[:gj]કોંગ્રેસના અહેમદ પટેલે કોંગ્રેસના વિરોધી શંકરસિંહ સાથે કેમ બેઠક કરી [:]

[:gj]કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોર ગ્રુપ સમિતિ, ચૂંટણી ઠંઠેરો અને પ્રચાર સમિતિના સભ્યોની જાહેરાત કરી છે. કોર કમિટીમાં 9, ચૂંટણી ઢંઢેરા કમિટીમાં 19 અને પબ્લિસિટી કમિટીમાં 13 સભ્યો છે. તે અગાઉ કોંગ્રેસના ખજાનચી તરીકે અહેમદ પટેલ-બાબુને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિઓની જાહેરાત સાથે જ અહેમદ પટેલ ફરી કોંગ્રેસના મહત્વના પદ પર આવી ગયા છે. તેઓ અગાઉ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.

હવે તેઓ ફરી એક વખત કોંગ્રેસની મહત્વની સમિતિમાં આવી ગયા છે. જેવા તેઓને મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા તેની સાથે જ તેમણે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષને અને રાજ્ય સભાની ચૂંટણી સમયે અહેમદ પટેલને દગો દેનારા શંકરસિંહ વાઘેલા સાથી બંધબારણે બેઠક કરી છે. આમ ફરી એક વખત કોંગ્રેસને ખેદાન મેદાન કરનારા અહેમદ પટેલ અને શંકરસિંહ વાગેળા એક થઈ રહ્યાં છે. ભરૂચમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું બેસણું પુરું કરીને આ બન્ને વયોવૃદ્ધ નેતાઓ અહેમદ પટેલના ગામ પીરામણ ખાતે એક ફાર્મહાઉસમાં મળ્યા હતા. એક બાબત એવી છે કે છેલ્લાં ઘણા સમયથી શંકરસિંહ વાઘેલા દેશના પ્રાદેશિક પક્ષોના નેતાઓને મળીને ભાજપ અને કોંગ્રેસથી અલગ મોરચો બનાવવા માટે કામ કરી રહ્યા છે. જો તેમ થાય તો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે. આ વેળાએ જ શંકરસિંહ વાઘેલા સાથે થયેલી બેઠક કોંગ્રેસ માટે ઘાતક સાબિત થઈ શકે છે એવું કોંગ્રેસના વરિષ્ઠ નિરિક્ષકોનું કહેવું છે. અહેમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા બન્ને નેતાઓએ ગુજરાતની પ્રાજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેથી તેઓ કોઈ પણ પક્ષ માટે મત લાવી શકે તેમ નથી. માત્ર હરાવી શકે એવી રાજકીય નીતિ બનાવી શકે છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ હવે શંકરસિંહના કહ્યાંમાં નથી અને તે ભાજપમાં જતા રહ્યાં છે. પિતા પુત્રનો વિશ્વાસ ભાજપ કરી શકે તેમ નથી. પણ અહેમદ પટેલ તેમનો વિશ્વાસ કરી રહ્યાં છે.

કોર ગ્રુપ કમિટી

કોર ગૃપ સમિતિના નવ સભ્યો છે, જેમાં એ.કે.એન્ટોની, ગુલામ નબી આઝાદ, પી.ચિદમ્બરમ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા, કે.સી.વેણુગોપાલ સામેલ છે.

કોંગ્રેસ કારોબારી

આ પહેલાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને નજરમાં રાખીને પક્ષની સીડબ્લ્યુસી ( કોંગ્રેસ કારોબારી)ની રચના કરી હતી. સમિતિના સભ્યોમાં પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પક્ષના ખજાનચી મોતીલાલ વોરા, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની અને ઓમન ચાંડીને સ્થાન મળ્યું હતું.

ચૂંટણી ઢંઢેરો કમિટી

આ કમિટીમાં મનપ્રીત બાદલ, પી.ચિદમ્બરમ, સુસ્મિતા દેવ, પ્રોફેસર રાજીવ ગૌડા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિંદૂ કૃષ્ણન, શૈલેજા કુમારી, રઘુવીર મીણા, પ્રોફેસર ભાલચંદ્ર, મીનાક્ષી નટરાજન, રજની પાટિલ, સામ પિત્રોડા, સચિન રાવ, તામ્રધ્વજ સાહુ, મુકુલ સંગમા, શશિ થરુર, લલિતેશ ત્રિપાઠીનો સમાવેશ થાય છે.

પ્રચાર સમિતિ

પ્રચાર સમિતિમાં ભક્ત ચરણદાસ, પ્રવીણ ચક્રવર્તી, મિલિન્દ દેવડા, પવન ખેડા, કેતકર કુમાર, વીડી સતીશન, આનંદ શર્મા, જયવીર શેરગિલ, રાજીવ શુક્લા, દિવ્યા સ્પંદના, રણદીપ સુરેજવાલા, પ્રમોદ તિવારી, મનીષ તિવારીનો સમાવેશ થાય છે. [:]