[:gj]દીઓદરમાં 10ને ડીપ્થેરીયાની બીમારીથી 2 બાળકીઓનાં મોત [:]

[:gj]દીઓદર તાલુકાના ચીભડાગામે રહેતી શ્રધ્ધા વાઘેલા, અને પ્રિયંકા ગેલોતર નામની બે બાળકીઆને સામાન્ય તાવ અને શરીદી ખાંસી થવા પામેલ. જેમાં બંન્ને બાળકીઓની સારવાર કરાવામાં આવેલ. જેમાં સારવાર દરમ્યાન અચાનક બંન્ને બાળકીઓની તબીયત લથડતાં મોત નીપજેલ. જ્યારે વધુ એક બાળકીને આ પ્રકાના રોગનાં લક્ષણો જણાતાં ડીસા ખસેડલ અને વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલમાં લઈ જવામાં આવેલ છે. આ બાબતે ગ્રામજનો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચીભડા ગામે અન્ય બાળકોની તપાસ કરતાં વધુ ૯ જેટલા બાળકોને ડીપ્થેરીયા નામના રોગનાં લક્ષણો જાવા મળ્યાં હતાં. તમામ બાળકોને દીઓદર રેફરલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ. બે બાળકીઓનાં મોત નીપજતાં ચીભડા ગામમાં ગમગીની છવાઈ જવા પામેલ. આ રોગ મોટાભાગે ૧ થી પ વર્ષના બાળકોને કે જેમણે રસીઓ ન લીધી હોય તેવા બાળકોને વધુ થવાની સંભાવના રહે છે.
બ.કાં. જીલ્લામાં કોઈપણ રોગ ફાટી નીકળે ત્યારે સૌ પ્રથમ શરૂઆત દીઓદર તાલુકામાંથીજ થાય છે.[:]