[:gj]રાજસ્થાને ટાઈલ્સને સફેદ બનાવતા મટીરીયલ પ્રતિબંધ મૂકતાં મોરબીની ટાઈલ્સ મોંઘી થશે [:]

[:gj]રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા મહત્વના મટીરીયલ્સ બંધ પડી રહેલા ગ્રાઇન્ડિંગ યુનિટોને બચાવવા વેચાણ અંગે પ્રતિબંધ ફરમાવી દેતા મોરબી ટાઈલ્સ ઉધોગના પ્રોસેસ યુનિટો સસ્તા ભાવના મટીરીયલ્સના ભાવ વધી જશે. જેની સીધી અસર 175 ઉદ્યોગોને થશે જેમણે રૂ.600 કરોડનું રોકાણ કર્યું છે. જે રાજસ્થાનથી આવતી કાચી સામગ્રી પર પ્રક્રિયા કરીને સિરામિક ફેક્ટરીને સસ્તા ભાવે પહોંચાડવાનો વેપાર કરે છે.  ડબલ ચાર્જ ટાઈલ્સમાં વ્હાઈટનેસ માટે ઉત્તમ ક્વોલીટી મટીરીયલ્સ ઘરઆંગણે જ તૈયાર થઇ જતું હતું. જેમાં વિદેશીથી આયાત કરેલા ઝીલ્કોનિયમની જરૂરિયાત રહેતી ન હતી. સિરામિકના કારખાનાઓને દર મહિને 3 લાખ ટન કાચો માલ જોઈએ છે.

રાજસ્થાનથી મંગાવેલી કાચી લપ્સ સામગ્રી પર ઔધ્યોગિક પ્રક્રિયા કરીને તેને શ્રેષ્ઠ એવી એ ગ્રેડ ગુણવત્તા વાળું બનાવીને માત્ર રૂ.2.50ના કિલોના ભાવે ટાઈલ્સ બનાવતી ફેક્ટરીઓને આપવામાં આવતું હતું. ફેલ્સ્પાર ખનિજનો ઉપયોગ થાય છે. મોરબીમાં વર્ષોથી લમ્પસની આયાત થાય છે. એ વખતે ફક્ત લમ્પની નિકાસ અટકાવી હતી. ત્રણેક માસથી ચીપ્સના રૂપમાં ફેલ્સ્પાર આવતો હતો. બે દિવસથી ચીપ્સની નિકાસ પણ બંધ કરી દીધી છે. એટલે હવે ફક્ત પાઉડર આવશે. મોરબીમાં આવેલા 50 વોશિંગ પ્લાન્ટસની મુશ્કેલી વધી છે. વોશિંગ પ્લાન્ટસમાં શુદ્ધિકરણ બાદ ફેલ્સ્પારને સફેદી આપવામાં આવતી.

હવે રૂ.150ના કિલોના ભાવે ઝીલ્કોનિયમ વિદેશીથી આયાત કરવું પડશે. વિદેશી હુંડીયામણ પણ વપરાશે અને ઉદ્યોગકારોને લાંબી પ્રક્રીયા ઉપરાંત પડતર પણ મોંઘી થઇ જશે.

175 કારખાનાઓને સસ્તા અને ગુણવત્તા યુક્ત કાચી સામગ્રી મળે છે. સિરામિક ટાઈલ્સમાં ડબલ ચાર્જના 75 યુનિટો અને જીવીટીના 100 એકમોને રાજસ્થાન સરકારના નિર્ણયની અસર થશે. ડબલ ચાર્જ માટે ફેલ્સ્પાર પર પ્રક્રિયા કરીને શ્રેષ્ટ ગુણવત્તાની સામગ્રી આપવામાં આવે છે.

પ્રક્રિયા બાદ બીજી અને ત્રીજી ગુણવત્તાનો માલ જીવીટીમાં વપરાય છે, જે પાણીના ભાવે ઉધોગને મળે છે. જેથી સ્પર્ધામાં ટકી રહેવા મહત્વનો ફાળો ભજવે છે

ડબલ ચાર્જમાં જરૂરી મટીરીયલ્સ માત્ર રૂ.2.50માં એક કિલો આપે છે. હવે ઉદ્યોગકારોને મોંઘુ ઝીલ્કોનિયમ આયાત કરવું પડશે.  જેથી  ડબલ ચાર્જ ટાઈલ્સના ભાવમાં ચોરસ ફૂટ દીઠ રૂ.2થી રૂ.2.50નો ભાવ વધારો થશે.

વિટ્રીફાઇડ’ ટાઇલ્સ બનાવવા વાપરવામાં આવતા ફેલ્સ્પાર ખનિજનું ખાણકામ રાજસ્થાનમાં થાય છે. રાજસ્થાન સરકારે વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણી પૂર્વે ફેલ્સ્પારના લમ્પની બીજા રાજ્યોમાં નિકાસ બંધ કરી દીધી હતી. છતાં ત્રણેક માસથી ચીપ્સની આયાત થતી હતી. જોકે, હવે ફક્ત પાઉડરના રૂપમાં ફેલ્સ્પાર નિકાસ થાય છે. એ કારણે પાછલા ત્રણ માસમાં મોરબીમાં ફેલ્સ્પાર લમ્પનું પ્રોસેસિંગ કરતા વોશિંગ પ્લાન્ટની સ્થિતિ બગડી છે. 600થી 1000 કરોડનું રોકાણ ધરાવતા વોશિંગ પ્લાન્ટો ઉપર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે.
પાઉડરમાં સફેદી લાવવા માટે જીરકોનિયમ નામના કેમિકલનો ઉપયોગ કરવો પડે છે. તે વોશિંગ પ્રોસેસ કરતા વધારે મોંઘું પડે છે. ફેલ્સ્પાર લમ્પનો ભાવ એક ટને સરેરાશ રૂા. 1000 ચાલે છે. એની સામે પાઉડર ફેલ્સ્પાર રૂા. 2200-2500માં’ સફેદી પ્રમાણે મળે છે.'[:]