અમદાવાદ, 15 એપ્રિલ 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે મતદાન 26 એપ્રિલ 2026 ના રોજ થવાનું છે અને પરિણામ 28 એપ્રિલ 2026 ના રોજ જાહેર થશે. અમદાવાદ શહેરનું 5 વર્ષનું રિપોર્ટ કાર્ડ જોવા જેવું છે. ખાસ કરીને પ્રજા પાસેથી 17 કરોડ વેરા અને બીજી આવક મેળવીને ખર્ચ કરવામાં આવે છે તેમાં વ્યાપક ગેરરીતિ 5 વર્ષના ભાજપના શાસનમાં જોવા મળી હતી. આવા કૌભાંડો અહીં આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં મતદારોની સંખ્યા 37.99 લાખ છે. મતદાન 50 ટકાથી નીચે રહે છે તેથી સત્તાધિશો સરળતાથી મતદારોનો વેપાર કરી શકે છે. પણ જો મતદાન 80 ટકા થાય તો કૌભાંડો ઓછા થઈ શકે, કારણ કે લોકો જાગૃત બને છે.
2026-27 માટેનું ખડી સમિતિના અધ્યક્ષ અને બોડકદેવના કોર્પોરેટર દેવાંગ દાણીએ રૂ. 18,518 કરોડનું રજૂ કર્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રૂ. 190 કરોડ, શેઠ મા.જે. પુસ્તકાલયને રૂ.5.6 કરોડ, શેઠ વા.સા. જનરલ હોસ્પિટલને રૂ.49.07 કરોડની ગ્રાન્ટ બજેટમાં હતી.
જેમાં 10થી 30 ટકા કમીશનના મોટા કૌભાંડો તથા બીજા અબજો રૂપિયાના કૌભાંડો થયા હતા.
2025-26માં મિલકત વેરો રૂ. 2373 કરોડ નાગરિકોએ ચૂકવ્યો હતો.
ગોટાળો
પૂર્વ મેયર પ્રતિભા જૈનના વિશેષ કાર્યક્રમોના હિસાબોમાં ગેરરીતિ અને ગોટાળાનો પર્દાફાશ થયો હતો. આ મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કડક વલણ અપનાવતા ફાઇનાન્સ વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીશ શાહને કારણદર્શક નોટિસ આપી હતી. વિજિલન્સ તપાસના આદેશ આપ્યો હતો. બોગસ બિલો બનાવીને નાણાંની ગેરરીતિ કરવામાં આવી હતી. સત્તાનો દુરુપયોગ થયો હતો.
વેરાના નાણાંની ઓનલાઈન ઠગાઈ
રૂ.2.39 કરોડનું ફિલ્મી ઢબે ઈ-ગવર્નન્સ ખાતાનું વેરા કૌભાંડ થયું હતું. બે મહિલા અધિકારીના યુઝર IDથી ટેક્સ વિભાગમાં 293 નાગરિકોએ ઓનલાઈન ટેક્સ ભર્યો હતો. પરંતુ તે નાણાં સાયબર ઠગોના ખાતામાં જતાં હતા. કૌભાંડ રેવન્યુ સમિતિના અધ્યક્ષ જૈનિક વકીલ બહાર લાવ્યા હતા.
પેમેન્ટ કરી પહોંચ પણ આપવામાં ન હોતી આવી.
સ્મશાન કૌભાંડ
ભાજપ શાસનમાં સ્માશન ગૃહના લાકડામાં ભ્રષ્ટાચાર થયો હતો. સ્મશાનમા લાકડાઓ ચાલતા ભ્રષ્ટચાર કરનારી એજન્સી માત્ર એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. પાંચ વર્ષ બ્લેક લિસ્ટ કરવા ભલામણ કરી હતી.
વસ્ત્રાલ સ્મશાનની લોખંડની ચિતામાં હવે પથ્થર ગોઠવી દેવાયા છે.
અગ્નિસંસ્કાર માટે લાકડા ઓછા વપરાય એ માટે લોખંડની સગડી કાઢીને પત્થરોની દિવાલ બનાવી દેવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરને અનેક વખત બ્લેક લિસ્ટેડ કરવાની વાતો કરાઈ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
શાળાનો પ્લોટ
બોડકદેવના પ્રકાશ સ્કૂલને પાંચ હજાર ચો વાર જગ્યા આપી દેવાનું નક્કી કર્યું હતું. હાઇકોર્ટમા એએસમી એફિડેવિટ કરી છે કે કોઈ સરકારી પ્લોટ ખાનગી શાળાઓને અપાશે નહીં છતાં CMO તરફથી પ્રકાશ સ્કૂલને મેદાન આપવા ભલામણ કેમ કરાઈ છે.
આંગણવાડી કાંડ
નારણપુરાની આંગણવાડીમાં 22 બાળકોમાં 10 ભૂતિયા બાળકો બતાવીને કૌભાંડ આચરાયું હતું.
આંગણવાડી વિભાગે તમામ આંગણવાડીમાં તપાસ કરવાના બદલે માત્ર નોટિસ આપી કોભાંડને ઢાંકી દીધું હતું.
આંગણવાડીના બાળકો માટે ચોખા, તેલ અને લોટ 13.75 કિલો લોટ, 14.42 કિલો તેલ તથા 82 કિલો ચોખા કોણ ખાઈ ગયું તેની તપાસ ન કરી.
