે સામસામે લડ્યા હોય, પરંતુ હવે રાજ્યના હિત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે બધા આગેવાનો એક મંચ પર આવી એકતા સાથે કાર્ય કરશે. શ્રી ભારતસિંહ પરમાર સાથે જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકરોનું કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આવનારા સમયમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
પચાસથી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ ભારતસિંહ પરમારએ જણાવ્યું કે તેમણે હંમેશા ભારતીય સંવિધાનનું સન્માન કર્યું છે અને કોંગ્રેસની વિચારધારાએ દેશના સંવિધાન અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કર્યું છે. આઝાદી પહેલાં અને બાદમાં કોંગ્રેસે સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાથી દેશ માટે લડત આપી છે.
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ દબાઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકને ન્યાય મળવામાં મુશ્કેલી પડે છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે લોકશાહી મૂલ્યો માટે સંઘર્ષ કર્યો, તે મૂલ્યોને બચાવવા કોંગ્રેસ જ યોગ્ય મંચ છે, એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે.
તેમણે તાજેતરની ‘અમૂલ’ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં સત્તાનો દુરુપયોગ કરીને અનેક કાર્યકરોને ચૂંટણી લડવાથી અને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા તથા એકએક મત માટે દસ લાખ સુધીનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, આ અનુભવથી અમોને લાગ્યું કે લોકશાહી નબળી બની રહી છે.
અંતમાં તેમણે સ્વીકાર્યું કે થોડો સમય ભાજપમાં રહ્યા, પરંતુ લોકશાહી અને છેવાડાના માણસના હિત માટે કાર્ય કરવા તેઓ ફરી કોંગ્રેસ સાથે જોડાયા છે. આવનારા દિવસોમાં જીલ્લા કક્ષાએ સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે જોડાશે તેવી પ્રતિબદ્ધતા સાથે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના આગેવાનશ્રીઓ શ્રી માલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, જી.પી.સી.સી., શ્રી કાળુસિંહ ડાભી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શ્રી મહેન્દ્રસિંહ રાણા, કાર્યકારી પ્રમુખ, શ્રી બીમલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, શ્રી નટવરસિંહ મહીડા, પ્રભારીશ્રી ખેડા અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ, શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ડીરેક્ટર, અમુલ ડેરી, શ્રીમતી સુધાબેન ચૌહાણ, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, શ્રી ગોકુળભાઈ શાહ, પ્રમુખ, એન.એસ.યુ.આઈ., શ્રી નવીન મામા, કન્વીનર, ચૂંટણી સમિતિ, શ્રી ઐયુબખાન પઠાણ, મહામંત્રી, શ્રી દિનેશભાઈ રાઠોડ, મહામંત્રી, શ્રી સુભાષભાઈ આચાર્ય, જીલ્લા પ્રવક્તા સહીત આગેવાનશ્રીઓએ ઉપસ્થિત રહી કોંગ્રેસ વિચારધારામાં જોડાયેલ સૌને આવકાર્ય હતા અને આવનારા ભવિષ્યમાં કોંગ્રેસની લોકશાહી બચાવવાની લડાઈ લડવા અને ખભે ખભા મિલાવી કોંગ્રેસની વિચારધારાને ઘર-ઘર સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ બન્યા હતા.
૨૦-૦૨-૨૦૨૬
· યુવા કોંગ્રેસ દ્વારા ગિગ વર્કર સાથે ‘ન્યાય અભિયાન’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો
· ગિગ વર્કરએ પોતાની સમસ્યાઓ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સામે રજૂ કરી
· ગિગ વર્કરની દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યુવા કોંગ્રેસ મેદાને
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આવેલ ઈન્દુલાલ યાજ્ઞિક ગાર્ડન ખાતે ગિગ વર્કર સાથે ‘ન્યાય અભિયાન’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોષી અને શાહનવાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલની યજમાનની હેઠળ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યારથી દેશમાં 2014માં કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી બેરોજગારી દર વધી રહ્યો છે. છેલ્લા 45 વર્ષનો બેરોજગારીનો રેકોર્ડ તૂટી ગયા છે અને ગિગ વર્કની કોઈ સમસ્યા સાંભળતું નથી. યુવા કોંગ્રેસ દ્વારા તેમની લડાઈ લડવામાં આવશે અને તેઓને ન્યાય પણ અપાવવામાં આવશે .તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગિગ વર્કર ન્યાય અભિયાનનો હેતુ તમામ ગિગ વર્કર છે તેઓને ગૌરવ, સુરક્ષા અને સન્માન આપવા માટેની લડાઈ છે. હાલના સમયમાં તેમનો કોઈ ન્યૂનતમ આવકની ગેરંટી નથી, દૈનિક કમાણી અનિશ્ચિત છે અને તે સતત ઘટતી જઈ રહી છે ગિગ વર્કરના આઈડી બ્લોક કરવામાં આવે છે. આરોગ્ય વીમો, અકસ્માત કવર, માતૃત્વ લાભ પેન્શન કે વૃદ્ધાવસ્થા સુરક્ષા જેવી બાબતમાં સહાય કોઈ આપવામાં આવતી નથી ગિગ વર્કરને તમામ ફાયદો મળે તે માટે યુવા કોંગ્રેસ ન્યાય અપાવવા માટે લડાઈ લડશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે આજની સ્થિતિ અત્યંત ચિંતાજનક અને અમાનવીય બની ગઈ છે, કંપનીઓની નફાખોરી, દસ મિનિટમાં ડિલિવરી જેવા અસંભવ દબાણો અને કેન્દ્ર સરકારની ઉદાસીનતા એ લાખો યુવા વર્કર્સને શારીરિક- માનસિક થાક અને આર્થિક અસ્થિરતામાં ધકેલી દીધા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે Zomato, Swiggy, Blinkit, Zepto, Ola, Uber કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઝડપીથી વધી રહી છે પરંતુ કંપનીઓ દ્વારા માત્ર સ્વાર્થભરી નીતિ અપનાવવામાં આવી રહી છે અને તેમની સમસ્યાનો પણ અનેક છે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ તેમને ન્યાય અપાવવા માટે લડાઈ લડશે તેવું તેઓએ જણાવ્યું હતું.
અમદાવાદ પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે ,જ્યારે દેશમાં ભારત જોડે યાત્રા હતી ત્યારે દેશના નેતા રાહુલ ગાંધીએ પણ ગિગ વર્કર સાથે સંવાદ કર્યો હતો તેઓની સમસ્યા સાંભળવામાં આવી હતી. યુવા કોંગ્રેસની ટીમ દ્વારા ગિગ વર્કરને ન્યાય અપાવવા માટે લડાઈ લડશે અને તેમની જોડે સંવાદ કરીને સમસ્યાઓ ઉજાગર કરવામાં આવશે. હાલના સમયમાં સામાજિક સુરક્ષા અને અકસ્માત વીમો, આરોગ્ય વીમો, અકસ્માત કવર, હોસ્પિટલ ખર્ચ માતૃત્વ લાભ અને અપંગતા સહાય માટે કોઈ ફાયદા આપવામાં આવતા નથી, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કાનૂની દરજજો અને સંરક્ષણ ગિગ વર્કર્સને શ્રમ કાયદાઓ હેઠળ સંરક્ષણ મળે, સાથે સાથે ગિગ વર્કર માટે હેલ્પલાઇન વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં અને જે પણ ગિગ વર્કરની લડાઈ હશે તે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ લડશે તેવી વાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના સહ સચિવ અને ગુજરાતના સહ પ્રભારી અંજના બૈરવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ મોટા શહેરોમાં ગીગ વર્કર સાથે સંવાદ કરીને તેઓની સમસ્યા સાંભળવામાં આવશે અને ન્યાયની લડાઈ પણ લડવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ગિગ વર્કર ન્યાય અભિયાન અંતર્ગત સંવાદ કરતા ગિગ વર્કર્સઓએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. જે જ્યારે કોઈ કંપનીમાં નોકરી મળે છે ત્યારે આઈડી બનાવવા માટે 500 થી લઈને 1500 રૂપિયા ફી લેવામાં આવે છે પછી પાછા આપવામાં આવતા નથી. સાથે સાથે નવા રાઈડરોને ઉમેરો કરીને જૂના રાઈડરોનો પગાર ઓછો કરી દેવામાં આવે છે અને નવા લોકોનો પગાર વધારી દેવામાં આવે છે તેવી અનેક સમસ્યાઓ પણ રજુ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મન્સૂરી, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ચિરાગ દરજી, અમદાવાદ શહેર પ્રમુખ ઈમરાન સિંધી, યુવા કોંગ્રેસ ભાવેશ ગુર્જર,NSUI રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી, NSUI પૂર્વ સિટી પ્રમુખ આસિફ પવાર વગેરે આગેવાનો જોડાય હતા.
૧૮-૦૨-૨૦૨૬
• વાસ્તવિક સમસ્યાઓ, માંગણીઓ ગુજરાતની જનતાની અપેક્ષાથી વિપરીત, ૨૦૪૭ના સ્વપ્નો બતાવતું બજેટ : અમિત ચાવડા
• ભાજપ શાસિત બીજા રાજ્યોમાં લાડલી બહેન, મહિલાઓને આર્થીક મદદ, તો ગુજરાતની બહેનો કેમ અળખામણી : અમિત ચાવડા
• બજેટ આંકડાઓની માયાજાળ, ખેડૂત દેવા મળી માટે, સમાન કામ સમાન વેતન માટે, મોંઘવારી ઘટાડવા, સરકારી પદો ઉપર કાયમી ભરતી માટે, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી માટે, પાક વીમા યોજના માટે, કોઈ જ ઉલ્લેખ કે જોગવાઈ નહિ : અમિત ચાવડા
• બજેટ માટે ખેડૂતો, ગૃહિણીઓ, યુવાનો, કામદારો, ગરીબ-વંચિત સમજો, કર્મચારીઓને જે આશા-અપેક્ષા હતી તે ઠગારી નીવડી : અમિત ચાવડા
• ભાજપ સરકારે બજેટમાં ખેડુતોના દેવા માફ ન કરી ખેડુતો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો : અમિત ચાવડા
• ૫ વર્ષમાં ગુજરાતનું દેવું ૭૯,૧૫૨ કરોડ વધ્યું, ઉદ્યોગપતિઓને લહાણી અને સામાન્ય જનતા પર દેવું, શું આ છે ગુજરાત મોડલ? : અમિત ચાવડા
• મત લેવા માટે નારી શક્તિના ગુણગાન, જ્યારે બજેટમાં મોંઘવારીમાંથી મુક્તિ આપવાની વાત આવી ત્યારે સરકાર મોં ફેરવી ગઈ : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું ત્યારે રાજ્યની જનતાને સરકાર પાસેથી ભારે આશા અને અપેક્ષા હતી કે ડબલ એન્જિન સરકાર જનહિતમાં ઠોસ પગલાં ભરતું બજેટ રજૂ કરશે. પરંતુ રજૂ થયેલું બજેટ સ્પષ્ટ કરે છે કે આ ડબલ એન્જિનમાંથી એક એન્જિન મોંઘવારી વધારવાનું અને બીજું ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. ચાર લાખ આઠ હજાર કરોડના આંકડાનો ઢોલ પીટી વિકાસના નારા આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર સામાન્ય લોકો માટે રાહત જોવા મળતી નથી. ૨૦૨૬-૨૭ના બજેટમાં ૨૦૪૭ના સપના બતાવવામાં આવે છે, જ્યારે આજની હકીકતોને નજરઅંદાજ કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે, આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. અન્ય રાજ્યોમાં ગેસ સિલિન્ડર સસ્તા આપવાની યોજનાઓ અમલમાં છે, પરંતુ ગુજરાતની બહેનો માટે ગેસના બાટલામાં રાહત કે માસિક સહાય જેવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ નગણ્ય છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. યુવાનો અને કામદારો માટે પણ આ બજેટ નિરાશાજનક છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ-સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગ પર પણ સરકાર મૌન છે.
સામાજિક ન્યાયની વાતો ભલે થાય, પરંતુ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકો માટે વસ્તીના પ્રમાણમાં યોગ્ય ફાળવણીનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શનમાં વધારો કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી નથી. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ગેમ્સ અને ઉદ્યોગોના નામે આંકડાઓ રજૂ કરીને વિકાસનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે, પરંતુ રોજગાર, કૃષિ, મોંઘવારી અને સામાજિક સુરક્ષા જેવા મૂળ પ્રશ્નોને અવગણવામાં આવ્યા છે. બજેટ જનતાને ન્યાય આપતું નહીં, પરંતુ જાહેરાતો અને પ્રચારથી ભરેલું દસ્તાવેજ છે. ગુજરાતને સપનાઓ નહીં, હકીકતમાં રાહત જોઈએ. આ બજેટ રાજ્યની જનતાની આશા-અપેક્ષા વિરુદ્ધ છે અને સરકારની પ્રાથમિકતાઓ જનહિતથી દૂર હોવાનું સ્પષ્ટ કરે છે
૧૭-૦૨-૨૦૨૬
· નલ સે જલ” યોજનાની તટસ્થ તપાસ થાય તો ભાજપના મોટા માથા પકડાશે, કરોડોનું કૌંભાડ : શ્રી અમિત ચાવડા
· નલ સે જલ” યોજનામાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, કરોડોનો ભ્રષ્ટાચાર-સી.બી.આઈ. દ્વારા તપાસ કરવો : શ્રી અમિત ચાવડા
· નર્મદા યોજનામાં પડોશી રાજ્યો પાસે લેવાની 8,000 કરોડની રકમ ક્યારે મળશે : શ્રી અમિત ચાવડા
· રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર, પ્રધાનમંત્રીશ્રી લાલ આંખ દેખાડે, ગુજરાતના હક્કના ૮૦૦૦ કરોડ અપાવે : શ્રી અમિત ચાવડા
· વર્ષ 2011થી ગુજરાતના ખડૂતો જમીન રી-સર્વેના ગોટાળા-કૌભાંડથી હેરાન પરેશાન : શ્રી અમિત ચાવડા
· ખેડૂતોની જમીન રી-સર્વેની ભૂલો સુધારવા માટેની લાખો પેન્ડીંગ અરજીઓનો વર્ષોથી નિકાલ નથી થતો, તાત્કાલિક નિકાલ કરો : શ્રી અમિત ચાવડા
· ભૂલો સુધારવા માટેની મંજુર અરજીઓની પણ ગામ-નકશામાં અસર કેમ નથી આપતા. : શ્રી અમિત ચાવડા
· DILR અને SLRની મહેસુલી કચેરીઓમાં મોટા ભ્રષ્ટાચાર, ભૂમાફિયાઓ રી-સર્વેના નામે જમીનો પચાવી પાડે છે. :
શ્રી અમિત ચાવડા
વિધાનસભામાં બજેટ સત્ર માં પ્રશ્ર કાળ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્રની બંને સરકારો ખૂબ બણગા ફૂંક્યા ખુબ મોટી મોટી જાહેરાત કરીને ઘરે ઘરે નલથી જલ પહોંચાડ્યું, પરંતુ વાસ્તવિકતા જનાક્રોશ યાત્રા દરમિયાન સમગ્ર ગુજરાતમાં નલ સે જલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો. કમિશન ખોર સરકારના રાજમાં ભાજપના નેતાઓ અને તેમના મળતીયાઓએ નલ સે જલ યોજના બદલે નલ સે ધન યોજના બનાવી દીધી.વિધાનસભામાં મહિસાગર જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો તેમાં હકીકતો સામે આવી છે કે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો ખાલી એક જ જિલ્લામાં પકડાયો છે. તેમા પણ કાર્યવાહી માત્ર નાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે થઈ છે. જ્યારે ભાજપના મળતીયાઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી.નલ સે જલ યોજનાની બરોબર તપાસ થાય તો ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ અને સૌથી મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે. આ યોજનામાં કેન્દ્ર સરકારના પૈસા છે તેથી કેન્દ્ર સરકાર પાસે માંગણી કરીએ છીએ કે CBI મારફત તપાસ કરાવે અને ગુજરાતમાં આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે શ્વેતપત્ર પણ બહાર પાડે.
નર્મદા યોજના ગુજરાત માટે જીવાદોરી સમાન છે. આ યોજનાના પાણીને કારણે અનેક પ્રદેશોની કાયાપલટ થઈ છે. પરંતુ આ યોજનામાં ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફથી મળવાપાત્ર હિસ્સાની રકમ સમયસર ન મળતા વિકાસના બાકી રહેલા કામો અટકી રહ્યા છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં 31 જુલાઈના અંતે મધ્યપ્રદેશ પાસેથી રૂ. 5,516 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ. 1,883 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ. 574 કરોડ કુલ મળીને અંદાજે લગભગ રૂ. 8,000 કરોડ લેવાના બાકી નીકળે છે. ત્રણેય રાજ્યમાં ડબલ એન્જિન સરકાર હોવા છતાં આટલી મોટી રકમ બાકી રહેવી ચિંતાજનક છે. આ રકમ પાછી મળે તો નર્મદાની બાકી રહેલી કેનાલો, સબ-કેનાલો અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવાના કામોને ગતિ મળી શકે.ગુજરાતની જનતા વતી માંગ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પડોશી રાજ્યો પાસેથી બાકી રકમ વસૂલ કરે, જેથી નર્મદા યોજનાનો સંપૂર્ણ લાભ ગુજરાતને મળી શકે. રાજ્ય સરકારનું તો આજુબાજુના રાજ્યો નથી સાંભળતા, વડા પ્રધાનશ્રી આમાં હસ્તક્ષેપ કરે અને ગુજરાતના પૈસા પાછા અપાવે
ગુજરાતમાં જમીન રી-સર્વેની શરૂઆત વર્ષ 2010-11 દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના સમયમાં કરવામાં આવી હતી. આઝાદી પછી પહેલીવાર વ્યાપક પુનઃમાપણી કરાઈ હોવાના દાવા સાથે જામનગર (હાલ દ્વારકા-જામનગર) અને બનાસકાંઠા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આટલા બધા વર્ષો બાદ પણ ખેડૂતોની ફરિયાદો યથાવત્ છે. ખોટી માપણી, ખોટા નકશા અને મોટા પાયે ફરિયાદો ખેડુતોએ કરી હતી.વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકારે સ્વીકારાયું કે લાખો સુધારાની અરજીઓ પેન્ડિંગ છે. બે વર્ષ પહેલાં 5.70 લાખ અરજીઓ બાકી હોવાની કબૂલાત સાથે 100 દિવસમાં નિકાલ કરવાનો વાયદો થયો હતો, છતાં ઘણા જિલ્લાઓમાં મોટાભાગની અરજીઓ આજે પણ બાકી છે. અનેક જગ્યાએ ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા, પાડોશીઓમાં વૈમનસ્ય અને હિંસાની ઘટનાઓ સુધી વાત પહોંચી છે. બે ગામની જમીનોનું રી-સર્વે કરવા માટે લગભગ 28 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે એજન્સીએ ઓફિસમાં બેઠા બેઠા આઠ કલાકમાં રી-સર્વે કર્યું હતો. એજન્સી દ્વારા જે રી-સર્વે કર્યો છે એ તમામ રી-સર્વે ઓફિસમાં બેસીને ખોટી રીતે કોઈને ફાયદો કરાવવા કે કોઈને નુકસાન કરાવવાના હેતુથી કર્યો છે.ત્યારે રી-સર્વે તાત્કાલિક રદ પણ થવો જોઈએ અને જે પેન્ડીંગ કામનું તાત્કાલિક નિકાલ પણ થવું જોઈએ. ગુજરાતના ખેડૂતો માટે એમની તકલીફોનું નિવારણ માટે રી-સર્વે ની શું સ્થિતિ છે એના માટેનું શ્વેતપત્ર બહાર પાડે એવી માગણી કરીએ છીએ..
૧૬-૦૨-૨૦૨૬
• મોદી સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું: શ્રી મુકુલ વાસનિક
• 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા દરમિયાન ડ્રગ્સ, દારૂ,જાતિના દાખલ માટે યુવાનોને હેરાનગતિ અને મનરેગામાં કમિશનખોર સરકારનો ભ્રષ્ટાચાર જોયો: શ્રી અમિત ચાવડા
• ભાજપ સરકારે મધ્યમ – ગરીબ વર્ગના ઘર પર બુલડોઝર ફેરવ્યાઃ ડબલ એન્જિનની સરકારમાં બેરોજગાર યુવાનોના સપનાઓ કચડાઈ રહ્યા છે, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે પરંતુ ખેડુતોના દેવા માફ નથી થતા : શ્રી અમિત ચાવડા
• રાજ્યની કાનૂન-વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ, ભાજપની સરકારમાં બહેન-દીકરીઓ અસુરક્ષિત, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા તાયફા અને પ્રચારમાં વેડફાઈ રહ્યા છે: શ્રી અમિત ચાવડા
• ગુજરાતના ખેડુતોની જમીન ભાજપના ગુંડાઓ ખોટી રીતે NA કરાવી જમીન સંપાદન કરાવી રહ્યા છે : શ્રી અમિત ચાવડા
• જનતાના હિત અને પ્રશ્નો માટે કોંગ્રેસના કાર્યકરો લાઠી ખાવા તૈયાર: શ્રી અમિત ચાવડા
• ભાજપ સરકારના શાસનમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર થયો: ડૉ. તુષાર ચૌધરી
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનિકજીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડુતો હેરાન છે, મહિલા સાથે ઉત્પીડન થઈ રહ્યું છે,યુવાનો ગરીબો છે,બેરોજગારી માંજા મુકી ગઈ છે ,ભ્રષ્ટચાર ચરમ સીમાએ છે પંરતુ ભુપેન્દ્ર પટેલની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર કુંભકર્ણની નિદ્રામાં છે. નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર કરવાને બદલે ભારતને અમેરીકા નિર્ભર બનાવી દિધો છે. અમરીકા ભારત સાથે ટેરિફ ડિલ કરી. આ ટ્રેડ ડિલ પ્રમાણ અમેરિકાએ ભારત પર 18 ટેરિફ લગાડ્યો જ્યારે ભારતે અમેરીકા પર શુન્ય ટેરિફ લગાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ત્યા સુધી સંઘર્ષ કરશે જ્યા સુધી ગુજરાત માંથી ભૂપેન્દ્ર પટેલની સરકારને સતામાંથી દૂર ન કરી દઈએ.
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં જન આક્રોશ સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની ૧૩૦૦ કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની ૧૪૦૦ કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોના જીવનમાં ભય, અન્યાય અને તકલીફો વધી છે. રાજ્ય આજે વિકાસના દાવાઓની પાછળ છુપાયેલા કડવા સત્યનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ અને આશાભેર સરકારને બહુમતી આપી હતી, પરંતુ આજે લોકો રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. દરેક ગામમાં મનરેગા અને નલ સે જલ યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભાજપના નેતાઓએ નલ સે જલ યોજના ને નળ સે ધન યોજના બનાવી દીધી છે. આદિવાસી યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓની સુરક્ષા જોખમમાં છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે,વન વિભાગના અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો પેઢીઓથી જંગલને પોતાનું ઘર માને છે, જંગલ પર જ જીવિકા ચલાવે છે, એ જ લોકોને આજે જંગલમાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. ભાજપ સરકાર કમિશન ખોર સરકાર છે. તડકેશ્વરમાં પાણીની ટાંકી તુટીએ તમે કોન્ટ્રકટરે કમલમમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે ખુલ્લી મશ્કરી કરી રહી છે.કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પાક નિષ્ફળ જવાની આફત આવે છે, ત્યારે સરકાર દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના ‘સહાય પેકેજ’ની જાહેરાતો તો કરવામાં આવે છે.
ગાંધીનગર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, બનાસકાંઠાનાં સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી જીગ્નેશ મેવાણી, ડૉ.ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, એઆઈસીસીના મંત્રીશ્રી રામકિશન ઓઝા, શ્રી શુભાષીની યાદવ, શ્રી દેવેન્દ્ર યાદવ, શ્રી બી વી શ્રીનિવાસ, પૂર્વ સાંસદ એમિબેન યાજ્ઞિક, એનએસયુઆઈનાં પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ડૉ.પ્રવીણ વણોલ, સેવાદળના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રગતિબેન આહિર, પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, જીલ્લા-શહેરના પ્રમુખશ્રીઓ, વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રી, આગેવાનો વિશેષ ઉપસ્થિત રહીને જનતાના મુદ્દાઓ ઉપર સાથે મળીને લડતનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનો સહિત જેમના મકાન પર બુલ્ડોજર ફેરવવામાં આવ્યાં છે તેવા બેઘર પરિવાર, આરોગ્ય કર્મચારીઓના ચાર-ચાર મ
૧૪-૦૨-૨૦૨૬
• ટ્રેડ ડીલને કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ, ટેક્સ ટાઈલ ઉદ્યોગ અને સહકારી માળખું પડી ભાગશેઃ
શ્રી અમિત ચાવડા
• ટ્રેડ ડીલ માં અસમાનતા,અમેરીકા ભારત ઉપર દરેક મામલે જો હુકમી કરે છે તેમ છતા પ્રધાનમંત્રી કેમ ચૂપ ? : શ્રી અમિત ચાવડા
• ભાજપ સરકાર ટેડ ડીલની સાચી વિગતો-હકિકતો જનતા સમક્ષ કેમ મુક્તી નથી ? : ખેડૂતો, પશુપાલકો અને નાના કૃષિલક્ષી વેપારીઓને મોટો ફટકો પડશે : શ્રી અમિત ચાવડા
• રાહત પેકેજ જાહેર કર્યું તેને ચાર મહિના થઈ ગયા પરંતુ ખેડુતોને સહાય મળી નથી : શ્રી પાલ આંબલિયા
• સરકાર કોઈપણ ભોગે ઔધોગીક ખેતી લાવી ખેડુતોને માલિકમાંથી મજુર બનાવાનું ષંડપત્ર : શ્રી લાલજી દેસાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે,વર્તમાન કેન્દ્ર સરાકર જે નિર્ણય લઈ રહી છે તે લાંબા ગાળે દેશને નુકશાન થવાનું છે. કહેવાતી ૫૬ની છાતી વાળા વડાપ્રધાન દરેક રીતે અમેરીકા સામે સરેન્ડર થઈ ગયા હોય તેવી ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ટેરિફના નિર્ણય લઈ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. એવી તો શું મજબૂરી છે કે પ્રધાનમંત્રી એક પણ શબ્દ બોલતા નથી? ટ્રેડ ડિલની હકીકતો,વિગતો,માહિતી કેન્દ્ર સરકાર કેમ જનતા સામે રજૂ કરતી નથી? ગુજરાત સાથે અન્ય રાજ્યના કપાસ ઉત્પાદન કરતા ખેડુતોને મોટા પાયે નુકસાન થવાનું છે.બાંગ્લાદેશ અમેરીકમાં કપડા એકેસપોર્ટ કરે તો શુન્ય ટેરીફ જ્યારે ભારત કપડા એકેસપોર્ટ કરે તો ૧૮ ટકા ટેરીફ લાગે. લોકસભાના વિપક્ષના નેતા, જનનાયકશ્રી રાહુલ ગાંઘીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો તો સરકારે જવાબ આપ્યો કે, ભારતે અમેરીકા પાસેથી કપાસની આયત કરશે. આ ટ્રેડ ડીલ ખેડુત,ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ,કો-ઓપરેટિવ સ્ટ્રક્ચર,ડેરી અને પશુપાલકોને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે જનઆક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા, આદિવાસીઓ, દલિતો, બક્ષીપંચ સમાજ, કામદારોના પ્રશ્નો સહિત સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવશે.
પત્રકાર પરિષદને સંબોધન કરતા કિસાન સેલના પ્રમુખશ્રી પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકારના પ્રવકતા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી જવાબદારીથી ભાગી રહ્યા છે.ઑક્ટોબરમાં કમૌસમી વરસાદ પડ્યો તેને 4 મહિના થઈ ગયા, પરંતુ દ્વારકા જિલ્લાના ૧૭૦૦થી વધુ ખેડુતોને હજી રાહત પેકેજની સહાય મળી નથી. સરકારે 7 દિવસમાં ટેકાના ભાવના પૈસા મળી જશે તેવા વાયદા કર્યા હતા, પરંતુ હજી સુધી દ્વારકા જિલ્લાના ૫૦૦૦થી વધુ ખેડુતોને પૈસા મળ્યા નથી. ટેકાના ભાવે મગફળી ખરીદી તેના પણ પૈસા રાજ્યના ખેડુતોને નથી મળ્યા.
1) ગુજરાતમાં કેટલા ખેડુતોને રાહત પેકેજ આપવામાં આવ્યું?,કેટલું રૂપિયા આપવામાં આવ્યા?
2) અરજી કરી હોય તેવા કેટલા ખેડુતોને સહાય બાકી છે?
3) ટેકાના ભાવે જે ખેડુતોએ મગફળી વેચી હોય અને ૭ દિવસથી વધારે સમય વીતી ગયો હોય એવા ગુજરાતમાં કેટલા ખેડુતો બાકી છે? હજી સુધી નથી ચૂકવાણા તેનું કારણ જણાવો
કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરમાં આવી ગુજરાતના ખેડુતોની માફી માંગતા કારણો સાથે જવાબ આપવો જોઈએ.
પત્રકાર પરિષદને સંબોધન કરતા સેવાદળના અધ્યક્ષશ્રી લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, અમેરિકાની સરકાર ખેડુતોને ચોખામાં પ્રતિ હેકટેરે ૨૩૯૦૦, કપાસમાં ૨૧૯૦૦,મગફળીમાં ૧૦૪૦૦,સોયાબીનમાં ૫૮૦૦,મકાઈમાં ૮૩૦૦ અને ઘંઉમાં ૭૪૦૦ની સબસીડી આપે છે.ભારત અને ગુજરાતના ખેડુત પરસેવાથી MSP ના ભાવના ઠેકાણા વગર ખેતી કરી રહ્યા છે. અમેરિકાના ઓર્ગેનાઇઝ, સબસિડાઇસ, કોર્પોરેટ ખેડૂતોના સામનો ગુજરાતના ખેડૂતો કેવી રીતે કરશે? સરકાર કોઈપણ ભોગે ભારતના ખેડુતોને ખતમ કરી સરકાર ફરી ઔધોગિક ખેતી લાવી માલિક માંથી મજૂર બનાવી રહી છે.
૧૩-૦૨-૨૦૨૬
· દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા વલસાડ જિલ્લામાં ૨ ફેબુઆરી એ શરૂઆત કરી ૧૩ ફેબ્રુઆરીએ ડેડીયાપાડામાં ભવ્ય સમાપન, યાત્રામાં જોડાવા અને સમર્થન બદલ સૌનો આભાર : શ્રી અમિત ચાવડા
· જન આક્રોશ યાત્રાના માધ્યમથી ૨૦૨૭ માં ગુજરાતમાં થનાર પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે : શ્રી અમિત ચાવડા
· જન આક્રોશ યાત્રામાં બહેનો, માતાઓનો આક્રોશ, દારૂ અને ડ્રગ્સનો ખાત્મો બોલાવો : શ્રી અમિત ચાવડા
· વિકાસના પ્રોજેકટના નામે આદિવાસી સમાજના જળ,જંગલ,જમીન છીનવવામાં આવે છે : શ્રી અમિત ચાવડા
· જન આક્રોશ યાત્રામાં જોડાઈ લોકોએ રજૂ કરેલ પ્રશ્નો, ફરિયાદો, ભ્રષ્ટાચારનો મુદ્દો આગામી વિધાનસભામાં ઉઠાવીશું : શ્રી અમિત ચાવડા
· ગુજરાતનાં યુવાનોનું શોષણ કરવાનું બંધ કરે સરકાર, ફિક્સ પગાર, કોન્ટ્રકટ પ્રથા નાબૂદ કરો, યુવાનોને કાયમી નોકરી આપો : શ્રી અમિત ચાવડા
· વન અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર અત્યાચાર, જેમનું મુળ નિવાસ જંગલ છે તેમને જ જંગલમાં જતા રોકવામાં આવે છે : ડૉ. તુષાર ચૌધરી
ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ ત્રીજા ચરણની શરૂઆત દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લાના કપરાડાથી શરૂઆત થઈ જે, નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં ભવ્ય જન આક્રોશ સભા સાથે સમાપન થઈ. આ યાત્રા દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી શ્રી બી.વી. શ્રીનિવાસ, દક્ષિણ ગુજરાતના વિવિધ જીલ્લાના પ્રમુખશ્રીઓ તથા કોગ્રેસ પક્ષના પદાધિકારીઓ, આગેવાનોએ ૭ જિલ્લાઓમાં ૧૧૦૦ કિલોમીટરની યાત્રા કરી.
કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની ૧૩૦૦ કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની ૧૪૦૦ કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી.
‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ ત્રીજા ચરણના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોના જીવનમાં ભય, અન્યાય અને તકલીફો વધી છે. રાજ્ય આજે વિકાસના દાવાઓની પાછળ છુપાયેલા કડવા સત્યનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ અને આશાભેર સરકારને બહુમતી આપી હતી, પરંતુ આજે લોકો રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. દરેક ગામમાં મનરેગા અને નલ સે જલ યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભાજપના નેતાઓએ નલ સે જલ યોજના ને નળ સે ધન યોજના બનાવી દીધી છે. આદિવાસી યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓની સુરક્ષા જોખમમાં છે. PESA એક્ટ (Act)ની જોગવાઈઓની સરકાર ઘોર અનદેખી કરી રહી છે. વિકાસના મોટા-મોટા વાયદાઓ અને પ્રોજેક્ટ્સના નામે આદિવાસી સમાજની જીવાદોરી સમાન જળ, જંગલ અને જમીન છીનવી લેવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે. આદિવાસી સમાજની જમીનોને ભાજપના મળતીયાઓ ખોટી રીતે NA કરાવી દેવામાં આવે છે, અને ત્યારબાદ સરકારી પ્રોજેક્ટમાં ઉંચા ભાવે જમીન સંપાદન કરાવવાનું કરોડોનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ભાજપની ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ કમિશનમાં ભાગીદાર છે. ભાજપના નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે.
૨૦૨૨માં ચારેય તરફ ભાજપ સરકાર સામે વિરોધ હતો. ભ્રષ્ટાચાર, ગેરવયવહાર, તાનાશાહીનું શાસન ચલાવનાર ભાજપ સરકારને જનતા ઉખાડી ફેંકવા માંગતી હતી, પરંતુ ભાજપની બી ટીમ એટલે આમ આદમી પાર્ટીએ ભાજપના ઈશારે ઉમેદવાર ઉભા રાખી કોંગ્રેસના મતોમાં વિભાજન કરાવ્યું હતું. આમ આદમી પાર્ટી જનતાને ભ્રમિત કરી, ભાજપ સામે લડવાનું નાટક કરે છે, પરંતુ અંદરખાને ભાજપને ફાયદો પહોંચાડે છે. જનતાના હક, ખેડૂતોના પ્રશ્નો, આદિવાસીઓના અધિકાર અને યુવાનોના ભવિષ્ય માટે માત્ર ભાષણો અને ખોટા વચનો આપી, ભાજપની તાનાશાહી સરકારને બચાવવાનો ધંધો AAP કરી રહી છે. એટલે હવે જનતાએ સમજી લેવું જોઈએ AAP કોઈ વિકલ્પ નથી, પરંતુ ભાજપની જ બી ટીમ છે, તેથી ગુજરાતના હિત માટે આ ખેલને હવે બંધ કરવો જરૂરી છે. આવનારા દિવસોમાં એક પછી એક બધા જ લોકો આપ પાર્ટીને છોડવાના છે.
જન આક્રોશ યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ સહિત તમામ વર્ગના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે અને ૨૦૨૭માં ગુજરાતમાં પ્રજાના હિતમાં પરિવર્તન લાવવા માટે પરિણામલક્ષી લડત લડવામાં આવશે.
વધુમાં શ્રી અમિત ચાવડાએ ગુજરાતની જનતાને આહ્વાન કરતાં કહ્યું, તમારા પ્રશ્નોને સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટેનો સંઘર્ષ છે. આ યાત્રા દરમિયાન અમે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને દરેક શોષિત વર્ગ સાથે સીધો સંવાદ કરીશું, તેમને ‘જનમંચ’ આપીશું અને તેમના આક્રોશને બુલંદી આપીશું.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો પેઢીઓથી જંગલને પોતાનું ઘર માને છે, જંગલ પર જ જીવિકા ચલાવે છે, એ જ લોકોને આજે જંગલમાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. જેમની ઓળખ, સંસ્કૃતિ અને જીવન જંગલ સાથે જોડાયેલું છે, એમને જ પરાયા સમાન વર્તન આપવામાં આવે છે. આ અન્યાય માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ આદિવાસી સમાજના અસ્તિત્વ પર સીધો પ્રહાર છે.
ડેડીયાપાડા ખાતે ભવ્ય જન આક્રોશ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી, શ્રી બી.વી. શ્રીનિવાસજી, ધારાસભ્ય શ્રી વિક્રાંત ભૂરિયા, ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી, પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષ નેતા શ્રી સુખરામભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી પી.ડી વસાવા, શ્રી કરશનદાસબાપુ ભાદરકા, જીલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ તડવી, પૂર્વ ધારાસભ્ય શ્રી પુનાભાઈ ગામિત, પૂર્વ ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામિત, ભરૂચ જીલ્લાના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ રાણા, યુવા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી સંજયભાઈ નીનામા તથા પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
૧૧-૦૨-૨૦૨૬
• વન જમીન અધિકાર કાયદો-૨૦૦૬ , ૨૦ વર્ષ પછી પણ નર્મદા જિલ્લાના લોકોના જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ કેમ છે? ભાજપ સરકાર જવાબ આપે : અમિત ચાવડા
• 73 AA ની આદિવાસીઓની જમીનો NA કરી ને પડાવી લેવાનું મોટું કૌભાંડ ચાલે છે : અમિત ચાવડા
• નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડુતોને શેરડીનો ભાવ ટન દિઠ 5000 આપવામાં આવે તેવી માંગ : અમિત ચાવડા
• સરકારની નિષ્ફળ નીતિના કારણે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો : અમિત ચાવડા
• SOU પ્રોજેક્ટમાં સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર આપવાને બદલે ભાજપના મળતીયાઓને એજન્સી બનાવી સ્થાનિક યુવાનોનું શોષણ કરવામાં આવે છે : અમિત ચાવડા
• અનુસૂચિ ૫ અને પેસા એક્ટની અનદેખી કરી વિકાસ પ્રોજેક્ટના નામે આદિવાસીઓના જળ,જંગલ ને જમીનો છીનવી લેવામાં આવે છે : અમિત ચાવડા
• હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો અભાવ, દર્દી સારવાર કરાવવા અન્ય જીલ્લામાં જવા મજબુર : તુષાર ચૌધરી
ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના આજે ૩જા ફેજના દશમાં દિવસે દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે સવારે 9:00 વાગે રાજપીપળાથી પ્રસ્થાન કરીને ગોપાળપૂરા, નવા વાઘપૂરા ,ગરૂડેશ્વર, કોયરી, કેવડિયા, વગડિયા, ગોરા, બોરિયા, રાજપીપડા, ખમાર, બોરીદ્રા, માંડણ, ખુંટાઅંબા, મોજી, મોબી, ડેડિયાપાડા પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં દશમાં દિવસે વિવિધ વિસ્તારમાં ઉમંગભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન બાઈક રેલી તથા સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમની તકલીફ અને દર્દ સાંભળીયા હતા.
નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળતું નથી. હાલમાં ખેતીના ખર્ચમાં થયેલો સતત વધારો, ખાતર અને બિયારણના ઊંચા ભાવ તથા મજૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ખેડૂતોને શેરડીનો ભાવ ટન દીઠ રૂ. 5,000 આપવાની પ્રબળ માંગ શ્રી અમિત ચાવડાએ કરી હતી. સુગર ફેક્ટરી દ્વારા આ પોષણક્ષમ ભાવ આપવામાં નહીં આવે, તો ખેતી કરવી આર્થિક રીતે પરવડે તેમ નથી. સરકારની નબળી નીતિઓ અને આયોજનના અભાવે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, જેના પરિણામે વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો (શાળા છોડવાનું પ્રમાણ)માં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આદિવાસી પટ્ટામાં શાળાઓનું અંતર, અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહે છે.
