मोदी सरकार के शिक्षा मंत्री के इस्तीफे की मांग को लेकर गुजरात में 70 जगहों पर प्रदर्शन મોદી અને ધર્મેન્દ્ર પ્રધાનનું સુરતમાં પુતળું સળગાવ્યું, ગુજરાતમાં 70 સ્થાનો પર મોદી સરકારના શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગવા દેખાવો, જેન – જી આંદોલનને ગુજરાતમાં ટેકો
અમદાવાદ, 24 જૂલાઈ 2026
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા સહિતના મુદ્દે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલનની અસર ગુજરાતમાં અંદાજે 70 સ્થળોએ થઈ હતી.
3 મે 2026ના રોજ દેશભરમાં નીટની પરીક્ષા યોજાઈ હતી, પરંતુ પેપર લીક થતાં 12 મે 2026 ના રોજ તેને રદ કરવામાં આવી. 21 જૂન 2026 ના રોજ ફરીથી પરીક્ષા લેવામાં આવી. 16 જુલાઈ 2026 ના રોજ તેનું અંતિમ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, NEET-UG 2026ની પરીક્ષા માટે ગુજરાતમાંથી 79,190 ઉમેદવારો હતા. 68,833 ઉમેદવારોએ પરીક્ષા આપી અને 38,146 ઉમેદવારો તબીબી અને સંબંધિત કોર્સમાં પ્રવેશ મેળવવા માટે લાયક ઠર્યા હતા.
મેડિકલમાં પ્રવેશ માટેની આ દેશની સૌથી મોટી પરીક્ષાનું પેપર “ગેસ પેપર” તરીકે મોટા પાયે લીક થયું હતું. આ ગંભીર કૌભાંડ બાદ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ પરીક્ષા રદ કરીને ફરીથી રી-નીટ યોજવાનો નિર્ણય કર્યો હતો.
આંદોલનમાં ગુજરાતી અભિનંત્રી જોડાયા, NEET પેપરલીકને લઈને દિલ્હીની આગ ગુજરાત સુધી પહોંચી, ગુજરાતી અભિનેત્રી જિગ્ના વ્યાસ પણ અમદાવાદના આંદોલનમાં જોડાયાં હતાં, પોલીસે અભિનેત્રીની અટકાયત કરી હતી.
ગુજરાતના વિવિધ શહેરો અને મુખ્ય વિસ્તારોમાં મોટા પાયે દેખાવો અને વિરોધ પ્રદર્શનો થયા હતા. વિદ્યાર્થી સંગઠનો, યુવાનો અને રાજકીય કાર્યકરો દ્વારા મુખ્યત્વે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ
સાંજના સમયે ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ સહિતના વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. પોસ્ટર સાથે વિરોધ વ્યક્ત કરી કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે પ્રદર્શન કર્યું હતું. અભૂતપૂર્વ અને અત્યંત વ્યૂહાત્મક વિદ્યાર્થી આંદોલન જોવા મળ્યું હતું.
વિદ્યાર્થીઓ ટોળા સ્વરૂપે પ્રદર્શન કરવા માટે પહોંચવાના બદલે નાના- નાના જૂથમાં વહેંચાઈને જુદાજુદા રસ્તાઓ પરથી થઈને યુનિવર્સિટી આસપાસની ગલીઓ સુધી પહોંચ્યા હતા.
સાંજના 5થી રાતના 8 વાગ્યા સુધી દેખાવો થતાં આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હતા અને નજીકની દુકાનો પણ બંધ કરાવી દેવાઈ હતી. યુનિવર્સિટીના દરવાજા બંધ કરી દેવાયા હતા.
વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. 205 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા વિદ્યાર્થીઓએ તેમના પ્લેકાર્ડ પોતાની સાથે રાખ્યા હતા અને પરિસરની અંદર ગીતો ગાવાનું અને સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું.
પોલીસ દ્વારા મુખ્ય વિરોધ સ્થળ સાફ કર્યા પછી છૂટાછવાયા પ્રદર્શનો ચાલુ રહ્યા.
કોંગ્રેસ
બપોરે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સાંજે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. બપોરે 2 વાગ્યાની આસપાસ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી બાદ રાજ્ય પક્ષના વડા અમિત ચાવડા સહિત ડઝનબંધ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પાલડીમાં કોંગ્રેસ કાર્યાલયમાં 80 વિરોધીઓની અને ગુજરાત યુનિવર્સિટી વિરોધ સ્થળ પરથી લગભગ 125 વિરોધીઓની અટકાયત કરી હતી.
સુરત
નરેન્દ્ર મોદીનું પૂતળું સુરતમાં સળગાવવામાં આવ્યું હતું. સાથે શિક્ષણ પ્રધાન ધરેમેન્દ્ર પ્રધાનના પુતળાને આગ ચાંપવામાં આવી હતી.
સુરતમાં અઠવા ગેટ ખાતે આવેલી કલેક્ટર કચેરી બહાર અને પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર નજીક વિદ્યાર્થીઓએ એકઠા થઈને પૂતળા દહન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરતના આ વિરોધ પ્રદર્શન
અનેક વિસ્તારોમાં સતત બે થી ત્રણ દિવસ સુધી પ્રદર્શનો ચાલ્યા હતા.
માનદરવાજા પાસેના બાબાસાહેબ આંબેડકરના પુતળા પાસે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આંબેડકર પ્રતિમા પાસે ધરણા પર બેઠા હતા.