બીઆરટીએસ કૌભાંડ
બીઆરટીએસના 198 શેલ્ટર સફાઈ પાછળ રૂ.2 કરોડનો માતબર ખર્ચ થાય છે. છતાં તપાસ કરવામાં આવતા શેલ્ટર્સ સફાઈ યોગ્ય થતી નથી.
રસીદ કાંડ
વી એસ હોસ્પિટલમાં રસીદ કાંડમાં આવેલા ખાનગી એજન્સી રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા એસ વી પી , શારદા હોસ્પિટલ અને એલ જી હોસ્પિટલમાં ફરી કામ લેવા ટેન્ડર ભર્યું હતું. પરંતુ રાજદિપ એન્ટરપ્રાઇઝનો ભૂતકાળ સારો ન હોવાથી કામ સ્ટેન્ડિંગ કમિટીએ પરત કર્યું.
સફાઈ કર્મીની ઠગાઈ
સફાઈ કામદારો સાથે ધી અમદાવાદ મ્યુ. સ્ટાફ કામદાર કો.ઓપરેટીવ ક્રેડીટ એન્ડ સપ્લાય સોસાયટીના 8 દલાલો સેક્રેટરી, કેશિયર અને દલાલોએ લોનના નામે
લોન મંજૂર થઈ ગયા બાદ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી અને દલાલોએ પોતાનો હિસ્સો મેળવી લીધો હતો. બાદમાં ગઠિયાઓએ એકાઉન્ટ પે ચેક આપવાના બદલે બેરર ચેક આપ્યા હતા. તે ચેક આરોપીઓએ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા. રૂ. 5 લાખનું કૌભાંડ હોઈ શકે છે.
એકની જગ્યાએ બે લોનના ફોર્મ ભરાવતા હતા.
મુઠીયા કૌભાંડ
મુઠીયા ગામ કોર્પોરેશનમાં ભળી ગયા પટેલ વાસ થી વણકર વાસ સુધીના આર સી સી રોડમાં કૌભાંડ સામે આવ્યું છે. રોડ નથી બન્યો છતા માટીનો માર્ગ રૂ 13.94 લાખનો બની ગયો. જેની તપાસ 2026 સુધીમાં કરીને કોઈને સજા કરી ન હતી.
પેવર બ્લોક – પૈસા બ્લોક
અમદાવાદમાં ઓઢવ વોર્ડમાં શુભ એપાર્ટમેન્ટમાં પવેર બ્લોક નાંખવામા આવ્યા હોવાનું બોર્ડ લગાવી દીધું હતું.
ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની 4,95,000ની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાંખવામા આવ્યા હોવાનું બોર્ડ લગાવી દેવાયું પણ કામ થયું ન હતું. રજૂઆતો કરી પણ કોઈ પગલાં ન લેવાયા.
વિરાટનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રણજીતસિંહ બારડે કહ્યું કે, જે એપાર્ટમેન્ટમા કોમન પ્લોટ જ આવેલો નથી તો ત્યાં કોમન પ્લોટમાં પેવર બ્લોકનુ કામ કઈ રીતે થાય?
વિરાટ નગર, વસ્ત્રાલ, નિકોલ વિસ્તારોમાં ડ્રેનેજ, પેવર બ્લોક લગાવવા માટે 81 કામોના 4 કરોડ 5 લાખના ટેન્ડર બહાર પડાયા હતા.
પેવરની રેતી
ખાડીયામાં આવેલી ઢાળની પોળમાં કોર્પોરેટર નિકી મોદીના બજેટમાંથી રેતી નાંખી પથ્થર નંખાતા સ્થાનિકોએ કામ બંધ કરાવ્યું હતું. પથ્થર નાંખવાના કૌભાંડમાં વિજિલન્સ તપાસ કરાવવા અરજી કરી હતી.
ઢાળની પોળમાં પણ અનેક નાની પોળ અને ખડકીઓ આવેલી છે. ચાર વર્ષ પહેલા નાંખવામાં આવેલા પેવરબ્લોક તુટી ગયા હતા. કોર્પોરેટર કોન્ટ્રાકટરનો બચાવ કરતા હોવાનું બહાર આવ્યું હતું.
શંભુની પોળ
શંભુ ચકાની ખડકી ઉપરાંત બહુચરાજીની પોળ તેમજ ઢાળની પોળમાં તકલાદી કામગીરી કરી હતી.
સિમેન્ટ વાપરવાના બદલે ફક્ત રેતી રોડા પાથરી પથ્થર લગાવી દેવાયા હતા.
રોડ કાંડ
અમદાવાદમાં 5 વર્ષમાં લગભગ રૂ. 5 હજાર કરોડના માર્ગ બન્યા હતા. આ ઉપરાંત 20 ટકા ખાડા પાછળ મળીને 6 હજાર કરોડ ખર્ચ માર્ગોનું થયું હોઈ શકે છે.
અમદાવાદમાં 30માંથી 28 રોડ બનાવવાનું રૂ.168 કરોડનું કામ એક જ કોન્ટ્રાક્ટરને આપી દેવાયું હતું. ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હતો.
