ફેબ્રુઆરી 2025
2025માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે જ્યારે કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ 57 ટકા જેટલું મતદાન પૂર્ણ થયું હતું. જ્યારે ધ્રોલ નગરપાલિકાના 1 વોર્ડમાં ઉમેદવારનું મૃત્યુ થતા 4 સીટની ચૂંટણી મુલતવી રહી હતી.
કુતિયાણા અને રાણાવાવમાં સપાની જીત
પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી.
જરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો
રાજ્યમાં નગરપાલિકાના ચૂંટણીમાં પરિણામમાં 68માંથી 67 બેઠકના પરિણામ સામે આવ્યાં છે.
નગરપાલિકાની ચૂંટણીમાં 67માંથી 60 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસને માત્ર 1 સલાયા નગરપાલિકાની જ બેઠક મળી.
પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો.
ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે.
આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે.
મહુધામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું, અપક્ષના ખાતમાં 10
ખેડાના મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલી શકી. 24 બેઠકમાંથી ભાજપના ખાતામાં 14 અને અન્યના ખાતામાં 10 બેઠકો આવી છે.
ખેડબ્રહ્મામાં ભગવો
સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 17 બેઠક સાથે ભાજપે બહુમતનો આંકડો પાર કરી જીત હાંસલ કરી છે. આ સાથે કોંગ્રેસના ખાતામાં 11 બેઠકો આવી છે.
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક જગ્યાએથી બબાલના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં પરિણામ બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.
કોંગ્રેસના ગઢમાં ગાબડુ
કોંગ્રેસનો ગઢ ગણાતી રાજકોટના ધોરાજીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ધોરાજી પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 20 પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કર્યો છે. આ સિવાય કોંગ્રેસના ખાતામાં 12 બેઠક આવી છે.
જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજય
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે કોંગ્રેસે 11 બેઠકો પર જીત હાંસલ કરી છે. અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
મહીસાગરમાં 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપની જીત
મહીસાગરમાં 3 ગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. જેમાં વર્ષો બાદ લુણાવાડામાં 16 બેઠક સાથે કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસને 11 અને અન્યના ખાતામાં 1 બેઠક ગઈ હતી. આ સિવાય સંતરામ નગરપાલિકામાં ભાજપે 15 બેઠક સાથે જીત મેળવી છે. જેમાં કોંગ્રેસના ખાતામાં 7 અને અન્યના ખાતામાં 2 બેઠક ગઈ છે. બાલાસિનોર નગર પાલિકામાં ભાજપની 16 બેઠક સાથે જીત થઈ છે અને કોંગ્રેસને 9 બેઠક મળી હતી, આ સિવાય અન્યના ખાતામાં 3 બેઠક આવી છે. નોંધનીય છે કે, 2 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો છે.
સલાયામાં ભાજપના સૂપડા સાફ?
દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયામાં 15 બેઠક પર કોંગ્રેસ અને 13 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આ સિવાય ભાજપ હજુ સુધી ખાતું પણ ખોલી નથી શક્યું. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપ સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ નથી ખૂલ્યુંં.
તળાજામાં રિકાઉન્ટિંગમાં પલટાયો ખેલ
ભાવનગરના તળાજા પાલિકા વોર્ડ નંબર 4માં રિકાઉન્ટિંગમાં પરિણામ બદલાઈ ગયું છે. રિકાઉન્ટિંગ બાદ કોંગ્રેસની પેનલની બદલે ભાજપનો વિજય થયો છે. જેના કારણે કોંગ્રેસનો જશ્નનો માહોલ શાંત થઈ ગયો છે અને ભાજપે જશ્ન શરૂ કર્યો છે.
ઘાટલોડિયામાં ભાજપની જીત
અમદાવાદ મનપા ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પેટલની જીત થઈ છે.
ભાજપે સસ્પેન્ડ કર્યાં તો અપક્ષ તરીકે જીત્યા
પાટણ જિલ્લાના ચાણસ્મા નગર પાલિકાની બેઠકમાં પરષોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં. બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે.
અમરેલીની તમામ નગર પાલિકા પર ભાજપનો કબ્જો
અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપની જીત થઈ છે. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ સિવાય જામજોધપુરની 28 બેઠકમાંથી 27માં ભાજપે જીત હાંસલ કરી છે અને એક બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોંગ્રેસની જીત
અમદાવાદ ગ્રામ્યના ધંધુકા નગર પાલિકા વોર્ડ નંબર 4માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. અહીં કોંગ્રેસના તમામ 4 ઉમેદવારનો વિજય થયો છે.
પાટણમાં ભાજપનો પરચમ
પાટણની રાપર નગર પાલિકામાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. પાટણની ત્રણેય નગરપાલિકા ભાજપે જીતી છે. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગર પાલિકામાં ભાજપનો વિજય છો છે. આ સિવાય રાધનપુર નગરપાલિકા પણ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે.
રાણાવાવ પાલિકા પર સપા તો પારડી નગરપાલિકા પર ભાજપની જીત
રાણાવાવ પાલિકા સપાએ કબજે કરી છે. અહીં સપાની જીત થઈ છે. 16 બેઠકો પર સપાના ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 28 બેઠકમાંથી 22 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આ સિવાય કુતિયાણામાં સપાએ 14 બેઠકો પર વિજય સાથે બહુમતિનો આંકડો પાર કરી લીધો છે.
જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
જેતપુર નગરપાલિકાની 44 બેઠકમાંથી 23 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. જેતપુર પાલિકાના 11 વોર્ડમાંથી 23 બેઠક ભાજપને મળી છે. આ સિવાય 8 બેઠક અપક્ષને મળી છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી.
આણંદમાં રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ
આણંદની બોરિયાવી પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જોકે, રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ થતાં મતગણતરી ટૂંક સમય માટે અટકી છે.
જામજોધપુરમાં પણ ભાજપનો સપાટો
જામનગર જિલ્લાના જામજોધપુર નગર પાલિકાના તમામ વોર્ડ ભાજપના ખાતામાં ગયા છે. 7 વોર્ડની તમામ 28 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પંચમહાલમાં ભાજપનો સપાટો
પંચમહાલના હાલોલ નગર પાલિકાની તમામ 36 બેઠકો પર ભાજપની જીત થઈ છે. હાલોલ નગર પાલિકમાં કુલ 9 વોર્ડની 36 બેઠકો હતી. જેમાંથી 21 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થઈ ચુક્યું હતું. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો પરચમ લહેરાયો છે. આ સિવાય કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી.
ખેડામાં આચાર સંહિતાનો ભંગ
ખેડાના ચકલાસી પાલિકામાં જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી.
સાણંદ નગર પાલિકામાં ભાજપનો વિજય
સાણંદ નગર પાલિકામાં 28 બેઠકમાંથી ભાજપે 16 બેઠકો પર જીત હાંસલ કરી બહુમતનો આંકડો પાર કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસ હજુ સુધી ખાતુ પણ નથી ખોલાવી શકી.
તળાજા રિકાઉન્ટિંગમાં ભાજપ જીત્યો
ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.
જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.
જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ
અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, 28 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય 12 બેઠક પણ પોતાના કબ્જે કરી છે.
ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપ જીત્યો, કોંગ્રેસનો રકાસ..
ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના 24 ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ ખાલી હાથ રહી ગઇ છે.
જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો
વિજયનગર બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત
સાબરકાંઠાના વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
ખેડબ્રહ્મામાં રિકાઉન્ટિંગની માંગ
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર 3 માં ફક્ત 30 મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે.
તાપીના સોનગઢમાં ભગવો લહેરાયો
તાપીના સોનગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના 16 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી.
હળવદમાં થઈ બબાલ
હળવદ વોર્ડ નંબર.3 નું પરિણામ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. માહોલ ઉગ્ર બનતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો.
ગઢડા નગરપાલિકામાં ભાજપની જીત
ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 3ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપની કુલ 8 બેઠકો પર જીત થઈ છે. નોંધનીય છે કે, ચાર બેઠક પર પર ભાજપના ઉમેદવાર પહેલાંથી જ બિન હરીફ જાહેર થયા હતાં.
દ્વારકાના સલાયામાં ઉલટફેર
દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળ્યો. અહીં આપના 8 ઉમેદવારો જીતી ગયા છે. જોકે ભાજપ અને કોંગ્રેસના હાથમાં હજુ કંઇ આવતું દેખાતું નથી.
જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ જીતી
જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં 27 પર પહોંચી ગયો છે જ્યારે 1 બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે.
ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી
હળવદમાં વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે ત્યારે ચાણસ્મામાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી જતાં ખાતું ખુલી ગયું છે.
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તા મળવાની શક્યતા
વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 11 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ 28 બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
જૂનાગઢમાં ભાજપનો મોટો ઝટકો
ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા હાર્યો. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.
બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારને જીત મળી હતી.
આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 1 અને અપક્ષના 3 ઉમેદવારો જીત્યાં છે.
છોટાઉદેપુર ન.પા.વોર્ડ નંબર 1 માં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે.
ધરમપુર વોર્ડ નંબર 1માં ચારેય અપક્ષ ઉમેદવારની પેનલ જીતી
ધરમપુરમાં ભાજપ અને કોંગ્રેસને પછાડી વોર્ડ નંબર 1 માં અપક્ષના ઉમેદવારોએ શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે.
જૂનાગઢ મહા.ન.પા.ના વોર્ડ નંબર 13 માં ભાજપ વિજયી
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13 માં પણ ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો કુલ આંકડો હવે 20 પર પહોંચી ગયો છે.
ગાંધીનગરમાં રૂપાલ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય
તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલતાં ગાંધીનગરના રુપાલમાં વિજયી શરૂઆત કરી છે. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપ જીત્યો છે. રાયપુર તાલુકા પંચાયતની બેઠક ભાજપ જીતી ગયો છે.
જૂનાગઢના વોર્ડ નંબર 5 અને 1માં ભાજપની પેનલ જીતી. ચારેય ઉમેદવારો જીત્યાં
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ જારી છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. વોર્ડ નંબર 5માં અને 1માં વિજય સાથે ભાજપના ખાતામાં 16 બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો 60 છે.
બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં
બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યાં હતા.
સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી
સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી છે.
લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત
લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે.
ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં પંજો આગળ
ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.
કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની પેનલ જીતી
બીજી બાજુ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે.
વલસાડમાં પણ ભગવો
વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા.
હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી
સ્થાનિક એકમોની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જ્યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં પણ ભગવો લહેરાયો છે.
ગાંધીનગરમાં શું છે સ્થિતિ?
ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપે વિજયી શરૂઆત કરી.
જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપનો વિજય
ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
અમરેલીના ચલાલામાં ભાજપની જીત
અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું.
સાબરકાંઠામાં ભાજપની વિજયી શરૂઆત
સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.
માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર-1 પર ભાજપની જીત
લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.
સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની જીત
જામજોધપુરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી
કોડીનારમાં ભાજપની પેનલ જીતી
સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય
માણસા નપાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય
તલોદના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય
તાપીના સોનગઢ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી, 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું.
ઓછું મતદાન ચિંતાનો વિષય
જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ આવશે. વિધાનસભા, લોકસભાની ચૂંટણી બાદ ફરી ગુજરાતની જનતા શું જનાદેશ આપશે તે આજે નક્કી થઇ જશે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારો નિરસ દેખાયા હતા. જેના લીધે રાજકીય પક્ષોના નેતા-કાર્યકરો ચિંતિત દેખાઇ રહ્યા છે. પરિણામમાં ઉલટફેરની આશંકાને નકારી ના શકાય. ઓછું મતદાન કોને ફળશે તે હજુ નક્કી કહી ના શકાય.
કેટલી બેઠકો બિનહરિફ રહી?
પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ છે ત્યારે 1677 જન પ્રતિનિધિઓની આજે પસંદગી થઇ જશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી યોજાય તે પહેલા નગરપાલિકામાં ભાજપની 150 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની 9 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. જોકે કોંગ્રેસની માત્ર 3 બેઠક બિનહરિફ રહી હતી જ્યારે ભાજપના 21 મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરિફ રહ્યા છે.
5084 ઉમેદવારો મેદાનમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે 5084 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. જ્યારે કુલ 36,71, 479 મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
4 નગરપાલિકામાં ભાજપ બિનહરિફ
ઉલ્લેખનીય છે કે 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતીમાં આવી ગયો હતો. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલ બેઠકનો સમાવેશ થાય છે.
કઈ તાલુુુકા પંચાયતમાં કેટલું મતદાન
કપડવંજ તાલુકા પંચાયત 60.67%
કઠલાલ તાલુકા પંચાયત 61.03%
રાજકોટ તાલુકા પંચાયત 44.12 %
કઈ નગરપાલિકામાં કેટલું મતદાન
પ્રાંતિજ નગરપાલિકા 64.57%
તલોદ નગરપાલિકા 68.85%
ખેડબ્રહ્મા નગરપાલિકા 62.78%
મહેમદાવાદ નગરપાલિકા 58.25%
ડાકોર નગરપાલિકા 55.58%
ચકલાસી નગરપાલિકા 77.29%
મહુધા નગરપાલિકા 64.94%
ખેડા નગરપાલિકા 64.42%
રાણાવાવ નગરપાલિકા 46.69%
કુતિયાણા નગરપાલિકા 57.30%
લાઠી નગરપાલિકા 57.66 %
જાફરાબાદ નગરપાલિકા 66.60 %
રાજુલા નગરપાલિકા 50.75 %
ચલાલા નગરપાલિકા 54.47%
જસદણ નગરપાલિકા 46.91 %
જેતપુર નવાગઢ નગરપાલિકા 47.83 %
ધોરાજી નગરપાલિકા 47.16 %
ભાયાવદર નગરપાલિકા 56.94 %
ઉપલેટા નગરપાલિકા 49.56 %
00000000000
ગારિયાધાર
ગારિયાધારમાં નબળું ગઠબંધન, સાતમી ટર્મમાં ભાજપનું શાસન
– વર્ષ-2018 ની ચૂંટણીમાં ‘ચીઠ્ઠી’એ ભાજપને સત્તા સોંપી હતી
ભાજપની 4 વોર્ડમાં પેનલ, કોંગ્રેસની એક વોર્ડમાં પેનલે જીત મેળવી, આમ આદમીને 3 બેઠક મળી
ગારિયાધાર નગરપાલિકામાં ગત ચૂંટણીમાં ‘ચીઠ્ઠી’એ સાથ આપ્યો હતો. તો આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે લડવાને બદલે ઝાડુનો સાથ લીધો હતો. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન નબળું સાબિત થતાં સતત સાતમી ટર્મ ભાજપનું શાસન આવ્યું છે.
ગારિયાધાર પાલિકામાં બે વર્ષ વહીવટદારનું શાસન રહ્યા બાદ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. છેલ્લે ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ૧૪-૧૪ સીટ મળતા શાસનની સત્તા સોંપવા માટે ચીઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપની જીત થતાં ભાજપને શાસન કરવાનો મૌકો મળ્યો હતો. આ ચૂંટણીમાં તમામ ૭ વોર્ડની ૨૮ બેઠક પર ભાજપ એકલા હાથે લડયું હતું. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ટિકિટોની વહેચણી કરી લીધી હતી. જેના કારણે ખરાખરીનો જંગ જામશે અને ધારાસભાની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે જાહેર થયેલા જનાદેશમાં ભાજપે ચાર બેઠકના વધારા સાથે ૧૮ સીટ પર જીત મેળવી હતી. જેમાં વોર્ડ નં.૧,૨,૪ અને ૬ મળી ચાર વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. તો વોર્ડ નં.૩માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. વોર્ડ નં.૫ અને ૭માં ભાજપના એક-એક ઉમેદવાર, વોર્ડ નં.૭માં કોંગ્રેસના ત્રણ અને વોર્ડ નં.૫માં આપના ત્રણ ઉમેદવાર વિજેતા ઘોષિત થયા હતા. ઉલ્લેખનિય છે કે, સ્પષ્ટ બહુમતી મળતા ગારિયાધારમાં સાતમી ટર્મ ભાજપ શાસનની ખુરશી ઉપર બેઠશે તેમ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ રાઠોડે જણાવ્યું હતું.
વિજેતા થયેલા ઉમેદવાર અને મળેલા મતની સંખ્યા
વોર્ડ નં.
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
૧
વર્ષાબેન મકવાણા
ભાજપ
૧૦૩૮
૧
મીનાબેન બારૈયા
ભાજપ
૧૨૭૧
૧
નાથાભાઈ ટોટા
ભાજપ
૧૨૪૪
૧
અરવિંદભાઈ વાઘાણી
ભાજપ
૧૨૪૨
૨
નીશાબેન જાદવ
ભાજપ
૯૭૬
૨
વનિતાબેન કંટારિયા
ભાજપ
૯૭૦
૨
હિતેષભાઈ ઝાલા
ભાજપ
૮૭૪
૨
વિજયભાઈ નથવાણી
ભાજપ
૮૮૯
૩
હિનાબેન રેવર
કોંગ્રેસ
૧૩૮૪
૩
હસીનાબેન સૈયદ
કોંગ્રેસ
૧૩૨૪
૩
ફિરોઝભાઈ ચૌહાણ
કોંગ્રેસ
૧૫૭૫
૩
આસીફભાઈ ખેરડિયા
કોંગ્રેસ
૧૭૦૬
૪
નીતાબેન ગોહિલ
ભાજપ
૧૨૦૪
૪
મધુબેન જેઠવા
ભાજપ
૧૦૬૮
૪
વિઠ્ઠલભાઈ જાદવ
ભાજપ
૧૦૬૬
૪
પ્રફુલ કાત્રોડિયા
ભાજપ
૧૨૨૮
૫
ઈન્દ્રાબા પરમાર
આપ
૯૬૩
૫
પ્રિયાબેન વાઘેલા
ભાજપ
૭૯૩
૫
તુળશીભાઈ રોય
આપ
૯૭૬
૫
વસંતકુમાર ગોપાણી
આપ
૮૯૩
૬
સોનલબેન સોલંકી
ભાજપ
૧૦૭૯
૬
શિવાંગીબેન પરમાર
ભાજપ
૧૨૬૯
૬
સવજીભાઈ દેવાણી
ભાજપ
૧૪૦૯
૬
ભાવેશભાઈ દેત્રોજા
ભાજપ
૧૩૫૧
૭
ફિઝાબેન ચૌહાણ
કોંગ્રેસ
૭૩૪
૭
જયાબેન ચૌહાણ
ભાજપ
૭૫૦
૭
મુકેશભાઈ બાબારિયા
કોંગ્રેસ
૭૮૮
૭
અશોકભાઈ ભરોળિયા
કોંગ્રેસ
૮૨૩
0000000000000000
જૂનાગઢ
કોંગ્રેસ અને પરાજિત આપના ઉમેદવારો વચ્ચે જૂનાગઢમાં બબાલ, મહિલા પોલીસકર્મીને ઇજા
જૂનાગઢના વોર્ડ નં.8 વિસ્તારમાં જીત બાદ ઘર્ષણ
કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો ચિતાખાના ચોકમાં પહોંચ્યા ત્યારે માથાકૂટ, પોલીસકર્મી વચ્ચે પડતાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારે ટેબલ મારી ઇજા કરી
જૂનાગઢ: જૂનાગઢના વોર્ડ નં.૮ના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર સહિતના કાર્યકરો ચિતાખાના ચોકમાંથી વિજય સરઘસ સાથે પસાર થતા આપના પરાજીત ઉમેદવાર સહિતનાઓએ ગાળા ગાળી મારામારી કરી હતી. જેમાં મહિલા પોલીસકર્મી વચ્ચે પડતા કોંગ્રેસના વિજેતા ઉમેદવારે તેને ટેબલ મારી દીધું હતું. આ અંગે પીએસઆઇએ કોંગ્રેસના વિજેતા તેમજ આપના પરાજીત ઉમેદવાર સહિતના ૨૨ શખ્સો સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ફરજમાં રૂકાવટ હુલ્લડ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ આજે મનપાની ચૂંટણીની મતગણતરી હતી. જેમાં વોર્ડ નં.૮માં કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવારોને ચિતાખાના ચોકમાં પરાજીત આપ ઉમેદવાર વિજય સરઘસ વખતે હુમલો કરે એવી દહેશત વ્યક્ત કરી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ગર્વ ટીમ સહિતના સ્ટાફને ચિતાખાના ચોકમાં બંદોબસ્તમાં મુકવામાં આવ્યો હતો. બપોરે સાડા બારેક વાગ્યે કોંગ્રેસ પક્ષના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજા સહિતના કાર્યકરો ચિતાખાના ચોકમાં પહોંચતા ત્યાં તેઓએ નારા લગાવ્યા હતા ત્યારે વોર્ડ નં.૮ના આમ આદમી પાર્ટીના પરાજીત ઉમેદવાર રઝાક હાલાની ઓફિસમાંથી ૧પથી ર૦ લોકોનું ટોળું ગાળો બોલતા અને ઉગ્ર નારા લગાવતું ત્યાં આવ્યું હતું. બંને પક્ષના ટોળા વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંદોબસ્તમાં હાજર પોલીસ બંને પક્ષના ટોળાને અલગ પાડતી હતી ત્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજાએ ટેબલનો છુટ્ટો ઘા કરતા ગર્વ ટીમના મહિલા કોન્સ્ટેબલ મયુરીબેન ભૂપતભાઈ ધ્રાંગા પડી ગયા હતા જેમાં તેને માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષની રેલીમાં હાજર અરમાન તારીક શેખ, જાહીર જાકીર શેખ, સાકિર કાદર શેખ, અઝીમ હબીબ મેમણ, અબ્દુલ રઝાક હાજીહુસેન, ન્યાઝમહમદ, રિયાઝખાન યુસુફજઈ, મહેબુબ પંજા, ગની ફકીર તથા સાજીદ મેમણ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેને અલગ કરતા હતા ત્યારે આદમ હુસેન હાલા, મહમદ ઉર્ફે ડેની હુસેન હાલા, રઝાક હુસેન હાલા, રમીઝ સિદીક હાલા, માહિર મુસ્તાક હાલા, સમીર ઉર્ફે કાગડો સમા, મિન્ડીબાપુ નાસીરબાપુ, સમીર રઝાક હાલા, શરીફ ઉર્ફે દિલો હાલા, અરમાન કરીમ હાલા, જીસાન કરીમ હાલા અને અયાઝ મહમદહુસેન હાલાને ઝઘડો ન કરવા કહેતા આ લોકોએ પણ રેલીમાં મારામારી કરવા લાગ્યા હતા. રમીઝ હાલાના બંને હાથમાં છરી હોવાથી પોલીસે તેને પકડી લીધો હતો પરંતુ તે પીએસઆઈ પી.કે. ગઢવીના હાથમાંથી છટકી બાજુની ગલીમાં દોડીને ભાગી ગયો હતો. પોલીસે આદમ હાલા, મહમદ ડેની હુસેન હાલા તથા શરીફ ઉર્ફે દિલો હાલાને પકડી લીધા હતા જ્યારે અન્ય શખ્સો નાસી ગયા હતા.
