હરિયાણાનાં સિનિયર IAS અશોક ખેમકાની ૫૨મી બદલી કરવામાં આવી છે. તેમને અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અન ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. રૂ બદલી આઠ મહિના બાદ થઇ છે. ૧૯૯૧ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ ૨૦૧૯માં બદલી થઇ હતી.
અભિલેખાગાર વિભાગ ભાજપના રાજ્યમંત્રી કમલેશ ઢાંડા પાસે જ્યારે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ ભાજપાના રાજ્યમંત્રી અનૂપ ધાનક પાસે છે. લાંબા સમયથી ખેમકાને કોઇ મોટા વિભાગની જવાબદારી સોંપવામાં આવી નથી.
ભાજપ પહેલા કોંગ્રેસની હુડ્ડા સરકારમાં પણ ખેમકાની ૨૨ વખત બદલી થઇ હતી. તે જે કોઇ પણ વિભાગમાં જાય છે, ત્યાં કૌભાંડના કેસ સામે લાવે છે. રમતગમત વિભાગ પહેલા તેમણે સમાજકલ્યાણ વિભાગમાં પણ ગોટાળાની આશંકા પર ૩ લાખથી વધારે વડીલોનું પેન્શન રોકી દીધું હતું. આ પહેલા બીજવિકાસ નિગમમાં પણ કૌભાંડ પકડ્યું હતું. ભાજપ સરકારના પહેલા અને બીજા કાર્યકાળમાં ખેમકાનીઆ ૭મી ટ્રાન્સફર છે. રમતગમત મંત્રી અનિલ વિજે તેમને રમતગમત વિભાગમાં લીધા હતા.