[:gj]મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર? [:]

[:gj]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો જૂના શહેરનો માર્ગ ભૂગર્ભમાં થઈને પસાર થાય છે. થોડા દિવસ પહેલા ટ્રેનના ભૂગોળ ટનલ વરસાદના કારણે બેસી ગઈ હતી અને 20 કુટુંબોને તાબડતોબ ઘર ખાલી કરાવી અન્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતાં. તેમાં કેવું કામ થાય છે તે જોવા અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી છે પણ મેટ્રો ટ્રેનના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે આવી કોઈ સૂચના આજ સુધી અપાઈ નથી.
શું હતું એ કૌભાંડ?
મેટ્રો ટ્રેનનો પાયો નાંખ્યા પછી શું થયું હતું તે દેશના લોકોને જાણવા જેવું છે. ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનું કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થતાં હતા. જેમાં સિમેંટ, લોખંડ, માટી પુરાણ, કાસ્ટીંગ યાર્ડ, ડાયાફ્રામ, મેટલ,રેતી, રબલ, બોલ્ડર, ગ્રીટ કપચી, મજૂરી અને રીટેઈનીંગવોલનું બાંધકામ કરવામાં આડેધડ નાણાં આપી દેવાયા હતા. જેના આડેધડ કામ આપવામાં આવ્યા હતા. 2012માં આ કામ શરૂ કરાયું તેની સાથે જ વિવાવદ શરૂ થયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા સંજય ગુપ્તાને આ કામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કરોડો રૂપિયાના કૌભાંડો થયા હતા. સ્થાનિક સપ્લાયર દ્વારા માલ સામાન આપવા માટે કોઈ ટેન્ડર વગર માત્ર ભાવ મંડાવીને તેમાંથી મોટા ભાગના કામ આપી દેવામાં આવ્યા હતા. જે કેટલાંક નિયમ બનાવેલાં હતા તે GSPC ના નિયમ સીધા લાગુ કરી લેવાયા હતા. એ વાત જાણીતી છે કે, GSPC માં અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. તેના જ નિયમો સીધા અમલી બનાવી દેવાયા હતા. તેમ છતાં તેમના કોઈ નિયમો લાગુ કરાયા ન હતા. મોદીએ ગુજરાત છોડી દીધું પછી જ આનંદીબેન પટેલે મેટ્રોટ્રેઈન કંઈક કામ શરૂ કર્યું હતું. ત્યાં સુધી તો મેટ્રો રેલ હવામાં જ લટકતી રહી હતી.
200 કરોડની માટીનું કૌભાંડ
ખરીદી માટે જે ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમાં સિમેન્ટ, મેટલવગેરેની જરૂરિયાત કેટલી રહેશે તેનો કોઈ અંદાજ લગાવ્યા વગર આડેધડ કામ આપવામાં આવ્યા હતા. તેમાં કેટલી મજૂરી થશે તેના અંદાજ પણ કઢાયા ન હતા. આવી લોલમ લોલ ચાલી રહી હતી. એ તો ઠીક પણ માલ ખરીદીને ક્યાં પહોંચાડવાનો છે અને કયા સ્થળે કામ હાથ ધરવાનું છે તે અંગે કોઈ સ્ટષ્ટ રીતે કહેવાયું ન હતું. આવા 752 કામના ઓર્ડર જાન્યુઆરી 2012થી જુલાઈ 2013 સુધીમાં આંખો મીંચીને આપી દેવાયા હતા જે કૂલ રૂ.317 કરોડ થવા જાય છે. કામ તો અપાયા પણ કંઈ થયું જ નહીં અને નાણાં ચૂકવી દેવાયા હતા. જેમાં માટી પુરાણ અને મજૂરી મળીને જ રૂ.200 કરોડ થઈ જતાં હતા. જે તે સમયના સત્તાધીશોનાગજવામાં રકમ સરકી ગઈ હતી. કારણ કે ટ્રેન દોડે તે પહેલાં માટી હવામાં ઓગળી ગઈ હતી. ક્યાંય માટી નાંખવામાં આવી ન હતી.
