[:gj]પાટણની વાવમાં ધાર્મિક શિલ્પો કેમ વધું છે, શું એ ધર્મ ધામ હતું કે કલાનું ધામ ? [:]

[:gj]પાટણની વાવમાં કયા શિલ્પો છે. પાટણની વાવ શિલ્પોની અદભુત સમૃદ્ધિ ધરાવે છે. ભીમદેવની યાદમાં રાણી ઉદયમતીએ વાવ બનાવી હતી. મહિપાલ, લહદેવ, તજદેવ, બુદ્ધ, પક, કૌકિલ્ય, વાલગમ, રામ, ચંદ્રમાંએ સોમપુરા સિલ્પીઓએ 25થી 30 વર્ષ સુધી શિલ્પો કંડાર્યા હતા. વાવ બનાવતાં પહેલા રાણીએ શિલ્પીઓને એક લાખ રૂપિયા આપ્યા હતા. મુખ્ય 400 શિલ્પો અને કૂલ 800 શિલ્પો બનાવવામાં આવ્યા હતા. યુનેસ્કો (UNESCO, UN) દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાણકી વાવ અગિયારમી સદીની પ્રાચીન વાવ (Step-well) છે. વાવની લંબાઈ 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે.

જેણે વિશ્વનું સ્મારક તરીકે સ્થાન મળેલું છે. તેનું ડીઝીટલ સ્કેનિંગ કરેલું છે. સરસ્વતી નદીના કિનારે રાણકી વાવ રેતીથી પૂરાઈ જવાના કારણે હુમલાખોરોથી બચી શકી હતી. રાજા ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ કરી હતી. સોમનાથ મંદિરની લૂંટ કરી હતી. રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ. 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.

ધાર્મિક શિલ્પોથી ભરેલી વાવ છે. મનોહર મૂર્તિઓ 262 સ્તંભ ઉપર પણ છે. ઘણાં થાંભલા તૂટી ગયા છે.

શેષશાયી વિષ્ણુંનું શિલ્પ વાવના કુપમાં મૂકેલું છે જે બીજા, ત્રીજા, ચોથા મળના તમામ સ્તરેથી જોઈ શકાય તે રીતે મધ્યમાં અલગથી મૂકવામાં આવેલું છે. જે શિલ્પકારની કોઠા સૂઝ બતાવે છે. અપરાજિત પૃચ્છા, રૂપમંડન અને અગ્નિ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં વિષ્ણુંના વિવિધ 24 રૂપ આપેલાં છે. જેમાં વિષ્ણુ, નારાયણ, કેશવ, ગોવિંદ, ત્રિવિક્રમ, સંહર્ષણ, હરિ, શ્રીધર, વાસુદેવ, પદ્મનાભ, અનિરૂદ્ધ, પુરુષોત્તમ, નૃહસિંહ, અચ્યુત, જનાર્દન રાણકી વાવમાં જો મળે છે. પાટણના સુપ્રસિધ્ધ ઈતિહાસવિદ્દ મુકુંદભાઈ બ્રહ્મભટ્ટ આ બધી મૂર્તિઓ ઓળખી બતાવે છે.

ભગવાન વિષ્ણુંના 10 અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃહસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, કલ્કી – માંથી મત્સ્ય અને કૂર્મ – મૂર્તિ પાટણની વાવમાં જોવા મળતી નથી.

બે પનોતી સાથે હનુમાન

દેવ દેવીઓની સેંકડો મૂર્તિઓ અહીં મુકાયેલી છે. શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો છે.

કૂવાના પ્રથમ માળે શિષશાયી વિષ્ણુ સર્પ ઉપર સૂતા છે. માથે સર્પની ફેણ છે.

સામે ભૈરવદાદા, બલરામ, મહિષાસુર મર્દિની, ભગવાન બુદ્ધ, સૂર્યનારાયણ, પાર્વતી – ગૌરી સ્વરૂપે, ચામુંડા, ધનુષધારી રામ, વામન અવતાર, બ્રહ્મા-બ્રહ્મણી એક પગે ઊભા રહીને તપ કરતાં પાર્વતી, ઈન્દ્ર, બે પગ વચ્ચે નાની મોચી બંને પનોતીને દબાવીને ઊભેલા હુનુમાન, ઈશાન, અગ્નિ, ગણેશ, અપ્સરાઓ, યોગિનીઓ, ઈન્દ્રાણી વગેરે મૂર્તિઓ છે.

મહેશ, કુબંરભંડાર, ધનવંતરી, ચામુંડા, નૃહસિંહ અવતાર જોવા મળે છે.

વરાહ અવતારમાં સ્ત્રી રૂપી વૃથ્વી તેના ખભા પર બેસાડેલી છે. ત્રીવિક્રમ, નારાયણ, માધવ પણ છે.

પંચાગ્નિ તપ કરતાં પાર્વતી, ઋષિ, સરસ્વતી, બ્રહ્મા,

મહિષીમર્દિની, દુર્ગા, અપ્સરાઓ, દિક્પાલો, દેવીઓ છે. રાક્ષસોનો સંહાર, અશોક વાટીકા,

નૃસિંહ અવતાર હિરણ્યકશ્યપુને મારી રહ્યાં હોય તે છે.

340માંથી બચેલા 262 થાંભલા પર કીર્તિમુખ, કિન્નરો, વાદકો, નૃત્યકારો, મગર, વાનરની પ્રચલીત પંચત્રંક્ષની વાર્તાઓનું કંડારકામ થયું છે.

દેવ પ્રતિમા કરતાં રૂપમંજરીઓની મનોહર મૂર્તિઓને કારણે વાવનું આકર્ષણ વધ્યું છે. અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય, કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો છે. કલાને મંજરી રૂપમાં ઠાલવી દીધી છે. સૃંગાર રસ અને નૃત્યનો નિતાર મૂર્તિઓમાં છે. નગ્ન અપ્સરા છે. ગજેન્દ્ર મોક્ષ અને વિષકન્યાઓ છે. તેમાંની કોઈ પોતાના વસ્ત્રો ઉતારી રહી છે તો કોઈ સાપ સાથે રમી રહી છે. કોઈ નારીના સાથળ પર વિષનાગ લપેટાયેલા છે. કોઈકે નાગની ફેણ પકડી છે. વાનર સુંદરીના પગ પર ચઢી ગયો હોવાથી તેના ખસી ગયેલા વસ્ત્રો ઠીક કરે છે. અપસરાઓ દર્પણમાં પોતાનું મુખડું જુએ છે. સ્નાન કર્યા પછી ભીના કપડે અપ્સરાઓ જોવા મળે છે.

ધાર્મિક શિલ્પો લાગે પણ એ વાવની શોભા વધારવા માટે કોતરેલા છે. [:]