1837 – સુરતમાં 500 લોકો આગમાં મોત, 10 હજાર મકાનો બળી ગયા

1837 – 500 people died in a fire in Surat, 10 thousand houses were burnt.

અમદાવાદ, 4 જૂન 2026
24મી એપ્રિલ, 1837ના દિવસે મોટું વ્યાપારી કેન્દ્ર સુરતમાં સાંજે પાંચ કલાક ને સોમવારે સુરતમાં માછલીપીઠ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ તે આખા સુરતમાં પ્રસરી હતી અને તેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 10 હજાર મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા.
70 હજાર માણસો ઘર વગરના થઈ ગયા. આગ એટલી ભયંકર હતી કે તેનો ધૂમાડો 20-30 માઇલ સુધી દેખાતો હતો.
ઓગણીસમી સદીની શરૂઆતથી 1837 અને ત્યાર પછી બનેલી દુર્ઘટનાઓને કારણે સુરત પાયમાલ થઈ ગયું. વેપાર વાણિજ્ય ઓસરી ગયાં. નગર છેક ખંડેર હાલતમાં પરિવર્તિત થઈ ગયું. વેપારીઓ અને ધંધાદારીઓ તથા કારીગરો મુંબઈ ભણી ગયા. શહેરની વસ્તી જે 1818માં 1,57,185ની હતી તે ઘટીને 1847માં માત્ર 80 હજાર રહેવા પામી.

શરૂઆત
આગની શરૂઆત માછલીપીઠના ઉગમણના મહોલ્લા મઘ્યમાં ફરાંમજી નરીમન અને દાદાભાઈ આલપાઇવાલા અને મહેતા શાપુરજીના ઘરની વચ્ચેનાં કોઈ એક ગાળામાંથી થઈ હતી.
માછલીપીઠનો પારસીવાડ અને શહેરનો મધ્યભાગ બળીને ભસ્મ થઈ ગયો. ભારે પવન હતો તેથી આગ તો ઊડતી જ જાય. કોઈ જગાંના વસનારા લાચાર થઈને લેવાય તેટલું ગાડાંમાં ભરીને બીજા લત્તામાં સગાંવહાલાંને ત્યાં આશ્રય શોધતા નીકળે તો આગ ત્યાં ય તેમને પીછો પકડતી હતી.
મકાનોનાં બારી, બારણાં, છતમાં લાકડાં વપરાતા હતા તેથી આગ બેકાબૂ થઈ હતી. દીનશાહ મંચેરશાહ રુવાળાના ઘરમાં ઊકળતા કોલટાર કે તેલ-ધૂપેલમાંથી આ આગની શરૂઆત થઈ. જોતજોતાંમાં પાંચ ઘર સળગી ગયાં. તેમાંથી આતશના એવા ગોળા ઊઠ્યા કે થોડા કલાકોમાં આગ ત્રણ માઇલ સુધી પ્રસરી ગઈ.
આખું શહેર ખંડેર થયું, કાટપીટિયાનો નવો ધંધો નીકળ્યો. માઇલો વિસ્તારમાં ખંડિયેરો કબ્રસ્તાન જેવું થઈ ગયું હતું. કચરા અને બળેલા કાટમાળના ઢગે ઢગ દેખાતા હતા.

સાત માણસો તો સોમવારે પહેલાં ઝપાટામાં મરી ગયા. 32 માણસો માલ બચાવવા જતાં ફસાઈ ગયા અને મરી ગયા. કેટલીય સ્રીઓ પ્રસૂતિના બિછાનામાં બળી મરી. દસ માણસ કૂવા અને હોજમાંથી મરેલા નીકળ્યા. આગના ભંગારમાં ભિંસાઈને મરણ પામ્યા.

બીજા દિવસે
બીજા દિવસે બપોરે 11 કલાકે સલાબતપરામાં આગ લાગી અને ત્યાં પણ 50 ઘરો બળી ગયાં. આ આગ ઓલવાઈ એટલે એ જ દિવસે સગરામપરામાં એક ભંડારીના ઘરે આગ લાગી. એ આગ રુસ્તમપરાના પારસીવાડમાં પ્રસરી. પારસીઓનાં આઠ ઘર, ભંડારી, મુસ્લિમો અને ખત્રીનાં કુલ 40 ઘરો બળીને ખાખ થઈ ગયાં.
ત્રણ દિવસ સુધી સુરતના સેંકડો વિસ્તારો ભડકે બળી રહ્યા હતા. સર્વનાશ વેરાઈ ચૂક્યો હતો.
સુરત પર લખાયેલાં વિવિધ પુસ્તકો અને લખાણો પ્રમાણે આ ભયાનક આગમાં લગભગ 500 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