R&B કરતાં 375% ઉંચા ભાવ
માર્ગ અને મકાન વિભાગ જે ભાવે કામ આપે છે SOR તેનાથી 31 ટકાથી લઈને 375 ટકા સુધી ઊંચા ભાવે 371 ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જે 8 એજન્સી આ કામમાં સાથે હતી તેમનું પણ પેમેન્ટ લાંબા સમય સુધી મળ્યું ન હોવાથી તેમણે જાહેર બાંધકામ કરાર વિવાદ પંચ સમક્ષ આ કંપનીઓ લવાદ માટે ગઈ હતી. વળી જથ્થાનીવહેંચણીમાં મોટો તફાવત જોવા મળતો હતો. આવા સમામનનો હિસાબ રાખવા માટે ચોપડા જ નિભાવવામાં આવ્યા ન હતા. અધ્ધરતાલ વહીવટ  ભાજપ સરકારના શાસનમાં ચાલ્યો હતો.
TIN રદ છતાં કામ અપાયું
મેટ્રો ટ્રેનમાં કામ કરતી છ કંપનીઓ એવી હતી કે જે ગુજરાતના વેરા વિભાગે તેના કરદાતા નંબર – TIN – રદ કરેલાં હતા. તેમ છતાં તેમને રૂ.24.89 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. સરકારના નિયમ મુજબ આવો નોંધણી નંબર ન હોય તો સરકારી કામ આપી શકાય નહીં. કારણ કે કંપની તો તે વેરો વસુલી લેતી હોય છે. પણ જો ટીન નંબર ન હોય તો તે વેરાની ચોરી થઈ જતી હોય છે. આમ સરકારનો વેરો ચોરનારી કંપનીઓને જ મેટ્રો ટ્રેનમાં કામ આપવામાં આવ્યું હતું. આ છ કંપનીઓમાંમહીર મહેતા સ્ટીલ ટ્રેડર્સ, સીન્ની સ્ટીલ, કૈઝનટેકનોવિઝાર્ડ, સ્ટ્રેન્થકન્સ્ટ્રક્શન, અલ્ટ્રા પાવન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પાનટેકનોવિઝાર્ડનો સમાવેશ થાય છે. આવું કૌભાંડ થયું હોવાનું સરકારે છેક 2015માં, કબૂલ કરી લીધું હતું.
ચાર કંપનીઓની લાંચ કોણે લીધી ?
કાસ્ટીંગ યાર્ડ, ડેપો, બાંધકામના કામો, પુલો વગેરે જેવા મહત્વના કામનો અમલ કરવા માટે ભાજપ સરકારે એન્ગેજમ્ન્ટમેકેનીઝમકોન્ટ્રાક્ટ તરીકે ઓલખાતા ચાર એજન્સી કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આ ચાર કંપનીઓમાં હિન્દુસ્તાન પ્રીફેબલિ., હિન્દુસ્તાન સ્ટીલ વર્કસકન્સ્ટ્રક્શનલિ., બ્રીજ એન્ડ રૂફ કંપની ઈન્ડિયાલિ., વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસ સમાવેશ થાય છે. આ એજન્સીઓકામોના અમલ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટર રાખી શકે અને કંપની પાસેથી પ્રોજેક્ટનાવ્યવસ્થાપન ચાર્જ સહિત કામોની કિંમત વસૂલ કરી શકે છે. 10 ટકા મુજબ કામ શરૂ કરવા પેશગી માટે હક્કદાર હતા. આ કંપનીઓને આપવામાં આવેલાં ઔપચારિક એન્ગેજમેન્ટમેકેનીઝમકોન્ટ્રાક્સ સરકારના એક પણ રેકર્ડ પર ન હતા. કામના કરાર કર્યા વગર રૂ.2 કરોડ દરેક કંપનીને આપી દેવાયા હતા. જે રકમ કદાચ લાંચનીમાનવામાં આવી રહી છે. તેમાએ વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસર્વીસીસની બાબતમાં તો તેમને જે રૂ.151.99 કરોડનું કામ આપવામાં આવ્યું હતું તેને રૂ.12.71 કરોડ એડવાન્સ આપી દેવાયા હતા. જે પણ લાંચની રકમ માનવામાં આવે છે. કામ તો ન થયું પણ આ કંપનીઓને આપી દેવામાં આવેલી રૂ.18.71 કરોડની રકમની વસુલાત પણ બાકી રહી ગઈ હતી. 2014માં જ કંઈક આ કૌભાંડમાં તપાસ થઈ હતી. નવેમ્બર 2015માં તેની રકમ વસૂલ કરવાની શરૂ થઈ હતી. તો આ રૂ.18 કરોડની લાંચ કોની પાસે ગઈ હતી. કયા રાજનેતા પાસે તે રકમ પહોંચી હતી. હવે તેની માટે લવાદ નિયુક્ત કરાયા છે.