2017માં જે રીતે રોડ એન્ડ બિલ્ડીંગ ખાતામાં કૌભાંડ થયું હતું. તેવું જ ફરી એકવાર રોડ ખાતાનું કૌભાંડ હતું.
ગટર સાફ કરવા તિજોરી સાફ કરી
20 હજાર સફાઈ કર્મચારીઓ અમદાવાદને સાફ રાખે છે.
ગટર ઉભરાવાની સમસ્યા હલ કરવાનાં નામે નકલી મંડળીઓને વર્ષમાં રૂ. 27 કરોડ આપવામાં આવે છે.
ગટર લાઇન તેમજ મેનહોલ સાફ કરવા માટે મંડળીઓને કામ અપાય છે. ગટર સાફ કરનારાઓ શહેરની તિજોરી સાફ કરી રહ્યાં છે.
મશીનો વસાવાયા અને નાની ગટર લાઇન તેમજ મેનહોલ સાફ કરવાનાં કોન્ટ્રાક્ટ મંડળીઓને અપાય છે.
795 મંડળીઓને 2025-26માં 26.96 કરોડ અપાયા હતા.
મોત – અમદાવાદની ગટર સાફ કરવા માટે એક વ્યક્તિએ એક જ સરનામાં પર 12 નામે મંડળી રચીને કોન્ટ્રાક્ટ મેળવતો રહ્યો હતો. જેમાં કરોડો રૂપિયાની કૌભડ થયું હતું.
2001થી 2012 સુધીમાં 16 સફાઈ કર્મચારીના કમકમાટીભર્યા મોત ગટરમાં થયા હતા. તેના વારસદારોને વળતર આપ્યું નથી.
માર્ગ સમારકામ
આ તારીખથી રોડ રીસરફેસિંગ નામે ડામરના ગાદલાં પાથરી દેવાશે
ભાજપની પ્રજા પ્રત્યે ઈમાનદાર પક્ષ તરીકેની છાપ નથી રહી. અગાઉ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું સૂત્ર આપ્યું હતું.
2020ના ચોમાસામાં મુખ્ય રસ્તા પર 16 હજાર 300 ખાડા પડી ગયા હતા. જે 2026 સુધીના દરેક વર્ષે પડતાં રહ્યાં છે. 5 વર્ષમાં 80 હજારથી 1 લાખ ખાડા માર્ગો પર પડેલા આ આધારે માની શકાય છે. જે ખાડા પોતે માર્ગો બનાવવામાં થતાં ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.
જોકે રોડ રીસરફેસિંગ કામના ટેન્ડર 30 ટકા નીચા ભાવથી આવતાં હતાં. ઓગસ્ટ 2018માં થયેલા રૂ. 350 કરોડના રોડ કૌભાંડ બાદ 23થી 25 ટકા જેટલા ઊંચા આવી રહ્યા છે. કોન્ટ્રાકટરની સિન્ડિકેટથી સિંગલ ટેન્ડર વધારે આવતાં રહ્યાં છે.
આમ, કોન્ટ્રાકટરને 55 ટકા ઊંચા ભાવ આપવામાં આવે છે.
દર વર્ષે ડામર પાથરવાના કારણે રોડ ઊંચા થઈ ગયા છે. નીચા વિસ્તારમાં પાણી ભરાય છે.
400 કરોડના કૌભાંડની નજીવી સજા
ત્રણ કોન્ટ્રાકટરોને માત્ર બ્લેકલિસ્ટ કર્યા હતા. જે કૌભાંડની છુપાવી રહ્યા હોવાની સાબિતી છે. કાનૂની કોઈ કાર્યવાહી કરી ન હતી.
2017માં રોડ કૌભાંડમાં 87 ઇજનેરો સામે પગલાં લેવામાં આવ્યા હતા. 2017માં કરાયેલ રોડ કૌભાંડ મામલે 23 સામે 2026માં 4 થી 6 જેટલા ઇન્ક્રીમેન્ટની રકમને પેનલ્ટી લીધી અને જવા દેવાયા હતા.
રોડના કામ પાછળ રૂ.400 કરોડનું ખર્ચ કોન્ટ્રાકટરનું નામ, ગેરંટી પીરીયડ જેવી માહિતી દર્શાવતાં બોર્ડ મુકવામાં આતા નથી. માહિતી ઓનલાઇન પણ મુકાતી નથી.
મટીરીયલ તપાસની લેબોરેટરી નથી
રોડ બાંધકામ માટે રૂ. 1000 કરોડ દર વર્ષે સરેરાશ 5 વર્ષણાં ખર્ચાયા હતા. તેમાં વપરાતા મટીરીયલની ચકાસણી કરતી લેબ નથી.
હવે પીપળજ ખાતે રુપિયા 2.74 કરોડના ખર્ચે મટીરીયલ્સના ટેસ્ટીંગ માટે લેબોરેટરી બનાવવા નક્કી કરાયું હતું.
સાત ઝોનમાં માર્ગો તૂટે છે
પશ્ચિમ ઝોન – 1102 ચોમી પેચ વર્ક
ઉત્તર ઝોન- 1423.45 ચોમી પેચ વર્ક
દક્ષિણ ઝોન – 767.09 ચોમી પેચ વર્ક
પૂર્વ ઝોન – 979.60 ચોમી પેચ વર્ક
મધ્ય ઝોન – 249.21 ચોમી પેચ વર્ક
ઉત્તર પશ્ચિમ ઝોન – 853 ચોમી પેચ વર્ક
દક્ષિણ પશ્ચિમ ઝોન – 176 ચોમી પેચ વર્ક
ખાડા પુરવા રૂ. 80 કરોડનું ખર્ચ કરવામાં આવે છે. એક ખાડો પુરવા સરેરાશ રૂ. 60 હજારનો ખર્ચ થાય છે.