વન જમીન અધિકાર કાયદો–૨૦૦૬ લાગુ થયાને લગભગ ૨૦ વર્ષ થવા આવ્યા છતાં નર્મદા જિલ્લાના હજારો આદિવાસી પરિવારોના જંગલ જમીનના દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. ભાજપ સરકાર ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે પણ ગરીબ આદિવાસીઓના હક્ક માટેના પુરાવાઓ ચકાસવામાં આટલો લાંબો સમય કેમ લાગે છે? સ્થાનિક સ્તરે ગ્રામ સભાના ઠરાવો અને ખેડાણના પુરાવાઓ હોવા છતાં, વહીવટી તંત્ર દ્વારા વારંવાર ક્વેરી કાઢીને કે ટેકનિકલ કારણોસર દાવાઓ પેન્ડિંગ રાખવા એ સરકારની મનશા પર શંકા જન્માવે છે. આદિવાસીઓને જળ, જમીન અને જંગલના માલિક બનાવવાના બદલે તેમને કચેરીઓના ધક્કા ખાવા મજબૂર કરવામાં આવ્યા છે. ગૂજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ આદિવાસીઓની જમીનોના રક્ષણ માટે કડક જોગવાઈઓ હોવા છતાં, હાલમાં આ જમીનોને બિન-ખેતી (NA) કરાવીને હડપવાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં ભૂમાફિયાઓ આદિવાસીઓની જમીન પર ખોટા દસ્તાવેજો કે સત્તાવાર મંજૂરીઓના જોરે કિંમતી જમીનો પડાવી રહ્યા છે. નિયમ મુજબ, કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકાતી નથી, તેમ છતાં વહીવટી છટકબારીઓ શોધીને જમીનને બારોબાર NA કરાવવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પ્રોજેક્ટના નિર્માણ સમયે સ્થાનિક આદિવાસીઓને રોજગારની મોટી આશા હતી, પરંતુ વાસ્તવમાં સ્થાનિક રહેવાસીઓને નોકરી પર રાખવામાં ન આવ્યા. ભાજપના મળતીયાઓને એજન્સીઓના કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યા. પોતાની જ જમીન પર નિર્મિત આ વિશ્વકક્ષાના પ્રોજેક્ટમાં હક્કનું કામ ન મળતા સ્થાનિક આદિવાસી સમાજમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. PESA એક્ટ (Act)ની જોગવાઈઓની સરકાર ઘોર અનદેખી કરી રહી છે. વિકાસના મોટા-મોટા વાયદાઓ અને પ્રોજેક્ટ્સના નામે આદિવાસી સમાજની જીવાદોરી સમાન જળ, જંગલ અને જમીન છીનવી લેવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે. ગ્રામસભાઓની મંજૂરી લીધા વિના જ જમીનોનું સંપાદન કરવું અને ઉદ્યોગપતિઓના ફાયદા માટે કુદરતી સંસાધનનો ભોગ લેવાઈ રહ્યો છે. આદિવાસી સંસ્કૃતિ અને તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે સ્વાયત્તતા મળવી જોઈએ, તેના બદલે સત્તાના જોરે તેમના જંગલો અને નદીઓ હડપવામાં આવી રહ્યા છે, જે આદિવાસી સમુદાયના આર્થિક અને સામાજિક પતન તરફ આગળી વધી રહ્યા છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો અભાવ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. જ્યારે સ્થાનિક સ્તરે પૂરતી તબીબી સુવિધાઓ, નિષ્ણાત ડૉક્ટરો કે આધુનિક સાધનો ઉપલબ્ધ હોતા નથી, ત્યારે સામાન્ય બીમારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે અન્ય જિલ્લાઓ કે મોટા શહેરોમાં જવા મજબૂર થવું પડે છે. ગરીબ પરિવારો પર આર્થિક બોજ વધે છે અને પરિવહનનો ખર્ચ પણ આકરો પડે છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી, શ્રી બી.વી. શ્રી નિવાસજી, કરશનદસ બાપુ ભાદરકા, જીલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ તડવી, પૂર્વ ધારાસભ્ય શ્રી પી.ડી વસાવા, યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ નિનામા, છોટા ઉદેપુરના જીલ્લા પ્રમુખ શ્રી શશીકાંતભાઈ રાઠવા,ભરૂચ જીલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, સહિત મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૬-૦૨-૨૦૨૬
· ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળથી લાખો નાગરિકોની જીંદગી જોખમમાં : ફુડ સેફ્ટી વિભાગની અપૂરતી ચકાસણી, લાપરવાહી અને હપ્તારાજ જવાબદાર : ડૉ. મનિષ દોશી
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં વ્યાપક ભેળસેળને કારણે લાખો નાગરિકોની જીંદગી ગંભીર જોખમમાં મુકાઈ રહી છે અને લોકો વિવિધ ગંભીર બિમારીઓનો શિકાર બની રહ્યા છે. ફુડ સેફ્ટી વિભાગની અપૂરતી ચકાસણી, લાપરવાહી તથા હપ્તારાજ આ સ્થિતિ માટે સીધા જવાબદાર હોવાનું ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં ખોરાકની સુરક્ષા અને નીચી ગુણવત્તાના (Sub-standard Quality) ખાદ્ય પદાર્થોની ફરિયાદોમાં ચિંતાજનક વધારો થયો છે.વર્ષ ૨૦૧૬થી ૨૦૨૬ દરમિયાન દૂધમાં ભેળસેળ, મસાલાઓમાં પ્રદૂષણ અને અન્ય ખાદ્ય પદાર્થોમાં નીચી ગુણવત્તાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. FSSAIના રિપોર્ટ્સ, સંસદીય જવાબો અને ગુજરાત FDCAની કાર્યવાહીઓ પરથી મળેલા ડેટા મુજબ પ્રારંભિક વર્ષોમાં (૨૦૧૬–૨૦૧૮) વિગતવાર આંકડા મર્યાદિત છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તથા ગુજરાતમાં ભેળસેળનો પ્રવાહ સતત વધતો રહ્યો છે.
વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં દૂધના ૬૧% નમૂનાઓ નિષ્ફળ ઠર્યા હતા, જેમાં ફેટ અને સોલિડ્સમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. વર્ષ ૨૦૨૦માં FSSAIના PAN-India દૂધ સર્વેમાં ગુજરાતમાંથી લેવાયેલા ૧૬૬ નમૂનાઓમાંથી ૮૦ નમૂનાઓ (૪૮.૨%) નીચી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું હતું. વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ૮૨૪ નમૂનાઓ નિષ્ફળ ઠર્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૨–૨૩માં ૯૭૮ નમૂનાઓ નિષ્ફળ ઠરી, જે અત્યાર સુધીનું ઉચ્ચતમ આંકડો છે. વર્ષ ૨૦૨૩–૨૪માં ૯૧૦ નમૂનાઓ નિષ્ફળ ઠર્યા અને રૂ. ૧૧ કરોડની કિંમતના ૩૫૧ ટન અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૪–૨૫માં (નવેમ્બર સુધી) કુલ ૫,૩૭૧ નમૂનાઓમાંથી ૪૪૪ નમૂનાઓ નિષ્ફળ ઠર્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬માં (ચાલુ વર્ષ) ખાસ કરીને મસાલા મિશ્રણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જોકે સંપૂર્ણ વર્ષનો ડેટા હજુ ઉપલબ્ધ નથી. વર્ષ ૨૦૨૨–૨૩માં નિષ્ફળ નમૂનાઓનું પ્રમાણ સૌથી વધુ હતું, ત્યારબાદ સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ વર્ષ ૨૦૨૪માં ટકાવારીની દ્રષ્ટિએ તીવ્ર વધારો નોંધાયો છે. દૂધ, પનીર, મસાલા અને તેલમાં સમસ્યા સતત યથાવત્ છે.
અમલીકરણમાં ગંભીર ખામીઓ છે. રાષ્ટ્રીય સ્તરે માત્ર ૧૫% જેટલા નિયમભંગ કરનારાઓ સામે જ અસરકારક કાર્યવાહી થાય છે. તા. ૧-૧-૨૦૨૩થી ૩૧-૧૦-૨૦૨૪ દરમિયાન AMCના ફુડ સેફ્ટી ઓફિસરોએ એન્ફોર્સમેન્ટ માટે ફુડ સેમ્પલ લેવા પાછળ પ્રજાના કુલ રૂ. ૧૨,૯૬,૩૩૬/- જેટલા રૂપિયા ખર્ચ્યા છે. આટલો ખર્ચ થવા છતાં મોટાભાગના ફુડ સેમ્પલો લેબોરેટરીમાં “પાસ” થવાના રિપોર્ટ આવે છે, જે દર્શાવે છે કે ફુડ અધિકારીઓ જાણબૂઝીને એવા જ નમૂનાઓ લે છે જે લેબમાં પાસ થઈ જાય. આ સમગ્ર પ્રક્રિયામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો સંદેહ છે અને સામાન્ય નાગરિકોને શુદ્ધ ખોરાક ભાગ્યે જ મળતો હોય તેવી સ્થિતિ છે.
હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય નાસ્તાની લારીઓએ ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાય તેવા મોટા અક્ષરોમાં બોર્ડ લગાવી ખોરાક કયા કુકિંગ માધ્યમમાં તૈયાર થયો છે (જેમ કે સિંગતેલ, પામોલિન તેલ વગેરે) તે દર્શાવવું ફરજિયાત છે. છતાં આ જોગવાઈઓનું પાલન થતું નથી, જેના કારણે નાગરિકોમાં હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓનું જોખમ વધે છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ફુડ અધિકારીઓ આ નિયમોનો યોગ્ય અમલ કરાવતા નથી.
આ સમગ્ર ડેટા સાબિત કરે છે કે ફુડ સેફ્ટીનો કાયદો હોવા છતાં સપ્લાય ચેઇન, લેબોરેટરી પ્રક્રિયા અને અમલીકરણમાં ગંભીર ખામીઓ છે. ગુજરાતમાં સુરક્ષિત ખોરાક સુનિશ્ચિત કરવા માટે FSSAI તથા FDCAએ તેમના વાર્ષિક રિપોર્ટ્સમાં વિગતવાર ડેટા જાહેર કરવો જોઈએ અને ગ્રાહકોની ફરિયાદોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કડક પગલાં ભરવા જોઈએ.
૦૫-૦૨-૨૦૨૬
· ગુજરાત રાજ્યની વડોદરાના કુંઢેલા સ્થિત એક માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીમાં શું વિધાર્થીઓ સુરક્ષિત નથી? : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
· પ્રજાસત્તાક દિનની રાતે પ્રથમ વર્ષના વિધાર્થી જોડે મારામારી થાય અને જાતિ સૂચક શબ્દો બોલી ને અપમાનીત કરવામાં આવ્યો હતો. અઠવાડીયાથી વધુ સમય થયો છતાં કોઈ પગલાં નહીં. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
· શું આ ઘટના રેગિંગ કાયદા હેઠળ ના આવે? શું આ ઘટનાને એસ.સી., એસ.ટી. એક્ટ મુજબ કાયદેસરના પગલા ના લેવા જોઈએ ? તાત્કાલીક કાયદેસરના પગલાની માંગ : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
· સમગ્ર દેશમાં ૨૨૫૬ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન જેમાં ૭૦૦ થી વધુ યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૬૦ જાતિ આધારિત ભેદભાવની ફરિયાદ મળી છે. દેશના ૪૫ જેટલા કેન્દ્રીય સંસ્થામાં ૬૧૧ જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો મળી છે. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
· વિધાર્થી દ્વારા મીડિયા સમક્ષ ન્યાય માટે માંગ કરી હતી કે તત્કાલિક આરોપીઓ ઉપર પગલા લેવા જોઈએ અને વિધાર્થીની સુરક્ષા માટે યુનિવર્સિટીએ ચિંતા કરવી જોઈએ : પીડીત વિદ્યાર્થી રાજકરનસિંઘ
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ સરકારને સવાલ કર્યો કે ગુજરાત રાજ્યની વડોદરાના કુંઢેલા સ્થિત એક માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીમાં શું વિધાર્થીઓ સુરક્ષિત નથી? સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની રાતે પ્રથમ વર્ષના વિધાર્થી જોડે મારામારી થાય અને જાતિ સૂચક શબ્દો બોલીને અપમાનીત કરવામાં આવ્યો હતો. મૂળ હરિયાણાનો વતની હાલ રાજસ્થાનના અલવરમાં સ્થાયી થયેલ પરિવારનો દીકરો રાજકરનસિંઘ બી.એ. પ્રથમ વર્ષમાં સોશિયલ મેનેજમેન્ટ કોર્સ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને સાબરમતી હોસ્ટેલમાં રહે છે. જાન્યુઆરી ૨૬ ના રોજ રાતે ૧૧ કલાકે વિધાર્થીના રૂમની બહાર ૩૦ થી વધુ વિધાર્થીઓ દ્વારા અનુસૂચિત જાતિના વિધાર્થી ઉપર હુમલો કરીને મારપીટ કરવામાં આવી હતી. સિનિયર વિધાર્થીઓ દ્વારા અનુસૂચિત જાતિના વિધાર્થીને જાતિ સૂચક શબ્દો બોલી તેના સ્વમાનને ઠેસ પહોંચે તેમ અપમાનિત કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીઓમાં સમાનતા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં સેન્ટ્રલ યુનિવર્સિટી નિષ્ફળ ગઈ છે. અનુસૂચિત જાતિના વિધાર્થીને સિક્યુરિટી ગાર્ડ્સ, કેર ટેકરની સમક્ષ મારપીટ થઈ જાતિ સૂચક અપશબ્દો બોલાયા છતાં આરોપી વિધાર્થીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ડે સ્કોલર વિધાર્થીઓ જે રાતે ૧૦ વાગ્યા બાદ હોસ્ટેલમાં આવવાની અનુમતિ નથી તે હોસ્ટેલ બહારના વિધાર્થીઓએ હોસ્ટેલ મેં કેવી રીતે પ્રવેશ કર્યો હતો? વિધાર્થી દ્વારા મેઇલથી પ્રોવોસ્ટ, કુલપતિશ્રી, રજીસ્ટ્રારશ્રી, ડીન, એન્ટી રેગીંગ હેલ્પલાઈન સહિતને ફરિયાદ કરવામાં આવી હતી તેનું એક અઠવાડિયાથી વધુ સમય વધુ થયો છતાં આરોપી ઉપર પગલા લેવામાં નથી આવ્યા. ફરિયાદીની આરોપી જેમ પૂછપરછ થઈ હજી આરોપીઓની પૂછપરછ સુદ્ધાં કરવામાં આવી નથી. હોસ્ટેલમાં સીસીટીવી હોવા છતાં યુનિવર્સિટીને પગલાં લેવામાં આટલો સમય કેમ થાય છે? શું સીસીટીવી બંધ હતા? સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રતાડિત વિધાર્થી ખુલ્લેઆમ તેની સામે ફરે અને તે પીડિત વિધાર્થીને ગભરાઈને રહેવું પડે આ યુનિવર્સિટીમાં સુરક્ષા મુદ્દે સવાલ ઊભા કરે છે. શું આ ઘટના રેગિંગ કાયદા હેઠળના આવે? શું આ ઘટનાને એસ.સી. એસ.ટી. એક્ટ હેઠળ જાતિવાદી ભેદભાવ અને જાતિ આધારિત હિંસાના કાયદા મુજબ ગુનો ગણી કાયદાકીય જોગવાઈ મુજબ પગલાના લેવા જોઈએ? યુજીસીના નવા કાયદામાં કયા નિયમ હતા અને જુનામાં કયા નિયમ હતા તેની ચર્ચા નથી કરવી, યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવપૂર્ણ અત્યાચાર ક્યારે અટકશે? સમગ્ર દેશમાં ૨૨૫૬ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન જેમાં ૭૦૦ થી વધુ યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૬૦ જાતિ આધારિત ભેદભાવની ફરિયાદ મળી છે. દેશના ૪૫ જેટલા કેન્દ્રીય સંસ્થામાં ૬૧૧ જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો મળી છે.
પીડીત વિદ્યાર્થી રાજકરનસિંઘ દ્વારા પોતાની આપવીતી જણાવતા કેવી રીતે પોતાને અપમાનિત કરવામાં આવ્યો, મારઝૂડ કરવામાં આવી અને જાતિ સૂચક અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જે વિધાર્થીઓની ભૂમિકાની તેની માહિતી આપી હતી. અનુસૂચિત જાતિના વિધાર્થી પોતાની જાતને યુનિવર્સિટીમાં બહિષ્કૃત કરવામાં આવી રહ્યા છે તેમ મેહસૂસ કરી રહ્યો છે. વિધાર્થીએ ડે સ્કોલર મંજૂરી વગર સિક્યુરિટી હોવા છતાં રાતે ૧૦ વાગ્યા બાદ કેવી રીતે હોસ્ટેલમાં પ્રવેશ કર્યો હતો તે સવાલ કર્યો હતો? વિધાર્થી દ્વારા મીડિયા સમક્ષ ન્યાય માટે માંગ કરી હતી કે તત્કાલિક આરોપીઓ ઉપર પગલા લેવા જોઈએ અને વિધાર્થીની સુરક્ષા માટે યુનિવર્સિટીએ ચિંતા કરવી જોઈએ.
ગુજરાત અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસમાં અનુસૂચિત જાતિના વિધાર્થીએ નડિયાદમાં જાતિ ભેદભાવ રાખીને પ્રતાડનાના ત્રાસથી આત્મહત્યા કરવી પડી હતી જ્યારે પાટણમાં વરઘોડો કાઢવા બાબતની હિંસામાં અનુસૂચિત જાતિ સમાજને ત્રાસ આપવામાં આવ્યો હતો. એટ્રોસિટીના કેસોમાં ઉતાવળે પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવામાં આવે તેનો વિરોધ નોંધાવ્યો હતો.
૪-૦૨-૨૦૨૬
· કોંગ્રેસ પક્ષની વાતને નિર્ભયતા અને પ્રખરતાથી રજુ કરી શકે તેવા પ્રખર વક્તાઓની શોધ માટે ‘પ્રતિભા શોધ’ (Talent Hunt Program) નો પ્રારંભઃ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા ‘પ્રતિભા શોધ કાર્યક્રમ’નો શુભારંભ
· ગુજરાતના યુવાનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓને લોકતંત્રને સશક્ત કરવા મળશે મંચ.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મીડિયા વિભાગ દ્વારા સંચાલિત ‘પ્રતિભા શોધ અભિયાન’ના ગુજરાત પ્રભારી શ્રી હરિશંકર ગુપ્તાજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ મજબૂત રીતે રજૂ કરવા તેમજ અસરકારક અને પ્રખર વક્તાઓની ઓળખ માટે ‘પ્રતિભા શોધ કાર્યક્રમ’ (Talent Hunt Program)ની શરૂઆત કરી છે. દેશના જનનાયક શ્રી રાહુલ ગાંધી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની વિશેષ પહેલ હેઠળ ‘ટેલેન્ટ હન્ટ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા સમાજના વિવિધ વર્ગોમાંથી વિચારોમાં સ્પષ્ટતા ધરાવતા, મીડિયા-સજ્જ અને કોંગ્રેસના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ કાર્યકર્તાઓને ઓળખી તેમને તાલીમ આપવાના હેતુથી ‘રાષ્ટ્રીય પ્રતિભા શોધ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા પક્ષ માટે એક સશક્ત, સમાવેશક અને ભવિષ્યસજ્જ મીડિયા તથા જાહેર સંવાદ ટીમ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમના અનુસંધાને આગામી આયોજન માટે રાષ્ટ્રીય મીડિયા વિભાગના ચેરમેન શ્રી પવન ખેરાજીની સૂચનાથી ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે નિયુક્ત શ્રી હરીશંકર ગુપ્તાના અધ્યક્ષસ્થાને પ્રદેશ પ્રવક્તા, ફ્રન્ટલ-સેલ-ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ટેલેન્ટ હન્ટ કાર્યક્રમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ અસરકારક બનાવવાની સાથે સફળતા માટે શુભકામના પાઠવી હતી.
‘પ્રતિભા શોધ કાર્યક્રમ’ (Talent Hunt Program) કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સક્રિય, જાગૃત અને વૈચારિક રીતે સમૃદ્ધ એવા કાર્યકર્તાઓને આગળ લાવવાનો છે, જેમને કોંગ્રેસના ગૌરવશાળી ઇતિહાસ, બંધારણીય મૂલ્યો તથા વર્તમાન રાજકીય પરિસ્થિતિઓની ઊંડી સમજ હોય. આ અભિયાનનો મુખ્ય હેતુ મીડિયા, જનસભાઓ તથા જાહેર મંચો પર સત્તાધારી પક્ષ દ્વારા ચલાવવામાં આવતા એકતરફી નેરેટિવનો મજબૂત, તથ્યાધારિત અને અસરકારક રીતે સામનો કરવા માટે કોંગ્રેસ પક્ષના પ્રવક્તાઓની એક ઓજસ્વી, પ્રશિક્ષિત અને વિશ્વસનીય ટીમ તૈયાર કરવાનો છે. આ કાર્યક્રમ એઆઈસીસી મીડિયા વિભાગના ચેરમેન ડૉ. જયરામ રમેશ, સંયોજક શ્રી પવન ખેરા તથા સોશિયલ મીડિયા ચેરપર્સન શ્રીમતી સુપ્રિયા શ્રીનેતના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સંચાલિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ તથા મીડીયા કન્વીનર ડૉ. મનીષ દોશી દ્વારા નિભાવવામાં આવી રહી છે. કાર્યક્રમની પસંદગી પ્રક્રિયા અંતર્ગત ઇચ્છુક ઉમેદવારો પોસ્ટરમાં દર્શાવાયેલા QR કોડ દ્વારા ઓનલાઈન નોંધણી કરી શકશે, જેની અંતિમ તારીખ ૨૦ ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારબાદ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ચાર વિવિધ ઝોનમાં ફિઝિકલ ઇન્ટરવ્યુ યોજાશે. પ્રાદેશિક સ્તરે પસંદ થયેલા ઉમેદવારોના અંતિમ ઇન્ટરવ્યુ ૫ માર્ચ પહેલાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે લેવામાં આવશે, જ્યાં વિશેષ નિષ્ણાત પેનલ દ્વારા ઉમેદવારોની વાદવિવાદ ક્ષમતા, વૈચારિક સ્પષ્ટતા તથા અભિવ્યક્તિ કૌશલ્યનું મૂલ્યાંકન કરવામાં આવશે. લાયકાત અને પ્રદર્શનના આધારે પસંદ થયેલા પ્રતિભાગીઓને રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા વિધાનસભા સ્તરે કોંગ્રેસ પક્ષના અધિકૃત પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસ પક્ષ ગુજરાતના તમામ યુવાનો અને કાર્યકર્તાઓને આહ્વાન કરે છે કે જે દેશ, લોકશાહી અને સંવિધાનની રક્ષા માટે પોતાની વાત નિર્ભયતા અને પ્રખરતાથી રજૂ કરવા ઈચ્છે છે, તેઓ આ સુવર્ણ અવસરનો લાભ લઈને પક્ષની સશક્ત અને વિશ્વસનીય અવાજ બનવા માટે આગળ આવે.
‘ટેલેન્ટ હન્ટ’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી વિજય દવે, કે.કે. શાસ્ત્રી, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ભુમન ભટ્ટ, ગુજરાત પ્રદેશ એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા સર્વશ્રી ડૉ. નિદત બારોટ, ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેંકર, શ્રી પ્રગતિબેન આહિર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક, શ્રી નિશાંત રાવલ, શ્રી કૃતાર્થ દવે, નાગજી દેસાઈ, રત્નાબેન વોરા, મીડીયા પેનાલીસ્ટશ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૨-૦૨-૨૦૨૬
· કેન્દ્ર સરકારે ગત બજેટમાં જાહેર કરેલ વિવિધ યોજનાના સામાજિક ક્ષેત્રમાં સરકારના વચનો ખોટા પડ્યા
· સરકારી યોજનાઓમાં વચન કરતાં ઓછો ખર્ચ કરવામાં આવ્યો.
· આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરીવિકાસ અને નોર્થ ઈસ્ટ વિકાસના કુલ સાત વિભાગોમાં કુલ ૧,૨૧,૪૪૭ કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભોથી વંચિત રહ્યા,
વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની મોટી-મોટી જાહેરાત કરી હતી પણ હકીકત તપાસતા કેન્દ્રની મોદી સરકારની લકવાગ્રસ્ત નિતિ (પોલીસી પેરાલીસીસ), નબળી ઈચ્છા શક્તિ આયોજનના અભાવ અને ખામી યુક્ત શાસન વ્યવસ્થાના લીધે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરીવિકાસ અને નોર્થ ઈસ્ટ વિકાસના કુલ સાત વિભાગોમાં કુલ ૧,૨૧,૪૪૭ કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભોથી વંચિત રહ્યા, આ છે મોદી સરકારના સુશાસનનો બેનમૂન નમુનો…! જેનો આંકડા સાથે પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટ ૨૦૨૬-૨૭ના દસ્તાવેજો દર્શાવે છે કે કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં સામાજિક ક્ષેત્રની મોટાભાગની યોજનાઓ પર વચન મુજબ ખર્ચ કર્યો નથી. જેના લીધે દેશના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના કરોડો નાગરિકો લાભોથી વંચિત રહ્યાં છે. મનરેગાનો કાયદો નાબૂદ કરીને નવી યોજનાથી ભારતના ગ્રામિણ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. જલ જીવન મિશન પર ભારે કપાત કરવામાં આવી છે. ૬૭,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની યોજના હોવા છતાં સરકારે માત્ર ૧૭,૦૦૦ કરોડ રૂપિયા જ ખર્ચ્યા, જેના કારણે લાખો લોકોના સ્વચ્છ નળના પાણીના સપના અધૂરા રહ્યા. બીજીબાજુ દેશના અનેક શહેરી વિસ્તારોમાં શુધ્ધ પીવાના પાણીના અભાવે હજારો બાળકો અને નાગરિકો મોટા પાયે પાણીજન્ય રોગોથી ભોગ બની રહ્યાં છે. આવાસ યોજનાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. પીએમએવાય-શહેરી, પીએમએવાય-શહેરી ૨.૦ અને પીએમએવાય-ગ્રામિણ-ત્રણેય યોજનાઓમાં બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે હજારો કરોડ રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે.
બજેટ ૨૦૨૬ સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા આપવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં ઘણી મહત્વની કલ્યાણકારી યોજનાઓમાં વચન અને ખર્ચ વચ્ચે મોટો અંતર જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી કેન્દ્રની ભાજપા સરકારની નિતિ અને નિયતમાં ખામીને લીધે ગરીબ અને નબળા વર્ગો પર તેની સીધી અસર પડી રહી છે. જેના લીધે દેશમાં સતત અસમાનતા વધી રહી છે.
૨૦૨૫-૨૬ ના વર્ષમાં ફાળવણી સામે વપરાયેલ નાણાં
વિભાગ
ન વપરાયેલ નાણાંની રકમ (કરોડોમાં)
આરોગ્ય
૩,૬૮૬
શિક્ષણ
૬,૭૦૧
સામાજિક કલ્યાણ
૯,૯૯૯
કૃષિ
૬,૯૮૫
ગ્રામ્ય વિકાસ
૫૩,૦૬૭
શહેરી વિકાસ
૩૯,૫૭૩
નોર્થ-ઈસ્ટ વિકાસ
૧,૪૩૬
કુલ (ન વપરાયેલ નાણાં)
૧,૨૧,૪૪૭
૧૩-૦૧-૨૦૨૬
“મનરેગા બચાવો આંદોલન” અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભાઓના માધ્યમથી વિરોધ ઠરાવો કરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો અને
“વિધાનસભા ઘેરાવો” કાર્યક્રમ પણ આક્રમક રીતે યોજાશે.
· મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ રાષ્ટ્રપિતાના વિચારો અને ગરીબોના અધિકારો પર ભાજપનો સીધો હુમલો છે: શ્રી અમિત ચાવડા
· ભાજપ સરકાર મનરેગાને ‘યોજના’માં ખપાવી ગરીબોનો કાયદાકીય હક છીનવવાનું પાપ બંધ કરે, કોંગ્રેસ ‘વિધાનસભા ઘેરાવો’ કરી જંગ છેડશે. : શ્રી અમિત ચાવડા
· જો સુધારા જ કરવા હોય તો મજૂરોનું લઘુત્તમ વેતન વધારો, પંચાયતોના અધિકારો છીનવીને કેન્દ્રીયકરણ કરવાની મેલી મુરાદ છોડો: શ્રી અમિત ચાવડા
· બજેટમાં ૯૦:૧૦ નો રેશિયો બદલી કેન્દ્રના ૬૦ રાજ્યના ૪૦ કરી કેન્દ્ર સરકાર ગરીબલક્ષી કાયદાનું ગળું ઘોંટવાનું અને રાજ્યો પર ભાર નાખવાનું કામ કરી રહી છે. : શ્રી અમિત ચાવડા
· ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી ‘મનરેગા બચાવો આંદોલન’ હેઠળ ગામડે-ગામડે વિરોધ ઠરાવ કરી ભાજપના નેતાઓની ‘ઉઘાડી લૂંટ’ ખુલ્લી પાડીશું. : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ ભારતની જનતાને અન્નનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રોજગારનો અધિકાર, માહિતીનો અધિકાર જેવા ઐતિહાસિક અધિકારો આપીને જનતાને વધુ ને વધુ સ્વાયત્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા બાદ આ તમામ અધિકારોને એક પછી એક છીનવવાનું કામ કરી રહી છે.
શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે મનરેગા એ કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલ માંગ આધારિત અને કાનૂની અધિકાર આપતો ઐતિહાસિક કાયદો છે. આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિને રોજગારની જરૂર હોય તો તે પંચાયત કે સ્થાનિક સંસ્થામાં અરજી કરે અને ૧૫ દિવસની અંદર તેને રોજગાર આપવો ફરજિયાત છે. જો તંત્ર રોજગાર આપવા નિષ્ફળ જાય તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની જોગવાઈ પણ કાયદામાં છે.
મનરેગાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી વધારવાનો, ગામડામાં માળખાગત સુવિધાઓ વિકસાવવાનો અને રોજગારી માટે શહેરો તરફ થતી દોડ અટકાવવાનો હતો. કયા વિકાસ કામ કરવા તે નક્કી કરવાનો અધિકાર ગ્રામસભા અને ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યો હતો, જે પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવતો ઐતિહાસિક નિર્ણય હતો.
શ્રી ચાવડાએ જણાવ્યું કે મનરેગામાં ૬૦ ટકા લેબર અને ૪૦ ટકા મટીરીયલનો રેશિયો રાખવામાં આવ્યો હતો, જેથી કોન્ટ્રાક્ટર રાજ ન વધે અને મજૂરોને વધારેમાં વધારે રોજગાર મળે. સાથે જ બજેટમાં ૯૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને ૧૦ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ રાજ્ય આર્થિક સ્થિતિના કારણે રોજગાર આપવાથી વંચિત ન રહે.
તેમણે યાદ અપાવ્યું કે કોરોનાના કપરા સમયમાં વર્ષ ૨૦૨૦–૨૧ દરમિયાન દેશભરમાં ૭૨ લાખ પરિવારોને મનરેગા હેઠળ ૧૦૦ દિવસની રોજગારી મળી હતી, જેના કારણે લાખો પરિવારોનું જીવન ટકી શક્યું. વર્લ્ડ બેંકે પણ મનરેગાને સમગ્ર વિશ્વનો સૌથી મોટો રોજગાર આપતો કાર્યક્રમ સ્વીકાર્યો છે. અભ્યાસો દર્શાવે છે કે મનરેગાના કારણે ગ્રામ્ય આવકમાં અંદાજે ૧૪ ટકા વધારો થયો અને લગભગ ૨૬ ટકા લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા.
શ્રી ચાવડાએ આક્ષેપ કર્યો કે ૨૦૧૪ પછી ભાજપ સરકારે મનરેગાને ધીમે ધીમે ડાયલ્યુટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહાત્મા ગાંધીજીનું નામ કાયદામાંથી હટાવીને ગાંધીજીના વિચારો અને રાષ્ટ્રપિતાનું અપમાન કરવામાં આવ્યું છે. સાથે જ ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવીને કામોની પસંદગી કેન્દ્રિયકરણ તરફ લઈ જવાઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે મનરેગાના બજેટમાં ૯૦:૧૦ના રેશિયોને બદલીને ૬૦:૪૦ કરવાનો નિર્ણય લીધો છે, જે રાજ્યો પર ભારે આર્થિક ભાર નાખે છે. ઘણી રાજ્ય સરકારો આટલો ભાર સહન કરી શકશે નહીં અને પરિણામે ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોનો રોજગારનો અધિકાર છીનવાઈ જશે. ખેતી સીઝનના ૬૦ દિવસ દરમિયાન કામ ન આપવાની જોગવાઈ પણ કામદારો વિરોધી છે.
શ્રી ચાવડાએ જણાવ્યું કે સરકાર ૧૨૫ દિવસ રોજગારી આપવાની વાત કરે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોના આંકડાઓ દર્શાવે છે કે હકીકતમાં સરેરાશ ફક્ત ૪૨ થી ૪૬ દિવસની જ રોજગારી આપવામાં આવી છે. એટલે કે સરકાર ૧૦૦ દિવસની રોજગારી આપવા પણ નિષ્ફળ રહી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પાર્ટી મનરેગાના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવાની માંગ કરે છે. જો સુધારા કરવાના જ હોય તો મનરેગાના કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કરવો જોઈએ, અધિકારો છીનવવા નહીં.
શ્રી ચાવડાએ જાહેરાત કરી કે “મનરેગા બચાવો આંદોલન” અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભાઓના માધ્યમથી વિરોધ ઠરાવો કરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો આપવામાં આવશે અને વિધાનસભા ઘેરાવોનો કાર્યક્રમ પણ યોજાશે.
તેમણે ઉમેર્યું કે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચાર, ભાજપના નેતાઓ અને મંત્રીઓના પરિવારજનો દ્વારા થયેલી લૂંટના પુરાવાઓ પણ આ સમયગાળા દરમિયાન જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને SC-ST-OBC સમાજ, મહિલાઓ અને ભૂમિહીન મજૂરોના અધિકારો છીનવવાના ભાજપ સરકારના પ્રયાસો સામે કોંગ્રેસ ઉગ્ર સંઘર્ષ કરશે.
અંતમાં શ્રી ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની આ મેલી મુરાદને કોંગ્રેસ પાર્ટી કોઈપણ રીતે સફળ થવા દેશે નહીં અને મનરેગાને તેના મૂળ, અધિકાર આધારિત સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરાવ્યા વિના આંદોલન બંધ નહીં થાય.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ તથા પ્રવક્તાશ્રીઓ ડો. હિરેન બેન્કર, ડો. અમિત નાયક, ડો. પાર્થીવરાજ કઠવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.
૦૬-૦૧-૨૦૨૬
ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાદ’
૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાન સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત
જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન.
ગુજરાત કોંગ્રેસની યાત્રા મધ્ય ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૩૨ જાહેર સભાઓ (મહિલા સંવાદ, કારીગર સંવાદ સહિત), ૨૦૦ થી વઘુ સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ, ૫ શહેરોમાં યુવા સાથીઓ સાથે બાઈક રેલી દ્વારા ૧૪૦૦ કિલોમીટરની રાહ કાપી જનઆક્રોશ યાત્રા લાખો લોકોને સ્પર્શી.
દાહોદ ખાતે જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા શ્રી મહેશભાઈ વસાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી અને પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની હસ્તે કોંગ્રેસમાં જોડાયા
· આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : શ્રી મુકુલ વાસનિકજી
· આદિવાસી સમાજને જંગલ જમીનનો અધિકાર, અનામત, નોકરીઓ કોંગ્રેસની સરકારોએ આપી આજે ભાજપા એ બધું છીનવવા માંગે છે : શ્રી અમિતભાઈ ચાવડા
· આદિવાસીઓની જમીનો, જંગલો છીનવીને ઉધોગપતિઓને આપવા ષડયંત્ર રચી રહેલી ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ગોળી ખાવા, લાઠી ખાવા અને જરૂર પડે તો જેલમાં જવા પણ તૈયાર : શ્રી અમિતભાઈ ચાવડા
· હવે એ દિવસો દૂર નથી જ્યારે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડી જેલમાં મોકલીશું : શ્રી અમિતભાઈ ચાવડા
· વિકાસ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે : શ્રી અમિતભાઈ ચાવડા
· ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી, નશામુક્ત ગુજરાત બનાવવા, યુવાનોને કાયમી રોજગાર, મહિલાઓને સુરક્ષા સાથે સન્માન, ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવા કોંગ્રેસ પાર્ટી સંકલ્પબદ્ધ છે: શ્રી અમિતભાઈ ચાવડા
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું કે આજે આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષિત હાલતમાં જોવા મળે છે, સારા રોડ-રસ્તાઓનો અભાવ છે અને આદિવાસી વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ઉપરાંત રોડ-રસ્તાઓ બનાવવાના નામે મોટાપાયે આદિવાસીઓની જમીનોનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવી રહ્યું નથી. મનમોહન સિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે કોંગ્રેસની સરકારે એવો કાયદો બનાવ્યો હતો કે ગામમાં રહેતા લોકોને તેમની જમીનનું પૂરતું વળતર મળ્યા વિના અને તેમની સંમતિ વિના જમીન અધિગ્રહણ થઈ શકે નહીં, પરંતુ હાલની સરકાર આ વાત સાંભળવા તૈયાર નથી. અમે સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસીઓની જમીન છીનવવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હકો માટે સતત લડત રહીશું. અંતમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ બની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને તેનો હેતુ માત્ર મતવિભાજન કરવાનો છે, જેથી મળેલા મત અંતે ભાજપની ઝોળીમાં જ જાય અને તેનો સીધો ફાયદો ભાજપને થાય.
જન આક્રોશ યાત્રાને સંબોધિત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજના હક્ક અને અધિકારો છીનવવા માંગે છે. આદિવાસી સમાજને જંગલ જમીનના હક્કો, અનામત અને નોકરીઓ કોંગ્રેસના શાસનમાં આપવામાં આવી, પરંતુ ભાજપની સરકાર ભારતમાલા પ્રોજેક્ટ, જળાશય, અભ્યારણો અને એરપોર્ટ બનાવવાના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું કામ કરી રહી છે. આદિવાસી યુવાઓને જાતિના દાખલા આપવામાં નથી આવતા અને આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. રોજગારી ના મળતા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને રાજ્યના અલગ-અલગ સ્થળોએ મજૂરી કરવા જવું પડે છે. આ ભાજપ ક્યારેય આદિવાસીઓના હિત માટે કામ કરતી નથી. ભાજપ સરકાર આદિવાસીઓ પાસેથી બધું છીનવીને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, પરંતુ અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકારોની લડાઈમાં કોંગ્રેસનો એક-એક આગેવાન આદિવાસી સમાજની સાથે છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકારો માટે કોંગ્રેસ લાઠી ખાવા, ગોળી ખાવા અને જેલ જવા માટે પણ તૈયાર છે.
ભાજપના શાસનમાં નલ સે જલ, મનરેગા સહિતની યોજનાઓમાં ભાજપના મંત્રીઓ અને નેતાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. તત્કાલીન મંત્રી બચુભાઈ ખાબડ જ્યારે મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીને સભાઓમાં સોનાના કડા અને મોટી સેરો પહેરાવતા લોકોને એવું લાગતું કે તેઓ ખૂબ ખર્ચો કરે છે, પરંતુ પાછળથી ખબર પડી કે મનરેગાના કૌભાંડમાંથી કમાયેલા પૈસાથી આ બધું કરવામાં આવતું હતું. જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે હવે એ દિવસો દૂર નથી જ્યારે જનતા તમને રસ્તાઓ પર દોડાવશે. કોંગ્રેસનો પણ સંકલ્પ છે કે એક પણ ભ્રષ્ટાચારીને છોડવાનો નથી અને તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવાના છીએ.
સભાના અંતમાં ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી વિક્રાંત ભૂરિયાજીએ જણાવ્યું કે આદિવાસી સમાજ કોઈને છેડતો નથી, પરંતુ કોઈ છેડે તો તેને છોડતો પણ નથી અને ભાજપે આદિવાસીઓને છેડવાનો પ્રયાસ કર્યો છે. હું ડોક્ટર છું અને જેમ ડોક્ટર સર્જરી કરે છે તેમ અમે ભાજપની રાજકીય સર્જરી કરવા તૈયાર છીએ. આદિવાસીઓની સાચી લડાઈ માત્ર કોંગ્રેસ જ લડી શકે છે અને આઝાદી બાદ આદિવાસીઓ માટે સાચું કામ માત્ર કોંગ્રેસે જ કર્યું છે.ગુજરાતમાં તાપી નર્મદા યોજનાના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી.
વધુમાં, ભાજપે મણિપુરમાં આદિવાસી બહેનોને નગ્ન હાલતમાં દોડાવી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજના વ્યક્તિ પર પેશાબ કરાયો, જે પણ ભાજપના જ લોકોએ કર્યું હતું, અને ગુજરાતમાં આદિવાસીઓની લડાઈ લડતા અનંત પટેલ પર હુમલો પણ ભાજપના લોકોએ જ કરાવ્યો. ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, પરંતુ અમે મૂળનિવાસી છીએ અમે આદિવાસી છીએ.
૧૪૦૦ કિલોમીટર સંપન્ન થયેલી બીજા ચરણની જન આક્રોશ યાત્રાની દાહોદ ખાતે પૂર્ણાહૂતિ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિક્રાંત ભુરીયા, સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝા, વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ શ્રી મધુસુધન મિસ્ત્રી, ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અમરતજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા, ગુજરાત કોંગ્રેસ આદિવાસી વિભાગના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પારધી, પૂર્વ સાંસદ તથા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લા તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, સેવાદળ, સોશિયલ મીડિયા, આદિવાસી ડિપાર્ટમેન્ટ સહિતના સર્વે સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનશ્રીઓ, પ્રવક્તાશ્રીઓ, જન આક્રોશ યાત્રાના સર્વે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં ભાગ લઈને જન આક્રોશ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
૩૧–૧૨–૨૦૨૪
· ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને સ્વરોજગાર લોન ના લાભ થી ગુજરાત ના હજારો યુવાનો વંચિત.
· વર્ષ ૨૦૨૪ નો અંત છતાં ‘સ્વરોજગાર લોન યોજના’ ની જાહેરાત કરવા માં આવી નથી. શું સરકારએ આ યોજના બંધ કરી દીધી છે? સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ચોખવટ કરે
· વર્ષ ૨૦૨૩ ના ૪ જિલ્લા ના અરજદારો ને છેક દોઢ વર્ષે ૨૦૨૪ માં મેળ પડ્યો તે સરકાર ના નબળા અમલીકરણ નું ઉદાહરણ છે.
