[:gj]મોરારીબાપુનો વિવાદ, જેમણે ઝેર પીધું હોય તે નીલકંઠ કહેવાય, જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય.[:]

[:gj]પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના એક નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે, તેમને એક કથા દરમિયાન સ્વામિ નારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું, કહ્યું હતુ કે નીલકંઠનો અભિષેક એટલે ભગવાન શિવનો અભિષેક થાય છે અને કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે, હવે નીલકંઠનું છેતરામણુ સ્વરૂપ આવતુ જાય છે, જેમણે ઝેર પીધું હોય તે નીલકંઠ કહેવાય, જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ક્યારેય ન હોય. તેમના આ નિવેદન બાદ સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષ વ્યાપી ગયો છે, સાધુ સંતોએ મોરારીબાપુના નિવેદનનો વિરોધ નોંધાવ્યો છે અને માફી માંગવા કહ્યું છે, સંતોના મતે મોરારીબાપુએ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કર્યું છે, જે અયોગ્ય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો હરિભક્તોની લાગણી પણ દુભાઇ છે, મોરારીબાપુના નિવેદન બાદ સ્વામિનારાયણના સંતોએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કથાકાર જો માફી નહીં માંગે તો હરિભક્તોમાં તેમના પ્રત્યે રોષ વધશે.[:]