ખાડા કાંડ
અમદાવાદ શહેરમાં 2580 કિમીના માર્ગો છે. કેબલ એજન્સી, ગેસ એજન્સી, પાવર એજન્સી, દ્વારા નવા નેટવર્ક નાખવા, નેટવર્ક અપગ્રેડ કરવા તેમજ ફોલ્ટ રીપેરીંગ માટે અંદાજે 800 થી 1000 કિ મી જેટલી લંબાઇમાં રોડ ખોદવામાં આવી રહ્યા છે.
નાગરિકોનું ખર્ચ
અમદાવાદમાં 45 લાખ વાહનો છે. ટ્રાફિક, ખાડા પડવા અને પુલ બનાવવાના કારણે રોજનું 10 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલ વધારે વપરાય છે.
2025માં એક વર્ષમાં રૂ. 7537 કરોડના વાહનો ખરીદ કર્યા હતા. તેઓ અગાઉથી જ વાહન વેરો ચૂકવે છે.
2025-26માં એએમસી દ્વારા 2.98 લાખ વાહનો પાસેથી 2થી 5 ટકા લેખે રૂ. 240 કરોડનો વાહન વેરો લેવાયો હતો. જે માર્ગો પાછળ થતા રૂ. 1 હજાર કરોડના 25 ટકા છે.
આરોગ્ય અને અકસ્માત
અમદાવાદમાં એક વર્ષમાં 17865 વાહન અકસ્માત થાય છે. રોજ 1200થી 1500 માર્ગ અકસ્માતની ઘટનાઓ બને છે. ભારે વાહનોમાં AMTS-BRTS,એસ.ટી, ટ્રક દ્વારા સર્જાતાં અકસ્માતમાં 50 ટકાથી વધુ કિસ્સામાં મોત થયા છે. બે વર્ષમાં 1038 નાના વાહન ચાલકો કે રાહદારીએ જીવ ગુમાવ્યા હતા. 30 ટકા જીવલેણ અકસ્માત રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોના કારણે થાય છે. જે ફૂટપાથ ન હોવાના કારણે, વધારે ઝડપ અને ખાડાના કારણે થાય છે. માર્ગોના ભ્રષ્ટાચારથી મોત થઈ રહ્યા છે. બ્લેક સ્પોટની સંખ્યા હવે વધીને 40 થઇ છે. બીજી બાજુ માર્ગો પહોળા કરવા માટે 9થી 10 હજાર લોકોના ઘર અને વેપારી એકમો તોડી પડાયા હતા.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચોમાસામાં ખાડામાં પડવાથી હાથ પગ ભાંગવાના 20 દર્દી સારવાર લેવા આવ્યા હતા. બેક પેઈનના દર્દીઓના પ્રમાણમાં 25 ટકાનો વધારો થાય છે.
રોડના ખાડાથી ડિસ્ક જોઈન્ટ્સ પર દબાણ વધે છે. જો આમ નિયમિત રૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. ખાડાવાળા રોડમાં બેલેન્સ નહીં રહેવાથી અનેક લોકોમે ફ્રેક્ચર પણ થયાના કિસ્સા સામે આવે છે.
ભાજપના 5 વર્ષના રાજમાં 500થી વધારે લોકોના મોત ખાડાને લીધે થયા હતા.
પુલ
શહેરમાં 2016થી 2023માં 18 બ્રિજ બન્યા હતા.
હાટકેશ્વર બ્રિજના ઘટના બાદ આજે પણ લોકો બ્રિજ મુદ્દે ઉપર જતા ડરી રહ્યા છે.
હાટકેશ્વર પુલનો ભ્રષ્ટાચાર
હાટકેશ્વર બ્રિજ તોડવું પડે તેમ હોવા છતાં તેને રીપેરીંગ કરવાની વિચારણા કરી પણ લોકોના દબાણના કારણે તોડવો પડ્યો છે.
4 વર્ષથી બંધ છે. રૂ. 42 કરોડના ખર્ચે બનાવેલો હતો. ભ્રષ્ટાચારના પુલને તોડી પાડવા માટે 3.90 કરોડનો ખર્ચ થવાનો છે.
બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેને બંધ કરાયો હતો.
12 પુલ નબળા
ઉપરાંત અમદાવાદ શહેરના 12 પુલનું રીપેરીંગ કરવું પડે તેમ છે.
5 બ્રિજ જોખમી હાલતમાં છે. અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ ખરાબ અને ગંભીર હાલત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ ખરાબ હાલતમાં હોવાનું જણાવ્યું છે. આ સિવાય મહાત્મા ગાંધી જૂનો બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત પણ ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરની હાલત ખરાબ છે. કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે.