મકાનો નાશ
6250 અને પરાંમાં 3123 મકાનો બળીને ખાખ થઈ ગયાં.
માછલીપીઠમાં 259, સોનીના ચકલામાં 647, કણપીઠમાં 1147, રાણીતળાવમાં 363, વાડીફળિયામાં 998, સંઘાડિયાવાડમાં 390, ખપાટિયા ચકલામાં 876, ભાગાતળાવમાં 581, ગોપીપરામાં 992, હરિપરામાં 524, સલાબતપુરા અને બેગમપુરામાં 721 મકાનો ભસ્મીભૂત થઈ ગયાં હતાં.

નુકસાન
કુલ નુકસાન 46,86,500 રૂપિયા અંદાજવામાં આવ્યું હતું. જેમાં માત્ર મકાનોનું નુકસાની કિંમતનો અંદાજો જ હતો અન્ય નુકસાનનો સમાવેશ નથી.
કંઈ કેટલા લક્ષાધિપતી અચાનક રોડ પર આવી ગયા. પાંચ પાંચ ઘરના માલિકોને રહેવા મકાન ન રહ્યું.
અફવા ફેલાઈ હતી કે ‘માતાજી કોપાયમાન થયાં છે અને તેને કારણે આ આપદા આવી’ છે.
મકાનોને 15 લાખનું નુકસાન થયું હોવાનો અને માલમતાનું કુલ નુકસાન 30 લાખનું થયાનો ઉલ્લેખ છે.

સહાય ન મળી
આગની શરૂઆત થઈ તે વખતે તેમણે આસપાસનાં ઘરોના કૂવાઓમાંથી પાણી માગ્યું પરંતુ તેમને પાડોશીઓએ પાણી આપવાનો ઇન્કાર કર્યો. જેથી આ આગ ઓલવાઈ નહીં અને બાદમાં ચારે તરફ પ્રસરી.
કેટલાકે તેમની કિંમતી ચીજવસ્તુઓ જેવી કે જણસ લૂંટફાટથી બચાવવા માટે કૂવામાં નાખી દીધી હતી, તેને બહાર કાઢવામાં પણ કેટલાકે જાન ખોઈ હતી. આગ બાદ કૂવા કાંકામાં નાખેલી જણસ કાઢવા જનાર કેટલાક અંદર ઉતરતાની સાથે જ ટાઢા પડી ગયા.
આગથી બચવા માટે લોકો કૂવામાં પણ કૂદ્યા હતા અને તેમનાં પણ મરણ થયાં હતાં.

સહાય
મુંબઈના વેપારીઓ, પારસી સમુદાઈ અને 1837માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લંડનથી એક હજાર પાઉન્ડ – 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી.
નવેમ્બર સુધી શહેરમાં દાણો લાવનાર વેપારીઓને બે મહિના લગી શહેરમાં દાખલ થતા લાગતી જકાતમાં માફી આપવામાં આવી. આ ઉપરાંત શહેરમાં દાણો લાવનાર વેપારીને ઈનામ પણ આપવામાં આવ્યું.
મુંબઈના વેપારીઓએ પણ સુરતને મદદ કરવા માટે લગભગ એક લાખ 25 હજાર રૂપિયાની સહાય આપી.
લોકો આસપાસનાં ગામોમાં વસ્યા હતા. જેઓ શહેરમાં હતા તેમને બહમનજી મનચેરજી ભાવનગરી, મહેરવાનજી હોરમજી ફારેજરવાલા, મરહુમ શેઠ બરજોરજી એંટીના પુત્રો, ખાનસાહેબ અરદેશર ધનજીશાહ બહાદૂર, ભણશાલીજી માણેકચંદ રૂપચંદ જેવા કેટલાક સેવાભાવી લોકોએ લાચાર લોકોને ખોરાક અને વસ્ત્ર પૂરાં પાડ્યાં હતાં.

