[:gj]ભાજપના યુવાનો કેમ ગુનાખોર બની ગયા છે[:]

[:gj]ભાજપ ગુજરાતમાં 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની અને સરકારમાં 1995થી 23 વર્ષથી સત્તા પર છે. જે કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું તેના કરતાં વણ વધું વર્ષો થઈ ગયા છે. કોંગ્રેસે 22 વર્ષ સુધી સરકારમાં રહી હતી. ભાજપને 23 વર્ષનો સમય થઈ ગયો છે. સત્તામાં રહીને ભાજપમાં હવે કોંગ્રેસ કરતાં પણ વધું સોમાજીક, આર્થિક, રાજકીય સડો પેસી ગયો છે. ભાજપ હવે સડેલી કેરી જેવો બની ગયો છે. એક કેરી સડે તે બીજીને બગાડે એવી હાલત થઈ ગઈ છે. જેમાં યુવા મોરચામાં રહેલાં યુવાનો તમામ મર્યાદા પાર કરી લીધી છે. અનેક એવા બનાવો બન્યા છે કે જેમાં ભાજપના યુવાનો માફિયાની માફક વર્તી રહ્યા છે. ભાજપના યુવાનો હવે તમામ હદ પાર કરી દીધી છે. ભાજપ યુવા મોરચાના નેતાઓની કાળી કરતૂતોને લીધે ભાજપની ઇમેજ ખરડાઈ છે. ભાજપના યુવા મોરચા – BJYMના યુવાનો શું કરી રહ્યાં છે તે જાણવું હવે જરૂરી બની ગયું છે તેમ જણાવીને ભાજપના એક પ્રામાણિક નેતાએ ચોંકાવનારી વિગતો મોકલાવી છે. જે ગુજરાતના રાજકારણમાં યુવાનો કઈ તરફ જઈ રહ્યાં છે તે બતાવે છે.

યુવા નેતા જેલમાં

ગોધરા  તાલુકાના ગદુકપુર ગામના ખેડૂત વજેસિંહ સબુર શિકારીની એક એકર જમીનનો બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ કરનારા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન શાહ – બલ્લો – પોલીસના હાથે ઝડપાયા બાદ તેને 9 જાન્યુઆરી 2019માં જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જમીન કૌભાંડમાં સંડોવાયા બાદ તેણે ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેને જેલમાં મોકલી દેવાયો હોવા છતાં ભાજપના પ્રદેશ નેતાઓએતેને પક્ષમાંથી હાંકી કાઢવા માટે ગાંધીનગરની કચેરીથી પ્રદેશ નેતાઓએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પ્રદેશ નેતાઓ તેમને બચાવી રહ્યાં છે. વજેસિંહ સબુર શિકારીની કરોડો રૃપિયાની જમીન એક એકરનો બનાવટી વેચાણ દસ્તાવેજ વિદેશમાં રહેતી નીપા શેઠના નામે કરાયો હતો.  કૌભાંડનો પર્દાફાશ થતાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ભાજપના આ નેતા પણ હતા. જમીન કૌભાંડમાં ભાજપના મોટા માથાને બાજુ પર મૂકી દેવાયા છે. બોગસ સહી સાથે રૂ.18 લાખનો દસ્તાવેજ ઈ-ધરા કચેરીમાં કરવામાં આવ્યો હતો. જે જમીનની ખરી કિંમત કરોડોની થવા જાય છે.

યુવતીની શોસિયલ મિડિયામાં છેડતી કરી

ભાજપના નેતાઓ અને સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે, પણ વડોદરાની એક યુવતીએ સોશિયલ મીડિયામાં જ ઉજ્જવલ ગજ્જર નામના ભાજપ યુવા મોરચાના કાર્યકરના કરતૂતોનો પર્દાફાર્શ 14 માર્ચ 2018માં કર્યો હતો. ઉજ્જવલ રોજ રાત્રે દોઢ મહિનાથી યુવતીને મેસેજ મોકલતો હતો. જે સામે યુવતીએ વાંધો લીધો હતો. યુવતીએ તેના પર પોતાના ગૃપ દ્વારા વળતો હુમલો કરાવીને સબક શીખવતા યુવતીને બ્લોક કરી લીધી હતી.