સિમેન્ટ કૌભાંડ
સિમેન્ટ કૌભાંડમાંમહારાષ્ટ્રનીઅંતુલેની કોંગ્રેસ સરકાર ગઈ હતી. એવું જ કૌભાંડ ગુજરાતની સરકારમાં રચાયું હતું, જે હવે વિગતો બહાર આવી રહી છે. રૂ.3.38 કરોડની 1,32,500 સિમેન્ટની થેલી ખરીદવામાં ઓર્ડર આપવામાં આવ્યો હતો. સિમેન્ટની થેલી મળી ગઈ હોવાનું પ્રમાણપત્ર જે તે કંપનીને આપી દેવાયું હતું. તે નાણાની ચૂકવણી પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ખરેખર તો 2,650 થેલી સિમેન્ટ જ ચોપડા પર નોંધવામાં આવી હતી. બાકીની રૂ.3.22 કરોડની 1,29,850 થેલી સિમેન્ટ થેલી કયા ગઈ તેનો કોઈ હિસાબ આજ સુધી મળ્યો નથી. અંતુલે એ તો સિમેન્ટનીખરીદીમાંકમીશન લઈને એક ટ્રસ્ટમાં જમા કરાવી હતી અહીં જો પૂરી સિમેન્ટ જ ગુમ કરી દેવાઈ છે. ભાજપની સરકારનો આ ખૂલ્લો ભ્રષ્ટાચાર છે. પણ અંતુલે સામે અડવાણીએઆંદોનલ કર્યું હતું અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે ઈન્ડિયનએક્સપ્રેસના તંત્રી તરીકે અરુણ શૌરી હતા અને તેઓ અંતુલેનું કૌભાંડ શોધી લાવ્યા હતા. આજે પત્રકાર અરુણ શૌરીભાજપમાં છે.
લોખંડ ખાઈ ગયા પૈસા ચાવી ગયા
ભાજપની સરકારે કોઈ ભ્રષ્ટાચાર કર્યો ન હોવાનું આજ સુધી ગુજરાતની પ્રજા માનતી આવી છે. પણ અહીં મેટ્રોમાં તો ભ્રષ્ટાચાર ઉપર પણ ભ્રષ્ટાચાર નિકળી રહ્યાં છે. અમદાવાદીન આ મેટ્રોટ્રેઈનનું કામ તો મોદીની સીધી દેખરેખ હેઠળ જ થતું હતું. મેટ્રો ટ્રેન માટે 2,579 ટન લોખંડની સળીયાખરીદવામાં આવ્યા હતા. જેમાંથી 1,783 ટન સળીયા વપરાયા હોવાનું સરકાર કહે છે. પણ તે કઈ રીતે વપરાયા અને તેના કામની ગુણવત્તા કેવી છે તે સરકારે જાહેર કરવું જોઈએ. આ સળીયામાંથી 30 ટના લોખંડ તો ભંગારમાં આપી દીધો છે. નવો માલ ભંગારમાં વેરી દેવાનો કોઈ મતલબ ન હતો. તેનો સીધો મતલબ કે 30 ટન લોખંડ રાજકારણીઓ અને અધિકારીઓ ખાઈ ગયા હતા. તેના પૈસા ચાવી ગયા હતા. એ તો ઠીક પણ 603 ટન લોખંડ ક્યાં ગયું તેનો હિસાબ મોદી સરકાર આજ સુધી આપી શકી નથી. 