[:gj]લોકસભા બેછકો માટે ભાજપના ૭૮ આગેવાનને જવાબદારી સોંપાઇ[:]

[:gj]લોકસભાની ૨૬ બેઠકો માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા શરૂ કરી છે. ગુરુવારે સાંજે મુખ્યમંત્રી શ્રી નિવાસસ્થાને ઉત્તર ગુજરાતની ગાંધીનગર સહિતની બેઠકને આવરી લેતી સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુ વાઘાણી, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના મર્યાદિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ, પ્રદેશ પ્રમુખે ૨૬ લોકસભા બેઠકોના ચૂંટણી પ્રભારી, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ પદે ૭૮ આગેવાન કાર્યકરોની નિમણૂક જાહેર કરી છે. ગયા મહિને પ્રદેશ કારોબારીમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે અમલી કરાયેલા કાર્યક્રમો ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી સરદાર પટેલ એકતા યાત્રાના પ્રથમ ચરણની સમીક્ષા મુખ્યમંત્રીએ કરી હતી. હવે તહેવારો બાદ નવા કાર્યક્રમો ઉપરાંત રાજ્યભરમાં યોજાનારા સ્નેહમિલન સમારોહ, વિસ્તારકોના પ્રવાસ, લોકસભા બેઠકના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જના પ્રવાસો સંદર્ભે ચર્ચા માટે આજે પ્રમુખ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળી હતી. પ્રમુખે જણાવ્યું હતું કે, અમદાવાદ પૂર્વની બેઠક માટે પ્રભારી તરીકે ડો.જીવરાજ ચૌહાણ અને ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વલ્લભ કાકડીયા અને સહ ઇન્ચાર્જ તરીકે નરેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમની બેઠક માટે પ્રભારી તરીકે આઇ.કે. જાડેજા, ઇન્ચાર્જ પદે રાકેશ શાહ અને સહ ઇન્ચાર્જ પદે પ્રવીણ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આ જ રીતે રાજ્યની બાકીની ૨૪ બેઠકો માટે પ્રભારી, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂકો કરાઈ છે.
ગુજરાતમાં લોકસભાની તૈયારીની સાથોસાથ નવેમ્બરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેમાં ગુજરાતમાંથી બે હજાર કાર્યકરો ભાજપના પ્રચાર અને ચૂંટણીલક્ષી કામગીરી માટે પ્રવાસ કરનાર છે. પ્રમુખે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મહામંત્રી કે.સી. પટેલ અને શંકર ચૌધરીની આગેવાનીમાં એક હજાર કાર્યકરો રાજસ્થાન તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કાર્યકરો મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભરતસિંહ પરમાર અને ભૂપેન્દ્ર લાખાવાલાની આગેવાનીમાં મધ્યપ્રદેશમાં પ્રવાસ કરશે.[:]