જૂનાગઢ,તા.23
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને ઉત્તર પ્રદેશ મોકલાયા છે. ઉત્તર પ્રદેશના ઈટાવાના લાયન સફારી પાર્કમાં સાત સિંહો મોકલાવામાં આવ્યાં છે. રાજ્યો વચ્ચેના વન્ય પ્રાણીઓના આદાન પ્રદાનના ભારતીય ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ અનુસાર સિંહો મોકલાયા છે. આ અંતર્ગત આ સિંહો ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં મોકલાયાં છે. જે સાત સિંહોને મોકલવામાં આવ્યાં છે તેમાં બે નર સિંહ અને પાંચ માદા સિંહોને મોકલવામાં આવ્યાં છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ઉત્તરપ્રદેશ ઝૂ ઓથોરિટીની એક ટીમ સિંહોને લેવા પહોંચી હતીં. સક્કરબાગ ઝૂ ઓથોરીટી સાથે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન સાથે આ સાત સિંહોને ઉત્તર પ્રદેશના ઉટાવા મોકવામાં આવ્યાં છે. ટ્રક મારફતે સાત સિંહોને મોકલવામાં આવ્યાં હતાં. ખૂબજ સાવચેતી અને તકેદારી સાથે દરેક સિંહના પાંજરાને ટ્રકમાં વ્યવસ્થિત પણે ગોઠવીને તેને મોકલવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશના ઇટાવા પહોંચતા સુધીમાં સિંહનો ઉપર દેખરેખ રાખી શકાય તે માટે ટ્રકમાં સીસીટીવી કેમેરા પર ગોઠવાયાં છે. જેથી સિંહોની સલામતી અને તમામ હિલચાલ ઉપર નજર રાખી શકાય. લાંબા રૂટ ઉપર જવાનું હોવાને કારણે રસ્તા ઉપર પણ કોઇ અડચણ ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓના આદાનપ્રદાન અંતર્ગત હવે ઉત્તરપ્રદેશના ઝુના અન્ય પ્રાણીઓને સક્કરબાગ ઝૂને સોંપવામાં આવશે.