30 ટન લોખંડ છ વેપારી કંપનીઓ પાસેથી લીધું હતું. જે રિધ્ધી સ્ટીલ કોર્પોરેશન, મહીર મહેતા સ્ટીલ લિ., સન્ની સ્ટીલ્સપ્રા.લિ., રીયાએન્ટરપ્રાઈસીસ, વારાહી સેલ્સ કોર્પોરેશન અને અવનીએન્ટરપ્રાઈસીસનો સમાવેશ થાય છે. આ કંપનીઓએમેટ્રોટ્રેનના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ શોધી રહી છે કે, લોખંડ કોણ ખાઈ ગયું છે. કે ખાનારા દિલ્હી પહોંચી ગયા છે? લોખંડના નાણાં ખરીદીનાઓર્ડરના બીજા જ દિવસે ચૂકવી દેવાયા હતા. આટલી ઉતાવળ ઘણું બધું કહી જાય છે. સિમેન્ટ જ નહીં પણ મોટાભાગનીખરીદીમાં આવી માલ પ્રેક્ટીશ જોવા મળે છે. જે માલનાં 30 દિવસ પછી નાણાં ચૂકવવાના હતા તે નાણાં માલ મળી ગયો હોવાનું દર્શાવીને બીજા જ દિવસે ચૂકવી દેવાતાં હતા. આમ નાણાં કોઈકનાગજવામાં જઈ રહ્યાં હતા. જેને ગાંધીનગરથી રાજનેતાઓનું છત્ર પણ હતું જે સાબિત થાય છે. કોણ હતા આ રાજનેતા?
ગરીબોની મજૂરીનું કરોડોનું કૌભાંડ
અબજોના જે કામ અપાયા હતા તેમાં 808 કામ એવા હતા કે સિક્યુરીટી ડિપોઝીટ અથવા બેંક ગેરંટી પણ લેવામાં આવી ન હતી. તેમની સામે દંડની જોગવાઈ કરાઈ ન હતી. ગંભીર બાબત એ છે કે, ગબીરોને પણ છોડવામાં આવ્યા નથી. રૂ.20.34 કરોડનીમજૂરીના 258 કામો સોંપાયા હતા. પણ કામ કઈ જગ્યાએ કરવું જેની કોઈ સ્પષ્ટતા જ ન હતી. કામનો પ્રકાર શું છે તે પણ રકમ ચૂકવી દીધી છતાં સ્પષ્ટ થતું નથી. મજૂરીનો દર કઈ રીતે નક્કી કરાયો તે પણ જાહેર કરાયું નથી. લેબર કોન્ટ્રાક્ટ આપી દેવાયો અને પૈસા ગરીબોને આપવાના બદલે ભાજપ સરકરાના રાજકારણીઓ અને અધાકીરઓ જમી ગયા છે. ગરીબોના નાણાં પણ તેઓ પોતાના પેટમાં હજમ કરી શક્યા છે. 2014 સુધી તો આ મજૂરી કાંડ તો દવાયેલું રહ્યું હતું. તેઓ વડાપ્રધાન બન્યા પછી હવે વિજય રૂપાણી સરકાર દબાએલાં અવાજે કહે છે કે, અમે અધિકારીઓ સામે પગલાં ભરવા કામ કરી રહ્યાં છીએ. જેનું કોઈ ઓડિટ કરાયું ન હતું. લેબર કોન્ટ્રાક્ટમાં કામ કઈ જગ્યાએ કરાયું હતું તે સ્થળ, મજૂરોની સંખ્યા પણ જણાવી ન હતી. જે કોન્ટ્રાક્ટરે કહ્યું તે સરકારે માની લીધું અને નાણાં આપી દેવાયા હતા.