આ અંગે પીએસઆઈ પી.કે. ગઢવીએ ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર તથા કાર્યકરો અને આપના પરાજીત ઉમેદવાર તેમજ તેના ટેકેદારો સહિત ર૩ શખ્સો સામે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા શખ્સોને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. આ ઘટના બાદ ચિતાખાના ચોકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, બપોરે બબાલ થયા બાદ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, હાલ ફરાર શખ્સોને પકડવા તપાસ ચાલી રહી છે.
00000000
ધંધુકા પાલિકામાં ફરી ભગવો લહેરાયો, ભાજપના બળવાખોર ઉમેદવાર પણ જીત્યા
ધંધુકા પાલિકામાં ફરી ભગવો લહેરાયો, ભાજપના બળવાખોર ઉમેદવાર પણ જીત્યા
– 28 માંથી 20 બેઠકમાં ભાજપ, 7 માં કોંગ્રેસ અને એક બેઠક પર અપક્ષની જીત
– ભાજપ-કોંગ્રેસ બન્નેએ શહેરના રાજમાર્ગો પર વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો, 2 વર્ષથી ચાલતાં વહિવટદાર શાસનનો અંત આવ્યો
ધંધુકા : અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોમાં ૨૦ બેઠકોમાં ભાજપ અને ૭ બેઠકોમાં કોંગ્રેસ અને ૧ બેઠક ઉપર ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. આ સાથે છેલ્લાં બે વર્ષથી ચાલતાં વહિવટદાર શાસનનો અંત આવ્યો છે.
અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકની ગત તા.૧૬ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ તથા ભાજપના બળવાખોર ઉમેદવારોની અપક્ષ ઉમેદવારી સહિત ૬૦ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ધંધુકા નગરપાલિકાનું સરેરાશ ૫૭.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. આજે સવારથી જ ધંધુકાની કિકાણી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૮ પૈકી ૨૦ બેઠક પર ભાજપ જયારે, સાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. જયારે, જ્યારે વોર્ડ નં.૨ની એક બેઠક ઉપર નગરાપિલાકના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર બળભદ્ર અગ્રાવત (ભદુ મહારાજ)નો વિજય થયો છે. જયારે, ભાજપ સામે બળવો કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાના પત્ની મધુબેનનો પરાજય થયો હતો. પાલિકામાં ભાજપની જીતને ધંધુકા શહેર ભાજપ સંગઠન, ધારાસભ્ય ઉપરાંત ધંધુકા એપીએમસીના તમામ ડિરેક્ટરોઅ આવકારી હતી. જયારે, ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપ અને કોંગ્રેસે પોતાની જીતનો ઉત્સવ રેલી કાઢી મનાવ્યો હતો. શહેરના રાજમાર્ગો પર નિકળેવી બન્ને પક્ષની વિજય રેલીમાં વિશાળ સંખ્યામાં બન્ને પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં. જયારે, આજે શાતિપૂર્ણ રીતે ધંધુકા નગરપાલિકાના ચૂંટણી પૂર્ણ થતાં અધિકારી અને ધંધુકા પ્રાંત ઓધિકારી તથા મદદનીશ કલેક્ટર, પોલીસ તંત્ર સહિતનાએ રાહતનો દમ લીધો હતો.
ઉલેલખનિય છે કે, ધંધુકા નગરપાલિકા છેલ્લાં બે વર્ષથી વહિવટદાર શાસનમાં ચાલતી હતી. જો કે, તે પૂર્વે આ પાલિકામાં ભાજપનું શાસન હતું. ફરી ચૂંટણીમાં ભાજપ વિજય થતાં ભાજપ ફરી પાલિકાનું સુકાન સંભાળશે. જયારે, આ વખત પાલિકા પ્રમુખની બેઠક મહિલા અનામત હોવાથી આગામી દિવસોમાં મહિલા પ્રમુખ પાલિકાનું સુકાન સંભાળશે. તેમ જાણવા મળેલ છે.
વિજેતા ઉમેદવારની યાદી
વોર્ડ
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલ મત
વોર્ડ -૧
ગીતાબેન અશોકકુમાર પરમાર
બીજેપી
૧૩૩૯
વોર્ડ -૧
મનિષાબેન શામજીભાઇ ભુંભાણી
બીજેપી
૧૧૮૭
વોર્ડ -૧
દયારામભાઇ ભીમાભાઇ ડાભી
બીજેપી
૧૪૫૨
વોર્ડ -૧
કલ્પેશભાઇ બાબુભાઇ ડુમાણિયા
બીજેપી
૧૪૦૭
વોર્ડ -૨
આશાબેન પ્રવિણભાઇ થળેશા
બીજેપી
૧૧૧૦
વોર્ડ -૨
જશુબેન હસમુખલાલ ડાભી
બીજેપી
૧૦૭૭
વોર્ડ -૨
રાજેશકુમાર પરષોત્તમભાઇ પરમાર
બીજેપી
૧૧૦૯
વોર્ડ -૨
બળભદ્ર ભગવાનદાસ વૈષ્ણવ (ભદુ મહારાજ)
અપક્ષ
૧૦૩૦
વોર્ડ -૩
રમીલાબેન બળવંતભાઇ ધંધુકીયા
બીજેપી
૧૦૦૮
વોર્ડ -૩
નિતાબેન દિનેશભાઇ કણજરીયા
બીજેપી
૧૦૬૫
વોર્ડ -૩
જયેશભાઇ ભનુભાઇ રાશમીયા
કોંગ્રેસ
૧૧૩૦
વોર્ડ -૩
અવજલહુસેન જીલનીમીયા સૈયદ
કોંગ્રેસ
૧૨૭૫
વોર્ડ -૪
શહેનાબાનુ ઉમરફારૂક મોદન
કોંગ્રેસ
૧૫૫૫
વોર્ડ -૪
સકીનાબેન ઉસ્માનગનીભાઇ દેસાઇ
કોંગ્રેસ
૧૦૦૫
વોર્ડ -૪
મોહંમદરઝા ઝુલ્ફીકારઅલી બુખારી
કોંગ્રેસ
૧૭૧૫
વોર્ડ -૪
સાબીર અહેમદભાઇ મોદન
કોંગ્રેસ
૧૫૫૪
વોર્ડ -૫
ખુશાલીબેન અમિતકુમાર રાણપુરા
બીજેપી
૧૦૫૦
વોર્ડ -૫
પારૂલબેન જિગ્નેશભાઇ આદેસરા
બીજેપી
૮૩૮
વોર્ડ -૫
કેતનકુમાર દેવરાજભાઇ રામી
બીજેપી
૮૯૫
વોર્ડ -૫
યજ્ઞોશભાઇ ભરતભાઇ શુકલ
બીજેપી
૮૬૩
વોર્ડ -૬
આરતી ધવલકુમાર ચૌહાણ
બીજેપી
૮૮૫
વોર્ડ -૬
તૃપ્તિબેન શૈલેષકુમાર રાવલ
બીજેપી
૮૩૬
વોર્ડ -૬
ભગવતસિંહ મહિપતસિંહ વાળા
બીજેપી
૮૪૧
વોર્ડ -૬
જિજ્ઞોશકુમાર ગોવિંદભાઇ ગઢીયા
બીજેપી
૮૭૨
વોર્ડ -૭
ગજરાબેન વિજયભાઇ ચૌહાણ
બીજેપી
૧૩૭૧
વોર્ડ -૭
રીનાબેન વિનોદભાઇ
બીજેપી
૧૨૯૨
વોર્ડ -૭
અશોકભાઇ ઘનશ્યામભાઇ ડાભી
બીજેપી
૧૪૨૬
વોર્ડ -૭
મોહંમદજુનેદ યાકુબભાઇ દેસાઇ
કોંગ્રેસ
૧૩૬૮
000000000000
આણંદ
આણંદની 3 નગરપાલિકાની 66 પૈકી 41 બેઠકો ઉપર ભાજપનો વિજય
Feb 19th, 2025
આણંદની 3 નગરપાલિકાની 66 પૈકી 41 બેઠકો ઉપર ભાજપનો વિજય
– ઉમરેઠ પાલિકાની એક અને ખંભાત તા.પં.ની ઉંદેલની પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો
– કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ પાલિકામાં ભાજપે માત્ર 10 જ બેઠકો મેળવી : ઓડ શહેર કોંગ્રેસ દીપેન પટેલની હાર, તમામ 24 બેઠક ભાજપના ફાળે : બોરિયાવીમાં 15 બેઠક સાથે ભાજપની બહુમતી : ઉંદેલ તા.પં.ની ચૂંટણીમાં 32 નોટા પડયા
આણંદ : આણંદ જિલ્લાની ચાર પાલિકા તથા ખંભાત તાલુકા પંચાયતની કુલ ૬૮ બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી હાથ ધરાઈ હતી. મંગળવારે તમામ મતદાન મથકો ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આંકલાવ પાલિકામાં કોંગ્રેસ સમર્થિત ૧૪ અપક્ષો તથા ભાજપના ૧૦ ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે ઓડ અને બોરિયાવી પાલિકામાં બહુમતિ મેળવવામાં ભાજપને સફળતા મળી હતી. બોરિયાવીમાં ભાજપે ૧૫, કોંગ્રેસે ૭ અને અન્ય ૨ ઉમેદવારોએ જીત મેળવી હતી. ઓડ પાલિકામાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેન પટેલની હાર થઈ હતી. ઓડની તમામ ૨૪ બેઠકો ભાજપના ફાળે જતાં પાલિકામાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ભુંસાયું હતું. જ્યારે ઉમરેઠ પાલિકા અને ખંભાત તાલુકા પંચાયતની બંને બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો જીત્યા હતા. જ્યારે ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ બેઠક પર ૩૨ નોટા વૉટ પડયા હતા.
આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી, ઓડ પાલિકાની ૬૬ બેઠકોની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૬ ટકા મતદાન તથા ઉમરેઠ પાલિકાના વોર્ડ નં.૪ની એક બેઠક માટે ૫૩.૭૫ ટકા અને ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉંદેલ-૨ બેઠકની પેટાચૂંટણી માટે ૪૫.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. ૪૧,૫૧૬ મતદારોએ મતદાન કરીને ૬૮ બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા ૧૮૩ મતદારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું.
કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપ દ્વારા તમામ ૨૪ બેઠકો ઉપર મેન્ડેટ આપવામાં આવ્યું હતું. પરિણામે કોંગ્રેસ સમર્થિત અપક્ષો, ભાજપના ૨૪ ઉમેદવારો સહિત ૭૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતાં. આંકલાવના ૧૩,૯૮૭ મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લામાં આંકલાવ પાલિકા ઉપર સૌની નજર હતી. તેવામાં મતગણતરી દરમિયાન વહેલી સવારથી જ રસ્તા ઉપર હજારોની ભીડ એકઠી થઈ હતી. આંકલાવમાં ૧૪ બેઠકો ઉપર અપક્ષોએ બાજી મારી હતી. જ્યારે ભાજપના ૧૦ ઉમેદવારો વિજેતા થયા હતા. વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૪માં ભાજપને એક પણ બેઠક મળી ન હતી પરંતુ વોર્ડ નં.પાંચમાં ભાજપની આખી પેનલની જીત થઈ હતી. ત્યારે ૨૪ બેઠકોનું સંખ્યાબળ ધરાવતી આંકલાવ પાલિકામાં કોંગ્રેસ સમર્થિત અપક્ષો સત્તા ગ્રહણ કરે તેવી સ્થિતિ ઉદભવી છે.
ઓડ નગરપાલિકા ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા પૂર્વ પાલિકા પ્રમુખના દીકરા કેતનસિંહ ગોપાલસિંહ રાઉલજી સહિતની વોર્ડ નં.૩ની આખી પેનલ તથા વોર્ડ નં.૬ની બે બેઠકો ઉપર ભાજપ બીનહરીફ થઈ હતી. છ બેઠકો બીનહરીફ થતાં ચૂંટણી પહેલા ભાજપનું પલડું ભારે થયું હતું. તેવામાં ઓડ પાલિકાની ૧૮ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ૮,૯૧૬ મતદારોએ મતદાન કરતા ભાજપના ૧૮ સહિત કુલ ૩૮ મતદારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. મંગળવારે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપે ઓડમાં બાકી રહેલી તમામ ૧૮ બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે વોર્ડ નં.૪માંથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ દિપેનભાઈ પટેલ સહિત આખી પેનલની હાર થઈ હતી. નોંધનીય છે કે, ફેબુ્રઆરી-૨૦૧૮માં યોજાયેલી ઓડ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી પરંતુ કોંગ્રેસમાં સત્તાની ભારે ખેંચતાણના પગલે પ્રમુખે રાજીનામું આપી અન્ય ચાર સભ્યો સાથે ભાજપનો ખેસ ધારણ કરતા માત્ર દોઢ વર્ષમાં જ ભાજપનું શાસન અમલી બન્યું હતું. ત્યારે ચાલુ વર્ષે ભાજપે તમામ બેઠકો ઉપર જીત મેળવતા ઓડ પાલિકામાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે.
બોરિયાવી પાલિકાના છ વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી જંગમાં ઉતરેલા ૫૯ ઉમેદવારો માટે ૧૩,૫૫૨ મતદારોએ મતદાન કર્યું હતું. બોરિયાવીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ચૂંટણી જીતવા માટે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. મંગળવારે યોજાયેલી મતગણતરી દરમિયાન ૨૪માંથી ૧૫ બેઠકો ઉપર ભાજપની જીત થતાં બહુમતિ મેળવી હતી. જ્યારે ૬ બેઠક ઉપર કોંગ્રેસ અને ૩ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. જોકે, એકપણ વોર્ડમાં ભાજપ કે કોંગ્રેસની આખી પેનલની જીત થઈ ન હતી.
ઉમરેઠ પાલિકાની વોર્ડ નં.૪ની એક બેઠક માટે પેટા ચૂંટણીમાં ૨,૨૧૩ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં ભાજપનો ૮૦૨ મતથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર ધનંજય જોશીને ૧,૪૯૫ મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ તલાટીને ૬૯૩ મત મળ્યા હતા. હાલ ઉમરેઠ પાલિકામાં ભાજપની સત્તા છે. હવે વધુ એક સભ્ય ઉમેરાતા પાલિકામાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે.
ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉંદેલ-૨ બિન અનામત સામાન્ય બેઠક માટે ૨,૮૪૮ મતદારોએ મતદાન કર્યું હતું. ખંભાત મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી હાથ ધરાઈ હતી. ૬ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં ભાજપના રમેશભાઈ ચકાભાઈ પરમારને ૨,૦૬૦ જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૭૫૬ મત મળતા ભાજપના ઉમેદવારની ૧,૩૦૪ મતથી જીત થઈ હતી. નોંધનીય છે કે, ૩૨ મત નોટામાં પડયા હતા.
બોરિયાવીમાં વોર્ડ નં.૪માં રી-કાઉન્ટિંગ, કોંગ્રેસના ઉમેદવારની 11 મતે જીત
બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નં.૪માં ભાજપે ચારમાંથી ૩ બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે પછાતવર્ગની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ ધનાભાઈ રાઠોડ (જેડી) અને ભાજપના નરેન્દ્રભાઈ કનુભાઈ બારૈયા વચ્ચે હારજીતનું અંતર માત્ર ૧૧ મત જ હતું. જેથી ભાજપના ઉમેદવારે રી-કાઉન્ટિંગની માંગ કરી હતી. ચૂંટણી અધિકારીએ રી-કાઉન્ટિંગ કરતા કોંગ્રેસના જીતેન્દ્રભાઈ રાઠોડનો ૧૧ મતે વિજય થયો હતો.
આંકલાવ વોર્ડ નં.૫માં રી-કાઉન્ટિંગ, ભાજપની પેનલ વિજેતા
આંકલાવની મતગણતરી દરમિયાન વોર્ડ નં.પાંચમાં પ્રથમ વખત ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. તેવામાં અપક્ષ ઉમેદવારો દ્વારા રી-કાઉન્ટિંગ માટે ચૂંટણી અધિકારીને જણાવતા વિવાદ સર્જાયો હતો. જેથી ચૂંટણી અધિકારી દ્વારા રી-કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપની પેનલ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
બોરિયાવી પાલિકામાં વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
૧
મનીષાબેન વાઘેલા
ભાજપ
૬૮૧
કાન્તાબેન રાઠોડ
ભાજપ
૬૪૬
મિનેષ રાઠોડ (મિનુભા)
ભાજપ
૮૪૩
ઈશ્વરભાઈ વાઘેલા
કોંગ્રેસ
૮૫૪
૨
કૈલાસબેન રાઠોડ
કોંગ્રેસ
૧૦૦૪
લીલાબેન રાઠોડ
ભાજપ
૭૯૧
તેજસિંહ ચૌહાણ
ભાજપ
૧૩૮૯
વિજયભાઈ પરમાર
કોંગ્રેસ
૯૦૦
૩
મિનાક્ષીબેન ચૌહાણ (મગો)
ભાજપ
૧૧૨૯
સવિતાબેન રાઠોડ
ભાજપ
૧૦૩૩
ગૌતમભાઈ બારૈયા
કોંગ્રેસ
૧૦૪૮
જીતેન્દ્રભાઈ વાઘેલા (જીગો)
કોંગ્રેસ
૧૦૭૨
૪
બીનીશાબેન પટેલ
ભાજપ
૯૭૯
મીનાબેન રાઠોડ
ભાજપ
૯૬૯
જીતેન્દ્રભાઈ રાઠોડ (જેડી)
કોંગ્રેસ
૮૭૧
રુષિન પટેલ
ભાજપ
૯૧૧
૫
રેખાબેન રાવળ
અપક્ષ
૮૦૩
અંજનાબેન પંડયા
ભાજપ
૭૬૧
નિલેશભાઈ પટેલ (બાંસૂરી)
અપક્ષ
૧૧૬૨
જીજ્ઞોશ પટેલ (ટીકાભાઈ)
ભાજપ
૭૮૫
૬
રમીલાબેન ભોઈ
ભાજપ
૭૮૭
ભાનુબેન રાઠોડ
ભાજપ
૧૦૩૬
અલ્પેશ રાઠોડ (પીન્ટુ)
ભાજપ
૧૫૮૦
રવિન્દ્રકુમાર પટેલ
અપક્ષ
૯૮૨
ઓડ નગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
૧
અનીતાબેન ઠાકોર
ભાજપ
૧૨૧૨
હેતલબેન ઠાકોર
ભાજપ
૯૭૭
જગદિશભાઈ ઠાકોર
ભાજપ
૧૧૨૫
ભાઈલાલભાઈ ઠાકોર
ભાજપ
૯૭૭
૨
નીરુબેન સોલંકી
ભાજપ
૯૯૨
પ્રિતીબેન માળી
ભાજપ
૮૮૫
કિરીટકુમાર અહિમકર
ભાજપ
૧૨૨૬
કનુભાઈ તળપદા
ભાજપ
૧૧૬૩
૪
નીતાબેન ઠાકોર
ભાજપ
૬૮૦
ભાવનાબેન પટેલ
ભાજપ
૮૦૬
વિપુલકુમાર પટેલ
ભાજપ
૭૯૫
સંજયભાઈ પટેલ
ભાજપ
૭૦૭
૫
પ્રિયંકાબેન પટેલ
ભાજપ
૧૨૨૫
હંશાબેન પરમાર
ભાજપ
૧૦૯૧
પ્રિતેશકુમાર સુથાર
ભાજપ
૧૨૭૪
ભાવેશકુમાર પટેલ
ભાજપ
૧૩૧૫
૬
નિખિલકુમાર પટેલ
ભાજપ
૧૦૬૦
સંદિપભાઈ પરમાર
ભાજપ
૧૦૦૪
આંકલાવ પાલિકામાં વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ નં.
પક્ષ
ઉમેદવાર
મળેલા મત
૧
અપક્ષ
કાંતાબેન ગોહેલ
૧૦૯૦
અપક્ષ
ગીતાબેન ચાવડા
૯૮૨
અપક્ષ
પ્રવીણભાઈ સોલંકી
૭૧૮
ભાજપ
અમિતકુમાર પઢિયાર
૭૧૫
૨
ભાજપ
નિરાલી પરેશભાઈ પટેલ
૮૨૪
ભાજપ
વિશાલભાઈ પટેલ
૭૫૬
અપક્ષ
મહેન્દ્ર પરમાર
૭૩૮
અપક્ષ
કપિલાબેન મકવાણા
૫૩૬
૩
અપક્ષ
ધનાબેન માનસંગ રાજ
૧૪૧૫
અપક્ષ
સંજયસિંહ અભેસિંહ રાજ
૧૯૬૮
અપક્ષ
સિતારબાનું સલીમશા દીવાન
૯૯૮
અપક્ષ
નારસંગ સરદારસંગ રાજ
૧૦૫૩
૪
અપક્ષ
બીસુબેન ગણીભાઈ ભલાવત
૮૮૪
અપક્ષ
મનુભાઇ જસુભાઇ રાઠોડ
૮૬૦
0000000000000
આંકલાવના વોર્ડ નં.૬ના પરિણામમાં ક્ષતિ હોવાની ઉમેદવારની વાંધા અરજી
આંકલાવના વોર્ડ નં.૬ના પરિણામમાં ક્ષતિ હોવાની ઉમેદવારની વાંધા અરજી
– વધુ મત મળ્યાં છતાં વિજેતા જાહેર ન કર્યાનો આક્ષેપ
– ઉમેદવારને ગેરસમજ થઈ હોવાથી અરજી આપી, નિયમો મુજબ ચૂંટણી પરિણામ જાહેર કરાયું છે : ચૂંટણી અધિકારી
આણંદ : આંકલાવ પાલિકાના વોર્ડ નં.૬ના ભાજપના ઉમેદવારે પરિણામ સામે ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરી હતી. જોકે, પાલિકાના નિયમો મુજબ ચૂંટણી પરિણામ જાહેર કર્યું હોવાનું અને જાહેર કરેલા પરિણામ યથાવત રાખવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
આંકલાવ પાલિકામાં વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૪માં ભાજપને એકપણ બેઠક મળી ન હતી. જ્યારે વોર્ડ નં.૫માં રી-કાઉન્ટિંગ કરાવતા પેનલની જીત સાથે ભાજપે ૨૪ પૈકી ૧૦ બેઠકો પર જીત મેળવી હતી. મતગણતરી દરમિયાન શારદાબેન ચંદુભાઈ ઠાકોરને ૭૩૩ મત મળ્યા હોવા છતાં વિજેતા જાહેર કરાયા ન હોવાનું જણાવી ચૂંટણી અધિકારીને લેખિત વાંધા અરજી કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, જાહેર કરેલી ચૂંટણીના પરિણામોમાં ક્ષતિ જણાય છે. વોર્ડ નં.૬માં પછાત વર્ગમાં ઉમેદવારી કરનારા અંજુબેન મયુરભાઈ ઠાકોરને ૮૦૦ મત મળ્યા છે. જે સામાન્ય બેઠકના રેશમાબેન ભાવિકભાઈ પટેલ કરતાં વધારે સંખ્યામાં છે. તો અંજુબેન પછાત વર્ગમાંથી સામાન્ય સ્ત્રી ઉમેદવાર તરીકે વિજેતા જાહેર થઈ શકે છે. પછાત વર્ગના ઉમેદવાર તરીકે શારદાબેનને ૭૩૩ મત મળ્યા છે જે અન્ય પછાત વર્ગ કરતાં વધુ મત છે. તે પછાત વર્ગ તરીકે વિજેતા જાહેર થઈ શકે છે પરંતુ આ હકિકતને ધ્યાને લેવામાં આવી નથી.
