[:gj]પત્નીને મારનાર કેડીલાના રાજીવ મોદીને ધંધામાં અને રાજકીય રીતે સહન કરવું પડશે[:]

[:gj]ફાર્મા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી દ્વારા તેમના પત્ની મોનિકા મોદીનું ગળુ દબાવીને હત્યા કરવાના કથિત પ્રયાસને પગલે આ હાઇ પ્રોફાઇલ કપલ 29 ઓગસ્ટ 2018ની સાંજે સાત વાગે સોલા પોલિસ સ્ટેશન પહોંચ્યું હતું. રાજીવ મોદી અને ગરવારે પોલિએસ્ટર લિમિટેડના ડાયરેક્ટર મોનિકા મોદી બન્ને વચ્ચે સમાધાન નિષ્ફળ જતાં અંતે મોનિકા મોદીએ તેમના પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કૌટુંબિક ઝઘડો રાજકીય સંબંધ બગાડશે

ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર દ્વારા જાહેર થતી નવી નીતિઓ અંગે 2019ની વાયબ્રન્ટ સમિટ માટે રાજ્યસરકારે 22 જૂન 2018માં સલાહકાર સમિતિની રચના કરી છે, તેમાં પણ રાજીવ મોદી છે. તેથી હવે તેમને આ સમિતિમાં રાખવા કે કેમ તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ સમિતિના અધ્યક્ષ હોવાથી નક્કી કરશે. સલાહકાર સમિતિમાં  અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમભાઇ અદાણી, સિન્ટેક્સના અમિત પટેલ, ઝાયડ્સ કેડિલાના પંકજ પટેલ, ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા, રિલાયન્સના પરિમલ નથવાણી, વેલ્સપનના બી.કે.ગોયેન્કા, સુઝલોનના તુલસી તંતી, જ્યોતિ સીએનસીના એમડી પરાક્રમસિંહ જાડેજા, વાડીલાલ ગ્રુપના રાજેશ ગાંધી, મમતા ગ્રુપના મહેન્દ્ર પટેલ, હર્ષા એન્જિનિયર્સના રાજુભાઇ શાહ, કેડિલા ફાર્માના રાજીવ મોદી, અમરવિંદના સંજય લાલભાઇ, ક્રેડાઇના જક્ષય શાહ, શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ ધોળકિયા, રસનાના પિયુષ ખંભાતા, કે.પી.એમ.જી.ના ભાગીદાર નિલય વર્મા સહિત સન ફાર્માના તેમ જ સીઆઇઆઇના ચૅરમૅન દિલીપ સંઘવીનો સમાવેશ કરાયો છે.

2014ની બિઝનેસ મિટમાં રાજીવ હાજર

18 સપ્ટેમ્બર 2014માં શી જિનપિંગ વચ્ચે અમદાવાદમાં હોટેલ ગ્રાન્ડ હયાતમાં  સત્તાવાર મુલાકાત થઈ તેમાં ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર હતા. તેમાં ગુજરાતના પાંચમાં નંબરનું સ્થાન ધરાવતાં રાજીવ મોદી પણ હતા. ગૌતમ અદાણી, પ્રણવ અદાણી, સુધીર મહેતા, સમીર મહેતા- ટોરેન્ટ,પંકજ પટેલ- ઝાયડસ, રાજીવ મોદી- કેડિલા ફાર્મા, આલોક સાંઘી- સાંઘી, તુલસી તાંતી- સુઝલોન, રાજુ શ્રોફ – યુનાઈટેડ ફોસ્ફરસ, પિરુજ ખંભાતા – રસના,  રાજેશ ગાંધી – વાડીલાલ, અતુલ શ્રોફ –ટ્રાન્સપેક, નિલેશ શુક્લ વી.સી.સી.આઇ., અમીત પટેલ –એફજીઆઇ, અમીત ગોરડીયા, એફ.જી.આઇ. પણ હતા. આમ મોદીને વડાપ્રધાન મોદી સાથે પણ સારા સબંધો હતા. તેથી આ ઉદ્યોગપતિઓમાં પણ મોદી તર્ચાનું કેન્દ્ર રહ્યાં હતા. શહેરના પ્રતિષ્ઠિત પરિવારની આ ઘટનાએ બિઝનેસ જગતમાં હલચલ મચાવી છે.

મોનીકાને બંગલાની બહાર ફેંકી

એસ જી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલા રાજીવ મોદીનાં બંગલો પર બપોરના પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને આવેશમાં આવીને રાજીવ મોદીએ તેમના પત્નીનુ ગળુ દબાવીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. મોનિકાને બંગલા બહાર ફેંકી દેવાનો પ્રયાસનો પણ કર્યો હતો, તેમણે ઘરમાંથી કાઢી મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મોનિકા મોદીએ પોલીસ બોલાવતા પીસીઆર વાન બંગલે પહોંચી હતી. મોદીના સિક્યોરિટી ગાર્ડસે પોલીસને અંદર પ્રવેશ દીધા ન હતા. પછીથી દલીલો બાદ જવા દીધી હતી. પછી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. રાજીવ મોદી અને મોનિકા મોદીને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ રૂમમાં બેસાડીને કાઉન્સેલીંગ કર્યું હતું. સોલા પોલીસે તસવિરો લેવાની ના પાડી હતી. સોલા પોલીસ મથક લક્ઝુરિયસ ગાડીઓથી ભરાય ગયું હતું. રાજીવ મોદીના 17 વર્ષીય પુત્રને પણ તેના સગાવહાલા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા જ્યાં માતા-પિતાની તકરારથી ભાંગી પડેલી પુત્રની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી મામલો જાણવાની કોશીશ કરી હતી.

