[:gj]પાંચ વખત પક્ષાંતર કરનારે કુંવરજી બાવળીયાને શું સલાહ આપી  ?[:]

[:gj]જસદણનો જંગ

રાજકોટના જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય કુંવરજી બાવળિયા પક્ષાંતર કરીને 4 કલાકમાં પ્રધાન બની ગયા હતા તેથી આ બેઠક ખાલી પડી હતી. ત્યારે હજુ થોડા દિવસ પહેલાં જ ભાજપના જામનગરના નેતા રાઘવજી પટેલે કહ્યું હતું કે ‘સત્તા માટે ભાજપમાં ગયો હતો ને ઘરભેગો થઇ ગયો’. પાંચ વખત પક્ષાંતર કરનારા રાઘવજી પટેલે કુંવરજી બાવળીયાને સલાહ આપી છે કે પક્ષ બદલતા નેચતાઓને લોકો બહુ પસંદ કરતાં નથી. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, ‘સત્તાધારી પક્ષ સાથે હોઉં તો મારું વજન પડે એ કારણે હું ભાજપમાં ગયો હતો.’ તુરંત તેમણે કહ્યું કે, ‘એ નગ્ન સત્ય છે કે ગુજરાતમાં સમાજનો મોટો વર્ગ પક્ષ બદલનારાઓને ઈચ્છતો નથી.’ કુંવરજી અંગે પૂછતાં તેમણે કહ્યું કે, પક્ષાંતરથી મંત્રી એ રીતે બની પણ જાત તો પાછળથી તો ચૂંટણીનો સામનો કરવો પડે છે. 1989થી પક્ષો બદલતા રહેલા હારી ગયેલા ધારાસભ્યએ કુંવરજીને સલાહ આપી તે જસદણમાં સાચી પડી રહી છે.

ભાજપનું સંમેલન મળ્યું

ભાપજનું 22 નવેમ્બર 2018માં સ્નેહ મિલન સંમેલન મળ્યું હતું. જેમાં ભાજપના સંગઠન અને સ્થાનિક ભાજપના કાર્યકરોની અવગણના કરવામાં આવતા નારાજગી ઊભી થઈ હતી. ભાજપ છોડીને હમણાં જ કોંગ્રેસમાં જોડાયેલા RSSના નેતા ગજેન્દ્ર પ્રાગજીભાઈ રામાણીએ જાહેર કર્યું છે કે, કેન્દ્રી પ્રધાનો, ગુજરાતના પ્રધાનો, ભાજપના ધારાસભ્યોની હાજરીમાં સંમેલન મળ્યું હતું. જે માટે પત્રિકા છપાવવામાં આવી હતી તેમાં ભાજપના પીઢ નેતાઓના નામ ન હોવાથી જસદણ ભાજપ તાલુકાના પ્રમુખ, વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ, જસદણ નગરપાલિકા પ્રમુખ, ભાજપના પ્રભારી, સંગઠન પ્રમુખ, મહામંત્રી સહિતના ભાજપના નેતાઓના નામો ન હતા. તેથી કોળી આગેવાન નાથાભાઈ વાસાણી ભજપ છોડી કોંગ્રેસમાં ગયા છે. પક્ષમાં કોઈ મહત્વ આપવામાં આવ્યું ન હોવાથી, કોળી સમાજના અનેક આગેવાનો નારાજ છે. કોંગ્રેસના જિલ્લા પંચાયતના 6 સભ્ય ભાજપમાં ગયા છે. સભ્યોની ખરીદી ભાજપે કરી હોવાનું માનવામાં આવે છે. વિંછીયા તાલુકાના પંચાયતના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાવા તૈયાર થયા હતા. આ 6 સભ્યોએ અગાઉ ભાજપને ટેકો આપ્યો હતો. હવે મોટા પાયે કોંગ્રેસમાથી નાણાં અને સત્તાના જોરે પક્ષાંતર કરાવેલા છે.

વીંછિયામાં મિલન કોને ડંખ લાગશે ?

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળે શકે તેવી શકયતા સેવાઇ રહી છે. વીંછિયામાં કોળી પરિવારના પ્રસંગમાં પાણી પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ ભેગા થઈ ગયા હતા. બાવળિયા અને ભોળાભાઈનો ફોટો ઈરાદાપૂર્વક વાયરલ ભાજપ દ્વારા કરાયો હતો. કોંગ્રેસમાં ઉમેદવારને લઇને જૂથવાદ ચાલી રહ્યો છે. જસદણમાં RSSના જૂના જોગી અને જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. રામાણીએ તુરંત કહ્યું કે બાવળિયા જસદણની બેઠક ઉપર હાર ભાળી ગયા છે, તેથી ભોળાભાઈની પસંદગી ન થાય તેથી ફોટો વાયરલ કરીને બાવળિયાએ ખોટી રાજકીય ચાલ ચાલી હતી.  આમ વીંછિયીનું મિલન બાવળીયાને ડંખ મારી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ છોડી દીધા બાદ બાવળીયા કોંગ્રેસના અનેક નેતાઓને ભાજપમાં લઈ રહ્યાં છે. વીંછીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કડવાભાઈ જોગરિયા અને જદસણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશ કાકડીયા રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે. આમ તેઓ પક્ષપલટુઓને પ્રોત્સાહન આપતાં હોવાથી તેમના માટે લોકોમાં નારાજગી વધી રહી છે. વિછીયા તાલુકાના ભાજપ પ્રમુખ અને 16 લોકો પણ ભાજપમાં જાય તેમ છે.