આ અંગે આંકલાવના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના નિયમો મુજબ ચૂંટણી પરિણામ જાહેર કરેલું છે. ઉમેદવારને ગેરસમજ થઈ હોવાથી તેમણે વાંધા અરજી આપી હતી પરંતુ તેનાથી પરિણામમાં કોઈ ફેરફાર થાય તેવું ચૂંટણીના કાયદામાં નથી. માટે જાહેર કરેલા પરિણામ યથાવત રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં આંકલાવ પાલિકામાં ભાજપ એક જ બેઠક ઉપર જીત્યું હતું. જેમાં શારદાબેન ઠાકોર વિજેતા થયાં હતાં.
00000000000
બાલાસિનોર પાલિકામાં 16 બેઠક ઉપર જીત સાથે ભાજપની હેટ્રિક
Feb 19th, 2025
બાલાસિનોર પાલિકામાં 16 બેઠક ઉપર જીત સાથે ભાજપની હેટ્રિક
– અગાઉ 8 બેઠક ભાજપે બિનહરીફ મેળવી હતી
– કોંગ્રેસના 9, એનસીપી બે અને બીએસપીના એક ઉમેદવારો વિજેતા બન્યા : વિજય સરઘસ નિકળ્યાં
બાલાસિનોર : બાલાસિનોર નગરપાલિકામાં ભાજપે અગાઉના ૮ બિનહરીફ સાથે કુલ ૧૬ ઉમેદવારોની જીત સાથે સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે ૧૬ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા જે તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. કોંગ્રેસે ૯, એનસીપીએ બે અને બીએસપીએ ૧ બેઠક કબજે કરી છે.
બાલાસિનોર નગર પાલિકામાં વોર્ડ નં.-૩ અને ૪ના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા જ ચૂંટણી પહેલા ભાજપે બે વોર્ડ કબજે કાર્ય હતા. જયારે અન્ય વોર્ડ નંબર 2 અને 7 માં ભાજપના 8 ઉમેદવારો
આજે મતગણતરી દરમિયાન વિજેતા જાહેર થયા હતા. અગાઉના ૮ બિનહરીફ અને આજના મળી કુલ ૧૬ ઉમેદવારો વિજેતા બનતા ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જેથી ભાજપની ચૂંટાયેલી બોડી સત્તા પર આવશે. ત્યારે બીજી તરફ બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ નં.-૧માં બહુજન સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાની જીત થઇ હતી.
જયારે વોર્ડ નંબર પાંચમાં એનસીપીના બે ઉમેદવારોની જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.-૧માં ૩, વોર્ડ નં.-પાંચમાં બે અને વોર્ડ નં.-૬માં ૪ મળી કુલ ૯ બેઠકો પર જીત મેળવી છે. ભાજપની બી-ટીમ ગણાતા બીએસપી અને એનસીપીના ૩ સભ્યોને પણ ભાજપનો સત્તાવાર ટેકો આગામી સમયમાં જાહેર કરાય તેવી શક્યતાઓ છે. જેથી વધુ મજબૂતાઈથી સત્તામાં ૧૯ સભ્યો સાથે પાલિકામાં ચાર્જ સંભાળશે તેવું મનાઈ રહ્યું છે.
00000000
પુનરાવર્તનનો પવન : જિલ્લાની 3 પાલિકામાં બેઠકના વધારા સાથે ભાજપનો ભગવો લહેરાયો
Feb 19th, 2025
પુનરાવર્તનનો પવન : જિલ્લાની 3 પાલિકામાં બેઠકના વધારા સાથે ભાજપનો ભગવો લહેરાયો
– સિહોર અને ગારિયાધાર નગરપાલિકામાં ‘આપ’ની પ્રથમ વખત એન્ટ્રી
– 3 તાલુકા પંચાયતની 5 બેઠક અને ભાવનગર મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ, સોનગઢની બેઠક પણ ગુમાવી : ભાજપને કુલ 7 બેઠકનો વધારો
ભાવનગર : ભાવનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જનાદેશ જાહેર થઈ ગયો છે. ત્રણ પાલિકામાં ભાજપે બેઠકોના વધારા સાથે સ્પષ્ટ બહુમતીથી પ્રચંડ વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. તો પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના ભૂંડા હાર કરી મનપા અને તાલુકા પંચાયતની છ બેઠક ઉપર કબજો કરી લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને કુલ સાત બેઠકનો વધારો થયો છે. તો ધારાસભા, જિલ્લા પંચાયત બાદ હવે નગરપાલિકાઓમાં પણ આપની એન્ટ્રી થઈ ચુકી છે.
ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના ખાતામાં ૧૭ બેઠક આવી છે. તો કોંગ્રેસના ૧૧ ઉમેદવારે જીતનો સ્વાદ ચાખ્યો છે. બે બેઠક ઉપર લડનારી આમ આદમી પાર્ટીના બે ઉમેદવારે હારની સાથે ડિપોઝીટ પણ ગુમાવી છે. ગત ચૂંટણીમાં તળાજા નગરપાલિકામાં ૧૬ નગરસેવક સાથે ભાજપનું શાસન હતું. તેમાં એક બેઠકનો વધારો થયો છે. જ્યારે કોંગ્રેસને એક સીટની ખોટ ગઈ છે. તળાજાના સાત વોર્ડ પૈકી ભાજપ-કોંગ્રેસની બે-બે વોર્ડમાં પેનલ આવી છે. તેમજ ત્રણ વોર્ડમાં કોંગ્રેસને એક-એક સીટ મળતા ભાજપની પેનલ તોડવામાં સફળતા મળી છે.
સિહોર નગરપાલિકાની ૩૬ બેઠક માટે ૧૦૦ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ચૂંટણી પરિણામો કોંગ્રેસ માટે ચિંતાજનક સામે આવ્યા છે. કોંગ્રેસ અહીં માત્ર આઠ બેઠક પર જ સિમિત થઈ ગઈ હતી. જ્યારે ભાજપને એક બેઠકના વધારા સાથે જનતા જનાર્દને ૨૫ સીટ ઉપર વિજયી બનાવી ખાડે ગયેલા નગરપાલિકાના વહીવટની દોરી સોંપી છે. તો છેલ્લી ત્રણ ટર્મથી અપક્ષમાંથી વિજેતા બનતા ઉમેદવારને ભાજપે ટિકિટ આપતા તેઓ આ ચૂંટણીમાં પણ ભાજપની અપેક્ષામાં ખરા ઉતર્યા હતા અને વોર્ડ નં.૬માં કોંગ્રેસને પેનલની જીત થતા અટકાવી હતી. સિહોર પાલિકામાં એક બેઠકના વધારા સાથે અપક્ષના બે ઉમેદવાર ઉપર જીતનો કળશ ઢોળાયો હતો. તેમજ પ્રથમ વખત લડતી આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવી એક બેઠક જીતી હતી.
ગારિયાધાર ન.પા.ની ચૂંટણીમાં ભાજપના દબદબાને તોડવા માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ ચૂંટણી પરિણામો જોતા કોંગ્રેસે ગઠબંધન કરી ખોટનો ધંધો કર્યો હતો. ગત ચૂંટણીમાં ૨૮માંથી ૧૪ ભાજપ, ૧૪ કોંગ્રેસ પાસે બેઠક હતી. પરંતુ સત્તાની લાલસામાં ગઠબંધનના ભેખડે ભરાયેલી કોંગ્રેસને આજના જનાદેશમાં ૪ બેઠકની ખોટ આવી છે. ભાજપે ૧૮ બેઠક પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી , ભાજપને ચાર બેઠકનો વધારો, સિહોરમાં અપક્ષની એક બેઠક વધી, તળાજામાં ભાજપ-કોંગ્રેસને બે-બે પેનલ, ચાર વોર્ડમાં કોંગ્રેસ પક્ષ પેનલ તોડવામાં સફળ રહ્યો હતો.
ભાવનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતની પાંચ બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની લાખણકા, તળાજા તા.પં.ની નવા-જૂના રાજપરા, ઉંચડી, સિહોર તા.પં.ની વળાવડ બેઠક ભાજપે જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસ પાસે રહેલી સોનગઢ બેઠક આંચકી લઈ ભાજપે ભગવો લહેરાવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ નગરસેવક અને જૂનાજોગીને મેદાનમાં ઉતાર્યા હોવા છતાં પણ મતદારોએ ભાજપને જ પસંદ કરી આ બેઠક પર પણ ભાજપને ત્રણ હજારથી પણ વધુની લીડ સાથે જીત અપાવી હતી. મનપાની ચૂંટણીમાં નીચા મતદાનનો ફાયદો કોંગ્રેસને થશે તેવી ધારણા હતી. પરંતુ આ ધારણા કોંગ્રેસ માટે ઠગારી જ નિવડી હતી.
સામાન્ય અને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભાજપે ભગવો લહેરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો. શહેર-જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના વિજેતા ઉમેદવારોએ પક્ષના કાર્યકરો, મોવડીઓને સાથે રાખી વિજય સરઘસ પણ કાઢ્યા હતા. વિજેતા નગરસેવકો-સભ્યોને ફૂલહાર પહેરાવી મોં મીઠા કરી જીતના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગારિયાધારમાં કોંગ્રેસે ગઠબંધન કરી ખોટનો ધંધો કર્યો, ભાજપને ચાર બેઠકનો વધારો, સિહોરમાં અપક્ષની એક બેઠક વધી, તળાજામાં ભાજપ-કોંગ્રેસની બે-બે પેનલ, ત્રણ વોર્ડમાં કોંગ્રેસ પેનલ તોડવામાં સફળ
કોંગ્રેસે ગામડામાં પણ જનાધાર ગુમાવ્યો
દેશના રાજકારણમાં ભાજપનું વધી રહેલું વર્ચસ્વ હવે સ્થાનિક ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ઉપર હાવી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે ગામડાઓ કોંગ્રેસનો ગઢ મનાતો હતો. પરંતુ ગ્રામ્ય વિસ્તારના મતદારો કોંગ્રેસની વિચારધારાથી વિમુખ થઈ રહ્યા હોવાના કારણે પંજાની પાંખ કપાવા લાગી છે. આજે જિલ્લામાં ન.પા., તા.પં. અને મનપાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને બેઠકોનો વધારો થયો છે, તેથી કોંગ્રેસે હવે જે-જે બેઠકો પર જીતની આશા હતી. ત્યાં મળેલી હારના કારણો તપાસવા આત્મમંથન કરવું જરૂરી બની ગયું છે.
0000000000000000
તળાજા ન.પા.ની ચૂંટણી : ભાજપના ગઢમાં ગાબડા, બે ટર્મના પ્રમુખ હાર્યા
Feb 19th, 2025
તળાજા ન.પા.ની ચૂંટણી : ભાજપના ગઢમાં ગાબડા, બે ટર્મના પ્રમુખ હાર્યા
– સતત ચોથી વખત ભાજપને સત્તારૂઢ થવા જનાદેશ
– રોડ-રસ્તા, ગટર, સફાઈના પ્રશ્નોને લઈ મતદારોએ રોષ ઠાલવ્યો પણ કમળનું જ બટન દબાવ્યું, વોર્ડ નં.૪માં બેની બદલે ત્રણ મહિલા વિજેતા : વોર્ડ નં.૫માં ભાજપ-કોંગ્રેસે રિ-કાઉન્ટીંગની માંગ પાછી ખેંચી
તળાજા : તળાજા નગરપાલિકામાં સતત ચોથી વખત ભાજપને સત્તારૂઢ થવા જનાદેશ કરાયો છે. જો કે, આ ચૂંટણીમાં કેટલાક વોર્ડ એવા છે કે, જેને ભાજપનો ગઢ મનાતો હતો. ત્યાં ગાબડા પડયા છે. આ સાથે બે ટર્મ સુધી પ્રમુખપદુ ભોગવી ચુકેલા ભાજપના ઉમેદવારને મતદારોએ અરીસો દેખાડી હારનો સ્વાદ ચખાડયો હતો.
તળાજા નગરપાલિકાના શાસનમાં વર્ષ ૨૦૨૩માં પ્રથમ વખત કમળ ખીલતા ભાજપનો પાયો નંખાયો હતો. ત્યારબાદથી તળાજા પાલિકામાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. જે સિલસિલો આ વખતે પણ જાળવવામાં ભાજપ સફળ રહ્યું છે. આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં ૧૭ બેઠક સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. તો ગત ટર્મ કરતા કોંગ્રેસને એક બેઠકનું નુકશાન થતાં ૧૧ બેઠકમાં સમેટાઈ છે. ચૂંટણી સમયે રોડ-રસ્તા, ગટર અને સફાઈના પ્રશ્નો મહત્વના હતા. પ્રચાર કરવા જતાં ઉમેદવારોને મતદારોનો રોષ પણ સાંભળવો પડયો હતો. તેમ છતાં અંતે તો મતદારોએ કમળનું જ બટન દાબી ભાજપને ફરી સત્તારૂઢ થવા જનાદેશ આપ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડયું છે. જેના કારણે ભાજપને વોર્ડ નં.૧ અને ૭માં જ પેનલ વિજયીનો સ્વાદ ચાખવા મળ્યો હતો. જ્યારે વોર્ડ નં.૨ અને ૩માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. ૨૮ સભ્યોમાં મહિલાની બહુમતી થઈ છે. વોર્ડ નં.૪માં બેના બદલે ત્રણ મહિલા ચૂંટાઈ આવ્યા છે. તો બે ટર્મ સુધી પ્રમુખની સત્તા ભોગવનાર સરવૈયા હાર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પરિણામ જાહેર થયા બાદ હવે પાલિકાના પ્રમુખનો તાજ કોના શિરે મુકાશે ? તેની ચર્ચાઓએ પણ જોર પકડયું છે. વિજય સરઘસમાં હાજર રહેલા ભાજપ જિલ્લા અધ્યક્ષ આર.સી. મકવાણાએ પ્રમુખની વરણી અંગે ફોડ પાડયો હતો કે, પાર્ટી-મોવડી મંડળની સુચના આવ્યે જેમનું નામ સુચવવામાં આવશે તેની પ્રમુખ તરીકે વરણી કરાશે તેમ ઉમેર્યું હતું. કોંગ્રેસને ૧૧ બેઠક મળી હોવા છતાં મોટું અને વધુ વિસ્તાર આવરી લેતું વિજય સરઘસ કાઢ્યું હતું. સાતેય વોર્ડમાં નોટામાં કુલ ૧૦૫ મત પડયા છે. તેમાં સૌથી વધુ વોર્ડ નં.૭માં ૧૯ મતદાતાએ એકેય ઉમેદવારને ન સ્વીકારી નોટાને મત આપવાનું પસંદ કર્યું હતું. વોર્ડ નં.૫ના આંકડાઓને લઈ ભાજપ અને કોંગ્રેસે રિ-કાઉન્ટીંગ માંગ્યું હતું. જો કે, બાદમાં બન્નેએ આંકડાઓ નો તાળો મળી જતા રિ-કાઉન્ટીંગની માંગણી પરત ખેંચી હતી.
તળાજા પાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ઉંચડી અને નવા-જૂના રાજપરા સીટને ભાજપે જાળવી રાખી છે. ઉંચડી બેઠક પર ચાર ઉમેદવાર વચ્ચે જંગ હતો. જ્યારે રાજપરા બેઠક પર ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ જશે તેવું જણાઈ રહ્યું છે.
સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો
વોર્ડ નં.
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
૧
ઈન્દુબેન ચૌહાણ
ભાજપ
૧૦૯૭
૧
બીનાબા વાળા
ભાજપ
૧૨૪૦
૧
ધર્મેન્દ્રસિંહ વાળા
ભાજપ
૧૧૮૪
૧
યશરાજસિંહ વાળા
ભાજપ
૧૦૫૪
૨
માનાબેન ચૌહાણ
કોંગ્રેસ
૯૪૬
૨
રાધિકાબેન સરવૈયા
કોંગ્રેસ
૮૭૮
૨
ફિરોઝભાઈ દસાડિયા
કોંગ્રેસ
૯૩૫
૨
ઉસ્માનગની તૈબાણી
કોંગ્રેસ
૯૨૦
૩
સારીકાબેન ચૌહાણ
કોંગ્રેસ
૧૨૪૯
૩
શાહીનબાનુ ગીગાણી
કોંગ્રેસ
૧૩૬૨
૩
ઈર્શાદભાઈ મલીક
કોંગ્રેસ
૧૫૩૯
૩
દાઉદભાઈ નાગરિયા
કોંગ્રેસ
૧૪૭૪
૪
ભાવનાબેન ભાલિયા
ભાજપ
૧૦૦૦
૪
હેતલબેન રાઠોડ
ભાજપ
૮૫૧
૪
હરેશભાઈ મેર
ભાજપ
૯૦૧
૪
લાભુબેન બારૈયા
કોંગ્રેસ
૮૨૪
૫
તેજલબેન પરમાર
ભાજપ
૧૦૧૬
૫
તેજસ્વીબા ગોહિલ
કોંગ્રેસ
૯૯૨
૫
હરેશભાઈ બારૈયા
ભાજપ
૯૩૨
૫
પ્રદીપસિંહ ગોહિલ
ભાજપ
૧૦૧૭
૬
કાંતાબેન પરમાર
ભાજપ
૮૧૮
૬
નિશાબેન જોષી
ભાજપ
૮૬૦
૬
મહેન્દ્રસિંહ સરવૈયા
ભાજપ
૯૮૯
૬
જીલુભાઈ ભમ્મર
કોંગ્રેસ
૯૧૦
૭
કસુબેન ડાભી
ભાજપ
૧૪૭૩
૭
અશરફબાનુ પીરાણી
ભાજપ
૧૪૨૦
૭
અયાન ભુરાણી
ભાજપ
૧૪૫૧
૭
અકરમ ભુરાણી
ભાજપ
૧૪૪૨
—————
આંકલાવ પાલિકામાં સત્તા મેળવવા ભાજપે 3 વિજેતા અપક્ષ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા
Feb 19th, 2025
આંકલાવ પાલિકામાં સત્તા મેળવવા ભાજપે 3 વિજેતા અપક્ષ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા
– કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં સત્તા હાંસલ કરવા ભાજપના હવાતિયાં
– મતગણતરીની પૂર્વ સંધ્યાએ બહુમતિ ન મળવાનો અણસાર આવી જતાં ભાજપે અપક્ષ ઉમેદવારો સાથે ગુપ્ત બેઠકો યોજી
આણંદ : આણંદ જિલ્લાની આંકલાવ પાલિકામાં ભાજપને બહુમતિ મળી નથી. પરિણામે કોંગ્રેસનો દબદબો ધરાવતી આંકલાવ પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી વિજેતા થયેલા ત્રણ અપક્ષ ઉમેદવારોને પરિણામો જાહેર થતાં જ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આંકલાવ પાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકો ઉપર ૧૪ અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે ભાજપના ફાળે માત્ર ૧૦ બેઠકો આવતા યેનકેન પ્રકારે સત્તા મેળવવા ભાજપે અપક્ષના ત્રણ વિજેતા ઉમેદવારોને અજ્ઞાાતસ્થળે લઈ જવાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભાજપ દ્વારા ચાલુ વર્ષે આંકલાવની તમામ ૨૪ બેઠકો ઉપર ઉમેદવારોને મેન્ડેટ આપ્યાં હતાં. ત્યારે મતગણતરીના આગળના દિવસે સોમવારે ભાજપના સ્થાનિક નેતાગીરીને આઠ બેઠકો જીતવાનો અણસાર મળી ચૂક્યો હતો. જેથી સોમવારે મોડી રાત્રે જીતી શકે તેવા અપક્ષ ઉમેદવારો સાથે ભાજપ દ્વારા ગુપ્ત બેઠકો યોજવામાં આવી હતી. મંગળવારે પરિણામ જાહેર થતાં ભાજપ માત્ર ૧૦ બેઠકો મેળવી શક્યું હતું. ત્યારે સત્તા મેળવવા ભાજપ દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા અને ભાજપના પલડામાં બેસીને સત્તા હસ્તગત કરવામાં મદદરૂપ થાય તેવા ત્રણ અપક્ષ ઉમેદવારોને મંગળવારે મોડી સાંજે અજ્ઞાાત સ્થળે મોકલી દીધા છે. ત્યારે બહુમતિ મેળવવામાં સફળ ન થયેલું ભાજપ અપક્ષોની મદદથી સત્તા મેળવે તેવી શક્યતા છે.
ભાજપની નેતાગીરીની ઉદાસીનતાના કારણે આંકલાવમાં માત્ર 10 બેઠકો આવ્યાની ચર્ચા
આણંદ જિલ્લામાં પાલિકાની ચૂંટણીઓમાં આંકલાવમાં ભાજપ નહીં જીતે તેવી પૂર્વધારણા રાખીને ભાજપના અગ્રણીઓ દ્વારા પ્રચારમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને નેતાઓ ઓડ અને બોરિયાવીમાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જેથી આંકલાવના સ્થાનિક કાર્યકરોએ એકલા હાથે ચૂંટણી લડવી પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આંકલાવમાં નેતાગીરીની ઉદાસીનતાને કારણે ભાજપે માત્ર ૧૦ બેઠકો મેળવીને સંતોષ માનવો પડયો હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ
Feb 18th, 2025
કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ
2025: આણંદની બોરીયાવી, આંકલાવ અને ઓડ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ઓડની 24માંથી 24 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ત્યારે કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણીમાં 24માંથી 10 બેઠકો પર ભાજપ અને 14 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો જીત્યા છે.
બોરીયાવીની 24 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપની જીત
બોરીયાવી પાલિકાની 24 બેઠકો પરથી 15 બેઠક ભાજપ, 6 પર કોંગ્રેસ અને 3 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર 4ની 1 બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
આ પણ વાંચો: કચ્છમાં ભચાઉની તમામ બેઠકો પર કમળ ખીલ્યું, રાપરમાં પણ ભાજપની જીત
ઉલ્લેખનીય છે કે, ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા -ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ, આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત 24- ઉંદેલ – 2, પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાઇ હતી.
બોરીયાવી નગરપાલિકામાં 79.53 ટકા, આંકલાવમાં 79.35 ટકા અને ઓડમાં 67 ટકા મતદાન થયું હતું. તેમજ ઉમરેઠ નગરપાલિકાની પેટી ચૂંટણી માટે 53.75 ટકા મતદાન થયું છે.
