https://twitter.com/arjunmodhwadia/status/1419613424183435278?s=20
ગાંધીનગર, 26 જૂલાઈ 2021
ભારતને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરવા મજબુર છે.
આ અંગે કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકરે વર્ષ 2018 માં ભારતને અંધજનો માટેનો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
આ 3 ખેલાડીઓ અલગ અલગ સ્પર્ઘાઓમાં પોતાનું શાનદાર યોગદાન આપી દેશનું ગૌરવ વધારી ચુક્યા છે. આ માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમને આશા હતી કે વર્લ્ડ કપ જીત્યા બાદ રાજ્ય સરકાર તેને નોકરી આપશે.
ભાજપની નિષ્ફળ વિજય રૂપાણીની સરકારે ત્યારે તેમની સાથે ફોટા પડાવી સિદ્ધીને બિરદાવવાની સાથે નોકરીની ખાતરી પણ આપી હતી. પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા, ના આ ખેલાડીઓને નોકરી મળી છે, ના સરકારે આટલા સમયમાં તેમની તકલીફો જાણવાની પણ તસ્દી લીધી છે.
સરકારની બેદરકારીના કારણે આંખમાં આશું અને નિરાશા સાથે તેઓ મજુરીકામ કરવા મજબુર બન્યા છે.
કોંગ્રેસમના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ (વાંસદા,નવસારી) એ આ ત્રણેય ખેલાડીઓને નોકરી અને આર્થિક સહાય આપવા માટે વિધાનસભામાં પણ રજુઆત કરી હતી.
નઘરોળ ભાજપની રૂપાણી સરકાર પોતાના જ ધારાસભ્યોની જનતા લક્ષી રજુઆત સાંભાળતી નથી, તો પછી અમારા ધારાસભ્યોની રજુઆત ક્યાંથી સાંભળે? કોંગ્રેસ પાર્ટી આ ખેલાડીઓને ન્યાય મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખશે.

ભાજપ સરકારે ગુજરાતના ગૌરવ સમાન ખેલાડીઓને સમ્માન અને સહાય આપવી જ પડશે !

English





You must be logged in to post a comment.