[:gj]રૂ.8માં 150 કિલો મીટર જઈ શકતું સસ્તું હાઈબ્રિડ બાઈક ઋષિલ પટેલે બનાવ્યું[:]

[:gj]બોરસદ તાલુકાના વાલવોડ ગામના કિશોરે રૂ.8ના ખર્ચે 150 કી.મી. સુધી જઈ શકે તેવું ઇલેક્ટ્રિક અને સૌર ઉર્જા સંચાલિત હાઈબ્રિડ બાઇક બનાવ્યું છે.  બોરસદ તાલુકાના વાલવોડ ગામના મધ્યમ પરિવારમાં જન્મેલા અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઋષિલ પટેલે પિતાના જૂના પડી રહેલા બાઇક પર સંશોધન કર્યું. ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપે તેવી આ એકદમ સરળ ટેકનોલોજી છે. કોઈ પણ વ્યક્તિ ભંગારમાં પડેલા બાઈકને આવું હાઈબ્રિડ મોટરસાયકલ બનાવી શકે છે. અત્યારનું સામાન્ય બાઈક રૂ.170માં 150 કિલો મીટર જઈ શકે છે. જ્યારે આ બાઈક તેટલું જ અંતર રૂ.8માં કાપે છે. ઝડપ ઓછી છે પણ ભડકે બળતાં પેટ્રોલમાં તે સારી રાહત આપે તેવું છે.

નાનપણથી જ અવનવા સંશોધનો કરવાનો તેને શોખ રહ્યો છે. બાઇકનું એન્જીન ઉતારી અને તેમાં બજારમાંથી એક મોટર લાવી તેમાં થોડા ફેરફાર કરી બજારમાંથી હાઈસ્પીડ મોટર ખરીદી તેને ડાઈનેમા સાથે જોડી હતી. સાથે બાઈકમાં સોલાર પેનલ પણ લગાવી હતી. 1 મહિનાની જહેમત બાદ તેને સફળતા મળી છે. સરકાર સાથ આપે તો વધતા ભાવ સામે આ બાઈક લોકો માટે સારું રહે તેમ છે. તેની બનાવટ પાછળ રૂ.15 હજાર ખર્ચ થયો છે.

બજારમાં વેચાતા ઇ-બાઇકની સરખામણીમાં તેની વિશેષતા એ છે કે તે માત્ર ચાર્જિંગથી જ નહીં પણ સોલાર અને ડાયનેમોથી પણ ચાલે છે. એન્જીનના સ્થાને મોટર મૂકી છે. તેની રચના સામાન્ય બાઇક જેવી જ છે. ઋષિલ પટેલે પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવ અને વધતા જતા પ્રદુષણ ને ધ્યાને રાખી આ બાઈકનું સંશોધન કર્યું છે તે સોલાર ,ચાર્જર અને ડાયનેમોથી ચાર્જ થઇ શકે છે

પેટ્રોલના પૈસાની બચત સાથે તેની જાળવણી ખર્ચ બચી રહ્યું છે.[:]