[:gj]રાજસ્થાનથી વધું પશુઓની ગુજરાતમાં હીજરત [:]

[:gj]દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ પણ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. જિલ્લામાં આવેલી ગૌશાળામાં રહેલા પશુધન ઘાસચારા વિના પણ ટળવળી રહયા છે. રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી બાદ હાથ મદદ ઓછી કરી દીધી છે.

ગૌશાળા સંચાલકો તેથી પરેશાન છે. દુષ્કાળની સ્થિતીને પગલે બનાસકાંઠા જિલ્લામાં રહેલા ગૌશાળાના પશુધનનો ઉપરાંત સ્થાયી પશુધનની ઘાસચારો મળતો ન હોવાના પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. રાજસ્થાનમાંથી હજારોની સંખ્યામાં પશુઓને લઈ માલધારો બનાસકાંઠામાં હિજરત કરીને આવી રહ્યાં છે.

ડીસાના માર્ગો પર હજારોની સંખ્યામાં પશુધન ભટકતુ જોવા મળી રહ્યું છે. ઉનાળાની વિકટ પરિસ્થિતિમાં માલધારીઓ પશુને સાચવવા ધગધગતા તાપમાં પણ ઘાસચારાની શોધમાં ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા પંથકમાં શક્કરટેટીના ખેતરો ત્યારબાદ બાજરીના પાક લઈ લેતા તે ખેતરોમાં ભેલાણ થતા પશુધન થોડા સમય માટે નિરવા મળી રહેશે. જેને લઇ મોટી સંખ્યામાં માલધારી હજારો પશુધન લઈ ડીસા પંથકમાં પડાવ નાખ્યો છે.[:]