· વર્ષ ૨૦૨૩ ના ૪૪૪૭ પૈકી માત્ર ૯૭૧ ને લોન આપવા માં આવી તે સરકાર ના ૨૫૦૦ ના લક્ષ્યાંક નું માત્ર ૩૮.૮% જ છે તે સરકાર ની ‘સ્વરોજગાર લોન યોજના’ ના અમલીકરણ ની સ્પષ્ટ નિષ્ફળતા છે.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્ય ની ભાજપ સરકાર રોજગાર ના દાવા કરે છે, આત્મનિર્ભર ની ગુલબાંગો પોકારે છે ત્યારે જમીની હકીકત તેના થી વિપરીત છે. ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને ‘સ્વરોજગાર લોન યોજના’ હેઠળ ૪૦ વ્યવસાય માટે ની લોન ની જાહેરાત અપાય નથી તો અરજીઓ ક્યાં થી સ્વીકારાય હોય ? ગુજરાત ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં જાહેરાત બહાર પડાય હતી તેમાં ૪૪૪૭ જેટલા અરજદારો એ અરજી કરી હતી. સરકાર દ્વારા પોતે ૨૫૦૦ જેટલા અરજદારો ને લોન આપી શકાય તેવો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો તેનો માત્ર ૩૮.૮% લક્ષ્યાંક જ પૂરો કરી શકી છે તે સરકાર ની યોજના ના અમલીકરણ ની અસફળતા નું પ્રતિબિંબ છે. વર્ષ ૨૦૨૩ ના ૪૪૪૭ અરજદારો પૈકી માત્ર ૯૭૧ અરજદારો ને લોન ફાળવવા આવી હતી. ભાજપ સરકાર પોતાના ૨૫૦૦ યુવાનો ના લક્ષ્યાંક ને પૂરો નથી કરી શકી તે સરકાર ની યોજના લાગુ કરવા અને અમલીકરણ ની સ્પષ્ટ નિષ્ફળતા છે. વર્ષ ૨૦૨૩ ના માર્ચ માં અરજી કરનાર બનાસકાંઠા, પાટણ, મેહસાણા અને મહીસાગર ના અરજદારો ને છેક દોઢ વર્ષ બાદ ૨૦૨૪ માં લોન ફાળવવા માં આવી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઢંગધડા વગરના વહીવટ થી ગુજરાત ના બેરોજગાર યુવાનો માં આક્રોશ અને નારાજગી છે. ભાજપ સરકાર અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વર્ષ ૨૦૨૪ ” સ્વરોજગાર લોન યોજના” હેઠળ ની જાહેરત કેમ બહાર પાડવામાં આવી નથી અને અરજીઓ કેમ સ્વીકારવા માં આવી નથી? શું સરકારએ યોજના બંધ કરી દીધી છે? તો સરકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪ માં યોજના સંબંધી માહિતી કેમ માંગવામાં આવી હતી? શું સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે પૂરતું ભંડોળ નથી? આ યોજના હેઠળ ૧.૫૦ રૂપિયા થી લઈ ને ૧૦ લાખ રૂપિયા સુધી ની લોન અપાય છે .ગત વર્ષ ના ૩૪૭૬ લોન વંચિત અને ગુજરાત ના હજારો નવા અરજદાર યુવાનો આત્મનિર્ભર બનવા માં જાહેરાત ની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકાર તેમના સપનાઓ ઉપર પાણી ફેરવી રહી છે. ગુજરાત અનેક વિસ્તાર ના યુવાનો ની ફરિય છે કે નિયત કરેલ ડોક્યુમેન્ટ્સ સિવાય વધારા ના ડોક્યુમેન્ટ્સ માંગવા માં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૩ ના અરજદારો જેમને છેક વર્ષ ૨૦૨૪ માં લોન મંજૂર કરવા માં આવી છે તેમની જોડે તલાટી ના પ્રમાણપત્ર ઉપરાંત ટાઇટલ ક્લિયર જેવા ડોક્યુમેન્ટ્સ માંગી કનડકત ઉભી કરવા માં આવી રહી છે તેવી ફરિયાદો ઉઠી રહી છે તેની સરકાર દ્વારા તપાસ કરવા માં આવે. ગુજરાત સરકાર ગ્રામીણ યુવાનો ને સરકારી યોજનાઓ માં લાભ મળે તે માટે સરકારી પ્રક્રિય સરળ બનવી જોઈએ જેથી અરજદારો ને સરળતા થાય. ગુજરાત સરકાર દ્વારા ‘ સ્વરોજગાર લોન યોજના ‘ ની નવી જાહેરાત અને અરજીઓ નહિ સ્વીકારવા માં આવે તો અરજદારો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
૨૪-૧૨-૨૦૨૪
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર ઉપર આક્ષેપ મૂકતા જણાવ્યુ હતું કે ‘ કુછ દિન તો ગુજારો ગુજરાત મે ‘ જેવી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરો છો અને બીજી બાજુ ગરીબ નાવિકો અને નાની ખાણી પીણીની વેપાર કરનાર ગરીબ લોકોની રોજગારી છીનવો છો. ગુજરાત નું સૌથી મોટું વેટલેન્ડ અને પ્રતિષ્ઠિત રામસર સાઈટ તરીકે પ્રસ્થાપિત નળસરોવરમાં હરની કાંડ બાદ નાવડીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ૫૦૦ થી વધુ નાવિકોના પરિવારનું ગુજરાન તે નળસરોવરમાં બોટિંગ ઉપર આધારિત હતું. ૧૨૦ કિલોમીટર થી વધુ વિસ્તારમાં ફેલાયેલા નળસરોવરમાં ગત વર્ષે ૩,૨૦,૦૦૦ થી વધુ અને ૧૪૦ થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવ્યા હતા. ગત વર્ષે ૬૧૦૦૦ થી વધુ પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ દ્વારા પક્ષીઓનું અવલોકન અને પ્રવાસ માણવામાં આવ્યો હતો.
ફ્લેમિંગો, પેલિકન, વાઈટ સ્ટોર્ક , સાઇબેરીયન ક્રેન, એશિયન ઓપનબિલ જેવા અનેક વિદેશી પક્ષીઓ દૂર દૂર યુરેશીયા, રશિયા, ચીન જેવા દેશો માંથી શિયાળાના સમય દરમિયાન ગુજરાતના અલગ અલગ વેટલેન્ડમાં પોતાનું ઘર બનાવે છે. નળસરોવરમાં બોટિંગના પ્રતિબંધ થી ત્રણ તાલુકા બાવળા, વિરમગામ અને લીંબડી તાલુકા ના ૧૫ ગામડાના રોજગારને સીધી અસર થાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં કોર્પોરેટ ક્રૂઝને મંજૂરી આપી ચલાવી શકાય તો ગરીબ નાવિકો ને શું કામ નહિ? નળસરોવરમાં બનેલ નાના બેટો ઉપર મહિલાઓ અને ત્યાંના ગરીબ ખેડૂત પરિવારો ઢાબામાં દેશી ગુજરાતી વાનગી જેમ કે બાજરાના રોટલા, માખણ, લસણની ચટણી, રીંગણ ના ભરથા જેવી વાનગીઓ દેશ વિદેશના પ્રવાસીઓને પીરસતા અને જેથી તેમનું ગુજરાન ચાલતું હતું. આસપાસ ના ગામોના ગરીબ લોકોનું ગુજરાન નળસરોવરની આજુબાજુમાં ખાણી પીણીની હાટડીઓ અને ઘોડે સવારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પેહલા ઘોડા પર રોક અને હવે બોટિંગ પર રોક થી ત્યાંના મોટી સંખ્યામાં ગ્રામજનો ની રોજગારી ઉપર ગંભીર અસર પડી છે. ખારાશવાળી જમીન અને સિંચાઇની અપૂરતી વ્યવસ્થાના લીધે ગ્રામજનોનું ગુજરાન તે સંપૂર્ણ પણે પ્રવાસીઓ ઉપર આધારિત હતું. ત્રણ ચાર મહિનાના કારોબાર ઉપર આખું વર્ષ ગ્રામજનોનું ગુજરાન ચાલતું હતું. આ નિર્ણયના લીધે દૂર દૂર થી આવતા પ્રવાસીઓ, પક્ષી પ્રેમીઓ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, વિદ્યાર્થીઓ સહીતના લોકો આ પર્યટન સેવા થી વંચિત રહેશે અને માત્ર નળસરોવરનો કિનારો જોઈ પાછા વળવું પડશે, જ્યારે વિદેશી પક્ષીઓ ને જોવા માટે બોટ સુવિધા થી વંચિત રેહવું પડશે. નળસરોવર રોડ ઉપર બનેલા કેટલાક રિસોર્ટસને ઘટતા પ્રવાસન થી નુકશાની ભોગવવી પડશે. નળસરોવર સુધી પોહોચવાના રસ્તા બિસ્માર હાલતમાં છે તેથી પર્યટકોએ હલકી ભોગવવી પડે છે. સરકાર ઈકો ટુરિઝમ ની ગુલબાંગો પોકારે છે ત્યાં બીજી બાજું ગરીબ ગામડા ના લોકો ના રોજગાર છીનવાય રહ્યા છે.પર્યટન ની સુરક્ષા ની ચિંતા હોય તો ત્યાં લાઈફ જેકેટ, તરવૈયાની વ્યવસ્થા ની જવાબદારી સરકારની હોવી જોઈએ અને કરવી જોઈએ. સરકાર ગરીબ ગ્રામીણ લોકો ની રોજગારી ની ચિંતા કરી ચોક્કસ એસ.ઓ.પી તૈયાર કરી અને પર્યટકો ને હાલાકી ના પડે તેવી વ્યવસ્થા ઉભી કરે. સરકાર ના નિર્ણય થી થયેલ અવ્યવસ્થા થી કરોડો રૂપિયા ના વેપાર અને ગ્રામીણ લોકો ના રોજગાર ઉપર ગંભીર અસર પડશે.
૨૦–૧૨–૨૦૨૪
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કાળા ખેતરાની ૨,૬૯,૧૭૨ ચો.મી. જમીન પ્રતિ ચો.મી. રૂ. ૧૨૬૦ ના ભાવથી ચુકવવા માટે હાઈવે થી ગામને જોડતા રસ્તા બનાવવા સાબરકાંઠા કલેક્ટર દ્વારા માર્ગ, મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને આદેશ કરે છે. બીજીબાજુ તારંગા હિલ – અંબાજી – આબુરોડ ન્યુ બીજી રેલ્વે લાઈન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન પેટે જે તે આદિવાસી ખેડૂતોને રૂ. ૩૧ થી રૂ. ૪૫ જેવી નજીવી રકમ પ્રતિ ચો.મી. ચુકવવાનો આદેશ અંગે ભાજપ સરકારની આદિવાસી વિરોધી-ખેડૂત વિરોધ નીતિ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જમીન સંપાદન અને પુરતુ વળતર-૨૦૧૩ની કલમ-૨૬ મુજબ મળવા પાત્ર વળતરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ માપદંડથી મોટાપાયે આદિવાસી સમાજના ખેડૂતોને અન્યાય કરી રહી છે. સાબરકાંઠામાં સંયુક્ત જિલ્લા કક્ષાની મુલ્યાંકનસમિતિ દ્વારા કાળોતરા ના પોશીના ના રી.સ.નં. ૧૦૪ (જુ.સ.નં. ૨૮) પૈકી ૨,૬૯,૧૭૨ ચો.મી. જમીન માટે પ્રતિ ચો.મી. ૧૨૬૦/- રૂ. લેખે કલેક્ટરશ્રી સાબરકાંઠાના આદેશથી તેત્રીસ કરોડ એકાણુ લાખ છપ્પન હજાર સાતસો વીસ પુરી રકમ ભરપાઈ કરવા માટે આદેશ થયો છે. બીજીબાજુ આંબા મહુડા, તા. પોશીના જિ. સાબરકાંઠામાં તારંગા હીલ-અંબાજી-આબુરોડ પ્રોજેક્ટ માટે આદિવાસી ખેડૂતોની જમીન સંપાદનમાં પ્રતિ ચો.મી. રૂ. ૩૧/- થી રૂ. ૪૫/- નજીવી રકમ જમીન મુલ્યાંકન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે.
જમીન સંપાદનમાં વન વિભાગને ખેડૂતો કરતા ૩૬૦૦ ટકા રૂપિયા ચુકવાશે જ્યારે પોશીના તાલુકાના ખેડૂતોની જમીન જાહેર વ્યવસ્થા માટે એટલે કે રેલ્વે માટે જમીન સંપાદનમાં નજીવુ વળતર સ્પષ્ટપણે અન્યાયકર્તા છે. એક જ જિલ્લાની મુલ્યાંકન સમિતિ, કલેક્ટર, સાબરકાંઠા એક જ તાલુકાની જમીન, વન વિભાગની જમીનના ભાવ રૂ. ૧૨૬૦/- પ્રતિ ચો.મી. અને આદિવાસી ખેડૂતોની જમીનના પ્રતિ ચો.મી. માત્ર રૂ. ૩૧/- થી રૂ. ૪૫/- આ સ્પષ્ટ પણે સરકારી તંત્રનું ભેદભાવ ભર્યુ વલણ છે. સાબરકાંઠા જિલ્લાના તા. પોશીનાના આંબા મહુડા, દંત્રાલ, લાખિલા, ચંડાણા, કોલંદ, પેટાછાપરા, લાખિયા ગામની સંપાદિત થયેલ જમીનના જુદા જુદા ૭૭ સર્વે નંબર જેમાં પિયત અને બિન પિયત સમાવેશ થાય છે. ગુજરાતમાં જમીન સંપાદન કાયદા હેઠળ ખેડૂતોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. જે અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ તંત્ર સમક્ષ ખેડૂતોને ન્યાય મળે તે માટે લેખિતમાં રજુઆત કરી છે. ભાજપ સરકાર ખેડૂતોની ખેતી છીનવીને ખેત મજદૂર બનાવવા એક પછી એક નિર્ણય કરી રહી છે ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને અને ખાસ કરીને આદિવાસી સમાજને યોગ્ય વળતર નહીં ચુકવાય તો કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.
૧૯–૧૨–૨૦૨૪
· ન નીતિ, ન નિયત ના લીધે ભાજપ સરકારમાં શિક્ષણની અધોગતિ થઈ રહી છે.
· કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ
મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સીટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જુનાગઢ યુનિવર્સિટીમાં હાલમાં કાર્યરત શ્રી ચેતન ત્રિવેદી પ્રોફેસર તરીકે પણ લાયક ન હતા, જે લાગવગ અને ભલામણથી પ્રોફેસર બન્યા અને બે વર્ષમાં જુનાગઢ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ બન્યા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના કુલપતિશ્રી ચેતન ત્રિવેદીનો કાર્યકાળ ૨૦-૭-૨૦૨૨ના રોજ પૂર્ણ થયાને આજે બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ઈન્ચાર્જ તરીકે મનફાવે તે રીતે નિર્ણયો કરી રહ્યાં છે. જે તે સમયના યુનિવર્સિટીના કાયદા મુજબ કુલપતિશ્રીની સમયમર્યાદા ત્રણ વર્ષની હોય તેમ છતાં શ્રી ચેતન ત્રિવેદી છ વર્ષથી કુલપતિ અથવા ઈન્ચાર્જ કુલપતિ તરીકે વિશેષ આશીર્વાદથી ચીટકી રહ્યાં છે. જુનાગઢ યુનિવર્સિટીમાં સરકારી નિયમોને નેવે મુકીને કોલેજોનું જોડાણ, પરિક્ષા કેન્દ્ર ફાળવણી, પરિક્ષામાં માર્કસ સુધારા કૌભાંડ, પેપર કૌભાંડ સહિત અનેક નાણાંકીય ગેરરીતિઓ માટે શિક્ષણ વિભાગમાં અરજીઓ સાથે રજુઆત થયા છતા આજદિન સુધી કોઈ પગલા ભરાયા નથી. સુપ્રિમકોર્ટના સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિની લાયકાત અંગેના ચુકાદામાં સ્પષ્ટપણે આદેશ છતાં અનેક યુનિવર્સિટીઓમાં નિયમ વિરૂધ્ધ કુલપતિઓની નિમણુંક પણ કરવામાં આવી અને તેઓએ સુવિધા સાથે કાર્યકાળ પણ ભોગવ્યો. આજેપણ રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમની વિરૂધ્ધ મનગમતિ અને ગોઠવણથી કુલપતિ પદે નિમણુંકો કરવામાં આવી રહી છે. જેનાથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સાચા પ્રાધ્યાપકોમાં નિરાશાનું વાતાવરણ ઉભુ થયું છે.
રાજ્યની ૩૫૦ ગ્રાન્ટેડ કોલેજમાંથી ૨૦૦ જેટલી કોલેજોમાં લાંબા સમયથી કાયમી આચાર્યો નથી. રાજ્યમાં ૮૩ સરકારી આર્ટસ-કોમર્સ કોલેજો આવેલી છે. તેમાં વર્ગ-૧ની ૧૩, વર્ગ-૨ની ૧૭૭, વર્ગ-૩ની ૧૬૭ અને વર્ગ-૪ની ૧૫૪ જગ્યાઓ ખાલી છે. આ કોલેજોમાં ૧૨૬૪ જગ્યાઓ ભરાયેલી છે જેની સામે ૫૦૬ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં ૨૬૩ ગ્રાન્ટેડ આર્ટસ-કોમર્સ કોલેજોની સંખ્યા ૨૬૩ છે તેમાં આચાર્યની ૬૫, અધ્યાપકની ૧૫૮૬, પીટીઆઈની ૬૮, ગ્રંથપાલની ૧૨૬, વર્ગ-૩ની ૧૧૭૮ અને વર્ગ-૪ની ૧૩૦૧ જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી ગ્રંથપાલ, વર્ગ-૩ અને વર્ગ-૪ની ૬૦ ટકા કરતા વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યની ૨૬૩ ગ્રાન્ટેડ આર્ટસ-કોમર્સ કોલેજોમાં ફીજીકલ એજ્યુકેશન ગ્રંથપાલની ૧૫ વર્ષ કરતા વધુ સમયથી ભરતી કરવામાં આવતી નથી. વહીવટીક ર્મચારીની ૬૫ ટકા એટલે કે ૧૧૭૮ જગ્યાઓ અને પટાવાળાની ૧૩૦૧ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. નવી ભરતી પ્રક્રિયા હાથ ન ધરવાને કારણે નિવૃત્તી અથવા નિધનથી ખાલી જગ્યાઓમાં સતત વધારો થતો જાય છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ના આદેશ મુજબ દેશ ની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ નેક ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાત ની મોટા ભાગ ની યુનિવર્સિટી અને કોલેજો એ માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ની ૮૩ માંથી ૫૫ એટલેકે ૬૬% થી વધુ યુનિવર્સિટી એ નેક ની માન્યતા લીધેલ નથી, ગુજરાત રાજ્યની ૨૨૬૭ માંથી ૧૭૬૭ એટલે કે ૭૮% કોલેજો એ નેક ની માન્યતા લીધેલ નથી. એક તરફ સ્ટેટ યુનિવર્સિટી એકટ આધારે “નેક” ધરાવતી કોલેજોના આચાર્યઓને જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ-સત્તામંડળમાં સ્થાન મળશે તે જોગવાઈ આગળ કરીને પ્રિન્સીપાલોને નિયુક્તીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે બીજીબાજુ ગુજરાતની અનેક યુનિવર્સિટીઓને ખુદને જ નેકનું પુનઃ જોડાણ નથી તો તેની માટે સત્તાધીશો અને રાજ્ય સરકાર કેમ મૌન ? ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-૨૦૨૩ અનુસાર રાજ્યમાં મોટા ભાગની યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવી નથી અને જ્યાં રચના થઈ છે ત્યાં ૫૦ ટકા નિયમ મુજબની નિયુક્તી કરવામાં આવી નથી. રાજ્યની યુનિવર્સિટીઓમાં નિમણુંક, ટેન્ડરો સહિત અનેક નાણાંકીય ગોલમાલ-ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારમાં સામાન્ય બાબત બની ગઈ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં સરકારના ઈશારે ગોલમાલ-ભ્રષ્ટાચાર કરનારને શિક્ષણ વિભાગ બચાવી રહ્યું છે.
૧૮-૧૨-૨૦૨૪
· ભારત દેશને કલંકિત કરતી અમેરીકામાં અદાણી જુથ પરના છેતરપીંડી કેસ, મણીપુરની હિંસા અને ગુજરાતની જનતાને સીધા સ્પર્શતા મુદ્દાઓ અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિસ્તૃત આવેદનપત્ર રાજ્યપાલશ્રીને સુપ્રત કરવામાં આવ્યું.
· ‘અદાણી-મોદી ભાઈ ભાઈ’, ‘દેશની કમાણી – અદાણીમાં સમાણી’ ભારે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો રેલી સ્વરૂપે દેખાવો કર્યા.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારી અને બેરોજગારીએ માઝા મુકી છે, રાજ્યમાં નકલીની ભરમાર ફાટી નીકળી છે, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે, રાજ્યના ખેડૂતો દિનપ્રતિદિન દેવાદાર બની રહ્યા છે, રાજ્યના નાગરીકોને પ્રશાસન જેવો કોઈ અહેસાસ થતો નથી માટે રાજ્યના નાગરીકોના હિતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ સહિત ધારાસભ્યો અને આગેવાનો રાજ્યપાલશ્રીને મળીને ભારત દેશને કલંકિત કરતી અમેરીકામાં અદાણી જુથ પરના છેતરપીંડી કેસ, મણીપુરની હિંસા અને ગુજરાતની જનતાને સીધા સ્પર્શતા મુદ્દાઓ અંગે વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું.
અદાણીને ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન રૂ. ૨/- થી રૂ. ૨૫/- ચો. મી. દિઠ પાણીથી પણ સસ્તા ભાવે અદાણી ગ્રુપને ૬,૧૪,૬૪,૧૮૬ ચો.મી. કરતાં વધારે જમીન આપવામાં આવી છે. રાજ્યમાં ગરીબ અને સામાન્ય વર્ગને ઘર બાંધવા માટે ૫૦-૧૦૦ વારના ઘરથાળના પ્લોટ લાંબા સમયથી સરકાર દ્વારા આપવામાં આવતા નથી તે આપવામાં આવે.
અદાણી હસ્તકના મુંદ્રા પોર્ટ/બંદર પરથી અંદાજે રૂ.૨૫,૦૦૦/- કરોડની કિંમતનું ડ્રગ્સ ભરેલું કંટેનર પકડાયેલ, તે બાબતે આજદિન સુધી નક્કર પગલાં લેવાયા હોય અને તેમાં સંડોવાયેલા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવેલ નથી. અદાણીના મુંદ્રા બંદરેથી અગાઉ આટલી મોટી કિંમતના ડ્રગ્સના કેટલા કંટેનર કયાં પહોંચી ગયા તે બાબતે અને આવા કંટેનર મુંદ્રા બંદરે ઉતારવામાં અદાણીની સંડોવણી બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવેલ નથી, જે ચિંતાનો વિષય છે.
અદાણી પાવર લિ. સાથે તા.૬-૨-૨૦૦૭ તથા તા.૨-૨-૨૦૦૭ના રોજ બીડ-૧ અંતર્ગત રૂ.૨.૮૯ પ્રતિ યુનિટ અને બીડ-૨ અંતર્ગત રૂ.૨.૩૫ પ્રતિ યુનિટ લેખે ૨૫ વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયેલા છે. તેમ છતાં માસિક રૂ.૮.૮૫ પ્રતિ યુનિટ લેખે ચુકવવામાં આવે છે. તે અન્વયે બે વર્ષમાં ફિકસ પેટે રૂ.૧,૯૧૯ કરોડ મળીને કુલ રૂ.૮,૧૬૦ કરોડ ચુકવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અદાણીની પાવર કંપનીઓને ફાયદો થાય તે માટે રાજ્ય સરકાર હસ્તકના પાવર પ્લાન્ટ પુરી ક્ષમતા સાથે કાર્યરત રાખવામાં આવતા નથી. રાજ્ય સરકાર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજ ખરીદી બંધ કરે અને રાજ્ય સરકાર હસ્તકના સરકારી પાવર પ્લાન્ટ પુરી ક્ષમતા સાથે કાર્યરત રાખીને ગ્રાહકોને પરવડે તેવા ભાવે વીજ પુરવઠો પુરો પાડે.
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે, ખુલ્લેઆમ દારૂ-જુગાર અને ડ્રગ્સના દૂષણના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, હત્યા, લુંટ અને ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ભુમાફીયાઓ માલ-મિલ્કત પડાવી રહ્યા છે, ખનન માફીયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. આરોપીઓને પોલીસનો ડર રહ્યો નથી. ગુજરાતમાં રોજ ૬ મહિલા-દિકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. અસામાજિક તત્વો બેફામ પણે અનૈતિક પ્રવૃત્તીઓ કરી પ્રજામાં ડર-ભય ફેલાવી રહ્યા છે છતાં પોલીસતંત્ર-રાજ્ય સરકાર નક્કર પગલા ભરતી નથી જેથી અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે. દૂધના ટેન્કર ફરતા હોય તે શ્વેતક્રાંતિની ઓળખ સમા ગુજરાતમાં કરોડો લીટર દારૂ અને અબજો રૂપિયાની ડ્રગ્સ ઠલવાઈ રહી છે જેના લીધે ગુજરાતના હજારો યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. ગાંધી-સરદારનું ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બની ગયું છે.
નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ કહેવામાં આવેલ કે રાજ્યમાં ઓબીસીની કેટલી વસતી યુનીટદિઠ છે તેની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ મુજબ એને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટેની જોગવાઈ કરવામાં આવે તેમ છતાં વર્ષો બાદ સમર્પિત આયોગની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા વસતીના ધોરણે બેઠકોની ફાળવણી ન થતાં ઓ.બી.સી. સમાજને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેઠક ફાળવણીમાં મોટો અન્યાય થઈ રહ્યો છે. ૭,૦૦૦ કરતા વધારે ગ્રામ પંચાયતો, ૨-જીલ્લા પંચાયત, ૧૭-તાલુકા પંચાયત અને ૭૫ કરતા વધારે નગરપાલિકામાં વહીવટદારોનું રાજ ચાલે છે. વારંવાર રજુઆતો કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે સમર્પિગ આયોગ નામદાર હાઈકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયધીશશ્રી કે. એસ. ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલ આયોગનો રીપોર્ટ રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે અને વહીવદારોનું રાજ દૂર થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી તાત્કાલિક યોજવામાં આવે.
મુલસાણામાં પાંજરાપોળની જમીન કૌભાંડ, સુરત-ડુમસ જમીન કૌભાંડ, કચ્છમાં ગૌચર જમીન કૌભાંડ, દાહોદ જમીનના નકલી એન.એ.ના કૌભાંડીઓએ કરોડોની જમીનો પડાવી પાડી તેમાં કડક પગલાં લઈ જમીન શ્રીસરકાર કરવામાં આવતી નથી, આથી, આ તમામ જમીન શ્રીસરકાર કરવામાં આવે અને તેમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
રાજ્યમાં નકલીઓની મૌસમ ચાલી રહી છે. PMO-CMOના અધિકારીઓ નકલી, નકલી ઈડી, નકલી IAS, નકલી કોર્ટ, નકલી સરકારી વકીલ, નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલનાકા, નકલી પોલીસ, નકલી દવા-દારૂ, નકલી ડોકટરો, નકલી દસ્તાવેજોથી જમીનોના વેચાણ વગેરે કિસ્સાઓ સામે દિનપ્રતિદિન વધતાં જાય છે. પોન્જી સ્કીમોના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે તાજેતરમાં ૬૦૦૦ કરોડ કરતા વધુનું BZ સોલ્યુશનના નામે એકના ડબલ અને ત્રણ ગણા પૈસા કરી આપવાના કૌભાડમાં ભાજપ સરકારનો સીધો નાતો છે તેવા એક પછી એક વિગતો સામે પ્રસિધ્ધ થઈ રહી છે. બીજીબાજુ, હજારો નાના રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યાં છે, તેમ છતાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીને પકડીને વરઘોડો કાઢવામાં આવ્યો નથી. પોંજી સ્કીમો અને વ્યાજ વસુલાત મોટાપાયે ખોટી રીતે થઈ રહ્યા છે. નકલીના કારણે નાગરીકોનો વિશ્વાસ સરકારમાંથી ડગી રહ્યો છે. આવા તત્વોને તાત્કાલિક ડામવામાં આવે.
રાજ્યમાં અને દેશમાં મોંઘવારી અને બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મોદી સરકારે મિત્રો માટે રૂ.૧૨.૩૦ લાખ કરોડની લોન માંડવાળ કરી દીધી છે બીજીબાજુ ગુજરાત સહિત દેશના ખેડૂતો સતત દેવાદાર થતા જાય છે. મોંઘા બિયારણ, વીજળી, દવા, ખાતર અને સિંચાઈના કારણે ખેડૂતો દેવું કરવા મજબુર બન્યા છે અને ગુજરાતના ખેડૂતોને પાક બચાવવા ખર્ચને પહોંચી વળવા માટે ત્રણ વર્ષમાં રૂ.૩.૬૪ લાખ કરોડની લોન લેવાની ફરજ પડી છે, આ લોનની રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે.
ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળા-કોલેજોને બંધ કરીને ખાનગી શિક્ષણને આડેધડ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મેળવવું મુશ્કેલ થતું જાય છે. લાખો રૂપિયાની ફી ભરીને ખાનગી શાળા-કોલેજોમાં પ્રવેશ લેવા મજબુર બનવું પડે છે, મોંઘું શિક્ષણ મેળવ્યા બાદ રોજગારની તકો મળતી નથી. સરકારી ભરતીમાં પેપર ફુટવા સહિતના મોટાપાયે ગેરરીતિ અને ગોલમાલના કિસ્સાઓ અનેકવાર સામે આવ્યા છે. સરકાર જાતે પોતાના મળતિયાઓને પાછળ બારણે ઘુસાડવા માટે આવા તત્વોને રાજકીય આશ્રય આપતી હોય તેવું સામે આવેલ છે. જેના લીધે ગુજરાતના લાખો યુવાન-યુવતીઓ રોજગારની તક છીનવાઈ રહી છે.
ગુજરાત સરકારના દરેક વિભાગમાં થઈ રહેલા બેફામ ભ્રષ્ટાચારના કારણે નાગરીકો ભોગ બની રહ્યા છે, જાતિના દાખલા, ખેડૂત માટે જરૂરી દાખલાઓ સહિત જમીન માપણી, સાયકલ કૌભાંડ, ખ્યાતિ હોસ્પિટલકાંડ, ગરીબોના હક્કનો રાશનનો જથ્થો બારોબાર સગેવગે કરવો, સ્કોલરશીપ કૌભાંડ, આવાસ કૌભાંડ સહિત અનેક કૌભાંડો સરકારની ઓળખ બની ગઈ છે, ત્યારે આવા કૌભાંડોમાં ભીનું સંકેલવાના બદલે પરીણામલક્ષી પગલાં ભરાઈ તો નાગરીકોને રાહત થશે.
કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. પ્રભા તાવિયાડ, એ.આઈ.સી.સી.ના સંયુક્ત મંત્રીશ્રી નિલેશ પટેલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી દિનેશભાઈ ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી નિશિત વ્યાસ, શ્રી બિમલ શાહ, શ્રી ભીખાભાઈ રબારી, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ ભરવાડ, ઓ.બી.સી. સેલના ચેરમેનશ્રી રાજેશભાઈ ગોહિલ, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, પ્રવક્તા ડૉ. અમિત નાયક, મહિલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી બળદેવભાઈ લુણી, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત, મહેસાણા જિલ્લા પ્રમુખશ્રી હસમુખભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી અરવિંદભાઈ ઠાકોર સહિતના આગેવાનો રજુઆત સમયે જોડાયા હતા.
૧૭-૧૨-૨૦૨૪
· જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ, સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમાંકઃ ૪૩ ટકા અનાજનો જથ્થો સગેવગે થઈ જાય છેઃ અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ભ્રષ્ટાચારઃ ગરીબોના મોંમાથી કોળિયો છીનવાઈ રહ્યો છે.
· જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાઃ ઘઉં-ચોખા રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. ૨ કરોડ ટન ઘઉં-ચોખા ક્યાં ગાયબ થઈ જાય છે?
ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાંજ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય છેઃ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, બગાડને ગોડાઉનથી રેશન દુકાન સુધી પહોંચતું નથીઃ રાષ્ટ્રીય તિજોરીને મોટું નુકશાન સાથે સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં-ચોખાનો ૪૩.૦૨ ટકા જથ્થાના લીકેજ-ગાયબ થવા અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લક્ષિત વિતરણ વ્યવસ્થા હેઠળ નિયમીત રીતે વિવિધ અનાજ આપવામાં આવે છે જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. હાલમાં જ એક ઈકોનોમીક ર્થીક ટેન્ક દ્વારા આપવામાં આવેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે ૨૦ મીલીયન ટન ચોખા-ઘઉં આશરે કિંમત રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. આ વાર્ષિક નુકસાન છે. આ ક્યાં જઈ રહ્યું છે ? કદાચ તે ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે મોકલવામાં આવી રહ્યું છે. હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ વચ્ચે) એ તારણ અપાયુ છે કે ૨ કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે ? તે ગંભીર બાબત છે. આ એક મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. ૨૮% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પુરુ પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈન્વેસન સહિતના ઉપાયોની જાહેરાતો કર્યા છતા પણ રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ‘ગરીબો સુધી પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા જરૂરી છે.
એક તરફ સતત કુપોષણનો ભોગ બની રહેલા બાળકો અને કુપોષિત મહિલાઓ દેશ માટે મોટો પડકાર છે ત્યારે, જાહેર વિતરણ વ્યવસ્થાના છીંડા માટે મક્કમતાથી પગલા ભરવામાં આવશે તો જ ભ્રષ્ટાચાર અટકશે અને ગરીબોને તેમના હક્કનું અનાજ મળશે.
સૌથી વધુ લીકેજ ધરાવતા રાજ્યો
સૌથી ઓછુ લીકેજ ધરાવતા રાજ્યો
ક્રમ
રાજ્ય
ટકા
ક્રમ
રાજ્ય
ટકા
1
અરૂણાચલ પ્રદેશ
૬૩.૧૮
1
તેલંગાણા
૦.૩૦
2
નાગાલેન્ડ
૬૦.૩૬
2
આંધ્રપ્રદેશ
૧.૨૦
3
ગુજરાત
૪૩.૦૨
3
કર્ણાટક
૬.૧૭
4
હિમાચલ પ્રદેશ
૩૬.૨૭
4
પશ્ચિમ બંગાળ
૯.૦૦
5
ઉત્તરાખંડ
૩૫.૭૨
5
જમ્મુ કાશ્મિર
૯.૮૭
6
મહારાષ્ટ્ર
૩૫.૬૮
6
તામિલનાડુ
૧૫.૮૪
7
ઉત્તર પ્રદેશ
૩૩.૧૫
7
બિહાર
૧૯.૧૬
૧૩-૧૨-૨૦૨૪
ટેકનીકલ શિક્ષણ વિભાગના રેઢિયાળ વહીવટને લીધે ડીગ્રી ડીપ્લોમાં ઈજનેરી કોલેજના ૪૦૦૦ અધ્યાપકો મળવાપાત્ર લાભો થી વંચિત.
ભાજપા સરકારની અટકાવવું, લટકાવાવું અને ભટકાવવાની નીતિના કારણે પાંચ તબકાની ચકાસણીમાં વિલંબ થી ૪૦૦૦ અધ્યાપકો હક થી વંચિત.
ટેકનીકલ શિક્ષણ વિભાગની એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઈન લાભ અપાયા : બાકીના ૪૦૦૦ જેટલા અધ્યાપકોને ઓનલાઈનના નામે અન્યાય
સરકારી ઇજનેરી તેમજ પોલીટેકનિક કોલેજોના ૪૦૦૦ અધ્યાપકોના કિસ્સામાં પણ ઓફલાઈન ચકાસણી પ્રક્રિયા ઝડપથી કરીને સમય મર્યાદામાં ગ્રેડ પે નો લાભ આપવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા ડીપ્લોમા કોલેજના એક જ અધ્યાપકના સ્પેશિયલ કેસમાં માત્ર એક જ મહિનાના સમય ગાળામાં કેસની ત્રણ ગ્રેડની પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરી આદેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રેડ પે 8000 થી 9000 મંજૂરીની તારીખ 1 જાન્યુઆરી 2016 પછી હોવા છતાં કોજન્ટ પોર્ટલ ઉપર પ્રકિયા કર્યા વગર ઓફ લાઈન ચકાસણી કરી 29 નવેમ્બરેના રોજ મંજુરીનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ૧૬ ડીગ્રી અને ૩૧ ડીપ્લોમાં સરકારી ઈજનેરી કોલેજના 4 હજાર અધ્યાપકો ને મળવાપાત્ર લાભથી વંચિત રહે તે રીતે ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે 4000 અધ્યાપકોને કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ(કેસ) માટે પોર્ટલની ઓનલાઈન ચકાસણીની પ્રક્રિયા માટે ફરજીયાત પરિપત્ર કરવામાં આવે છે.
AICTEના 1 માર્ચ 2019ના પરિપત્રના પાંચ વર્ષ બાદ 1 માર્ચ 2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કેસ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. વર્ષોની રજૂઆત બાદ પરિપત્ર થતા સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો તેમના 7-8 વર્ષોથી લંબિત કેસ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા જન્મી હતી. આ અંતર્ગત અરજીઓ મંગાવી ઓફલાઈન ચકાસણી કરી સત્વરે આદેશ થાય એવી વ્યવસ્થા ઉભી કરવાની બદ્લે ઓનલાઇન ચકસણી કરવા અંગે કમિશ્નર ઓફ ટેકનીકલ એજ્યુકેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. 30 જુલાઈ 2024ના પરિપત્ર દ્વારા તમામ અધ્યાપકોને કેસની અરજી ફરજીયાત કોજન્ટ પોર્ટલ ઉપર કરવા માટે સુચના આપેલ હતી. પરંતુ કોજન્ટ પોર્ટલ યોગ્ય રીતે થયેલ ન હોવાના કારણે ટેકનીકલ ક્ષતિઓને લીધે પોર્ટલ પર અરજી કરવામાં મોટાભાગના અધ્યાપકોએ વ્યાપક હેરાનગતિ ભોગવી હતી
ટેકનીકલ શિક્ષણ કચેરી દ્વારા અધ્યાપકોને કોજન્ટ પોર્ટલ પર કેસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ૨૦ ઓગસ્ટ 2024ની સમયમર્યાદા આપેલ. પંરતુ ટેકનીકલ ક્ષતિઓને લીધે ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવા માટેની છેલ્લી તારીખ બે વખત લંબાવી અનુક્રમે 5 સપ્ટેમ્બર કરવાની ફરજ પડેલ. તેમાં પણ આજદિન સુધી કોજન્ટ પોર્ટલના 5 તબક્કામાંથી માત્ર ૨ તબકાની ચકાસણી પૂર્ણ થઇ છે, બાકીના 3 તબકાની પરિપત્રના ૬ મહિના થયા છતાં અમલીકરણ થયેલ નથી, જે અધ્યાપકો માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે. કોજન્ટ પોર્ટલ જે ગતિથી ચાલી રહ્યુ છે તે જોતા હજુ ૩૧/૦૩/૨૦૨૫સુધીમાં અધ્યાપકોની ગ્રેડ પે ૬૦૦૦ થી ૭૦૦૦ તેમજ ગ્રેડ પે ૭૦૦૦ થી ૮૦૦૦ એમ બે ઇવેન્ટ તો દૂર રહી પરંતુ પ્રથમ ઇવેન્ટ પણ પૂરી થઇ જરૂરી આદેશ થશે કે કેમ એ પણ અનિશ્ચિત જણાય છે. આ રીતે ટેકનીકલ ક્ષતિઓ તેમજ સંવેદનશીલતાના અભાવે સરકારે કેસ જાહેર કર્યાને અંદાજે ૧૦ મહિના થયા છતાં હક/ન્યાય/લાભથી વંચિત અધ્યાપકો નાણકીય અને કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે. ભાજપા સરકારની અટકાવવું, લટકાવાવું અને ભટકાવવાની નીતિના કારણે પાંચ તબકાની ચકાસણીમાં વિલંબ થી ૪૦૦૦ અધ્યાપકો હક થી વંચિત રહે તેવી સ્થિતિ જણાય છે.
૧૨-૧૨-૨૦૨૪
વાયબ્રન્ટ-અગ્રેસર ગુજરાતના વચનો આપનાર ભાજપા શાસનમાં જમીન માફીયા, વ્યાજખોરો, ખનીજ માફીયા, ભ્રષ્ટાચારીઓ, નકલખોર અને નકલીઓ અગ્રેસર અને ખેડૂત, યુવાન, મહિલા, નાના વેપારી સહિત શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સુરક્ષા, ખેતી ક્ષેત્રે પાછળ ધકેલાયા હોવાની વિગતો રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપા સરકારના ગેરવહીવટ, આયોજનનો અભાવના પરિણામે ૩.૮૪ લાખ કરોડનું દેવા સાથે દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ગયું છે. ૭૦ થી વધુ નગરપાલિકા વિજબીલ ભરી શકતી નથી. સરકારી વિજ એકમોના ઉત્પાદનમાં સતત ઘટાડો અને ખાનગી વિજ કંપનીઓની લૂંટના કારણે ગુજરાતના નાગરિકો મોંઘી વિજબિલ ભરવા મજબૂર બન્યા છે. નબળા બાંધકામ, બેફામ ભ્રષ્ટાચાર, મળતિયાઓને આવાસની ફાળવણી કારણે સાચા લાભાર્થી પરેશાન અનેક આવાસોની યોજના ૧૦ વર્ષમાં ખંડેર બની ગઈ છે. છેલ્લા ૧૦વર્ષમાં આડેધડ વૃક્ષોનું નિકંદન, નિકળી રહ્યું છે.