કુંવરજી હારશે ?

રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નેતાઓએ ચાર ઉમેદવારોની પેનલમાંથી અવચર નાકિયાનું નામ નક્કી માનવામાં આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ‘જસદણ બેઠક પર દાવેદારી કરનાર તમામ લોકોએ પક્ષને જીતાડવાની નેમ વ્‍યક્‍ત કરી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાના પક્ષ પલટાને કારણે લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. મતદારો પણ ભાજપ સરકારથી કંટાળીને કોંગ્રેસને જીતાડવા માટે મન બનાવી ચૂક્‍યા છે. એટલું જ નહીં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને હરાવવા માટે ભાજપના મોટા નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે.’ જસદણ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની છે, 1971થી 2017 સુધી જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ જીતી છે. એક વખત કુંવરજી બાવળીયા પેટા ચૂંટણીમાં હારી ગયા હતા ફરી પેટા ચૂંટણીમાં આવું થાય એવું લોકોનું માનસ દેખાય રહ્યું છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના કેટલાક આગેવાનો કોંગ્રેસના સંપર્કમાં છે, તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે. આ સિવાય પાર્ટીના નારાજ નેતાઓ તથા કાર્યકર્તાઓને મનાવવા વિવિધ પદ્દાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરનારાઓ વિરુદ્ધ પણ કડક પગલા લેવામાં આવશે. નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકે છે. વહેલી ચૂંટણી યોજવામાં સરકારને રસ નથી, કારણ કે તેને હારનો સામનો કરવો પડે તેમ છે.

કોંગ્રેસના દાવેદારો

કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા છે. 3 જાન્યુઆરી સુધીમાં જસદણ બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ કરવાની છે .

ધીરુભાઈ શીંગાળા –  ઉદ્યોગપતી અને જસદણમાં સારી નામના

વિનુભાઈ ધડુક –  જિલ્લા પંચાયતમાં સભ્ય.

ભોળાભાઈ ગોહેલ – પૂર્વ ધારાસભ્ય જસદણ કોંગ્રેસ, અગાઉ રાજ્યસભા વખતે ભાજપને મત આપ્યો હતો, બાદમાં કુંવરજીભાઈ ભાજપમાં જોડાતા તેઓ કોંગ્રેસના ફરી જોડાયા હતા. ભીખાભાઇ બાંભણીયા – પૂર્વ ધારાસભ્ય જસદણ, પૂર્વ ચેરમેન રાજકોટ ડેરી,

વસરભાઈ નાકીયા– રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય પણ છે.

કોળી સમાજ નારાજ

બાવળીયાના પક્ષ પલ્ટાથી કોળી સમાજ નારાજ છે. તેથી ભાજપ અહીં ત્રીપાંખીયો જંગ ઈચ્છે છે, જે લેઉવા પાટીદાર ઉમેદવાર ઊભા રાખવા NCPનો ઉપયોગ કરી રહ્યું છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઇ NCP કોંગ્રેસ તરફે નારાજ મત ન જાય તે માટે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતરશે. જેથી ભાજપને નારાજ મતોનો ફાયદો થશે. NCPના ઉમેદવાર તરીકે રતીભાઈ ડોબરીયા અથવા ચાંદનીબેન પટેલનું નામ છે. પાટીદાર ભાજપથી નારાજ છે, તે કોંગ્રેસ તરફે ન જાય અને NCPમાં જાય તેવું ધ્રુવીનીકરણ દેખાશે. તેથી બાવળીયાને ફાયદો કરાવવા માટે ત્રિપાંખીયો જંગ અહીં થશે. NCP ભાજપના મત તોડવા ઉમેદવાર મુકી રહી છે. 1990-95ની સાલમાં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. આ વખતે એ પરિસ્થિતિ ફરી જોવા મળશે.

ઇન્દ્રનીલ મેદાને છે

ભરત સોલંકીથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ચૂકેલા અને વિજય રૂપાણી સામે પડકાર ફેંકી ચૂંટણી લડનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ એકલા હાથે કુવરજી બાવળિયા વિરૂદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. 1 નવેમ્બર 2018થી  જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં સભા અને જૂથ બેઠક કરી રહ્યાં છે. યોગ્ય ઉમેદવારને જ મત આપવાની અપીલ કરી રહ્યાં છે. અહીં 2.24 લાખ મતદાર છે. જેમાં લેઉવા પટેલ 20%, કડવા પટેલ મતદારો 10% કોળી 35% અન્ય 35% છે. તેથી રાજગુરુ અન્ય મતદારો તરફ વઘુ ફોકસ કરી રહ્યાં છે. રાજકોટની ગેબનશાહપીર દરગાહથી ઘેલા સોમનાથ સુધીની ‘ટીમ ઈન્દ્રનીલ ફોર ગુરૂવારથી સ્કુટર યાત્રા કાઢીને સત્યના સારથીની વિશાળ સંખ્યામાં કાર્યકરો જસદણ પંથકમાં લોકશાહીની જયોત પ્રગટાવી રહ્યાં છે. જસદણની પેટા ચૂંટણીમાં મતદારોને સાવધાન કરવા લોકશાહીનો સંદેશ આપે છે. લોકોને જાગૃત કરવા લોકજાગરણનું આહવાન કરાશે. ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જસદણ પંથકમાં લોકજાગરણ યાત્રાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનું અવિભાજ્ય અંગ છે, તેઓ કોંગ્રેસમાં હતા છે અને રહેશે.

