[:gj]મહેસાણા કરતાં જાફરાબાદી ભેંસ વધુ દૂધ આપે છે [:]

[:gj]ગુજરાતની ભેસોની  ઓલાદો : ગુજરાત રાજયને કુદરતે જાફરાબાદી, મહેસાણી અને સુરતી ભેંસની ઓલાદથી સમૃધ્ધ કરેલ છે. આ ભેંસો જે તે પ્રદેશમાં તેના ભોગોલિક પરિસ્થિતિ પ્રમાણે મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઓલાદોની અગત્યની માહિતી આ પ્રમાણે છે.

જાફરાબાદી ભેંસ: ભેંસોની આ ઓલાદનું ઉત્પતિ સ્થાન સોરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જીલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી ઓલાદ પડયું. આ જાતને કાઠીયાવાડી તથા સોરઠી નામે પણ લોકો સંબોધે છે. આ ભેંસો જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જીલ્લાઓમાં ફેલાયેલી જોવા મળે છે.

શારીરિક લક્ષણો : આ ઓલાદનાં જાનવરો આપણા દેશની અન્ય ભેંસોની  સરખામણીમાં મોટા કદના અને વજનમાં ભારે હોય છે. તેમનો રંગ મેશ જેવો કાળો હોય છે. ચામડી જાડી અને ઓછા વાળ વાળી  હોય છે.માથુ ભારે અને ઉપસેલા કપાળ વાળું હોય છે. આ કારણે આંખો જીણી અને ઉડી ઉતરેલી હોય છે. આ જનાવરોના શીંગડા ભારે, લાંબા, પહોળા અને ચપટા છે. અને નીચે જઈ બાજુએ વળેલા અને અણીઓ ઉપરની તરફ જતી હોય છે. કાનના મુળ શીંગડા પાછળ ઢંકાયેલા હોય છે. જાફરાબાદી ભેંસોની ગરદન (ડોક) જાડી, પહોળી અને લાંબી જોવા મળે છે. શરીરની લંબાઈ વધુ તેમજ પહોળું તથા ચરબીયુકત શરીર જોવા મળે છે. તેમના આગલા બે પગ વચ્ચે આવેલ હડાની કોથળી માંસાળ અને ચરબીથી ભરેલ હોય છે. શરીરના પ્રમાણમાં પગ મજબુત તથા જાડા હાડકાવાળા પરંતુ લંબાઈમાં થોડા ટૂંકા જોવા મળે છે. જાફરાબાદી જનાવરોની પીઠ સીધી હોય છે. પેટ મોટું કદાવર હોય છે. અને પાછળના થાપા મોટા અને બાજઠ જેવા પહોળા હોય છે. પુંછડુ લાંબુ, પાતળુ અને ચકરડીનું હાડકું થાપાના ઉપરના ભાગમાં મધ્યમાંથી નિકળતું હોય છે. આર્થિક લક્ષણો આ ભેંસોની પ્રથમ વિયાણની ઉમર ૫૦ થી ૫૫ મહીનાની છે. ભેંસો એક વેતરમાં ૩૨૦-૩૫૦ વેતરાઉ દિવસોમાં સરેરાશ ૨૦૦૦-૨૧૦૦ લીટર જેટલું દૂધ આપે છે. બે વિયાણ વચ્ચેનો ગાળો ૧૬ થી ૧૮ માસનો હોવાનું નોંધાયેલ છે.

સુરતી ભેંસ : આ ઓલાદનું મુળ સ્થાન ખેડા જીલ્લો તથા તેમની નજીકના ખેડા અને અમદાવાદ જીલ્લો છે. સુરતી ઓલાદને નડીયાદી, ચરોતરી અને ગુજરાતી નામે પણ ઓળખાય છે. આ ભેંસો અમદાવાદથી સુરત સુધી જોવા મળે છે. પરંતુ નમુનેદાર ભેંસો ચરોતર વિસ્તારમાં મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશ-આણંદ, નડીયાદ, બોરસદ અને પેટલાદ તાલુકાઓમાં જોવા મળે છે.