રાજ્યમાં ખેડૂતોને માત્ર ૬ કલાક જ વીજળી અને તે પણ રાત્રીના સમયે મળે છે તેવું ખેડૂતો વારંવાર જાહેરમાં કહી ચૂક્યા છે. ગુજરાતના ખેડૂતો પર ૯૬૦૦૦ કરોડનું દેવું છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિથી ગુજરાતની ખેડુત ખેતી બરબાદ થયા, ખેતીની જમીનમાં ઘટાડો, ખેત મજદૂરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નુકસાન સામે નજીવું વળતર, અનેક જિલ્લાઓ-તાલુકામાં મોટી સંખ્યામાં ખેડૂતો નુકસાનીના વળતરથી વંચિત છે.
ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરવાના નિર્ણયથી કન્યા શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે, ગુજરાતમાં ૨૪ ટકા દિકરીઓને ધો-૮ પછી માધ્યમિક અભ્યાસ છોડી દેવાની ફરજ પડી રહી છે. કુપોષણની મોટી સમસ્યા સામે જજુમતા ગુજરાતમાં ૫૫ ટકા મહિલાઓ અને ૪૫ ટકા બાળકો કુપોષણમાં સપડાયેલા છે. આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજન સહિતની યોજનામાં ફરજ બજાવતી બહેનોનું મોટાપાયે આર્થિક શોષણ, નજીવુ વેતન ચુકવાઈ રહ્યું. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ છતાં ભાજપ સરકાર અમલ કરતી નથી. ભુખમરા ગૂચકાંકમાં દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે જે અત્યંત ચિંતાજનક છે. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાના સરકારી લાભો મેળવનાર કંપનીઓના કાગળ પર MOU’s, માત્ર ટકા ૮ થી ૧૦ ટકા જેટલું વાસ્તવિક પરિણામ દેખાઈ રહ્યું છે. જેમાંથી અમુક મોટી કંપનીઓ કરોડો રૂપિયાના લાભો લઈને દારૂની રેલમછેલ, ૧૮૦૦૦ ગામો, ૧૫૭ નગરપાલિકા અને ૮ મહાનગરો વિસ્તારમાં બેરોકટોક દારૂનો વેપલો ચાલી રહ્યાં છે. દૂધના ટેન્કરોને બદલે, દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. કરોડો રૂપિયાની ડ્રગ્સ માટે ગુજરાતનો દરિયા કિનારો ગેટ-વે બની ગયો છે જે ગુજરાત અને દેશ માટે ચિંતાનો વિષય છે. ફાર્મા કંપની-ચાંગોદર, સાણંદ, વડોદરા, અંકલેશ્વર થી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, ન પકડાયેલ અબજો રૂપિયાનું ડ્રગ્સ માટે જવાબદાર કોણ ?
ત્રણ-ત્રણ વર્ષથી કલાકારોને અપાતી સહાય ચૂકવાઈ નથી. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન/સહાયના નામે ભ્રષ્ટાચાર, ગેરરીતિની અનેક ફરિયાદો મળી રહી છે. રાજ્યમાં ૧૫ વર્ષ કરતા વધુ સમયથી શારીરિક શિક્ષણના, શિક્ષકો-લેક્ચરરોની નિમણુંક નહી, શું આ રીતે રમશે ગુજરાત ? રાજ્યમાં ૧૫ વર્ષ કરતા વધુ સમયથી લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી, શું આ રીતે વાંચશે ગુજરાત? રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની જગ્યા ખાલી, ૪૫ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા ખાલી, શું આ રીતે ભણશે ગુજરાત ? રાજ્યમાં સિવિલ હોસ્પીટલ – જિલ્લા હોસ્પીટલો – પ્રાથમીક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૫૫ ટકા કરતા વધુ ડોક્ટરોની જગ્યા ખાલી, શુ આ રીતે સ્વથ્ય રહેશે ગુજરાત ? રાજ્યમાં સિવિલ હોસ્પીટલ – જિલ્લા હોસ્પીટોલ અને પ્રાથમીક અને સામૂહિક કેન્દ્રોમાં ફાર્માલીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફની ૬૫ ટકા જગ્યાઓ ખાલી, આઉટસોર્સીગ અને કોન્ટ્રાક્ટ ના હવાલે આરોગ્ય સેવા, શું આ રીતે સ્વસ્થ રહેશે ગુજરાત ? દરરોજ ૬ મહિલા-દિકરીઓ પર થતા બળાત્કારની ઘટના, ખૂન-હત્યા-ખંડણી સહિતના ગંભીર ગુન્હાઓમાં થઈ રહેલા સતત વધારો, શું આ રીતે સલામત રહેશે ગુજરાત ?
૧૧-૧૨-૨૦૨૪
• વિકાસ પુરુષના દેશમા ૩૩ લાખ બાળકો કુપોષિત અને વિકાસ મોડલ ગુજરાત ટોપ ઉપર.
• કુપોષણથી થતા “સિકલ સેલ એનિમીયા” રોગથી પિડીતો વિશ્વમા સૌથી વધુ વિશ્વગુરુના દેશમા…
• ભાજપા સરકારના મંત્રી સંસદમા કહે છે,ભારતના ૩૯.૭ % બાળકો કુપોષિત છે, જે ભારત સરકાર માથે કાળુ કલંક છે.
• ભાજપા સરકાર ડ્રામા છોડીને ડેવલપમેન્ટમા ધ્યાન આપે
• દેશનુ ભવિષ્ય યોજનાના નામો બદલવાથી નહી શાસકો પોતાની માનસિકતા અને ઇરોદો બદલે…
તત્કાલીન કોંગ્રેસની સરકારે દેશનુ ભાવી બાળકોના આરોગ્ય ઉપર આધારિત છે અને તે વખતની સરકારે અભ્યાસ અને તેના તરણોને લઈને મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં ૧૯૮૪ માં શરૂ કરવામાં આવી હતી…આ યોજનાના મુખ્ય ઉદ્દેશો જેવા કે
1. બાળકોને ગરમ રાંધેલું પૌષ્ટીક ભોજન આપવાથી બાળકોની પોષણની સ્થિતિ સુધારવા માટે.
2. શિક્ષણ વંચિત ગરીબ બાળકોને પ્રોત્સાહિત કરવા, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો કરવો.
3. વર્ગખંડની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા,
4. બાળકોમા સામાજીક સમાનતાનો ભાવ ઉભો કરવા.
૨૦૧૪ પછી મોદી સરકારે કોંગ્રેસની મધ્યાહન ભોજન યોજનાનુ નામ બદલીને પીએમ પોષણ યોજના કર્યુ પણ રાજયમા કુપોષિત બાળકોની વધતી સંખ્યા ઉપર કોઇ ઠોસ કામ ન કર્યુ અને એટલે તેમા સતત વધારો થયો..
આજે વિશ્વમાં કુપોષણનો સામનો કરી રહેલા ૮૨ કરોડ લોકોમાંથી ૨૨ કરોડ લોકો ભારતમાં છે અને ભારતમાં ૩૩ લાખ બાળકો કુપોષિત છે તેમાં અડધાથી વધુ અતિ ગંભીર કુપોષિત છે, જેમા ડબલ એન્જીન ધરાવતુ ગુજરાત ટોચ પર છે.
૨૦૧૮ મા અન્નત્રિવેણી યોજના અંતર્ગત ૧૪ આદિજાતી જીલ્લામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાને અનાજ આપવાની અને દૂધ સંજીવની યોજના અંતર્ગત શાળાના બાળકોને દુધ આપવાની યોજના શરુ કરી પરંતુ રાજ્યમા કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.એ સ્પષ્ટ કરે છે આ યોજનાઓ માત્ર કાગળ ઉપર ચાલે છે,જનતા સામે માત્ર ડ્રામા થઈ રહ્યો છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 (NFH5) મુજબ ભારતના સૌથી કુપોષિત જિલ્લાનો એક સર્વે મુજબ દેશમા કુલ અતિકુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતના ૫ જીલ્લાઓ ડાંગ ૫૩.૧% ટકા અને દાહોદ ૫૩% સહિત,નર્મદા, પંચમહાલ અને તાપી છે. અને આ સુપોષિત ટોપ ૧૦ જીલ્લામા ગુજરાતનો એકપણ જિલ્લો આવ્યો નથી. આમ આ આદીવાસી જીલ્લાઓમા સરકારે કરેલા કામોનો કરુણતા ભરેલો વહીવટી હિસાબ છે. અને માર્ચ ૨૦૨૨માં સંસદમા રજુ કરે મંત્રીશ્રી ઇરાનીએ નેશનલ ફેમિલી હેલ્થના સર્વે કહે છે ગુજરાત ૩૯.૭ ટકા બાળકોમાં સૌથી વધુ કુપોષિત છે, દેશમા ગુજરાત સૌથી ઉપર આવ્યું હતુ
ગુજરાત કોંગ્રેસના પ્રવકતાશ્રી મનહર પટેલની કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે માંગ છે કે ગુજરાતમા આદિવાસી વિસ્તારના જીલ્લાઓમા કુપોષણથી થતા “સિકલ સેલ એનિમીયા” રોગથી પિડીત દર્દીઓ સૌથી વધુ સંખ્યા અને વધી પણ રહી છે, આ રોગ સામે લડવા માટે રાજ્ય કે કેન્દ્રની સરકારે આજ દિવસ સુધી કોઇ ઠોસ કાર્યક્રમ કે યોજના શરુ કરેલ નથી.”સિકલ સેલ એનિમીયા”આ ખતરનાક રોગ છે,દેશની યુવાધનને નાશ કરનારો છે, ઘણીવાર બાળકને ગર્ભમાથી પણ મળે છે આ રોગથી પ્રભાવીત વિસ્તાર અને લોકો માટે નિયમિત લોક જાગૃતિ-નિદાન અને તેના ખોરાક ઉપર રાજ્ય સરકારે સતત નિરિક્ષણ કરીને લાબાગાળાની યોજના તૈયાર કરી તેને વહેલી તકે કાર્યાંન્વિત કરવામા આવે.અને કોઇપણ સંજોગોમા “સિકલ સે અનિમીયા” ઉપર કાબુ મેળવવામા આવે.
૦૬-૧૨-૨૦૨૪
સુરતના નકલી સર્ટીફીકેટ કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરતના રસેશ ગુજરાતીને ૨૦૨૧માં ડૉક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા. હાલ કોંગ્રેસ પક્ષમાં કોઇ પણ પ્રકારના પદ કે જવાબદારી સંભાળતા નથી. રસેશ ગુજરાતી સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થાય. કાયદો કાયદાનું કામ કરશે. ખોટું કર્યું હશે તો કાનૂની પગલા ભરવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ કોઈ પણ ગુનેગારને છાવરવાનો ક્યારેય પ્રયાસ કરતી નથી. ભાજપના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજન મળી ગયો હોય તેવું લાગે છે. સમગ્ર રાજ્યમાં ફૂલ્યા – ફાલ્યા ચાલતા નકલીના ગોરખ ધંધા PMO/CMO/CBI અને હવે નકલી ED ટીમ અંગે સદંતર મૌન સેવતા ભાજપાના નેતાઓ કેમ ભાગેડુવૃતિ ધરાવે છે ? રાજ્ય છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમય થી કાંડ – કૌભાંડોમાં સંડોવાયેલા ભાજપાના પદાધિકારીઓને રાજકીય આશ્રય આપનારાઓ જે તે બનાવ વખતે ડાહી ડાહી વાતો કરે છે. કોભાંડીઓ – ગુન્હેગારો સામે નક્કર પગલા ભરવાને બદલે યેન – કેન પ્રકારે ગુન્હેગારોને બચાવવાના ભાજપાના નેતાઓની કામગીરી અનેક વખત ગુજરાતમાં સામે આવી છે. તે મુદ્દે ભાજપા જવાબ આપે
ભાજપ સરકારમાં છેલ્લા 20 વર્ષથી ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલી રહ્યા છે અગાઉ અનેક કૌંભાંડો સામે આવ્યા જેમાં ભાજપના નેતાઓના કનેક્શન સામે આવ્યા છે. ગુજરાતના નાગરિકોના જીવન સાથે રમત રમનારાઓ સાથે ભાજપાના પદાધિકારીઓ સીધા સંકળાયેલા હોવાનું સામે આવે ત્યારે ભાજપાના પ્રવક્તાઓ મોટા ભાગે મોઢું સીવી લેતા હોય છે. ભાજપના નેતાઓ કૌભાંડમાં સામેલ હોય ત્યારે કેમ ભાજપના પ્રવક્તા બોલતા નથી ? ભાજપની ભ્રષ્ટ સરકારના કારણે ગુજરાતીઓ લૂંટાય છે. ભાજપ શાસનમાં કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવ્વલ નંબર પર છે. કૌભાંડીઓને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપ લૂંટનું લાઇસન્સ આપે છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસને સલાહ અપાવાની કોઈ જરૂર નથી. હકીકતમાં ભાજપા સરકાર કાંડ-કોભાંડીઓને બચાવવાનું – રાજકીય આશ્રય આપવાનું બંધ કરે
૫–૧૨–૨૦૨૪
ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે એના સંદર્ભમાં એક પ્રશ્ન આજે રાજ્યસભામાં માન. સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલનો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, જ્યારે-જ્યારે મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે. ૨૦૨૪માં ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું, પરંતુ નુકસાની માટે માંગણી કરતું આવેદન ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને નહોતું અપાયું માટે કેન્દ્ર સરકાર તરફથી NDRFમાંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી. SDRFમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે. ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારને કેન્દ્રની ખાસ સહાય મળે તે માટે આજના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું વિપક્ષનો નેતા હતો ત્યારે એમણે ખાસ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતને વધારે સહાય મળે તે માટે માંગણી કરી હતી અને ત્યારે આટલું મોટું નુકસાન નહોતું છતાં ઉદાર હાથે NDRFમાંથી સહાય મળી હતી. આ વખતે ગુજરાતમાં મોટાપાયે નુકસાન થયું છે, ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા આંકડા મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ મળેલા જવાબ પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન આપ્યું નથી કે માંગણી કરી નથી, જે ગુનાહિત બેદરકારી છે. ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા હોય, કેન્દ્રમાંથી સહાય મળતી હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને વડાપ્રધાનશ્રી પણ ગુજરાતના છે ત્યારે મોસાળમાં લગ્ન અને મા પીરસનારી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈતો હતો, એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાની એ ગુજરાતની ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી છે. ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપ સરકાર દ્વારા થયો છે તેનું ભારોભાર દુઃખ છે તેમ અંતમાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
૪-૧૨-૨૦૨૪
સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે, ઉંચી જંત્રીની ભલામણ રાજયના વિકાસને અવરોધનારી અને આમ નાગરિકની આર્થિક રીતે કમર તોડનારી બની રહેશે, માટે સદરહુ સુચિત જંત્રીનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે.
૨૦૧૧ ના જંત્રી વધારાના પરિપત્ર મૂજબ વાર્ષિક ૮% વધારો સુચવેલ છે, તે મુજબ દર વર્ષે ૮ % મુજબ વધારો કરેલ નહી અને 13 વર્ષ બાદ સીધો ૨૦૦૦ % સુધી જંત્રી વધારો કરવાની ભલામણ એ ક્યા પ્રકારનો વહીવટ છે ? રાજ્ય સરકાર જંત્રીના પરિપત્ર મુજબ વર્ષે ના 8% વધારા મુજબ ૧૩ વર્ષની ૧૦૪ % જંત્રી વધારો કરવા સરકાર વિચારી શકે છે. એક સાથે ૨૦૦૦ % સુધીનો જંત્રી વધારો સુચવવો એ ગુજરાતના વિકાસને અવરોધનારો નિર્ણય છે.
રાજ્ય સરકાર સ્વસ્થ બને જંત્રી એ સ્ટેમ્પ ડયુટી છે ટેક્સ નથી, ડ્યુટી અને ટેક્ષમા તફાવત છે, ટેક્ષ સરકાર માટે સરકાર ચલાવવાનુ સાધન છે પરંતુ ડ્યુટીને આવકનુ સાધન ન બનાવો, ડ્યુટી એ જનતાની સંપતિના કાગળો અને રેકર્ડના રખ રખાવ ખર્ચ માટેનુ ભંડોળ હોય છે. અને સ્ટેમ્પ ડયૂટી ગૂજરાત સરકારની આવક છે, લોંગ ટર્મ ટેક્સ ભારત સરકારની આવક છે,
આમ જ્યારે સરકાર સરકારી જમીન તેના માનીતાઓને ભેટ દેવી હોય ત્યારે જંત્રીના ભાવને અવગણી કલેકટર કે ઉચ્ચ અધિકારીઓની સમિતી-કમિટી સગઠન કરી, રાજયની જનતાના વિશાળ લાભોને કાગળ ઉપર ઉતારીને પાણીના ભાવે સમર્પણ કરવામા આવે છે. અને આવી કરોડો ચો.મીટર જમીનો સરકારી રેકર્ડમાથી ઓછી થઈ છે.
આમ રાજ્ય સરકારે સુચવેલ નવી જંત્રી મંદીને આમંત્રણ આપનારી, રાજ્યના ધંધા રોજગાર બંધ કરનારી અને મોંઘવારી વધારનારી સાબિત થશે.
૪-૧૨-૨૦૨૪
“ચંદા દો ધંધા લો” સૂત્રને સાર્થક કરવા ગુજરાતમાં ‘વિકાસ’ના નામે પર્યાવરણનો વિનાશ
· ગુજરાતની જનતાને પર્યાવરણના ભોગે ઝેરી વિકાસ નથી જોઈતો. – હેમાંગ રાવલ
· કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. – હેમાંગ રાવલ
એક તરફ સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ લાખથી વધુ ઝાડને કાપી નાખવા માટે અધિકૃત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર ઓછું થતું જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા તેમજ આજુ બાજુના ગામડાઓમાં સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે કે માંડવી તાલુકાના ૧૦ ગામડાઓના પર્યાવરણ અને દરિયાઈ જીવ-સૃષ્ટિ તેમજ ખેતી અને પશુપાલન નેસ્તો-નાબૂદ ના થાય તે હેતુથી જીએચસીએલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવામાં આવે નહીં. જીએચસીએલ કંપની સામે સ્થાનિક સ્તરે આજુબાજુના બધા જ ગામડાઓની પ્રજામાં ખુબ વિરોધ છે. કોઈ પણ ગામને આ કંપની સ્વીકાર્ય નથી જેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
માંડવીમાં ગામડાઓમાં સમૃદ્ધ અને સારી બાગાયતી અને વરસાદી એમ બેઉ પ્રકારની પ્રાકૃતિક ખેતી અને પશુપાલનના રોજગાર છે તેમજ ૪૦ કિલોમીટર પર મુંદ્રા બંદર છે જેમાં લોકો સારી એવી રોજગારી અને સ્થાનિક નાના મોટા વ્યવસાય મેળવે જ છે. આ કંપની આવવાથી સ્થાનિક લોકો માટે કોઇ નવી રોજગારી ઉભી નહીં થાય પરંતુ જે અત્યારે રોજગારી છે તે પણ છીનવાઇ જશે.
કંપનીની લોક સુનાવણી બાબતે એટલો મોટો વિરોધ અને લોકજુવાળ ઉપડયો હતો કે એક વખત લોક સુનવણી રદ કરવામાં આવી. ત્યારબાદ બીજી વખત કંપનીના પર્યાવરણ રિપોર્ટમાં અનેક અધુરપો હોવા છતાં જોહુકમી અને પોલીસ બળ દ્વારા બીજી વખત લોક સુનાવણી કરવામાં આવી જેમાં ૫૦૦૦થી વધુ લોકોએ પોત પોતાની રીતે વિરોધ નોંધાવેલ હતો.
વૈકલ્પિક દ્રષ્ટીએ જોતાં પણ માંડવી તાલુકો પર્યટન તરીકે વિકસે એવી કુદરતી સુંદરતા છે. તાજેતરમાં માંડવીમાં દરિયા કિનારાના ૨ બીચનો વિકાસ કરવા પહેલ થયેલી છે જેમાં એક માંડવી શહેર નજીકનો દરિયાકિનારો છે અને બીજો આસાર માતા (નાના લાયજા) નજીકનો બીચ (દરિયાકિનારો) છે. આસાર માતા બીચ આ કંપની પ્રસ્તાવિત જગ્યાની ૫km ત્રિજ્યામાં આવે છે તેથી જો કંપનીનું કારખાનું બનાવવામાં આવે તો પર્યટન માટે આ બીચ કોઇજ કામનો રહેશે નહિ.
આ વિસ્તારમાં પહેલેથી કોઇ રસાયણ આધારિત ઉદ્યોગ નથી કે સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ આ તાલુકામાં મળી નથી આવતો. તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેક્ટ નાખવા હિલચાલ કરી રહી છે. સોડાએસ બનાવવાની પ્રક્રિયામાં માટે લાઈમ સ્ટોન, મીઠું અને કોલસો જરૂરી છે જે આ તાલુકામાં ઉપલબ્ધ નથી.
કાચો માલ (લાઇમ સ્ટોન, મીઠું, અને કોલસો) પરિવહન દ્વારા આ કારખાના માટે અહીં લઇ આવવામાં આવે તો તે પણ વચ્ચે આવતા બધા વિસ્તારો માટે પ્રદૂષણકારી અને જોખમી છે.
જીએચસીએલનો હાલમાં કાર્યરત સુત્રાપાડા વિસ્તારનો પ્લાન્ટ દરિયાઈ પર્યાવરણ અને ત્યાની ખેતીને ખુબજ નુકશાન કરી તદ્દન વિનાશ ના આરે લાવી દીધો છે, માંડવીના ગ્રામજનોએ નજરે જોઈ અને વિડીયોગ્રાફી કરી હતી જેમાં કંપનીની ફેક્ટરીના આજુબાજુના કિલોમીટરના વિસ્તારમાં ગાંડો બાવળ પણ ઉગતો બંધ થઈ ગયો છે અને ગટરોમાં ગેસ નીકળી રહ્યો છે તથા આજુબાજુના ગ્રામજનો કેન્સર જેવી બીમારીના ભોગ બન્યા છે વળી સુત્રાપાડામાં જીએચસીએલ કંપની ગુજરાત સરકારના જીપીસીબી બોર્ડની આપેલી નોટિસોની પણ સરેઆમ અવહેલના કરી રહી છે.
માંડવી તાલુકામાં જ્યાં જી એચ સી એલ કંપનીને જમીન ફાળવવામાં આવી છે તે બાડા ગામની આસપાસની બધીજ જમીનો ખેતી માટે લાયક અને ઉપજાઉ છે તેમજ હવે તો નર્મદાના પાણી પણ ચાલુ થઈ ગયા છે. જીએચસીએલ કંપનીએ સરકારશ્રીને ગેરમાર્ગે દોરીને કલમ ૮૦ગ હેઠળ પ્રસ્તાવિત પ્લાન્ટની જગ્યા બિનઉપજાઉ બતાવેલી છે.
બાડા ગામમાં પ્રસ્તાવિત સોડાએસ કારખાના સામે ઉપર દર્શાવેલા સામાજીક, આર્થિક વાંધોઓ ઉપરાંત સ્થાનિકોનો મુખ્ય વિરોધ પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) અને ગ્લોબલ વાર્મિંગના મુદ્દા પર છે.
પર્યાવરણની દ્રષ્ટીએ કચ્છ અત્યંત નાજુક પર્યાવરણ ધરાવે છે અને અનેક પશુ પક્ષીઓની જાતિ પ્રજાતીઓનું ઘર છે. કચ્છમાં ઉદ્યોગો માટે કંડલા અને મુંદ્રા પોર્ટ પાસે પુરતી જમીન ઉપલબ્ધ છે અને જ્યાં ઘણા ઉદ્યોગ હાલમાં કાર્યરત્ત છે. આવા ઔદ્યોગીક માળખા વાળા વિસ્તારોને અવગણી અને બાડા નજીક કારખાનું નાંખવું એ પર્યાવરણ માટે અત્યંત ઘાતક અને દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બનશે.
કચ્છમાં માંડવી થી અબડાસા સુધીનો દરિયાઇ વિસ્તાર જ પ્રદૂષણ મુક્ત રહ્યો છે. આ દરિયા કિનારા પર દરિયાઈ કાચબાની ૩ પ્રજાતીઓ (૧) ઓલિવ રીડલી, (૨) ગ્રીન સી અને (૩) લેધર બેક, તેના ઈંડા દેવા માટે ઉપયોગ કરે છે. સંવનન ઋતુમાં માંડવીથી પિંગળેશ્વર સુધીના દરિયાકિનારા પર અનેક માદાઓ ઇંડા મુકે છે તેમાં પણ બાડાનો દરિયો વધુ સાનુકુળ છે. કાચબાની આ પ્રજાતીઓ ભારત સરકારના પ્રાણી સંરક્ષણના શિડ્યુલ ૧ ના પ્રાણીઓ છે અને એનડેન્જર્ડ સ્પેશિસ એટલે કે વિનાશના આરે હોય એવી પ્રજાતીઓ છે.
આ વરસે ૨૦૨૨/૨૩ માં બાડા, લાઇટ હાઉસ, સૂથરી, વગેરે એમ કુલ ૬ જગાએ માદા કાચબાએ માળા બનાવી ઇંડા મુકેલ હતા જેનો વન વિભાગે રેકોર્ડ પર લઈ અને સુરક્ષિત ઉછેર કરેલા છે. આ વાતની પુષ્ટી સ્થાનિક વન વિભાગ અધિકારીઓએ કરેલ છે.
બાડાથી પિંગળેશ્વર સુધીનો વિસ્તાર માધવપૂર કાચબા ઉછેર કેન્દ્ર જેવો કેન્દ્ર બની શકે તેવો વિસ્તાર છે. સ્થાનિકોની માંગણી છેકે આ દરિયા કાંઠાને ઇકો સેંસેટિવ જોન જાહેર કરવો જોઇએ.
આખા ગુજરાતમાં મરીન સાયન્સના અભ્યાસ માટે ફક્ત કચ્છમાં માંડવી ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ આવેલી છે જેમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ દરિયાઈ જીવોના અભ્યાસ માટે અહીં ભણવા આવે છે.
વિદ્યાર્થીઓ કુદરતી પ્રદૂષણ મુક્ત દરિયાઇ જીવ સૃષ્ટિનો અભ્યાસ કરી શકે તેના માટે આ કોલેજ માંડવીમાં બનાવવામાં આવી છે. જીએચસીએલ કંપની માંડવીના દરિયા કિનારાને પ્રદૂષિત કરશે તો તેની અસર આ કોલેજના આ હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે તેમ છે.
બાડા ગામની આસપાસ આ કંપની વિસ્તારમાં ૫૦૦ થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરની વસાહતો છે અને સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરેલા શિડયુલ ૧ ના સરિસૃપો, પક્ષીઓ, વગેરેની વસાહતો પ્રસ્તાવિત પ્લાન્ટની જગ્યા જે જૂના મોટા તળાવ તરીકે ઓળખાય છે ત્યાં છે. આ બધી હકીકતો જીએચસીએલ કંપનીએ પોતાના ઈ આઈ એ રિપોર્ટ (EIA report) માં છુપાવેલી છે.
કંપનીએ જે સંસ્થા મારફત ઈ આઈ એ રીપોર્ટ બનાવેલા છે તે નીરી (NEERI) સંસ્થાને દરિયાઇ કાંઠા વિસ્તારમાં આવા રિપોર્ટ બનાવવાની માન્યાતા (એક્રેડિસન સર્ટિ) નથી. તેમ છતાં આવા માન્યાતા વગરના ખોટા રીપોર્ટ તૈયાર કરીને પબ્લિક હિયરિંગ (લોક સુનવણી) કરાવેલ છે. આ બાબતને લઇને ભારત સરકારના મંત્રાલય દ્વારા નિરી સંસ્થા ને 6 મહિના માટે સસ્પેન્ડ કરેવામાં આવેલ હતી.
ભારતમાં છેલ્લી ગણતરી મુજબ ફકત ૪ ઘોરાડ પક્ષીઓ જ બચ્યા છે જે આ વિસ્તારમાં છે. સુપ્રીમ કોર્ટના વીજ લાઈનો અડંરગ્રાઉંડ કરવાના હુકમ મુજબ ઘોરાડ (બસ્ટર્ડ) પક્ષીના સંરક્ષણ માટે બાડા, બાંભડાઇ ગામના ઘાસિયા મેદાનો તેના હેબિટેટ એરિયામાં આવે છે અને આ વિસ્તારના ખેડૂતોને પક્ષીની સુરક્ષા માટે વીજળીના કનેક્શનની લાઈનો આપવામાં આવતી નથી. ઘોરાડ પક્ષીના હેબીટેટનો પણ સર્વે કરેલો છે અને વખતો વખત આ પક્ષી આ વિસ્તારોમાં આવે છે. બાડા ગામ ઘોરાડ સેન્ચ્યુરીની નજીક આવેલું ગામ છે. બસ્ટર્ડ (ઘોરાડ) સેન્ચુરીની આટલી નજીકમાં એક અત્યંત મોટા કારખાનાને મંજૂરી આપવામાં આવે તો તેની ઘણી જ ગંભીર અસર ઘોરાડના સંરક્ષણ પર થશે.
વિશ્વસ્તર પર સૌથી ગંભીર સમસ્યા ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેન્ટ ચેન્જની છે. વૈજ્ઞાનીકોનું માનવું છેકે ગ્લોબલ વોર્મિંગના કારણે બિપરજોય જેવા ચક્રવાતની સંખ્યા વધી જશે. અને માંડવી જેવા કાંઠાળ વિસ્તામાં હિજરત કરવાનો વારો આવશે. આ અસરો ઓછી કરવા ગ્રીન હાઉસ ગૅસ ઉત્પન્ન કરનાર એકમો પર રોક લાગવી જરૂરી છે. જીએચસીએલ પણ ગ્રીન હાઉસ ગૅસ પ્રોડ્યુસર કરનારા કંપનીઓ માંથી એક કંપની છે.
આખા માંડવીમાં ખેતી સરસ છે અને હવે નર્મદાના નીર મળવાને કારણે ઘણી વિકાસ પામેલ છે. ખેતીને કારણે અનેક વનસ્પતિ અને વૃક્ષો વાવવામાં આવે છે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ ગેસ ઓછા કરે છે અને ઑક્સીજનની માત્રા વધારે છે. કંપની આવવાથી ખેતી પડી ભાંગશે અને વૃક્ષોનું નિકંદન નિકળી જશે અને ગ્રીન હાઉસ ગૅસની માત્રા ધાર્યા કરતા પણ વધારે વધશે.
કાંઠા પટ્ટીના ગામડાઓ ઉપર રહેલા સેલ્ટર બેલ્ટના જંગલો અમને આવી કુદરતી આફતોથી રક્ષણ આપે છે, જેને જીએચસીએલ કંપની તેની પ્રસ્તાવીત યોજના મુજબ ટનલ નાખીને ખલેલ પોહોચાડવાની છે.
હાલમાં ગુજરાત સરકાર ચેરના વાવેતર માટે મોટાપાયે મૂડી રોકાણ કરેલો છે અને દેશમાં બંગાળ પછી બીજા નંબરે ચેરીયાના વિસ્તાર આપણા રાજ્યામાં આવેલા છે. બાડા ગામની નજીક નાડ તરીકે ઓળખાતો વિસ્તાર ચેરીયાના વાવેતર માટે અત્યંત અનુકૂળ, મોટો અને ખૂલો વિસ્તાર છે. અહીં અને આસપાસના બીજા ગામોના દરિયાઈ વિસ્તારમાં ચેરનો વાવેતર કરવામાં આવે તો બંગાળથી વધુ સારા ચેરીયાના જંગલ બનાવી શકાય જે રોજગારીની સાથે સાથે પર્યાવરણ સુધારશે અને કાંઠાળ વિસ્તારનું બિપરજોય જેવા વાવાઝોડાથી રક્ષણ પણ કરશે.
જીએચસીએલ એ બનાવેલા પર્યાવરણીય ઇ આઈ એ રીપોટ સરકારશ્રીને તદ્દન ગેરમાર્ગે દોરે તેવા છે અને કોઈ પણ વિસ્તારનો અભ્યાસ કર્યા વગર બનાવેલા છે. સ્થાનિક, કોસ્ટલ ઝોન, ફોરેસ્ટ વગેરે કોઈજ ખાતાઓની કોઈ જ પરવાનગી કે સ્થાનિક લોકોના કોઈજ મંતવ્યો લીધેલા નથી.
બાડા તથા આજુબાજુના વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ ગૌધન છે અને તેના ગોચર માટે કંપનીને ફાળવાયેલ જમીન નો ઉપયોગ કરવામાં આવે છે બાડા તથા આજુબાજુના પર્યાવરણ અને ખેતીથી સમૃદ્ધ હોવાથી વાર્ષિક ૨૦૦ કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવે છે. આમ ગ્રામજનોને પર્યાવરણના ભોગે કોઈપણ પ્રકારની રોજગારીની જરૂર નથી અને આ કંપનીના આવવાથી ગોચર તથા પર્યાવરણ નાશ પામવાથી ખેતીવાડી અને પશુપાલનને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. કચ્છમાં વર્ષોથી મહાજનએ કચ્છ સંસ્કૃતિનો એક ભાગ છે અને કચ્છ મહાજનએ પણ ઉપરોક્ત પ્રોજેક્ટનો વિરોધ કરેલ છે.
બાડા ગામે ભારતીય સંસ્કૃતિ અને ભારતની વિરાસતનું જતન કરતી ગોએન્કાજી દ્વારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ વિપશ્યના સંસ્થા આવેલી છે. જ્યાં સમગ્ર દેશ અને વિશ્વમાંથી લોકો મનની શાંતિ માટે આવે છે અને સમગ્ર વિશ્વમાં ભારતની આધ્યાત્મિક છાપને વધુ મજબૂત કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પર્યાવરણ બાબતે પુસ્તક પણ લખેલ છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “વિપશ્યના એ પ્રાચીન ભારતની અનોખી ભેટ છે અને આધુનિક વિજ્ઞાન પણ છે જેનો ઉપયોગ યુવાન અને વૃદ્ધ લોકોને તેમના જીવનમાં તણાવ અને તકલીફનો સામનો કરવામાં મદદ કરી શકે છે”
ગુજરાત સરકાર દ્વારા જી.એચ. સી.એલ ને જમીન ફાળવીને “શેઠની શિખામણ ઝાપા સુધી” કહેવત સાર્થક કરીને મોદીજીને પણ અવગણ્યા હોય એમ લાગી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર્યાવરણ બચાવવાની આ મુહીમમાં સ્થાનિકોની સાથે છે અને સરકારને અનુરોધ કરે છે કે, કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.
૩–૧૨–૨૦૨૪
· ગાંધીનગરની બી.ઝેડ સોલ્યુશનની ઓફિસનું ઉદ્ઘાટનનું આમંત્રણ આપનાર કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા જોડે જે નામ છે અમનસિંહ ચાવડા તે વ્યક્તિ કોણ છે ?
· અમનસિંહ ચાવડા ભાજપ અને સંઘની ભગીની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રદેશ કક્ષાએ અનેક હોદ્દા ભોગવી ચુક્યો છે.
· શું તે આ બી.ઝેડ પોંઝી સ્કીમ કૌભાંડનો ભાગીદાર કે એજન્ટ છે ?
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સ્ફોટક ખુલાસો કરતા જણાવ્યુ હતુ બી.ઝેડ સોલ્યુશન દ્વારા આચરાયેલા 6000 કરોડના કોભાંડમાં ભાજપ અને ભગીની સંસ્થાના લોકો આવા કૌભાંડીઓને સંરક્ષણ તો આપતા હતા અને તે લોકો આમાં ભાગીદાર અને એજન્ટ તરીકેની ભૂમિકા પણ ભજવતા દેખાય છે. બી.ઝેડ સોલ્યુશનની ગાંધીનગરની ઓફિસના ઉદ્ઘાટન આમંત્રણ ને ગ્રાન્ડ ઉદ્ઘાટન ગણાવતી પત્રિકામાં બી.ઝેડ પોંઝી સ્કીમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડે બીજા નામનો ઉલ્લેખ છે, તે નામ છે અમનસિંહ ચાવડા કોણ છે આ અમનસિંહ ચાવડા? ફેસબુક એકાઉન્ટમાં આ વ્યક્તિ દર્શાવે છે કે તે ભાજપ-સંઘની ભગીની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પૂર્વ પ્રદેશ સહમંત્રી છે અને વિદ્યાર્થી પરિષદમાં અનેક પ્રદેશ કક્ષાએ હોદ્દા લીધેલ છે. બી.ઝેડ સોલ્યુશન હેઠળની ઓફિસ ગાંધીનગરના સેક્ટર ૧૧ ખાતે વ્હાઇટ હાઉસ નામના બિલ્ડિંગના બીજા માળે ૨૦૭ નંબરમાં ૨૪/૫/૨૦૨૪ એ ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. જાણવા મળે છે કે આ ઉદ્ઘાટનમાં અનેક સ્થાનિક ભાજપ અને વિદ્યાર્થી પરિષદના નેતાઓ હાજર રહ્યા હતા. શું આ વ્યક્તિએ બી.ઝેડ સોલ્યુશનના કોભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાગીદાર છે કે એજન્ટ છે ? શું આ ઓફિસની પૂરતી તપાસ થઈ છે કે નહિ? આ ઓફિસ ગૃહ મંત્રી કાર્યાલય, વિધાનસભા અને પોલીસ CID ક્રાઇમ થી ખુબ નજીક આવેલી છે અને ચાલતા જવાય તેટલી દુર છે ત્યારે કોઈ નક્કર પગલાં લેવાયા છે કે નહિ તેની તપાસ થવી જોઈ. ફેસબુકમાં કેટલાક ફોરેન ડેલીગેટ્સ જોડે મોટી આલીશાન હોટેલમાં બી.ઝેડ સોલ્યુશનના ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડે મિજબાની કરતા ફોટો છે, તો શું એ નિર્દોષ નાગરિકોને વિદેશમાં પણ તેમનું મુડી રોકાણ હોય તેમ દર્શાવી પોંઝી સ્કીમમાં આકર્ષવા માટેનો કિમીયો કરવામાં આવ્યો હોય તેવુ લાગે છે. ગુજરાત રાજ્યના ભાજપના નેતાઓ ડાયલોગ મારતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે, તો આ પ્રકારના ચમરબંધી જેમના ભાજપના મોટા નેતાઓ જોડે ફોટા છે ત્યારે તેમની ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે તે સવાલ થાય છે. કાયદાની બહાર રહીને ફાયદો મેળવનારા ઉપર ક્યારે દાખલારૂપ પગલાં લેશો ? ગાંધીનગરની ઓફિસના ગ્રાન્ડ ઓપનિંગના નામે , પોન્ઝી સ્કીમના નામે જે ગુજરાતીઓ છેતરાયા છે, તેમની મૂડી નું શું થશે હવે? જે લોકો ભાજપ કે તેની ભગિની સંસ્થા જોડે જોડાયેલા છે અને એજન્ટ કે ભાગીદારીની ભૂમિકામાં છે તેમની તાત્કાલિક તપાસ થાય અને દોષિત પુરવાર થાય તો કાયદાકિય પગલાં લેવા માં આવે તેવી ગુજરાત રાજ્યની સરકાર અને સી.આઈ.ડી. ક્રાઈમથી માંગ કરીએ છીએ. સી.આઈ.ડી. (ક્રાઈમ) ૬૦૦૦ કરોડના કૌભાંડના BZ સોલ્યુશનના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપાના સક્રિય કાર્યકર્તા છે અને અમનસિંહ ચાવડા પણ સંઘ અને ભાજપ જોડે સંકળાયેલો છે. સામાન્ય-મધ્યમ વર્ગના હજારો નાના રોકાણકારો સાથે મોટી છેતરપીંડી જેમાં ૧૪,૦૦૦ કરતા વધુ રોકાણકારો ભોગ બન્યાની પ્રાથમીક માહિતી મળી રહી છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા, ગુજરાત સરકારના વ્યાજ અંગેના કાયદાની પોલંપોલનો લાભ લઈ લૂંટનો કારોબાર ચાલે છે.
૦૨.૧૨.૨૦૨૪
પ્રતિ,
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મા.મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
વિષય: સૂચિત જંત્રીને અંગે વ્યવહારુ વાંધા સૂચનો સ્વીકારવાની મુદતમાં વધારો કરવા તથા વાંધા-સૂચનો ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ સ્વીકારવા બાબત.
નમસ્કાર,
વિગતે જણાવવાનું કે, સરકારશ્રીએ તાજેત્તરમાં સુચિત જંત્રી જાહેર કરેલ અને આ અંગે જાહેર જનતા પાસેથી ૩૦ દિવસની સમય મર્યાદામાં વાંધા સુચનો મોકલી આપવા જણાવેલ છે.
ગત વર્ષે તા.૧૫-૪-૨૦૨૩ના રોજ અમલમાં આવેલ જંત્રીની સરખામણીમાં સુચિત જંત્રીમાં ૧૦૦%નો વધારો કરવામાં આવેલ તેમજ તેમાં રહેલ ક્ષતિઓને દૂર કરવા સાયન્ટીફીક જંત્રી અમલમાં આવે તેવું નકકી કરવામાં આવેલ હતું.
