[:gj]નડિયાદની જેમાં કેદીએ આત્મહત્યા કરી કે પોલીસે હત્યા કરી, 12 દિવસે રહ્સ્ય ? [:]

[:gj]નડિયાદની બિલોદરા જેલમાં મનોજ પરમાર નામના કેદીએ જેલ સ્ટાફના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હોવાનો આરોપ કેદીના પરિવારે પોલીસ પર મૂકી દેવામાં આવ્યો છે. કેદીના પરિવારજનોએ જવાબદાર પોલીસ ફરજમુક્ત કરવાની માંગણી કરી છે. જેલર સામે તપાસ સમિતિ નિયુક્ત કરવાની માંગણી કરી છે. જો તેમ ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપ છે. મુખ્ય પ્રધાન કે જેઓ ગૃહ વિભાગનો હવાલો સંભાળે છે તેમને પણ ફરિયાદ મોકલવામાં આવી છે.

ખેડાના મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામના 21 વર્ષના મનોજ પરમાર નામના કેદીને અપહરણ તથા બળાત્કારના કેસમાં અહી લાવવામાં આવ્યો હતો. 17 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર બળાત્કાર કરવાના કેસમાં મનોજ પરમારની 4 એપ્રિલ 2019માં ધરપકડ કરી હતી.

12 દિવસ થયા છતાં હજું સત્ય વિગતો બહાર આવી નથી. વડોદરા જેલરને આ ઘટનાની તપાસ કરવા કહ્યું છે, જેલમાં તપાસ કરી છે, નિવેદનો લેવાયા છે. અહેવાલ તૈયાર કરવામાં બીજા 15 દિવસ પસાર થાય તેમ છે.

ત્યાં જેલના બીજા એક કેદીએ આરોપ મૂક્યો છે કે જેલના કેદી મનોજએ આપઘાત કર્યો તેના માટે જેલ અધિકારીઓ જવાબદાર છે.

આત્મહત્યા નહીં હત્યા
1 મે 2019ના ગુજરાત સ્થાપના દિવસે જ આત્મહત્યા કરનાર મનોજ પરમારના પરિવારજનોએ જેલ સતાધિશો સામે ગંભીર આરોપો લગાવી અને જેલના અધિકારીઓએ ગળેફાંસો ખાવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ લગાવતી એક અરજી ઉચ્ચ કક્ષાએ કરી છે. જે રીતે આપઘાત કર્યો હોવાનું જેલના સત્તાધીશો જણાવી રહ્યા છે તે સદંતર ખોટું છે. ઉપરાંત બિલોદરા જેલમાં ચુસ્ત બંદોબસ્ત હોવાથી એક સોય પણ અંદર જઇ શકે નહીં તો દોરી કેમની ગઇ તે વાત માન્યામાં આવે તેમ નથી. આથી મનોજે આપઘાત કર્યો જ નથી, જેલ સત્તાવાળાઓની બેદરકારી અને ચૂક ઉપરાંત મનોજના કેસના ફરિયાદી પક્ષના ઇશારે મનોજની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ મામલે ન્યાયીક તપાસ નહીં થાય તો મનોજ પરમારના પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીપીટીશન ફાઇલ કરવાની અને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

કસ્ટોડિયલ ડેથ ગણો

કસ્ટોડિયન ડેથ ગણી જેલ સુપરિન્ટેન્ડેન્ટ તથા જવાબદારો સામે ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. કેદાએ આરોપ મૂક્યો હતો કે, કાચા કામના કેદી મનોજે આત્મહત્યા કરી હતી. તેનું કારણ બીજું કઇ નહીં, પરંતુ જેલર તથા જેલના અન્ય માથાભારે ઇસમોની હેરાનગતિ હતી. જ્યારે મનોજને જેલમાં લાવવામાં આવ્યો ત્યારે અમૂક પોલીસે તેને ગાળો આપીને માનસિક ત્રાસ આપ્યો હતો. જેના બીજા જ દિવસે માનસિક રીતે કંટાળી ગયેલા મનોજે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેલના કેદી એવા માહીન તળપદાનો આરોપ છે કે મનોજે આત્મહત્યા કરી ત્યારે જ તેનું મૃત્યુ થઇગયું હતુ. પરંતુ જેલ પ્રસાસને તેનું મૃત્યુ રસ્તામાં કે હોસ્પિટલમાં થયુ હોવાનું જણાવી રહ્યા છે.

મેજિસ્ટ્રેરીયલ તપાસ કરાવવાના આદેશ આપ્યા છે. નેશનલ કમિશનની ગાઇડલાઇન મુજબ કેદીનું પીએમ કરાવાયું છે. તેમજ નડિયાદના ડીવાયએસપીને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.[:]