[:gj]ભાજપના નેતાના વખાણ કર્યા અને વિરોધ પક્ષનું પદ ગયું[:]

[:gj]ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેના પડોશી દમણમાંથી કંઈક શીખવા જેવું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેના પડોશી દમણમાંથી કંઈક શીખવા જેવું છે. આવું બીજા કોઈ નહીં પણ ગુજરાત પ્રદેશના એક નેતા જ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આવેલા દીવ અને દમણની પક્ષની શિસ્ત માટેની કામગારીનો અભ્યાસ કર્યા બાદ તેમણે આવું નિવેદન આપ્યું છે. દમણ નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના સલીમએ થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રફુલ્લ પટેલ સામે પ્રશંસા કરી હતી. તેમના દ્વારા પ્રગતિ થઈ છે તેની સરાહના કરી હતી. વખાણ રેલીમાં ભાગ પણ લીધો હતો. જેની દીવ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત ભાજપના નેતા પ્રફુલ પટેલની રેલીમાં તેઓ કેમ હાજર રહ્યા હતા એવી નોટીસ પણ ફટકારી હતી. ત્યારબાદ કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પદેથી સલીમ મેમણને હટાવી દીધા છે. દમણ નગરપાલિકાના કાઉન્સિલર ચૂંટાયા બાદ સલીમ મેમણની વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસે પસંદગી કરી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં પ્રફુલ પટેલે જે કામગીરી કરી હતી, તે અંગેની એક રેલી કાઢવામાં આવી હતી જેમાં મેમણે હાજરી નોંધાવી હતી. દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલે મેમણનો ખુલાસો માંગ્યો હતો. તેમણે દિલ્હી ખાતેના પક્ષના મુખ્ય સેક્રેટરીને પત્ર લખીને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. તાકીદે નોટિસ આપવા મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ તેમને શો-કોઝ નોટિસ આપીને હવે તેમને વિપક્ષના નેતા તરીકે પણ હટાવી દેવાયા છે. કેતન પટેલનો દાવો એવો છે કે વિપક્ષની ભૂમિકા લોકોના પ્રશ્નો સત્તાવાળો સુધી પહોંચાડવા હોય છે, નહીં કે સત્તાવાળાઓની સરાહના કરવાની. એમાંય ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાળાઓ હોય ત્યારે તો તેમની સરાહના થઈ શકે જ નહિ, કારણ ભાજપ હંમેશને માટે કોંગ્રેસની નિંદા કરતો આવ્યું છે. કોંગ્રેસે સારી કામગીરી કરી તેમ છતાં ભાજપે તેના ક્યારેય વખાણ કર્યાં નથી. શિસ્તભંગ તો ક્યારેય ચલાવી લેવાય નહીં. દીવ-દમણના કેતન પટેલે જે આકરા પગલાં લીધા છે, તે સંદર્ભમાં ગુજરાતના નેતાઓ શિસ્તભંગ માટે કોઈ પગલાં લેવાયા નથી. ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં ગેરશિસ્ત આચરવામાં આવી રહી છે. તેમ છતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ગેરશિસ્ત ચલાવી લે છે. ગેરશિસ્ત આચરનાર સામે ક્યારેય પગલાં ભરાતાં નથી. જે પણ પગલાં ભરવામાં આવે છે એ બહુ ઓછા પગલાં ભરવામાં આવે છે. ખાસ કરીને કોંગ્રેસ જ્યાં સત્તા ગુમાવે છે અને બળવો કરેલા સભ્યોની સામે જ પગલાં ભરવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ નુકસાન કરતા આવા વિરોધ પક્ષના નેતાઓ જેવા નેતાઓની સામે ક્યારેય પગલાં ભરવામાં આવતા નથી. અમદાવાદ એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.[:]