આમ છતાં સરકારશ્રી દ્વારા સાયન્ટીફીક જંત્રી તૈયાર કરવામાં ૧૮ માસનો સમય વ્યતીત થયેલ છે.અને સુચિત જંત્રી માટે જાહેર જનતા પાસેથી વાંધા સુચનો મેળવવા માત્ર ૩૦ દિવસ ફાળવવામાં આવેલ તે સમય અપૂરતો હોય તેમાં વધારો કરવામાં આવે.
રાજ્ય સરકારે સુચિત જંત્રીમાં ૫૦%થી લઈને ૨૦૦૦%નો વધારો દર્શાવેલ છે. જે ૧૮ માસના ગાળામાં આ વધારો આમ નાગરિકની કમર તોડનારો, રાજ્યના વિકાસને અવરોધનારો અને વહીવટી રીતે અવ્યવહારુ છે,માટે સુચિત જંત્રી ઉપર અભ્યાસ કરી ફેરવિચારણા કરવા આવે અને પછી જાહેર જનતા પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવે,અને હાલ સૂચનો મંગાવવાની મુદતને તા. ૩૧-૦૩-૨૦૨૫ સુધી મુદતમાં વધારો કરવા માંગ કરીએ છીએ..
ઉપરાંત હાલ રાજ્ય સરકાર સુચિત જંત્રી અંગે માત્ર ઓન લાઈન વાંધા સુચનો મંગાવી રહી છે તેની સાથે ઓફલાઈન સૂચનો પણ દરેક જીલ્લામાં કલેકટરશ્રીની કચેરી ઉપરાંત જિલ્લામાં ઓછામાં ઓછા ૨ અન્ય કેન્દ્રો ઉપર સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી જનહિતની માંગ છે, તેને આપના ધ્યાન પર મૂકી છીએ, જેથી વિશાળ વર્ગ પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડી શકે.
ગુજરાતની જનતાના વિશાળ હિતમાં અમારી સકારાત્મક રજૂઆતને ધ્યાને લઈને જરૂરી વિભાગને ત્વરિત સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ અને વિનતિ છે.
૩૦-૧૧-૨૦૨૪
ü રાજ્ય સરકારે સજીવ ખેતીની ભલામણની અપિલ એ માત્ર મુદ્દો છે સરકારની મુરાદ નહી.
ü મહામહિમ રાજયપાલ કૃષિ વૈજ્ઞાનિકની માફક ખેડુતોને સજીવ ખેતી અપનાવવા ભલામણ કરે છે,પરંતુ ખેડુતોની પીડા પણ સમજવાનો પ્રયાસ થાય.
ü સજીવ ખેતી અપનાવવાની અપિલ કરતા પહેલા રાજ્ય સરકાર ખેડુતોને પાણી-વિજળી-પાક સુરક્ષા-ઇનપુટ્સ GST જેવા પ્રાણ પ્રશ્નોથી મુક્તિ અપાવે.
ü ૨૫ વર્ષથી કૃષિ વૈજ્ઞાનિકો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિરેક વપરાશની ચિંતા અને સજીવ ખેતી ઉપર ભાર મુકવાની ભલામણ કરતા હતા, પરંતુ રાજ્ય સરકાર ૨૫ વર્ષ ઉંઘતી રહી.
ü રાજય સરકાર સજીવ ખેતીની અમલવારી માટે ગંભીર હોય તો દરેક ખેડુતોને પ્રતિ હેકટર પ્રતિ વર્ષ ૧૫૦૦૦ રુપિયા જમા કરવાનો નિર્ણય કરે.
રાજ્ય સરકાર છેલ્લા થોડા સમયથી ખેડુતોને સજીવ ખેતી અપનાવવા માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી કેન્સરનુ પ્રમાણ વધ્યુ છે અને જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તેવા ભય સ્થાનો દેખાડીને સજીવ ખેતી અપનાવવા અપિલ કરી રહી છે. અહિયા મારો મત સ્પષ્ટ છેન કે સજીવ ખેતી સજીવ સૃષ્ટી માટે અનિવાર્ય છે અને હુ તેનો હિમાયતી છુ.
પણ સજીવ ખેતી અપનાવવા રાજ્ય સરકારના આગ્રહમા તેની મેલી મુરાદ છે, રાજયમા ૨૭ વર્ષથી વધુ સમયથી ભાજપા સરકાર શાસન કરે છે અને રાતો રાત કેન્સર અને જમીનની ફળદ્રુપતાની ચિંતા કેમ ? અને આ ગંભીર મુદ્દાને લઈને છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સરકારને ગંભીર ચેતવણી રિપોર્ટ આપી રહ્યા છે, પરંતુ સરકારે આ રીપોર્ટ બાબતે કોઈ ધ્યાન ન આપ્યુ.
એક સમય હતો દેશની આઝાદી સમયે ખેતી ઉત્પાદન નહીવત હતુ અને ભારત અન્ન બાબતે દુનિયા દેશઓ ઉપર નિર્ભર હતો, આ કારણ માટે અન્નમા આત્મનિર્ભર થવુ એ અનિવાર્ય હતુ તેના માટે ખેતીને સઘન અને સદ્ધર બનાવવા માટે રાસાયણિક ખાતરના કારખાના સ્થાપવામા આવ્યા અને તેના કારણે દેશમા ખેતી ઉત્પાદન વધ્યુ અને આપણે અન્નમા આત્મનિર્ભર બન્યા આમ દેશમા હરિત ક્રાંતિ આવી.
પરંતુ આધુનિક ખેતી પદ્ધતિની સાથે જો ખેતીમા ખેતી સામગ્રીનો અતિરેક કરીએ તો તે ફાયદાને બદલે નુકશાનમા લઈ જાય છે, આમ અનેક ખેડુતો વધુ ઉત્પાદન મેળવવાની ધારણાએ ભલામણ કરતા વધુ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા લાગ્યા અને સમય જતા તેની આડ અસરો ખેતીની જમીન ઉપર અને માનવ જીવનમા દેખાવા લાગી. અને તે સમયે જ રાજયમા ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ જાગૃત બની ગઈ હતી અને તેને આ દિશામા ચિંતા વ્યકત કરતા અનેક સંશોધનોના પ્રમાણ રાજ્ય સરકાર સામે મુક્યા હતા.
પરંતુ ભાજપા સરકારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના વપરાશના અતિરેકને રોકવા માટેની કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણને ૨૭ વર્ષ સુધી અવગણી તેનો ભોગ આજે જનતા બની રહી છે, અને તેના આ ગંભીર પરિણામોની અસર સજીવ સૃષ્ટી ઉપર દેખાય છે આમ દિશા વગર દોડતી સરકારે ખુબ લાંબાગાળાનુ નુકશાન સૌને કર્યુ તેમ ખેતીને પણ કર્યુ છે.
આજની હકીકત એ છે કે રાજ્યના ૮૬ % ખેડુતો ટુંકી જમીન ધરાવે છે અને ખેડૂત પોતાની હયાત ખેતી પદ્ધતિમા નફાનો વિકલ્પ પહેલા શોધે છે, અને બહેતર વિકલ્પ નજરે ન નિહાળે તે પહેલા સહજરીતે સ્વીકારતો નથી, ખેડુતોની આ સમજને કારણે પુર્વ કોંગ્રેસની સરકારોએ ગુજરાત કૃષિ યુનિ. સ્થાપી,તેના ચાર ઝોનમા ચાર કેમ્પસ ઉભા કર્યા, તેની નીચે સંશોધન કેન્દ્રો અને દરેક તાલુકે એક ટ્રાયલ કમ ડેમોસ્ટ્રેશન ફાર્મ, (TCD) ઉભા કર્યા હતા, તેમા કૃષિ વૈજ્ઞાનિકોની દેખરેખ નીચે આધુનિક ખેતી પદ્ધતિ કે બીયારણની સુધારેલી જાતોનુ સંશોધન અને તેના અખતરાઓ લેવાતા તે ખેડુતો નજરે જોઈને પોતાની ખેતીમા ભલામણ મુજબ તેનો અમલ કરતા હતા.
આજે સૌથી મોટૉ પ્રશ્ન એ છે કે ખુદ સરકાર જ સજીવ ખેતી માટે સ્પષ્ટ નથી, ૨૫ વર્ષે ભાજપા સરકાર રાજ્યના ખેડુતોને હયાત ખેતીમા પાણી,વિજળી અને પાક સુરક્ષાના પ્રશ્નથી બહાર કાઢી શકી નથી,અને અપિલ કરે છે “ખેડુતો સજીવ ખેતી અપનાવે”, આજની કૃષિ યુનિ પાસે ખેડુતને નવુ દેખાડવા જેવુ કશુ છે નહી અને દરેક તાલુકે જે ટ્રાયલ કમ ડેમોસ્ટ્રેશન ફાર્મ (TCD) હતા તે સરકારે વેચી માર્યા છે એટલે ખેડુતોને સરકાર ઉપર ભરોસો નથી એને કારણે ખેડુતો પોતાની ટુંકી જમીનમા કોઇ અખતરા કરવા માંગતા નથી. છતા રાજ્ય સરકારને સજીવ સૃષ્ટીની ચિંતા હોય તો દરેક ખેડુતોને પ્રતિ હેકટર પ્રતિ વર્ષ ૧૫૦૦૦ રુપિયા જમા કરો.
મનહર પટેલ
૨૮-૧૧-૨૦૨૪
BZ સોલ્યુશનના કર્તાહર્તા ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપનું સભ્યપદ ધરાવે છે અને ભાજપાના અનેક નેતાઓ સાથે નિકટતા ધરાવતા હોય તે રીતે દશ્યમાન થઈ રહ્યાં છે. BZ સોલ્યુશનના ભુપેન્દ્રસિંહ ઝાલાને ૬,૦૦૦ કરોડના કૌભાંડના વિકાસ અંગે ભાજપા સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસની ભાગીદારીથી BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના ઉદઘાટનમાં ભાજપાનું વરિષ્ઠ નેતૃત્વ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અને ભાજપાના મોટા નેતાઓ હાજર રહ્યા, BZ સોલ્યુશન દ્વારા આ એજ્યુકેશન કેમ્પસમાં ભાગીદારી કરવામાં આવી હતી, ભાજપ નો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટ નું લાયસન્સ મળી જાય છે. નાના પરિવારોએ થોડી લાલચમાં પૈસાનું રોકાણ કર્યું હતું. પોન્ઝી સ્કીમ ના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે. ખ્યાતિ અને BZ મામલે હજુ પણ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા ના સાઠગાંઠ ધરાવતા લોકો કોલ ડીટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ. ભુપેન્દ્રસિંહ ઝાલા ના વખાણ કરનારાઓની પણ તપાસ થવી જોઈએ. ભાજપાના નેતાઓએ જ તેઓ એક ના ડબલ અને ડબલના ચાર ગણા કરવામાં નિષ્ણાંત છે તેવું જાહેરમાં નિવેદન કર્યું હતું. જો ભુપેન્દ્રસિંહ ઝાલા જેવા લોકો અતિ હોશિયર હોય તો સરકારે આવા લોકોની નાણાંકીય સલાહ અને સેવા લેવી જોઈએ. કોંગ્રેસ પક્ષની માંગ છે કે અનેક કાંડ અને કૌભાંડમાં ગળાડુબ ભાજપ શાસનમાં એકાદ કાંડ માં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી લૂંટનો કારોબાર પર રોક લાગે. રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.
સી.આઈ.ડી. (ક્રાઈમ) ૬૦૦૦ કરોડના કૌભાંડના BZ સોલ્યુશનના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપાના સક્રિય કાર્યકર્તા છે. સામાન્ય-મધ્યમ વર્ગના હજારો નાના રોકાણકારો સાથે મોટી છેતરપીંડી જેમાં ૧૪,૦૦૦ કરતા વધુ રોકાણકારો ભોગ બન્યાની પ્રાથમીક માહિતી મળી રહી છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા, ગુજરાત સરકારના વ્યાજ અંગેના કાયદાની પોલંપોલનો લાભ લઈ લૂંટનો કારોબાર ચાલે છે. એગ્રીમેન્ટના આધારે મોટા પાયે છેતરપીંડી છતા ભાજપ સરકારના મંત્રી-સંત્રી શા માટે આંખ આડા કાન કર્યા ? કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહારમાં અનેક ભાજપાના આગેવાનોના આર્શિવાદથી જ ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરાયું. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ માત્ર પાંચ વર્ષમાં જ ઠગાઈની છેતરપીંડી ૧૦,૦૦૦ જેટલી માતબર ફરિયાદો નોંધાઈ છે. સામાન્ય-મધ્યમ વર્ગના પરિવારોને મોટી મોટી વળતરની યોજનાના નામે ૬૦૦૦ કરોડ કરતા વધુની રકમની ઠગાઈ આચરનાર BZ સોલ્યુશનના ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રોમોર ઈન્સ્ટીટ્યુશન નામે શૈક્ષણીક સંકુલમાં ભાગીદારી કરીને ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ, શિક્ષણમંત્રી, પૂર્વ ગૃહરાજ્યમંત્રીશ્રી, અન્ન નાગરીક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી, ભાજપાના ટોચના પદાધિકારીઓ-ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિતિમાં ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ના ઉદઘાટનના કાર્યક્રમો અંગે ભાજપા સરકાર કેમ મૌન છે ? તમામ BZ સોલ્યુશનના નામે ખુલ્લેઆમ વેપારની ઓફિસો જે અંગે સ્થાનિક તંત્રની મીઠી રહેમ નજર વિના કેમ શક્ય બને ? ગુજરાતમાં અનેક જીલ્લા-શહેરો અને નાના ટાઉનોમાં પોન્ઝી સ્કીમોના નામે ચાલતા લુંટના કારોબાર પર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો ભોગ બનતા અટકે.
૨૮-૧૧-૨૦૨૪
· ભાજપ સરકાર અને અદાણીની મિલિભગતથી ગુજરાતમા કરોડોનું ડ્રગ્સ ઘૂસાડાઇ રહ્યુ છે : યુથ કોંગ્રેસ
· દેશમાં ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને બરબાદ કરવાનું કાવતરું ભાજપની સરકારમાં થઈ રહ્યું છે: ઉદયભાનુ ચિબ
· ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનો નશા નહીં નોકરી દો નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા મુન્દ્રા કચ્છ ખાતે અદાણી પોર્ટ ઘેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સાથે સમગ્ર ગુજરાતમાંથી યુથ કોંગ્રેસના હોદેદારો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસે માંગ કરી હતી કે હાલ ભાજપ સરકાર અદાણીની મીલીભગતના કારણે મુન્દ્રા પોર્ટ મારફતે દેશમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે તેના લીધે દેશના યુવાનો બરબાદ થઈ રહ્યા છે, જ્યારે યુવાનોને નશા નહીં, નોકરી દો તે નારા સાથે વિરોધ પ્રદર્શન કરીને માંગણી કરી હતી.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર ગુજરાત જ નહી દેશભરના યુવાનોને બરબાદ કરી રહ્યું છે. મુન્દ્રા પોર્ટથી ભાજપ સરકાર અને અદાણીની જુગલબંધીના લીધે 50,000 કરોડથી પણ વધુ કિંમતનું મોર્ફિન મળી આવેલ છે. આ ડ્રગ્સ કોના ઈશારે આવી રહ્યું છે તે દેશ વાસીઓને ખબર છે. સરકારને તમામ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. દેશના યુવાનોને બરબાદ કરવા એક પ્રકારની દેશદ્રોહીની કામગીરી ભાજપ સરકાર કરી રહી છે. આજના યુવાનોને નશાની જરૂર નથી, પણ નોકરીની જરૂરું છે. જ્યારે ભાજપ સરકાર કરોડનું ડ્રગ્સ વિદેશમાંથી લાવીને યુવાનો ને બરબાદ કરે છે તેવા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે કર્યા હતા.
અદાણીના લીધે ભારત માતાની છબી ખરાબ થઈ રહી છે :ઉદયભાનુ ચિબ
અદાણીના લીધે ભારત દેશની છબી પણ ખરાબ થઈ રહી છે. કરણ કે અદાણીએ ભ્રસ્ટાચારનો આખડો બની ગયું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બગ્લાદેશ, કેન્યા અદાણી કંપની બેલ્ક લિસ્ટ કરવામાં આવી છે અને તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેના લીધા વિશ્વમાં ભારત માતાની છભી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ ભક્તિની વાત ઉપરછલી લાગે છે કરણ કે અદાણી ભારત માતાની છબીને ખરાબ કરી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીને બચાવી રહ્યા છે તેવું ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબએ કહ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહે જણાવ્યું હતું કે યુવાનોના સંઘર્ષની લડાઈ યુથ કોંગ્રેસ આવનારા સમયમાં લડશે. આજે ગુજરાતમાં બેરોજગારીનો દર ખૂબ જ ઉંચો છે અને ગુજરાતના પ્રદેશ યુવાનો પાસે ડિગ્રી છે પરંતુ નોકરી નથી અને ભાજપ સરકાર યુવાનોને નોકરી આપી રહી નથી પણ નશાના રવાડે ચડાવે છે. આવનારા સમયમાં દેશનું ભવિષ્ય ખતરામાં પડશે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મુન્દ્રા ખાતે મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબના અધ્યક્ષસ્થાને અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ મળી હતી. આ કારોબારીમાં પ્રદેશ, જિલ્લા અને વિધાનસભા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં યુથ કોંગ્રેસમા કામગીરી કેવા પ્રકારની કરશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નવો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.
૨૫-૧૧-૨૦૨૪
· ખેડુતોની ખેતીની જમીન છીનવવાનો પાયો ૭ મી ઓકટોબર ૨૦૦૧ નરેન્દ્ર મોદી રાજ્ય મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને નાખ્યો હતો. – મનહર પટેલ
· ભાજપા સરકારે ખેતીને વેગ આપતા તમામ જાહેર સાહસો પૈકી કોઇને તાળા માર્યા,કોઇને વેચી માર્યા તો કોઇને અકાર્યક્ષમ બનાવવા પાછળ રાજ્ય સરકારનો ઊદ્દેશ કયો છે ? – મનહર પટેલ
· કૃષિ સંશોધન અને શિક્ષણ ઉપર કામ કરતી કૃષિ યુનિ.ઓ કૃષિ વૈજ્ઞાનિકો વગર ચાલે છે તો ભાજપા સરકાર લાભ કોને કરાવવા માંગે છે ? – મનહર પટેલ
ગુજરાત રાજ્ય નિકાસ નિગમ લીને વેચી માર્યુ, ગુજરાત રાજ્ય ભુમિ વપરાશ નિગમ લી અને ગુજરાત જમીન વિકાસ નિગમ લી ને તાળા મારી દીધા, ગુજરાત રાજ્ય બીજ નિગમ લી અને ગુજરાત રાજય બીજ પ્રમાણિત એજન્સી મરણ પથારીએ ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન લી નુ એગ્રી ઇનપુટસનુ તમામ ઉત્પાદન બંધ કરી માત્ર નોડલ એજન્સી બનાવી દીધી છે,ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અને ખેતીવાડી ખાતામા કર્મચારી/અધિકારીઓની ૫૦ થી ૮૦ % જગ્યાઓ ખાલી છે જે પ્રપાદિત કરે છે કે ૨૪ વર્ષમા ખેડુતો માટે આ પૈકી એક પણ સરકારી સાહસને ચલાવવા માટે રાજ્ય સરકારે ગંભીરતાપુર્વક ધ્યાન આપેલ નથી.
જુનાગઢ, કૃષિ યુનિવર્સિટી મા તાઃ ૦૧.૦૪.૨૦૨૩ ની સ્થિતીએ મંજુર થયેલ જગ્યા પૈકી ખાલી જગ્યાની સ્થિતિ… (RTI) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી નીચેની કૃષિ કોલેજોમા આચાર્યની જગ્યાની માહિતી.
ક્રમ
હોદ્દાનું નામ
મંજુર થયેલ જગ્યા
ભરાયેલ જગ્યા
ખાલી જગ્યા
૧
આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય જૂ.કૃ.યુ, જૂનાગઢ
૧
૦
૧
૨
આચાર્ય, કૃષિ ઇજનેર અને ટેકનોલોજી કોલેજ જૂ.કૃ.યુ, જૂનાગઢ
૧
૧
૦
૩
આચાર્ય, પી.જી.આઇ.એ.બી.એમ. કોલેજ જૂ.કૃ.યુ, જૂનાગઢ
૧
૦
૧
૪
આચાર્ય, બાગાયત મહાવિદ્યાલય જૂ.કૃ.યુ, જૂનાગઢ
૧
૦
૧
૫
આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય જૂ.કૃ.યુ, અમરેલી
૧
૦
૧
૬
આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય જૂ.કૃ.યુ, પોરબંદર
૧
૦
૧
કુલ આચાર્ય
૬
૧
૫
*કુલ મંજુર થયેલી ૬ જગ્યા માથી ૫ જગ્યા ખાલી..
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ શિક્ષણ- સંશોધન અને વિસ્તરણના વિભાગોમાં વર્ગ-૧ અને ૨ ની સ્થિતિ
ક્રમ
હોદ્દાનું નામ
મંજુર થયેલ જગ્યા
ભરાયેલ જગ્યા
ખાલી જગ્યા
૧
પ્રાધ્યાપક
૨૦
૧
૧૯
૨
સહ પ્રાધ્યાપક
૩૮
૧૩
૨૫
૩
મદદનીશ પ્રાધ્યાપક
૬૬
૩૦
૩૬
કુલ
૧૨૪
૪૪
૮૦
*કુલ મંજુર થયેલી ૧૨૪ જગ્યા માથી ૮૦ જગ્યા ખાલી..
કરોડો રુપિયાના ખર્ચે કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃતિ થાય છે તેવી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની ૫ કોલેજમા પ્રિન્સિપાલ નથી અને શિક્ષણ અને સંશોધનના કામ માટે વર્ગ ૧ અને ૨ ની કુલ ૮૦ જગ્યાઓ ખલી છે, તેમા કૃષિ યુનિવર્સિટીમા ૨૦ પૈકી ૧૯ વિભાગના વડા એટલે કે પ્રાધ્યાપકની મહત્વની જગ્યાઓ ખાલી છે, ત્યારે સહજ સમજી શકાય તેમ છે કે આમા કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યમા કેટલો વેગ મળે કે તેમા કેટલી ગુણવતા મળી શકે ? એવી હાલત રાજ્યના ખેતીવાડી ખાતાની છે,રાજ્યના ખેતી નિયમકશ્રી ની કચેરીના વડાશ્રી ખેતી નિયામકશ્રીની જગ્યા ૩ વર્ષથી હંગામી ધોરણે રહી છે અને આજે ખાલી છે.આમ રાજ્ય સરકારે ખેતી કે ખેડુતોની સેવા કરવામા કોઇ રુચી નથી આ તેના સીધા સંકેત છે.
ખેતી નિયમકશ્રીની કચેરી,ખેતીવાડી વિભાગ, ગુજરાત રાજ્ય,ગાંધીનગરની કચેરીમા તા.૦૧.૦૧.૨૦૨૩ ની સ્થિતિએ વર્ગ-૧ અને ૨ ની જગ્યાની માહીતી. (RTI)
ક્રમ
હોદ્દાનુ નામ
મંજુર થયેલ જગ્યા
ભરાયેલ જગ્યા
ખાલી જગ્યા
૧
ખેતી નિયામક
૧
૦
૧
૨
અધિક ખેતી નિયામક
૭
૬
૧
૩
સંયુક્ત ખેતી નિયામક
૧૫
૧૧
૪
૪
નાયબ ખેતી નિયામક
૧૩૭
૧૧૨
૨૫
૫
મદદનીશ ખેતી નિયામક
૨૯૬
૨૯૬
૦
૬
ખેતી અધિકારી
૩૯૩
૩૦૪
૮૯
૮૪૯
૭૨૯
૧૨૦
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ની કચેરીમા તા.૦૧.૦૧.૨૦૨૧ની સ્થિતીએ કુલ કર્મચારીઓની જગ્યાની સ્થિતિ. (RTI)
ક્રમ
મહેકમ વર્ષ
મંજુર થયેલ જગ્યા
ભરાયેલ જગ્યા
ખાલી જગ્યા
૧
૦૧.૦૧.૧૯૯૦
૩૫૬
૨૩૩
૧૨૩
૨
૦૧.૦૪.૨૦૨૧
૨૦૪
૧૦૦
૧૦૪
૧૯૯૦માં ૩૫૬ મંજુર થયેલી જગ્યા હતી તેમાથી ૨૩૩ જગ્યા ભરાયેલી હતી જ્યારે ૨૦૨૧માં મંજુર થયેલી જગ્યા ઘટાડી નાખી અને ૨૦૪ કરી તેમા પણ ૧૦૪ જગ્યા ખાલી હતી,આજે ૨૦૨૪ મા અમારી જાણ મુજબ માત્ર ૫૬ જગ્યા ભરાયેલ છે. આમ ભાજપા સરકારે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ની કચેરીનુ મહેકમ ઘટાડીને નહિવત કરી નાખ્યુ જે રાજ્ય સરકારનો ખેડુત અને ખેતી પ્રતિ કેટલો આદર છે તે સ્પષ્ટ થાય છે,આમ ખેડુતોને બીયારણની બાબતે ખાનગી બીજ ઉત્પાદકોને હવાલે કરી ગુજરાત રાજ્ય બીજ નિગમને તાળા મારવાનુ લક્ષ સિદ્ધ કર્યુ.તેની સાથે ગુજરાત રાજ્ય સીડ સર્ટીફીકેટ એજન્સીની પણ એજ હાલત છે જ્યા એક સમયે ૪૦૦ કર્મચારી / અધિકારીને બદલે આજે ૩ છે, આવા અનેક કારણો ખેડુતોની પરિઘમા સમસ્યા પેદા કરે છે, અમારી સતત રજુઆત એ રહી છે કે ખેતી એ હરેક ઉદ્યોગનો કાચો માલ પેદા કરે છે અને ખેતીને ખતમ કરી દઈશુ તો ઉદ્યોગ કેમ ઉભો રહેશે ? ભાજપાના સમુળગા પરિવાર અને સરકારને સદબુદ્ધિ આવે..
૨૨-૧૧-૨૦૨૪
ભારત દેશ કૃષિ પ્રધાન દેશની સાથે સાથે ઉદ્યોગો પણ આગળ વધે તે જરૂરી છે પરંતુ ઉદ્યોગો ખેતીના ભોગે, રાજ્યની તિજોરીને નુકશાનકર્તા ન હોવું જોઈએ. ઉદ્યોગો ભ્રષ્ટાચાર વિહીન હોવા જોઈએ. ગુજરાતમાં વર્ષ ૧૯૯૨-૯૩ માં સૌથી વધારે મુડી રોકાણ આવ્યું હતું. તત્કાલીન કોંગ્રેસ સરકારનાં પ્રયાસો હતા કે ઉદ્યોગો આવે જેમાં સરકારનો મુખ્ય ધ્યેય ખેતીને નુકશાન ન થાય, કોઈ ઉદ્યોગને મોનોપોલી ન થાય તે રીતે સર્વ સમાવેશી કેટલીક નીતિઓ બનાવી હતી. ભાજપ સરકારની “પ્રજાને લૂંટો, સરકારની તિજોરી લૂંટો” પ્રકારની નીતિ રહી છે ત્યારે અદાણી ગ્રુપ દ્વારા અપાયેલી ૨૧૦૦ કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં જામનગર ખાતે એશિયાની સૌથી મોટી રીફાઈનરીની રીલાયન્સ અને એસ્સાર બન્નેને કંપનીઓ વચ્ચે સ્પર્ધા હોવા છતાં સ્થાપના કરવામાં આવી. જેનો લાભ ગુજરાત અને સમગ્ર દેશને મળી રહ્યો છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે પંચમહાલ જીલ્લામાં કાર ઉત્પાદન કરતી જનરલ મોટર્સના પ્લાન્ટની સ્થાપના કરીને સ્થાનિકોને રોજગારીની મોટી તકો ઉભી કરવામાં આવી. ભાજપના મળતીયા ઉદ્યોગપતિઓ માટે કોઈ નિયમ નહિ કે કોઈ કાયદો નહિ. “ન ખાઉંગા ના ખાને દુંગા”ની વાતો કહેતી ભાજપના રાજમાં આજે સામન્ય માણસ બોલતો થયો છે. “મોદી અદાણી ભાઈ ભાઈ તિજોરી લૂંટી મલાઈ ખાઈ”. જનતા ની તિજોરી લૂંટાઈ રહી છે.
અમેરિકામાં રોકાણકારો નાં હિતના રક્ષણ માટે સંસ્થા સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા કરવામાં આવેલો આરોપ એ છે કે ગૌતમ અદાણી અને સાત સહયોગીઓએ ભારતમાં ઊંચી કિંમતના સોલાર પાવર કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે 2,000 કરોડ ($250 મિલિયન)ની લાંચ યોજનાનું આયોજન કર્યું હતું. યુ.એસ.ના આરોપમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2020 અને 2024 ની વચ્ચે, અદાણી અને તેના સહયોગીઓએ 16,000 કરોડ ($2 બિલિયન) થી વધુનો નફો મેળવવાના અનુમાનિત કરારો સુરક્ષિત કરવા માટે ભારત સરકારના અધિકારીઓને લાંચની ઓફર કરી હતી. આ કોન્ટ્રાક્ટ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને તમિલનાડુ રાજ્યોમાં હતા.આમાંથી ચાર રાજ્યોમાં વિપક્ષી દળોનું શાસન છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હેઠળ સીધું કેન્દ્રનું શાસન હતું. રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા ભાજપ શાસિત રાજ્યોમાં વધુ પડતી કિંમતના સોલાર પાવર માટેના તાજેતરના કોન્ટ્રાક્ટ સમાન પેટર્ન સૂચવે છે.
અદાણી સાથે વડાપ્રધાનના ગાઢ સંબંધો અંગે “હમ અદાણી કે હૈ કૌન” 100 પ્રશ્નો કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયા હતા. અદાણીના એરપોર્ટ, બંદરો, મીડિયા કંપનીઓ અને સિમેન્ટ પ્લાન્ટના અધિગ્રહણની સુવિધા આપવા માટે વડાપ્રધાનની સતર્ક નજર હેઠળ કરવામાં આવ્યો છે. તેમ છતાં કોઈપણ પ્રકારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નહી. તેનાથી વિપરીત વિપક્ષી રાજનેતાઓને નિશાન બનાવવા, વિપક્ષી દળોને તોડી પાડવા અને વિપક્ષના મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવા માટે સતત એજન્સીઓનો દુરુપયોગ થાય છે. વ્હાઈટ કોલર ક્રાઈમ-સેબી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસ કરવાનું કામ સોંપવામાં આવેલી સંસ્થાઓ- વિશ્વાસપાત્ર આરોપો છતાં અદાણીની તપાસ કરવામાં નિષ્ફળ ગઈ છે એટલું જ નહીં ઉચ્ચ અધિકારીઓના આદેશથી તેમની થોડી તપાસ અટકાવવામાં આવી હતી.
આ કારણે અદાણી સામેની તપાસ અમેરિકા જેવા આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રમાંથી બહાર આવી રહી છે. તો પછી, યુ.એસ.માં આ ગુનો કેમ બને છે? ગૌતમ અદાણી અને તેના સહયોગીઓ સામેના આરોપમાં ખાસ કરીને ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) અને ફેડરલ સિક્યોરિટીઝ કાયદા હેઠળ યુએસ(USA) કાયદાના ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. FCPA યુએસ વ્યક્તિઓ, વ્યવસાયો અને યુએસ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ વિદેશી સંસ્થાઓને અથવા વિદેશી અધિકારીઓને લાંચ આપવાથી યુએસ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકે છે. અદાણીના સહીયોગીઓ પર યુએસ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે સિક્યોરિટીઝ છેતરપિંડીનો પણ આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ પર આ પ્રવૃત્તિઓ જાહેર કર્યા વિના યુએસ રોકાણકારો પાસેથી $175 મિલિયનથી વધુ એકત્ર કરવાનો આરોપ છે, આમ ફેડરલ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કરે છે. આરોપોમાં છેતરપિંડી કરવા માટે ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારનો ઉપયોગ “બ્રાઈબરી નોટ” સમાવેશ થાય છે. યુએસ રોકાણકારો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ઈલેક્ટ્રોનિક માધ્યમથી લાંચ ષડયંત્રને યુએસ કાયદા હેઠળ છેતરપિંડી નોંધાય છે.
1. ભારતમાં લાંચ એ ગુનો છે: ભારતીય કાયદા હેઠળ પણ લાંચ ગેરકાનૂની છે, અને યુ.એસ.માં તે ગુનો છે કે કેમ તે ભારતીયો માટે ગૌણ છે.
2. સેબીના નિયમોનું ઉલ્લંઘન: આરોપ દર્શાવે છે કે અદાણીએ ખોટો દાવો કર્યો હતો ભારતીય સ્ટોક એક્સચેન્જો કે કોઈ તપાસ ચાલી રહી નથી, તે સેબીના નિયમોનો સ્પષ્ટ ભંગ છે.
3. વીજળીના ભાવો પર અસરઃ અદાણી જૂથના કૌભાંડોમાં સીધો વધારો થયો છે
આરોપમાં DISCOMS એ સુનિશ્ચિત કરવા માટે લાંચ ચુકવવામાં આવી હતી કે તે ગ્રાહકોને ખર્ચ સાથે વધુ કિંમતે સોલાર પાવર ખરીદે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, કોલસા અને પાવર સાધનોના ઓવર-ઇન્વોઇસિંગના ભૂતકાળના આક્ષેપોએ પણ વીજળીના ભાવમાં વધારો કર્યો હતો. દાખલા તરીકે, ઈન્ડોનેશિયાથી ગુજરાતના મુન્દ્રામાં નિકાસ કરવામાં આવતા કોલસામાં ભારતમાં પહોંચતા પહેલા 50%નો રહસ્યમય ભાવ વધારો જોવા મળ્યો હતો. અદાણી પાવર દ્વારા ખરીદવામાં આવેલ આ અતિશય કિંમતના કોલસાને કારણે ગુજરાતમાં 2021 અને 2022 ની વચ્ચે વીજળીના દરો બમણા થઈ ગયા.
કોલસાના ઓવર-ઈનવોઈસિંગમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ કથિત રીતે સેબીના નિયમોનું ઉલ્લંઘન કરીને અદાણી ગ્રુપની કંપનીઓમાં બેનામી હોલ્ડિંગ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિઓએ કૃત્રિમ રીતે અદાણીના શેરના ભાવમાં વધારો કર્યો, જેનાથી શેરબજારમાં 10 કરોડ ભારતીય રોકાણકારો માટે જોખમ ઊભું થયું. સુપ્રીમ કોર્ટની એક્ઝિક્યુટિવ કમિટીએ તેને બે મહિનાની સમયમર્યાદા આપ્યા પછી 20 મહિના પછી પણ અદાણીની તપાસ પૂર્ણ કરવામાં સેબીની નિષ્ફળતા સાથે SECની નિર્ણાયક ક્રિયાઓ તીવ્રપણે વિપરીત છે. સેબીના ચેરપર્સન માધવી બૂચના અદાણી સાથેના નાણાકીય સંબંધો આ વિલંબ અંગે ગંભીર ચિંતા પેદા કરે છે.
લાંચના આ ગંભીર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા સંપૂર્ણ તપાસની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે, જેમાં કથિત રીતે વિશ્વસનીય પુરાવા છે. જો ભાજપ કબૂલ કરે છે કે વિપક્ષના શાસન હેઠળના રાજ્યો અને કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીર તેમાં સામેલ છે, તો શું તે સ્વીકારતું નથી કે અદાણીએ અધિકારીઓને લાંચ આપી હતી? શું આ ગુનો નથી? રૂ. 31 કરોડ અથવા રૂ. 100 કરોડના આરોપો માટે વિપક્ષના મુખ્યમંત્રીઓની ધરપકડ કેમ થાય છે, પરંતુ રૂ. 2,000 કરોડના આરોપો સાથે વડા પ્રધાનના નજીકના સાથી મુક્ત ફરે છે? કાયદાનો આ પસંદગીયુક્ત અમલ રાષ્ટ્ર માટે અનાદર છે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી નૈષદ દેસાઈ, હિરેન બેન્કર, શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.
૨૧–૧૧–૨૦૨૪
· ખ્યાતિ ગ્રુપ વાળા કાર્તિક પટેલે જમીન અને શિક્ષણ ના નામે ૩૫૦ કરોડ નું કોભાંડ આચર્યું છે.
· ‘વિનય કમલેશ ગુરુકુળ’ ને ગુરુકુળ બનાવવા શરતોને આધીન ૮૩૮૮૫ ચો.મીટર જગ્યા ફાળવવામાં આવી હતી, તે શરતોનું સંસ્થા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું.
· ગાંધીનગર જીલ્લા કલેક્ટર દ્વારા શરતોના ઉલ્લંઘન માટે થઈ આ જગ્યામાં નિયમ અનુસાર સરકારી પડતર દાખલ કરવામાં આવી હતી છતાં અધિક સચિવમાં અપિલમાં જઈ જીલ્લા કલેક્ટરનો હુકમ રદ કરવામાં આવ્યો હતો. જે ખુબજ શંકાસ્પદ છે.
· ગાંધીનગર જીલ્લા કલેક્ટરના જમીનના સરકારી પડતર દાખલ કરવાનો હુકમ અને અધિક સચિવના કલેક્ટરના નિર્ણયને રદ કરવાના નિર્ણય પહેલા જ સંસ્થા દ્વારા ખ્યાતિ વર્લ્ડ સ્કુલની મંજુરી મેળવીને શરૂ કરી દેવામાં આવી હતી.
· ગુરુકુળ બનાવી સામાન્ય જનતા ની સેવા આપવા જમીન ફાળવી છે, ત્યાં હેતુફેર -શર્ત તોડી અને મેવા કમાવવા ના કારનામા કાર્તિક પટેલ અને ટુકડી દ્વારા કરવા માં આવ્યા છે.
· જમીન જયેશ પટેલની ‘વિનય કમલેશ ગુરુકુળ’ નામની સંસ્થાના નામે રજીસ્ટર્ડ છે અને તેમાં કાર્તિક પટેલનું નામ નથી, ત્યારે તે જમીનમાં શરૂ કરેલ ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ના ચેરમેન કાર્તિક પટેલ કેવી રીતે બની ગયા ?
Description: D:\Users\Desktop\WhatsApp Image 2022-09-15 at 17.01.41.jpegરાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા એ ખ્યાતિ ગ્રુપ વાળા કાર્તિક પટેલે જમીન અને શિક્ષણ ના નામે ૩૫૦ કરોડ નું કોભાંડ ઉજાગર કર્યું હતું. અમદાવાદ ની નજીક ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડા ગામ માં આવેલ ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ની ૩૩ વીઘાથી વધુની જમીન જે હેતુ માટે આપેલ તેનું જાહેર માં ઉલ્લંઘન કરવા માં આવ્યું હતું. મેહસાણા જિલ્લા કલેકટર દ્વારા તા. ૨૧/૮/૧૯૯૨ ના રોજ ખાતા નંબર ૯૧૦ પૈકી ના ૬ સર્વ નંબર રેવન્યુ રેકર્ડમાં નોંધ નં. ૧૬૮૩ મુજબ ૮૩૮૮૫ ચો.મીટર જગ્યા ‘વિનય કમલેશ ગુરુકુળ’ ને ગુરુકુળ બનાવવા ફાળવવા માં આવી હતી. આ જમીન શરતો ને આધીન ફાળવવા માં આવી હતી અને શર્ત ચૂક થાય તો જે પરિસ્થિતિ માં જમીન હોય ત્યાં તાત્કાલિક સરકારી પડતર દાખલ કરવા માં આવશે તેવો સરકાર નો આદેશ છે. ‘ વિનય કમલેશ ગુરુકુળ ‘ સંસ્થા દ્વારા આ જમીન ને કેલોરેક્સ ફાઉન્ડેશન ને ભાડા કરાર કરી ને પધરાવવા માં આવી તે સરકાર ને જાણ થતાં ગાંધીનગર ના જિલ્લા કલેકટર દ્વારા સંપૂર્ણ જમીન ને સરકાર હસ્તક લેવા નો આદેશ કરવા માં આવ્યો હતો. આ આદેશ ગાંધીનગર ના જિલ્લા કલેકટર દ્વારા તા. ૧૧/૧૨/૨૦૧૪ ના રોજ ૯૧૩૯ ની નોંધ મુજબ કરવા માં આવ્યો હતો. ત્યાર બાદ સંસ્થા અધિક સચિવ પાસે જાય છે અને અધિક સચિવ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેકટર ના નિર્ણય ને નોંધ ૧૦૦૩૪ દ્વારા ૯/૧/૨૦૧૮ ના રોજ રદ્દ કરવા માં આવ્યો હતો. શર્ત ભંગ થાય તો જમીન માં સરકારી પડતર થાય તેવો લેખિત હતું તો કયા આધારે અધિક સચિવ એ આ સંસ્થા ને ફાયદો કરાવ્યો ? સરકારી અધિકારીએ આ નિર્ણય સરકારના કોઈ નેતાની સૂચનાથી લીધો છે ? કે સચિવ કક્ષા એ મોટો ભ્રષ્ટાચાર થયો છે? તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન કાર્તિક પટેલ જે ખ્યાતિ ગ્રુપ નો મુખ્યા છે તે ‘વિનય કમલેશ ગુરુકુળ’ માં દાખલ થાય છે. ગાંધીનગર જીલ્લા કલેક્ટરના જમીનના સરકારી પડતર દાખલ કરવાનો હુકમ અને અધિક સચિવના કલેક્ટરના નિર્ણયને રદ કરવાના નિર્ણય પહેલા જ સંસ્થા દ્વારા ખ્યાતિ વર્લ્ડ સ્કુલની મંજુરી મેળવીને શરૂ કરી દેવામાં આવી હતી. આ તમામ જમીન માં ક્યાં કાર્તિક પટેલ નું નામ નથી , સંસ્થા જયંતીભાઈ પટેલ નામે રજિસ્ટર છે, ત્યારે તે જમીન માં શરૂ કરેલ ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ના ચેરમેન કાર્તિક પટેલ કેવી રીતે બની ગયા તે સમજાતું નથી અને આ ટ્રસ્ટમાં કાર્તિક પટેલ કેવી રીતે દાખલ થયા તેની પણ તપાસ થવી જોઈએ. આ સરકારે ગુરુકુળ બનાવી સામાન્ય જનતા ની સેવા આપવા જમીન ફાળવી છે, ત્યાં હેતુફેર -શર્ત તોડી અને મેવા કમાવવા ના કારનામા કાર્તિક પટેલ અને ટુકડી દ્વારા કરવા માં આવ્યા છે અને ખાનગી શાળા શરૂ કરી મોંઘી દાટ ફી ઉઘરાવવા માં આવી રહી છે, સંસ્થા દ્વારા આ જગ્યા માં ખાનગી ક્લાસિસ ને ભાડે આપી દેવા માં આવી છે અને કરોડો રૂપિયા નો શિક્ષણ ના વેપાર કરવા માં આવી રહ્યો છે. આ પ્રકાર ની સરકારી જમીન નો દુરુપયોગ કરી કરોડો કમાનારા સામે લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનાહ નોંધી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. શું આ પ્રકાર ના ભ્રષ્ટાચારી ઉપર દાદા નું બુલડોઝર ફરશે ચમરબંધી ઉપર પગલાં લેવાશે? અમે માંગ કરીએ છે કે ૩૫૦ કરોડ રૂપિયાથી વધારેની કિંમતની જમીન ઉપર કાર્તિક પટેલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ જે પ્રકાર ના વેપલા કરે તે જમીન માં નિયમ મુજબ તાત્કાલિક સરકારી પડતર દાખલ કરવા માં આવે અને કડક પગલાં લેવા માં આવે.
