[:gj]વિદેશીએ ડોક્ટર યુવતિને ગર્ભવતી બનાવી ફરાર થતાં તેના માતા-પિતા પકડાયા [:]

[:gj]અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં શહેરનાં એક જાણીતાં ડોક્ટરની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ ગર્ભવતી બનાવી યુવક અમેરિકા ભાગી ગયો હતો. આ ઘટનાક્રમ બાદ યુવતીએ યુવક, માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. લુકઆઉટ નોટીસ આપવામાં આવી હતી.

યુવકનાં પિતા નિપુણ દેસાઈ અને માતા શિલ્પા દેસાઈ સ્ટે લાવીને ભારત પરત ફર્યા હતા. એરપોર્ટ ઉપર જ એરપોર્ટ પોલીસે એનઆરઆઈ દંપતીની અટકાયત કરી પાસપોર્ટ જપ્ત કરી લીધાં હતા.વિદેશથી પાછા ફરતાં બંનેની અટકાયત કરી મહિલા પોલીસ સ્ટેશને સોંપી દીધા છે. પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે.

વિદેશમાં રહેતાં યુવકો દ્વારા ભારતમાં આવી યુવતીઓ સાથે લગ્ન કર્યા બાદ તેનું શારીરિક શોષણ ઉપરાંત છેતરપિંડી કરવાની અનેક ઘટનાઓ ઘટતી હોય છે. જેનાં પગલે હવે એનઆરઆઈ યુવકો સાથે લગ્ન કરાવતાં માતા-પિતા ખચકાટ અનુભવે છે.[:]