ખારીકટ નહેરમાં ખારો ભ્રષ્ટાચાર
અમદાવાદમાં ખારીકટ કેનાલ પર માર્ગ બનાવવા રૂ.1200 કરોડના વિકાસમાં 240 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. માર્ગ બની ગયા પછી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેના પર લાગ્યા પણ ભ્રષ્ટાચાર અંગે તપાસ ન કરી.
3.50 લાખને બટકા ભરી જતાં કુતરા
અમદાવાદમાં પેટ ડોગ 50 હજાર અને સ્ટ્રીટ ડોગ 2.10 લાખ છે. 5 વર્ષમાં 3.41 લાખ લોકોને કુતરા કરડી ગયા છે. રોજ 184 લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે.
વસ્ત્રાલમાં 200 કુતરા અને લાંભામાં 200 કુતરાનો વાડો છે.
90 ટકા નસબંધી થઈ ગઈ છે. તેથી ગલુડિયા દેખાતા બંધ થઈ ગયા છે.
નામ પાછળ ખર્ચ
કોર્પોરેટરો ઉપરાંત ધારાસભ્યો પોતાના નામના બોર્ડ લગાડે છે.
નામની તકતી કે બોર્ડ પાછળ જંગી ખર્ચ થાય છે. જે બંધ કરી દેવા નાગરિકો વારંવાર માંગણી કરી રહ્યાં છે.
બગીચા કૌભાંડ
બગીચાઓમાં આઉટડોર જીમ એન્ડ પ્લેઈંગ ઈકવીપમેન્ટના નામે થોડા ઠેકેદારોને રૂ. 9 કરોડ ફાળવી દેવાયા હતા. 22 સેમ્પલ મંગાવાતા જે એજન્સીઓને કવોલીફાય કરાઈ નથી તેવી એજન્સી ઉગ્ર વિરોધ કર્યો હતો.
ફન એન્ડ થ્રીલ કુ, સેન્સુન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ને મધ્ય ઉપરાંત પૂર્વ અને ઉત્તર તથા દક્ષિણ ઝોનમાં 31.50 ટકા ઓછા ભાવે રૂપિયા 1.25 કરોડનું કામ આપ્યું હતું. રીટેન્ડર કરવુ પડયુ હતું.
બગીચાઓમાં સ્પોર્ટસના સાધનો મુકવા માટે કુલ મળીને રૂપિયા 9 કરોડના ચોક્કસ એજન્સીને કામ આપવા ગોઠવણ પાડી હતી.
બે વર્ષમાં ઈતિહાસમાં દસ કરોડનુ ટેન્ડર સ્પોર્ટસના સાધનો માટે પ્રથમ વખત કરવામા આવ્યુ હતુ.
બગીચામાં કૌભાંડ
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર એવા ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, થલતેજ અને બોડકદેવમાં બાંકડા, ટ્રી-ગાર્ડ અને પેવર બ્લોકના નામે લૂંટી લીધા હતા.
હેરિટેજ વૃક્ષો
અમદાવાદમાં વૃક્ષ ગણતરી દરમિયાન 422 હેરિટેજ વૃક્ષ મળ્યા, 113 વર્ષની આંબલી, 91 વર્ષનું શમી છે. વિક્ટોરિયા ગાર્ડનમાં 113 વર્ષ જુનુ ખાટી આંબલી તથા મીઠાખળી રોડ ઉપર 91 વર્ષના શમીના વૃક્ષ છે.
ની હયાતી જ નગરજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
વર્ષ 2011માં શહેરમાં વૃક્ષ ગણતરી કરવામાં આવી હતી. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા 4.61 ટકા હતો. જે પછી 14 વર્ષ પછી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી દ્વારા વૃક્ષ ગણતરી કરાઈ તેમાં 47 વોર્ડમાંથી કુલ 17 લાખ વૃક્ષો હતા.
વૃક્ષ કૌભાંડ
ગાર્ડન ખાતામાં 69 કરોડનુ ટેન્ડર રૂપિયા 135 કરોડ થઈ ગયું હતું.
40 લાખ રોપા રોપવા 69 કરોડમાં કામ આપવામાં કૌભાંડ થયું હતું. તેમાં 29 લાખ વૃક્ષો ઉછેરવા એક વર્ષનુ મેઈન્ટેનન્સ 30 કરોડ નક્કી કરાયું હતું.
ટેન્ડર રૂપિયા 135 કરોડ સુધી થઈ ગયું હતું. ટેન્ડર રદ કરવા નિર્ણય કર્યો છે.
4 એજન્સીઓને 5 લાખ 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 7 ટકા વધુ ભાવથી આપ્યું હતું.
પછી ખર્ચ રૂપિયા 135 કરોડ સુધી પહોંચાડી દેવામાં આવ્યો.
વળી 20 લાખ વૃક્ષ વાવવા 64 કરોડનો ખર્ચ મંજુર કર્યો હતો. તેની સામે 29 લાખ વૃક્ષ વાવી દેવામાં આવ્યા હતા.
2251 વૃક્ષ કપાયા છતાં 4.26 લાખનો દંડ કરી એજન્સીઓને મુક્ત કરાઈ હતી.
વૃક્ષો કાપી કઢાયા
જાહેરાતની એજન્સીઓ દ્વારા મુકાતા જાહેરખબરના કિઓસ્ક કે હોર્ડિંગ્સ દેખાય એ માટે વૃક્ષ કાપી નાખવામાં આવે છે.
