મોરબીમાં પોલીસ પરિવાર માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે પોલીસ કર્મચારી, અધિકારીઓ અને તેના પરિવારના સભ્યો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે હેલ્થ ચેકઅપ કેમ્પમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન મોરબી બ્રાન્ચના સેક્રેટરી ડો. અમિત ધુળેના માર્ગદર્શન હેઠળ બાળકોના ડોકટર અલ્પેશ રાંકજા, ડો. અમિત ધુળે, ડો. શરદ રૈયાણી તથા ચામડીના રોગોના નિષ્ણાત ડો. જયેશ શનારીયા, ડો. ભાવેશ શેરસીયા તથા એમ.ડી. (ફીજી.) ડો. ચિરાગ આદ્રોજા, ડાયાબીટિસના નિષ્ણાત ડો. ચિરાગ અઘારા, એમ.એસ. સર્જન ડો. મયુર જાદવાણી, દાંતના નિષ્ણાત ડો. મનોજ કૈલા, નાક કાન ગળાના નિષ્ણાત ડો. અલ્પેશ ફેફર, આંખના ડો. ચિંતન મહેશ્વરી, સ્ત્રી રોગોના નિષ્ણાત ડો. હિરેન કાલરીયા, ડો. અલ્પેશ વાચ્છાણી, એમ.ડી. ( પેથો.) ડો. વિરલ લહેરૂ તથા બી.એમ.ડી. હાડકાની ધનતા માપવાના નિષ્ણાતોએ સેવા આપી હતી આ કેમ્પનો એ ડીવીજન પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પોલીસ મથક અને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી, કર્મચારીઓ અને તેના પરિવારે લાભ લીધો હતો અને શાખા કચેરીઓના મળી કુલ ૨૩૯ પોલીસ કર્મચારી અને પરિવારના સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો