[:gj]રાજ્ય કક્ષાની મહિલા એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ, ૨૦૦૦ જેટલા મહીલા ખેલાડીઓ ભાગ લેશે[:]

[:gj]

હિમતનગરના સાબર સ્ટેડીયમમાં સાત દિવસીય રાજ્ય કક્ષાની મહિલા એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં ૨૦૦૦ જેટલી મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. ખેલ મહાકુંભ રાજ્યમાં યોજાઈ હતી. જેની ફાઈનલ અને સેમી ફાઈનલ સ્પર્ધા આ સાત દિવસ દરમિયાન યોજાશે અને જેમાંથી સ્ટેટ ચેમ્પિયન જાહેર કરાશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સાબર સ્ટેડિયમ ખાતે સાત દિવસ માટે રાજ્ય કક્ષાની મહિલા એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ થયો છે. સાત દિવસ દરમિયાન ૨૦૦૦ હજાર જેટલા મહિલા ખેલાડીઓ ખેલ મહાકુંભ હેઠળ રમતો રમશે. જેને લઈને ખેલાડીઓ પણ રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને અપાયેલી તકને લઈને મહિલાઓ ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દર્શાવવાની તક મળી છે. મહિલા ખેલાડીઓને કૌશલ્ય સાથે રમતમાં ભાગ લેવાને લઈને બીજા ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે તેવી વાત પણ ખેલાડીઓએ કરી હતી. હિંમતનગરના સાબર સ્ટેડિયમના સવલતભર્યા મેદાનને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત છે. આનંદ સાથે રમતમાં ભાગ લઈ રહ્યા છે.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ વિભાગ દ્વારા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વ્રારા ખેલ મહાકુંભ ૨૦૧૮માં રાજ્ય કક્ષાની મહિલા એથ્લેટિક્સ સ્પર્ધાનું સાત દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છ વિભાગમાં અન્ડર ૯, ૧૧, ૧૪, ૧૭, અને સિનિયર તથા શિક્ષિકા વિભાગના ૨૦૦૦ હજાર ખેલાડીઓ ભાગ લેશે. અન્ડર ૧૪માં રાજ્યમાંથી ૩૩ જિલ્લા અને મહાનગરો સહિત ૪૧ ટીમો અને, ડીએલએલએસ અને એકેડેમીની મળી કુલ ૪૫ ટીમોના અંદાજિત ૬૪૨ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, ચક્ર્ફેંક, બરછી ફેંક, ગોળા ફેંક , લાંબો કૂદકો, બેટન દોડ જેવી રમતોનું આયોજન કરાયું છે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાંથી જ રાષ્ટ્રીય કક્ષાની યુવા મહિલા ખેલાડીઓ પણ સિલેક્શન માટે સામે આવશે અને તેમને ભારતીય ટીમમાં સમાવેશ થવાની અને રમવા મળે તે પ્રમાણેની તક પણ આ સ્પર્ધા દ્વારા સાંપડશે.

[:]