000000000000
ખેડા
ખેડામાં 3 પાલિકામાં ભગવો, ખેડા અને ડાકોરમાં ટાઈ
Feb 19th, 2025
ખેડામાં 3 પાલિકામાં ભગવો, ખેડા અને ડાકોરમાં ટાઈ
– ડાકોરમાં ભાજપના 14 અને અપક્ષના 14 ઉમેદવારો જીત્યા, ખેડામાં ભાજપની 14, અપક્ષની 13 અને કોંગ્રેસની 1 બેઠક ઉપર જીત
– મતદાન પહેલા ભાજપે ડાકોર અને મહુધાની ૧૫ બેઠકો બીનહરીફ મેળવી હતી
નડિયાદ : ખેડા જિલ્લાની પાંચ પાલિકા પૈકી ચકલાસી, મહેમદાવાદ અને મહુધા પાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવતા ભગવો લહેરાયો હતો. જ્યારે ડાકોર પાલિકામાં અગાઉ ૮ બેઠકો ભાજપની બીનહરીફ થયા બાદ મંગળવારે ૬ બેઠકો જીતતા ૧૪ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે ૧૪ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોની જીત થઈ હતી. તેમજ ખેડા પાલિકામાં ૧૪ બેઠકો પર ભાજપ, ૧૩ ઉપર અપક્ષ તથા એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં ખેડા અને ડાકોર પાલિકામાં ટાઈ પડી હતી. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપે દબદબો જાળવી રાખ્યો હતો, કપડવંજ તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.
ખેડા અને ડાકોર પાલિકામાં ભાજપ પ્રેરિત ૩ અપક્ષો જીત્યા હોવાનો પક્ષનો દાવો ખેડા જિલ્લામાં ડાકોર, ખેડા, ચકલાસી, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકા તથા કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય તેમજ મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ તથા કપડવંડ પાલિકાની બે વોર્ડની બે બેઠકોની પેટા ચૂંટણી માટે રવિવારે કુલ ૩,૧૪,૩૯૩ મતદારોએ મતદાન કર્યું હતું. પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર હતી. જ્યારે તાલુકા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે હતા.
તમામ મતગણતરી મથકો ખાતે મંગળવારે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડા પાલિકાની ૭ વોર્ડની ૧૪ બેઠકો ઉપર ભાજપની જીત થઈ હતી. જ્યારે ૧૩ બેઠકો અપક્ષ અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે ડાકોરમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નં.૬ અને ૭ બીનહરીફ થતાં ભાજપના ૮ ઉમેદવારોને ફાળે ગઈ હતી. મતગણતરીના દિવસે છ બેઠકો ભાજપના ફાળે જતાં ૧૪ બેઠકો ઉપર ભાજપની જીત થઈ હતી. જ્યારે ૧૪ બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી. પરિણામે ખેડા અને ડાકોર પાલિકામાં ટાઈ થઈ હતી. જોકે, જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બંને પાલિકામાં ભાજપ પ્રેરિત ૩ અપક્ષો જીત્યા હોવાનો દાવો કર્યો હતો.
જ્યારે મહેમદાવાદની ૭ વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૧૮માં ભાજપ અને ૧૦માં અપક્ષ ઉમેદવારોની જીત થઈ હતી. ઉપરાંત ચકલાસી પાલિકાની ૨૮ બેઠકમાંથી ૧૬ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે ૧૧ અપક્ષ અને એક કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.
મહુધા પાલિકાની ૨૪ બેઠકો પર ચૂંટણી જાહેર થઈ હતી. જોકે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૭ બેઠક ઉપર ભાજપ અને એક બેઠક ઉપર અપક્ષને બીનહરીફ જાહેર કરવામાં આવ્યાં હતાં. મંગળવારે મતગણતરી દરમિયાન બાકી રહેલી ૧૬ બેઠકો પૈકી ૭ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયાં હતાં. જ્યારે ૧૦ બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી.
પાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. કઠલાલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૧૭ બેઠકો ઉપર ભાજપ, ૪ અપક્ષ અને ૩ કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે કપડવંજ તાલુકા પંચાયતની ૨૬ બેઠકોમાંથી ૧૮ બેઠકમાં ભાજપ, ૬ કોંગ્રેસ અને ૨ અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા. નોંધનીય છે કે, કપડવંજ તાલુકા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. ચાલુ વર્ષે કપડવંજ તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.
114 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય : જિલ્લા ભાજપ પ્રમુખ
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાંચ પાલિકા, બે તાલુકા પંચાયત અને પેટા ચૂંટણી મળી ૧૯૦ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ૧૭૭ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો લડી રહ્યા હતા. જેમાંથી ૧૧૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. સાત જગ્યાએ સ્પષ્ટ બહુમતિ મળી છે. લોરેન્સ બીશ્નોઈના પોસ્ટરો અંગે તેમણે જણાવ્યું હતું કે, પ્રજામાંથી કોઈએ કર્યું હશે. અમારા કાર્યકર્તાઓએ કર્યું નથી. મહુધા પાલિકામાં ભાજપનો વિજય થયો છે, ત્યાં કોંગ્રેસનો સફાયો થયો છે.
ખેડામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાયું
ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં યોજાયેલી પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે માત્ર મહેમદાવાદ પાલિકામાં સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. બાદમાં ખેડામાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચીઠ્ઠી ઉછાળી ભાજપે સત્તા હાંસલ કરી હતી. જ્યારે ચકલાસી. મહુધા અને ડાકોર પાલિકામાં પાંચ વર્ષ સુધી અપક્ષોએ સાંઠગાંઠ કરીને સત્તા ટકાવી રાખી હતી. ચાલુ વર્ષે પાંચ પાલિકા પૈકી મહેમદાવાદ, મહુધા અને ચકલાસીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે. અગાઉ કોંગ્રેસનું શાસન ધરાવતી કપડવંજ તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાયો હતો. ત્યારે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હોય તેવી સ્થિતિ ઉદભવી છે.
4 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
જ્યારે કપડવંજ પાલિકાની બે બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં બંને બેઠકો ઉપર તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક પર પણ ભાજપના ઉમેદવારો જીત્યા હતા.
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વિજેતા ઉમેદવાર
મહુધા નગરપાલિકામાં વિજેતા ઉમેદવારો
વોર્ડ
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
૧
મહંમદઅસફાક ગુલામઅહેમદ મલેક
અપક્ષ
બિનહરીફ
નસીમબાનું બસીરમહંમદ મલેક
ભાજપ
બિનહરીફ
શૌકતડુસેન ગુલામહુસેન મલેક
ભાજપ
બિનહરીફ
રાજેશ્રીબેન વિપુલભાઈ રાઠોડ
ભાજપ
બિનહરીફ
૨
ફાતમાબાંનુ આકૃતાબહુસેન મલેક
ભાજપ
બિનહરીફ
રસીદાખાતુન મુસ્તુફામીયા શેખ
અપક્ષ
૭૯૦
મહંમદસહેજાદ મહંમદરફીક મલેક
અપક્ષ
૧૮૫૮
મહંમદતનવીર સાબીરહુસેન મલેક
અપક્ષ
૧૨૮૦
૩
શાબેન ઉમેશકુમાર સોલંકી
ભાજપ
૫૦૧
હિનાબેન અજીતભાઈ તળપદા
ભાજપ
૪૮૯
રાજનકુમાર રાકેશકુમાર પટેલ
ભાજપ
૭૨૨
ફૈસલખાંન છોટેખાન પઠાણ
અપક્ષ
૭૨૩
૪
કનીજફાતેમા યાકુબમીયાં મલેક
ભાજપ
૬૩૮
શમીમબાનું હિદાયતુલ્લાખાંન પઠાણ
ભાજપ
૪૬૧
ફરીદમીયાં અહેમદમીયાં મલેક
ભાજપ
૯૧૯
ઐયાજખાન અતાઉલ્લાખાન પઠાણ
અપક્ષ
૮૬૫
૫
વિધિબેન મેહુલકુમાર પટેલ
અપક્ષ
૭૩૫
રૃપલબેન ભાવેશકુમાર પટેલ
અપક્ષ
૫૪૭
રૃચિર મહેશભાઈ પટેલ (કની)
અપક્ષ
૮૧૫
જીગ્રેશકુમાર જયંતિભાઈ પટેલ
અપક્ષ
૭૦૨
૬
ભગવતીબેન સમીરકુમાર પટેલ
ભાજપ
બિનહરીફ
રેવાબેન રમેશભાઈ સોઢાપરમાર
ભાજપ
બિનહરીફ
લાલજીભાઈ ઘેલાભાઈ (વાઘેલા)
ભાજપ
૯૦૫
રૃપેશકુમાર રાવજીભાઈ રાઠોડ
ભાજપ
૮૩૮
ડાકોર નગરપાલિકામાં વિજેતા ઉમેદવાર
૧
મંજુલાબેન રાજેશભાઈ વસાવા
અપક્ષ
૪૫૮
શ્વેતાબેન ગોપાલભાઈ પટેલ
અપક્ષ
૬૧૫
શૈલેષકુમાર વાઘજીભાઈ ભરવાડ
અપક્ષ
૮૩૩
રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ
અપક્ષ
૭૯૦
૨
ફાલ્ગુનીબેન પરેશકુમાર વણકર
અપક્ષ
૫૦૦
બિન્કીબેન ચૈતન્ય સેવક
અપક્ષ
૯૩૦
વિપુલકુમાર ચીમનભાઈ ડામોર
અપક્ષ
૬૦૯
જિગ્નેશકુમાર આશાભાઈ પટેલ
અપક્ષ
૧૨૦૦
૩
ફરીદાબેન જીયાઉદ્દીન વહોરા
ભાજપ
૧૦૭૪
દિપીકાબેન જયંતિભાઈ શર્મા
ભાજપ
૧૩૨૩
ઈબ્રાહીમ મહંમદ બાંડી
ભાજપ
૧૪૨૦
વિપુલકુમાર જયરણછોડભાઈ શાહ
ભાજપ
૧૫૪૩
૪
સેજલ આકાશ રાવળ(મોન્ટુ ગેરેજ)
અપક્ષ
૫૭૪
મયુરીબેન વિકાસ પટેલ
અપક્ષ
૧૧૦૯
જયદેવ જગદીશકુમાર ખંભોળજા
ભાજપ
૧૨૭૨
મમતાબેન કેતનકુમાર શાહ
અપક્ષ
૮૯૩
૫
કલ્પનાબેન સુનીલકુમાર પરમાર
અપક્ષ
૬૧૦
અલકાબેન જીતેન્દ્રકુમાર પટેલ
અપક્ષ
૧૨૮૧
નિલેશભાઈ શાન્તિભાઈ પ્રજાપતિ
અપક્ષ
૧૧૬૧
સંગીતાબેન રાજેશકુમાર પટેલ
ભાજપ
૧૦૧૮
૬
અલ્કાબેન કલ્પેશકુમાર સુથાર
ભાજપ
બિનહરીફ
રેખાબેન મૃગેન્દ્રકુમાર ત્રિવેદી
ભાજપ
બિનહરીફ
ચૈતન્યકુમાર મહેશભાઈ ઉપાધ્યાય
ભાજપ
૮૭૨
અલ્પેશકુમાર ધનશ્યામભાઈ રાય
ભાજપ
૭૧૬
૭
રીટા કલ્પેશ ભટ્ટ
ભાજપ
બિનહરીફ
હીનાબેન ભાવેશકુમાર કા.પટેલ
ભાજપ
બિનહરીફ
પ્રિતેશભાઈ તેજાભાઈ દેસાઈ
ભાજપ
બિનહરીફ
તેજેન્દ્રસિંહ રણજીતસિંડ ડાડા
ભાજપ
૧૦૨૬
મહેમદાવાદ નગરપાલિકાના વિજેતા ઉમેદવાર
૧
મનિષાબેન કમલેશકુમાર પાંડવ
ભાજપ
૧૫૭૦
મોનાબેન ચિરાગભાઈ શાહ
ભાજપ
૧૫૭૮
સુશીલકુમાર ગુરૃપ્રસાદ કહાર
ભાજપ
૧૪૮૪
દર્શન મહેશકુમાર પટેલ
ભાજપ
૧૭૨૨
૨
રૃકશાનાબેન ઉમરભાઈ વહોરા
અપક્ષ
૯૧૧
ઝરીનાબીબી શૌક્તઅલી સૈયદ
અપક્ષ
૮૫૫
ચાવડા ભાનુભાઈ બેચરભાઈ
અપક્ષ
૧૨૫૯
અઝાઝખાન હમીદખાન પઠાણ
અપક્ષ
૧૧૩૪
૩
ફરહીન સલીમુદીન મલેક
અપક્ષ
૭૦૧
નાદીરાબાનો મહંમયુનુસ વહોરા
અપક્ષ
૧૨૮૩
મુઝીફોદદીન મહેમુદમીયાં સૈયદ
અપક્ષ
૨૨૬૫
આરીફભાઈ અલ્લારખાભાઈ વહોરા
અપક્ષ
૨૦૬૦
રીઝવાનાબાનું સહેજાદહુસેન મલેક
અપક્ષ
૧૧૩૨
૪
પારૃલબેન રાજેન્દ્રકુમાર શાહ
ભાજપ
૧૧૧૮
મલેક ઈમરાનમીયાં સફીમીયાં
અપક્ષ
૧૨૯૮
અભિષેક મણીલાલ શર્મા
ભાજપ
૧૫૩૫
૫
સ્વેતાબેન બુધાભાઈ ભીલ
ભાજપ
બિનહરીફ
હિનલ શ્યામલ વ્યાસ
ભાજપ
૧૫૪૬
મુકેશકુમાર ભાઈલાલભાઈ ખલાસી
ભાજપ
૧૪૬૮
રાકેશકુમાર કનુભાઈ સોઢાપરમાર
ભાજપ
૧૬૭૪
૬
વર્ષાબેન હસમુખભાઈ વાઘેલા
ભાજપ
બિનહરીફ
પાર્વતિબેન મનોજભાઈ વાઘેલા
ભાજપ
૧૭૨૭
નિલેષકુમાર રમણભાઈ વાઘેલા
ભાજપ
૧૮૬૬
રણછોડભાઈ પોપટભાઈ ચેખલીયા
ભાજપ
૧૬૦૮
૭
આરતીબેન સંજયકુમાર બ્રહમભટ્ટ
ભાજપ
બિનહરીફ
અલકાબેન પરેશકુમાર ભટ્ટ
ભાજપ
૬૮૭
પ્રશાંતકુમાર વિનુભાઈ પટેલ
ભાજપ
૧૦૭૧
પ્રેરકભાઈ રજનીકાન્ત જોષી
ભાજપ
૮૯૭
ખેડા નગરપાલિકામાં વિજેતા ઉમેદવારો
૧
પુષ્પાબેન નરેશભાઈ વસાવા
અપક્ષ
૭૮૬
કિંજલ મેહુલકુમાર ઠક્કર
ભાજપ
૮૨૮
રમેશભાઈ જાલમભાઈ ગોહેલ
સપા
૭૭૧
વિષ્ણુભાઈ મફ્તભાઈ પટેલ
બસપા
૮૪૭
૨
ખાતુનબીબી ફિરોજશા દિવાન
કોંગ્રેસ
૨૪૧
ભાનુબેન જયસિંહ ડાભી
અપક્ષ
૨૯૮
બળદેવ મેરાજી વણઝારા
અપક્ષ
૯૨૫
હમીદમીયાં મહેબુબમીયાં કુરેશી
સપા
૬૫૪
૩
નિલોફરબન મુનાફભાઈ વહોરા
અપક્ષ
૭૮૮
જયોત્સનાબેન નયનભાઈ પટેલ
ભાજપ
૬૬૦
નરેશભાઈ બાબુભાઈ તળપદા
ભાજપ
૭૩૯
દિનેશભાઈ દલસુખભાઈ રાઠોડ
ભાજપ
૧૦૭૬
૪
વિલાસબેન સંજયભાઈ વાઘેલા
ભાજપ
૯૨૦
કામીનીબેન વિજયસિંહ મહિડા
ભાજપ
૧૦૨૪
અશોકર નારણભાઈ મકવાણા
ભાજપ
૧૦૪૧
અંકિતકુમાર વિનોદચંદ્ર પટેલ
ભાજપ
૧૧૧૪
૫
ગીતાબેન નિલેશભાઈ રબારી
બસપા
૯૧૬
કામિનીબેન ભરતભાઈ દલવાડી
બસપા
૯૦૪
શૈલેષકુમાર લાલજીભાઈ રાણા
ભાજપ
૮૭૩
આમીરભાઈ સિરાજભાઈ વ્હોરા
બસપા
૭૯૧
૬
ઉર્વશીબેન રિગ્નેશકુમાર સુતરીયા
ભાજપ
૯૦૨
ઈલાબેન ભરતભાઈ કા. પટેલ
ભાજપ
૯૫૨
અક્ષયકુમાર અરવિંદભાઈ ભાવસાર
ભાજપ
૧૦૪૬
નીરવકુમાર ભીખાભાઈ પટેલ
ભાજપ
૯૦૭
૭
રીટાબેન મોહનભાઈ પરમાર
ભાજપ
૮૨૪
મુસ્કાનબાનું સમીરહુસેન મોમીન
સપા
૧૦૯૦
યુનુસભાઈ મહેબુબભાઈ શેખ
બસપા
૯૩૭
યાસીનભાઈ ગુલામનબી વહોરા
–
૯૧૬
ચકલાસી નગરપાલિકાના વિજેતા ઉમેદવાર
૧
રમીલાબેન વાઘેલા
અપક્ષ
૧૭૨૦
વિમળાબેન વાઘેલા
અપક્ષ
૧૨૬૫
જગદીશભાઈ વાઘેલા
અપક્ષ
૧૩૯૨
વીરેન્દ્રમા પાછેલા
ભાજપ
૧૫૬૧
૨
કૃપાલી જગદીશભાઇ વાઘેલા
ભાજપ
૨૧૧૯
જીગરકુમાર હિંમતભાઈ વાઘેલા
ભાજપ
૨૩૧૪
નિશાબેન લાલજીભાઈ વાઘેલા
ભાજપ
૨૧૧૯
સુરેશભાઈ પુનમભાઈ વાઘેલા
ભાજપ
૨૧૨૨
૩
ડિમ્પલખેન ચંપકભાઈ વાઘેલા
ભાજપ
૧૭૮૧
ધર્મેશભાઈ બળવંતસિંહ વાઘેલા
ભાજપ
૧૯૮૮
પ્રવિણભાઈ લલ્લુભાઈ વાઘેલા
ભાજપ
૧૮૨૮
વિલાસબેન અશ્વિનકુમાર વાઘેલા
ભાજપ
૧૫૪૭
૪
કોમલ હેમંત મકવાણા
ભાજપ
૧૨૭૫
નીરુબેન મુકુન્દકુમાર વાઘેલા
ભાજપ
૧૨૮૬
જાભાઈ કાળીદાસ વાઘેલા
ભાજપ
૧૭૫૭
અમિતકુમાર હસમુખભાઈ પટેલ
ભાજપ
૧૫૯૫
૫
ચન્દ્રીકાબેન નરેન્દ્રભાઈ વાઘેલા
અપક્ષ
૧૬૭૦
નીલમબેન પ્રશાંતભાઈ પટેલ
અપક્ષ
૧૫૯૬
જીતેન્દ્રસિંહ ઉમેદસિંહ વાઘેલા
અપક્ષ
૧૭૫૯
રસીદમીયાં બાઉદ્દીનમીયાં ચાવડા
કોંગ્રેસ
૧૬૧૪
૬
કોકીલાબેન સુરેશભાઈ જાદવ
ભાજપ
૧૨૦૭
કોકીલાબેન રાજેશભાઈ વાઘેલા
ભાજપ
૧૧૪૦
જરાભાઈ રૃમાલભાઈ જાદવ
ભાજપ
૧૧૭૪
તુષારકુમાર વિનુભાઈ વાઘેલા
અપક્ષ
૧૩૨૧
૭
રુપાલીબેન શૈલેશભાઈ વાઘેલા
અપક્ષ
૨૧૧૧
ગીતાબેન જગદીશભાઈ વાઘેલા
અપક્ષ
૧૯૧૩
મનોજકુમાર નટુભાઈ વાઘેલા
અપક્ષ
૧૭૬૮
રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
અપક્ષ
૨૪૭૨
કપડવંજ પાલિકાની પેટા ચૂંટણીના વિજેતા ઉમેદવાર
વોર્ડ
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
૨
મુનીરાબેન અબ્દુલરસીદ વ્હોરા
ભાજપ
૧૩૭૩
૬
સન્ની મનુભાઈ પટેલ
અપક્ષ
૨૧૪૦
કપડવંજ તાલુકા પંચાયતમાં વિજેતા ઉમેદવારાે
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
સમધરબેન ગણપતસિંહ રાઠોડ
ભાજપ
૩૭૩૭
જયરાજબેન ઇન્દ્રસિંહ ચૌહાણ
ભાજપ
૨૮૪૪
ફુલીબેન પ્રવીણભાઇ પરમાર
કોંગ્રેસ
૨૪૦૯
શોભાબેન ફતેસિંહ ઝાલા
ભાજપ
૨૪૯૭
નીરૃબેન લક્ષ્મણસિંહ સોલંકી
ભાજપ
૩૫૭૯
અનિલભાઇ ચંદુભાઇ વસાવા
ભાજપ
૧૪૭૭
ભાવનાબેન મનોહરસિંહ પરમાર
ભાજપ
૨૬૮૭
શાંતાબેન ભીખાભાઇ રબારી
અપક્ષ
૨૦૯૬
અજયકુમાર ડાહયાભાઇ સોલંકી
કોંગ્રેસ
૨૩૨૪
લક્ષ્મણભાઇ સોમાભાઇ ઝાલા
ભાજપ
૨૮૫૪
વૈશાલીબેન કેતનકુમાર ઝાલા
કોંગ્રેસ
૨૨૪૫
ગીરીશભાઇ લલ્લુભાઇ પટેલ
ભાજપ
૨૫૧૦
રાજેન્દ્રસિંહ ચંન્દ્રસિંહ ઝાલા
કોંગ્રેસ
૨૬૬૫
પ્રેમીલાબેન પ્રતાપસિંહ સોલંકી
ભાજપ
૩૩૦૫
સોનલબેન મુકેશભાઈ ગોહેલ
ભાજપ
૧૭૧૯
નિકીતાબેન કલ્પેશભાઈ પટેલ
ભાજપ
૩૦૦૪
હેતલબેન પ્રિયંકકુમાર પટેલ
ભાજપ
૨૭૮૧
શુશીલાબેન અજીતભાઈ પરમાર
ભાજપ
૨૭૨૬
વિજયસિંહ અભેસિંહ ચૌહાણ
કોંગ્રેસ
૨૩૪૧
બાબુભાઈ લક્ષ્મણજી પરમાર
ભાજપ
૨૯૭૫
જશીબેન કાનજીભાઈ વણકર
કોંગ્રેસ
૨૩૧૫
જયંતિભાઈ કોદરભાઈ પરમાર
ભાજપ
૨૮૭૧
નૈતિકકુમાર ભીખાભાઈ પટેલ
ભાજપ
૧૮૪૩
મફતભાઈ સોમાભાઈ ઝાલા
ભાજપ
૨૮૦૯
વાઘેલા અરવિંદભાઈ રતનભાઈ
અપક્ષ
૧૮૦૦
ગોપાલભાઈ જશુભાઈ પટેલ
ભાજપ
૨૬૦૬
કઠલાલ તાલુકા પંચાયતમાં વિજેતા ઉમેદવારો
વિજેતા ઉમેદવાર
પક્ષ
મળેલા મત
સંગીતાબેન કાળાભાઇ પરમાર
ભાજપ
૨૫૬૬
સમુબેન દશરથભાઇ સોલંકી
અપક્ષ
૧૯૫૧
વસંતબેન જેસંગભાઇ ડાભી
ભાજપ
૧૯૯૫
કાજલબેન વિશાલકુમાર સોલંકી
ભાજપ
૧૨૪૭
આરતીબેન જીગ્નેશભાઇ ડાભી
ભાજપ
૨૪૮૨
મોહનભાઇ ગાંડાભાઇ સોલંકી
ભાજપ
૨૧૭૫
વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ ઝાલા
કોંગ્રેસ
૩૨૭૦
શનાભાઇ પુંજાભાઇ ઝાલા
ભાજપ
૨૭૧૦
ભરતસિંહ રાયસિંહ ડાભી
ભાજપ
૧૫૯૭
સોનલબેન જયવીરેન્દ્રસિંહ ઝાલા
ભાજપ
૨૪૯૧
પરાગ દિલીપસિંહ ઠાકોર
અપક્ષ
૧૮૮૫
શ્રવણસિંહ દશરથભાઇ ડાભી
ભાજપ
૩૨૫૬
કોકીલાબેન અજીતભાઈ પરમાર
ભાજપ
૧૪૦૫
સીતાબેન સોમાભાઈ ડાભી
ભાજપ
૨૩૧૦
રંજનબેન ગોપાલભાઇ બારૈયા
કોંગ્રેસ
૧૬૮૬
વિષ્ણુકુંવરબા દેવરાજસિંહ ઝાલા
અપક્ષ
૨૦૭૫
જયાબેન દિનેશભાઈ રોહિત
ભાજપ
૧૯૪૫
સતીશકુમાર બુઘાભાઇ વસાવા
ભાજપ
૨૬૬૧
શાંતાબેન અજીતસિંહ ડાભી
ભાજપ
૨૩૮૨
મહેશકુમાર કાંતિભાઈ પરમાર
ભાજપ
૩૦૨૨
ગોવિંદભાઈ જીવાભાઈ પરમાર
ભાજપ
૨૦૭૬
અશોકભાઇ જેણાભાઇ રાઠોડ
અપક્ષ
૧૭૭૮
અમરસિંહ પુંજાલાલ રાઠોડ
ભાજપ
૨૧૬૦
મંગળભાઈ મોતીભાઈ સોઢાપરમાર
કોંગ્રેસ
૧૯૬૦
0000000000000
ઘાટલોડીયા બેઠક ભાજપે જાળવી રાખી
ભાજપના ઉમેદવારને કુલ ૨૧૨૦૧ મતોની સરસાઈ મળી
Feb 19th, 2025
ઘાટલોડીયા બેઠક ભાજપે જાળવી રાખી
અમદાવાદ,મંગળવાર,18 ફેબ્રુ,2025
રાજયમાં નગર પાલિકા,પંચાયતની ચૂંટણી સાથે અમદાવાદના વોર્ડ નંબર-૭ ઘાટલોડીયાની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.મંગળવારે મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર પ્રવિણ અંબાલાલ પટેલને કુલ ૨૨૩૫૩ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા.તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોરધનભાઈ પટેલને ૧૧૫૨ મત મળ્યા હતા.ભાજપના ઉમેદવારને કુલ ૨૧૨૦૧ મતોની સરસાઈ મળી હતી. આપના ઉમેદવારને ૪૮૮, રાષ્ટ્રવાદી કોંગ્રેસ(શરદપવાર)ના ઉમેદવારને ૯૯ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ૨૦૩ મત મળ્યા હતા. ૩૨૬ મત નોટામાં પડયા હતા. આ બેઠક અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા મનોજ પટેલે રાજીનામુ આપતા ખાલી પડી હતી. ભાજપે પેટા ચૂંટણી પછી તેની બેઠક જાળવી રાખી છે.