પારસીઓએ તેમની ધર્મશાળા આ નિરાધાર બનેલા લોકો માટે ખોલી દીધી હતી. મુંબઈના શેઠીયાઓ અને વ્યાપારીઓએ એક લાખ રૂપિયાની રકમ મોકલી હતી. જેમાં પણ પારસી દાતાઓનાં નામો મોખરે હોવાનું વિવિધ પારસી દસ્તાવેજોમાં નોંધાયું છે.

શેઠ જમશેદજી જીજીભોઈએ પોતાના ખર્ચે મોટી રકમની ખોરાકી સામગ્રી, કપડાં અને રોકડ નાણું ગરીબોમાં વહેંચવા માટે ખાસ વહાણ મુંબઈથી સુરત રવાના કર્યું હતું.

સુરતમાં વહોરવાડમાં પુરુષો બીજા લત્તામાં આગ ઠારવા ગયેલા ત્યાં તેમનો વિસ્તાર પણ આગમાં લપેટાઈ ગયો. આખો વહોરવાડ ભસ્મીભૂત થઈ ગયો. કેટલીક મહિલાઓએ મસ્જીદમાં આશરો લીધો. પરંતુ મસ્જિદ પણ આગની ચપેટમાં આવી ગઈ.

લૂંટ
સામાન ભરવાના ગાડાંના એક ફેરાનું ભાડુ પાંચથી પંચોતેર રૂપિયા વસૂલાતું. અધવચ્ચે ગાડાવાળા વધારે ભાડું આપનારને પકડીને સામાન છોડી જતા રહેતા અને અધવચ્ચે મૂકેલો સામાન ચોરાઈ જતો. લોકો બહાવરા-બહાવરા અને દીવાના બનીને ફરતા.
માલસામાન ખસેડવાના એક ગાડાના 20 રૂપિયા અને એક પેટી ઊંચકવાના બે રૂપિયા બોલાયા.

આફતોનો સીલસીલો
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સુરતની મુશ્કેલીમાં ઓર વધારો થયો. વખતો વખત આવતી રેલ, રોગચાળો અને આગની આફતમાં વધારો થયો. 1864માં કોલેરા ફાટી નીકળ્યો. પાંચ વર્ષ પછી 8મી મે, 1869માં ચોક બજારમાં લાગેલી ભયાનક આગમાં 62 દુકાનો બળી ગઈ.
6 એપ્રિલ, 1889ના રોજ શનિવારે બપોરે બે કલાકે બુરહાનપુરી ભાગોળે કાટપીટિયાવાડમાં પારસી દીનશાહ ખરશેદજી નામના કાટપીટિયાની દુકાનમાં કોઈક ઈંધણ કે તેલ-ધૂપેલ ઊકળતાં ભડકો થયો. તેમાં માળિયા પરનું ઘાસ સળગી ઊઠ્યું. આગ ચારે તરફ ફેલાઈ. બજારમાં ચોતરફની દુકાનો સળગવા લાગી. દુકાનોમાં રહેલા તેલ-ધૂપેલ, તેજાબ, ગંધક, દિવેલ વગેરેએ આગને વધારે ભડકાવવાનું કામ કર્યું.
સાંજ પડતાંની સાથે રૂવાળો ટેકરો, કંસારાવાડ, બુંદેલાવાડ, હરિપરા આગની ચપેટમાં આવી ગયા. આગના ભડાકા 20 માઇલ દૂર સૂધી દેખાયા. સુધરાઈના બંબા કામ આપી શક્યા નહીં. કેટલાક પીપ ધરાવતા બંબા પણ બળી ગયા. એથી આગ ઓલવવા માટે છેક વડોદરાથી બંબો મંગાવવો પડ્યો.
21મી ઑગસ્ટ, 1837માં તાપીમાં ભયાનક પૂર આવ્યું. ત્રણ દિવસ પછી પાણી ઊતર્યાં. એ રેલ અકળામણમાંથી લોકોનો જીવ હેઠો બેઠો નહીં ત્યાં તો પાંચ દિવસ રહીને 29મી તારીખે ફરી પૂર આવ્યાં. તારીખ 1 સપ્ટેમ્બરે પાણી સ્થિર થયાં.
વર્ષ 1837 પહેલાં અને બાદમાં અનેક આપદાઓનો ભોગ બન્યું હતું. તે વખતે સુરતના રક્ષણ અને વહીવટની જવાબદારી આરદેશર ધનજીશા કોટવાલ બહાદુર નામના પારસીની હતી. તેઓ અંગ્રેજ નિયુક્ત કોટવાળ હતા.
આરદેશર કોટવાળ પર શહેરના રક્ષણની જવાબદારી હતી. પંરતુ જે પ્રકારે રેલ અને આગ જેવી દુર્ઘટનાઓ ઘટી અને જાન-માલની હાનિ થઈ તેને કારણે અંગ્રેજો તેમનાથી નાખુશ થયા અને તેમની સામે કેસ કર્યો.
તેમના પર પાંચ લાખનું દેવું થઈ ગયું હતું. તેમના અને સુરતના નવા નિમાયેલા ન્યાયાધીશ રૉબર્ટ ડૅવિસ લ્યૂઅર્ડને આરદેશર સાથે સંબંધો સારા નહોતા. તેથી તેમના પર આરોપ લાગ્યો કે સુરતની હરગોવનદાસ નાખુભાઈની પેઢીના વારસદારો પર પોતાનું દેવું માંડવાળ કરવા માટે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. તેમના પર કેસ ચાલ્યો અને છેવટે તેઓ નિર્દોષ સાબિત થયા હતા.

