નેશનલ જિમનાસ્ટીક પ્લેયર પૂજા જૈન સાધવી બનશે

સુરતમાં દીક્ષા લેનારાઓની લાંબી લાઈન લાગી છે. 14  ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવી રહી હશે, ત્યારે સુરતમાં એકસાથે 8 યુવતીઓ સાંસારિક જીવન ત્યજીને મોહમાયામાંથી મુક્ત થઈને સંયમનો માર્ગ અપનાવશે. તેમાંથી એક છે પૂજા. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે. જેમાં કરોડપતિ પરિવારના સંતાનો, જેઓ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને છોડીને સંયમના માર્ગે જવા નીકળી પડ્યા છે. સુરતમાં 14 ફેબ્રુઆરી 2019 દીક્ષા લેનારાઓમાં યુવતીઓની સંખ્યા વધુ છે. મોટાભાગની યુવતીઓ કરોડપતિ પરિવારની છે. પૂજા સરતના નાનપુરા વિસ્તારના કૈલાશ નગરમાં રહે છે. પૂજાના પિતા કિરીટભાઈ હીરા દલાલીનું કામ કરે છે. થોડા સમય પહેલા પૂજા જૈન ઉપાશ્રયમાં ગઈ હતી, જ્યાં જૈન ગુરુઓની સાથે રહી અને તેમનું જીવન જાઈને પૂજાએ પણ દીક્ષા લેવાનું મન બનાવ્યું હતું. શરૂઆતમાં તેણે આ વાત જ્યારે પોતાના પરિવારને જણાવી તો પરિવારે તેની મંજૂરી આપી ન હતી.  હવે આ જ પરિવાર દીકરીને દીક્ષા લેવાની મંજૂરી આપી છે. પૂજા એમકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેનું માનવું છે કે, આ જીવનમાં માત્ર દર્દ જ છે. સાચો આનંદ તેણે આ મોહમાયા માટે છોડી દીધો છે અને તે સંયમના રસ્તે જ શક્ય છે.