000000000000
અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
Feb 19th, 2025
અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
લેટરકાંડ,ભાજપમાં વકેરેલા જૂથવાદ,પાયલ ગોટી વિવાદો વચ્ચે ં
રાજુલા-જાફરાબાદ, ચલાલા પાલિકામાંં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહીં,લાઠીમાં ભાજપને ૧૮બેઠક મળતા ગત ટર્મની સાપેક્ષમાં ૩ બેઠક ઓછી, કોંગ્રેસને પ અપક્ષને એક બેઠક
અમરેલી: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં લેટરકાંડ,જૂથવાદ અને જુના જોગીઓની ટિકિટ કપાવાની નારાજગીની અસર વચ્ચે ભાજપનું કમળ ખીલ્યું હતું.નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલે તે રીતે પછડાટ આપી પાલિકા કબ્જે કરી હતી.જ્યારે લાઠી નગરપાલિકામાં ભાજપે ૧૮ બેઠકો સાથે જીત મેળવી હતી.તો પેટા ચૂંટણીઓમાં પણ મોટા ભાગની બેઠકો ભાજપે કબ્જે કરી ફરી એકવાર ડંકો વગાડયો હતો.
રાજુલા-જાફરાબાદ અને ચલાલા નગરપાલિકામાં ભાજપના માઈક્રો મેનેજમેન્ટ સામે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.ભાજપે નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે ધારાસભ્યોને જવાબદારી આપી હતી.જાફરાબાદમાં મતદાન પહેલા જ ૧૬ સીટો પર ભાજપના ઉમેદવાર બિન હરીફ થયા હતા.આજે પરિણામ જાહેર થઇ જતા કોંગ્રેસ એક પણ સીટ મળી ન હતી જેથી જાફરાબાદ પાલિકામાં સતત બીજી વખત ભાજપે તમામે તમામ સીટો કબ્જે કરી હતી.
રાજુલામાં પણ છેલ્લા ૭ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી .અહીં પાંચ વર્ષ કોંગ્રેસ અને ૨ વર્ષ વહીવટદારનું શાસન રહ્યું હતું .ે ગત ચૂંટણીમાં કોંગ્રેસના તે વખતના ધારાસભ્ય અમરીશ ડેરની આગેવાનીમાં કોંગ્રેસે ૨૭ બેઠકો કબ્જે કરી હતી અને ભાજપના ફાળે માત્ર એક જ બેઠક ગઈ હતી આ વખતની ચૂંટણીમાં ભાજપે તમામે તમામ સીટ કબ્જે કરી કોંગ્રેસને કારમો રકાસ આપ્યો હતો.રાજુલાની ચૂંટણીમાં કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ કાતરીયા,બાઘુબેન વાણિયા,કાંતાબેન કિશોરભાઈ ધાખડા સહિતના આગેવાનો ભાજપની લહેરમાં હારી જતા અપસેટ સર્જાયો હતો. ચલાલા પાલિકામાં પણ ભાજપે તમામ સીટો કબ્જે કરી હતી.પાલિકાની ૨૪ સીટોમાંથી ગત વર્ષે કોંગ્રેસ પાસે ૭ સીટો અને ભાજપ પાસે ૧૭ સીટો હતી.પરંતુ આ વખતે કોંગ્રેસના એક પણ ઉમેદવારનું ખાતું ખુલ્યું ન હતું . ભાજપે તમામ સીટો કબ્જે કરી હતી.
લાઠી નગરપાલિકાં પણ ભાજપે કબ્જે કરી હતી.આ પાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપના સાંસદ અને ધારાસભ્ય બંનેએ સતત પ્રચારકર્યો હતો પરંતુ અંદરખાને ચાલતી નારાજગી,કેટલાક આક્ષેપોને ધ્યાને લેતા ગત વર્ષની સરખામણીમાં ભાજપને ઓછી બેઠકો મળી હતી.ગત વર્ષે ભાજપ લાઠીમાં કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકોમાં ૨૧ ભાજપ અને ૩ બેઠકો કોંગ્રેસ પાસે હતી.જોકે આ વખતે ભાજપને માત્ર ૧૮ બેઠકો મળી હતી.જયારે કોંગ્રેસને ૫ અને અપક્ષના એક ઉમેદવારે જીત મેળવી હતી.આખરે આ પાલિકા પર પણ ભાજપનો કબ્જો થયો હતો.
કેટલીક પાલિકાની વોર્ડ પેટા ચૂટણીમાં પણ ભાજપનું પલડું ભારી રહ્યું
અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર ૫ અને ૭ ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને એક એક બેઠક મળી હતી.વોર્ડ નંબર ૫ માં ભાજપના ઉમેદવાર કોમલબેન રામાણી વિજેતા થયા હતા.તો વોર્ડ નંબર – ૭ ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માધવીબેન જાની વિજેતા બન્યા હતા.સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ -૧ માં ભાજપના ઉમેદવાર ગૌતમ સાવજ વિજેતા થયા હતા.જેથી પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનું પલડું ભારે જોવા મળ્યું હતું.દામનગર શહેર ની બે વોર્ડ ના એક એક ઉમેદવારો ની પેટા ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારાનીે જીત થયેલ છે. વોર્ડ નંબર ૨માં સામાન્ય પુરુષ બેઠક ઉપર જયતિભાઈ બી. નારોલાના કોંગ્રેસ પક્ષના અસલમ મોગલ સામે ૬૭ મતની લીડથી વિજય થયો હતો .જ્યારે વોર્ડ નંબર ત્રણમાં સામાન્ય ી બેઠક ઉપર હંસાબેન અરવિંદભાઈ ચાંદપરાનો કોંગ્રેસના ઉમેદવાર રિદ્ધિબેન મનીષભાઈ ગાંધી સામે ૯૯ મતથી વિજય થયો હતો . ઉલ્લેખનીય છે કે ગત સામાન્ય ચૂંટણી માં ૨૪ માંથી ૨૨ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને બે ઉપર વિપક્ષ કોંગ્રેસ જીતી હતી .હવે પેટા ચૂંટણીમાં બે બેઠક મેળવી લઈ સંખ્યાબળમાં પુનઃ ૨૨ બેઠકો બનાવી લઈ ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં અગાઉ ગુમાવેલી બેઠક પરત મેળવી લીધી છે.
ધારીની મીઠાપુર તા.પંચાયત બેઠકમાં ભાજપનો વિજય
પાલિકાઓ ઉપરાંત પેટા ચૂંટણીમાં ધારી તાલુકાની મીઠાપુર સીટ પર ભાજપે કબ્જો મેળવ્યો હતો.બગસરાના જુના વાઘણીયામાં કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરાતા ચૂંટણી કેન્સલ થઇ હતી.તો બાબરાની કરિયાણા બેઠક પર આદિવાસી સીટના કારણે ઉમેદવાર ન મળતા ચૂંટણી કેન્સલ થઇ હતી.
ચૂટણી પરિણામો બાદ શહેરોમાં વિજય સરઘસ નીકળ્યા
પાલિકા ચૂટણીમાં લાઠી,ચલાલા,જાફરાબાદ,રાજુલા,અમરેલી,સાવરકુંડલા,દામનગરમાં ભાજપની ભવ્ય જીત બદલ કાર્યકરોએ ભવ્ય રીતે જશ્ન મનાવ્યો હતો. ચલાળામાં પણ ભાજપે તમામ બેઠકો કબ્જે કરી કોંગ્રેસનો રકાસ કરી નાખતા ં વિજય ઉત્સવ મનાવ્યો હતો.જેમાં ભાજપી કાર્યકરો ખુશીમાં ચલણી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતો.આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું પરિણામ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.
000000000
અમરેલીની તમામ પાલિકામાં ભાજપનો દબદબો, કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ: કોંગ્રેસ 5 બેઠકો પર સમેટાઈ
Feb 18th, 2025
અમરેલીની તમામ પાલિકામાં ભાજપનો દબદબો, કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ: કોંગ્રેસ 5 બેઠકો પર સમેટાઈ
Gujarat Local Body Election Results: અમરેલી જિલ્લાની ચારેય બેઠકો ભાજપે કબજે કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જિલ્લાની ચારેય પાલિકા માટે કુલ 59.72 ટકા મતદાન થયું હતું. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. આ ઉપરાંત જામજોધપુરમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. જામજોધપુરની કુલ 28 પૈકી 27 પર ભાજપે પોતાની મ્હોર લગાવી હતી, તેમજ એક બેઠક પર AAPનો વિજય જોવા મળ્યો હતો.
સરેરાશ મતદાન 59.72 ટકા થયું
જાફરાબાદ નગરપાલિકા માટે 68.96 ટકા મતદાન થયું હતું. જ્યારે લાઠી નગરપાલિકા માટે 61.38 ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ ચલાલા નગરપાલિકા માટે 58.11 ટકા મતદાન થયું હતું અને રાજુલા નગરપાલિકા માટે 55.40 ટકા મતદાન થયું હતું. એકંદરે 75,549 મતદારોમાંથી 46,310 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ચારેય પાલિકામાં 59.72 ટકા સરેરાશ મતદાન થયું હતું.
અમરેલીની તમામ પાલિકામાં ભાજપનો દબદબો, કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ: કોંગ્રેસ 5 બેઠકો પર સમેટાઈ 2 – image
અહીં યોજાઈ હતી મતગણતરી
જાફરાબાદ નગરપાલિકાની મતગણતરી મોડલ સ્કૂલ ખાતે 4 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ ઉમેદવાર 23 હતા. જ્યારે ચલાલા નગરપાલિકાની મતગણતરી એમ કે ચંદારાણા વિધાલય ખાતે 6 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 48 ઉમેદવાર હતા. લાઠી નગરપાલિકાની મતગણતરી તાલુકા શાળા ખાતે 6 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 63 ઉમેદવાર હતા. રાજુલા નગરપાલિકાની મતગણતરી પ્રાંત કચેરી ખાતે 7 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 80 ઉમેદવાર હતા.
000000000000000
સુરેન્દ્રનગર જીલ્લાની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો
Feb 19th, 2025
સુરેન્દ્રનગર જીલ્લાની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો
– થાન નગરપાલિકામાં 25 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો પર બસપાના ઉમેદવારોની જીત થઈ
– થાન નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા
– લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક બેઠકની પેટા ચુંટણીમાં પણ ભાજપે બાજી મારી
– લીંબડી અને સાયલા તા.પં.ની એક-એક બેઠક પણ ભાજપના કબ્જે
સુરેન્દ્રનગર : રાજ્યમાં પ્રથમ વખત ૨૭ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ૩૨ બેઠકમાંથી ૨૯માં ભાજપનો, ત્રણ પર બસપાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લામાં સુપડા સાફ થઈ જતા હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. થાન નગરપાલિકાની ૨૮ બેઠકમાંથી ૨૫ બેઠક પર ભાજપના અને ત્રણ બેઠક પર બસપાના ઉમેદવારનો વિજય થયો છે. લીંબડી-ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક વોર્ડની પેટા ચૂંટણી અને લીંબડી અને સાયલા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ૩૨ બેઠક પૈકી એક પણ બેઠકમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો નથી.
સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તા.૧૬ ફેબુ્રઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. થાન નગરપાલિકાની ૨૮ બેઠક પર ૧૦૭ ઉમેદવાર, ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બે ઉમેદવાર, લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ચાર, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ચાર, સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર મળી ૧૨૦ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ ૩૨ બેઠકમાંથી ૨૯માં ભાજપનો વિજય થયો છે.
ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર.૧ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરાભાઈ ભરવાડનો ૧૯૨૨ મતે વિજય થયો છે. સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી સીટ પર ભાજપના ગેલાભાઈ રણછોડભાઈ ઉગરેજાનો ૧૩૨૭ મતથી વિજય થયો છે. લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર ૧ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરદીપસિંહ વનરાજસિંહ રાણાનો ૧૨૩૪ મતથી વિજય થયો છે. લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ૧૮૦૯ મતથી વિજય થયો છે.
થાન નગરપાલિકામાં ફરી રસાકસી બાદ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ભાજપના ૨૫ વિજેતા ઉમેદવારોનું શહેરના પીપળા ચોકથી વાસુકી દાદાના મંદિર સુધી સામુહિક સરધસ કાઢવામાં આવ્યું હતું ત્યાર બાદ પોતાના સ્થાનિક વોર્ડમાં પણ વિજેતા ઉમેદવારોએ ઢોલ, નગારા અને ડી.જે.ના તાલે વિજય સરઘસ કાઢયું હતું. જેમાં સ્થાનીક રહિશો, મતદારો, કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.
થાન પાલિકામાં કોંગ્રેસ-આપને જાકારો
થાન નગરપાલિકાની ચૂંટણીમાં સૌ કોઇની નજર હતી. ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ-૨૮, કોંગ્રેસ-૨૭, આપ-૨૮, બસપા-૯ તેમજ અપક્ષ-૧૫ મળી કુલ ૧૦૭ ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું અને નવાજુની એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ અંતે મતદારોએ ૨૮માંથી ૨૫ બેઠક પર ભાજપના ઉમેદવારને મત આપી ફરી નગરપાલિકામાં ભાજપને શાસન સોંપ્યું છે. બીજી તરફ થાન નગરપાલિકામા બસપાની પણ એન્ટ્રી થઈ છે. વોર્ડ નંબર ૪ની ૩ બેઠક પર બસપાના ઉમેદવારોની જીત થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મતદારોએ જાકારો આપતા થાન નગરપાલિકાની ચુંટણીમાં બન્ને પક્ષના સુપડાઓ સાફ થઈ ગયા છે.
થાન નગરપાલિકાની ૨૮ બેઠકોના વિજેતા ઉમેદવાર
વોર્ડ ઉમેદવારનું નામ પક્ષ મળેલ મત
૧ નીતાબેન રૂદાતલા ભાજપ ૮૮૩
– ભારતીબેન ખમાણી ભાજપ ૮૬૪
– બાબભાઈ ધાંધલ ભાજપ ૮૯૪
– ભુપતભાઈ પરમાર ભાજપ ૮૪૫
૨ જયોતીબેન ખમાણી ભાજપ ૧૧૫૬
– રંજનબેન સવાડીયા ભાજપ ૧૦૨૨
– નિતિનભાઈ શિહોરા ભાજપ ૧૦૦૬
– વિજયભાઈ વારેવડીયા ભાજપ ૧૦૭૨
૩ નિર્મળાબા ઝાલા ભાજપ ૧૦૩૮
– લીલાબેન ચાવડા ભાજપ ૧૩૪૩
– હર્ષદકુમાર પાટડીયા ભાજપ ૮૫૭
– અરૂણભાઈ મકવાણા ભાજપ ૧૦૭૮
૪ પુજાબેન પરમાર બસપા ૫૩૪
– કિરણબેન મકવાણા બસપા ૫૧૦
– વિનોદભાઈ ચાવડા બસપા ૨૭૫
– આકાશભાઈ પરમાર ભાજપ ૭૦૯
૫ વર્ષાબેન ભટ્ટ ભાજપ ૧૩૯૫
– કિરણબેન જાદવ ભાજપ ૧૭૯૯
– રાજુભાઈ અલગોતર ભાજપ ૧૬૦૫
– ઘનશ્યામભાઈ અલગોતર ભાજપ ૧૫૮૧
૬ લીનાબેન ડોડીયા ભાજપ ૧૧૦૬
– પાર્વતીબેન પારઘી ભાજપ ૮૮૭
– ખોડાભાઈ મકવાણા ભાજપ ૧૪૮૭
– પ્રદયુમનસિંહ રાણા ભાજપ ૧૦૮૫
૭ રંજનબેન મકવાણા ભાજપ ૮૨૧
– રૂપાબેન મોલાડીયા ભાજપ ૧૦૧૯
– અમરશીભાઈ મકવાણા ભાજપ ૧૧૨૫
– ભાવીક લખતરીયા ભાજપ ૧૩૧૧
ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી
વોર્ડ ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
૧ અમરાભાઈ ભરવાડ ભાજપ ૨૪૨૮
– અલ્પેશભાઈ કોંગ્રેસ ૫૦૬
લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણી
વોર્ડ ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
૧ હરદીપસિંહ વનરાજસિંહ રાણા ભાજપ ૧૩૮૭
– ભરતભાઈ માળી કોંગ્રસ ૧૫૩
– પ્રવીણભાઈ પટેલ આપ ૩૯
– જયાબેન ખુશાલભાઇ બસપા ૫૯
– નોટા ૪૫
સાયલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી
બેઠક ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
ધારાડુંગરી ગેલાભાઈ રણછોડભાઈ ઉઘરેજા ભાજપ ૧૮૭૫
– દિનેશ બચુભાઈ મદરાણીયા આપ ૫૪૮
– વજુભાઈ પુનાભાઈ સારલા કોંગ્રેસ ૪૩૩
લીંબડી તાલુકા પંચાયતની પેટા
બેઠક ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
ઉંટડી અનિલભાઇ દેવજીભાઇ ચાવડા ભાજપ ૨૧૯૩
– રમેશભાઇ રાઠોડ આપ ૩૮૪
– બેચરભાઇ પરમાર કોંગ્રેસ ૨૨૩
– બળદેવભાઇ સોલંકી બીએસપી ૩૪
– નોટા ૪૭
0000000000000
રાણાવાવ, કુતિયાણા પાલિકા પર સમાજવાદી પાર્ટીએ મેળવ્યો કબજો
Feb 19th, 2025
રાણાવાવ, કુતિયાણા પાલિકા પર સમાજવાદી પાર્ટીએ મેળવ્યો કબજો
ભાજપે ધારાસભ્ય, સાંસદને પ્રચારમાં ઉતાર્યા છતાં ન ફાવ્યો
રાણાવાવમાંથી ૨૮ બેઠકોમાંથી ૨૦ સ.પા.ને, ૮ ભાજપનેઃ કુતિયાણામાં ભાજપનાં ઢેલીબેનનાં ૩૦ વર્ષનાં શાસનનો અંત, ૨૪માંથી ૧૪ બેઠક સ.પા.ને જીતી, ભાજપને ૧૦
પોરબંદર: પોરબંદરની રાણાવાવ તથા કુતિયાણા પાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે. રાણાવાવમાં ઢેલીબેન ઓડેદરાના ૩૦ વર્ષના શાસનનો અંત આવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રની નજર જેના ઉપર હતી તેવી કુતિયાણા બેઠક ઉપર સૌપ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે. સાંસદ ડો. મનસુખ માંડવીયાથી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચારના મેદાને ઉતર્યા હોવા છતાં ભાજપના કમળને સ.પા.ની સાઇકલે કચડી નાખ્યું છે.
રાણાવાવ નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજાનું શાસન હતુ અને તેનું પુનરાવર્તન થયુ હોય તેમ આ વર્ષે સમાજવાદી પાર્ટી તરફથી કાંધલ જાડેજાએ તેમના ઉમેદવારોને ભાજપ સામે મેદાને ઉતાર્યા હતા અને રાણાવાવની ૨૮ બેઠકોમાંથી ૨૦ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટીએ કબ્જો મેળવી લીધો છે જ્યારે ભાજપના ફાળે માત્ર આઠ બેઠક આવી હતી.
કુતિયાણા નગરપાલિકામાં ૩૦-૩૦ વર્ષથી ઢેલીબેન ઓડેદરાનું શાસન હતુ છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહી થતુ હોવાની ફરિયાદો વચ્ચે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતરેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા પ્રેરિત તેમના નાનાભાઇ કાના જાડેજા અને તેમની પેનલ સહિત ટીમ ઉપર મતોની વર્ષા કરી છે અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ૨૪માંથી ૧૪ બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે તથા ભાજપના ફાળે ૧૦ બેઠક ગઇ છે. કાના જાડેજા પ્રમુખ બને તેવી શકયતા છે.
