અમદાવાદના વાસણા વિસ્તારમાં સરકારની ૧૯૬૪ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેના પર ૨૪ જેટલા રહેણાકના દબાણો તેમજ પાંચ કોમર્શિયલ દબાણો હતા. આ દબાણો દુર કરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા પીટીશનના આધારે ગુજરાત હાઇકોર્ટે સમય મર્યાદામાં આ દબાણો દુર કરવા સુચના આપી હતી જે આજે દુર કરવામાં આવ્યા હતા.
અંદાજીત ૨૧.૨૫ કરોડના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં આવેલી સરકારની કીંમતી જમીનો ઉપરના ગેરકાયદે દબાણો દુર કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ગેરકાયદેસર દબાણો ઉપરના બાંધકામોની કીંમત રૂ.૭.૫૦ કરોડ તથા આ જમીનની બજાર કીંમત રૂ.13.75 કરોડ થવા જાય છે.


English





You must be logged in to post a comment.