allgujaratnews.in ગાંધીનગર : જામનગર મહાનગર પાલિકાના ભાજપના શાસક નેતાઓ કૌભાંડને ઢાંકી રહ્યાં છે. બેંકે ગટર યોજના માટે રૂ.150 કરોડની લોન તે કૌભાંડ બની ગયું હતું. માહિતી અધિકાર ચળવળકાર કલ્પેશ આશાણીએ પુરાવા એકઠા કરી કૌભાંડ કરનારા સામે પગલાં ભરવા માંગણી કરી હતી. દરિયો પ્રદૂષિત ન થાય તે માટે આઇસીઝેડએમ (ઇન્ટરગ્રેડેટ કોસ્ટલ એન્ડ મેનેજમેન્ટ) હેઠળ લોન આપી હતી.
શહેરના ગઢની રાંગ વિસ્તારમાં પાઇપ ગટર તથા ચોમાસાનું પાણી વહેવડાવતી ગટરની સફાઈ અને પંપીંગનું આયોજન કે વ્યવસ્થા થઈ નથી.
ક્ન્સલ્ટન્સી સર્વિસ વાપકોસ વોટર એન્ડ પાવર ક્ન્સલ્ટન્સી સર્વિસ દ્વારા બનાવેલો હતો. ભૂગર્ભ ગટર બનાવનાર કંપની કામ અધુરું મૂકી દીધું છે. ઠેદેરારીની પ્રક્રિયા કર્યા વગર સામાન્ય બોર્ડના ઠરાવથી બીજી પાર્ટીને આ કામ સોંપી દીધેલું છે.
ભૂગર્ભ ગટર યોજનાના આ કામમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે અગાઉ પ્રતિપક્ષના નેતાએ તપાસની માંગ કરી હતી. ભાજપના સત્તાધિશોએ કોઈ તપાસ કરી નથી. ભ્રષ્ટાચારમાં ભાગીદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.
જામનગરમાં ગટરના ગંદા પાણીને ટ્રીટ કરીને નિકાલ કરવાની વ્યવસ્થા નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનેક વખત તાકીદ કરી છે. 2013થી પ્રોજેક્ટ શરૂ થયો અને 2018 સુધી પૂરો થયો ન હતો. કામ માટેના કન્સલ્ટન રાજય સરકારે સ્વર્ણિમ ગુજરાત યોજના હેઠળ નિયત કરેલી વાસ્કો લીમીટેડ કંપની કરે છે.
125 ચો. કિ.મી.ના વિસ્તારની સાત લાખની વસ્તીના જામનગરશહેરમાં દરરોજ 90 એમએલડી પાણી અપાય છે. ટ્રીટ કર્યા વગર 70 એમએલડી ગંદુ પાણી રંગમતી-નાગમતી નદીમાં તથા દરિયામાં છોડી દેવામાં આવે છે. જેના કારણે મરીન પાર્કની જીવસૃષ્ટિને ગંભીર નુકશાન થાય છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અંગે સોલીડ વેસ્ટ અને ગટરના પાણીના નિકાલની વારંવાર નોટીસ આપી છે. બોર્ડને ખાતરી આપવામાં આવી હતી કે 2015માં ગટર નખાય જશે.
પૂનમ માડમ ગટરમાં પડ્યા
2001માં મોદી સરકારમાં હુડકોની સહાય હેઠળ ગટરનું અણઘડ કામ થયું હતું. તેથી ગટરની છત તુટતા જામનગરના સાંસદ પૂનમ માડમ ગટરમાં પડી ગયા હતા. 2013થી બીજી વખત ગંદા પાણીને ટ્રીટ કરીને પ્રદૂષણ વગર પાણી છોડવાનું કામ ચાલે છે. જે હજુ પૂરું થયું નથી. ગટરનું પાણી ફરી વાપરવાનું હતું તે પણ થયું નથી.
જૂઓ વિડિયો https://www.facebook.com/
એસ્સાર કંપની ફસકી
એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડ સાથે કરાર કરી 70 એમએલડી પાઈપલાઈન અને ગાંધીનગર સ્મશાન નજીક પમ્પિંગ સ્ટેશનનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરાયું નથી. ત્યારે મહાનગરપાલિકા દ્રારા આ પ્લાન્ટને રાજ્ય સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડને સોંપવાનો સૈધ્ધાંતિક ઠરાવ કરવામાં આવ્યો હતો. એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડને થયેલા કરાર અનુસાર એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડે પ્લાન્ટનું બાંધકામ કરવાનું, બે વર્ષ સુધી ઓપરેશન મેઈન્ટેનન્સ કરવાનું અને 13 વર્ષ સુધી પ્લાન્ટ ચલાવવાનો હતો. બીજી તરફ એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડ સામે કાર્યવાહી હાથ ધરવાનો પણ નિર્ણય કરાયો હતો.
પ્લાન્ટમાં જે ટ્રીટેડ વોટર બને તે એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડ ઔદ્યોગિક કે ખેતીમાં પાણી વેચાણ કરવાનું હતું. તેના બદલામાં જામપાને દર વર્ષે બે કરોડ રૂપિયા આપવાના હતા. ટ્રીટેડ વોટરના વેચાણ માટે એસ્સાર પ્રોજેકટે પાઈપલાઈન અને પમ્પીંગ સ્ટેશનનું કામ પોતાના ખર્ચે કરવાનું હતું. સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થતાં કંપની દ્રારા નવા એગ્રીમેન્ટની દરખાસ્ત આવતા મહાનગરપાલિકા દ્રારા એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડને શો કોઝ નોટિસ ફટકારી હતી.
પ્રપોઝલ રૂપાણી સરકારને મોકલી હતી. તેનો નિર્ણય ન આવતાં જામપા દ્વારા એસ્સાર પ્રોજેક્ટ લિમિટેડની રૂ.23 કરોડની ડિપોઝીટ જપ્ત કરવાની હતી.
ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જામપાએ રૂ.70 કરોડના ખર્ચે એસટીપી બનાવેલો છે. ચલાવવા માટે રૂ.4 કરોડનો ખર્ચ થવાનો હતો. જેમાં રૂ.2 કરોડ કમાવાના હતા ત્યાં ખર્ચ કરવાનો આવ્યો હતો.
હજુય ગંદુ પાણી દરિયામાં જાય છે. જિલ્લા કલેકટરે કમિશ્નરને સૂચના આપી હતી કે, ટ્રીટેમેન્ટ પ્લાંટનું ગંદું પાણી દરિયામાં જતું અટકાવી પ્રદુષણ અટકાવો.