કેટલા વૃક્ષ કપાયા?
મધ્યમાં 13 વૃક્ષો કપાયા જેને 1.74 લાખ દંડ.
પૂર્વમાં 63 કપાસા તેને 6 હજાર દંડ.
પશ્ચિમમાં 7 વૃક્ષો કપાયા તેને 1 લાખ 75 હજાર દંડ.
ઉત્તરમાં 173 વૃક્ષો કપાયા તેને 44 હજાર દંડ.
દક્ષિણમાં 66 વૃક્ષો કપાયા તેમાં 27 હજાર દંડ.
બાંકડા કૌભાંડ
ભ્રષ્ટાચારની તપાસ થાય તો વર્ષોના 2 હજાર કરોડનું કૌભાંડ સામે આવી શકે છે.
કાઉન્સિલર માત્ર બાંકડા માટે જ 20થી 40 ટકા સુધીનું બજેટ વાપરે છે. જે 10 ટકા જ વાપરી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહના મત વિસ્તારમાં ગોતાના 4 કાઉન્સિલરોમાં જ્યોત્સનાબેન પી.પટેલે બાંકડાના 4 લાખ, ટ્રીગાર્ડ 1 લાખ 20 હજાર, પેવર બ્લોક 2 લાખ 17 હજાર વાપરી નાખ્યા હતા.
ખડી સમિતિના અધ્યક્ષ દેવાંગ જે.દાણી અને બોડકદેવના કાઉન્સિલરે બાંકડા પાછળ કેટલું ખર્ચ કર્યું તે વિગતો અહીં છે.
બાંકડા- 2,50,000
ટ્રી-ગાર્ડ- 1,00,000
પેવર બ્લોક – 6,50,000
કુલ- 10,00,000
આવું આખા શહેરમાં ચાલતું રહંયું હતું.
હોર્ડીંગ કૌભાંડ
શહેરના મુખ્ય માર્ગો પર ઝળહળતા હોર્ડિંગમાં ખાનગી હોર્ડિંગ્સ એજન્સીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચર્યું હતું.
હરાજીમાં ફાળવાયેલી હોર્ડિંગ્સની જગ્યા બદલી શકાતી નથી. 28 કંપનીઓએ ઓક્શન પૂર્ણ થયા બાદ પોતાની હોર્ડિંગ્સની જગ્યાઓ મનમાની રીતે બદલી નાખી. 61 હોર્ડિંગ્સનો મંજૂર સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં જાહેરાત ચાલુ રાખવામાં આવી.
તેથી ચેન્જ ઓફ સાઇટને મંજૂરી આપવામાં તપાસ કરીને અહેવાલ આપવા અને પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પણ કંઈ ન થયું.
રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. જગદીશ પંચાલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા પછી તેમને અભિનંદન આપતા હજારો હોર્ડિંગ મૂકી દેવાયા હતા.
મોદી મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન બન્યા પછી દરેક ચાર રસ્તે નરેન્દ્ર મોદીના જ હોર્ડિંગ લાગ્યાં હોય છે.
દરેક હોર્ડિંગ પર તેના ભાડા અને હોર્ડિંગનો નંબર આંકડો એક ખૂણે, મોટા અક્ષરે જાહેર કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે.
હોર્ડિંગમાં નેતાઓને અભિનંદન અને પ્રજાના નાણાંથી થતાં કામ અંગે ચમચાગીરી કરવામાં આવે છે.
પીજી
પેઈંગ ગેસ્ટમાં અમદાવાદમાં સોસાયટી કે ફ્લેટમાં પીજી અથવા હોસ્ટેલ શરૂ કરવા માટે ફરજિયાતપણે પોલીસ વેરિફિકેશન, ફાયર સેફ્ટીનું NOC અને જે-તે સોસાયટીનું NOC મેળવવું ફરજિયાત છે. છતાં 250 સોસાયટીઓમાં પીજી હોસ્ટેલ હતા. બોડકદેવ, ચાંદલોડિયા તથા ગોતામાં 65 PG સીલ કરાયા હતા. પ્રેમચંદ નગરમાં 25 જેટલા પીજી એકમોને સીલ કરાયા હતા.
કચરા કૌભાંડ
સેન્ટ્રલ વર્કશોપ દ્વારા ડસ્ટબીન ખરીદી કરવા માટે 12 કરોડનો ખર્ચ કરવામાં આવી હતી.
ભીનો-લીલો કચરો લીલા ડસ્ટબીનમાં અને સૂકો કચરો વાદળી ડસ્ટબિન ઘરે ઘરે આપી હતી.
ડસ્ટબિન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદો ઉઠી છે. ઘાટલોડિયાના મહિલા કોર્પોરેટરને લોકોની અનેક ફરિયાદો મળી કે કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતા ડસ્ટબિન હલકી ગુણવત્તાના છે. આ મામલે ભાજપના કોર્પોરેટર દ્વારા જ અમદાવાદ મનપાને આ અંગે ફરિયાદ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેક્ટર વિજય મિસ્ત્રીને કરી. ઢાંકણા પણ બંધ થતા નથી. પહેલેથી જ તૂટી ગયેલા છે.