રાજકીય વગના નામે વ્યાજખોરી

વિવેક શાહની કરોડોની મિલ્કતો, કાર, દાગીના પડાવી લેવાનો ગુનો અમદાવાદ ભાજપ યુવા મોરચાના નેતા દર્શક ઠાકર, દેવરાજ મુખી સામે નોંધાયો હતો. દિવસો સુધી ભાજપે તેમની સામે 8 જૂન 2018 સુધીમાં કોઇ પગલાં લીધાં ન હતા. ભાજપના યુવા મોરચાના નેતા વ્યાજખોરી કરી રહ્યાં હતા. જેની પાસે ભાજપના મોટાગજાના નેતાઓના બ્લેક મનીના કરોડો રૂપિયા વ્યાજે ફરી રહ્યાં હતા. રાજકીય દબાણને પગલે પહેલાં તેની ધરપકડ જ થઈ ન હતી. પ્રદેશ ભાજપ પોતે યુવા મોરચાના વ્યાજખોર, ગુંડાગીરી કરનારા યુવા નેતાઓને છાવરે છે.

ફાઈલ ગુમ કરાવી

ગુજરાત યુનિવર્સિટીમાં બેઠેલા ભાજપના નેતાએ ભાજપ યુવા મોરચાના નેતા દર્શક ઠાકરને નિયમ વિરુધ્ધ પાસ કરવી દીધો હતો. યુનિવર્સિટીએ નિયમો બદલીને તેને ભાજપના સિન્ડીકેટ સભ્યએ પાસ કરાવી દીધો હતો તે ફાઈલ પણ ગુમ કરાવી દેવામાં આવી હતી.

ઋત્વિજ પટેલના ધમપછાડા

ગુંડાગર્દી કરનારા દર્શક ઠાકર, દેવરાજની ધરપકડ ન થાય તે માટે ભાજપના યુવાન નેતા ઋત્યવીજ પટેલ ધમપછાડા કર્યાં હતા. વિવેક શાહ નામની વ્યક્તિની મિલ્કત પચાવી પાડવાના અને ખંડણી ઉઘરાવવાના મામલે ભાજપ યુવા મોરચાના સભ્ય રાહુલ સોનીને ભાજપે પક્ષમાં સસ્પેન્ડ કરી દીધો હતો. વ્યાજખોર એવો મુખ્ય સૂત્રધાર મનાતા દર્શક ઠાકરને બચાવવા ભાજપ યુવા મોરચાના વિવાદાસ્પદ પ્રમુખ ઋત્વિજ પટેલ જ મેદાને પડયાં હતા. વ્યાજના બદલે દાદાગીરી કરી હિપોલીનના પૂર્વ માલિકની મિલ્કત પચાવી પાડી હતી. સીસીટીવી ફુટેજમાં દર્શક ઠાકર,દેવરાજ મુખી બેફામ ગાળાગાળી કરી રહ્યાં હોવાનો મજબૂત પુરાવો હોવા છતાં પક્ષના દિલ્હીના નેતાઓ બચાવી રહ્યાં હતા.

