મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે

કચ્છમાં ગૌતમ અદાણીની કંપનીને આપેલી ગૌચરની જમીન પરત લઈ લેવા સર્વોચ્ચ અદાવતે આદેશ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના વડા વિજય રૂપાણીએ તે જમીન પરત લીધી નથી. અદાણી પોર્ટ અને અદાણી એસઈઝેડને પોર્ટ અને સેઝ માટે લીધેલી ગૌચરની જમીન પરત કરવાના આદેશ કર્યા છે.પણ ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને આ અંગે આકરો સવાલ પૂછતાં રૂપાણી સરકાર મૌન બની ગઈ હતી. આખી સરકાર અદાણીનો બચાવ કરતી હોય તેમ આ જમીન પરત લઈને ગાયોને ચરવા માટે આપવા તૈયાર નથી.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, સર્વોચ્ય અદાલતના ચૂકાદામાં સ્પષ્ટ છે કે, ગૌચરની જમીન ઔદ્યોગિક કે બિન ઔદ્યોગિક હેતુ માટે કોઈને પણ ફાળવી શકાતી નથી. એનો ઉપયોગ પશુધનના ચારિયાણ માટે જ કરવો એવી સાફ વાત છે. તેથી ભારત સરકાર દ્વારા 18 સપ્ટેમ્બર 2015ના રોજ કચ્છ જિલ્લામાં આવેલા અદાણી પોર્ટ અને અદાણી એસ.ઈ. ઝેડ. ને આદેશ આપવામાં આવેલો કે ગૌચરની જમીન સામે ચાલીને પરત કરવી.પણ અદાણીએ પરત કરી નથી કે રૂપાણી સરકારે જે જપ્ત કરી નથી. સામાન્ય લોકોએ ઘરની બહાર ઓટલો બનાવેલો હોય તો તે તોડી પાડે છે. પણ અદાણીને ભાજપની રૂપાણી સરકાર બચાવી રહી છે.

શું કહે છે ચૂડાસમા ?

સરકારે ગૌચર દબાણ સેલની રચના નથી કરી. જિલ્લામાં દબાણ શાખા કાર્યરત છે. જેના દ્વારા કચ્છ જિલ્લામાં ૪૩ હેકટર દબાણો દૂર કરાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૫૫ હેકટરના દબાણો દૂર કર્યા છે. એવું સરકારે જાહેર કર્યું હતું. રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે કયા કયા સ્થળેથી દબાણ દૂર કર્યા તેની માહિતી આપી હતી. જો કે, જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસનાં સભ્યોએ હોહા કરતાં સરકારના સિનિયર મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આ દબાણનો પ્રશ્ન છે અને તમારો સવાલ ગૌચરની જમીનનો છે. તેના માટે અલગથી નોટિસ આપવી પડે.

અદાણી ગૌચર ચરી ગયા

અદાણીને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂ. ૨માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચી મારી છે. રાજ્યમાં ૧૮ લાખ હેકટર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારી છે. અંગ્રેજો અને મોગલોએ પોતાના શાસનમાં ૧૦૦ પશુદીઠ ૪૦ એકર ગૌચરની જમીન અનામત રાખવાના નિયમનું પાલન કર્યું હતું, પરંતુ ગુજરાતની મોદી સરકારે ગાય અને હિન્દુઓના નામે મત લઈને સત્તામાં આવ્યા પછી ગૌચરની જમીન વેચી મારી છે. જેનાથી પશુપાલકો, ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે.

અદાણીને 13 વર્ષ પહેલા ગૌચર આપી

મુન્દ્રાના દક્ષિણ વિસ્તારમાં આવેલી 300 એકર જમીન અદાણી સેઝને અપાયાના 13 વર્ષ બાદ પણ આ જમીન પડતર જ પડેલી રહી હોવાથી ગામના પશુઓને તે ઉપયોગી થઈ શકે તે માટે તેને ફરીથી ગૌચર તરીકે નીમ કરવાની માંગણી ગ્રામ પંચાયતે કરી હતી. હાલમાં ગામમાં ગૌચર ઉપલબ્ધ નથી. અને 2011ની પશુ ગણતરી મુજબ 5000 જેટલા પશુઓ છે.

અદાણી જૂથને એસઈઝેડ માટે 2005માં જમીન ફાળવવામાં આવી હતી. જે હજુ સુધી પડતર છે. તો આ જમીન તેમની પાસેથી પરત મેળવવી જોઈએ. ગ્રામ પંચાયત બાદ ગ્રામસભાએ પણ તે માટે ઠરાવ પસાર કર્યો હતો.

મોદીએ કચ્છની લાખો એકર જમીન આપી

અદાણી, ટાટા,જિંદાલ, વેલસપન, આરચિયન, સોલારીશ, સુઝલોન, સાંઘી સિમેન્ટ, જે.પી. સિમેન્ટ વઞેરેને આપી દીધી પણ 2001થી 2014 સુધી ખેડૂતોને એક એકર પણ ખેતી માટે જમીન આપી નહીં.

ગામો ખતમ થયા

અદાણીને મોદીજીએ મુન્દ્રા તાલુકાના 16 ઞામોની ગૌચર જમીન આપીને ઞામોને બરબાદ કરી દીધા અને ઞાયો ગૌચર વઞર મોતના મૂખમાં ધકેલાઈ ઞઈ અને ઞામડાઓમાં પશુપાલન ઉપર ભયંકર અસર થઈ છે. અદાણીને મુન્દ્રાના 10 ગામોની જંગલની જમીન, 19 ઞામોની સરકારી જમીન, 16 ઞામોની ગૌચરની જમીન મળીને 45000 હેકટર (1 હેકટર બરાબર 2.5 એકર) જમીન આપીને મુન્દ્રાના ઞામડાંઓને ખતમ કરી દીધા તેથી મોદીજીને અમે યાદ રાખશું.

સરહદ પર સોદો

અદાણીને લખપત તાલુકાના કાનેર અને શીણપરની નજીક તેમજ ભારત માટે અતિ સંવેદનશીલ વિસ્તાર એવા સરક્રિક વિસ્તારની નજીક જ  2020 હેકટર જમીન આપી દીધી અને દેશની પાકિસ્તાન સરહદની નજીક જ ખાનગી કપંની અદાણીને જમીન આપવાથી દેશની સુરક્ષા સામે ઞામોની બાગાયતી ખેતી ખારી બની તેથી ભયંકર અસરો થઈ છે, તેમજ ભુતળનું પાણી અદાણીના પાવર પ્લાન્ટના લીધે ખારૂં થઈ ગયું છે.