શારીરિક લક્ષણો: આ ઓલાદની ભેંસો મધ્યમ કદની આને પાસાદાર બાંધાની હોય છે. રંગ ભુરાથી માંડીને કાળો હોય છે. નમુનેદાર ભેંસોને એક ઝડબા નીચે ગળા પર અને બીજો આગલા બે પગની નજીક હડા પર એમ બે એક થી બે ઈચ પહોળા ગળપટ્ટા હોય છે. માથુ ગોળ અને નાનુ હોય છે. શીંગડા ટૂંકા, ચપટા અને દાતરડા જેવા હોય છે. કાન મધ્યમ કદનો અને આડા આાંકાવાળા હોય છે. પીઠ સીધી હોય છે. બાવલું ચોરસ, મધ્યમ કદનું તથા આચળ સમાંતરે ગોઠવાયેલ હોય છે. આ ઓલાદની પુખ્ત વયની ભેંસ સરેરાશ ૪૦૦ થી ૪૫૦ કિ.ગ્રા.ની, જયારે ૪૫૦ થી ૫૦૦ કિ.ગ્રા. ના હોય છે. તાજા જન્મેલા પાડીયા ૨૫ થી ૨૭ કિ.ગ્રા. વજન ધરાવે છે.

આર્થિક લક્ષણો : આ આલાદ દુધ ઉત્પાદનની ક્ષમતા (કદ નાનુ હોવાથી) માટે દેશમાં જાણીતી છે.

પ્રથમ વિયાણની ઉમર : ૪૨ થી ૪૮ માસ

વેતરનું સરેરાશ દુધ : ૧૨૦૦ થી ૧૫૦૦ લીટર ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી તથા આણંદ ખાતે નિભાવવામાં આવતા ઘણની ભેંસો ૩૦૦ વેતરાઉ દિવસોમાં સરેરાશ ૧૪૦૦ – ૧૫૦૦ લીટર દૂધ પેદા કરે છે.

દુજણા દિવસો : ૩૦૦

વસુકેલા દિવસો ૧૫૦

બે વિયાણ વચ્ચેનો ગાળો  ૧૫ થી ૧૮ માસ

મહેસાણી ભેંસ : ભેંસોની આ ઓલાદ મુરાહ ભેંસો અને સુરતી ઓલાદની ભેંસોના સંકરણ થી ઉદ્ભવી છે. આ જાતની ભેંસોનું વતન મહેસાણા હોય, આ ભેંસો મહેસાણી તરીકે ઓળખાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જીલ્લાઓમાં આ ભેંસો જોવા મળે છે. આ ઉપરાંત મુંબઈ, પુના, વગેરે જેવા મોટા શહેરોમાં દૂધ ઉત્પાદન વ્યવસાય અર્થે નિભાવવામાં આવે છે.

શારીરિક લક્ષણો: આ ઓલાદ શુધ્ધ નહી હોવાથી બધા જનાવરોમાં એક સરખા લક્ષણો જોવામાં આવતા નથી. કેટલાક જનાવરો મુરાહ ઓલાદને તો કેટલાક સુરતી ઓલાદને મળતા આવે છે, તો કેટલાક બને ઓલાદનું સામ્ય ધરાવતા હોય છે. તેમના કેટલાક સર્વ સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે.

મહેસાણી ભેંસો, મુરહિ કરતા કદમાં નાની પણ વધુ લંબાઈ ધરાવે છે. અને ભારે માથાવાળી હોય છે. તેઓ રંગે કાળી, ભૂરી તેમજ ચાંદરી હોય છે. તેમના શીંગડા સુરતી ભેંસોના શીંગડા જેવા ચપટા, દાંતરડા આકારના પણ તેના કરતા લાંબા અને અણી આગળ વધુ વળેલા હોય છે.

આ ઓલાદના પુખ્તવયનો પાડો સરેરાશ પ૫૦ થી ૬૦૦ કિ.ગ્રા.ના અને પુખ્તભેસો ૪૨૫ થી ૪૫૦ કિ.ગ્રા. વજનની હોય છે. તાજા જન્મેલા પાડા ૨૮ થી ૩૦ કિ.ગ્રા. વજન ધરાવે છે.

આર્થિક લક્ષણો: આ ઓલાદની ભેંસોમાં મુરાહ અને સુરતી બને ઓલાદના ઉપયોગી આર્થિક લક્ષણોનો સુમેળ સધાયેલો છે. તેથી મહેસાણી ભેંસો સારા પ્રમાણમાં દૂધ આપે છે. જનાવરો નમ્ર સ્વભાવના તેમજ મધ્યમ કદ ધરાવતા હોય તેમની માંગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમના આર્થિક લક્ષણો નીચે 1%에 89.

પ્રથમ વિયાણની ઉમર : ૪૫ થી ૪૮ માસ

વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન : ૧૭૦૦ થી ૧૮૦૦

વેતરાઉ દિવસો : ૩૧૦ દિવસ

વસુકેલા દિવસો : ૧૨૦ થી ૧૫૦ દિવસ

બે વિયાણ વચ્ચેનો ગાળો: ૧૫ થી ૧૬  માસ[:]