[:gj]ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સ સીડી ઉતારી ટિકિટ માંગી[:]

[:gj]બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ  સીડી કાંડમાં ફસાયા છે. તેથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પર અડચણ ઊભી થઈ છે. કે. કા.ના નામે ઓળખાતાં  એક નેતાનું આ ફ્રાર્મ હાઉસ છે. જ્યા તાજેતરમાં જ નેતાઓ રોકાયા હતા. એક વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કૂલ 4 સીડી હોવાનું માનવામાં આવે છે. પણ ગંભીર બાબત એ છે કે, અહીં અનેક નેતાઓ આવીને રાત રોકાતાં હતા અને રાતોને રંગીન બનાવતાં હતા.

આ બાબતે પાર્લામેન્ટરી બોર્ડમાં વાત થઈ હતી. ત્યારે આવો દાવો કરાયો હતો કે, સ્થાનિક મિડિયાએ આ શુટીંગ કરેલું છે. જે કેસને રફેદફે કરવા માટે રૂ.5 કરોડ માંગે છે. જો તમે મારી ટિકિટનું કરો તો હું સેટલ કરી દઈશ. આમ ફાર્મહાઉસના માલિક અને રૂ.2 હજાર કરોડનો બિજનેસ કરે છે. ટિકિટ માટે યોગ્ય સમયે પોતે જ બ્લેકમેઈલીંગ કરી શકે તે માટે સીડી ઉતારી છે. આ ફાર્મ હાઉસમાં આ પક્ષના અનેક નેતાઓ આવતાં હતા તે તમામની સીડી ઊતરી હોવાનું માનવામાં આવે છે.

એક નેતીને 10 તોલીના સોનાની ચેઈનની ભેટ પણ આ નેતાએ આપી હતી. પાલનપુરમાં આવી વાત વહેતી થઈ છે કે, સીડી ફરતી થઈ છે. પણ હજુ સુધી સીડી બહાર આવી નથી. ટિકિટ માંગનાર કે કે એ પક્ષના નેતાઓને એવું કહ્યું હતું કે, તેમના પર સ્થાનિક મિડિયામાંથી ફોન આવ્યો હતો અને તે જાહેર ન કરવાના રૂ.5 કરોડ માંગે છે. જો પક્ષ મને ટિકિટ આપે તો તે આ કેસ સેટલ કરી શકે તેમ છે.

આ ઘટનાથી ગાંધીનગરના નેતાઓ હેબતાઈ ગયા છે. જો સીડી જાહેર થાય તો ઉત્તર ગુજરાતની 5 બેઠકો હારી શકે છે. જેના પડઘા સમગ્ર દેશમાં પડી શકે છે. ચોકીદાર ચોર મટીને સેક્સી ચોકીદાર સૂત્ર બની શકે તેમ છે.[:]