જૂનાગઢમાં કોલેજ આસપાસ રોમિયોગીરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

જૂનાગઢ,તા.25

રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને સરકારશ્રી દ્વારા કાયદાની કડક અમલવારી કરવા સારૂ ખાસ હુકમ થઈ આવેલ હોય જે અન્વયે સુભાષ ત્રિવેદી મ્હે. પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ તેમજ સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક તરફથી જૂનાગઢ જિલ્લામાં આવેલ સ્કૂલ કોલેજોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ રાખી અને મહિલાઓની છેડતી કરતા આવારા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ થઈ આવેલ હોય જે અન્વયે આજરોજ એસ.ઓ.જી. ટીમ સાથે જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ની ટીમ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખામધ્રોળ રોડ ઉપર આવેલ સ્કૂલ-કોલેજની આસપાસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ખામધ્રોળ રોડ ઉપર રઘુવીર સોસાયટી પાસેથી ત્રણ રોમીયોગીરી કરતા રોમીયો જેમાં (૧) આરીફ અમીનભાઈ હાલ રે. ખામધ્રોળ રોડ રઘુવીર સોસાયટી (૨) એઝાજ આમદભાઈ સેતા રે. ખામધ્રોળ રોડ રઘુવીર સોસાયટી (૩) આમીરખાન હાસમખાન પઠાણ રે. ચીતાખાના ચોક મેમણવાડા જૂનાગઢવાળા ઓને રોડ ઉપર આવતી-જતી મહિલાઓની છેડતી કરતી હાલતમાં પકડી પાડવામાં આવેલ અને ત્રણેય આરોપીઓ વિરૂદ્ધમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.