[:gj]ગોડસેને આગળ ધરીને અમિત શાહ – સરકારનું ગાંધીજી સામે ગેરીલા યુદ્ધ[:]

[:gj]એક્ઝીટ પોલમાં મોદી સરકાર આવી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યા તો સમગ્ર દેશમાં ઠેર ઠેર ગોડસે ને મહાન વિભુતિ તરીકે મહિમા મંડન શરૂ થયુ છે. સુરતમાં પુજ્ય મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેના જન્મ દિવસની ઉજવણીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ભાજપ સરકાર સમગ્ર ઘટનામાં ઢાક પીછોડો કરે, પગલા ન ભરે, તે શું દર્શાવે છે ?

મહાત્મા ગાંધીની વિચારસરણીને હટાવીને ગોડસેની વિચારસરણી થોપવાની સુનિયોજીત કાવતરા અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યુ હતું કે, મોદી સરકારે ભારતની સ્વતંત્રતા સેનાનીઓ અને ઇતિહાસ પુરુષોની સામે એક છમ્પ્દ યુદ્ધ શરૂ કર્યું હોય તેમ એક પછી એક રોજ નવા નવા ચેહરા બનાવીને એક મોદી અનુયાયી આવે છે અને ભારતની આત્મા મહાત્માને અપમાનિત કરે છે.

આ એક પ્રકારથી ભારતની આસ્મિતા વિરુદ્ધ નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહની સરકારનું ગોરીલા યુદ્ધ છે. મોદીએ ગોડસેના હિંસક ચેહરાને ગાંધીજીના ચશ્માથી ઢાંકવાનો લાખ પ્રયાસ કર્યા, પરંતુ મહાત્મા ગાંધી કહેતા હતા હું માનું છું અને મારો ઘણા વખતથી અનુભવ છે કે કોઈ વ્યકિત પોતાને લાયક ઠરાવે છે, તેના ગુપ્ત અનીતિકાર્યો એક દિવસ ઉજાગર થઈ જ જાય છે. મહાત્મા ગાંધીજીનાં આ વિચાર લાગે છે કે મોદી અને અમિત શાહની જોડી માટે જ કહેવાયા છે.

મોદી – અમિત શાહની જોડી પ્રચારમાં ગાંધી અને વિચારોમાં ગોડસેવાદી વિચાર ધરાવે છે. ગોડસે 1948 માં મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી. પરંતુ 2014 થી 2019 સુધી મોદીના કટ્ટર સમર્થકો અને અનુયાયીઓએ ગોડસેને રાષ્ટ્રભક્ત કહી ભારતના આત્માનું ઘણીવાર ખૂન કર્યું છે, ક્યારેય સાક્ષી મહારાજ, ક્યારેક પ્રજ્ઞા ઠાકુર, તો ક્યારેય હેગડે દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી છે. સાક્ષી મહારાજ માટે તો ફરી ભાજપના લોકસભાના ટિકિટ આપી કેમ કે તેમણે ગોડસેનું મહિમામંડન કર્યું હતું.

હવે મોદી સરકારના મંત્રી, અનંતકુમાર હેગડેએ ગોડસેની વકાલત કરી પ્રજ્ઞા ઠાકુરે ભાજપની ગોડસે વિચારધારાની સાબિતી આપી. ભાજપના મધ્યપ્રદેશનાં મીડિયા પ્રભારી અનિલ સૌમિત્ર બધી હદ પાર કરી કહ્યું કે મહાત્મા ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ છે એમ કહ્યું હતું. આ જ શક્તિઓએ સત્તા મેળતા નફરત અને ઘૃણાથી મહાત્મા ગાંધીની જે ભારતનો અવાજ અને આત્મા હતા તેમનું ખૂન કર્યું હતું.

શું આ જ છે ભાજપનો રાષ્ટ્રવાદ ? શું સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ભાજપનું વાસ્તવિક જીવનશૈલી છે ? પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી પાછી કેમ નથી લેવામાં આવતી ? અનંત હેગડેને મંત્રી પદથી બરખાસ્ત કેમ નથી કરાતા ? અનિલ સૌમિત્ર અને નલિન કટિલને ભાજપથી બહિષ્કાર કેમ નથી કરી રહ્યા ?

ભાજપ અને તેમની ભગીની RSSની સંસ્થાઓ પહેલા રાષ્ટ્રપુરુષો અને મહાત્મા ગાંધી વિરૂધ્ધ સતત ઝેર ઓકવાનું, અપમાનજનક ભાષા બોલવાની અને પાછળથી આ પ્રકારના નિવેદનોથી છેડો ફાડવાની ભાજપની નિતી રહી છે. સમગ્ર દેશ ભાજપની કરની – કથની, ચાલ-ચલન-ચરીત્ર અને ચહેરો દેશ સમક્ષ ખુલ્લો પડી ગયો છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ મગરના આંસુ પાડવાનું બંધ કરે. તેમ મનીષ દોશીએ જણાવ્યું હતું.[:]