વેસુ અને પાંડેસરા વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા, જ્યારે બીજા દિવસે પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર નજીક દેખાવકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ પ્રધાન પ્રધાનના પૂતળાનું દહન કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
7 પ્રદર્શનકારો સામે ગુનો પણ નોંધ્યો હતો
કલેક્ટર કચેરી તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓની ત્વરિત અટકાયત કરી હતી.
ભરૂચ
ભરૂચની કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની પરીક્ષા પદ્ધતિ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
નવસારી
નવસારીમાં ભારે દેખાવો થયા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં રોકવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વલસાડ
વલસાડમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી.
વડોદરા
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીથી ડીન હોલ સુધી વિદ્યાર્થીઓએ રેલી કાઢી શિક્ષણ સુધારાની માંગ કરી હતી.
રાજકોટ
રાજકોટમાં યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા હતા, જ્યાં પોલીસ અને દેખાવકારો વચ્ચે તીખી ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા બેનરો દર્શાવ્યા હતા. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેનાત પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે તીખી તકરાર થઈ હતી અને કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
જૂનાગઢ
જૂનાગઢમાં વિરોધનો સૂર ખૂબ જ ઘેરો હતો. અહીં રાજકીય પક્ષો અને વિદ્યાર્થી પાંખ દ્વારા આંદોલનકારીઓ પર થયેલા કથિત પોલીસ દમન વિરૂદ્ધ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સામાન્ય નાગરિકો અને વાલીઓએ પણ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરી હતી.
ભાવનગર
ભાવનગરમાં વિદ્યાર્થીઓએ ‘CJP’ (કોકરોચ જનતા પાર્ટી) અને સોનમ વાંગચુકના સમર્થનમાં ટી-શર્ટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ હાથમાં બંધારણની નકલો અને પ્લેકાર્ડ્સ રાખીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
જામનગર
જામનગરમાં વિદ્યાર્થીઓ અને વિપક્ષી સંગઠનો દ્વારા નીટ કૌભાંડની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા
વાવ-થરાદ
વાવ-થરાદમાં રસ્તાઓ ચક્કાજામ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સહિત અનેકની અટકાયત કરી.
બાવળા
અમદાવાદ જિલ્લાના બાવળામાં પણ ઉગ્ર વિરોધ થયો. બાવળાના મુખ્ય ચાર રસ્તા ખાતે આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક ગ્રામજનો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન આકરા સૂત્રોચ્ચાર સાથે ધરણાં યોજવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પેપરલીકના કારણે દેશના યુવાધનનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે.
દિલ્હી ખાતે અનશન પર બેઠેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર કરાયેલા ખોટા કેસો અને દમનકારી પગલાંને તાત્કાલિક પાછા ખેંચવાની ઉગ્ર માગ કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારીની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ત્વરિત રાજીનામું આપે તેવી પ્રબળ માગ સાથે બાવળા ચાર રસ્તા ખાતે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર વિસ્તાર વિરોધના સૂરથી ગુંજી ઊઠ્યો હતો.
ષડયંત્ર
દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ના પેપર લીકમાં રાજસ્થાન એસઓજી અને સીબીઆઈની તપાસમાં ‘ગેસ પેપર’ના નામે અસલી પ્રશ્નો 10 થી 25 લાખ રૂપિયામાં વેચાયા હતા.
પેપર લીક માફિયાઓએ આ આખું ષડયંત્ર એટલી સિફતપૂર્વક રચ્યું હતું કે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન આવે કે તેઓ અસલી પ્રશ્નપત્ર ખરીદી રહ્યા છે.
ગેસ પેપરમાં NEET પરીક્ષાના બાયોલોજીના તમામ 90 અને કેમિસ્ટ્રીના 45 પ્રશ્નો બેઠેબેઠા સામેલ હતા. વિદ્યાર્થીઓને એવી લાલચ આપવામાં આવી હતી કે જો તૈયારી ઓછી હોય તો પણ આ પ્રશ્નો ગોખી લેવાથી પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે.
પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024’ હેઠળ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીઓએ સિકરના પેપર સોલ્વર રાકેશ માંડવરિયાની પૂછપરછ કરી છે, જેણે પોતાના ક્લાયન્ટ્સને આપેલા પેપરમાંથી 120 પ્રશ્નો પૂછાયા હોવાનો દાવો કર્યો હતો.
મહારાષ્ટ્રના નાશિકમાંથી 27 વર્ષીય શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે, જે ભરૂચ કે ગુજરાતના અન્ય ભાગોમાં સંપર્ક ધરાવતો હોવાની આશંકા છે. તે મધ્યપ્રદેશમાં BAMS નો વિદ્યાર્થી છે અને કાઉન્સેલર તરીકે કામ કરતો હતો.
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે.
1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા, પરંતુ વિરોધનો જવાબ લાઠીચાર્જથી આપવાની માનસિકતા આજે પણ આં દેશને ગુલામ બનાવે છે. “સાઈમન ગો બેક”ના નારા લગાવનારાઓ પર લાઠીઓ વરસી હતી. આજે શિક્ષણ માંગનાર વિદ્યાર્થીઓ પર પણ લાઠીઓ વરસે છે.
1928માં લાહોરની સડકો પર પંજાબ કેસરી લાલા લજપત રાય પર નિર્દયતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો.
1919માં જલિયાંવાલા બાગમાં નિઃશસ્ત્ર ભારતીયો પર ગોળીઓ વરસાવવામાં આવી.
વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવાની જગ્યાએ તેમને ડંડાથી ચૂપ કરવામાં આવી રહ્યાં છે.

English