EVM અંગે શંકા

જસદાણના રેલવે જંક્શન સામેના ગોડાઉનમાં EVM અને VVPET મશીનની ચકાસણી બેંગ્લોરથી ‘ભેલ’ના એન્જિનિયરોએ ત્રણ દિવસ સુધી કરી હતી. જસદણ બેઠકમાં 256 મતદાન મથકો, 8 પૂરક મતદાન મથકો, 450 બેલેટ યુનિટ, 350 કંટ્રોલ યુનિટ, 375 વીવીપેટ મશીન રાખવામાં આવેલા છે. 2.29 લાખ છે. અહીં EVMની પુરી ચકાસણી કરવી હોય તો કોંગ્રેસે જાતે ગોડાઉમનમાંથી EVM પસંદ કરીને તેમાં ઓછામાં ઓછા 5થી 10 હજાર મત નાંખીને ચકાસણી કરવી જોઈએ. કારણ કે અમુક મત પછી તે કોઈ પણ પક્ષ તરફ ડાયવર્ટ થાય એવી ચીપમાં ગોઠવણ થઈ શકે છે. જો કોંગ્રેસ તેમ નહીં કરે અને ચૂંટણી પંચ નહીં કરવા દે તો કોંગ્રેસની હાર નક્કી છે.

ભાજપમાં ભડકો

ભાજપમાં હોદા આપવામાં વ્હાલા-દવલાની નીતિના કારણે પીઢ નેતાઓ નારાજ થયા છે.  તેથી રાજકોટ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા સહિતના જિલ્લા લેવલના હોદેદારો જસદણ આવી પહોચ્યા હતા.  ભાજપના આગેવાને માંગણી કરી હતી કે હાલમાં બોઘરા પાસે જે જિલ્લા ભાજપના મહામંત્રીનો હોદો છે તે આપવો અને સરદાર પટેલ જળસંચય સહભાગી યોજનાના ડીરેકટર બનાવવા. કુંવરજી બાવળીયાએ પણ અગાઉ કહ્યું હતું કે ભાજપના લોકો મારાથી નારાજ છે. તેમને હું માનાવીશ.

જ્ઞાતિવાદી પ્રધાનોને જવાબદારી

બાવળીયાને જીતાડવા માટે રૂપાણી સરકારના જયેશ રાદડીયા, સૌરભ પટેલ જવાબદારી સોંપી છે. પૂર્વ ધારાસભ્ય હીરા સોલકીની મુખ્ય જવાબદારી રહેશે. કારણ કે તે કોળી છે. મોહન કુંડરિયા,  જયંતિ કવાડિયા,  કિરીટસિંહ રાણાને ભાજપે જ્ઞાતિવાર જવાબદારી સોંપી છે.  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ રીતે જ્ઞાતિવાર દરેકને તમામની હાજરીમાં સીએમ નિવાસ સ્થાને બેઠક બોલાવી જવાબદારી સોંપી છે. અને જ્ઞાતિ આધારિત ચૂંટણી લડીને જીતવી એવું નક્કી કરાયું છે. જસદણ વિધાનસભા બેઠક પર હંમેશા કોળી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. 70 થી 72 હજાર કોળી મતદારો છે, લેઉઆ મતદારો 40 થી 42 હજાર છે, કડવા પટેલ મતદારો 10 હજાર છે, ભરવાડ અને રબારી સમાજના મતદારોની સંખ્યા 12 હજાર જેટલી છે. 7 હજાર કાઠી દરબારો છે.

પક્ષ પલટું બાવળીયા

1985ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. જો કે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ બાંભણીયાનો વિજય થયો હતો. જનતા દળ અને કોંગ્રેસ ભળી જતાં કુંવરજીને એસ ટી નિગમના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. 1995ની ચૂંટણી કુંવરજી કોંગ્રેસમાંથી લડ્યા હતા. જસદણ બેઠક પરની પેટા ચૂંટણીમાં કુંવરજીના સ્થાને તેમના પુત્રી ભાવનાબેનને ટિકીટ આપવામાં આવી હતી. જે હાર્યા હતા. 2012ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહિલ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જો કે 2014માં કુંવરજી બાવળિયા લોકસભા હારી જતા તેઓ ફરી વિધાનસભા લડશે તેવા ડરથી ભોળાભાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી.

(દિલીપ પટેલ)[:]