મોંનું કેન્સર અમદાવાદમાં વધું, કુદરતી ખોરાક એક ઉપાય

ભારતમાં મોઢાના કેન્સરનું સૌથી વધું પ્રમાણ અમદાવાદમાં છે. અમદાવાદમાં યોજાએલી કેન્સર કોન્ક્લેવમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. વિશ્વમાં 33 ટકા કેન્સર ભારતમાં નોંધાયેલા છે. તેમાંના 30% કેસ મોઢાના કેન્સરના હોય છે. દેશભરના 100 કેન્સરના ડોક્ટર્સ ભાગ લીધો હતો. ભારતમાં દર વર્ષે કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાય છે. જેમાં પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે હોય છે. ડો. શિરિષ અલુરકરે જાેહર કર્યું હતું કે, અમદાવાદ ઓરલ કેન્સરનું હેડક્વાર્ટર બની ગયું છે. લોકોના ગૂટકા-સિગારેટનું વ્યસન જવાબદાર છે. ભારતમાં ઓરલ કેન્સરના જેટલા કેસ નોંધાય છે તેમાં મોટાભાગના અમદાવાદના હોય છે.

આપણે ત્યાં કેન્સરના જેટલા કેસ નોંધાય છે તેમાંના 40% બ્રેસ્ટ કેન્સરના હોય છે. મહિલાઓમાં હવે નવજાત બાળકોને બ્રેસ્ટફિડિંગ કરાવવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ કારણે બ્રેસ્ટ કેન્સરના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. મહિલાઓએ માતા બન્યા બાદ ઓછામાં ઓછા 6 મહિના બાળકોને ધાવણ આપવું જોઈએ. ગુજરાતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગ બાદ મૃત્યુનું બીજું સૌથી મોટુું કારણ કેન્સર છે.

ભારતમાં 2018માં કેન્સરના કેટલા નવા કેસ નોંધાયા?

બ્રેસ્ટ 1.63 લાખ 14%

હોઢ, મોઢા 1.20 લાખ 40%

ગરદન 0.97 લાખ 8.40%

ફેફસાં 0.68 લાખ 5.90%

પેટ 0.57 લાખ 5%

અન્ય 6.52 લાખ 56.40%

કુલ 11,57,294

16થી 17 એમ બે દિવસીય ઇન્ડિયા કેન્સર કોન્ફરન્સ હતી. ભારતમાં દર વર્ષે 12 લાખ કેસ નવા નોંધાઈ રહ્યા છે. દર વર્ષે મહિલા દર્દીની સરખામણીએ પુરુષ કેન્સરના દર્દીઓનું મૃત્યુનું પ્રમાણ વધારે છે.

માવા, મસાલા, પડીકી, તંબાકુ, ગુટખા, બીડી, શિગારેટ, દૂધ અને રાંધેલું ન ખાવું જોઈએ. છોડ કે ઝાડ પરથી જે મળે તે આગમાં પકવ્યા વગર કાચુ ખાવું જોઈએ એવું કુદરતી આહાર ખાનારાઓ માને છે. કૃષિ પાકોમાં જંતુનાશકો વપરાતાં હોવાથી તેને જ્યારે ચૂલા પર ગરમ કરવામાં આવે છે ત્યારે તે અતિષય ઝેરી બની જાય છે. જો કાચુ ખાવામાં આવે અને દૂધ બંધ કરી દેવામાં આવે તો કેન્સર થતું નથી અને થયું હોય તો દૂર થઈ જતું હોવાનો દાવો કુદરતી ખોરાક લેનારાઓ કરી રહ્યાં છે. આ અંગે રો ફૂડ ઉપરની અનેક વિડિયો યુ ટ્યુબ પર છે.