[:gj]મોતનું તાંડવ છતાં લાયન શો બંધ ન થયા[:]

[:gj]ખાંભાના પીપળવા બીટમાં રહેતા સિંહ સાથે સર્કસ જેવા ખેલ કરાવીને લાયન શો અધિકારીઓ કરાવી રહ્યાં છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ દર્શન માટે એક વ્યક્તિ દીઠ રૂ.5થી 25 હજાર લઈને તેમને સિંહના નજીકથી દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. વન પ્રધાન ગણપત વસાવા સિંહોના મોત અને સિંહ દર્શન માટે જવાબદાર હોવા છતાં તેઓ પોતાની પકડ અધિકારીઓ પરથી ગુમાવી બેઠા છે જેનો ભોગ સિંહ બની રહ્યાં છે. સિંહોના મોટા પ્રમાણમાં મોત થયાં છે છતાં લાયન શો બંધ થયા નથી. આજે પણ ચાલુ છે.

સિંહ પર વધું એક મોટો ખતરો ઊભો થયો છે. આ બીટમાં જુદા જુદા ત્રણ સિંહ કુટુંબ રહે છે. જેની સંખ્યા 30થી 35 વચ્ચે છે. પ્રતિબંધિત વિસ્‍તારમાં સિંહના ટ્રેકર અને ગાર્ડ ઘ્‍વારા કાર લઈ જવાની છૂટ આપવામાં આવે છે. અહીં કાર જઈ શકે એવા રસ્તા બનાવવામાં આવ્યા છે. અંદર કાર જતી હોવાના પૈંડાના નિશાન રોજ જોવા મળે છે. આસપાસના ફાર્મ હાઉસના માલિકો સાથે વન અધિકારીઓ સંકળાયેલાં હોવાથી સિંહ દર્શન કરવા દેવામાં આવે છે જે સિંહ માટે જોખમી છે.

વન પ્રધાન ગણપત જવાબદાર

વન પ્રધાન ગણપત વસાવાને સ્થાનિક લોકો પત્ર લખીને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી. સરહદ પર બનાવવામાં આવેલી દિવાલ પર માર્ગ બનાવાયા છે, જેવી કાર પસાર થઈ જાય તેની સાથે તેના પૈંડાના નિશાન ભૂંસી નાંખવામાં આવે છે. આ વિસ્તારના જાગૃત લોકો ભાજપની વિજય રૂપાણીની સરકારને નિંભર વન પ્રધાન ગણવત વસાવાને વારંવાર પત્રો લખીને જાણ કરી છે કે વન વિભાગ પોતે સિંહોને પરેશાન કરી રહ્યું છે અને જંગલ કાપીને ઉજ્જડ કરી દીધું છે. તેમ છતાં તેઓએ 16 નવેમ્બર 2018 સુધી કોઈ જ પગલાં લીધા નથી તેથી શંકા તેમના તરફ પણ કરવામાં આવી રહી છે.

જંગલના વૃક્ષો કાપી કઢાયા

ખાંભાનાં ખડાધાર ગામનાં આગેવાન રમેશભાઈ બોઘરાએ રાજયનાં વનપ્રધાન ગણપત વસાવાને પત્ર લખીને જણાવ્યું છે કે, અહીંથી જંગલના વૃક્ષો કાપીને લઈ જવાયા છે. જંગલો સાફ કરી દેવાયા છે.  પીપળવા બીટમાં વ્યાપક ભ્રષ્‍ટાચાર કરી જંલ વિસ્‍તારનો નાશ કરી નાખેલો છે. જંગલના અધિકારીઓ વૃક્ષો જ નહીં પણ ઘાસ વેચીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.

સિંહ પાછળ કાર દોડાવાય છે

વન કર્મચારીઓની હાજરીમાં સિંહોની પાછળ કાર દોડાવીને સિંહને સર્કસની જેમ ખેલ કરાવી દોડાવાય છે. જેને વન અધિકારીઓ ગંભીરતાથી લેતા નથી કારણ કે તેની સાથે ગેરકાયદે લાયન શો કરાવી રહેલાં લોકો જોડાયેલા છે. જેના કારણે તેમના ધંધા ચાલે છે. સ્થાનિક લોકોએ આ અંગે ગાંધીનગરનું ધ્યાન દોર્યું છે છતાં કોઈ પગલાં લેવાતાં નથી.

સિંહ મૃત્યુ પામે છતાં ટ્રેકરને ખબર નથી હોતી

દરેક સિંહ કુટુંબ પાઠળ એક ટ્રેકર રાખેલા છે. જેથી તે સિંહનું ધ્યાન રાખી શકે. બિમારી, ભૂખ, પરેશાની જેવી બાબતો તથા કેટલાં બચ્ચા છે અને ઈન ફાઈટ થાય છે કે કેમ તેનું આ ટ્રકરો પળેપળ ધ્યાન રાખતાં હોય છે. સિંહ કુટુંબ જ્યાં ફરતું હોય છે ત્યાં તેની સાથે રહે છે. તેમ છતાં અહીં નાના બચ્ચાઓના મોત થઈ જાય તો ફણ ટ્રેકર કે અધિકારીઓને ખ્યાલ પણ હોતો નથી તે સિંહના મોત થઈ રહ્યાં છે. આવી ગંભીર બેદરકારી હોવા છતાં બિનગુજરાતી વન અધિકારીઓને આ અંગે કંઈ પડી નથી. સિંહોના મોત થયાં છતાં એક પણ અધિકારી સામે આજ સુધી પગલાં વન પ્રધાન વસાવાએ લીધા નથી. તેથી તેઓ વન સંપત્તિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ એવું ગીરની ચારેબાજુ વસતા સિંહ અને વન પ્રેમીઓ માની રહ્યાં છે.

પશુ દીઠ રૂ.1000ની લાંચ

જંગલની અંદર પશુ ચારવા દેવા માટે એક પશુ દીઠ મહિને રૂ.1,000ની લાંચ જંગલના રખેવાળો લઈ રહ્યાં છે. ગાર્ડ દ્વારા તે નાણાં લેવામાં આવે છે. અધિકારીઓ પણ તેમાં સામેલ છે.[:]