[:gj]શંકરસિંહ વાઘેલાએ NCP સાથે બેઠક, મહાગઠબંધનને ટેકો જાહેર [:]

[:gj]શંકરસિંહ વાઘેલાએ NCPનાં અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. શંકરસિંહ વાઘેલાની આ બેઠકને લઇને તેઓ NCPમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જો કે આ વિશે NCP દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર આ મુલાકાતની જાણકારી આપી છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું છે કે, ‘થોડાક દિવસ પહેલા NCPનાં અધ્યક્ષ શરદ પવારજી અને પ્રફુલ પટેલજીને મળ્યો અને આવનારા લોકસભા ઇલેક્શનને લઇને મહાગઠબંધન માટે મારો સપોર્ટ જાહેર કર્યો.’

શંકરસિંહ વાઘેલાની NCP સાથેની આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. NCP સાથેની શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તેઓ NCP તરફથી લડી શકે છે.[:]