[:gj]વાંકાનેરની સાત મંડળીઓના સંચાલકોની ધરપકડ કરતી પોલીસ[:]

[:gj]વાંકાનેર તા. ૪ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા  મોરબી ના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી પોલીસે વાંકાનેરની અલગઅલગ  આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં જળસંગ્રહ વધારવા  સરકાર દ્વારા  ૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જોકે સરકારી  અધિકારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં  આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની કામગીરી કરવાના બદલે  સરકારી ચોપડા ઉપર કામ બતાવીને ખોટા બિલ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં  જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે તે સમયે નિવૃત્ત ઇન્ચાર્જ અધિકારી, કોન્ટ્રાકટર તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય જીલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના માજી ચેરમેન જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને જુદી-જુદી મંડળીઓના હોદેદારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અન્ય મંડળીના આગેવાનો પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાથી તે આગોતરા જામીન લેવા માટે હાઇકોર્ટમાં ગયા હતા પરંતુ હાઇકોર્ટે તેની આગોતરા માટેની અરજી ફગાવી દીધી હતી. પોલીસ દ્વારા નાની સિંચાઇ યોજનાના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની શાન, ક્રિષ્ના, શિવશકિત, સર્વોદય સહીત જુદી જુદી આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરવામાં આવી છે[:]