૨૧-૧૧-૨૦૨૪
ઇન્ટરનેશનલ સાઇબર માફીઆઓના મોટા કૌભાંડનો પર્દાફાશ
· શ્રીમતી સોનિયા ગાંધી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી નારાયણ મૂર્તિના એ.આઈ.
દ્વારા બનાવેલા ફેક વિડીયોથી નાગરિકો જોડે છેતરપિંડી થઈ રહી છે. : હેમાંગ રાવલ
· સરકારે તાત્કાલિક ફેસબુક અને મેટા કંપનીને તાકીદ કરીને આવા ફેક વિડીયો ઉતારવા આદેશ
આપવો જરૂરી : હેમાંગ રાવલ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે તા. ૨૧-૧૧-૨૦૨૪ facebook મેટા કંપની પર અમારા નેતા આદરણીય સોનિયા ગાંધીજીનો નકલી ફેક વિડિયો જોયો છે અને તે વિડિયોમાં તેઓ જનતા પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે કહી રહ્યા હોય તેવું બતાવવામાં આવ્યું છે આવા પ્રકારનો કોઈપણ વિડિયો તેઓએ ઉતારેલ નથી અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ દ્વારા ખોટો ફેક વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યાર બાદ વધુ તપાસ કરતા ઉપરના પ્રકારની મોડસ ઓપરેન્ડી અનુસાર દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નારાયણ મૂર્તિ તથા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમીત શાહના આજ પ્રમાણે ફેક વિડિઓ બનાવીને દેશના નાગરીકો સાથે સાયબર ફ્રોડ થઇ રહ્યો છે. અમારા દ્વારા સાયબરક્રાઈમને આ બાબતે ફરિયાદ કરવામાં આવેલ છે અને ફેસબુક, મેટા કંપનીના ઓર્થોરાઈઝડ બ્લુ ટીક એકાઉન્ટથી જ્યારે આવા ફેક સ્પોન્સર વિડિયો રન થઈ રહ્યાં હોય અને તેના કારણે દેશના નાગરિકોના સાયબર ચુંગાલમાં ફસાઈને પોતાના રૂપિયા બરબાદ ના થાય તે હેતુથી સોશિયલ મીડિયા દ્વારા ક્રાઇમ કરીને લોકોના પૈસા પડાવવાની ગેંગ જે કાર્યરત છે તે સામે લાવવામાં આવે અને દેશના લોકો જાગૃત થાય તથા ગૃહવિભાગ આવા સાયબર માફિયાઓની નશ્યત કરી કડક કાર્યવાહી કરે તેવી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવે છે.
૨૦–૧૧–૨૦૨૪
· ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો
· કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેઈડ સીટ ઉપર આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બનતો.
· ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે.
· ગુજરાત સરકારના ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાહેર થયેલા પરિપત્રની નકલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂરી પાડવામાં આવી.
· શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજ્જ્વળ બનતું હતું. આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે.
· આદિવાસી વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં જનજાગૃતિનો કાર્યક્રમ ચલાવવામાં આવશે.
· દરેક જિલ્લા મથક પર કલેકટરશ્રીઓને આવેદનપત્ર આપીને સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેવી માંગણી કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને ૨૫% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેઈડ સીટ ઉપર પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેઈડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પ્રેસ અને મીડિયા સમક્ષ ગુજરાત સરકારના ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાહેર થયેલા પરિપત્રની નકલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂરી પાડવામાં આવી હતી.
સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ કોર્સ, ફાર્મસી, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, એમ.બી.એ., એમ.સી.એ., એમ.ઈ. અને એમ.ફાર્મસીથી લઈને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા, આવા લાભ લેનારા મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજ્જ્વળ બનતું હતું. આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે. ખાલી ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આવતા એસટી કેટેગરીના ૩૭૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે, જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ સંપૂર્ણ હકીકત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી (આદિવાસી) વિભાગના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પારગી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી તથા પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ રજૂ કરી હતી અને માંગણી કરી હતી કે સરકાર તાત્કાલિક પોતાનો આ તઘલખી નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે.
આદિવાસી સમાજને કરવામાં આવેલા આ ઘોર અન્યાય સામે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં જનજાગૃતિનો કાર્યક્રમ ચલાવવામાં આવશે અને દરેક જિલ્લા મથક પર કલેકટરશ્રીઓને આવેદનપત્ર આપીને સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેવી માંગણી કરવામાં આવશે. જિલ્લામાં મથકો પર જરૂર પડે દેખાવો અને આંદોલનો પણ કોંગ્રેસ પક્ષના આદિવાસી વિભાગ દ્વારા કરવામાં આવશે અને આદિવાસી વિસ્તારના જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા અન્યાયની વિરુદ્ધમાં લોકોની વચ્ચે જઈને સરકાર મેનેજમેન્ટ કોટામાં મળતા પ્રવેશની શિષ્યવૃત્તિ આદિવાસી વિદ્યાર્થીઓ માટે પુનઃ શરૂ કરે તેવી માંગણી કરશે.
૧૨-૧૧-૨૦૨૪
· ગુજરાતમાં મેડિકલ માફિયાઓ થયા છે બેફામ : હેમાંગ રાવલ
· મેડિકલ કેમ્પ કરીને ગરીબો માટેના આયુષ્યમાન કાર્ડના રૂપિયા ખંખેરી લેવાનો કારસો : હેમાંગ રાવલ
· મુખ્યમંત્રીશ્રીના વિસ્તારમાં થયેલા એન્જોપ્લાસ્ટિ કાંડ સામેમંત્રી ઋષિકેશભાઇ પટેલનું ભેદી મૌન.
ગુજરાતની અંદર ભૂતકાળમાં માંડલ, અમરેલી, રાજકોટ, જસદણ વગેરે મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ ના મોટા મોટા કૌભાંડો બહાર આવ્યા હતા પરંતુ આ અંધાપા કાંડથી પણ સરકાર અને તંત્રએ કોઈ શીખ લીધી નથી આજે સમાચાર મળ્યા છે કે કડીના 19 દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ ખ્યાતી હોસ્પિટલ ખાતે એનજીઓગ્રાફી કરવા માટે લાવવામાં આવ્યા હતા અને દર્દીઓની સગાની ફરિયાદ મુજબ તેઓને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કે તેમની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા સિવાય સીધે સીધુ સ્ટેન્ડ નાખવાનું ઓપરેશન એટલે કે એનજીઓપ્લાસ્ટિ કરી નાખવામાં આવી હતી અને સમાચારો મુજબ બે (૨) દર્દીઓના મૃત્યુ થયા છે અને પાંચ (૫) જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે જોકા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો સગાનો આક્ષેપ છે કે તેમના સગાઓને એનજીઓપ્લાસ્ટિ કરવાની કોઈ જ જરૂર ન હતી છતાં પણ તેમને એન્જોપ્લાસ્ટિ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બેદરકારીના કારણે તેમના મોત થયા છે. વળી આ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી મળેલ છે.
આમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે એક તરફ સારા અને સેવાભાવી ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આવા મેડિકલ માફીઆઓ નિષ્ઠાભાવી અને સેવાભાવી ડોક્ટરોની શાખ દાવ પર લગાવી રહ્યા છે.
ભૂતકાળમાં અંધાપા કાંડથી ગુજરાતના દર્દીઓએ આંખો ગુમાવી હતી પરંતુ હવે તો આવા એન્જોપ્લાસ્ટિના કાંડથી દર્દીઓ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અકળ મૌન રાખીને બેઠેલા છે હજી સુધી તેઓએ આ બાબતે પોતાનું કોઈ પણ વક્તવ્ય આપ્યું નથી.
મેડિકલ માફિયાઓનું આ એક વ્યવસ્થિત પૂર્વકનું કૌભાંડ દેખીતી રીતે દેખાઈ રહ્યું છે કે જેની અંદર આયુષ્યમાન કાર્ડ માંથી ગરીબ દર્દીઓના પૈસા ઉલેચી લેવાના અને તેમનો જીવ જોખમમાં મુકવાનો અને સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિલીટી એટલે કે સીએસઆર ફંડનો પણ મોટા પાયે દુરુપયોગ થયાની ફરિયાદો પણ સામે આવી છે.
મુખ્યમંત્રીશ્રીના વિધાનસભા વિસ્તારમાં આવા પ્રકારનું કૌભાંડ થાય તે સરકાર માટે પણ નીંદનીય બાબત છે. એક તરફ 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ આપીને મોટી મોટી ચૂંટણી લક્ષી જાહેરાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ આવા જ આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને મેડિકલ માફીયાઓ દર્દીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સરકારે જવાબદારો સામે સખત પગલાં લઈને પોતાની સક્રિયતા બતાવવી ખાસ જરૂરી છે તથા જે લોકો બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે તેઓને એક કરોડ રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસ માગણી કરે છે.
૦૮-૧૧-૨૦૨૪
* છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતનાં મંદિરોમાંથી કુલ રૂા.૪,૯૩,૭૨,૨૪૭ની રોકડ રકમ અને મુદામાલની ચોરી
* હિન્દુત્વની દુહાઈ દેતી ભાજપ સરકારના રાજમાં મંદિરોમાં ચોરીની કુલ ૫૦૧ ઘટનાઓ
* ગુજરાતના મંદિરોની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ
ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે ત્યારે હિન્દુત્વની દુહાઈ દેતી ભાજપ સરકારમાં મંદિરો-ભગવાનો પણ સલામત ન હોવાની વિગતો સાથે ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરે જણાવ્યું હતું કે કરોડો ગુજરાતીઓના આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ સહીત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લુંટ-ધાડની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં માત્ર રહેણાંક-વ્યવસાયિક વિસ્તારો જ બેફામ પણે ચોરી- લુંટ-ધાડને ચોરો ટાર્ગેટ કરે છે પણ હવે તો મંદિરોમાં પણ બેફામ પણે લુંટ-ચોરીની ઘટનાઓ બની રહી છે. હિન્દુત્વની દુહાઈ દેતી સરકાર મંદિર-ભગવાનને પણ સલામતી આપવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં મંદિરોમાંથી ચોરીમાં કુલ રૂા.૪,૯૩,૭૨,૨૪૭ની રોકડ રકમ અને મુદામાલની ચોરી ભાજપ સરકારમાં થઈ છે. ગુજરાતમાં વર્ષ ૨૦-૨૧માં ૧૫૧ મંદિરોમાં, વર્ષ ૨૧-૨૨માં ૧૭૮ મંદિરોમાં અને વર્ષ ૨૨-૨૩માં ૧૭૨ એમ કુલ મળીને ૫૦૧ ચોરીની ઘટનાઓ બની છે. હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલ છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. અને સરકારના સલામતના મોટા મોટા દાવાની પોલ છતી કરે છે.
ગુજરાતના નાગરીકોના આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઇ રહેલી લૂંટ ધાડ-ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે. ભગવાનના નામે રાજનીતિ કરતી ભાજપ માત્ર મતનું તરભાણું ભરાયની ચિંતા કરે છે? નવરાત્રીના પાવન પર્વમાં પણ બહેન-દીકરીઓ પર થતા બળાત્કાર,વ્યાજખોરો-બુટલેગરો બેફામ,ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે ત્યારે ગુજરાતની સુરક્ષા ભગવાન ભરોસે છે. રાજ્યમાં પ્રજાની સુરક્ષા-સલામતી સાથે સબ સલામતના દાવો કરતી ભાજપ સરકારના રાજમાં વાસ્તવિકતા કંઇક જુદી જ છે. ગુજરાતમાં પોલીસ કર્મીઓની મોટા પાયે ઘટ છે પોલીસકર્મીઓની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે ત્યારે નાગરીકોની સુરક્ષા-સલામતી માટે ચુસ્ત વ્યવસ્થાપન માટે સત્વરે ભરતી કરવામાં આવે, ગુજરાતના તમામ નાના મોટા મંદિરોની સુરક્ષા વધારવામાં આવે અને મંદિરની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
વર્ષ મદિરમાં થયેલ ચોરીની વિગત વર્ષ મદિરમાં ચોરી થયેલ રોકડ અને મુદ્દામાલની વિગત
૧.૧૦.૨૦૨૦ થી ૩૦.૦૯.૨૧ ૧૫૧ ૧.૧૦.૨૦૨૦ થી ૩૦.૦૯.૨૧ ૮,૫,૪૭,૩૨૨
૦૧.૧૦.૨૦૨૧ થી ૩૦.૦૯.૨૦૨૨ ૧૭૮ ૦૧.૧૦.૨૦૨૧ થી ૩૦.૦૯.૨૦૨૨ ૧,૯૦,૭૭,૩૦૫
૦૧.૧૦.૨૦૨૨ થી ૩૦.૦૯.૨૦૨૩ ૧૭૨ ૦૧.૧૦.૨૦૨૨ થી ૩૦.૦૯.૨૦૨૩ ૨,૧૭,૪૭,૬૨૦
ત્રણ વર્ષમાં થયેલ
કુલ ચોરી ૫૦૧ કુલ ચોરીની કિંમત ૪,૯૩,૭૨,૨૪૭
૨૮- ૧૦ -૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી રાજેશ સોનીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નારોલ ખાતે દેવી સીન્થ્રેટીક નામની ટેક્ષટાઈલ કંપનીમાં જે દુર્ઘટના બની તે દુર્ઘટનમાં બે લોકોના મૃત્યુ થયા, ચાર લોકો વેન્ટીલેટર ઉપર છે અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના સલ્ફ્યુરીક એસીડનું ટેકર ખાલી કરતી વખતે કોસ્ટીંગ સોડા સાથે ભળી જતા કેમીકલ રીએક્શન આવતા બનેલ હતું. સલ્ફ્યુરીક એસીડ હેઝાર્ડ વેસ્ટની કેટેગરીમાં આવે છે અને જો હેઝાર્ડ વેસ્ટનો ઉપયોગ કરવો હોય તો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રૂલ્સ-૯ મુજબની મંજુરી મેળવવાની હોય છે સાથે સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ ખાતાની એસીડ સ્ટોરેજનું લાયસન્સ મેળવવાનું હોય છે. તા. ૨૩/૭/૨૦૨૪ના રોજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આર.ટી.આઈ. આઈ.ડી. ક્રમાંક ૪૫૭ ના જવાબમાં સ્પષ્ટ જણાવેલ છે કે, આ દેવી સીન્થ્રેટીક પાસે કોઈપણ પ્રકારની રૂલ્સ-૯ મુજબની મંજુરી મેળવેલ નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ વિભાગ દ્વારા આર.ટી.આઈ.ના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ કંપનીએ એસીડ સ્ટોરેજનું કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવેલ નથી. જો બન્ને પ્રકારના લાયસન્સ આ કંપની પાસે ના હોય તો કંપની આ ગંભિર પ્રકારના એસીડનો ઉપયોગ કેવી રીતે કરતી હતી ? અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના હેલ્થ વિભાગે તા. ૨/૮/૨૦૨૪ના રોજ આ કંપનીને શોક્રોઝ નોટીસ આપેલ હતી ત્યારે કંપનીએ પોતાના લેટરપેડ ઉપર તા. ૩/૮/૨૦૨૪ના રોજ ખોટો જવાબ હેલ્થ ખાતાને કરેલ હતો. જેમાં એમણે સ્પષ્ટ જણાવેલ હતું કે, અમારી પાસે હેઝાર્ડ વેસ્ટનું સર્ટીફીકેટ છે. હેલ્થનું એસીડ સ્ટોરેજનું લાયસન્સ છે. આજ હેલ્થ ખાતામાં સેફ એન્વાયરમેન્ટ પ્રા.લી. નામની કંપનીનો હેઝાર્ડ વેસ્ટ બાબતે થયેલો કરાર જેનો સર્ટીફીકેટ નંબર ૧૦૨૮૨૮ છે. જેની મર્યાદા તા. ૫/૭/૨૦૨૧ થી ૫/૭/૨૦૨૬ સુધીની છે. જો આ કંપની પાસે હેઝાર્ડ વેસ્ટની પરમીશન ના હોય જી.પી.સી.બી.ના જવાબ પ્રમાણે તો આ ખોટા પત્રો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને કરવાનું કારણ કયું હોઈ શકે ? અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પરવાના નં. ૪૧/૨૦૨૪-૨૫ થી આ કંપનીને પ્રોસેસ બાબતનું એક લાયસન્સ આપવામાં આવેલ છે. એ લાયસન્સમાં એસીડ સ્ટોરેજના લાયસન્સનો કોઈ ઉલ્લેખ નથી.તા. ૨૧/૮/૨૦૨૪ના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટે ચલન નં. MCHLN20240821108693 થી રૂ. ૧૦,૦૦૦/- ની પેનલ્ટી આંતરીક આદર્શ સફાઈ ના હોવાથી વસુલ કરેલ. તો શું અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતાને જાણ ન હતી કે આ કંપની પાસે એસીડ સ્ટોરેજનું લાયસન્સ નથી ? ચાર મહિનાથી આ કંપનીના વિરોધમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા લેખિત ફરિયાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતામાં કરવામાં આવતી હતી. પરંતુ આ બન્ને ખાતા દ્વારા આ કંપનીમાં કોઈજાતની કાર્યવાહી કરવામાં ન આવી અને બહુ સ્પષ્ટ પણે જી.પી.સી.બી.ના અધિકારી અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાના અધિકારીઓ જાણતા હતા કે આ કંપની પાસે સલ્ફ્યુરીક એસીડનું વપરાસ કરવા માટેના કોઈપણ જાતના પરવાના નથી અને જે પુરાવા કોર્પોરેશનમાં રજુ કર્યાં છે તે સંપૂર્ણપણે ખોટા છે. તેમ છતાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આદરી આંખઆડાકાન કરી લોકોના જીવ જાય ત્યાં સુધી રાહ જોઈ અને કોઈ કાર્યવાહી કરી નહી જ્યારે ઘટના બની ગઈ અને લોકોના મૃત્યુ થયા ત્યારબાદ થયેલા આંદોલને અને લોકવિરોધે તા. ૨૮/૧૦/૨૦૨૪ ના આઉટવર્ડ નંબર ૮૨૫૬૩૪ થી આ કંપનીને રૂલ્સ-૯ ની મંજુરી ન હોઈ ક્લોઝર નોટીસ આપેલ છે અને રૂ. ૨૫,૦૦,૦૦૦/- (પચ્ચીસ લાખ રૂપિયા) નો દંડ ફટકારેલ છે. હજુ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી. જી.પી.સી.બી. અને હેલ્થ ખાતાના અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી બદલ કોઈજાતની કાર્યવાહી કરેલ નથી. અમારી બહુ સ્પષ્ટ માંગણી છે કે, તત્કાલ ધોરણે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને પોલીસ ફરિયાદમાં તેમને પણ આરોપી દર્શાવવામાં આવે સાથે સાથે પીડિત પરિવારોને આર્થિક સહાયતા આપવામાં આવે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નારોલમાં બનેલ ગેસ ગળતરની ઘટનામાં જે નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે તેમને એક કરોડ રૂપિયા આર્થિક સહાય મળે તથા ઈજાગ્રસ્તોને પચાસ લાખની આર્થિક સહાય મળે તેવી સરકારને માંગ છે. ગુજરાત રાજ્યના જે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારના લીધે જે નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે તે કર્મચારીઓ ઉપર કાયદેસરના કડક પગલા લેવાય તેવી માંગ કરી છે.
૨૮–૧૦–૨૦૨૪
· ગુજરાત રાજ્યમાં ફેક્ટરી અકસ્માતથી છેલ્લા પાંચ વર્ષમાં 992 શ્રમિકોના મૃત્યુ.
· ગુજરાત રાજ્યમાં ફેક્ટરી અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ સુરતમાં – 155 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં.
· અમદાવાદ શહેરમાં ફેક્ટરી અકસ્માતથી 126 અને વલસાડમાં 92 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ પ્રેસ-મીડિયા ને સંબોધતા જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય ના સરકારી વિભાગ ની બેદરકારી, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ના શ્રમ વિભાગ ના ઇન્ડસ્ટ્રીયલ સફેટી અને હેલ્થ ના આંકડા મુજબ ૫ વર્ષ માં ફેક્ટરી દુર્ઘટના માં 992 શ્રમિકો એ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્ય માં વર્ષ 2018 થી વર્ષ 2022 માં સહુથી વધુ મૃત્યુ સુરત માં થયાં છે. સુરત જિલ્લા માં પાંચ વર્ષ માં 155 શ્રમિકો ના ફેક્ટરી દુર્ઘટના માં મૌત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ 126 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માત માં જીવ ગુમાવ્યા છે અને વલસાડ જિલ્લા માં 92 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માત થી જીવ ગુમાવ્યા છે.
નારોલ ફેક્ટરી માં ગેસગળતર બનેલ ઘટના માં બે લોકો એ જીવ ગુમાવ્યા, અને 4 શ્રમિકો ની ગંભીર પરિસ્થિતિ છે. થોડાક સમય પેહલા કચ્છ, વડોદરામાં ફેક્ટરી અકસ્માતના કિસ્સામાં નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્ય માં વર્ષ 2021 સુધી હેઝાર્ડસ વેસ્ટ પ્રોડ્યુસ કરતી 20,433 ફેકટરી છે ત્યારે ગુજરાત અને ગુજરાત ની જનતાનો જીવ જોખમ માં મુકાય રહ્યો છે ગુજરાત રાજ્ય નું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારી કર્મીઓ ના રહેમ હેઠળ ખુલ્લેઆમ નિયમો નો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરી ને ગુજરાત ની જનતા ના જીવ જોખમ માં મુકાય રહ્યા છે. જોખમી પદાર્થ ઉત્પાદન કરતી ફેક્ટરીમાં તાત્કાલિક ચેકીંગ હાથ ધરવામાં આવે અને ગુજરાત રાજ્યમાં પર્યાવરણના નિયમ ભંગ કરતી ફેક્ટરીઓ અને ઉદ્યોગો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ત્વરિત માંગ છે.
ઓક્ટોબર-2024 માં બનેલ ફેક્ટરી અકસ્માતની મુખ્ય ઘટનાઓ
તારીખ
વિગત
મૃત્યુ-અકસ્માત આંક
તા. 27-10-2024
નારોલ દેવી સીન્થ્રેટીકમાં ગેસ ગળતરથી
2 શ્રમિકોના મૃત્યુ 4 ગંભીર
તા. 15-10-2024
કંડલા ખાતે ઈમામી એગ્રોટેક કંપનીમાં ગુંગણામણથી
5 શ્રમિકોના મૃત્યુ
તા. 12-10-2024
કડી તાલુકામાં દિવાલ હેઠળ દટાવાથી
9 શ્રમિકોના મૃત્યુ
છેલ્લા પાંચ વર્ષમાં ફેક્ટરી અકસ્માતથી થયેલ શ્રમિકોના મૃત્યુ આંક
જીલ્લો
સંખ્યા
સુરત
155
અમદાવાદ
126
મોરબી
114
ભરૂચ
98
વલસાડ
92
કચ્છ
71
૨૫-૧૦-૨૦૨૪
· ખોટા દસ્તાવેજો રજુ કરીને ભાજપાના નવરંગપુરાના કાઉન્સીલરે જનતા સાથે કરી છેતરપીંડી
· ખોટા દસ્તાવેજો પર ચૂંટાનાર ભાજપના કાઉન્સીલર સામે ફરીયાદ દાખલ કરવાની માંગ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નવરંગપુરા વોર્ડ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી નીરવ જગદીશભાઈ કવી તેમણે ઉમેદવારી ફોર્મ તા. ૫/૨/૨૦૨૧ના રોજ ભરેલું તેમાં તેમની જન્મ તારીખ ૧૧/૧૧/૧૯૭૭ દર્શાવેલ હતી જે ખોટી જન્મ તારીખ છે. તેમની સાચી જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ ની છે. નીરવ કવીની સાચી જન્મ તારીખના આધારે મુસલમાન રાજ કવી મિર છે. જેથી તે સાચી હકિકત મતદારો સમક્ષ ના આવે તેવા બદ હેતુથી અને સાચા પુરાવા રેકર્ડ ઉપર ના આવે તેવા બદ ઈરાદાથી ખોટી જન્મ તારીખ લખાવી તેના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવેલ હતા. જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં તેમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપેલી પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. ૨૩માં ક્રિમીનલ કેસ આઈ.પી.સી.ની કલમ ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૬, ૧૯૯, ૪૧૪, ૪૨૦ મુજબ ૨૭૨૧/૨૦૨૧ નો દાખલ કરેલ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નીરવ કવીની સાચી જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ સાચી છે તે સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનુ જનરલ રજીસ્ટરનું રેકર્ડ સાથે નામદાર કોર્ટમાં જુબાની આપેલી અને જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ છે તે સાબિત કરેલ તેમ છતાં નામદાર કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ ૨૦૩ હેઠળ ફરિયાદ રદ કરેલ જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં ક્રિમીનલ રીવીઝન નંબર ૧૬/૨૦૨૩ થી દાખલ કરેલી. જેમાં બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ નામ. સેસન્સ જજશ્રી એમ.પી. પુરોહિત સાહેબે તા. ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી ભાજપના મ્યુનિ. કાઉન્સીલર નીરવ કવી સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ કરેલ.
જય પટેલનો કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી લીગલ સેલના ચેરમેનશ્રી કલ્પેશ પટેલ, કન્વીનર યુ.ડી. શેખાવત તથા એડવોકેટ અરવિંદ વાણીયા સતત પ્રયત્ન કરી ભાજપ સામે કાયદાકીય લડત આપેલ છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેર લીગલ સેલના ચેરમેનશ્રી કલ્પેશ પટેલ, અમદાવાદ શહેર લીગલ સેલના કન્વીનરશ્રી યુ.ડી. શેખાવત, નવરંગપુરા વોર્ડના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી જયકુમાર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
૨૨-૧૦-૨૦૨૪
· ખેડૂતો અત્યારે રાતે પાણીએ રોઈ રહયા છે ને સરકાર મૌન છેઃ શ્રી લલીત કગથરા
· ખેડૂતો માટે રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ ઉતરીશુઃ શ્રી લલીત કગથરા
· 28 ઓક્ટોબર થી કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ન્યાય મળે તે માટે આંદોલન કરશેઃ શ્રી લલીત વસોયા
· 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના ખેડૂતોનું મહા સંમેલન કરીશુઃ શ્રી લલીત વસોયા
· એનસીઆરબીના રીપોર્ટ મુજબ ખેડૂતોમાં આત્મહત્યા કરવાનું 11 ટકા પ્રમાણ વધ્યુઃ ડો. કિરીટ પટેલ
· ઉદ્યોગપતિઓઓના અબજો રૂપિયા માફ થાય તો ખેડૂતોનું દેવું માફ કેમ ન થાય ?: ડો. કિરીટ પટેલ
· ગુજરાતમાં 140% થી વધારે વરસાદ વાળા 104 તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવેઃ પાલ આંબલિયા
· કોંગ્રેસ 104 તાલુકામાં પાક ધિરાણ માફી માટે ખેડૂતો પાસે કાયદાકીય ફોર્મ ભરાવશેઃ પાલ આંબલિયા
અતિવૃષ્ટિ, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાની મુદ્દે કોંગ્રેસની રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી લલીત કગથરા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી લલીત વસોયા, ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેનશ્રી પાલભાઈ આંબલિયા એ અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ ઝોન, ઘેડના પ્રાણપ્રશ્નોને લઈને સંબોધન કર્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી લલીત કગથરા એ જણાવ્યું હતું કે ખેડૂતપુત્ર તરીકે મારો અનુભવ છે કે દિવાળી પર ક્યારેય ચાર ચાર ઇંચ વરસાદ થયો હોય એવું મને યાદ નથી અત્યારે ખેડૂતોના તૈયાર પાકના પથારાઓ તરી રહ્યા છે પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે અત્યારે ખેડૂતો રાતે પાણીએ રોઈ રહયા છે ખેડૂતોની આવી દયનિય સ્થિતિ હોવા છતાં ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચતી નથી કે સરકાર સાંભળવા માંગતી નથી કુદરત કોઈના કન્ટ્રોલમાં નથી પણ સરકારે તો સાંભળવું જોઈએ કે નહીં ? કોંગ્રેસના સમયમાં સ્વ. રાજીવ ગાંધીએ શરૂ કરેલી પાક વિમાં યોજનાને બંધ કરીને ભાજપે પ્રધાનમંત્રી ફસલ યોજના જે ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયાના ફાયદા માટે લાગુ કરવામાં આવી. વ્યાપક વિરોધ બાદ ગુજરાતની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના બંધ કરીને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા તો એમાં તો કોઈને રાતી પાઇ પણ આપ્યા વગર 2 વર્ષ આ યોજના કાગળ પર ચલાવી બંધ કરી દેવામાં આવી અત્યારે ગુજરાતમાં ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં નથી. ખેડૂતો બરબાદ થતા રહે સરકાર સાંભળે જ નહીં તો ક્યાં સુધી ચૂપ બેસી રહીશું સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા પર ઉતરવું પડે તો તેની પણ કોંગ્રેસ પક્ષની તૈયારી છે 140% થી વધારે વરસાદ હોવા છતાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરતા નથી અમે ખેડૂતોનો હક્ક માંગીએ છીએ ભીખ નથી માંગી રહયા અને જરૂર પડ્યે ગામડે અને તાલુકા સ્તરે જઈને પણ આંદોલન કરીશું
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલીતભાઈ વસોયા એ જણાવ્યું હતું કે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને જો સરકાર તાત્કાલિક કોઈક નિર્ણય જાહેર નહિ કરે તો અમારે 28 ઓક્ટોબર થી ખેડૂતોના હક્ક અધિકાર માટે સરકારને ઢંઢોળવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું અને દિવાળી સુધી સરકાર જો કોઈ નિર્ણય જાહેર નહિ કરે તો 6 નવેમ્બર લાભ પાંચમ ના દિવસે અમે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ખેડૂતોને બોલાવીને મહાસમેલન કરીશું
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારની નીતિ ખેડૂતોના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે ખેડૂતોની જમીન છીનવી લઈ ઉદ્યોગકારોને જમીન આપવાનો મોટો કારસો ભાજપ સરકાર કરી રહી છે ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કર્યા છે તો ખેડૂતોનું દેવું માફ શા માટે કરવામાં આવતું નથી એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે ખેડૂતની આત્મહત્યા કરવામાં 11% નો વધારો થયો છે
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ જોન, ઘેડ ના પ્રાણપ્રશ્નો, જમીન માપણી, ખાતરની ઘટ વગેરે પ્રશ્નો થી ખેડૂતો પીડાઈ રહયા છે સરકાર ઓગસ્ટ મહિનામાં આવેલ અતિવૃષ્ટિનું હજુ પણ સર્વે કર્યું નથી કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનું પણ સર્વે ચાલુ કર્યું નથી ગુજરાતમાં 104 તાલુકામાં નિયમોનુંસાર લીલો દુષ્કાળ જાહેર થવાપાત્ર હોવા છતાં સરકાર લીલો દુષ્કાળ જાહેર કરતી નથી અત્યારે પશુઓને સૂકો ઘાસચારો ખવડાવવા નથી માટે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઉભા કરવામાં આવે, સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ જાહેર કર્યા મુજબ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 25 ઓક્ટોબરના રોજ “સયુંકત કિસાન મોરચો – ગુજરાત” અને ઘેડ વિકાસ સમિતિ ના નેજા હેઠળ “ખેડૂત મહાપંચાયત” કરવા જઈ રહયા છીએ જેમાં દિલ્હીથી યોગેન્દ્ર યાદવ અને ખેડુતપુત્ર કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ પધારી રહયા છે આ કાર્યક્રમમા ખેડૂત આગેવાનોએ તમામ રાજકીય પક્ષોને પોતાનો ખેસ ઉતારી સહભાગી થવા આહવાન કર્યું છે.
૨૧–૧૦–૨૦૨૪
૧૬માં નાણાકીય આયોગના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના સભ્યશ્રીઓ શ્રી જયનારાયણ વ્યાસ, શ્રી શૈલેશ પરમાર, ડૉ.મનીષ દોશી દ્વારા નીચે મુજબ રજૂઆતઓ કરવામાં આવી .
પ્રતિનિધિ મંડળે કેન્દ્રમાંથી રાજ્યોમાં કર આવકના વિતરણમાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્ર મુખ્યત્વે આ આયકર, કોર્પોરેટ ટેક્સ અને જીએસટી જેવા મોટા કરો વસૂલે છે, જ્યારે રાજ્યોને શિક્ષણ, આરોગ્ય અને પોલીસીંગ જેવી આવશ્યક સેવાઓ પ્રદાન કરવાની જવાબદારી છે. આને ધ્યાનમાં રાખીને, 16મો નાણાકીય આયોગ રાજ્યના કર વિતરણનો હિસ્સો 41% થી વધારીને 50% કરવા ભલામણ કરે છે. આ પરિવર્તન કેન્દ્રના આવક સ્ત્રોતો અને રાજ્યોની ખર્ચની જવાબદારીઓ વચ્ચેના લાંબા ગાળાના વ્યાપક નાણાકીય અસમાનતાને દૂર કરવાની કવાયત છે. પ્રતિનિધિ મંડળે સરચાર્જ અને સેસ પર ધ્યાન દોર્યું છે.
બંધારણના અનુચ્છેદ 270 મુજબ, સરચાર્જ અને સેસને રાજ્યો સાથે વહેંચી શકાય તેવા કરના વિભાજ્ય પૂલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને સૂચન કર્યું છે કે તેઓ કેન્દ્ર દ્વારા એકત્રિત કરાતા કુલ કરનો ભાગ હોવા જોઈએ જેથી કરીને તે ડિવોલ્યુશન ફોર્મ્યુલાનો ભાગ બની શકે.
વર્ષ ૨૦૦૯-૧૦થી લઇ વર્ષ ૨૦૨૩-૨૪ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાંથી ૩૬.૬ લાખ કરોડ રૂપિયાનો સેસ અને સરચાર્જ વસુલાયો. કેન્દ્ર સરકારની સેસ અને સરચાર્જની આવકમાં રાજ્યનો ફાળો વર્ષ ૨૦૧૧-૧૨માં ૧૦.૪ ટકાનો હતો જે વધીને વર્ષ ૨૦૨૧-૨૨માં આશરે ૨૮.૧ ટકાનો થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮થી વર્ષ ૨૦૨૨-૨૩માં સરચાર્જ અને સેસની વસૂલાતમાં 133% નો વધારો થયો છે.
પ્રતિનિધિ મંડળે ભલામણ કરી કે સામાન્ય રીતે સરચાર્જ એ કુદરતી આપત્તિ, રોગચાળો અથવા ધરતીકંપ, યુદ્ધ વગેરે જેવી કેટલીક આકસ્મિકતાઓને ભંડોળ પૂરું પાડવા માટે ખૂબ જ અસ્થાયી માપદંડ હોવો જોઈએ, નાણાકીય વર્ષથી આગળ નહીં. આવતા વર્ષે જરૂરી ફંડને ટેક્સ રેટમાં એકીકૃત કરવું જોઈએ જેથી કરીને રાજ્યને ડિવોલ્યુશનનો લાભ મળે અને સમય જતા સામાન્ય કર ફ્રેમવર્કમાં શામેલ થવું જોઈએ.
પ્રતિનિધિ મંડળે મેન્યુફેક્ચરિંગ રાજ્યો પર નાણાકીય ભાર અંગે ધ્યાન દોર્યું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને પર્યાવરણીય ઘટાડાના ખર્ચનો સામનો કરે છે, જો કે તેઓ જીએસટી આવકનો સંપૂર્ણ લાભ મેળવતા નથી. માર્કેટિંગ રાજ્યોને વેચાણ પરથી ફાયદો થાય છે, જ્યારે ઉત્પાદિત સામાન અન્ય રાજ્યોમાં જ વેચાઈ જાય છે. ગુજરાતનું ઉદાહરણ આપતા પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે તે ભારતના કુલ ઉદ્યોગ ઉત્પાદનના ૧૮.૦૧ % યોગદાન આપે છે, પરંતુ તેને તેના નાણાકીય પ્રયાસોમાં અનુરૂપ લાભો નથી મળતા.
કૃષિ ક્ષેત્ર વિવિધ રીસર્ચ અને કૃષિ લગતી કામગીરી માટે 5 વર્ષમાં ₹5,000 કરોડની રકમ ફાળવણીની ભલામણ કરી. પ્રતિનિધિ મંડળે ખેડૂતો માટે MSP માટે સમર્થન વ્યક્ત કર્યું,. MSP વગરનો ખેડૂતો શહેરી વિસ્તારોમાં કામ માટે સ્થળાંતર કરી શકે છે, જે ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આ મુદ્દાનું સંપૂર્ણ સમીક્ષા કરવી જોઈએ
શહેરીકરણમાં વધારાની સમસ્યાને નિવારવા ૪૦% થી વધુ શહેરીકરણ ધરાવતા રાજ્યો, જેમ કે ગુજરાત, માટે ગ્રામ અને શહેરી વિસ્તારોને જોડનારી શ્રેષ્ઠ પાયાની સવલતો વિકસાવવી જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોના માળખાકીય સુવિધાઓ વધારવા વિશેષ પેકેજ તૈયાર કરવાં જોઈએ જેથી શહેરી કેન્દ્રો તરફ સ્થળાંતર રોકી શકાય
ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આસામ, છત્તીસગઢ જેવા રાજ્યો કે જેમના નાણાકીય વર્ષ-2023-24માં ઋણ-થી-જીડીપી Debt to GDP(%) ઓછા છે તેઓ તેમના સંસાધનોનો વિવેકપૂર્ણ રીતે ખર્ચ કરી રહ્યા છે અને સમજદારીપૂર્વક ઓછો ખર્ચ કર્યો છે યોગ્ય પેકેજ દ્વારા પ્રોત્સાહિત થવું જોઈએ.
નાના અને માઇક્રો ઉદ્યોગો માટે વિશેષ સહાય માટે પ્રતિનિધિ મંડળે નાના અને માઇક્રો ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અલગ ફંડની ભલામણ કરી. અગાઉના માનદંડ પ્રમાણે એસ.એસ.આઈ.ને પ્રોત્સાહન આપી શ્રમ આધારિત ઉદ્યોગો માટે ખાસ કાયદા ઘડવા માંગ કરી છે.
મુખ્ય ભલામણો:
· વિભાજન પુલને 41% થી વધારી 50% કરવા.
· રાજ્યોમાં નાણાકીય આયોગના નિયુક્તિનું 5 વર્ષે નિયુક્ત કરવું.
· રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓને સીધી ગ્રાન્ટ આપવી.
· આફત રાહત ભંડોળમાં વધારો કરવો અને આપત્તિ-આપદા પછી ૧૫ દિવસમાં ફાળવણી
· પ્રગતિશીલ જિલ્લાઓને માટે ખાસ ગ્રાન્ટ ફાળવવી.
· ઓછા જાહેર દેવું ધરાવતાં રાજ્યોને ખાસ ગ્રાન્ટ આપવી.
· નાના અને માઇક્રો ઉદ્યોગોના પુનર્જીવન માટે વિશેષ પેકેજ.
