[:gj]ગુજરાત બાદ ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મૂકશે [:]

[:gj]પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશના આધારે ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સાયબર તેમજ ઈ સિક્યુરિટીના ડાયરેક્ટર તથા વૈજ્ઞાનિક વી કે ત્રીવેદીએ કોર્ટમાં આ માટે પિટિશન કરનારને પત્ર લખીને જાણકારી આપી છે.

પિટિશન કરનાર હાઈકોર્ટના વકીલે માંગણી કરી હતી કે, કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપીને આ ગેમ પર પ્રતિબંધ મુકાવે.વકીલનુ કહેવુ હતુ કે, આ એવી ગેમ છે જેની બાળકોને લત લાગી જા યછે. બાળકો કલાકો સુધી આ ગેમ રમ્યા કરે છે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઈ જાય છે.બાળકો રોજ ચાર થી પાંચ કલાક આ ગેમ રમતા હોય છે.

પિટિશન કરનારનુ એમ પણ કહેવુ હતુ કે, ગેમ રમવાના કારણે બાળકો સામાજીક રીતે પણ ઓછા સક્રિય બની રહ્યા છે.ગેમ રમવાના કારણે હિંસાની પ્રવૃત્તિ પણ વધે છે.ગેમ રમનારા બાળકો પોતાની જાતને ગેમના પાત્ર તરીકે જોવા માંડે છે અને તેની સાથે ઈમોશનલી કનેક્ટ થઈ જાય છે.ગેમમાં પાત્રની મોત થતા બાળકોને આઘાત લાગતો હોય તેવા કિસ્સા પણ બની રહ્યા છે. એ પછી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ પિટિશન પર વિચારણા કરવા માટે આદેશ આપ્યો હતો.

પબજી ગેમથી બાળકો અને યુવાનો પર પડતી અસરને જોતાં રાજકોટ શહેર પોલી કમિશનર દ્વારા તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ લાદવા છતાં કેટલાક લોકો છાનેખૂણે પબજી રમી રહ્યા છે, તેની સામે આજે રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરી સાતને ઝડપી પાડ્યા છે.

PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે. PUBG ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે. સાથે જ હાલમાં ચાલતી પરીક્ષા પર પણ આ ગેમની અસર નજર આવી રહી છે, તે તમામ બાબતોને ધ્યાને રાખી PUBG ગેમ મુદ્દે રાજકોટ અને સુરતમાં પ્રતિબંધ ફરમાવાયો હતો, તો કેટલાક ગેમની લત ધરાવતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગેમ રમવા મામલે શહેરમાંથી સાત વ્યક્તિઓને ઝડપી પડાયા છે.

યુવકે પાણીની જગ્યાએ એસિડ પી લીધું હતું

અગાઉ મધ્ય પ્રદેશના ભોપાલની એક ઘટના સામે આવી હતી અહીં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું. સમય રહેતા તેનો પારિવાજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેનો જીવ બચવામાં આવ્યો. યુવકની સારવાર કરનાર ડો. મનન ગોગિયાએ જણાવ્યું હતું કે 25 વર્ષનો યુવક ઘરના આંગણામાં PUBG ગેમ રમી રહ્યો હતો. તે ગેમમાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું. જેના કારણે તેના આંતરડા બાળી ગયા.

PUBG રમનારાઓની હવે ખેર નહીં

શહેરમાં પબજી ગેમ રમનાર સામે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનુ છે કે, પબજી ગેમથી લોકોને આડ અસર જોવા મળી રહી છે. આ ગેમને રાજ્યના સુરત શહેરમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ રાજ્યમાં શિક્ષણ વિભાગે પણ સ્કૂલ કોલેજોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુક્યો છે. બાળકો-યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધ્યું વિવિધ માધ્યમ દ્વારા ખાસ કરીનો મોબાઈલ મારફતે પબજી અને મોમો ચેલેન્જ ગેમનું દૂષણ વધી રહ્યું છે. આ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃતિનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે તેની અસર બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર તેમજ વ્યવહાર, વર્તન અને વાણી સાથે વિકાસ ઉપર પણ પડે છે.[:]