[:gj]મોદીની સ્વચ્છતા ઝૂંબેશના કૌભાંડ ઢાંકવા અમપાનો હિસાબો તપાસવાનો ઈન્કાર [:]

[:gj]અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના અધિકારીઓના કૌભાંડો કેગ દ્વારા બહાર ન પડે એટલે હિસાબો તપાસવા દેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની મોદી સરકારના ભારત સ્વચ્છતા મિશનની મળેલી રૂ.600 કરોડ ક્યાં વાપરવામાં આવ્યા તે તેની હિસાબી તપાસ કરવાનું કેગ દ્વારા કહેવામાં આવ્યું હતું. પણ અમદાવાદ શહેરના કૌભાંડી અધિકારીઓએ તે તપાસ કરનારી સંસ્થાને કહી દીધું હતું કે અમારા હિસાબો તમે તપાસી ન શકો. તેથી CAG દ્વારા નોટિસ ફડકિરવામાં આવી હતી. તેમ છતાં ન ગાંઠતા બંધારણીય વડા રાજ્યપાલને ફરિયાદ કરી હતી. રાજ્યપાસે અમદાવાદ શહેરના અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું હતું કે CAG તમારા હિસાબો તપાસશે. આમ અધિકારઓ પોતાના કરોડોના કૌભાંડો છુપાવવા માંગતા હતા, પણ હવે તેમની હિસાબોની પોલ બહાર આવશે. તેમની હિસાબો તપાસવાનું 25 એપ્રિલ 2019થી શરૂ થઈ ગયું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2014થી ભારત સ્વચ્છતા મિશન  કેન્દ્ર સરકાર દ્વારા 40 ટકા, રાજ્ય સરકાર દ્વારા 40 ટકા અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 20 ટકા મળીને કુલ રૂ.600 કરોડ આપ્યા હતા. જેમાં કેન્દ્ર સરકારે રૂ.254 કરોડ આપ્યા હતા.

શહેરને સ્વસ્છ રાખવા માટે જ્યાં ઝૂંપડા હોય ત્યાં મકાનો બનાવવા માટે બિલ્ડરો સાથે મળીને રૂ.334 કરોડનું કૌભાંડ થયું છે. જે કેગ દ્વારા બહાર પડાયો હતો જેમાં આજ સુધી પોલીસ ફરિયાદ સિવાય કોઈ પગલાં ભરાયા નથી.

શહેરને સ્વચ્છ રાખવા માટે ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો ઠેકો ટેન્ડર આપ્યા વગર આપી દેવાયો હતો. જેમાં મોટું કૌભાંડ થયું છે. ઘરેથી કચરો ઉપાડવામાં પણ ખાયકી થઈ છે.

દેશના 4 હજાર શહેરોમાં સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ અદાવાદને 6 ઠ્ઠા શહેર તરીકે મળ્યો હતો. હવે અહીં કૌભાંડની ગંદકી ખદબદે છે.

અમપાએ ગાંધી સ્વચ્છતા અભિયાન હેઠળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હતો. તત્કાલીન ભાજપના મેયર મીનાક્ષી પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ ફોટોસેશનથી માંડીને રેલીઓ કરી તેમજ શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો આપ્યા હતા.

અમપાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરીજનોને ડસ્ટબીન ફાળવ્યા હતા. જેમાં કોર્પોરેટર,ધારાસભ્ય અને સંસદસભ્યોની ગ્રાન્ટમાંથી રૂ.14 કરોડના ખર્ચે 6 લાખથી પણ વધુ લોકોને ડસ્ટબિન આપવામાં આવ્યા હતા. જેની ગુણવત્તા હલકી છે. જેમાં રૂ.7 કરોડનું કૌભાંડ થયું છે. સ્વચ્છતા મિશન માટે તમામ કોર્પોરેટરોને પ્રતિ વર્ષ ત્રણ લાખ આપવાની છુટ છે. જેમાં ભાજપ-કોંગ્રેસના કેટલાંક ભ્રષ્ટ કોર્પોરેટરો તંત્ર સાથે મિલી ભગત કરી બાંકડા કે ટ્રી ગાર્ડ કે ડસ્ટબીન મૂકવા લાખો રૂપિયાની કટકી કરતા આવ્યા છે. 7 વર્ષમાં શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બાંકડા મૂકવા પાછળ રૂ.41.61 કરોડ વપરાયા છે. જે શંકા ઊભી કરે છે. રૂ.3 લાખથી રૂ.22 લાખનું બજેટ કોર્પોરેટરો માટે વધારી દેવાયું છે. જે 5 વર્ષમાં રૂ.1 કરોડ વાપરી નાંખે છે. 2009-10થી 2015-16 સુધીમાં બાંકડાઓ પાછળ રૂ.41.65 કરોડ અને 2019 સુધીમાં રૂ.50 કરોડના બાંકડા ધારાસભ્યોએ મૂકાવ્યા છે. એક બાંકડો રૂ.2400માં તૈયાર થાય છે. તે હિસાબે શહેરમાં 2 લાખ બાંકડા 10 વર્ષમાં હોવા જોઈએ. 10 વર્ષમાં શહેરી બાવાઓએ બીજા એટલા જ બાંકડા મૂકાવ્યા છે. આમ આખા શહેરમાં અત્યાર સુધીના 10 લાખથી વધું બાંકડા હોવા જોઈએ. પણ એક લાખ પણ નહીં હોય.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનમાં ડસ્ટબીન મૂકવા, પબ્લિક યુરિનલ કે ટોઇલેટ ર‌ીપેરિંગ જેવા કામો પાછળ રૂ.3 લાખ આપવા ફરજિયાત છે. કેટલાંક કોર્પોરેટરો ડસ્ટબીન ફાળવીને બે નંબરી કમાણી કરી રહ્યા છે.

જો શહેરીજનો કે દુકાનદારો રસ્તા કચરો નાંખે તો તેને દંડ કરવામાં આવે છે. પણ કૌભાંડ કરનારાના હિસાબો પણ તપાસવા દેવામાં આવતા નથી.[:]