[:gj]જીઈબી અને એફએસએલના સ્પષ્ટ અભિપ્રાય બાદ આચાર્યની બેદરકારી બહાર આવતા ફરિયાદ[:]

[:gj]ખેરાલુ, તા.04

ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના ભાઠા વિસ્તારની પ્રાથમિક શાળામાં આઠ દિવસ અગાઉ ધોરણ 7માં અભ્યાસ કરતા કિશોરનું પાણીની મોટરના વાયરથી વીજકરંટ લાગવાથી મોત નીપજવાના બનાવમાં કિશોરના પિતાએ ખેરાલુ પોલીસ મથકે સ્કુલના આચાર્યની બેદરકારીને લીધે દીકરાનું મોત થયાની બુધવારે સાંજે ફરિયાદ નોંધાવતાં પોલીસે આચાર્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જીઈબી અને એફએસએલના સ્પષ્ટ અભિપ્રાય બાદ આચાર્યની બેદરકારી બહાર આવતાં તેની સામે ગુનો નોંધાયો છે. બીજી બાજુ શિક્ષણ વિભાગે સસ્પેશન સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મલેકપુર ભાઠાપુરા પ્રા.શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો ગજેન્દ્ર ભરતજી ઠાકોર ગત 26 સપ્ટેમ્બરના રોજ રીશેષ દરમિયાન રમી રહ્યો હતો તેવામાં પાણીની મોટરને કોઇકારણોસર અડી જતાં કરંટ લાગ્યો હતો જેને સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં ખસેડવામાં અાવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. જ્યાં ઘટનાના સપ્તાહ બાદ ગજેન્દ્રના પિતા ભરતજી વરસંગજી ઠાકોરે ખેરાલુ પોલીસ મથકે વરસાદી માહોલને કારણે ભેજવાળુ વાતાવરણ હોવા છતાં ઇલેક્ટ્રીક મોટર લગાડી હતી અને તેમના દીકરાને પાણીની પાઇપથી કોઇકારણોસર વીજકરંટ લાગતાં મોત નીપજ્યું હતું જેમાં શાળાના આચાર્ય ગોસાઇ મહેશગીરી કૈલાશગીરીની બેદરકારીને કારણે તેમના દીકરાનું મોત થયાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી બુધવારે તેમની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે સબજેલમાં મોકલવા હુકમ કર્યો હતો.

શાળા વ્યવસ્થાપક સમિતિ(એસએમસી)એ પાણી ટાંકીમાં ચઢતુ ન હોઇ મોટરથી ચઢાવવાનો ઠરાવ કરેલો હતો.મોટર ચાલુ કરવાનો પ્લગ અને લાઇન બાળક ન અડી શકે તેવી રીતે ઊંચાઇમાં છે.મોટર બંધ હતી પણ આચાર્ય મિટિંગમાં જવાનું હોઇ મૂકવાનું ભૂલી ગયા હતા.વરસાદી વાતાવરણમાં ક્યાંક અર્થીગ વાયરમાં કરંટથી આ અકસ્માતે થયુ છે એવુ નિવેદન શાળાની એસએમસીએ આપ્યુ છે,જે રીપોર્ટ ડીડીઓએ કરીશું.આચાર્યની પોલીસે અટક કરી છે. સરકારી નિયમ મુજબ 48 કલાક કસ્ટડીમાં રહે તો તેમને ફરજ મોકૂફ કરવાના થાય,હાલમાં વિભાગ તરફથી પગલા લેવાયા નથી,આગળ કાર્યવાહી કરાશે તેમ પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલે જણાવ્યુ હતું.[:]