આરદેશર કોટવાળે આપત્તિના સમયે શહેરની સારી સેવા કરી. સુરતના ન્યાયાધીશ લ્યૂરઆર્ડે તેમની સામે મુકદમો જાહેર કરેલો. જે ‘ગ્રેટ સુરત કેસ’ તરીકે ઓળખાય છે. જેમાં આરદેશર નિર્દોષ જાહેર થયા હતા. 1846માં તેઓ નિવૃત્ત થયા છતાં 1848ની આગ અને 1849ની રેલમાં તેમણે માનદ સેવા આપી હતી. 1856માં તેમનું અને 1859માં તેમના પુત્ર જહાંગીરનું અવસાન થયું.

31 વર્ષમાં આગની ઘટનાઓ
સુરત સુધરાઈની માહિતી પ્રમાણે 1869થી લઈને 1900 દરમિયાન સુરતમાં આગની નાની-મોટી 121 ઘટના બની હતી. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કંપની સરકારના શાસન દરમિયાન શહેરનું આ પ્રકારની કુદરતી આફતો સામે લોકોનું રક્ષણ કરવા માટેનાં કોઈ સાધનો નહોતાં.

પુસ્તકો
સુરતના ઇતિહાસના ઘણાં પુસ્તકોમાં છે. સ્વતંત્રતાસેનાની, કૉંગ્રેસી નેતા, કેળવણીકાર અને ઇતિહાસકાર ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈએ સુરતના ઇતિહાસ પર ‘સૂરત સોનાની મૂરત’ નામનું પુસ્તક લખ્યું હતું.
બહમનજી બેહરામજી પટેલના પુસ્તક ‘પારસી પ્રકાશ’ લખ્યું હતું.
ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં અને બૉમ્બે ગૅઝેટિયરમાં પણ આ આગથી થયેલા ભયંકર નુકસાનનો ઉલ્લેખ છે.
ધ ઍન્યુઅલ રજિસ્ટ્રર: વર્લ્ડ ઇવેન્ટ્સ 1837-1838ના દસ્તાવેજો છે. મોતના સ્પષ્ટ આંકડાની કોઈ ચોક્કસ વિગતો બ્રિટિશ દસ્તાવેજોમાં નથી.

ડૉ. મોહન વ. મેઘાણી નામના લેખકે ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન- સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી- સુરત વતી સુરતના ઇતિહાસ પર એક પુસ્તક લખ્યું છે.

હીરાલાલ પારેખના પુસ્તક ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’
એક જૂની નોંધપોથી પરથી જણીતા મહેતાજી છગનલાગ વિદ્યારામ રાવળે જણાવ્યો છે.

નર્મદ લખ્યું છે.
આ આગોના અહેવાલોથી મુંબઈના ગવર્નર લૉર્ડ રૅ પણ સુરત આવી પહોંચ્યાનો ઉલ્લેખ વિવિધ પુસ્તકોમાં મળી આવે છે.
30મી એપ્રિલ, 1837ના રોજ મુંબઈના સમાચાર વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલો.

ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ’ નામના ગુજરાત સરકારના સુરત જિલ્લા અંગેના ગ્રંથમાં અને ‘ઓગણીસમી સદીનું સૂરત’ પુસ્તક. (જય શુક્લ – બીબીસીની માહિતીના આધારે)