મોનિકા મોદીનો આક્ષેપ શુ છે?

રાજીવ મોદી અને તેમના પત્ની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ખટરાગ ચાલતો હતો. રાજીવ મોદીના અન્ય સ્ત્રી મિત્ર સાથે સંબંધ હોવાની વાત પત્નીને ખબર પડતા તેમણે વિરોધ કર્યો હતો. ઘણા સમયથી આ વાતને લઇને ઘરમાં અવારનવાર ઝઘડાઓ થતાં હતા. પોલીસ સ્ટેશનમાં સમધાન કરાવવા માટે વાત થઈ તેમાં  રાજીવ મોદી અને મોનિકા મોદી વચ્ચે છૂટાછેડાની વાત હતી. બન્ને પક્ષ છૂટાછેડા લેવા તૈયાર છે.

મોનિકા મોદી ગરવારે પોલિએસ્ટરના ડાયરેક્ટર છે

રાજીવ મોદીના પત્ની મોનિકા મોદી મુંબઇ સ્થિત ગરવારે પોલિએસ્ટર કંપનીના ડાયરેક્ટર ઉપરાંત તેઓ અનેક કંપનીના બોર્ડ પર ડાયરેક્ટર છે.

યુરોપ અને અમેરિકામાં બિજનેસ (2012)

અમદાવાદ સ્થિત કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વૈશ્વિક સ્તરે ઝડપી વિકાસ માટે યુરોપ અને યુએસમાં પ્રવેશ્યા છે કારણ કે અમદાવાદનો ધોળકા પ્લાન્ટ યુએસએફડીએ એપ્રૂવ્ડ છે. 30 જેટલી નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરી રહ્યાં છીએ જેમાંથી 5થી 10 પ્રોડક્ટ્સ 2014ના બીજા ક્વાર્ટરમાં અમેરિકામાં રજૂ કરી હતી. કંપની અમેરિકા માટે કાર્ડિયો, ગેસ્ટ્રો અને એન્ટીઇન્ફેક્શન સેગમેન્ટ પર ફોકસ કરી રહી હતી. કંપની હાલમાં વાર્ષિક રૂ.2000 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને તે વાર્ષિક 30 ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે. 2014માં તેનું ટર્નઓવર રૂ.1200 કરોડ હતું. આમ મોદીએ કંપનીને અત્યંત ઝડપી વૃદ્ધિ કરાવી હતી. કંપનીનો ગુજરાત ઉપરાંત જમ્મુ પ્લાન્ટ રૂ. 300 કરોડનું ઉત્પાદન ધરાવે છે. આ ઉપરાંત કંપની રાજસ્થાનમાં પણ એક પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે. કંપનીની કુલ પ્રોડક્ટ 750 જેટલી હતી. જેમાંથી 140 જેટલી પ્રોડક્ટ જમ્મુમાં બનતી હતી. કંપની હાલમાં કેન્સર જેવા રોગો પર રિસર્ચ કરી રહી છે. આ ઉપરાંત એપોલો હોસ્પિટલનું અમદાવાદમાં નેટવર્ક પણ વધારવામાં આવશે.કંપનીએ રાજસ્થાનના ઉદયપુરમાં 40 એકર જમીન હસ્તગત કરી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ધારમાં પણ ભવિષ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરવાનું વિચારે છે. મોદી દવાની ગુણવત્તામાં સફળ રહ્યાં પણ જીવનની ગુણવત્તામાં નિષ્ફળ રહ્યાં છે.

દવા ઉદ્યોગના યુગ પરિવર્તક આઈ.કે.મોદી

1947માં ગુજરાતમાં દવા બનાવતી કોઈ જાણાતી કંપની ન હતી. તેવા સમયે ઇન્દ્રવદન મોદીએ મિત્ર રમણભાઇ પટેલ સાથે મળી 1951માં ભારતીય દવા ઉદ્યોગનો નવો યુગ શરૂ કર્યો હતો. અમદાવાદના ઘોડાસરમાં કેડિલા લેબોરેટરીઝની સ્થાપના કરી હતી.  2012માં ઈન્દ્રવદન મોદીનું અવસાન થયું ત્યારે તેઓ ગુજરાતને ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગના એક પ્રણેતા બનાવતાં ગયા હતા. તેઓ 2012માં 350 વૈજ્ઞાનિકોની ટીમ અને શ્રેષ્ઠ સંશોધન અને વિકાસ માળખા સાથે વિશ્વના ૯૦ જેટલાં દેશોમાં નિકાસ કરતી કેડિલા ફાર્મા મૂકતાં ગયા હતા. તે સમયે 50 રોગોની દવાઓનું નિર્માણ કરી રહ્યા હતા.