લોકોને જીવતા સળગાવી દો

પરપ્રાંતીયો હટાઓ, ગુજરાત બચાવો ઝૂંબેશમાં ભાજપના નેતાઓની સંડોવણી 14 ઓક્ટોબર 2018માં બહાર આવી હતી. સાબરકાંઠાના ઢુંઢર પ્રકરણ બાદ પરપ્રાંતીયોએ હિજરત કરી હતી. ભાજપના અમદાવાદ શહેરમંત્રી વિકાસ પટેલે કહ્યું હતું કે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર- ઠાકોર સેના આ માટે જવાબદાર છે. વાસ્તવમાં ભાજપ યુવા મોરચાના અમદાવાદ શહેર મંત્રી વિકાસ પટેલે સોશિયલ મિડિયામાં ભડકાઉ કોમેન્ટો વાયરલ કહી હતી. જેમાં સ્પષ્ટપણે લખ્યું છેકે, આવા કૃત્ય કરનારાંઓને જીવતા સળગાવી દેવા જોઇએ. ગુજરાતમાં યુપી, બિહારીઓ ન જોઇએ. પરપ્રાંતીયો હટાવો, ગુજરાત બચાવો ઝુંબેશમાં ભાજપનો ય હાથ બહાર આવ્યો હતો. ભાજપ યુવા મોરચાના આ નેતાએ બિહારી-યુપી વાસીઆવપરાતા અપમાનજનક શબ્દો વાપરી ફેસબુક પર લખ્યું હતું કે,  એમને  હટાવો,ગુજરાત અભિયાન બચાવોમાં જોડાઓ, આ ઠાકોર સમાજની 14 માસની દિકરી છે. કાલે અન્ય સમાજની દિકરી પણ હોઇ શકે છે. યુપી, બિહાર,એમપીના એકેય  ગુજરાતમાં ન જોઇએ. મારી વાતથી સહમત થાઓ, અને શેર કરો, આવા લોકોને જીવતા સળગાવી દેવા જોઇએ. આ જ પ્રમાણે, છોટાઉદેપુરના ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ સચિન તડવીએ પણ પરપ્રાંતીયોને 31મી પહેલાં ગુજરાત છોડી દેવા ધમકી આપતી પોસ્ટ કરી હતી. જે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. આ બંન્ને નેતાઓના ભાજપના મંત્રીઓ, નેતાઓ સાથેના ફોટા પણ વહેતાં થયા હતા. ભાજપના હિંમતનગરના ધારાસભ્યએ પણ આવા જ ઉચ્ચારો કર્યા હતા.  બાદ ભાજપ યુવા મોરચાના નેતાઓના ભડકાઉ ભાષણ-કોમેન્ટોએ ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.

અમિત ઠાકરની કોલેજનો વિવાદ

બીબીએ અને બીસીએની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.આદેશ પાલએ ભાજપના યુવા મોરચાના નેતા અમિત ઠાકરની લોકમાન્ય બીસીએ કોલેજમાં 60 બેઠકો વધારવા 10 જૂન 2013માં નિર્ણય લઈને વિવાદ સર્જાયો હતો. અમિત ઠાકર દ્વારા ડો.આદેશ પાલને તેના વિવાદોમાં હંમેશ મદદ કરી હતી.

પાસ થવું હોય તો ફોન કરો મને

પાટણ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને પાટણ યુનિવર્સિટીના સેનેટ સભ્ય વિવેક પટેલે રેલીમાં આવેલા વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાની ખાતરી 11 જૂન 2018માં આપી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપના આ યુવા નેતા કહે છે કે, પાસ થવું હોય તો મને ફોન કરવો. કેટલીક વસ્તુ જાહેરમાં ન કહેવાય પણ બધું જ થઈ શકે છે. આમ ભાજપના યુવાન નેતાઓ સત્તાનો કેવો દૂર ઉપયોગ કરી રહ્યાં છે. તે આ બનાવ પરથી કહી શકાય છે.

યુવામોરચાના સભ્યને લાફો માર્યો

ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાની હાજરીમાં વિરમગામમાં ભાજપ મહિલા મોરચાના સભ્ય પ્રિતિબેન ઠક્કરએ બાબોના હુલામણાં નામે ઓળખાતા યુવામોરચાના સભ્યને 13 નવેમ્બર 2017માં લાફો માર્યો હતો. આ જોઈને જે.પી.નડ્ડાએ ચાલતી પકડી હતી. ભાજપના વિરમગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ.તેજશ્રીબેન પટેલ વિરૃધ્ધ યુવાનોએ હોહા કરી ફરિયાદ કરી હતી. તે વખતે, વિરમગામ ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે પણ પેરાશૂટ ઉમેદવાર વિરૃધ્ધ ગણાવીને તડાફડી બોલાવી હતી. તેથી ડૉ.તેજશ્રીબેન પટેલ રડી પડયાં હતાં, તેઓ આ બેઠક પરથી હારી ગયા હતા. ભાજપના યાવનોએ કાયદો હાથમાં લીધો હતો. જેમાં કોઈ પગલાં લેવાયા નથી.