પોરબંદરમાં સરપંચથી માંડીને સાંસદ સુધી ભાજપનું શાસન હોવા છતાં રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકામાં ભાજપને કારમી હાર ખમવી પડી છે ત્યારે મહત્વની બાબત એ છે કે પોરબંદરના સાંસદ એવા કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાથી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ભરપૂર પ્રચાર કર્યો હોવા છતાં રાણાવાવ અને કુતિયાણા બંને પાલિકામાં ભાજપે હારનો સામનો કરવો પડયો છે.
કુતિયાણામાં 14 બેઠકો પર સાઇકલ દોડી, કાના જાડેજાએ કાંધલ જાડેજાને આપ્યો વિજયનો શ્રેય
Feb 18th, 2025
કુતિયાણામાં 14 બેઠકો પર સાઇકલ દોડી, કાના જાડેજાએ કાંધલ જાડેજાને આપ્યો વિજયનો શ્રેય
Kandhal Jadeja: રાજ્યભરમાં રવિવારે (16 ફેબ્રુઆરી) સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને મંગળવારે (18 ફેબ્રુઆરી) તેનું પરિણામ સામે આવ્યું છે. જેમાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ એક મતની કિંમત શું હોય? છોટા ઉદેપુરની ચૂંટણીમાં એક વોટે બદલ્યો ખેલ
કાના જાડેજાએ શું કહ્યું?
કુતિયાણા નગર પાલિકામાં જીત મેળવ્યા બાદ કાના જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, અમારો જીતવાનું કારણ તો રાણાવાવ અને કુતિયાણાના મતદારો છે. જેણે અમને સપોર્ટ કર્યો અને મત આપ્યા. હું આ તમામનો આભારી છું અને બધા વતી આશ્વાસન આપું છું કે, હું કુતિયાણા અને રાણાવાવનું જેવી રાણાઓની કુતિયાણાની નગર પાલિકા છે એટલી જ સરસ રાણાવાવની નગર પાલિકા બનાવીશ.
આ પણ વાંચોઃ કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ
જીતનો શ્રેય મોટાભાઈને આપ્યો
નોંધનીય છે કે, કાના જાડેજાએ પોતાની આ જીતનો શ્રેય કુતિયાણાની જનતાને, મોટાભાઈ કાંધલ જાડેજા અને હિરલ કાકીને આપ્યો છે.
000000000000
સાદરામાં પાંચ,અડાલજ-૨માં ૧૨ અને ઉવારસદ-૨માં ૧૫ મતે ઉમેદવાર હાર્યા
Feb 19th, 2025
સાદરામાં પાંચ,અડાલજ-૨માં ૧૨ અને ઉવારસદ-૨માં ૧૫ મતે ઉમેદવાર હાર્યા
ગાંધીનગર તાલુકા પંચાયતની મતગણતરી રસાકસીભરી રહી
શિહોલી કોંગ્રેસ ૨૩ જ્યારે ડભોડા-૨ ભાજપ ૩૩ મતે જીત્યું ૧-અડાલજ ૧,૯૯૯ તથા આદરજ-૧ સીટ ૧,૯૯૪ મતે વિજય
ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આજે આવેલા પરિણામો ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ જેવા રોમાંચક રહ્યા હતા. કેમ કે, ૨૮ બેઠકો પૈકી પાંચ બેઠકોમાં તો પાંચથી લઇને ૩૩ મત સુધીનું જ જીતનું માર્જીન રહ્યું છે. જ્યારે બે બેઠકોમાં ઉમેદવારો ૧૯૦૦થી વધુ મતની લીડથી જીતવામાં સફળ રહ્યા છે.
આમ તો, એક મતે જીત એ જીત જ છે પરંતુ ચૂંટણીઓમાં ૧૦૦થી ૨૦૦ મત વચ્ચે ઉમેદવારો હાર પામે ત્યારે ખુબ જ અફસોસ થતો હોય છે. ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની ચૂંટણીના પરિણામોમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાદરા બેઠકમાં કોંગ્રેસના આશાબેન ચૌહાણનો ૨૮૬૬ મતે વિજય થયો છે જ્યારે ભાજપના વિશાખાબેન રબારીને ૨૮૬૧ મત મળ્યા હતા એટલે પાંચ મતે તેમની હાર થઇ છે અને આ બેઠક ઉપર ૯૫ મત તો નોટામાં પડયા હતા. તો આ જ પ્રકારે આદરજ અડાલજ-૨ બેઠકમાં કોંગ્રેસના નિકિતા ઠાકોરને ૧૭૫૨ જ્યારે ભાજપના નિલમબેન ઠાકોરને ૧૭૪૦ મત મળ્યા હતા અને ૧૨ મતે તેમની હાર થઇ હતી જ્યારે આ બેઠક ઉપર ૫૯ મત નોટામાં પડયા હતા. જ્યારે ઉવારસદ-૨ બેઠકમાં ભાજપના મનુજી ઠાકોરને ૨૦૦૯ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ટીનાજી ઠાકોરને ૧૯૯૨ એટલે કે, ૧૫ મતે તેમની હાર થઇ છે આ બેઠકમાં નોટામાં કુલ ૫૪ મત પડયા છે. શિહોલી મોટી બેઠક ઉપર પણ કોંગ્રેસના બાબુભાઇ ઠાકોરનો ૨૩ મતે વિજય થયો હતો તેમને ૧૬૪૩ મત જ્યારે સામે પક્ષે અમિતકુમાર ઠાકોરને ૧૬૨૦ મત મળ્યા હતા અહીં ૮૬ મત નોટામાં જ્યારે અપક્ષ પણ ઘણા મત લઇ જવામાં સફળ રહ્યા હતા.
આજ રીતે ડભોડા-૨ બેઠકમાં ભાજપના સવિતાબેન સોલંકીને ૨૨૫૧ જ્યારે કોંગ્રેસના રમિલાબેન ઠાકોરને ૨૨૧૮ એટલે કે, ૩૩ મતના માર્જીનથી ભાજપે બેઠક જીતી હતી જ્યારે ૫૩ મત તો નોટામાં પડયા હતા. તો સૌથી વધુ માર્જીનથી જીત ઉપર નજર કરીએ તો, અડાલજમાં ભાજપના દક્ષાબેન મકવાણાને ૩૧૩૦ જ્યારે કોંગ્રેસના ઉષાબેન વાઘેલાને ૧૧૩૧ એટલેકે, ૧૯૯૯ મતથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા. તો આદરજ-૧માં ભાજપના કૌલાસબેન ઠાકોરને ૩૧૮૨ જ્યારે કોંગ્રેસના સંગીતાબેન ઠાકોરને ૧૧૮૮ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારની ૧૯૯૪ મતથી જંગી જીત થઇ હતી.
0000000000000
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું
Feb 19th, 2025
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું
આતુરતાનો અંત ઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પંજામાંથી સત્તા આંચકી ભાજપે વિજય મેળવ્યો
કુલ ૨૮માંથી ૨૦ બેઠક ઉપર ભાજપનો દબદબાભેર વિજય ઃ આઠ બેઠક કોંગ્રેસી ઉમેદવારે પંજામાં રાખી
ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ૬૫ ટકા જેટલુ મતદાન થયા બાદ ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા જીતના દાવા કરવામાં આવતા હતા પરંતુ આજે ઇવીએમ ખુલતાની સાથે જ કોંગ્રેસના દાવા પોકળ હોવાનું સ્પષ્ટ પણે સાબિત થયું હતું. ગાંધીનગર તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસના પંજામાંથી આંચકીને ભાજપે ત્યાં કમળ ખીલવ્યું છે. કુલ ૨૮ બેઠકોમાંથી ૨૦ બેઠક ઉપર ભાજપનો દબદબાભેર વિજય થયો છે. જ્યારે આઠ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે પણ મતદાન કરવામાં આવ્યું હતું. ૬૫.૭૩ ટકા જેટલું એટલે કે, કુલ ૧.૩૧ લાખ મતદારોએ કુલ ૨૮ બેઠકોમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવતા હતા પરંતુ આજે ઇવીએમનો પટારો ખુલતા કોંગ્રેસના દાવા પોકળ હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું.૨૮ બેઠકો પૈકી ૨૪ બેઠકોમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી જ્યારે ચાર બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો મેદાને હતા આમ કુલ ૬૦ ઉમેદવારોનો ભાવિનો ફેંસલો મતદારોએ મતદાનના દિવસે જ કરી દીધો હતો જે મતદાનની પેટીઓ આજે એક પછી એક ખુલતા ભાજપનો ભવ્ય વિજય થયો હતો જ્યારે કોંગ્રેસની કારમી હાર થઇ હતી.
ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ પૈકી ૨૦ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા. જ્યારે નબળી નેતાગીરી તથા આંતરિક વિખવાદો અને અળઘડ આયોજનને કારણે આ તમામ ૨૦ બેઠકો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે રૃપાલ, ઉનાવા, ધણપ,શેરથા, સાદરા, શિહોલી મોટી, ઉવારસદ૧ અને અડાલજ-૨ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો પોતાના દમ ઉપર વિજય બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉની ચૂંટણીમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી દરમ્યાન ૧૮ બેઠક કોંગ્રેસના પંજામાં, ૧૫ બેઠક ભાજપ જીત્યું હતું જ્યારે ત્રણ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો વિજય બન્યા હતા.
000000000000000
બાવળામાં બસપા બની કિંગ મેકર, ભાજપ અને કોંગ્રેસ બેમાંથી એકને પણ ન મળી બહુમતી
Feb 18th, 2025
બાવળામાં બસપા બની કિંગ મેકર, ભાજપ અને કોંગ્રેસ બેમાંથી એકને પણ ન મળી બહુમતી
2025 : તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અમદાવાદના બાવળા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ બસપાને કિંગ મેકર બનાવી દીધી છે. નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકમાંથી ભાજપને 14 બેઠકો પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસે 13 બેઠકો પર કબજો જમાવ્યો છે. બહુમતી માટે 15 બેઠકો જીતવી જરૂરી છે પરંતુ બંનેમાંથી એકપણ પક્ષને બહુમતી પ્રાપ્ત થઇ નથી. ત્યારે બસપા કિંગ મેકર બની શકે છે.
આ પણ વાંચો: કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, 28માંથી 25 બેઠકો જીતી સત્તા આંચકી
બાવળા નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 7 વોર્ડમાં 28 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને જેમાં 78 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપે 14 બેઠકો, કોંગ્રેસે 13 અને બસપાએ 1 બેઠક પર જીત મેળવી છે. નગરપાલિકામાં સત્તા પર આરૂઢ થવા માટે 28 માંથી 15 બેઠકો જીતવી જરૂરી છે. ત્યારે બાવળમાં એકપક્ષને બહુમત પ્રાપ્ત થયો નથી. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં જીત પ્રાપ્ત કરનાર કાળુભાઇ ચૌહાણ કિંગ મેકર સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો: સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો… કોંગ્રેસે સત્તા બચાવી પણ AAPનું દમદાર પરફોર્મન્સ
કારણ ભાજપે 14 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે બસપાના કાળુભાઇ ચૌહાણ ભાજપમાં જોડાઇ જાય તો ભાજપની 15 બેઠકો થઇ જાય અને બહુમતી મળતાં ભાજપ બાવળા નગરપાલિકા પર કબજો કરી શકે છે. તો બીજી તરફ 13 બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે બસપાના કાળુભાઇ જો કોંગ્રેસમાં જોડાઇ જાય છે તો કોંગ્રેસની 14 બેઠક થઇ જાય તો બંને પક્ષો વચ્ચે ટાઇની સ્થિતિ સર્જાઇ શકે છે. આવા સંજોગોમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી ના મળી કહેવાય. ત્યારે હવે બધાની નજર બીએસપી ના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ પર ટકેલી છે કે તે કોની સાથે જોડાશે. કાળુભાઇ કોંગ્રેસનો હાથ પકડશે કે પછી કમળનો સાથ આપશે એ તો આગામી સમય જ બતાવશે.
કયા વોર્ડમાંથી કોને મળી કેટલી સીટો?
વોર્ડ નંબર ભાજપ કોંગ્રેસ બ.સ.પા.
1 2 2 0
2 0 4 0
3 4 0 0
4 4 0 0
5 1 3 0
6 4 0 0
7 3 0 1
00000000000
એક મતની કિંમત શું હોય? છોટા ઉદેપુરની ચૂંટણીમાં એક વોટે બદલ્યો ખેલ
Feb 18th, 2025
એક મતની કિંમત શું હોય? છોટા ઉદેપુરની ચૂંટણીમાં એક વોટે બદલ્યો ખેલ
Gujarat Local Body Election Result: દરેક ચૂંટણીમાં લોકો પોતાની આળસના કારણે એક મતના મહત્ત્વને અવગણે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં આ એક મતનું મૂલ્ય લોકો સમજી શક્યા હતાં. અહીં છોટા ઉદેપુરના એક ઉમેદવાર ફક્ત એક મતથી જીત્યા છે. છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક વોટથી વિજય થયો છે. નોંધનીય છે કે, છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટાઈ હતી. જેમાં ભાજપ 8 બેઠક, સપા 6 બેઠક, બસપા 4 બેઠક તેમજ કોંગ્રેસ 1 બેઠક અને અન્યના ખાતામાં 9 બેઠક આવી હતી.
આ પણ વાંચોઃ કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ
કોંગ્રેસના સૂપડા સાફ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. રાજ્યમાં 68 નગરપાલિકાની ચૂંટણીમાંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે અને માત્ર 1 બેઠક પર જ કોંગ્રેસ જીત હાંસલ કરી શકી છે. આ સિવાય સપા બે બેઠકો પર કિંગમેકર સાબિત થઈ છે. આ સિવાય 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. તેમજ ડાકોર નગર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે.
આ પણ વાંચોઃ Live:જૂનાગઢ મનપામાં ભાજપની જીત, નગરપાલિકાની 68 બેઠકનું પણ ચિત્ર સ્પષ્ટ થયું
ભાજપ બિનહરીફ વિજેતા જાહેર
નોંધનીય છે કે, ગુજરાતમાં 68માંથી ફક્ત 66 નગર પાલિકામાં જ ચૂંટણી યોજાઈ હતી. કારણકે, બે બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતાં.
000000000000
કચ્છમાં ભચાઉની તમામ બેઠકો પર કમળ ખીલ્યું, રાપરમાં પણ ભાજપની જીત
Feb 18th, 2025
2025: કચ્છની તમામ નગરપાલિકાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભચાઉની તમામ બેઠકો ભાજપનો વિજય થયો છે. બીજી તરફ રાપરમાં 21 BJP જ્યારે 7 બેઠક કોંગ્રેસની જીત થઈ છે. લાકડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉમેદવાર હરિભા ગઢવીએ 755 મતથી જીત મેળવી છે. ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતથી રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ આગેવાને હારની જવાબદારી સ્વીકારી
રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠિયાએ સમગ્ર હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે ભચુભાઈ આરેઠિયા પર ચૂંટણી જવાબદારી સોપી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને હાર તેમણે સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, ‘રાપરની પ્રજાને રાપરમાં કોઈ પણ સમસ્યા નથી જણાતી જેથી તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપીને વિજેતા બનાવ્યા છે. કોંગ્રેસે પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યાને લઈને ચૂંટણી લડી હતી પરંતુ રાપરના મતદારોને કોઈ સમસ્યા રાપરમાં ન હોય તેવી રીતે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે.’
આ પણ વાંચો: મનપા ચૂંટણીના પરિણામ બાદ જૂનાગઢમાં પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાની બે નગરપાલિકાની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાપર નગરપાલિકામાં 62.52 ટકા, ભચાઉમાં 54.65 ટકા મતદાન થયું હતું.
0000000000000
જામનગર જિલ્લામાં પણ ભાજપનું કમળ ખિલ્યું, 3 નગરપાલિકાની 80માંથી 67 બેઠકો જીતી
Feb 18th, 2025
જામનગર જિલ્લામાં પણ ભાજપનું કમળ ખિલ્યું, 3 નગરપાલિકાની 80માંથી 67 બેઠકો જીતી
Jamnagar By Election Results : જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 80 બેઠકોમાંથી 67 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અને એક બેઠક પર આમ આદમી પાર્ટી, એક બેઠક પર બસપા ના ઉમેદવાર જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. તાલુકા પંચાયતની જામ વણથલીની બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
જામજોધપુર નગરપાલિકાની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન થઈ છે, અને કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકમાં ભાજપના ઉમેદવાર, જયારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. જામજોધપુર નગરપાલિકાની કુલ સાત વોર્ડની 28 બેઠકો પર મતદાન થયું હતું, જેની આજે સવારે મત ગણતરી હાથ કરવામાં આવી હતી, અને કુલ 27 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે, અને તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
એકમાત્ર વોર્ડ નંબર સાતમાં એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. વોર્ડ નંબર પાંચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલજીભાઈ સોમાભાઈ વિંઝુડાકે જેઓને 544 મત મળતાં તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાલાવડ નગરપાલિકાની સાત બોર્ડની 28 બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, અને તેમાં પણ તમામ બેઠકોનું પરિણામ જાહેર થયું છે.
કાલાવડની ચૂંટણીમાં એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા, અને મત ગણતરી બાદ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, અને બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીત મળી છે.
વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના પરસોત્તમભાઈ મગનભાઈ હિરપરાને 1239 વોટ મળતાં તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફાલ્ગુનીબેન મેહુલકુમાર સોજીત્રાને પણ 890 મત મળતા તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ધ્રોલ નગરપાલિકાની કુલ સાત વૉર્ડ પૈકી વોર્ડ નંબર-7 માં એક ઉમેદવારનું આકસ્મિક અવસાન થતાં વોર્ડ નંબર 7 ની ચૂંટણી કેન્સર થઈ હતી, જ્યારે બાકીના 6 વોર્ડની 24 બેઠકો પૈકી 15 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આઠ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં બહુજન સમાજવાદની પાર્ટીના ગીતાબેન ગૌતમભાઈ ચૌહાણને 1774 મત મળતાં તેઓને વિજેતા જાહેર કરાયા છે. આ ઉપરાંત કોંગ્રેસના શહેનાઝબેન સલીમભાઈ નાગાણીને 953 મત, જ્યારે મોહમ્મદ અદનાન અમિનભાઈ ઝનનરને 1093 મત, તેમજ કોંગ્રેસના ફારુક અજીતભાઈ વિરાણીને 1062 મત મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 6 મા ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે એક બેઠક ઉપર હિતેશ મનસુખભાઈ ભોજાણીને 1108 મળતાં અપક્ષ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર તાલુકા પંચાયતની જામવણથલીની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
0000000000000
કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, 28માંથી 25 બેઠકો જીતી સત્તા આંચકી
Feb 18th, 2025
કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, 28માંથી 25 બેઠકો જીતી સત્તા આંચકી
2025 : જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ઘણી જગ્યાએ ભાજપ તો ઘણી જગ્યાએ કોંગ્રેસે જીત મળેવી છે. તો કેટલીક બેઠકો પર અપક્ષોએ દમ બતાવ્યો છે. ત્યારે રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી કબજો કરી લીધો છે.
રાધનપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાં 25 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. રાધનપુર નગરપાલિકામાં પરિવર્તનની આંધી ફૂંકાઈ છે. ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી સત્તા આંચકી ભગવો લહેરાવ્યો છે.
વોર્ડ નંબર 1માં ભાજપને 3 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. વોર્ડ નંબર 2માં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષએ 2-2 બેઠકો પર જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 3 થી 7માં ભાજપની પેનલનો વિજય પરચમ લહેરાયો છે.
રાધનપુર નગરપાલિકામાં કઈ બેઠક પર કોણ વિજેતા…
રાધનપુર નગરપાલિકા પરિણામ
વોર્ડ નંબર 1
જયાબહેન સોની કોંગ્રેસ
ઉમ્મેરુમેન મિરઝા ભાજપ
કલીબહેન ઠાકોર ભાજપ
ગણેશ ઠાકોર ભાજપ
વોર્ડ નંબર 2
નયના ઠકકર કોંગ્રેસ
રેખાબહેન અખાણી ભાજપ
રમેશ ઠાકોર ભાજપ
જાબીરહુશેન ભાટી કોંગ્રેસ
વોર્ડ નંબર 3
યાસ્મીનબાનુ સિપાઈ ભાજપ
કામીનીબહેન રાઠોડ ભાજપ
ઈશ્વર દેસાઈ ભાજપ
હરેશ ઠકકર ભાજપ
વોર્ડ નંબર 4
હિરાબહેન મકવાણા ભાજપ
મુક્તાબહેન પટેલ ભાજપ
ગોવા ભરવાડ ભાજપ
નૈમિષ જોશી ભાજપ
વોર્ડ નંબર 5
સાબેરાબહેન ઘાંચી ભાજપ
રજીયાબહેન સિપાઈ ભાજપ
રમેશ મકવાણા ભાજપ
વોર્ડ નંબર 6
કુલસુમબહેન ઘાંચી ભાજપ
મનીષાબહેન ઠકકર ભાજપ
દેવજી પટેલ ભાજપ
મનુ ફૂલવાદી ભાજપ
વોર્ડ નંબર 7
પરેશાબહેન રાણા ભાજપ
ભાવનાબહેન જોષી ભાજપ
ફરસુરામ થાળકીયા ભાજપ
અમરત ચૌધરી ભાજપ
00000000000000
મનપા ચૂંટણીના પરિણામ બાદ જૂનાગઢમાં પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ
Feb 18th, 2025
મનપા ચૂંટણીના પરિણામ બાદ જૂનાગઢમાં પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ
2025: ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
મનપા ચૂંટણીના પરિણામ બાદ જૂનાગઢમાં પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ 2 – image
કોંગ્રેસ ઉમેદવારના વિજય સરઘસ પર પથ્થરમારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.
મનપા ચૂંટણીના પરિણામ બાદ જૂનાગઢમાં પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ
જૂનાગઢમાં હાર થતાં જ ઉમેદવારે કેસરિયો પહેર્યો
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયા હાર્યા છે. આ હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતા. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.
000000000000000000
ભાજપે ગઢ સાચવ્યો: જૂનાગઢમાં ભાજપે હેટ્રીક સાથે રૅકોર્ડ બનાવ્યો, કોંગ્રેસ 11 બેઠકો પર સમેટાઈ
Feb 18th, 2025
ભાજપે ગઢ સાચવ્યો: જૂનાગઢમાં ભાજપે હેટ્રીક સાથે રૅકોર્ડ બનાવ્યો, કોંગ્રેસ 11 બેઠકો પર સમેટાઈ
Junagadh Municipal Corporation Election: ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયું હતું. આ વખતે જૂનાગઢમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ચોરવાડમાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો દેખાવ 50-50 રહ્યો હતો. બંનેના ફાળે 15-15 બેઠકો આવી છે.
8 બેઠકોમાં ભાજપ બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 60 બેઠકોમાંથી આઠ બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી. જ્યારે રાજ્યની 66 નગરપાલિકાઓમાંથી કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા. અર્થાત્ કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ રહી હતી, જેમાં 162 ભાજપની, 1 બેઠક કોંગ્રેસ અને 4 બેઠક અન્યને મળી છે.