કચરા કાંડ
પૂર્વ ઝોનમાં 72 સ્થળે કચરા ટ્રોલી મુકાઈ ન હોવા છતાં કચરો ઉપાડવાના વર્ષે રૂ.2.50 કરોડના બિલ ચૂકવાયા હતા.
એક શિફ્ટના બે હજાર રૂપિયા ચૂકવે છે. ત્રણ શિફ્ટના કામ કરી છ હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવામા આવે છે. પૂર્વ ઝોનમાં અઢી કરોડ રૂપિયા કાગળ પર રહેલા ટ્રોલીના બિલ તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા.
હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના આંકડાઓમાં તફાવત હતો.
નિકોલ વોર્ડ એએમસી ટ્રોલી મુક્ત જાહેર કર્યો છે છતાં નિકોલ વોર્ડમાં એએમસી દ્વારા 22 ટ્રોલી મૂકી બારોબાર કાગળ પર રાખી બિલ ચૂકવી દેવામાં આવ્યા આવ્યા હતા. આવું શહેરના અનેક વિસ્તારમાં ચાલતું હોવાથી સમગ્ર શહેરની તપાસ કરવા માંગણી કરાઈ હતી, પણ તપાસ ન થઈ.
હેન્ડ કાર્ટ કૌભાંડ
કચરો ઉપાડવા માટે હાથલારી સાંકડા રસ્તાઓ અને ગલીઓની સફાઈ કરાવવા આપવામાં આવે છે.
એક હેન્ડ કાર્ટ દીઠ રોજના રૂ. 800 અને મહિને 24 હજાર એજન્સીને ચૂકવે છે. વર્ષે રૂ. 2 કરોડ 50 લાખ ચૂકવે છે. સાત ઝોનમાં અંદાજે 600 હેન્ડ કાર્ટ ચાલે છે. હેન્ડ કાર્ટ ની સંખ્યા બતાવવામાં આવે છે તેનાથી ઓછી છે. હેન્ડ કાર્ટ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સાથે કનેક્ટ કર્યા નથી.
મલ્ટીલેવલ સાઈટમાં પ્રદૂષણ
મલ્ટી લેવલ પાર્કિંગની સાઈટ પર પ્રોટેક્શન નેટના અભાવે બાંધકામ દરમિયાન ઉડતા સિમેન્ટ અને ક્રોંક્રિટના બારીક રજકણો આસપાસના વિસ્તારમાં ફેલાતા હતા, જેના કારણે હવાનું પ્રદૂષણ વકરી રહ્યું હતું. ઇન્ફ્રાકોન એજન્સીને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો હતો.
હજારો બિલ્ડરો આ નિયમનું પાલન કરતાં નથી છતાં તેમને દંડ કરાયો નથી.
સર્કલ સજાવટમાં જંગી ખર્ચ
2021થી 2025 સુધીમાં પૂર્વના વિસ્તારોમાં 36 સર્કલો પાછળ લાખોનો ખર્ચ કરાયો હતો. મહારાણા પ્રતાપ સર્કલના રૂ. 13 લાખ, સુરેલીયા સર્કલ રૂ. 11.95 લાખ અને અનુપમ સિનેમા સર્કલ રૂ. 11 લાખ ખર્ચ કર્યો હતો. ઈસનપુર, વટવા અને ખોખરામાં સર્કલો પાછળ 2.50 લાખથી 17 લાખ સુધીનો ખર્ચ થયો છે. પૂર્વ ઝોનમાં પણ ગોમતીપુર અને નિકોલ જેવા વિસ્તારોમાં 5 સર્કલો વિકસાવવામાં છે. ડફ્નાળા, અનુપમ, હીરાભાઈ ટાવર અને એરપોર્ટ સર્કલ હતા.
રોડ પ્રોજેક્ટ, ટ્રાફ્કિ અને એસ્ટેટ વિભાગ દ્વારા જંક્શન બનાવાયા હતા.
ધાતુની કલાકૃતિઓની ગુણવત્તા કાઉન્સીલરે સવાલો ઉઠાવ્યા હતા. ભ્રષ્ટાચારની ગંધ આવતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કામ સોંપાયા હતા.
ભરતી કૌભાંડ
એસ્ટેટ સબ ઇન્સ્પેક્ટર, સર્વેયર, હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. 8 ઉમેદવારોના માર્ક્સમાં વધારો કરીને તેમને નોકરી અપાવી હતી. તમામ 8 કર્મચારીઓને 11 ઓગસ્ટ, 2025ના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 2,786 ઉમેદવારોની પસંદગી યાદી અને 1,316 ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવી હતી.
ક્લિનીકલ ટ્રાયલ કૌભાંડ
500થી વધુ દર્દીઓ પર વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ થયું હતું. 3 દર્દીઓના મોત થયા હતા. જેમાં ડો. પારુલ શાહ અને દેવાંગ રાણા કમિટીના હેડ હતા.
નકલી નોકરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવા નકલી ઓફર લેટર અપાયા હતા. કોર્પોરેશનના અધિકારીઓના બોગસ લેટર બનાવીને 82 લાખની છેતરપિંડી કરી હતી.