અમદાવાદની ‘સ્પા’ની યુવતી સાથે કરેલા જલસા અશ્લીલ ઓડિયો

18 મે 2017માં અમદાવાદના જોધપુર વોર્ડ ‘બીજેપી 2017 વોટ્સએપ’ નામના ગ્રૂપમાં વ્યભિચારની ચર્ચા થતી હોય તેવી ઓડિયો ક્લિપ મૂકવામાં આવી હતી. યુવા ભાજપના પ્રદેશ આગેવાન અને અમદાવાદ શહેરના મંત્રી પદે રહેલા આગેવાન વચ્ચે થયેલી અશ્લીલ વાતચીત તેમાં હતી. જે પછી ખૂબ વાઈરલ થઈ હતી. વાતચીતમાં ખૂબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પામાં કામ કરતી યુવતી સાથેના શારીરિક સંબંધો અને તેના ચારિત્ર્ય અંગે ભદ્દી ટિપ્પણી કરાઈ હતી. ગ્રૂપમાં અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ, ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને હાલમાં પ્રદેશ ભાજપ સંગઠનમાં આગેવાન અમિત ઠાકર સહિત વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ પણ સભ્ય હતા. આ ક્લિપ સામે આવ્યા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરોને વાણી પર સંયમ રાખવાનું કહ્યું હતું.

ભાજપ શહેર પ્રમુખના યુવતી સાથેના અશ્લીલ ફોટા મૂકાયા

2 જુલાઈ 2018ના દિવસે સુરેન્દ્રનગરના વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીના કોઈકે પાડેલાં જુદી જુદી યુવતીઓ સાથેના પોર્ન ફિલ્મ જેવા અશ્લીલ ફોટા ભાજપના ગરવી ગુજરાત વોટસએપ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી દીપક વાણીયા ગ્રૂપના સભ્ય હતા. ભાજપના પોતાના આ ગ્રૂપમાં વઢવાણ શહેર યુવા ભાજપ મંત્રી દીપકભાઇ વાણીયાના અન્ય યુવતીઓ સાથેના 20 જેટલાં શરમજનક અશ્લીલ ફોટા મૂકાયા હતા, કે તેઓ તે સમયે એક હુમલાના ગુનામાં જેલમાં હતા. દીપકના મોબાઈ પરથી જ આ ફોટા મૂકાયા હતા.

ભાજપના નેતાનો હસ્તમૈથુનનો વિડીયો ભાજપના ગૃપમાં

ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના યુવા ભાજપના નેતા ગંભીરસિંહ ગોહીલનો એક અશ્લીલ વીડિયો વોટ્સએપ ગૃપમાં મૂકાયો હતો. ગંભીરસિંહ નગ્નાવસ્થામાં જાતે હસ્તમૈથુન કરતા નજરે પડે છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ અને ઉના તાલુકાના યુવા પ્રમુખ ગંભીરસિંહ ગોહિલના ઠેર ઠેર પોસ્ટર લગાવાયા હતા ત્યારે જ આ વિડિયો ગૃપમાં ફરતો થયો હતો. વીડિયો ખુદ ગંભીરસિંહે ઉતારીને અંગત વ્યક્તિને મોકલ્યો હોવાની શક્યતા બતાવી હતી. પોલીસ ફરિયાદ થઈ નથી પણ ભાજપની આબરૂનો ધજાગરા થઈ ગયા હતા.

