પાટીદાર આંદોલનના વિરોધી નીતિન પટેલના લગ્નમાં રેશ્માનો વિવાદ

રેશ્મા પટેલ નાણાં પ્રધાન અને પાટીદાર અનામત આંદોલનના વિરોધી નીતિન પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપતાં તેનો વિરોધ આંદોલનકારીઓ કરી રહ્યાં છએ. જ્યારે આ પ્રશ્ને ભાજપમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પુ્ત્ર સન્નીના લગ્નમાં હાજરી આપી હતી અને તેમના સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરી હતી, જો કે આ સામાજિક પ્રસંગ હતો, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પુત્રના લગ્ન હતા, આમંત્રણ હોવાથી રેશ્મા ગયા હતા, પરંતુ અહી સવાલ એ છે કે તેઓએ ખુલ્લમ ખુલ્લા ભાજપના વિરુદ્ધમાં ચૂંટણી પ્રચાર કરવાનું નક્કિ કર્યું છે, થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે પ્રહાર કરતા તેમની કામગીરી સામે રેશ્માએ સવાલ ઉભા કર્યા હતા, એક બાજુ રેશ્મા ભાજપની ઝાટકણી કાઢી રહ્યાં છે ભાજપ હજુ પણ ચૂપ છે, બીજી બાજુ ભાજપના જ નાયબ મુખ્યપ્રધાન તેમને આમંત્રણ આપીને લગ્નમાં બોલાવે છે.

નીતિન પટેલ અને રૂપાણી વચ્ચેની કડવાશ વાઇબ્રન્ટ ગુજરાતમાં દેખાઇ હતી, છેલ્લા કેટલાય સમયથી મોદી પણ નીતિન પટેલથી નારાજ હોય તેવા કિસ્સા સામે આવ્યાં છે, વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ તેમને સાઇડ લાઇન કરાયા હતા,આ તમામ ઘટનાઓ છંતા નીતિન પટેલે રેશ્મા પટેલને લગ્નમાં બોલાવ્યાં, ભાજપના સીએમ રૂપાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે બોલનાર રેશ્માએ લગ્નમાં હાજરી આપી.

ત્યારે અહી સૌથી મોટો સવાલ એ છે કે રેશ્મા પટેલ ભાજપની સામે પડ્યાં હોવા છંતા નીતિન પટેલ કેમ તેમને સાચવી રહ્યાં છે શું પાર્ટી લાઇનથી અલગ કંઇ નવા રાજકીય સમીકરણો બની રહ્યાં છે કે પછી માત્ર એક સામાજિક આમંત્રણ હતુ.