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર-8માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.
જૂનાગઢમાં હાર થતાં જ ઉમેદવારે કેસરિયો પહેર્યો
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયા હાર્યા છે. આ હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.
00000000000000000
સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો… કોંગ્રેસે સત્તા બચાવી પણ AAPનું દમદાર પરફોર્મન્સ
Feb 18th, 2025
સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો… કોંગ્રેસે સત્તા બચાવી પણ AAPનું દમદાર પરફોર્મન્સ
2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપ ખાતું પણ ખોલાવી શકી નથી.
આ પણ વાંચો: ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર
ભાજપ ખાતું પણ ખોલાવી ન શકી
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદુ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આપી છે, જ્યારે 15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.
આ પણ વાંચો: જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો, તમામ 9 બેઠકો પર કમળ ખીલ્યું
સલાયાની જનતાએ ભાજપને નકારી દીધો
ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષની પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઈ પણ ભોગે ન જોઈએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.
00000000000000
મહેમદાવાદમાં મોટો વિવાદ, ભાજપના ઉમેદવાર જીતતાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા!
Feb 18th, 2025
મહેમદાવાદમાં મોટો વિવાદ, ભાજપના ઉમેદવાર જીતતાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા!
2025: ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ બાદ ભાજપના ઉમેદવાદની જીતની ઉજવણી વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા અને જીતની ઉજવણી કરી હતી. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું જણાવાઈ રહ્યું છે.
મહેમદાવાદમાં મોટો વિવાદ, ભાજપના ઉમેદવાર જીતતાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા! 2 – image
મળતી માહિતી અનુસાર, મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા. જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કાર્યકર પણ જોવા મળ્યાં હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસે અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
0000000000000
‘મેં ધાર્યું હતું એ કરી લીધું’, BJPના ગિરિશ કોટેચાના દીકરાની હાર બાદ કોંગ્રેસી ઉમેદવારના કેસરિયા
Feb 18th, 2025
2025: જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 40 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ દમિરયાન જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9 જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની છે. અહીંથી ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડ્યા હતા અને પરાજય થયા છે. અહીં અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈ 4431 મતથી વિજેતા થયા છે. આ દરમિયાન પરાજય થયેલા કોંગ્રેસના ઉમેદવાર હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
‘મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું હતું’
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ મનપા વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચા અને ઉમેદવાર મહિપતસિંહ બસીયાને અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈ ઝટકો આપ્યો છે. જો કે,આ પરિણામ આવ્યા બાદ ગણતરીની મિનિટમાં કોંગ્રેસ ઉમેદવાર મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપાલસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો. આ સાથે તેમણે કહ્યું કે, મેં જે ધાર્યું હતું તે મળી ગયું અને જે કરવું હતું તે કરી લીધું.
આ પણ વાંચો: અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીત, ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ રાજકીય પદાર્પણની શરૂઆત હતી.
000000000000000
વડોદરાની ભાજપે કબજે કરી, 24 માંથી 19 બેઠક પર વિજય, હજી ચાર બેઠકોની ગણતરી બાકી
Feb 18th, 2025
વડોદરાની ભાજપે કબજે કરી, 24 માંથી 19 બેઠક પર વિજય, હજી ચાર બેઠકોની ગણતરી બાકી
Vadodara By Elections : વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના પ્રથમ તબક્કાના પરિણામો જોતા ભાજપે કબજે કરી છે.
કરજણ નગરપાલિકાની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 72.37 ટકા મતદાન થયું હતું. આજે મતગણતરીની શરૂઆત બાદ વડોદરાની 24 માંથી 19 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે અને ચાર બેઠકોની ગણતરી હજુ બાકી છે.
આ વોર્ડમાં ભાજપમાંથી બળવો કરનાર પૂર્વ કારોબારી ચેરમેન વનરાજસિંહ તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ મનુભાઈ વસાવાનો પરાજય થયો છે. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં એક બળવાખોરની જીત થઈ છે.
00000000000000
વડોદરા તાલુકા પંચાયતની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજય
Feb 18th, 2025
વડોદરા તાલુકા પંચાયતની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજય
Vadodara BY Election : વડોદરા તાલુકા પંચાયતની બે સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના બંને ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારોને પરાજય આપી સીટ ઉપર કબજો કર્યો હતો.
વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી અને કોયલી બેઠક ઉપર તારીખ 16 ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ આજે થયેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ પઢિયારે 3130 મતો મેળવ્યા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલે 2479 મત મેળવ્યા હતા. આ બેઠક ઉપર 87 મત નોટાને મળ્યા હતા
જ્યારે અન્ય બેઠક કોયલી ઉપર ભાજપના ઉમેદવાર પૂનમ રાવજી જાદવને 2151 મત અને કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સંજય ઠાકોરને 1175 મત મળ્યા હતા. આ બેઠક ઉપર 74 મત નોટામાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ઉપર યોજાનારી પેટા ચૂંટણી પૈકી દશરથ બેઠક બિનહરીફ ભાજપે હાંસલ કરી છે.
0000000000000
જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો, તમામ 9 બેઠકો પર કમળ ખીલ્યું
Feb 18th, 2025
જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો, તમામ 9 બેઠકો પર કમળ ખીલ્યું
Gujarat Local Body By Election Result 2025 : જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ધીમે પરિણામો સામે આવી છે. ત્યારે રાજ્યમાં જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે.
જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.
આ પણ વાંચો: ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર
તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી
તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતની 9 બેઠકોની પેટા ચૂંટણી માટે 43.67 ટકા નોંધાયું હતું. જ્યારે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% નોંધાયું હતું.
000000000000000
સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય : આમ આદમી પાર્ટી ચોથા નંબરે
Feb 18th, 2025
સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય : આમ આદમી પાર્ટી ચોથા નંબરે
Surat Localbody Elections : સુરત પાલિકાના વોર્ડ નંબર 18 ની ખાલી પડેલી બેઠક પર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી. પરંતુ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આપ કરતાં સારો દેખાવ કરીને બીજો નંબરે આવ્યો છે. આ પેટા ચૂંટણીમાં બહુ ગાજેલા વિપક્ષ આપ ચોથા નંબરે આવ્યો છે વિપક્ષ આપ અન્ય પક્ષના ઉમેદવાર કરતાં પણ ઓછા મત મળ્યા છે.
સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય : આમ આદમી પાર્ટી ચોથા નંબરે 2 – image
સુરત પાલિકાની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં 31.35 ટકા મતદાન થવા પામ્યું હતું. આ મતદાન બાદ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા હતા. જોકે, આજે સાત રાઉન્ડની મત ગણતરી થઈ હતી. તેમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કાછ઼ડને 17359 મત કોંગ્રસના સંજય રામાનંદીને 10102 મત અને બહુ ગાજેલા વિપક્ષ આપને 1917 મત મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા મજલિસએ એતીહાલદુલ મુસ્લિમ પક્ષના ઉમેદવાર 2618 મત મળ્યા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 7267 મતે વિજેતા જાહેર થયાં હતા.
00000000000000
અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીત, ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત
Feb 18th, 2025
2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની એક તરફી જીત જોવા મળી છે. કુલ 24 બેઠક પર ભાજપના 24 ઉમેદવારો વિજેતા થયા છે.
ચલાલા ભાજપના રંગે રંગાયુ
અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીતથી ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વોર્ડ નં.4 ભાજપના વિજેતા ઉમેદવારોના નામ
•કેતનભાઈ સરવૈયા
•ચેતનાબેન તલાટિયા
•ભરતભાઈ માલવિયા
•વનિતાબેન લશ્કરી
000000000000000
ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર
Feb 18th, 2025
ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર
Local Body Election Result 2025 : 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક ચૂંટણીના પરિણામો માટે મતગતરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢની ચોરવાડથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ચોરવાડમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની સીધી લડાઇ હતી. ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો અને બંને નેતાઓ માટે નગરપાલિકાની ચૂંટણીમાં જીત પ્રતિષ્ઠાનો સવાલ હતી. અહીં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સીધી ટક્કર હતી.
ત્યારે આજે સવારે જાહેર થયેલા પરિણામો મોટો ઉલટફેર સર્જ્યો છે. ભાજપના નેતા સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાને ચૂંટણી જંગમાં માત આપી કોંગ્રેસનું હેટ્રિકનું સપનું રોળાયું છે. છેલ્લા ઘણા સમય સત્તાથી વંચિત ભાજપનો વનવાસ પૂર્ણ થયો છે. બંને પક્ષોએ ચૂંટણી જીતવા માટે એડીચોડીનું જોર લગાવ્યું હતું. ચોરવાડની જનતાએ કોંગ્રેસ સાથ છોડી કમળ પર પસંદગી ઉતારવામાં મોટો રાજકીય ઉલટફેર સજાર્યો છે.
આ પણ વાંચો: Live : સલાયામાં મોટો ઉલટફેર, AAP 8 બેઠક જીતી, જૂનાગઢમાં ભાજપ જીત તરફ, કોંગ્રેસનું નબળું પ્રદર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન રેકોર્ડબ્રેક 76% નોંધાયું હતું. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મતદાન હતું.
મનપા ચૂંટણીના પરિણામ
જૂનાગઢ કુલ બેઠકો: 60
ભાજપ 27
કોંગ્રેસ 0
અન્ય 1
ઓછું મતદાન ચિંતાનો વિષય
જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ આવશે. વિધાનસભા, લોકસભાની ચૂંટણી બાદ ફરી ગુજરાતની જનતા શું જનાદેશ આપશે તે આજે નક્કી થઇ જશે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારો નિરસ દેખાયા હતા. જેના લીધે રાજકીય પક્ષોના નેતા-કાર્યકરો ચિંતિત દેખાઇ રહ્યા છે. પરિણામમાં ઉલટફેરની આશંકાને નકારી ના શકાય. ઓછું મતદાન કોને ફળશે તે હજુ નક્કી કહી ના શકાય.
0000000000000
ચૂંટણી તંત્રે ફાઈનલ આંકડા જાહેર કર્યા : 3 ન.પા.ની ચૂંટણીમાં 0.11 ટકા મતદાન ઘટયું
Feb 18th, 2025
ચૂંટણી તંત્રે ફાઈનલ આંકડા જાહેર કર્યા : 3 ન.પા.ની ચૂંટણીમાં 0.11 ટકા મતદાન ઘટયું
– સિહોરમાં 61.05, ગારિયાધારમાં 56.77 અને તળાજામાં 57.30 ટકા મતદાન થયું
– મનપા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મતદાનના આંકડા યથાવત, કોઈ વધારો-ઘટાડો નહીં
ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા મતદાનના ચૂંટણી તંત્રે ફાઈનલ આંકડા જાહેર કરી દીધા છે. ગઈકાલે અંદાજીત જાહેર થયેલા આંકડામાં પેટા ચૂંટણીનું મતદાન યથાવત રહ્યું છે. તેમાં કોઈ વધારો કે ઘટાડો થવા પામ્યો નથી. પરંતુ જિલ્લાની સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનના આંકડામાં ૦..૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ગઈકાલે અંદાજીત ૫૯.૦૬ ટકા મતદાન થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, વોટનું ફાઈનલ કાઉન્ટીંગ મોડે સુધી થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્રે આજે સોમવારે મતદાનના ફાઈનલ આંકડા જાહેર કર્યા છે. જેમાં ૦.૧૧ ટકાના ઘટાડા સાથે ત્રણેય ન.પા.માં સરેરાશ ૫૯.૦૬ ટકા મતદાન થયાનું જાહેર કરાયું છે. જ્યારે ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.૩ની ચૂંટણીમાં ૩૩.૫૧ ટકા અને ત્રણ તાલુકા પંચાયતની પાંચ બેઠકમાં સરેરાશ ૩૧.૦૪ ટકા મતદાન નોંધાયાનું સત્તાવાર રીતે જણાવાયું છે.સિહોર નગરપાલિકામાં અંતિમ મતદાન ૬૧.૦૫ ટકા થયું છે. ગારિયાધાર નગરપાલિકામાં ૫૬.૭૭ ટકા અને તળાજા પાલિકાની ચૂંટણીમાં ૫૭.૩૦ ટકા આખરી મતદાનના આંકડા જાહેર કરાયા છે.
જ્યારે તાલુકા પંચાયતોમાં તળાજાની ઉંચડીછ બેઠકમાં ૨૭.૮૬, નવા-જૂના રાજપરા સીટ પર ૧૭.૧૫ ટકા, ભાવનગર (ગ્રામ્ય)ની લાખણકા બેઠક પર ૩૯.૬૦ ટકા, સિહોરની વળાવડ બેઠક પર ૩૭.૫૯ અને સોનગઢ સીટ પર ૩૬.૪૮ ટકા મતદાન થયું છે. ભાવનગર મનપાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં માત્ર ૩૩.૫૧ ટકા સુધી જ મતદાનનો આંકડો પહોંચી શક્યો છે.
બોટાદ : અંદાજીત ટકાવારી જેટલો જ મતદાનનો આંકડો રહ્યો
બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લા પંચાયતની પાળિયાદ બેઠક પર માત્ર ૦૧ ટકા મતદાનનો આંકડો ઘટીને ૩૩.૨૩ ટકા રહ્યો હતો. જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણીમાં ૩૧.૧૭ ટકા તેમજ ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ગઈકાલે જે અંદાજીત મતદાનનો આંકડો જાહેર કરાયો હતો. તે જ આંકડો ૬૧.૫૪ ટકા રહ્યો છે. જ્યારે રાણપુર તાલુકા પંચાયતની માલણપુર બેઠક પર પણ મતદાનનો આંકડો ૩૪.૬૪ ટકા જ રહ્યો છે.
00000000000000
ડાકોર, નડિયાદ : ખેડા જિલ્લાની છ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ૧૭૫ બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મંગળવારે મતગણતરી યોજાશે. જિલ્લામાં ૩,૧૪,૩૯૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ૪૯૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કર્યાં હતાં. બપોર સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે ૧૭૫ બેઠકો પર કોણે બાજી મારી તેની સ્થિતિ સ્પષ્ટ થશે.
ખેડા જિલ્લાની ડાકોર, ખેડા, ચકલાસી, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકાની ૧૨૧ બેઠકો, કપડવંજ પાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ની કુલ બે બેઠકો, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ૫૦ બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક મળી કુલ ૧૭૫ બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું.
જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ડાકોર, ખેડા, મહેમદાવાદ, મહુધા અને ચકલાસી પાલિકામાં ૮૫૯૯૬ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કપડવંજ પાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણીમાં ૪,૧૯૨ મતદારો, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં ૨,૧૮,૦૪૫ મતદારો અને મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકની પેટા ચૂંટણીમાં ૬,૧૬૦ મતદારોએ મતદાન કરી ૧૭૫ બેઠક માટે ચૂંટણી જંગમાં ઉતરેલા ૪૯૮ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકો ખાતેથી ઈવીએમને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી સ્થળે લાવવામાં આવ્યા હતા. આજે મંગળવારે સવારે નવ વાગ્યાથી ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ખેડાની એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ ખાતે, મહેમદાવાદમાં શેઠ જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં સ્વયં પ્રભા શાહ હાઈસ્કૂલ, ચકલાસીમાં ભારતી વિનય મંદિર હાઈસ્કૂલ, ડાકોરમાં ભવન્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.
જ્યારે કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે શેઠ એમ.પી. હાઈસ્કૂલ અને કઠલાલ તાલુકા પંચાયત માટે શેઠ એમ. આર. હાઈસ્કૂલ ખાતે મતગણતરી કરાશે.
નોંધનીય છે કે, મહેમદાવાદમાં ૬૫.૩૯, મહુધામાં ૭૦.૨૨, ચકલાસીમાં ૮૦.૭૩, ખેડામાં ૬૯.૯૩ અને ડાકોરમાં ૬૪.૧૯ ટકા મળી પાંચેય પાલિકામાં સરેરાશ ૭૦.૯૬ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં ૬૫.૩૦ અને કપડવંજ તાલુકા પંચાયતમાં ૬૪.૧૭ ટકા મળી સરેરાશ ૬૪.૬૮ ટકા તેમજ કપડવંજ પાલિકાના બંને વોર્ડમાં સરેરાશ ૩૩.૪૫ ટકા તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસમાં ૩૦.૬૫ ટકા અને મોદજમાં ૫૮.૪૧ ટકા મળી સરેરાશ ૪૨.૭૦ ટકા મતદાન નોંધાયું હતું.
૪.૬૮ ટકા તેમજ કપડવંજ પાલિકાના બંને વોર્ડમાં સરેરાશ ૩૩.૪૫ ટકા તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસમાં ૩૦.૬૫ ટકા અને મોદજમાં ૫૮.૪૧ ટકા મળી સરેરાશ ૪૨.૭૦ ટકા મતદાન નોંધાયું હતું.
——————–
સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં બબાલ: કુંભારીયા વિસ્તારમાં આપ,કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો
Feb 16th, 2025
સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં બબાલ: કુંભારીયા વિસ્તારમાં આપ,કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ છે. આજે સવારથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે પરંતુ વોર્ડ નંબર 18 માં આવેલા કુંભારીયા સુડા વિસ્તારમાં મતદાન વેળાએ ભાજપના કાર્યકરોએ ખેસ પહેરી મતદાન દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ભારે હોબાળો થતાં પોલીસ આવી પહોંચી હતી અને પોલીસની દરમિયાનગીરી બાદ મામલો ઠાળે પડ્યો હતો.
સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરે્ટર ગેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી જાહેર થઈ હતી અને તેના માટે આજે સવારથી મતદાન શરુ થયું હતું. રવિવાર અને રાજકીય કાર્યકરોએ ફોજ ઉતારી દીધી હોવા છતાં પણ મતદારો સવારે ઘણાં ઓછા જોવા મળ્યો હતો. દરમિયાન કુંભારીયા વિસ્તારમા આવેલા સુડા વિસ્તારમાં આપ,કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો થયો હતો. ભાજપના કાર્યકરો ની દાદાગીરી નો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. આચારસંહિતા નો ભંગ કર્યો હોવાનો અન્ય પક્ષના ઉમેદવારોએ કર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મામલો વધુ બીચકે તે પહેલાં પોલીસ આવી ગઈ હતી પોલીસે દરમિયાનગીરી કરીને મામલો ઠાળે પાડ્યો હતો.
000000000000000
રાપરમાં 500 ની નોટ આપી ભાજપ મત ખરીદવા નીકળ્યો
Feb 16th, 2025
રાપરમાં 500 ની નોટ આપી ભાજપ મત ખરીદવા નીકળ્યો
– પક્ષપલ્ટા પછી લોકશાહી ઉપર વધુ એક કલંક
– ભાજપના ખેંસ પહેરી પૂર્વ સુધરાઈ સભ્ય રૂ.પાંચસોની નોટના બદલામાં મત માંગતા હોવાનો વિડીયો વાયરલ
રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યેન કેન પ્રકારેણ સત્તા મેળવવાની ભુખમાં અંધ થઈને તમામ નીતિ-નિયમો, આદર્શોની ધજ્જીયા ઉડાડાઈ રહી છે. જુનાગઢ, જેતપુર સહિતના સ્થળે પક્ષપલ્ટા કરાવીને લોકોને મતાધિકારથી વંચિત કર્યા બાદ કચ્છના રાપરમાં ભાજપના કાર્યકરો રૂ।.પાંચસો-પાંચસોની નોટના થપ્પા લઈને એક એક નોટના બદલામાં કમળ માટે મત માંગતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર જાગી છે.
આ વિડીયોમાં દેખાય છે તે મૂજબ ભાજપનો ખેંસ પહેરીને થેલીમાં રૂ।.પાંચસોવાળી નોટોના બંડલો છે તેમાંથી કાર્યકર એક એક નોટ કાઢીને એક એક વ્યક્તિને રૂ।.પાંચસોની નોટ આપીને કમળના ફૂલને મત આપજો તેમ કહી રહ્યો છે. વિડીયો રીલીઝ કરનાર કોંગ્રેસના મહેશ રાજપૂતે જણાવ્યું કે રાપરમાં ભાજપ વિરુધ્ધ લોકોમાં રોષ છે, તેમાં ગેલીવાડી સોસાયટી શેરી નં.૯માં તો બોર્ડ લગાવ્યું છે જેમાં જણાવ્યા મૂજબ આ શેરીમાં કોઈ ગટર સાફ કરવા આવતું નથી, ઉનાળામાં ગંદુ અને ખારુ પાણી પીવા માટે અપાય છે અને તેથી આ સમસ્યા દૂર કરે તેને મત આપીશું.
કોંગ્રેસના આ નેતાએ જણાવ્યું કે આ રૂપિયા આપીને મત માંગનાર વ્યક્તિ ભાજપશાસિત નગરપાલિકાના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે અને નવા ઉમેદવાર પણ તેમની સાથે રહ્યા હતા. આ વખતે તેઓ રાપરમાં જ હતા અને પી.આઈ.વગેરેને ફરિયાદ કરી પણ પગલા લીધા નથી. ચૂંટણી પંચને પણ ફરિયાદ કરાઈ છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પણ રાજકોટમાં વિડીયો મીડીયા સમક્ષ જાહેર કરીને ચૂંટણી પંચે સ્યુમોટો કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી.
0000000000000
લોકશાહીનું મહાપર્વ : ઉમેદવારો માટે કતલની રાત, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન
Feb 16th, 2025
લોકશાહીનું મહાપર્વ : ઉમેદવારો માટે કતલની રાત, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન
– થાનમાં 11 સંવેદનશીલ બુથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
– થાન નગરપાલિકાની 28, લીંબડી અને ધ્રાંગધ્રાની એક-એક બેઠકની પેટા ચૂંટણી તેમજ લીંબડી અને સાયલા તા.પં.ની એક-એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે
સુરેન્દ્રનગર : થાન નગરપાલિકાની ૨૮ બેઠક, લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક બેઠકની પેટા ચૂંટણી તેમજ લીંબડી અને સાયલા તા.પં.ની એક-એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ગઇકાલે સાંજ પ્રચારના ભુંગળા શાંત થતાની સાથે જ હવે મતદારોના મનામણા કરવા રાજકીય પક્ષોના નેતા અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરુ થઇ ગયો છે. જીતવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવશે. ઉમેદવારો માટે આજે કતલની રાત છે. રવિવારે સવારે ૭ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે જ્યારે મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષ સહિત ૧૦૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે તેમજ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. થાન નગરપાલિકાની ચૂંટણીમાં ૩૩ મથકો પર મતદાન યોજાશે જે પૈકી ૧૧ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. ચૂંટણી દરમ્યાન કુલ ૨૪૦થી વધુ ૫ોલીંગ સ્ટાફ પણ અલગ-અલગ મતદાન મથકો પર ફરજ બજાવશે. મતદાન મથકો પર ઈલેકટ્રોનીક સાધનો લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે.