કૌભાંડ કરવા લોન લીઘી
મેટ્રો પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડવા માટે વિજયા બેંક પાસેથી 12 ટકાના ઊંચા દરેથી રૂ.250 કરોડની લોન લીધી હતી. પંજાબ નેશનલ બેંક પાસેથી 11.50 ટકા વ્યાજે રૂ.116 કરોડ લોન લીધી હતી. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 11 ટકા વ્યાજ લેખે રૂ.100 કરોડની લોન લીધી હતી. પછી મેટ્રોટ્રેનનોફઈઝ એક રદ કરવાના કારણે કેટલીક રકમ પરત ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં રૂ.235.82 કરોડ ફિક્સ ડિપોઝીટ અને રૂ.80.87 કરોડ ચાલુ ખાતામાં મૂકી રાખવામાં આવ્યા હતા. વળી, વ્યાજના દર કરતાં નીચા દરે ફિક્સડિપોઝીડ કરી હતી. જો મોટી રકમ હોય તો બેંકમાં ડિપોઝીટ કરાવનારને સારું એવું કમીશન પણ આપે છે. જે કોઈકનાગજવામાં ગયું છે. આમ રૂ.12.93 કરોડનું વ્યાજનું નુકસાન સરકારને ગયું હતું.
તે સમયમાં રૂ.445 કરોડનું નુકસાન
મેટ્રોટ્રેનનો રસ્તો વારંવાર બદલવો પડ્યો છે. જેના કારણે ફેઈઝ એક પણ તકલીફમાં આવી ગયો હતો. પ્રથમ વખતની લાઈન દોરી સરકારે નક્કી કરીને તેના કામ પાછળ રૂ.445.86 કરોડનું ખર્ચ તો કરી નાંખવામાં આવ્યું હોવાનું ચોપડે નોંધ્યું છે. પછી એક તબક્કાનો પ્રોજેક્ટ પડતો મુકવાનું નક્કી કર્યું હતું. આ ખર્ચમાંથી રૂ.373.62 કરોડ જેવી જંગી રકમ મોટેરા, ઈન્દ્રોડા, ચિલોડાનાસ્થળો જેનો ઉપયોગ ડેપો, કાસ્ટીંગ યાર્ડ, ટેસ્ટ ટ્રેક તરીકે કરાયો હતો. જે ખર્ચ સાવ નકામો ગયો છે. આમ મેટ્રો ટ્રેન માટે લાખના બાર હજાર કર્યા છે અને હવે બુલેટ ટ્રેનમાં પણ આવું કરી રહ્યાં છે. જેના કોઈ સરવે અહેવાલો પણ આવ્યા નથી. જ્યાં આ જંગી ખર્ચ જ્યા કરાયો છે જે ઈન્દ્રોડાઅનેચીલોડાની જમીનનો કબજો મેટ્રો કંપનીના કબજામાં નથી.  બનેલી આ ઘટાનને છૂપાવવા માટે મેટ્રોટ્રેનના મેનેજરોએ એવો ઠરાવ કરી દીધો કે પ્રગતિમાં હોય એવા રૂ.527.88 કરોડ અને જુના તબક્કાનેલગતાં રૂ.355.80 કરોડ માર્ચ 2016 સુધીના સરવૈયામાંથી દૂર કરવા જોઈએ. તેનો સીધો મતલબ કે વડાપ્રધાન મોદીના સમયમાં જે મેટ્રો રેલ કોભાંડ થયું હતું તેને ઢાંકવા માટે હવે તેના હિસાબોચોપડેથી જ કાઢી નાંખવામાં આવી રહ્યાં છે.
કરોડો રૂપિયા વાઉચર પર ચૂકવી દેવાયા
જમીનું પુરાણ કરવાનું માટી કામ અ માલસામનની ખરીદીમાં અનેક સ્થળે એવું જોવા મળ્યું છે કે, માલ મળ્યો તેનું પ્રમાણપત્ર આપી દેવામાં આવતું હતું. તેમાં દરેકમાં એક સરખું લખ્યું હતું કે, ‘’પ્રમાણપત્ર આપવામા આવે છે કે, બિલમાંદર્શાવેલી ચીજો, માલસામન, વસ્તુઓ ખરીદી ઓર્ડર જરૂરિયાત મુજબ મળી છે. બિલમાંમાંગવામાં આવેલી રકમ જરૂરી માપદંડો અનુસાર છે. આથી બિલનીચૂકવણી કરવાની ભલામણ કરવામાં આવે છે.’’ આ પ્રમાણપત્રના આધારે નાણાં ચૂકવી દેવામાં આવતાં હતા. જેમાં ટ્રક નંબર, સ્થળ, મેઝરમેન્ટ બુક વગેરે આ બિલો સાથે ક્યાંય જોડવામાં આવતાં ન હતા, આમ ભ્રષ્ટાચાર કરવાનો અદભુત નુશખો શોધી કાઢવામાં આવ્યો હતો.