કેજરીવાલ સામે ચૂંટણી લડનાર ભાજપની નૂપુરને વડોદરાના કાર્યકરે અશ્લીલ મેસેજીઝ મોકલ્યા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડનારી ભાજપની પ્રવક્તા, ABVની વિદ્યાર્થીસંઘની નેતા અને યુવા નેતા નૂપૂર શર્માને મેસેજ મોકલી ધમકી આપી હતી. વડોદરામાં રહેતા ભાજપના કાર્યક્રર મિહિર પટેલ પોતે નૂપૂર શર્માની પાછળ પડી ગયો હતો અને તે વારંવાર મેસેજ અને ઇમેઇલ કરીને નૂપૂરને હેરાન કરતો હતો. ત્રણેક વર્ષથી નૂપૂર શર્માને ફેસબુક, ટ્વીટર તેમજ એસએમએસ દ્વારા બિભત્સ અને ધમકીભર્યા મેસેજો મળતા હતા. તે નૂપૂરના ઘર સુધી પહોંચી ગયો હતો. ભાજપના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આખરે નૂપૂરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.

અમદાવાદમાં ચેતને ખરાબ વિડિયો મૂક્યો

અમદાવાદ ભાજપના સોશિયલ મીડિયા ગ્રૂપમાં અશ્લીલ વીડિયો નાખવામાં આવતા વિવાદ થયો હતો. યુવા મોરચાના ચેતન કડિયા નામના શખ્સે અશ્લીલ વીડિયો મૂક્યો હતો. બાદ ચેતન કડિયા નામના શખ્સે જ ખુલાસો કર્યો હતો કે તેણે ભૂલથી આ વીડિયો નાખી દીધો છે. પછી તેણે ગૃપ છોડી દીધું હતું. ગ્રુપમાં પ્રદેશ ભાજપ આઈ.ટી સેલના પંકજ શુકલા છે. પ્રદેશ ભાજપના યુવા મોરચા અને આઈ.ટી સેલના નેતા ગ્રુપમાં છે.

ઋત્વિજ પટેલને લાફો માર્યો

ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનો 27 ફેબ્રુઆરી 2017માં મહેસાણામાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. એસપીજી સહિતના લોકોએ વિરોધ કરીને એક યુવાને લાફો મારી લીધો હતો. તેથી મહેસાણામાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષના અભિવાદન સમારોહમાં નાસભાગ થઈ હતી. આ બાબતે ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર મારામારીના દ્રશ્યો સર્જાયા. કેટલાક યુવાનોએ ઋત્વીજ પટેલ પર હાથાથી મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે 5 યુવાનોની અટકાયત કરી હતી. ઋત્વિજને લાફો મારનાર ભીખા પટેલું પછી સન્માન કરાયું હતું. સુરતમાં બાઈક રેલીમાં પણ ભાજપના યુવા નેતા ઋત્વિજ પર ઈંડા અને ટમેટા ફેંકાયા હતા. ત્યારે પણ ઋત્વિજને એક લાફો મારી દેવામાં આવ્યો હતો. આમ લોકો પણ ભાજપના યુવાન નેતાઓને ફટકારી રહ્યાં હતા.

વિધાનસભાના અધ્યક્ષની ગરિમા ખંડિત કરી

વડોદરાના ભાજપના યુવા મોરચાના કાર્યકર વિધાનસભાના અધ્યક્ષની ખુરશી પર બેસી જઈને મોબાઈલ ફોન કેમેરાની સેલ્ફી દ્વારા ફોટો પડાવવાની ઘટના સામે આવી છે. વિધાનસભાની ગરિમા લજવાય હતી. આ ખુરશી પર અધ્યક્ષ સિવાય કોઈ ન બેસી શકે. ધારાસભ્યો પણ તેનાથી દૂર રહે છે. ત્યારે અધ્યક્ષની ખુરશી પર બેસીને યુવા ભાજપના કાર્યકરે ફોટો પડાવી તે વાયરલ કર્યો હતો. જે સમગ્ર વિધાનસભાનું અપમાન ગણાયું હતું.[:]