ઇન્દ્રવદન મોદીનો જન્મ 18 ફેબ્રુઆરી, 1926ના રોજ દક્ષિણ ગુજરાતના નાનકડા હાંસોટ ગામે થયો હતો. જન્મના થોડાં જ સમયમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતા તેમના નાનીએ ઉછેર કર્યો હતો. વડોદરાથી સાયન્સ ગ્રેજ્યુએટ થઈ મુંબઇમાં એક ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ તરીકે જોડાયા હતા. પછી તુરંત 1951માં 25 વર્ષની ઉમંરે કેડિલાનો વિચાર શરૂ કર્યો હતો.

ગુજરાતને એકલા હાથે ગૌરવ અપાવ્યું

ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં અને ગુજરાતને વૈશ્વિકસ્તરે લઈ જવામાં ઇન્દ્રવદન એ. મોદીનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ઔષધ ઉદ્યોગના એનસાઇકલોપીડિયા ગણાતા હતા. 80 વર્ષે ઘોડેસવારી કરતા હતા. ગુજરાતમાં પ્રથમ રોલ્સ રોયસ કાર તેઓ લાવ્યા હતા. 14-15 વખત માન સરોવરની યાત્રા કરી હતી.

દવા ઉદ્યોગનો છેલ્લો ટ્રેન્ડ

GST લાગુ કર્યા પછી 18 ટકા ટેક્સ બચાવવા માટે ગુજરાતની ઘણી કંપનીઓ અમેરિકા જઈ રહી છે. જોકે બીજી બાજુ 27 ફેબ્રુઆરી 2018ના છેલ્લાં 6 મહિનામાં રૂ.2500 કરોડના રોકાણો કરે એવા 117 યુનિટ્સ સ્થાપવા રાજ્યના FDCA ની મંજૂરી આપી હતી. જેમાં કેડિલા હેલ્થકેર, યુએસ વિટામિન, સન ફાર્મા, એમક્યોરનો સમાવેશ થાય છે. મોટાભાગના યુનિટો અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, દહેજ, ગાંધીનગર અને ભાવનગરમાં હતા. લગભગ ૩૦ જેટલી કંપનીઓના પ્લાન્ટનું બાંધકામ પણ ચાલુ થઇ ગયું છે. એમઆરપી આધારિત એક્સાઇઝ અને ટેક્સ ફ્રી ઝોનની સ્પર્ધાના કારણે ભારતના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 2005માં 42 ટકા હતો તે ઘટીને 30 ટકાથી નીચે આવી ગયો હતો અને હાલમાં 32 ટકા છે. ઉત્તરના રાજ્યોમાં સરકારે પાંચ વર્ષ માટે આવકવેરા મુક્તિ અને 10 વર્ષ માટે એક્સાઇઝ મુક્તિ આપી હતી તેથી સ્થાનિક માંગને પહોંચી વળવા મોટાભાગની કંપનીઓએ ત્યાં યુનિટ સ્થાપ્યાં હતા.

એર ક્રાફ્ટ

શહેરમાં ઉદ્યોગગૃહોનો એરક્રાફ્ટ ધરાવે છે તેમાં અદાણી ગ્રૂપઃ હોકર 850 એક્સપી, ચેલેન્જર 600/૨બી, એમ્બરર 135 બીજે અને કિંગ એર-બી 200 બીચ ક્રાફ્ટ, ઝાયડ્સ ગ્રૂપઃ ચેલેન્જર – 604, નિરમા ગ્રૂપઃ ઓગસ્ટા 109 (હેલિકોપ્ટર), કેડિલા ગ્રૂપઃ સેસના મસ્ટાંગ 510 (એરક્રાફ્ટ)નો સમાવેશ થાય છે. રૂ.12.87 કરોડમાં કેડિયાએ 2013માં એરક્રાફ્ટ ખરીદ કર્યું હતું.

કેટલા રૂપિયા ગુજરાતના રાજકીય પક્ષોને આપેલા

ભાજપને ટોરેન્ટ પાવર લી. 13.62 કરોડ, ટોરેન્ટ ફાર્મા. લી. 9 કરોડ, કેડિલા હેલ્થકેર 2.60 કરોડ, ઝાયડસ હેલ્થકેર 2.10 કરોડ, RSPL લી. 2 કરોડ આપેલા હતા. કોંગ્રેસને ટોરેન્ટ પાવર લી. 5.50 કરોડ, ટોરેન્ટ ફાર્મા. લી. 3.50 કરોડ, કેડિલા હેલ્થકેર 1 કરોડ, ઝાયડસ હેલ્થકેર 1 કરોડ, નિરમા કેમિકલ 50 લાખ અને NCPને ટોરેન્ટ પાવર લી. 1 કરોડ, ટોરેન્ટ ફાર્મા. લી. 1 કરોડ, કેડિલા હેલ્થકેર 1 કરોડનો સમાવેશ થાય છે. ગઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે 2017માં આ રૂપિયા આપવામાં આવ્યા હતા. [:]