મોદીના ખાસ IAS સંજય ગુપ્તાનો રોલ
મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવણી જાહેર કરાઈ હતી એવા ગુજરાતના ભૂતપૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની ધરપકડ કરાઈ હતી હવે તેમને રૂ. 113કરોડના અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ કૌભાંડ કેસમાં જામીન પણ મળી ગયા છે. ગુપ્તાને ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈ દ્વારા શરતમાં જામીન આપવામાં આવ્યા હતા કે તેઓ એક મહિનામાં રૂ. 50 લાખની બે હપતાથી1 કરોડ રૂપિયાની સુરક્ષાની રકમ જમા કરે છે.અમદાવાદ અને ગાંધીનગર (મેગા) માટે રાજ્યની માલિકીની મેટ્રો-લિન્ક એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેગુપ્તાનીધરપકડ કરવામાં આવી હતી. ગુપ્તા અને સાત અન્યોને2012 માં આશરે રૂ. 113કરોડની કથિત સિમેન્ટ અને મેટ્રો પ્રોજેક્ટ માટે ભટ ગામ નજીકના ભૌગોલિક ભૌતિક ભથ્થું સાથે જોડાયેલા “બનાવટી” બીલ અને “બનાવટી” દસ્તાવેજો રજૂ કર્યા હતા.કંપનીના ભૂતપૂર્વ મેનેજર રાધેશ ભટ્ટ પર 2012 થી 2013 સુધી બનાવટી ઇન્વોઇસ દ્વારા રૂ. 2.62 કરોડનો સિફીનિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજા કેસમાં જામીન ન મળે ત્યાં સુધી તે જેલમાંથી બહાર આવી શકે નહીં.ગુપ્તાએ2003 માં આઇ.એ.એસ. છોડી દીધી હતી અને પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો. આઇ.એ.એસ. છોડી દીધા પછી તેમને ગુજરાત સરકાર દ્વારા મેગામાં નિમણૂક કરવામાં આવી હતી.
મેટ્રોથીબુલેટ
2004થી શરૂ થયેલી અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગીરીમાં તેનો રૂટ વારંવાર બદલવામાં આવ્યો હતો. જેમાં કરોડોની ખોટ પ્રજાને ગઈ છે.
મેટ્રોના કામમાં રાહદારી પર સળીયો પડ્યો
26 માર્ચ 2018માં મેટ્રો રેલ વિભાગની બેદરકારીના કારણે અનેક વખત જોખમી અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે. આવી જ એક ઘટના શહેરના વિસ્તારમા બની. જ્યાં મેટ્રોના કામકાજ દરમ્યાન રાહદારી પર મોટો સળિયો પડ્યો હતો. જો કે ઘટનામાં રાહદારીનો બચાવ થયો છે. અકસ્માત બાદ તંત્રની બેદરકારીને લઇને લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
ઘટનાને લઇને લોકોએ મેટ્રોનું કામકાજ અટકાવી નાખ્યું હતું. લોકોએ સ્થળ પર જવાબદાર અધિકારીને બોલાવવાની માગ કરી હતી. મેટ્રો રેલની કામગીરી દરમ્યાન સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે. મહત્વનુ છે કે મેટ્રોના કામગીરી દરમ્યાન ભારે બેદરકારીને લઇને મેટ્રો પ્રોજેક્ટ લોકો માટે માથનો દુ:ખાવો બની રહ્યો છે.
ત્યારે સવાલ થાય છે કે શહેરમાં મેટ્રો પ્રજાની સુખાકારી માટે છે કે લોકોનો જીવ લેવા માટે છે ? મેટ્રોની બેદરકારીને લઇને અકસ્માત થાય તો જવાબદાર કોણ ? મેટ્રોની શરુઆતથી કરોડોનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં કેમ લોકોની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા કરાઇ નથી ? સુરક્ષાને લઇને સૌથી મોટો સવાલ એ થાય છે કે જો કોઇ અકસ્માત થાય તો જવાબદારી કોની ?

[:]