[:gj]70 ટકા લાકડું બચાવતી ડાંગ જિલ્લાની એકમાત્ર વધઇ સો મીલ[:]

[:gj]March 11th, 2018

તાપીમિત્ર ન્યુઝ,આહવા:રીઝર્વ અને પ્રોટેક્ટ વન વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના કિંમતી ઇમારતી વૃક્ષોના લાકડાના વહેરણ માટે એકમાત્ર વન વિભાગ હસ્તકની વધઇ ખાતેની સરકારી સો મીલ કાર્યરત છે. જેને તાજેતરમાં જ અત્યાધુનિક બેન્સો મશીન,અને ટેકનોલોજીથી સજ્જ કરી, પ્રજાજનોની સેવામાં અર્પણ કરાઇ છે.

ડાંગ જિલ્લામાં લાકડાના વહેરણ માટે કોઇ ખાનગી સો મીલ નથી, અને પર્યાવરણ જાળવણી અને તેની સુરક્ષા માટે કોઇ ખાનગી સો મીલને કાર્યરત કરી શકાય તેમ પણ નથી. જે ધ્યાને લઇને વધઇની વન વિભાગની સો મીલને વધુ લોકભોગ્ય બનાવવા માટે તેનું આધુનિકરણ કરાયુ છે. ડાંગ જિલ્લાના માલિકી પ્રજાજનો દ્વારા પરંપરાગત હાથ વહેરણની પ્રક્રિયા દ્વારા કરાતા લાકડાના વહેરણમાં ૭૦ ટકા જેટલા લાકડાનો દુર્વ્યય થતો હોય છે. જેને અટકાવી શકાય, અને પ્રજાજનો જરૂરિયાત મુજબની સાઇઝ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે કાર્યરત વધઇની સો મીલ ખાતે ૩ નવા બેન્સો મશીનો પણ કાર્યરત કરાયા છે.દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.ધીરજ મિત્તલના જણાવ્યા અનુસાર ડાંગના પ્રજાજનો તેમની જરૂરિયાત મુજબના લાકડાના વહેરણ માટે વાંસદા, ચીખલી, બિલિમારો જેવા વિસ્તારોમાં જતા હોય છે. જ્યાં તેમને વાહતુક ખર્ચ સહિતનો વધુ ખર્ચ ઉઠાવવો પડે છે. આ સમસ્યાના ઉકેલરૂપે અહીં વધઇ ખાતે જ નવી ટેકનોલોજી સાથે શરૂ કરાયેલી સો મીલનો લાભ વધુમાં વધુ લોકોને લઇને, તેમના નાણાં અને સમયનો બચાવ કરવા અનુરોધ કરાયો છે.ડાંગના માલિકી ધરાવતા પ્રજાજનો ઉપરાંત અહીંથી સ્થાનિક પ્રજાજનોને તેમની જરૂરિયાત મુજબનુ ઇમારતી લાકડુ રાહત દરે મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, તેમ જણાવી ડૉ.ધીરજ મિત્ત્તલે સૌ જરૂરિયાતમંદોને આ વ્યવસ્થાનો લાભ ઉઠાવવા, અને આ અંગેની જરૂરી માહિતી કે માર્ગદર્શન માટે વધઇ ખાતેની સરકારી સો મીલનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.[:]