વોર્ડ ઈન્સ્પેક્ટરનો ભ્રષ્ટાચાર
શાહપુરના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાએ 10 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કરીને મિલકતો વસાવી હોવાનું લાંચ રૂષ્વત શાખાએ શોધી કાઢી હતી. બાલાજી અગોરા મોલ, જાસ્મીન ગ્રીન અને ખાડીયામાં મિલકત હતી.બે મિલકત પત્ની અને એક પુત્રીના નામની હતી. મકાન બાંધકામની મંજૂરી આપવાના મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હતો. બેંકમાં 1.50 કરોડની 84 એફ.ડી હતી.
અદાલત કૌભાંડ
કોર્ટની પેરેલલ કામગીરી ગેરકાયદે મંજૂરીથી ચાલી રહી હતી. જેમાં વાંધા અને દાવાઓ ચાલે છે.
રસ્તા પર લગાવાયા સાવધાનીના બોર્ડ માટે કોન્ટ્રાકટરને ચૂકવણા પેટે 104 કરોડ રૂપિયા આપ્યા 5 વર્ષમાં આર્બીટ્રેટરમાં ચાલતા તમામ 60 કેસ હારી ગયા જેમાં રૂ. 107 કરોડનું નુકસાન થયું હતું.
આ પદ્ધતિ હટાવવા માટે વિચારણા કરી હતી.
6200 કેસ હાલમાં ચાલી રહ્યા છે.
આર્બીટ્રેટરની નિમણુંક માટે 1 કરોડ 80 લાખ ચૂકવ્યા, વકીલને ફી પેટે 1.60 કરોડ, 60 કેસ AMC વિરુદ્ધમાં આવતા કોન્ટ્રાકટરને ચૂકવણા પેટે 104 કરોડ રૂપિયા આપ્યા હતા.
450 કરોડનું માર્ગ કૌભાંડ
2017ના ચોમાસામાં પડેલા સામાન્ય વરસાદમાં કોન્ટ્રાક્ટર અને ઇજનેર વિભાગની મિલીભગતથી બનેલા રૂ.450 કરોડના ખર્ચે બનેલા 190 કિ.મી. રસ્તા ધોવાયા હતા. જેમાં 2026 સુધી આકરાં પગલાં લેવાયા ન હતા.
7 એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ 45 ઇજનેરને વિવિધ રોડ મામલે 81 નોટિસ ફટકારાઇ હતી.
ઇન્ક્રીમેન્ટ રોકવા, ઠપકો આપવા તથા સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાના મૂડમાં સત્તાધીશો નથી.
2015થી વર્ષ 2026 વચ્ચે થયેલા મોટા ભાગના નવા રસ્તા તૂટી જતાં રહ્યાં છે.
ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કર્યા હતા
હાઇકોર્ટના આદેશના પગલે તંત્રએ રોડની તપાસ હાથ ધરી હતી. વ્યાપક ડામરચોરી થઇ હતી.
નવા પશ્ચિમ ઝોનમાં આઇઓસીના બોગસ બિલ પર રૂ.100 કરોડનું ચૂકવણું થયું હતું. રોડ કૌભાંડની તપાસ ધીમી પડી ગઇ હતી.
ખોટું મૂડી રોકાણ
27કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 5 મહિનાથી તૈયાર, સરકારે તૈયારી ન બતાવતા કોંગ્રેસે ઉદ્ઘાટન કરી નાખ્યું હતું.
આવાસ
ગરીબો માટેના 10 હજાર આવાસોમાંથી ઘણા જર્જરિત અવસ્થામાં છે. જે નવા બનાવાતા નથી.
14 સ્લમ ક્વાર્ટસ રિ-ડેવલપેમન્ટ માટે નક્કી કરાયું પણ કંઈ થયું નહીં.
આવાસ કૌભાંડ
ગોતા EWS આવાસ યોજનામાં મકાન ફાળવણીનું કૌભાંડ થયું હતું.
ઓઢવમાં શિવમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનાં આરોપ લગાવામાં આવ્યા હતા. હયાત મકાનનાં 40% મોટું મકાન ન બનાવાયા. 1332 પરિવારો માટે 2 આંગણવાડી, 2 હેલ્થ સેન્ટર, 2 કોમ્યુનિટી ન બન્યા. 7 વર્ષનાં મેન્ટેનન્સ પેટે રૂ. 50 હજાર લીધા.
10 વર્ષમાં મોટા કૌભાંડો
2013 વી. એસ. હોસ્પિટલ બોગસ રસીદકાંડ
2016 એલ.જી હોસ્પિટલમાં મોતિયાકાંડ
2016 જાન્યુઆરીમાં નગરી હોસ્પિટલમાં મોતિયાકાંડ
2016 બોડકદેવ સિવિક સેન્ટરમાં કેશ કૌભાંડ
2017 400 કરોડના રોડ તૂટવાનું કૌભાંડ
2017 આઈ.ઓ.સીના બોગસ બિલ બનાવવાનું કૌભાંડ
2019 આસિ. મ્યુનિ. કમિશનરની ભરતીમાં કાંડ
2022 પ્રોપર્ટી ટેક્સમાં 200થી વધુ એન્ટ્રી ક્રેડિટ કરવાનું કૌભાંડ
2023 હાટકેશ્વર બ્રિજ મામલે તત્કાલિન સિટી ઈજનેર સસ્પેન્ડ
2025 ટેક્નિકલ સુપરવાઇઝર ભરતીકાંડ

ગુજરાતી
English





