[:gj]જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ અનેક રહસ્યોને દાબી દેવા માટે થઈ હતી કે શું ? પ્રતિ પક્ષ[:]

[:gj]ગુજરાતમાં ભાજપના શાસન દરમ્યાન અનુકૂળ ન થનાર પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને યેનેકેન પ્રકારે ફસાવી દઈ નોકરીએથી રવાના કરી દીધા હતાં. એટલું જ નહીં અધિકારીઓના પરીવારજનોને મુશ્કેલીમાં મુકી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છના તત્કાલિન કલેકટર પ્રદિપ શર્મા અને તત્કાલિન પોલીસ અધિકારી કુલદિપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને છેલ્લે રજનીશ રાય જેવા અધિકારીઓ ભાજપ સરકારની ભયની રાજનીતિના ભોગ બન્યા છે. તાજેતરમાં જ સંજીવ ભટ્ટના પત્નિ સ્વેતાબેન ભટ્ટની કારને અજાણ્યા શખ્સો દ્વારા ડમ્પરથી ટક્કર મારીને ડર અને ભય ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં અંદર સત્તામાં આવતાની સાથે જ સમગ્ર દેશમાં ભય અને ડર કેન્દ્ર સ્થાને હોઈ તે રીતે વહીવટીતંત્રને યેનકેન પ્રકારે કબ્જે કરવા અને પોતાની મનમાની પ્રમાણે આદેશો આપવાના શરૂ કર્યા. જે અધિકારીઓ આવા આદેશોનું પાલન ન કરે, મૌખિક સુચનાનું પાલન ન કરે તેઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. સીબીઆઈના વડા આલોક વર્મા આજ પધ્ધતિનો ભોગ બન્યા છે. સુપ્રિમ કોર્ટેના આદેશ અનુસાર તેઓને ફરજ પર પુનઃ સ્થાપિત કરાયા પણ 24 કલાકમાં સીબીઆઈ હેડ કવાર્ટરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
બંધારણીય સંસ્થા પર હુમલાઓની પરંપરા નાણાકીય નિયમન કરતી સંસ્થા આરબીઆઈના તત્કાલિન ગર્વનર રઘુરામ રાજનને સારી કામગીરી હોવા છતાં હટાવી દેવાયા. ત્યારબાદ આરબીઆઈના ગર્વનર ઉર્જીત પટેલને કાર્યકાળ પહેલાં રાજીનામું આપવાની ફરજ પડાઈ. સીબીઆઈ કોર્ટના સ્પેશીયલ જજ જસ્ટીસ લોયાના મૃત્યુ પણ શંકાસ્પદ છે અને તે બાબતે તેના પરીવારજનો સતત લડત આપી રહ્યા છે.
વહીવટી તંત્ર પોલીસ તંત્રની સાથોસાથ રાજકીય પ્રતિસ્પર્ધિને પણ ડર અને ભયની રાજનીતિનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. હરેન પંડયા સત્તાધારી પક્ષના ગૃહ મંત્રી હોવા છતાં તેઓની હત્યાની આજદિન સુધી કડી મેળવી શકાઈ નથી. જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ અનેક રહસ્યોને દાબી દેવા માટે થઈ હતી કે શું ? તે તપાસનો વિષય છે.
ડર અને ભયની રાજનીતિ દ્વારા સત્તા મેળવનાર મોદી સરકાર-ભાજપ સરકાર દેશને જનતાને જવાબ આપે. તેમ પ્રતિ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવીને કેટલાંક પ્રશ્નો ઉભા કર્યો હતા.
1 તત્કાલિન કલેકટર પ્રદિપ શર્મા કચ્છમાં ફરજ દરમ્યાન કોઈ સત્તા સ્થાને બેઠેલાના અગત્યના પુરાવા જાણતા હોવાથી શું તેમની હેરાનગતિ કરવામાં આવી ?
2 પુર્વ ગૃહ મંત્રી હરેન પંડયા સત્તા સ્થાને બેઠેલા વ્યકિત માટે પડકારરૂપ બની ગયા હોવાથી તેઓની હત્યાનું રહસ્ય આજદિન સુધી જાણી શકાયું નથી ?
3 સીબીઆઈની સ્પેશયલ કોર્ટના ન્યાયમુર્તિ જસ્ટીસ લોયા શું કોઈ મોટા ચુકાદા તરફ આગળ વધી રહ્યા હોવાથી તેઓની હત્યા થઈ ?
4 સીબીઆઈના નિયામક આલોક વર્મા કોઈ સંવેદનશીલ કેસની તપાસમાં સત્ય બહાર ન આવે તે માટે તેઓને હટાવી દેવામાં આવ્યા ?
5 આરબીઆઈના ગર્વનર ઉર્જીત પટેલ દ્વારા કેન્દ્ર સરકારને અનામત ભંડોળ નિયમ વિરૂધ્ધ ફાળવવાના આદેશ ન માનતા હટાવાયા ?
6 જયંતિ ભાનુશાળી કયા મોટા માથાઓની ખાનગી વાત જાણતા હતા તે રહસ્ય ઉજાગર ન થાય તે માટે તેમની હત્યા થઈ ?
7 પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા શું સરકારની વરવી ભુમિકા અને પોલીસ તંત્રના દુરૂપયોગનું રહસ્ય ઉજાગર ન થાય તે માટે તેઓને અને તેઓના પરીવારને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે ?[:]