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ, ઓ.બી.સી. માટે પ્રતિનિધિ મંડળે રજુઆત કરી હતી કે, જ્યારે આયોજન પંચ અસ્તિત્વમાં હતું ત્યારે આ યોજનાઓની ફાળવણી વસ્તીના આધારે થતી હતી. અમારા મતે તે વધુ સારી રીત હતી. નીતિ આયોગ પછી ફાળવણી વસ્તીને અવગણીને ‘યોજના’ મુજબ છે જેથી એવું સૂચન કરવામાં આવે છે કે આયોજન પંચ દ્વારા ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિને અનુસરવામાં આવે.
પર્યાવરણને થઇ રહેલા નુકસાનથી ઉનાળામાં તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. ગત વર્ષે હીટ સ્ટ્રોકના કારણે ૪૦૦૦ જેટલા લોકોના મોત થયા હતા. એર ક્વોલિટી મોનિટરિંગ જેવી જ લાઇન પર રાજ્યોને પણ કુદરતી આપત્તિ તરીકે ધ્યાનમાં લેતા હીટ સ્ટ્રોકનું મૃત્યુ પામેલ લોકોને વળતર મળવું જોઈએ.
ગુજરાત રાજ્યના નાગરિકોના વિશાળ હિતમાં વિવિધ મુદ્દાઓ પર ૧૬માં નાણા આયોગને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળએ રજૂઆત કરી હતી
૨૧–૧૦–૨૦૨૪
· ૨૩ ઓકટોબર ડીજી ઓફિસ બહાર કોંગ્રેસ પક્ષ, દલિત સંગઠનો, સામાજિક સંગઠનો દેખાવો
· જીગ્નેશ મેવાણી તેમજ મારા પરિવારજનોને હત્યા,એન્કાઉન્ટર અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનીના જવાબદાર શ્રી રાજકુમાર પાંડિયન રહેશે
· ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા એડી.ડીજીપી રાજકુમાર પાંડિયનને સસ્પેશનની માંગ
ગુજરાતમાં દલિત સમુદાયના હક્ક અને અધિકાર માટે સતત કોંગ્રસ પક્ષ લડતું રહ્યું છે ત્યારે દલિત સમાજના લોકોના પ્રશ્નોને રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા એડી.ડીજીપી રાજકુમાર પાંડિયનને સસ્પેશનની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દલિત સમાજના લોકો મળવા પાત્ર હજારો એકર જમીન પર માથાભારે અસામાજિક તત્વો, ગુંડાતત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના લાખો દલિતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે વારંવાર સુરેન્દ્રનગર અને કચ્છ સહીત જુદા જુદા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા ગત તારીખ ૧૫ ઓકટોબરએ ગુજરાત સીઆઈડી અને એસસી, એસટી, માનવ અધિકારના અધિક પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકુમાર પાંડિયન સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. દલિત સમાજના હક્ક અધિકારના પ્રશ્નો અંગે રજૂઆત સંભાળવાને બદલે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા શ્રી રાજકુમાર પાંડિયન દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિને મોબાઈલ બહાર મૂકી આવી, ટી-શર્ટ કેમ પહેરી છે? જેવા બિનજરૂરી પ્રશ્નો પૂછી સરકારી અધિકારીના પ્રોટોકોલનો ભંગ કરી અપમાનિત ભર્યું વર્તન કર્યું હતું. કોઈ પણ સરકારી અધિકારીઓના તુંડમિજાજી, અહંકારી વર્તન ગુજરાતમાં ચલાવી ન લેવાય. જનતાની સેવા કરવા બેઠેલા અધિકારીઓને સરકારી ઓફીસ પોતાના બાપની ઓફીસ સમજી વર્તે તે યોગ્ય નથી. શું ડીજી ઓફિસ રાજ્યનાં જનતાનાં પૈસાથી નથી ચાલતી?
ગુજરાતના દલિતોના અવાજને રજુ કરવા જનપ્રતિનિધિશ્રી જીગ્નેશ મેવાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રી હિતેન્દ્ર પીઠડીયા સાથે કરવામાં આવેલ ગેરવર્તુક અને ગુજરાતના લાખો દલિતોના અવાજને દબાવવા નિરર્થક પ્રયત્ન વિરુધ્ધ ૨૩ ઓકટોબર કોંગ્રેસ પક્ષ, દલિત સંગઠનો, સામાજિક સંગઠનો ડીજી ઓફિસ બહાર દેખાવો કરશે. શ્રી રાજકુમાર પાંડિયનના ઈતિહાસને ધ્યાને રાખીને જીગ્નેશ મેવાણી, શ્રી હિતેન્દ્ર પીઠડીયા તેમજ મારા પરિવારજનોને હત્યા,એન્કાઉન્ટર અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનીના જવાબદાર શ્રી રાજકુમાર પાંડિયન રહેશે.
ગુજરાત પોલીસના અધિકારીશ્રી રાજકુમાર પાંડિયન ગુજરાતના જાગૃત નાગરિક તરીકે કેટલાક સવાલો છે.
· બોપલ ઘુમા ખાતે ૩૦૦ કરોડની જમીનમાં ૨૬ કરોડનો તોડ કરનાર કોણ ?
· ૨૦ હજારથી લઈ બે લાખ સુધીનો ૩૫૦ જેટલા સ્પામાં કયા અધિકારીએ કર્યો તોડ?
· ડુપ્લીકેટ માવા અને ઘી બનાવતી ફેક્ટરીઓ ખાતેથી કોણ હપ્તા ઉઘરાવે છે?
· આંગડિયા પેઢીની એક મેટરમાં હવાલા મારફતે દુબઈમાં કરોડો રૂપિયા કોણે મોકલ્યા?
· પાસપોર્ટનાં એક સ્કેમમાં કયા અધિકારીએ તોડ કર્યો ?
· ક્યાં IPS નાં કહેવાથી કૌશર બીને એન્સ્થસ્સિયાનું ઇન્જેક્શન અપાયું?
· ‘ગૌરવ બિલ્લુ અને મનન’ આ ત્રણ કયા આઇપીએસનાં વહીવટદાર?
· સુરત પલસાણાની કોર્ટમા બે કરોડની લાંચની ફરિયાદ ક્યાં IPS સામે હજુ પડતર?
· લવજી બાદશાહ અને જયંતિ બાબરીયા વિરુદ્ધ ગુનો ન દાખલનાં કરાવવા ક્યાં IPSનું દબાણ છે?
· ૬૫ વર્ષના પટ્ટાવાળા ટિફિન મોડું ખોલે તો ક્યાં IPS અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે?
·
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના એસસી ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા.
૧૬-૧૦-૨૦૨૪
· ખાધ્યપદાર્થ વેચનારા જે સડેલા, બગડેલા,ભેળસેળવાળા નિમ્ન કક્ષાના, ખરાબ ક્વોલિટીના હોટેલોમાં કે કેટરરો માલ વેચતાં પકડાયેલા છે. એની માહિતી જાહેર કરો. પકડાયેલાના નામ વેબસાઇટ પર મૂકો. જેથી લોકો ચેતે અને ચોરો ડરે..
નકલી, ભેળસેળ અને નશાનું ગેટવે ભાજપા મોડલ થી ગુજરાતના ૬.૫ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. ફૂડ સેફ્ટીની તપાસના નામે વાહવાહી કરનાર ભાજપા શાસકો માનવજીન્દગી સાથે ચેડા થવા દઈને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યાના સનસનીખેજ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તહેવારના સમય હોય કે સામાન્ય તમામ દિવસોમાં ભેળસેળનું ભાજપા મોડલ થી નાગરિકોના જીવન સાથે રમત રમાઈ રહી છે. ભેળસેળ વાળું લાખો રૂપિયાનું ઘી, પનીર, માવા, તેલમાં મોટાપાયે મિલાવટ, મરચું, હળદર, જીરું, વરિયાળી સહીતના મસાલામાં જોખમી ભેળસેળની ગંભીર બાબતો છતાં રાજ્ય સરકારમાં ગંભીરતા દેખાતી નથી. કેન્દ્રની કોંગ્રેસ સરકારે વર્ષ ૨૦૦૬માં ફૂડ સેફ્ટી કાયદો લાવ્યા જેનો ભાજપે તે કાયદાના લીરે લીરા ઉડાડી દીધા છે અને ભેળસેળ, મિલાવટ કરનારા તત્વોને છુટો દોર આપી દીધો છે. ભાજપ સરકાર ભેળસેળિયાઓને છાવરીને આરોગ્યને નુકસાન પહોંચાડી રહી છે. જીવણ રક્ષક દવાઓમાં પણ મોટાપાયે મિલાવટ – ભેળસેળ જોવા મળી રહી છે. ખાધ્યપદાર્થ વેચનારા જે સડેલા, બગડેલા,ભેળસેળવાળા નિમ્ન કક્ષાના, ખરાબ ક્વોલિટીના હોટેલોમાં કે કેટરરો માલ વેચતાં પકડાયેલા છે.એની માહિતી જાહેર કરો. પકડાયેલાના નામ વેબસાઇટ પર મૂકો. જેથી લોકો ચેતે અને ચોરો ડરે.. રાજ્યમાં આઠ મહાનગરોમાં છેલ્લા ૧૫ વર્ષમાં ખાદ્યપદાર્થો અંગેના ૩૫૦૦ કેસોમાંથી માત્ર ૩૫૦ કેસનો જ નિકાલ ! ભેળસેળ કરનારા તત્વોને સજા સાવ સામાન્ય જેથી ડર નથી.
કોર્પો.ના ફૂડઅને સેફટી ડિપાર્ટમેંટમાં થતી કામગીરીની ચોકાવનારી વિગતો જે આશ્ચર્યજનક છે! અને જયારે શહેરમાં દિવાળીના તહેવારમાં વિવિધ પ્રકારના નાસ્તા,ફરસાણ,નાસ્તા,મીઠાઇ સહિતની હજારો દુકાનોમાં હોટેલોમાં કે કેટરરો અને વિવિધ ફૂડ ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે.અને આખાનગી દુકાનદારો ઉતરતી કક્ષાનો માલ,ભેળસેળવાળો માલ,સડેલો માલ અને ખૂબ જૂનો માલ વાપરે છે. અને તે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે.
આ ખરાબ મિઠાઈઓ/નાસ્તાઓબનાવતા અમુક વેપારીઓને આ સ્વાસ્થય સાથે ચેડાં કરતાં રોકવા અને પકડવા માટે મ્યુનિ.કોર્પો.માં આરોગ્ય ડિપાર્ટમેંટ દરોડો પડે છે. અને ખાધ પદાર્થોના નમૂના એકઠા કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં તપાસ અર્થે / ટેસ્ટિંગ માટે મોકલે છે. હવે આશ્ચર્યજનક વાત એ છે કે, જે ખાધ પદાર્થ ખોરાક/મીઠાઇ/ફરસાણનું સેમ્પલ આજે લીધું તેનો ટેસ્ટિંગ રિપોર્ટ ૧૪ થી ૧૫ દિવસે આવે છે. ત્યારે એ મીઠાઇ/ફરસાણ ત્યાં સુધીમાં તો દુકાનદારે લોકોને વેચી દીધું હશે. અને લોકો ખાઈ ગયા હોય અને ૧૫-દિવસ પછી એ સેમ્પલ ફેઇલ થયું કે અસલામત થાય તો કોર્પો.મ્યુનિ.કોર્ટમાં ફરિયાદ કરે છે. અને ચુકાદાની રાહ જુએ છે. હવે એ મીઠાઇ/ ફરસાણ લોકો તો ખાઈ ગયા હોય પછી શું કામનું ? આ તો ગુજરાતની પ્રજા સાથે ક્રૂર મશ્કરી છે.
રાજ્યના આઠ મહાનગરોના ૨ કરોડ નાગરિકો માટે ૩૦૦ ફૂડ ઇન્સ્પેક્ટરોની જરૂરિયાત સામે માત્ર ૩૫ જ સેફ્ટી ઇન્સ્પેકારો ફરજ બજાવે છે. જયરે ૭૦ લાખની વસતી ધરાવતા અમદાવાદ શહેરમાં ૪૮ વોર્ડ વચ્ચે ફક્ત ૧૬ ફૂડ સેફ્ટી ઓફિસર છે, જેના કારણે ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને વેપારીઓ જનઆરોગ્યને નેવે મૂકીને ફક્ત નફો ન રળે તેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની ગયું છે. વળી શહેરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હિલ એટલે કે હરતી ફરતી લેબોરેટરી મેગાસિટી અમદાવાદમાં ફક્ત એક જ સાથે સમગ્ર રાજ્યમાં માત્ર ૪ છે. જેની કામગીરી પણ ના બરાબર જ છે. શહેરમાં ઝાડા-ઊલટીના અને ફૂડ પોઈઝનિંગના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે દિશામાં તંત્રએ ધ્યાન આપવું જરૂરી છે.
ફૂડના ત્રણ પ્રકારના કેસો કરવામાં આવે છે જેમાં પેકેટના મિસ બાન્ડના, સબસ્ટાન્ડર્ડના આ બંને પ્રકારના કેસો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમજ રાજ્ય સરકારના ફૂડ ઓફિસર દ્વારા એડિશનલ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ કેસના નિકાલમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જ્યારે અનસેફ પ્રકારના કેસ કોર્ટમાં કરાય છે. શહેરમાંથી દર વર્ષે લગભગ અનસેફના ફક્ત ૧૫થી ૨૦ કેસ જ કોર્ટમાં દાખલ કરાય છે.
જે દુકાનમાંથી શંકાસ્પદ ખાધપદાર્થના સેમ્પલ લીધા હોય તેનું સ્થળ, લોકેશન, કોર્પો.ની વેવસાઇટ આવે અને તે દુકાનથી માલ ન ખરીદે અને બીમાર અને મોતના મુખમાંથી બચે. સાથે દુકાનદાર બદનામ થાય તો તેની દુકાનમાંથી માં કોઈ ન ખરીદે જેથી તે પણ ડરે. ખાધ પદાર્થોના સેમ્પલના ટેસ્ટિંગ જે 15 દિવસે આવે છે સરકારે તેના પરિણામ ૪૮ કલાકની અંદર આવે તેવી ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવી જોઈએ. અત્યારે કોઈપણ પ્રકારની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. અને આ દુકાનદારોને બચાવવાનું ભ્રષ્ટ કામ કોર્પો. ના સત્તાવાળાઑ કરી રહ્યા છે. કોર્પો.ના આરોગ્ય વિભાગ દ્વારા 24 ક્લાકની હેલ્પ લાઇન ઊભી કરવી જોઈએ. જેથી લોકો ફરિયાદ કરે તો તાત્કાલિક સેમ્પલ ક્લેક્ટ થાય, અત્યારે તો સિસ્ટમ એવી છે કે આજે નાગરિક ફરિયાદ કરે અને કોર્પોરેશનવાળા બીજા દિવસે સેમ્પલ ક્લેક્ટ કરે અને વેપારીને પણ જાણ થાય જેથી વેપારી ચેતી જાય અને ખરાબ માલ સંતાડી દે. જેથી ખરાબ માલ વેચતા દુકાનદારોને ન પકડી શકાય.
તા.૦૪.૦૮.૨૦૨૪
• સમગ્ર દેશમાં ભુગર્ભ જળની ચિંતાજનક સ્થિતિ માટે કેન્દ્ર સરકારે કાયદાની ભલામણ છતાં ભૂગર્ભ જળ અંગે ૧૮ વર્ષ વીતી ગયા છતાં ગુજરાતમાં ભાજપ સરકારે કાયદો બનાવ્યો નથી.
• ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના ‘સ્કેમ’ કરતી ભાજપ સરકાર હવે ટ્યુબવેલ રીચાર્જના નામે નવી સ્કીમ જાહેર કરી છે.
સમગ્ર દેશમાં ભુગર્ભ જળની ચિંતાજનક સ્થિતિ માટે કેન્દ્ર સરકારે કાયદાની ભલામણ છતાં ભૂગર્ભ જળ અંગે ૧૮ વર્ષ વીતી ગયા છતાં ગુજરાતમાં ભાજપ સરકારે કાયદો બનાવ્યો નથી.ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના ‘સ્કેમ’ કરતી ભાજપ સરકાર હવે ટ્યુબવેલ રીચાર્જના નામે નવી સ્કીમ જાહેર કરી છે. ત્યારે ભાજપ સરકારમાં પાણીના નામે થઇ રહેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે, ભૂગર્ભ જળ (ગ્રાઉન્ડ વોટર) સતત ઘટી રહ્યું છે, તેમ છતાં કેન્દ્ર સરકારે ૨૦૦૫માં બનાવેલું ગ્રાઉન્ડ વોટર મોડેલ બિલનો ગુજરાત સરકાર ૧૮ વર્ષ જેટલો સમય થયો છતાં તે અંગે નક્કર કામગીરી કરી નથી. ભારત સરકારે ભૂગર્ભજળ ગ્રાઉન્ડ વોટર અંગે મોડેલ બિલ ૨૦૦૫ બનાવ્યું હતું. તમામ રાજ્યોને અમલ કરવા સંસદ તથા અદાલતો દ્વારા વારંવાર આદેશ- નિર્દેશ આપવામાં આવ્યા છે તેમ છતાં ગુજરાત સરકાર આ અંગે હજુ ગંભીરતા દાખવી કાયદો પસાર કર્યો નથી.જ્યારે મોડલ બીલની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ મુજબ મોટા ૧૬ રાજ્યોમાં આ અંગે કાયદો બનાવી દેવામાં આવ્યો છે અને અમલની દિશામાં પગલા ભર્યા છે. તે ૧૬ રાજ્યોમાં કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, હિમાચલ પ્રદેશ, ગોવા તેલંગાના અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ડિસેમ્બર ૨૦૨૩માં જળ શક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે ૧૫ રાજ્યો, છ કેન્દ્રશાસિત પ્રદેશ મોડેલ બીલનો તેમની વિધાનસભામાં પસાર કરી કાયદો બનાવી અમલમાં મૂક્યો છે જોકે કમનસીબે તે યાદીમાં પણ ગુજરાત નથી.૨૦૧૮માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં પણ ભૂગર્ભ જળની ગંભીર સ્થિતિ અંગે ચિંતા કરતા ગુજરાત સરકારની ટીકા કરતાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે કાયદો અમલમાં મૂક્યો નથી. જોકે તે જ સમયગાળામાં સીપીસીબીના રિપોર્ટમાં ગુજરાત તેનું ૬૮ % ગ્રાઉન્ડ વોટર વાપરી ચૂક્યું છે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી અને આજે તેનાથી પણ ખરાબ સ્થિતિ છે.
દર ૫ વર્ષે પાણી અંગે કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર થાય તેવી નવી નવી સ્કીમ લાવી ભ્રષ્ટાચારના વધુ દરવાજા મોકળા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પાણીના નામે માત્ર વાતો કરે છે. પહેલા ખેત તલાવડી અને થોડા વર્ષો અગાઉ સુજલામ સુફલામ અને હવે બોરવેલ રિચાર્જની ભ્રષ્ટાચારની સ્કીમ લાવી રહી છે ખરેખર તો દેશના ૧૫ રાજ્યોએ ગ્રાઉન્ડ વોટર વધે તે દિશામાં કાયદો ઘડ્યો છે જોકે તેમાં ગુજરાતનો સમાવેશ નથી. શા માટે ભુગર્ભ જળ અંગે ગુજરાત સરકાર પાણીમાં બેસી ગઈ છે? કરોડો રૂપિયાની માટી ચોરી અને કોન્ટ્રાક્ટર-મળતીયાઓને ફાયદા થાય તેવી ભાજપ સરકાર સ્કીમો મૂકે છે. તેમાં અગાઉના તળાવ ઊંડા કરવાના નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર ભુલાવવા નવી સ્કીમ લોન્ચ કરે છે. સુજલામ સુફલામ સ્કીમ લાવ્યા તેમાં માટી ચોરી બધાને મજા મજા પડી જાય તેવા કામો કરાવ્યા અને હવે બોરવેલ રિચાર્જ પાછળ કરોડો ખર્ચવાની ગણતરી થઈ રહી છે તો જૂનો ભ્રષ્ટાચાર ભુલાવી નવી રીત અમલમાં મૂકે છે પરંતુ ગ્રાઉન્ડ વોટર પર કાયદાનો અમલની દિશામાં નક્કર કંઈ થયું નથી. રાજ્યમાં સુજલામ સુફલામ યોજના વર્ષ ૨૦૧૮માં શરુ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરીને જળ સંગ્રહની ક્ષમતામાં ૮૬૧૯૬ લાખ ઘન ફૂટનો વધારો થયાનો દાવો કરતી ભાજપ સરકાર જણાવે કે આટલા મોટા ખોદકામ બાદ કરોડો રૂપિયાની માટીનું શું થયું?
* કેન્દ્ર સરકાર ના કલ્ચર અને ટુરિઝમ મંત્રાલય ની યોજના નો લાભ ગુજરાત ના એક પણ તીર્થધામ ને ના મળ્યો.
* ગુજરાત ના પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ આવતા ૩૪૮ તીર્થધામો સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અપાતી કરોડો ની ગ્રાન્ટ થી વંચિત.
* દેશ ના ૨૦ થી વધુ રાજ્યો ના તીર્થસ્થાન આ યોજના ની સહાય થી વંચિત.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે જે ભાજપા ની કેન્દ્ર સરકાર ધર્મ ના નામે રાજનીતિ કરવાનું ક્યારેય છોડતી ના હોય ત્યારે તેમનો અસલી ચેહરો રાજ્યસભા ના જવાબ માં સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર ના કલ્ચર અને ટુરિઝમ મંત્રાલય દ્વારા દેશ ના પવિત્ર મંદિરો માં સાંસ્કૃતિક પ્રવુત્તિ માટે ખાસ પ્રકાર ની કરોડો રૂપિયા ની આર્થિક ગ્રાન્ટ આપવા માં આવે છે ત્યારે ગુજરાત ના તીર્થસ્થાનો એક પણ રૂપિયો ફળવાયો નથી. કેન્દ્ર સરકાર ના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા રાજ્યસભા ના એક સવાલ ના જવાબ માં જણાવે છે કે છેલ્લા ૫ વર્ષ માં ૬ રાજ્ય ના માત્ર ૧૨ જ મંદિરો ને આ લાભ મળ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ ૩૪૮ જેટલા તીર્થસ્થાનો ગુજરાત માં આવેલ છે તેમાં થી એક પણ તીર્થસ્થાન આ યોજના માં સહાય મળેલ નથી. ગુજરાત રાજ્ય માં સોમનાથ, દ્વારકા જેવા મોટા તીર્થસ્થાનો, અંબાજી અને પાવાગઢ જેવા શક્તિપીઠો હોવા છતાં આ યોજના ની સહાય મળેલ નથી. કેન્દ્ર ના કલ્ચર અને ટુરિઝમ મંત્રાલય દ્વારા ” financial assistance for allied cultural activity” ના હેડ હેઠળ ૧૨ મંદિરો ને ૯,૨૩૦૭,૬૪૯ રૂપિયા ફળવાયા છે. આ યોજના માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ – કાશ્મીર અને હરિયાણા ના ૧૨ મંદિરો ને લાભ મળે છે, જ્યારે ૨૦ થી વધુ રાજ્યો ના તીર્થસ્થાનો ને આ યોજના ની સહાય નથી મળતી. આ યોજના હેઠળ ઇન્ડોર- આઉટડોર રોજબરોજ અને તહેવારોમાં લોક કલાકારો ને તીર્થસ્થાનો માં સ્થાનિક રોજગારી મળી શકે છે પણ ગુજરાત ના લોકો આ લાભ થી વંચિત રહ્યા છે. ૧૨ મંદિરો માં ૫૪ લાખ થી ૯૦ લાખ સુધી ની સહાય મળેલ છે ત્યારે ગુજરાત ના મંદિરો ને એક રૂપિયો પણ ફલવાયો નથી. ભાજપા સરકાર ધર્મ ના નામે રાજનીતિ કરે, મત મેળવવા ના પ્રયાસ કરે પણ જ્યારે તીર્થસ્થાનો માટે કામ કરવાની વાત આવે ત્યાં નિષ્ફળ પુરવાર થાય છે. ગુજરાત ૧૫૦૦ ઉપર ના મંદિરો ને દબાણ ગણાવી ને નોટિસ આપી શકે પણ કેન્દ્ર સરકાર ની યોજના નો લાભ ગુજરાત ના મંદિરો દેવસ્થાનો ને ના આપવી શકે. કેન્દ્ર ની ભાજપ સરકાર જોડે માંગ છે કે ગુજરાત ના પવિત્ર યાત્રાધામો માં આ
૩૧-૦૭-૨૦૨૪
· ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક
· 5,000 કરોડથી વધુના વ્યવહારો અટકાયા
· ગુજરાત સરકાર ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે તેવી બાહેધારી આપે અને જલ્દીથી સ્થિતિ યથાવત કરે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદી જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટો સાઇબર એટેક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વર ની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ અને જવાબદારોને દંડવા જોઈએ જેથી ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર રહે.
ગ્રાહકો બેંકોમાં આ બાબતે ફરિયાદ કરે છે તો કોઈ સંતોષકારક જવાબ મહતો નથી, ઉપરોક્ત બાબતે ખૂબ જ ગંભીર હોવાથી ભારત સરકારના નાણા વિભાગ એ અને રિઝર્વ બેન્કે પણ પગલા લેવા જરૂરી થઈ ગયા છે
૧.૧૦.૨૦૨૩ *મોસાળે મા પીરસનારી હોય તેમ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતને નાણાં ફાળવણીમાં ઠેંગો કેમ?: સંસદમાં રજુ થયેલ સ્વચ્છ ભારત મિશનના આંકડાઓ જ વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી* *શહેરી વિસ્તારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવેલ ૨૭૫૩.૦૫ કરોડમાંથી માત્ર ૨૫.૩૧ કરોડ એટલે કે એક ટકાથી પણ ઓછી રકમ ખર્ચ કરવામાં આવી; વર્ષ ૨૦૧૯, ૨૦૨૧,૨૦૨૨ એમ ત્રણ વર્ષમાં એક પણ રૂપિયો સ્વચ્છતા અભિયાન માટે ફળવાયો-ખર્ચાયો નહિ* *સ્વચ્છતાના પ્રણેતા’-સફાઈ કર્મચારીઓ માટે આજે પણ સુવિધા અને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી: પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપની નિયત મેલી* સ્વચ્છતા સેઝના નામે ૧૩૫ કરોડ જનતાના ખિસ્સામાંથી લુટી લેતી ભાજપ સરકાર સત્યના પુજારી ગાંધીજીના જન્મદિવસએ સાચું બોલે કે સ્વચ્છતાના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયા કયા ગયા? ‘સ્વચ્છ ભારત મિશન’ના નામે નીતનવા ગતકડા કરી માત્ર ફોટો ફેશન કરતી ભાજપ સરકારની કથની અને કરણી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆત ભારત સરકાર દ્વારા પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન વર્ષ ૧૯૫૪માં થઇ હતી. ગુજરાતીમાં એક કહેવત છે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ગંદકી ત્યાં માંદગી’ પરતું ભાજપ સરકારના રાજમાં ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગ જોવા મળે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપની નિયત મેલી છે. સંસદમાં રજુ થયેલ જ સ્વચ્છ ભારત મિશનના આંકડાઓએ જ ભાજપ સરકારની પોલખોલી નાખી. ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ સુધીમાં ફાળવવામાં આવેલ ૧૮૪૫.૯૮ કરોડ રૂપિયામાંથી ૫૯૮.૮ કરોડ રૂપિયા જેટલી અધધ રકમ વણવાપરેલા પડી રહી. માત્ર બે વર્ષમાં ૬૭૯ કરોડ જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી. શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત ફાળવેલ કુલ ૨૭૫૩.૦૫ કરોડ રૂપિયામાંથી માત્ર ૯૫.૪૬ કરોડનું ફંડ રીલીઝ કરવામાં આવ્યું. વર્ષ ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨ એમ ત્રણ વર્ષમાં એક પણ રૂપિયો સ્વચ્છતા અભિયાન માટે ફળવાયો નહિ. ગ્રામ વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં વસ્તી ગીચતાને કારણે સ્વચ્છતાની વધુ જરુરુ પડે તેમ છતાં શહેરી વિસ્તારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બજેટમાં ફાળવેલ ૨૭૫૩.૦૫ કરોડમાંથી ૨૫.૩૧ કરોડ એટલે કે એક ટકાથી પણ ઓછી રકમ ખર્ચ કરવામાં આવી. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન’માં ફાળવેલ રૂપિયામાંથી ૭૫૪૭૯.૯૮ કરોડ જેટલા અધધ રૂપિયા ખર્ચાયા જ નહિ. આ જ દર્શાવે છે કે ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપ સરકારની કથની અને કરણી કેટલી જુદી છે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના દિવસે નીતનવા ગતકડા કરી માત્ર ફોટો ફેશન કરવામાં આવે છે. સ્વચ્છતાએ જીવન શૈલી છે. સતત પ્રક્રિયા છે. એક દિવસ પુરતું નહિ પરતું જેમને પોતાનું આખું જીવન સ્વચ્છતા માટે હોમી દીધું એવા ‘સ્વચ્છતાના પ્રણેતા’-સફાઈ કર્મચારીઓ માટે આજે પણ સુવિધા અને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. સફાઈ કર્મચારીની પરિસ્થતિ દયનીય છે, ત્રણ દાયકામાં માથે મેલું અને ગટર- સેપ્ટિક ટેંક સાફમાં સફાઈ કર્મચારીના મોતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવે છે. ગટર, સેપ્ટિક ટેંક સાફ, માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથા છે જે હજુ પણ મહાત્મા ગાંધીના ગુજરાતના વિવિધ ભાગોમાં એક યા બીજી રીતે ચાલુ છે. રાજ્યમાં ઠેર ઠેર અને ગંદગી અને કચરાના ઠગ જોવામાં મળે છે. શહેરો-ગામો તો સાફ ન થયા પરતું સરકારની ‘તિજોરી સાફ’ થઇ ગઈ છે. સફાઈ કર્મીઓની કાયમી ભરતી ન થાય છે તેમજ પુરતું વેતન પણ ન મળે છે. મોસાળે મા પીરસનારી હોય તેમ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતને નાણાં ફાળવણીમાં ઠેંગો કેમ? સ્વચ્છતા સેઝના નામે ૧૩૫ કરોડ જનતાના ખિસ્સામાંથી લુટી લેતી ભાજપ સરકાર સત્યના પુજારી ગાંધીજીના જન્મદિવસએ સાચું બોલે કે સ્વચ્છતાના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયા કયા ગયા? કરોડો રૂપિયા ફાળવવાની ગુલબાંગો કરતી ભાજપ સરકાર પર સ્વચ્છ ભારત મિશનના કરોડો કેમ વણવપરાયેલા રહ્યા? આધુનિક સાધન સામગ્રીની ખરીદી અને સ્વચ્છતા મિશનમાં થતી ગોલમાલોની તપાસ કરવામાં આવે, મોટી મોટી જાહેરાતોને બદલે સફાઈ કર્મચારીને કાયમી કરી, પુરતું વેતન ચુકવવામાં આવે અને સ્વચ્છ ભારત મિશનમાં નાણાં ફાળવણીમાં ગુજરાતને અન્યાય બંધ કરવામ આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. ગુજરાત રાજ્યમાં ‘ સ્વચ્છ ભારત મિશન’ ગ્રામીણ અંતર્ગત ફાળવેલ નાણાં કરોડમાં વર્ષ ફાળવેલ રૂપિયા ઓપનીંગ બેલન્સ કુલ ફંડ ખર્ચ વણવપરાયેલ નાણાં ૨૦૧૯ ૧૬૪.૪૫ ૪૫૪.૩૧ ૬૧૮.૭૬ ૬૯૮.૯૬ ૨૦૨૦ ૪૯૯.૨ ૧૯૨.૨૩ ૬૯૧.૪૩ ૩૪૧.૬૯ ૩૪૯.૭૪ ૨૦૨૧ ૩૪૨.૭૩ ૨૦૨.૦૬ ૫૪૪.૭૯ ૨૧૫.૫૩ ૩૨૯.૨૬ ૧૮૫૪.૯૮ ૧૨૫૬.૧૮ ૬૭૯ ગુજરાત રાજ્યમાં ‘ સ્વચ્છ ભારત મિશન’ શહેરી અંતર્ગત ફાળવેલ નાણાં કરોડમાં વર્ષ સ્વચ્છ ભારત મિશનમાં ફાળવેલ નાણાં સ્વચ્છ ભારત મિશન ૨.૦માં ફાળવેલ નાણાં રીલીઝ કરેલ ફંડ ખર્ચ વણવપરાયેલ નાણાં ૨૦૧૯-૨૦ ૮૩૪.૧૫ ૧૯૧૮.૯૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૨૦૨૦-૨૧ ૨૫.૩૧ ૨૫.૩૧ ૦.૦૦ ૨૦૨૧-૨૨ ૭૦.૧૫ ૦.૦૦ ૭૦.૧૫ ૨૦૨૨-૨૩ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ કુલ ફાળવેલ નાણાં : ૨૭૫૩.૦૫ ૯૫.૪૬ ૨૫.૩૧ ૭૦.૧૫ દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન’માં ફાળવેલ અને વપરાયેલ રકમ. કરોડમાં ક્રમ સ્વચ્છતા અભિયાન ફાળવેલ ફંડ ખર્ચ વણવપરાયેલ નાણાં ૧ ગ્રામીણ (૨૦૧૯-૨૦૨૨) ૫૬૧૬૫.૬૮ ૨૫૭૦૦.૯૨ ૩૦૪૬૪.૭૬ ૨. શહેરી (૨૦૧૯-૨૦૨૩) ૪૬૧૨૧.૪૬ ૧૧૦૬.૨૪ ૪૫૦૧૫.૨૨ કુલ ૧૦૨૨૮૭.૧૪ ૨૬૮૦૭.૧૬ ૭૫૪૭૯.૯૮ હિરેન બેંકર પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ ૯૭૨૩૫૫૦૩૫૫
૧૬/૭/૨૦૨૩
* પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓ ના આંકડા માં ગુજરાત દેશ માં બીજા ક્રમે
* લોકસભા માં અપાયેલી વિગત મુજબ ગુજરાત માં ૪૬૦૫ ફેક્ટરી સરકાર ના પર્યાવરણ ના નિયમો ને અનુસરતી નથી.
* જળ , વાયુ ધરતી સહિત મોટા પ્રમાણ માં ગુજરાત પ્રદૂષિત થઈ રહ્યું છે તે માટે જવાબદાર કોણ?
* ગુજરાત સરકારે માત્ર ૪ ફેક્ટરી ઉપર કાયદાકીય પગલાં લીધા છે, ૯૬૫ ફેક્ટરી ઉપર શું પગલાં લેવા તે હજી નક્કી નથી કરી શક્યા.
* ગુજરાત ની સાબરમતી ભાદર જેવી અનેક નદીઓ પ્રદૂષણ થી ગંભીર રીતે પ્રભાવિત છે. પ્રદૂષણ થી લોકો ને ગંભીર બીમારીઓ થઈ શકે છે.
આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું કે ગુજરાત રાજ્ય ની સરકાર પ્રદૂષણ ને ડામવા માં નિષ્ફળ રહી છે. લોકસભા માં પુછાયેલ સવાલ ના જવાબ માં કેન્દ્ર ના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ ની વિગત આપી હતી. ગુજરાત રાજ્ય માં ૩૩,૪૮૬ રજિસ્ટર્ડ ફેક્ટરિયો પૈકી ૪૬૦૫ ફેક્ટરી સરકાર ના પર્યાવરણ ના ધારા ધોરણ ને અનુસરતી નથી. ગુજરાત રાજ્ય માં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી ના આંકડાઓ માં ગુજરાત દેશ માં બીજા ક્રમે છે. સમગ્ર દેશ માં ૨૮,૧૬૬ રજિસ્ટર્ડ ફેક્ટરી પર્યાવરણ ના ધારા ધોરણ ને અનુસરતી નથી. ગુજરાત રાજ્ય માં ૪ ફેક્ટરી ની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી છે. ૩૧૩ ફેક્ટરી ને કલોસર ના આદેશ આપવા માં આવ્યા છે. શું ખરેખર આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી બંધ થઈ છે ખરી? ૩૩૨૩ ફેક્ટરી ને શો કોઝ નોટિસ આપવા માં આવી છે. ૯૬૫ ફેક્ટરી ઉપર હજી સુધી શું પગલાં લેવાશે તે બાબતે નિર્ણય નથી લઈ શક્યા.શું નોટિસ થી પરિણામ મળશે ખરી?૯૬૫ ફેક્ટરી ને ‘એક્શન અંડર પ્રોસેસ ‘ ના નામે શું બચાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે? શું આ તમામ ફેક્ટરી ગુજરાત ના લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે? પ્રદૂષણ ના લીધે લોકો ના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે.
ગુજરાત ની સાબરમતી, ભાદર જેવી અનેક નદીઓ દેશ ની અતિ પ્રદુષિત નદીઓ માં આવે છે. હાઇકોર્ટ એ પ્રદૂષણ ઉપર ઘણી વાર ટકોર કરી છે. પ્રદૂષણ ફેલાવતી દરેક ફેક્ટરી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કડક પગલાં લઈ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જે પ્રદૂષણ ફેલાવતા એકમો છે, જેમના ઉપર કોઈ કાર્યવાહી કરવા માં નથી આવી તેમનો નિર્ણય સરકાર ત્વરિત એ લેવો જોઈએ તેવી માંગ કરીએ છીએ. ગુજરાત ના જળ વાયુ જંગલ જમીન નું રક્ષણ કરવું આપણા સહુ ની જવાબદારી છે. સરકાર ની પર્યાવરણ પ્રત્યે ની ઉદાસીનતા લોકસભા ની વિગત થી ઉડી ને આંખે વળગે તેવી છે. સરકાર પ્રદૂષણ ફેલાવતી ઉપર રહેમ નજર કેમ રાખે છે તે સવાલ ઊભો થાય છે. સરકાર ના પ્રદૂષણ બોર્ડ દ્વારા દાખલા રૂપ કાયદેસર કાર્યવાહી કરવા થી કોણ રોકી રહ્યું છે? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પ્રદૂષણ ફેલાવતા એકમો માં શું સાંઠગાંઠ છે?
ગુજરાત માં રજિસ્ટર્ડ ફેક્ટરી
૩૩,૪૮૬ ફેક્ટરી
સરકાર ના પર્યાવરણ ના ધારા ધોરણ ને અનુસરણ ના કરતી ફેક્ટરી
૪૬૦૫ ફેક્ટરી
શો કોઝ નોટિસ
૩૩૨૩ ફેક્ટરી
કલોસર આદેશ
૩૧૩ ફેક્ટરી
કાયદેસર કાર્યવાહી
૪ ફેક્ટરી
એક્શન અંડર પ્રોસેસ ના નામે કાર્યવાહી ઉપર કોઈ નિર્ણય નહીં
૯૬૫ ફેક્ટરી
ભારત ના દરિયા કિનારે ચક્રવાત નો બદલાયો રહ્યો છે ટ્રેન્ડ, અરબી સમુદ્ર બની રહ્યો છે વાવાઝોડાં નો હોટસ્પોટ.
· અરબી સમુદ્ર માં બે દશક માં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો.
· વર્ષ ૧૯૭૫- ૨૦૦૦ સુધી માં ૭ જેટલા મુખ્ય ચક્રવાત પ્રવુત્તિ જોવા મળી હતી,જ્યારે વર્ષ ૨૦૦૧-૨૦૨૩ વચ્ચે ૨૦ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન જેવી પ્રવુત્તિ જોવા મળી છેઃ પ્રતિ વર્ષ સરેરાશ ૧૦.૧ મિલીડિગ્રી વધી રહ્યું છે દરિયાઈ સપાટી નું તાપમાન જેથી વધી રહ્યાં છે ચક્રાવાતો
· સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએ.
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા એ જણાવ્યું હતું જ્યારે બિપરજોય નામ નું વાવાઝોડાં ગુજરાત ના દરિયાકિનારે દસ્તક આપી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી અરબી સમુદ્ર ચક્રવાતો નું હોટસ્પોટ બની રહ્યું છે. ભારત ની આજુબાજુ ના દરિયાઈ કિનારા નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સામાન્ય રીતે બંગાળ ની ખાડી માં વધુ ચક્રવાતો જોવા મળતા હતા. બંગાળ ની ખાડી માં અરબી સમુદ્ર કરતા વધુ ઉષ્ણતા જોવા મળતી હતી. રિસર્ચ મુજબ છેલ્લા બે દશક માં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો થયો છે, જ્યારે વાવાઝોડાં ના સમયગાળા માં ૮૦% નો વધારો અને તીવ્રતા માં ૨૦ થી ૪૦% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે બંગાળ ની ખાડી માં વાવાઝોડાં માં ૮ % નો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૧૯૭૫-૨૦૦૦ ની વચ્ચે ૭ જેટલી મુખ્ય ચક્રવાતી પ્રવુત્તિ જોવા મળી જેની સામે ૨૦૨૧- ૨૦૨૩ સુધી માં ૨૦ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન ની પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો છે. અલગ અલગ નિષ્ણાતો ના મત મુજબ દરિયાઈ સપાટી ના તાપમાન માં વધારા થી વધી રહ્યા છે વાવાઝોડાં, સરેરાશ વર્ષે ૧૦.૧ મિલી ડિગ્રી દરિયાઈ સપાટી ના તાપમાન માં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા વાવાઝોડાં ચિંતાજનક છે, જે વાર્ષિક પ્રવૃત્તિ બની ગઈ હોય તેમ લાગે છે. વર્ષ ૨૦૧૪- ‘નિલોફર’, ૨૦૧૫-‘ચાપલા’ અને ‘મેઘ’, ૨૦૧૯-‘વાયુ’, ‘ફાની’, ૨૦૨૦-‘નિસર્ગ’, ૨૦૨૧-‘તોક્તે’ અને ૨૦૨૩ માં ‘બીપરજોય’ જેવા વાવાઝોડાંનો સામનો કરવો પડ્યો છે. દરિયાઈ સપાટી ના તાપમાન માં એક થી બે ડિગ્રી નો વધારા થી વાવાઝોડાં ના આવર્તન માં વધારો જોવા મળે છે. વર્ષ ૨૦૧૯ માં અરબી સમુદ્ર માં ૫ અને વર્ષ ૨૦૨૦ માં ૨ વાવાઝોડાં જોવા મળ્યા છે. ગુજરાત રાજ્ય માં ૧૪ જેટલા જિલ્લા વાવાઝોડાંઓ માટે અત્યંત સંવેદનશીલ જિલ્લા છે. સરકાર અને પર્યાવરણ વિભાગે આવનારા સમય માં ચિંતા કરવી જોઈએ સાથે મૌસમ વિજ્ઞાનિક, સમુદ્રી નિષ્ણાત, પર્યાવરણવિદ અને પ્રકૃતિ પ્રેમીઓ જોડે સંવાદ સ્થાપી અને નક્કર પગલાં લેવા જોઈએ. ગ્લોબલ વોર્મિંગ ની સામે પર્યાવરણ નું જતન કરવું આપણા સહુ ની જવાબદારી છે, જે આપણે સહુ સાથે સ્વીકારીએ. પર્યાવરણ ને દંડવા નો પ્રયત્ન કરશું તો કુદરત છોડશે નહિ, અને પરિણામ ગંભીર થઈ શકે. આપણે સહુ એ પર્યાવરણ ના દરેક ભાગ ના સંવર્ધન અને જતન માટે ચિંતા કરવી પડશે.
મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૧૯૭૫ – ૨૦૦૦
ક્રમ
લેન્ડફોલ તારીખ
લેન્ડફોલ થનાર અને અસરગ્રસ્ત વિસ્તારનું નામ
1.
૨૨ ઓક્ટોબર ૧૯૭૫
પોરબંદર
2.
૩ જુન ૧૯૭૬
સૌરાષ્ટ્ર
3.
૮ નવેમ્બર ૧૯૮૨
વેરાવળ
4.
૧ નવેમ્બર ૧૯૮૯
વેરાવળ અને પોરબંદર
5.
૧૮ જુન ૧૯૯૨
દિવ
6.
૯ જુન ૧૯૯૮
પોરબંદર
7.
૨૦ મે ૧૯૯૯
કચ્છ
મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૨૦૦૧ – ૨૦૧૯
વર્ષ
પ્રવૃત્તિનો સમયગાળો
વર્ગીકરણ
અસરગ્રસ્ત વિસ્તાર
૨૦૦૧
૨૧-૨૯ મે
અતિ ગંભીર ચક્રાવાતી તોફાન
કંડલા, કોસંબા, જામનગર, વલસાડ
૭-૧૩ ઓક્ટોબર
ચક્રાવાતી તોફાન
દક્ષિણ ગુજરાત
૨૦૦૪
૩૦ સપ્ટેમ્બર -૧૦ ઓક્ટોબર
ગંભીર ચક્રાવાતી તોફાન
પોરબંદર
૨૦૦૫
૨૧-૨૨ જુન
ડીપ્રેશન
પશ્ચિમ ગુજરાત
૧૪-૧૬ સપ્ટેમ્બર
ડીપ્રેશન
પશ્ચિમ ગુજરાત
૨૦૦૬
૨૧-૨૪ સપ્ટેમ્બર
ગંભીર ચક્રાવાતી તોફાન
પોરબંદર, રાજકોટ
૨૦૦૮
૨૩-૨૪ જુન
ડીપ્રેશન
દિવ
૨૦૧૦
૩૦ મે – ૭ જુન
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા
૨૦૧૧
૧૧-૧૨ જુન
ડીપ્રેશન
ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, તલાલા, ઉપલેટા
૨૦૧૪
૧૦-૧૪ જુન
ચક્રાવાતી તોફાન
દક્ષિણ ગુજરાત
૨૫-૩૧ ઓક્ટોબર
અતી ગંભીર ચક્રાવાતી તોફાન
કચ્છ, સૌરાષ્ટ્ર
૨૦૧૫
૨૨-૨૪ જુન
ડીપ્રેશન
ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ
૨૦૧૬
૨૭-૨૯ જુન
ડીપ્રેશન
પશ્ચિમ ગુજરાત
૨૦૧૭
૨૯ નવેમ્બર-૬ ડીસેમ્બર
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
સુરત, દહાણુ
૨૦૧૯
૧૦-૧૭ જુન
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ
૩૦ સપ્ટેમ્બર-૧ ઓક્ટોબર
ડીપ્રેશન
કંડલા (કચ્છ)
૨૨-૨૫ ડીસેમ્બર
ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન
દક્ષિણ ગુજરાત
૩૦ ઓક્ટોબર-૭ નવેમ્બર
અતી ગંભીર ચક્રાવાતી તોફાન
દિવ
વર્ષ
ચક્રાવાતનું નામ
વાવાઝોડાના લીધે અતિ સંવેદનશીલ જીલ્લાઓ
૨૦૦૪
ઓનીલ
જુનાગઢ
સુરત
૨૦૦૬
મડકા (Mudka)
અમદાવાદ
ભરૂચ
૨૦૧૦
ફેટ (Phet)
કચ્છ
વલસાડ
૨૦૧૪
નિલોફર
ભાવનગર
રાજકોટ
૨૦૧૫
ચપાલા અને મેઘ
જામનગર
પોરબંદર
૨૦૧૭
ઓછકી
આણંદ
મોરબી
૨૦૧૮
લુબાન
નવસારી
ગીર સોમનાથ
૨૦૧૯
વાયુ અને ફાની
૨૦૨૦
નીસર્ગ
૨૦૨૧
તોકતે
૨૦૨૩
બીપરજોય
4/6/2023
* ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભકામનાઓ
* ગ્લોબલ ફોરેસ્ટ વોચ મુજબ , છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત એ ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ (Tree Cover) ગુમાવ્યું.
* નર્મદા અને ડાંગ જિલ્લા એ સૌથી વધુ વૃક્ષ આવરણ ગુમાવ્યું.
* ૯ હેક્ટર વૃક્ષ આવરણ આગ લાગવા થી , જ્યારે ૯૨ હેક્ટર માં વૃક્ષ આવરણ અન્ય કારણો થી ઘટયું છે.
* ૨૩ મે ૨૦૨૩ થી ૩૦ મે ૨૦૨૩ ની વચ્ચે ગૂજરાત માં ૪૮૯ VIIRS ( visible infrared imaging radiometer suite) દ્વારા ફાયર એલર્ટ ની નોંધ થયી છે.
* ૧ જૂન ૨૦૨૦ થી ૨૯ મે ૨૦૨૩ ની વચ્ચે ૧૫,૯૬૮ ફાયર એલર્ટ મળ્યા છે.
* વર્ષ ૨૦૨૨ માં ૮૦૦૦ હેક્ટર જમીન માં આગ ની ઘટના બની છે,જે ૨૦૨૧ માં ૭૬૦૦૦ હેક્ટર માં બની હતી.
* છેલ્લા ૪ અઠવાડિયા માં , જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી માં સૌથી વધુ જમીન માં આગ ના એલર્ટ મળ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ના રોજ સહુ ને શુભેચ્છાઓ સાથે પર્યાવરણ ને બચાવવા ની પણ નેમ લેવી પડશે. ગ્લોબલ ફોરેસ્ટ વોચ સંસ્થા મુજબ વર્ષ ૨૦૦૧ થી લઇ ને ૨૦૨૧ સુધી માં ગુજરાત એ ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું. આગ લાગવા થી ૯ હેક્ટર અને અન્ય કારણો થી ૯૨ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું. વિસિબલ ઇન્ફ્રારેડ એમજીંગ રેડિયોમીટર સ્યુટ ટેકનોલોજી (VIIRS)ના માધ્યમ થી ગ્લોબલ ફોરેસ્ટ વોચ વિશ્વ ના જંગલો ઉપર નજર રાખે છે. સંસ્થા ના સર્વે મુજબ નર્મદા અને ડાંગ એ સૌથી વધુ વૃક્ષો નું આવરણ ગુમાવ્યું છે.
સંસ્થા મુજબ ૧ જૂન ૨૦૨૦ થી લઇ ૨૯ મે ૨૦૨૩ ની વચ્ચે ગુજરાત માં ૧૫,૯૬૮ ફાયર એલર્ટ મળ્યા છે જેનો મતલબ થાય કે ગુજરાત ની ધરતી ઉપર આટલી આગ ની ઘટના ઘટી છે જેના લીધે વૃક્ષ આવરણ ને નુકશાન થયું છે. ૨૩ મે થી ૨૯ મે ૨૦૨૩ ના ૭ દિવસો માં ૪૮૯ ફાયર એલર્ટ ની ઘટનાઓ સામે આવી છે.વર્ષ ૨૦૨૨ માં ૮૦૦૦ હેક્ટર જમીન આગ નો ભોગ બની છે, જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૭૬૦૦૦ હેક્ટર જમીન આગ ની ચપેટ માં આવી છે. સંસ્થા ના સર્વે પ્રમાણે છેલ્લા ચાર અઠવાડિયા માં જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી માં સહુ થી વધુ ફાયર એલર્ટ મળ્યા છે. સર્વે મુજબ જે પ્રકારે એ વૃક્ષ આવરણ ઘટી રહ્યું છે તે ચિંતા ઉપજાવે તેમ છે. પર્યાવરણ નું જતન કરવું તે આપણા સહુ ની જવાબદારી છે. જે પ્રકારે મોટી સંખ્યા માં આગ ની ઘટનાઓ સામે આવી છે સરકારે પણ આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએ અને આગ લાગવા ના કારણો તપાસવા જોઈએ. ચાલો આપણે સહુ પર્યાવરણ ને બચાવવા પહેલ કરીએ અને વધુ વૃક્ષો વાવી પર્યાવરણ ના જતન માં સહભાગી બનીએ.
૧-૬-૨૦૨૩
• શું ગુજરાત માં મેડિકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ અને બીબીએ ભણવું વધારે મોંઘુ?
• પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા કરાઇ રહી છે ઉઘાડી લૂંટ, ઉઘરાવે છે વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી.
• શું સરકાર એ પ્રાઇવેટ યુનિવર્સિટી ને વિદ્યાર્થીઓ – વાલીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો છે?
• સરકાર તાત્કાલિક રિટાયર્ડ જજ ની દેખરેખ માં ફી નિયમન કમિટી નીમે તેવી ઉગ્ર માંગ.
• અલગ અલગ કોર્સ માં વાર્ષિક ૪.૨ લાખ રૂ સુધી ની ફી ઉઘરાવવા માં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ સરકાર માં બનેલ સરકારી કોલેજ ની એજ કોર્સ ની ફી વાર્ષિક ૨૧૯૦ રૂ
• ગુજરાત ની યુનિવર્સિટીઓ શિક્ષણ માં તો ટોપ યુનિવર્સિટી ક્લબ માં ભલે ના આવે પણ વિદ્યાર્થીઓ ને લૂંટવા માટે મિલિયન ફી ક્લબ માં જવાની ઘેલછા લાગી છે.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણ ના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછા માં શિક્ષણ ની ફી આસમાને પોહચાડી છે. ગુજરાત રાજ્ય માં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી ને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સ માં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે. ગુજરાત ની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણ માં ટોપ યુનિવર્સિટી ક્લબ માં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ ને લૂંટવા માં વન મિલિયન ફી ક્લબ માં જવા ની ઘેલછા છે.
ગુજરાત ની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએ ની ફી મેડિકલ ની ફી કરતા પણ મોંઘી. ગુજરાત ની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટી ના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સ ની ફી જોઈએ અને સરકાર ની કોલેજો ની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટી ના જે બિલ્ડિંગ માં સવારે બીકોમ માં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવા માં આવે છે, તે જ કેમ્પસ માં બપોરે ગુજરાત યુનિવર્સિટી ની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવા માં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમ માં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવા માં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંત નો પ્રચાર ભાજપ ના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે. કોંગ્રેસના શાસન માં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦ થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવા માં આવે છે. વિદ્યાર્થીનીઓ ને ટ્યુશન ફીસ પણ માફ કરવા માં આવી છે. વિદ્યાર્થીઓ ને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવા માં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટી ની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે.
પ્રાઈવેટ યુનિવર્સિટી બી.કોમ બી.એ. બી.બી.એ.
અમદાવાદ યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ) ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ) ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
નિરમા યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ) ૧૩,૬૮,૦૦૦ (ચાર વર્ષ) – ૧૯,૬૫,૦૦૦ (પાચ વર્ષ ઈન્ટીગ્રેટેડ)
કર્ણાવતિ યુનિવર્સિટી – ૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ) ૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ)
ઈન્ડસ યુનિવર્સિટી ૨,૦૦,૦૦૦ (ચાર વર્ષ) – ૨,૫૫,૦૦૦ (ત્રણ વર્ષ)
નોંધઃ ૧૦૮ યુનિવર્સિટી પૈકી ઉદાહરણ રૂપે માત્ર પાંચ મુકી છે. અન્ય ૧૦૩ પણ આજ રીતે મોંઘી ફી લઈને પ્રજાને લુટી રહી છે.
સરકારી યુનિવર્સિટી બી.કોમ બી.એ. બી.બી.એ.
ગુજરાત યુનિવર્સિટી ગર્વમેન્ટ અને ગ્રાન્ટ ઈન એઈડ છોકરા-૧૦,૦૪૦
છોકરીઓ-૫,૨૪૦
(ચાર વર્ષ) છોકરા-૮,૭૬૦
છોકરીઓ-૬,૯૬૦
(ચાર વર્ષ) –
ગુજરાત યુનિવર્સિટી સેલ્ફ ફાઈનાન્સ ૬૦,૦૦૦ (ચાર વર્ષ) ૮૪,૦૦૦ (ચાર વર્ષ) ૧,૦૪,૦૦૦ (ચાર વર્ષ)
ભાવનગર યુનિવર્સિટી ૯,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૧૭,૨૦૦ (એચ.પી.પી.) ૧૭,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૮૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ) ૮૦,૦૦૦ (ચાર વર્ષ)
એમ.એસ. યુનિવર્સિટી છોકરા-૩૦,૮૮૦
છોકરીઓ-૨૬,૪૮૦
(ચાર વર્ષ) છોકરા-૩૧,૨૮૦
છોકરીઓ-૨૭,૨૮૦
(ચાર વર્ષ) ૧,૧૨,૦૦૦
૨,૩૨,૦૦૦
૩,૯૨,૦૦૦
(કટ ઓફ વાઈઝ ચાર વર્ષ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૮,૬૦૦ (ગ્રાન્ટેડ)
૬૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ) ૮,૬૦૦ ગ્રાન્ટેડ (ચાર વર્ષ) ૮૦,૦૦૦ (ચાર વર્ષ)
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ૧૨,૦૦૦ (ગર્વમેન્ટ)
૨૦,૦૦૦ (ગ્રાન્ટેડ)
૪૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ) ૮,૦૦૦ (ગર્વમેન્ટ)
૧૬,૦૦૦ (ગ્રાન્ટેડ)
૩૬,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ) ૮૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ (ચાર વર્ષ)
નોંધઃ કોલેજ અને યુનિવર્સિટીની અંદાજીત ફી આ સિવાયની અલગ અલગ હેડ હેઠળ અન્ય ફી પણ લેવાય છે.
૨૩/૫/૨૦૨૩
* કેન્દ્ર સરકાર ની “વનધન વિકાસ યોજના” માં વિકાસ કોનો?
* યોજના હેઠળ ગુજરાતના ૩૪,૮૦૦ આદિવાસીને પ્રતિ દિવસ મળે છે માત્ર ૬.૮૦ રૂપિયા.
* “વનધન વિકાસ યોજના”માં ફાળાના નામે ગુજરાતના ગરીબ આદિવાસી પાસે થી ૩ કરોડ ૪૮ લાખ ખેરવી લીધા.
* પ્રત્યેક આદિવાસી જોડે થી ફાળામાં નામે રૂ. ૧૦૦૦ ઉઘરાવ્યા.
* ૮૬ ગૌણ જંગલ પેદાશોનું ટ્રાયફેડ (Trifed) દ્વારા કરાય છે ખરીદી અને પછી વેચાય છે મલ્ટીનેશનલ કંપની ને.
* મલ્ટીનેશનલ કંપની જંગલ પેદાશ ને વેચી કરે છે મસમોટો નફો.
* ગુજરાત રાજ્યને વનધન વિકાસ યોજના હેઠળ મળે છે ૧૭.૪૦ કરોડની ગ્રાન્ટ, ગુજરાત રાજ્યના આદિવાસીઓને જંગલ પેદાશના આખા વર્ષમાં મળ્યા ૮૭૪.૫૬ લાખ.
* આદિવાસીઓને નજીવા ભાવ આપી કરાઈ રહ્યું છે શોષણ.
* વનધન યોજનાના કરોડો રૂપિયા ક્યાં વપરાયા છે?
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કેન્દ્ર સરકારની વનધન વિકાસ યોજનામાં આદિવાસીઓ જોડે થતાં અન્યાયના વિરુદ્ધમાં સરકારની નિંદા કરી. વનધન યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ૧૧૬ ક્લસ્ટર, ૩૪,૮૦૦ જેટલા આદિવાસીઓ જોડાયેલા છે. આદિવાસી ભાઈઓ બહેનો જંગલમાં થી મધ,મહુડાના ફૂલો, આમલી, ગુંદર, ચિરોંજી, ગૂગળ જેવી જંગલ પેદાશોને ભેગી કરી ટ્રાઈફેડને વેચે છે, ટ્રાઈફેડ ગૌણ જંગલ પેદાશને મલ્ટીનેશનલ કંપનીને વેચે છે. મલ્ટીનેશનલ કંપની જંગલ પેદાશનું બ્રાંડિંગ કરી મોટી રકમ રળે છે. જ્યારે ગુજરાતના ગરીબ આદિવાસીને નજીવી કિંમત ચૂકવાય છે. રાજ્યસભાના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યના આદિવાસીઓ પાસે થી ૮૭૪.૪૫ લાખની જંગલ પેદાશ ખરીદવામાં આવી. જેને દરેક આદિવાસીમાં વહેંચવામાં આવે તો પ્રત્યેક આદિવાસીને વાર્ષિક ૨૫૧૨ રૂ મળે છે, જે પ્રતિ દિવસ માત્ર ૬.૮૦ રૂપિયા થાય છે. આ યોજના હેઠળ સરકાર ૧૭.૪૦ કરોડ રૂપિયા ફાળવે છે, તો આ કરોડો રૂપિયા જાય છે ક્યાં?
આદિવાસી ભાઈઓ અને બહેનોના શુભચિંતક બનવાની વાત કરતી સરકારએ ગરીબ આદિવાસીઓ પાસે થી આ યોજનાના ફાળા ના નામે ૩.૪૮ કરોડ ખેરવી લીધા છે. પ્રત્યેક ગરીબ આદિવાસી દીઠ ૧૦૦૦ રૂપિયા વનધન વિકાસ યોજનામાં ભાગીદારીના નામે ઉઘરાવ્યા. ગરીબ આદિવાસીઓ ભાઈઓ બહેનો પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવતા હોય, ત્યાં ગરીબ આદિવાસીઓ જોડે હજાર રૂપિયા કેટલું યોગ્ય? વનધન વિકાસ યોજનામાં વિકાસ કોનો થાય છે અને ધન કોને મળે છે? સરકારની ગ્રાન્ટ ૧૭.૪૦ કરોડને સીધા આદિવાસીઓના ખાતામાં નાખી દે ને તોય તે રકમ ૫૦૦૦ થાય છે, તો આ યોજનામાં કરોડોનું ધન ક્યાં જાય છે? વનધન વિકાસ યોજના હેઠળ ગુજરાતમાં ૧૧૬ ક્લસ્ટર, દરેક ક્લસ્ટર દીઠ ૩૦૦ આદિવાસીઓનો સમાવેશ થાય છે, જેમાં ક્લસ્ટર દીઠ ૧૫ લાખની ગ્રાન્ટ મળે છે. તો શું આ કરોડોના ખર્ચે , ગરીબ આદિવાસીને લાભ થાય છે ખરો? ગરીબ આદિવાસીઓની મેહનતએ મલ્ટીનેશનલ કંપનીઓ મોટો નફો અને ફાયદો કરી રહી છે. સરકાર આ યોજના હેઠળ આદિવાસીઓને ફાયદો અપાવે છે કે ખાનગી કંપનીઓને તે સવાલ ઊભો થાય છે.
EVM માટે GSPCનું રૂ.20,000 હજાર કરોડના કૌભાંડ?
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આ વર્ષે ચૂંટણીના પરિણામોથી દેશના લોકોને એક આંચકો લાગ્યો છે. બીજો આંચકો કદાચ ગુજરાતની ચૂંટણીથી લાગી શકે છે. તેનું એક માત્ર કારણ EVMCમાં ચેડા થાય તો ? આ કલ્પના ભલભલાને હચમચાવી નાંખે એવી છે. પણ ગુજરાત પેટ્રોલીયમ કોપ્રોરેશનમાં થયેલાં રૂ,20,000 કરોડના કૌભાંડના નાણાં EVMમાં વપરાતી ચીપ બનાવતી અમેરીકન કંપની પાસે કઈ રીતે પગ કરી ગયા છે તેની સનસનીખેજ વિગતો બહાર આવી છે. તેથી હવે EVM પણ લોકોને શંકા જવા લાગી છે. કદાચ એવું પણ બને કે લોકસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાત પણ ગુમાવવું પડે તો તે પણ વાંધો ન હોઈ શકે.EVMની ખામીનો જેટલો બચાવ ચૂંટણી પંચ નથી કરતું એટલો બચાવ ભાજપ કરે છે. બે દિવસ પહેલાં જ નરેદ્ર મોદીએ EVMનો બચાવ ગુજરાતની ચૂંટણીમાં કર્યો છે.
CAGએ તપાસેલા ગુજરાત સરકારના હિસાબોમાં એવું બહાર આવ્યું છે કે, ગુજરાત સરકારની કંપની દ્વારા 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજા કેટલાયે કૌભાંડો GSPCના બહાર આવ્યા છે. ગુજરાત ગેસ કૌભાંડની સૌથી મોટી લાભાર્થી બાર્બાડોસ / મોરિશિસની એક કંપની “જીઓ ગ્લોબલ રિસોર્સિસ” હતી. જેનો પર્દાફાશ સાત વર્ષ પહેલાં થયો હતો. તેમ છતાં તેની કોઈ તપાસ પણ થઈ નથી. આ કરોડો રૂપિયા કોની પાસે ગયા?
છેલ્લા 10 વર્ષથી ભાજપ સિવાય તમામ રાજકીય પક્ષોએ EVM અંગે શંકા વ્યક્ત કરી છે. માત્ર રાજકીય પક્ષો જ નહીં પણ સામાજિક ક્ષેત્રે કામ કરતાં લોકોએ પણ શંકા વ્યક્ત કરી છે. ચૂંટણી પંચ જેટલો બચાન નથી કરતું તેના કરતાં વધુ, ભાજપ હંમેશા EVMની વિશ્વસનીયતા અંગે અચૂક બચાવ કરે છે. અમદાવાદમાં 11 ડિસેમ્બરે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ EVM નો બચાવ કરીને રાહુલ ગાંધી પર આ મુદ્દે આરોપો મુક્યા હતા કે, કોંગ્રેસ હારશે એટલે EVM પર આરોપો મૂકશે. વડાપ્રધાનનુ આ નિવેદન અત્યાંત ગંભીર છે. કારણ કે તે એક પ્રકારની આગાહી જ છે, અને આગોતરો બચાવ પણ છે. વડાપ્રધાને પાણી આવે તે પહેલાં પળ બાંધી લીધી છે.
ગુજરાતમાં એક પણ એવું કારણ નથી કે કોંગ્રેસ હારી રહી હોય. તેમ છતાં જો ભાજપ જીતે તો નક્કી એવું માનવાને કારણ છે કે EVMમાં કંઈક ગોટાળો છે. કારણ કે તમામ બાબતો ભાજપની હાર તરફ લઈ જઈ રહી છે. EVMમાં કેવા ગોટાળા થયા છે તે અંગે જનતાકા રિપોર્ટર દ્વારા અમેરીકાની જીયો ગ્લોબલ રિસોર્સિસ અને ઇવીએમ માઇક્રોચિપ મેન્યુફેક્ચરીંગ કંપની બંનેની માલિકો અંગે તપાસ કરી હતી. જેમાં GSPCના કૌભાંડના લાભો જીઓ ગ્લોબલ રિસોર્સિસ દ્વારાGSPC સ્કેમ માઇક્રોચિપ ઇન્ક, યુએસએ તરફ દોરી જાય છે. આ કંપની ભારતના EVMની માઈક્રો ચીપ બનાવે છે. તે જ કંપનીને મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેને અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ ગેસના કુવાના સારકામ માટે આપ્યા હતા.
ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા કેજી બેસિન દ્વારા હાથ ધરવામાં આવેલી સંશોધનની પ્રવૃત્તિઓથી સરકારે રૂ. 20,000 કરોડનું નુકસાન કર્યું હતું અને આટલું જંગી નુકસાન છતાં પણ ગુજરાત પોતે કૃડ ઓઈલનું ઉત્પાદન કરી શકી નથી. જીઓ-ગ્લોબલ રિસોર્સિસ (અગાઉ સોશ્યલ મીડિયા અને પ્રકાશન કંપની જે સ્યુટ101.કોમ તરીકે ઓળખાય છે) બાર્બાડોસમાં નોંધાયેલી ખાનગી કંપની હતી અને જ્યારે કોઈ પારદર્શક બિડિંગ વિના ખાનગી શોધકર્તા ભાગીદાર તરીકે લેવામાં આવી ત્યારે તેને જીએસપીસીમાં 10 ટકા ભાગીદીરીની ઓફર પણ કરવામાં આવી હતી.
જીઓ-ગ્લોબલ રિસોર્સિસ પાસે કોઈ પણ અગાઉના અનુભવ કે પ્રમાણપત્રો વિના અને તેનો ટ્રેક ર્કોર્ડ તપાસ્યા વગર જ તેલના કુવાની કામગારી આપી દેવામાં આવી હતી. જ્યારે ભારતની જ વિશ્વમાં જાણીતી ઓએનજીસી કંપની પાસે તમામ પ્રકારનો અનુભવ અને લાયકાત હોવા છતાં તેને બાજુ પર મબકી દીધી હતી. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે જીઓ-ગ્લોબલ રિસોર્સિસ એ એક છેતરપિંડી કરતી કંપની છે, જે ગુજરાતની મોદી સરકાર તેની પાસે કરોડો ડોલરના તેલના કુવા બનાવવા અને તેલનું સંશોધન કરવા માટેનું કામ સોંપી દેવામાં આવ્યું હતું. બધું જ ઢાંકી રાખીને જ ગુપ્ત રીતે કામ સોંપાયું હતું. તેની પ્રક્રિયા કે સિધાંતો પણ જાળવવામાં આવ્યા ન હતા.જીએસપીસીએ જીઓ ગ્લોબલ રિસોર્સિસ વતી રૂ.1,734.60 કરોડનું રોકાણ કર્યું છે. હવે જીએસપીસીને ઓએનજીસીમાં મર્જ કરી દેવા માટે ઓએનજીસીનો ભોગ લેવાઈ રહ્યો છે. સંજોગવશાત,કેન્દ્ર સરકારની ભાજપ સરકારે તાજેતરમાં જ ઓએનજીસીના ડાયરેક્ટરની નિમણૂક કરી છે. આ અગાઉ ગુજરતાના એક પ્રભાવી નેતા ભાજપના ખજાનચી પરીન્દુ ભગતની પણ ઓએનજીસીમાં નિમણૂક કરી છે. જ્યારે જીએસપીસીમાં તે સમયે ચેરમેન પાંડીયન હતા.
જીઓ ગ્લોબલ રિસોર્સિસ ઈન્ડિયાનો ભૂતકાળ તપાસીને અમે વિગતો શોધી છે. જીઓ ગ્લોબલ રિસોર્સિસ (ઇન્ડિયા) તેની મૂળ કંપની જીઓ ગ્લોબલ રિસોર્સિસ ઇન્ક સાથે બાર્બાડોસમાં નોંધાયેલી છે, જે કેનેડાના કેલગરીમાં મુખ્ય મથક ધરાવે છે. જીઓ ગ્લોબલ રિસોર્સિસ ઇન્ક, યુએસની એક નાણાકીય જૂથ કી કેપિટલ કોર્પની પેટાકંપની છે. કી કોર્પ અને માઇક્રોચિપ ઇન્ક, યુએસએ(USA)ની માલિકી જે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ માટે માઇક્રોચીપ્સનું ઉત્પાદન કરે છે.
ઇવીએમના માઇક્રો-કન્ટ્રોલર ઉત્પાદકોમાંથી એક માઇક્રોચિપ ઇન્ક, યુએસએ છે. મૂળ હરિયાણાના એનઆઈઆર સ્તેવ સંઘીના વડપણ હેઠળ તે કંપની ચાલે છે. એક જ કંપનીના પ્રમુખ અને મુખ્ય સંચાલક અધિકારી ગણેશ મૂર્તિ છે. તે પણ ભારતીય છે. માત્ર માઇક્રોચિપ ઇન્ક કંપની જ ભારતના ઈવીએમમાં ઉપયોગમાં લેવાતી માઇક્રોચિપ પૂરી પાડે છે. પણ તેના સોફ્ટવેર પ્રોગ્રામની માઇક્રોચિપના કોઈ પણ પ્રોગ્રામચૂંટણી પંચ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ડીકોડ કરી શકતા નથી.
બંને કંપનીઓના માલિકો એક જ છે. આ ખૂબ જ ખતરનાક છે. તેનો સીધો મતલબ કે કયા પક્ષને જીતાડવા અને કયાને હરાવવાતે આ વિદેશી કંપની નક્કી કરી શકે છે. જીઓ ગ્લોબલ રિસોર્સિસમાં કી કેપિટલ ગ્રુપ તેના વડી સંસ્થા તરીકે છે. કી કેપિટલ કોર્પની સંસ્થાકીય માલિકી અને કી ફાઇનાન્સ ‘ધ માઇક્રોચિપ ઇન્ક’ની માલિકી સાથે જોડાયેલી છે, જેનું સંચાલન બે બિનનિવાસી ભારતીયો દ્વારા થાય છે. આથી, જીએસપીસી કૌભાંડના લાભાર્થી EVM ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિકો છે. ભારત અને ગુજરાતની ચૂંટણી માટે આ ખતરનાક બાબત બની શકે છે. ચૂંટણી થાય તો પણ સત્તા પર કોને બેસાડવા તે ચીપ નક્કી કરી શકે છે. જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે.
EVM મશીનના બે ભાગ છે જેમાં કંટ્રોલ યુનિટ અને બેલેટ એમ બે ભાગ છે. કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટર છે જે તેની CPU માઇક્રોચિપ કંટ્રોલર (MCU)ની અંદર હોય છે અને બેલોટ યુનિટ કી બોર્ડ છે. એમસીયુ ઇવીએમનું મગજ છે. જયારે એમસીયુ દ્વારા રાઈટ કરવામાં આવે ત્યારે તેનાં તમામ કાર્યો નક્કી કરે છે તેને મશીન કોડ કહેવાય છે. સુરક્ષાનું કારણ આપીને ઈવીએમ સોર્સ કોડને ક્યારેય વાંચી શકાતો નથી. તેની નકલ કરી શકાતી નથી. તેને સુધારી શકાતો નથી.
ચૂંટણી પંચે (EC) કેટલાક બીઇએલ(BEL) અને ઇસીઆઈએલ(ECIL)ના વૈજ્ઞાનિકોની મદદથી તેનો સોફ્ટવેર પ્રોગ્રામ વિકસાવ્યો છે. જેમાં તેનો કોડ બ્રેક કરી શકાતો નથી. ઇવીએમનો સ્રોત કોડ ‘ગુપ્ત રહસ્ય’છે. તે એટલો ગુપ્ત છે કે ચૂંટણી પંચ પાસે પણ તે કોડ નથી. આ કોડનું મહત્વ સ્વયંસ્પષ્ટ છે પરંતુ જો વૈજ્ઞાનિકો અને બીઇએલ અને ઇસીઆઈએલના કર્મચારીઓએ ક્યારેય સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કર્યો હોય, તો ઇવીએમ સાથે ચેડા થઈ શકે છે. ચાલો ધારો કે અબજો રૂપિયાની લાંચ આ વૈજ્ઞાનિકોને ખરીદી શકતા નથી પણ એમ માની ન શકાય કે કોડ અંગે કોઈએ સમાધાન કરી લીધું નથી. જો ગુજરાતમાં ધારાસભ્યો 14 કરોડ રૂપિયામાં ખરીદી શકાતા હોય તો કોડ કેમ ન મેળવી શકાય?
ચૂંટણી પંચે જાપાનની રેનેસાસ અને અમેરીકાની માઈક્રો ચિપ ઈન્કના વિદેશી વિતરકો એ એમસીયુ અથવા માઈક્રોચીપ મેળવવા માટેની ખરીદી કરી હતી. તેમની પાસેથી ખરીદી એટલા માટે કરવામાં આવી હતી કે, ચીપ અને એમસીયુનું ઉત્પાદન કરવા કે તે અંગે ટેકનોલોજી ભાજતમાં કોઈ કંપની ધરાવતી નથી. તેનો ઘણો ગંભીર અર્થ એ નિકળે છે કે, વિદેશીઓ પાસેથી ચીપ પર લખવાનો કોડ આઉટસોર્સથી મેળવવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચે જે વિગતો જાહેર કરી છે તે ગેરમાર્ગે દોરતી અને ખોટી ખાતરી આપતી માહિતી આપી છે. બે આંકમાં લખાતા કોમ્પ્યુચરની ભાષાનો પ્રોગ્રામ કોડ ઉકેલી શકાય, વાંચી શકાય છે અને છીનવી પણ શકાય છે. ચોક્કસ રાજકીય પક્ષના હિતો માટે વિદેશમાં ઉત્પાદન કરતી આ કંપનીઓ પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે છે. પરંતુ ભારતનું ચૂંટણી પંચ તેનો પોતાનો મુળ પ્રોગ્રામ ખરેખર સાચો છે કે બદલી કાઢવામાં આવ્યો છે તે પોતે તપાસી શકતું નથી.
સાંઘી અને મૂર્તિ જેના ટોચના હોદ્દા પર છે તે ગુજરાતના ગેસ-ઓઈલ કૌભાંડ અને માઇક્રોચીપ્સનું ઉત્પાદન કરતી કંપનીઓનાં લાભાર્થીઓ વચ્ચેની માલિકો એક જ છે. તો શું GSPCના કૌભાંડોના અબજો રૂપિયાEVMની ચીપ બનાવતી કંપનીને આપીને ચૂંટણીમાં જીત મેળવવામાં આવી રહી છે?
૧૪-૩-૨૦૨૬
· ભારતની વિદેશ નીતિ હવે “નરેન્દ્ર સરેન્ડર” જેવી બની ગઈ: રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના પીએમ પર આકરા પ્રહારો.
· “નરેન્દ્ર, સરેન્ડર” કહી ટ્રમ્પ નિર્ણય લે છે? ટ્રમ્પ જે કહે તે ભારત માને છે?
· ભારતના નિર્ણયો ભારત જ લેશે એવો સ્પષ્ટ સંદેશ અમેરિકાને આપવા માગણી
· ઈન્દિરા ગાંધીના ઉદાહરણ સાથે મોદીની વિદેશ નીતિ પર નિશાન સાધ્યું
રાજ્યસભામાં કોંગ્રેસના ગુજરાતથી સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ હવે “નરેન્દ્ર સરેન્ડર” જેવી બની ગઈ છે. તેમણે કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે કહે છે તે પ્રમાણે ભારત નિર્ણય લેતું હોય એવું લાગી રહ્યું છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આપણા વડાપ્રધાન એટલા નબળા અને ટ્રમ્પના આદેશ સામે નમતા જોવા મળે છે તે જોઈને આશ્ચર્ય અને દુઃખ થાય છે. ટ્રમ્પ ભારતને કહે કે યુદ્ધ બંધ કરો તો નવી દિલ્હી તે માને છે. ટ્રમ્પ ઓઇલ ક્યાંથી ખરીદવું તે નક્કી કરે અને ભારત તેને સ્વીકારી લે છે. ગોહિલે કહ્યું કે ટ્રમ્પ માત્ર એટલું કહે કે “નરેન્દ્ર, સરેન્ડર” અને ભારત સરકાર તરત જ તેને માનતી હોય એવું લાગે છે.
ગોહિલે વધુમાં જણાવ્યું કે ભાજપ વારંવાર દાવો કરે છે કે વિશ્વમાં ભારતનું સ્વાભિમાન અને પ્રતિષ્ઠા વધી છે. પરંતુ આવી “નરેન્દ્ર સરેન્ડર” પ્રકારની શાસનશૈલી દેશના ગૌરવને નુકસાન પહોંચાડે છે. એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટ્રમ્પ સામે ઊભા રહેવાની હિંમત નથી. ટ્રમ્પ કહે કે યુદ્ધ બંધ કરો અને આપણે બંધ કરીએ. ટ્રમ્પ કહે કે રશિયાથી ઓઇલ ન ખરીદો અને આપણે તે માની લઈએ. મને ખબર નથી કે એ એપ્સ્ટિન ફાઇલ્સના કારણે છે કે અન્ય કોઈ કારણ છે, પરંતુ મોદીજી ‘નરેન્દ્ર સરેન્ડર’ સિદ્ધાંતને અનુસરે છે. તેમણે કહ્યું કે મોદીજી, અમે તમારી સાથે છીએ. ડરશો નહીં. હિંમત એકઠી કરો અને ટ્રમ્પને કહો કે તમે જુઠ્ઠા છો. તેમના આ વિધાનને રાજ્યસભામાં કેટલાક સભ્યોએ તાળીઓથી વધાવી લીધુ હતું.
દરમિયાનમાં પત્રકારો સાથે વાત કરતાં ગોહિલે જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ શક્તિ પણ છે. તેમ છતાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં કહે છે કે તેમણે ભારતને યુદ્ધ અથવા વ્યૂહાત્મક નિર્ણય અંગે સૂચના આપી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તરત જ કોઈ જોરદાર જવાબ જોવા મળતો નથી. ગોહિલે કહ્યું કે વોશિંગ્ટન પ્રત્યેનો આ અભિગમ હવે “નરેન્દ્ર સરેન્ડર” નીતિ તરીકે ઓળખાઈ રહ્યો છે, કારણ કે ટ્રમ્પ ભારતના નિર્ણયો અંગે જાહેરમાં મોટા દાવા કરે ત્યારે મોદી તેનો જવાબ આપવા તૈયાર દેખાતા નથી.
તેમણે પ્રશ્ન કર્યો કે અમેરિકા કેમ નક્કી કરે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદી શકે કે નહીં. સરકાર કહે છે કે ભારતનું ગૌરવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધી છે, પરંતુ જો એવું હોત તો શું અમેરિકા આપણા નાગરિકોને હાથકડી પહેરાવીને પાછા મોકલત?
ઈતિહાસને યાદ કરતા ગોહિલે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ એક અમેરિકન રાષ્ટ્રપતિને સ્પષ્ટ કહી દીધું હતું કે ભારત કયા ચોખા ખાય તે નક્કી કરવાનો અધિકાર અમેરિકા પાસે નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવા નિર્ણયો ભારત અને ભારતના લોકો કરશે, અમેરિકા નહીં.
ગોહિલે આરોપ લગાવ્યો કે હવે આપણા પાસે એવા વડાપ્રધાન છે જે અમેરિકા સામે ભારતના હિતો સમર્પિત કરવા તૈયાર દેખાય છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ માત્ર “નરેન્દ્ર, સરેન્ડર” કહે અને ભારત તરત જ માન્ય રાખે છે.
તેમણે જણાવ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા વ્યૂહાત્મક સ્વતંત્રતા પર આધારિત રહી છે. તેનો અર્થ એ છે કે રાજદ્વારી, રક્ષણ અને ઊર્જા ખરીદી જેવા નિર્ણયો નવી દિલ્હી પોતે લે છે. આ સિદ્ધાંત વર્ષોથી અનેક નેતાઓએ વિકસાવ્યો હતો અને તેમણે હંમેશા ભાર મૂક્યો હતો કે ભારત દરેક વૈશ્વિક શક્તિ સાથે સંબંધ રાખશે પરંતુ કોઈ સામે ઝૂકશે નહીં.
ગોહિલે કહ્યું કે જો સરકાર આત્મવિશ્વાસ ધરાવતી હોય તો આવા દાવાઓનો જાહેરમાં સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. પરંતુ “નરેન્દ્ર સરેન્ડર” જેવી સ્થિતિને કારણે હવે એવી ધારણા બનતી જાય છે કે અમેરિકા જાહેરમાં ભારતના નિર્ણયો અંગે બોલી શકે છે અને તેને કોઈ પ્રતિભાવ મળતો નથી.
અંતમાં ગોહિલે કહ્યું કે રાજદ્વારીમાં સૌજન્ય હોઈ શકે છે પરંતુ દેશની સાર્વભૌમત્વ પર સમજૂતી થઈ શકે નહીં. જ્યારે કોઈ વિદેશી નેતા એવું બોલે કે તેઓ ભારતના નિર્ણયો નક્કી કરી શકે છે ત્યારે નવી દિલ્હી તરફથી એક સ્પષ્ટ સંદેશ જવો જોઈએ કે ભારત માટે નિર્ણય ભારત જ લે છે.

English