અધિકારી-પોલીસકર્મી સહિત ૩૬૦થી વધુ જવાન તૈનાત
મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ૩-ડીવાયએસપી, ૭-પીઆઈ, ૧૯-પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત ૩૬૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત ક્યુઆરટી તેમજ મોબાઈલ પેટ્રોલીંગની ટીમ પણ ફરજમાં હાજર રહેશે.
00000000000000
આજે જૂનાગઢ મહાપાલિકા તથા 26 પાલિકાની ચૂંટણીઃ 1848 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
Feb 16th, 2025
આજે જૂનાગઢ મહાપાલિકા તથા 26 પાલિકાની ચૂંટણીઃ 1848 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
– નગરપાલિકાઓમાં વહિવટદારના શાસનનો અંતઃ જનપ્રતિનિધિઓની થશે વરણી
– જૂનાગઢ મનપાની બાવન બેઠકો માટે 157 ઉમેદવારો જ્યારે 26 પાલિકાની 653 બેઠકો માટે ભાજપના 616, કોંગ્રેસના 555, આપના 265, એઆઈએમઆઈએમના 62 તથા અન્ય 193 મળી કુલ 1691 ઉમેદવારો
રાજકોટ : સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા તથા ૨૬ નગરપાલિકાની ચૂંટણી તા. ૧૬ને રવિવારે યોજાશે. કુલ ૧૮૪૮ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. જૂનાગઢ મનપાની ૬૦ બેઠકો પૈકી ૮ બેઠક ભાજપને બિનહરિફ મળતા હવે બાવન બેઠક માટે ૧૫૭ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ૨૬ નગરપાલિકાના ૧૮૩ વોર્ડની ૭૩૨ બેઠકોની ચૂંટણી જાહેર થઇ હતી તે પૈકી ૭૩ બેઠકો ભાજપને ૧ કોંગ્રેસ તથા ૧ બસપાને મળી કુલ ૭૫ બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. તથા ધ્રોલ પાલિકાના વોર્ડ નં. ૭ના કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં ૪ બેઠકોની ચૂંટણી રદ કરાઇ છે. હવે બેઠકો ૬૫૩ બેઠકો માટે ભાજપના ૬૧૬, કોંગ્રેસના ૫૫૫, આપના ૨૬૫, એઆઇએમઆઈએમના ૬૨ તથા અન્ય ૧૯૩ મળી ૧૬૯૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો ૭૮૬૯૬ મતદારો કરશે. આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યની સોંપણી કરાઇ હતી. ૧૬મીએ મતદાન બાદ તા. ૧૮ના મતગણતરી થશે.
જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૮ બેઠક ભાજપને બિનહરિફ મળી છે. હવે બાવન બેઠક માટે ભાજપના ૫૧, કોંગ્રેસના ૫૦, બસપાના ૪, આપના ૩૦, એઆઈએમએએમના ૪, અપક્ષ ૧૮ મળી કુલ ૧૫૭ ઉમેદવારો ચૂંટણી જંગ લડશે. જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થતા જ વિવાદો શરૂ થયા છે. જેમાં મતદાનના બહિષ્કારના બેનર, સાંસદ અને સ્થાયી સમિતિના ચેરમેનના વિરોધાભાસી નિવેદન, ટિકિટ ન આપતા સમાજમાં નારાજગી, કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ પરત ખેંચવાનો સિલસિલો, ફોર્મ ચકાસણીમાં વિવાદ, ભાજપ અને કોંગ્રેસના સામસામે આક્ષેપ, કોંગ્રેસના ધરણાં સહિતના અનેક મુદ્દે આ ચૂંટણી ચર્ચાસ્પદ બની છે.
સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની ૨૬ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઇ છે. તેમાં મોટાભાગની પાલિકાઓમાં ભાજપનું શાસન હતું. પરંતુ ઓબીસી અનામતના કારણે ચૂંટણી ન યોજાતા બે-વર્ષ પહેલાં વહિવટદાર તરીકે અધિકારીઓની નિમણુંક થઇ હતી. પાલિકાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન આવશે. તમામ પાલિકાઓમાં ચૂંટણી પ્રચાર સુસ્ત અને ફિક્કો રહ્યો છે. ચૂંટણીના પગલે ભાજપનો અંદરોઅંદરનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. મતદારોને જાણે ચૂંટણીમાં કોઇ રસ ન હોઇ તેમ તદન નિરસ ભાસી રહ્યા છે. પક્ષો, ઉમેદવારો પાસે મતદારોને રીઝવવા માટે કોઇ મુદ્દા નથી. તેથી આયોજન વગર ભટકી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. હવે ૨૬ પાલિકામાં કોને રાજ મતદારો સોંપે છે તે જોવાનું રહ્યું.
જૂનાગઢ જિલ્લાની ૬ પાલિકાની કાલે ચૂંટણી યોજાશે. ૬ પાલિકા પૈકી બાંટવામાં ૧૩ અને માંગરોળમાં ૪ બેઠક ભાજપને બિનહરિફ મળી છે. હવે બાંટવા, ચોરવાડ, માણાવદર, માંગરોળ, વંથલી અને વિસાવદરની ૧૪૩ બેઠકો માટે ૩૬૨ ઉમેદવારો વચ્ચે જંગ થશે. રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાની ૧૬૮ બેઠકો પૈકી જસદણની ૨ અને ઉપલેટાની ૫ બેઠકો બિનહરિફ થતા હવે જસદણ, ઉપલેટા, ભાયાવદર, ધોરાજી તથા જેતપુર પાલિકાની ૧૬૧ બેઠકો માટે ૪૬૯ ઉમેદવારો ચૂંટણી લડશે.
જામનગર જિલ્લાની ૩ પાલિકા ધ્રોલ, જામજોધપુર તથા કાલાવડ પાલિકાની કુલ ૮૪ બેઠક બિનહરિફ તથા ધ્રોલની ૪ બેઠકની ચૂંટણી રદ થતા હવે ૭૯ બેઠક માટે ૨૨૨ ઉમેદવારો મેદાને છે. દ્વારકા જિલ્લાની ભાણવડ, દ્વારકા તથા સલાયાની ૮૦ બેઠકો પૈકી ભાણવડની ૮ તથા દ્વારકાની ૯ બેઠક ભાજપને બિનહરિફ મળતાં હવે ૬૩ બેઠકો માટે ૧૭૫ ઉમેદવારો ચૂંટણી લડશે.
મોરબી જિલ્લાની હળવદ પાલિકાની ૨૮ બેઠક માટે ૭૦ ઉમેદવારો મેદાને છે. જ્યારે વાંકાનેર પાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. ૨૮ બેઠકમાંથી ૧૧ ભાજપને ૧ કોંગ્રેસ તથા ૧ બસપાને મળી કુલ ૧૩ બેઠક બિનહરિફ થતા હવે ૧૫ બેઠક માટે ૩૨ ઉમેદવારો ચૂંટણી લડશે. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર પાલિકાની ૨૮ પૈકી ૪ બેઠક બિનહરિફ થતા હવે ૨૪ બેઠક પર ૪૩ ઉમેદવારો છે. જ્યારે અમરેલી જિલ્લાની ચલાલા, જાફરાબાદ, લાઠી તથા રાજુલા પાલિકાની ૧૦૪ બેઠકો પૈકી જાફરાબાદમાં ૧૬ બેઠકો ભાજપને બિનહરિફ મળતા હવે ૮૮ બેઠક માટે ૨૧૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં રવિવારે કેદ થશે.
000000000000000
જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સુરક્ષાની ચકાસણી
જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સુરક્ષાની ચકાસણી
Jamnagar : જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકાની આવતીકાલે યોજનારી ચૂંટણી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારના ચાંપતા પગલા ભરવામાં આવી રહ્યા છે, અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેના તમામ સુરક્ષા પ્રબંધો કરવામાં આવી રહ્યા છે.
જામજોધપુરના સંવેદનશીલ વિસ્તારમાં એરિયલ વ્યુ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. જામનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ એસ.ઓ.જી.ની ટુકડીએ ગઈકાલે જામજોધપુરના સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી જઈ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો, અને સમગ્ર વિસ્તારમાંથી એરિયલ વ્યુ મેળવ્યા હતા, અને તેનું રેકોર્ડિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
000000000000
સ્થાનિક ચૂંટણી પૂર્વે ભાજપમાં જૂથવાદ? રાજકોટના મેયરે કહ્યું – મને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું
Feb 14th, 2025
સ્થાનિક ચૂંટણી પૂર્વે ભાજપમાં જૂથવાદ? રાજકોટના મેયરે કહ્યું – મને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું
Rajkot Mayor Naynaben Pedhadiya : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ ભાજપના મેયરે મોટું નિવેદન આપી ભાજપમાં આંતરિક ડખાના અણસાર આપ્યા છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે રાજકોટ ટી.આર.પી. ગેમઝોન બાદ બને સતત બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુંભ મેળામાં સરકારી ગાડીના ઉપયોગને લઇને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે હું હાઈ કમાન્ડને રજૂઆત કરીશ’
અત્યારે આ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવું પણ રહ્યું છે કે, મહાકુંભમાં મારી પાછળ કોઈએ લોકો મોકલ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ ભાજપના જ એક જૂથે મેયરની ગાડીની કારનો ફોટો વાયરલ કર્યો હોવાનો તેમણે દાવો કર્યો છે.
રાજકોટ ભાજપમાં આંતરિક ડખા?
રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ફાળવાયેલી સત્તાવાર ઈનોવા કારમાં પોતોના પતિ, ભાજપના અન્ય મહિલા અગ્રણી અને સાથી કોર્પોરેટર વગેરેને લઈને કુંભસ્નાન કરવા ગયા હતા, જ્યાં ખાસ તો મેયરની એ કાર પર કપડાં સૂકવાયાં હોય એવી તસવીરો બહાર આવતાં વિવાદ શરૂ થયો હતો.
જોકે આ મામલે વિવાદ વકરતાં રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી અને નયનાબેન પેઢડિયાને પ્રતિ કીમી 10 રૂપિયાના ભાવે બિલ આપવામાં આવ્યું હતું. જેથી મહિલા મેયર 34,780 રૂપિયાનું બિલ ચૂકવ્યું હતું. ત્યારે હવે આ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો: ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં સરકારી વાહનોનો ઉપયોગ, ભાજપના નેતા લાજવાના બદલે ગાજ્યા
તેમણે કહ્યું છે કે ‘ટી.આર.પી. ગેમઝોનની ઘટના બાદ સતત મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે. કુંભ મેળાના પ્રવાસ માટે સરકારી ગાડીનો ઉપયોગ કરવા મારા ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારી ગાડીના ઉપયોગ માટે મેં પહેલાં મંજૂરી લીધી હતી અને તેનું બિલ પણ ચૂકવી દીધું છે. જ્યારે હું મહાકુંભમાં ગઇ ત્યારે મારી પાછળ માણસો મોકલવામાં આવ્યા હતા. મારી જાસૂસી કરાવવામાં આવી રહી છે અને મને સતત બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે હું હાઈ કમાન્ડને રજૂઆત કરીશ’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે મારે કોઇનું નામ આપવું નથી પરંતુ આ અયોગ્ય છે. હું એક મહિલા મેયર છું, સ્ત્રીની ગરીમા જાળવવી જોઇએ. કુંભ મેળામાં મારી પાછળ માણસો મોકલીને આખું કાવતરું રચવામાં આવ્યું છે. એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.
00000000000000
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓછું મતદાન થતાં કોને નુકસાન? ૫૬ ટકા મતદાન થયું
17/02/2025 Deepak WT
આશરે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં બંધ થયું ઃ ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે
ગાંધીનગર, ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ૬૮ નગરપાલિકા, ૩ તાલુકા પંચાયત સહિત અન્ય પેટાચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે. ગુજરાતમાં સાંજે ૬ કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૬ ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં આશરે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં બંધ થઈ ગયું છે. હવે ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
જૂનાગઢ મહાનગર પાલિકાના ૧૫ બોર્ડમાં કુલ ૬૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ૮ બેઠકો બિનહરીફ થતાં ૫૨ સીટો પર મતદાન થયું હતું. જ્યારે ૬૬ નગરપાલિકાઓના કુલ ૪૬૧ વોર્ડમાંથી ૨૪ વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ થયા હતા. કુલ ૧૮૮૪ બેઠકોમાંથી ૧૬૭૭ બેઠકો પર મતદાન થયું છે. રાજ્યમાં કુલ ૨૧૨ ઉમેદવારો મતદાન પહેલા બિનહરીફ ચૂંટાયા હતા.
મતદાનની અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર ૬૮ નગરપાલિકામાં આશરે ૬૨ ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે જૂનાગઢ મહાનગર પાલિકામાં ૪૩ ટકા જેટલું મતદાન થયું છે. તો ૩ તાલુકા પંચાયતમાં ૬૬ ટકા જેટલું મતદાન થયું છે. મતદાન માટે ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાનના સત્તાવાર આંકડા હવે જાહેર કરવામાં આવશે.
વડોદરાની કરજણ પાલિકાના કુલ સાત વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની ચૂંટણી માટે કુલ ૨૮ બુથમાં મતદાન થયું…ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારોના ભાવિ ઈફસ્માં સીલ થયા છે. મતદાન મથક પર મતદારોની સવારથી લાઈન લાગી હતી. મતદારોમાં પણ આ વખત ઉત્સાહ જોવા મળ્યો .ત્યારે આ મુદ્દે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાએ ૨૮માંથી ૨૦ બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સાથે બળવાખોરો હારશે તેવી પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે ૧૮ બેઠક જીતી હતી.
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપતો વીડિયો વાયરલ થયો છે. વોર્ડ નંબર-૨માં મતદારે ભાજપની પેનલના તમામ ઉમેદવારેન મત આપ્યાનો વીડિયો વાયરલ થતાં વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. બુથની અંદર મોબાઈલ લઈ જઈ વીડિયો શૂટ કરાયાનો દાવો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે બુથમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી ન હોવા છતાં મોબાઈલ લઈ જઈને મત આપતો વીડિયો શૂટ કરાયો…આ વાયરલ વીડિયોની ઢઈઈ ૨૪ કલાક પુષ્ટિ નથી કરતું. પરંતુ આ વીડિયો વાયરલ થતાં સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ફર્સ્ટ ટાઈમ વોટરથી માંડી વયોવૃદ્ધોએ પણ મતદાન કર્યું.ભાવનગરમાં વયોવૃદ્ધ માતાને લઈને પુત્ર મતદાન માટે મતદાન મથક પહોંચ્યા. માતા ચાલી શકતા ન હોવાથી પોતાના માતાના તેડીને મતદાન માટે લાવવામાં આવ્યા. તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પોતાનના પરિવાર સાથે મતદાન કર્યું.
લલિત વસોયાના ૧૦૧ વર્ષના માતા પણ મતદાન મથકે મત આપવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
000000000000
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 16મી ફેબ્રુઆરીએ મતદાનઃ 18મીએ મતગણતરી
22/01/2025
રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે.
૪ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. હવે, ૧૬ ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે, અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫એ મતગણતરી થશે. આ ચુંટણીમાં ૨૭%ૅમ્ઝ્ર અનામતનો અમલ કરવામાં આવશે.
આ ચૂંટણી ૧ મનપા, ૬૬ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતો માટે યોજાશે, જેમાં કુલ ૨૧૭૮ બેઠકો પર મતદાન થશે.અમદાવાદની બાવળા,સાણંદ,ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે. ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી, ઓડ,મહિસાગરની લુણાવાડા, સંતરામપુર,
બાલાસિનોર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ,પાટણની હારીજ, ચાણસ્મા, રાધનપુર,મહેસાણાની ખેરાલુ, વડનગર,બનાસકાંઠાની ધાનેરા, વડોદરાની કરજણ,છોટાઉદેપુર, દાહોદની ઝાલોદ અને દેવગઢ બારિયા,પંચમહાલની કાલોલ, હાલોલ, નવસારીની બિલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, જામનગરની જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, દ્વારકાની સલાયા, દ્વારકા, ભાણવડ પાલિકાની યોજાશે.
ઉપરાંત જૂનાગઢની બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી પાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરાશે. જૂનાગઢની માંગરોળ, ચોરવાડ, ગીર સોમનાથના કોડીનાર, કચ્છની રાપર, ભચાઉ પાલિકાની ચૂંટણીની તારીખ આજે જાહેર થશે. અમરેલીની લાઠી, ચલાલા, જાફરાબાદ, રાજુલા પાલિકાની ચૂંટણી જાહેર થશે. ભાવનગરની સિહોર, ગારિયાધાર, તળાજા પાલિકાની ચૂંટણી યોજાશે.
તદપરાંત રાજકોટની જસદણ, ભાયાવદર, જેતપુર, ઉપલેટા, ધોરાજી પાલિકાની પણ ચૂંટણી યોજાશે. મોરબીની હળવદ પાલિકાની પણ ચૂંટણી યોજાશે, પોરબંદરની કુતિયાણા, રાણાવાવ પાલિકા ઉપરાંત બોટાદ, મોરબીની વાંકાનેર પાલિકાની પેટાચૂંટણી યોજાશે, કુલ ૬૯ પાલિકા અને ૧ મહાનગર પાલિકની ચૂંટણીની ટાઇમ ટેબલ આજે જાહેર થયું છે.
0000000000000
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે અને મોટાભાગની સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. આ દરમિયાન છોટાઉદેપુરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ થઈ છે. છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે
કાર્યકરો સામ સામે આવી જતા પોલીસે મામલો થાળે પાડ્યો
તમને જણાવી દઈએ કે છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવ્યા અને જેમાં અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીત્યા બાદ માહોલ ગરમાયો હતો. બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને રહેતા હોવાથી પુરોહિત ફળિયામાં કાર્યકરો સામ સામે આવી જતા આખરે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. પોલીસે ઉકળતા ચરૂ જેવી સ્થિતીને કાબુમાં લીધી છે અને હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારોમા પોલીસે કોઈ ઘટના ન બને તે માટે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને હાલ તો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે અને મામલો થાળે પડી ગયો છે.
0000000000000
ભાજપની જીત બદલ મુખ્યપ્રધાને નાગરિકો-કાર્યકર્તાઓનો માન્યો આભાર
ભાજપ એટલે વિકાસની ગેરંટીઃ CM
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. ત્યારે આ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
ગુજરાતના નાગરિકોનો ભાજપમાં અખંડ વિશ્વાસઃ CM
મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહીં પણ નક્કર વિકાસની રાજનીતિ. વધુમાં મુખ્યપ્રધાને લખ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ બુધવારથી પ્રારંભ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ બુધવારથી પ્રારંભ
Valsadના સાંસદ ધવલ પટેલે કહ્યું, 2027ની ચૂંટણીં અનંત પટેલની થશે કારમી હારValsadના સાંસદ ધવલ પટેલે કહ્યું, 2027ની ચૂંટણીં અનંત પટેલની થશે કારમી હાર
કોંગ્રેસના સુપડા થયા સાફ
સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં. આ સાથે જ મુખ્યપ્રધાને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ જગ્યાઓ પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે અને ભાજપે મોટાભાગની સીટ પર વિજય મેળવ્યો છે.
————————
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ PM મોદીએ કહ્યું-“ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે”
ગુજરાતની જનતાનો આભાર: PM
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સત્તાધારી ભાજપનું પ્રદર્શન એકંદરે શાનદાર રહ્યું છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. રાજ્યની 68 નગર પાલિકાના જાહેર થયેલા પરિણામોમાં મોટાભાગની નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે, સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીની પોસ્ટ
Salaya Nagarpalika Result-2025: સલાયામાં ભાજપે ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું, કોંગ્રેસ-AAP ફાવી ગયું!Salaya Nagarpalika Result-2025: સલાયામાં ભાજપે ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું, કોંગ્રેસ-AAP ફાવી ગયું!
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીની પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે, સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નાગરિક ચૂંટણીઓમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે.
ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું શાસન જાળવી રાખ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતની સ્ટ્રાઇક રેટ 90 ટકાથી ઉપર રહી છે. જ્યારે કોંગ્રેસ માટે ઝટકા સમાન પરિણામ આવ્યું છે. આમ આદમી પણ ગુજરાતમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.
0000000000000000
સલાયામાં ભાજપે ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું, કોંગ્રેસ-AAP ફાવી ગયું!
સલાયામાં ભાજપના સૂપડા સાફ!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 48થી વધુ નગરપાલિકામાં કમળ ખીલ્યું છે. પરંતું જ્યાં ભાજપ હાર્યું છે ત્યાં ભૂંડે હાલ હાર્યું છે. અનેક નગરપાલિકાઓમાં ભાજપની શરમજનક હાર કહી શકાય. ભાજપની સૌથી મોટી હાર સલાય નગરપાલિકામાં થઈ છે. ભાજપે સલાયામાં ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું છે. સલાયાની જનતાએ ભાજપને સમ ખાવા પૂરતી પણ બેઠક ન આપી. સલાયામાં ભાજપ હાર્યું છે. તો અહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે.
સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું ન ખૂલ્યું!
ભાજપે જ્યાં બુલડોધર ફેરવ્યુ એ સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયા નગરપાલિકાની કુલ 28 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી છે, જ્યારે 15 બેઠક કોગ્રેસને મળી છે. જે બતાવે છે કે, અહીં ભાજપે ચલાવેલું બુઝડોઝર ભારે પડ્યું છે. એક તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે સલાયામાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે. સલાયાની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે. જોકે, અહી છેલ્લી સુધી રસાકસીભર્યો માહોલ રહ્યો હતો. આપ જીતતા જીતતા રગી ગયું, અને કોંગ્રેસ ફાવી ગયું. અંતે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે.
સૌરાષ્ટ્રમાં ક્યા ખીલ્યું કમળ? કોંગ્રેસ-અપક્ષને હંફાવ્યા…જાણો અત્યારની સ્થિતિPalika Election Result 2025: સૌરાષ્ટ્રમાં ક્યા ખીલ્યું કમળ? કોંગ્રેસ-અપક્ષને હંફાવ્યા…જાણો અત્યારની સ્થિતિ
સલાયા નગરપાલિકામાં કોંગ્રેસની જીત
સલાયા નગર પાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવશે. સલાયા નગર પાલિકામાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ, જ્યારે 13 બેઠકો આપ પાર્ટીના ફાળે ગઈ છે. સલાયા નગર પાલિકામાં ભાજપનું ખાતું ખૂલ્યું નહીં. આમ, ભાજપની સલાયા નગર પાલિકામાં કારમી હાર થઈ છે.
દ્વારકાના સલાયા બંદર પર ચાલ્યું દાદાનું બુલડોઝર
રાજ્ય સરકારની દબાણ હટાવો ઝુંબેશ પર સૌથી પહેલા સલાયાનો સફાયો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક લોકોને નૉટિસો અપાઇને તંત્રને સાથ સહકાર આપવા કહેવાયું હતું. સ્વેચ્છાએ દબાણો નહી હટાવાતા દ્વારકામાં આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ હતું. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ પોલીસ કાફલા સાથે જે.સી.બી. અને હિટાચી જેવા મશીનોથી હટાવી દેવાયા છે. અને રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પરંતું ભાજપનું આ જ એક્શન ભારે પડ્યું અને સલાયમાં ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
0000000000000000


