[:gj]સરદાર સાહેબને થયેલો અન્યાય એ ભાજપે ઉભુ કરેલું તુત છે : વાઘેલા [:]

[:gj]29 Oct 2018
ભાજપની સાથે પોપટિયા જ્ઞાનવાળા કટારલેખકો સરદાર પટેલને અન્યાય ના નામે ખોટું માર્કેટિંગ કરી રહ્યા છે .ત્યારે હું પૂછવા માંગુ છું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થયો હોય તો તે ભાજપ મને બતાવે તેવો રાજકીય આક્ષેપ શંકરસિંહ વાઘેલાએ કર્યો છે.
પત્રકાર પરિષદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પ્રસંગ ના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ દેશના વડાપ્રધાન અને ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું. કે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે .અને તે જ દિવસે લોખંડી મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની શહાદતનો દિવસ પણ છે. ત્યારે હું ભાજપને એમ પૂછવા માંગુ છું કે યુનિટી શબ્દ એટલે શું ? તેવો પ્રશ્ન કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. કે ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલ ના નામે ખોટું માર્કેટિંગ કરીને એક જુઠી આભા ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. ભૂતકાળમાં દેવગૌવડા સરકાર ની અંદર અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ સાથે જોડવા માટે મેં દરખાસ્ત કરી હતી. પરિણામે મારી દરખાસ્તને દેવગૌડાજી એ માન્ય રાખી સ્વીકારી હતી. ત્યારે તે સમયે નામાભિધાન ના આયોજિત કાર્યક્રમમાં ભાજપનીજ મહિલાઓ એ છાતી માં કાળા કપડા છુપાવીને સરદાર પટેલના નામ નું વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આ તબક્કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે વારે ઘડીએ કેટલાક સાધુ સંતો અને કટાર લેખકો દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે સરદાર સાહેબને અન્યાય કર્યો હતો .તો હું એવા તત્વો ને પૂછવા માગું છું કે સરદાર પટેલ ની કોણે અન્યાય કર્યો હતો ? તેમ કહી કટાર લેખક ગુણવંત શાહ અને સચિદાનંદ જી મહારાજ ના નામનો ઉલ્લેખ કર્યો હતો .
તો બીજી તરફ મહાકાય પ્રતિમા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા શંકર સિંહે જણાવ્યું હતું કે સરદાર પટેલના અન્યાયના નામે ચાલતું જૂઠાણું ભાજપ એ હવે બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે પોતાના અંગત વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વગર મતલબે પ્રતિમા પાછળ અધધધ ખર્ચ ભાજપ એ કર્યો છે .ત્યારે સરદારના જીવનની અને આ પ્રતિમાને નાહવા-નીચોવાનો ય સંબંધ નથી સરકારે આ બીનઉત્પાદક ખર્ચે કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગે તેમણે એમ પણ જણાવ્યું હતું કે1952 માં ચૂંટણી સમયે સરદાર વલ્લભભાઈ તો હતા જ નહીં તો પછી ભાજપ અન્યાયનો મુદ્દો કેવી રીતે ફેલાવે છે ? આજે જે જગ્યાએ પ્રતિમા બની ગઈ છે ત્યાં આદિવાસીઓની હાલત કફોડી છે. તેમની પાસે જમીન કે પાણી પણ નથી ત્યારે સરકારે તેમની વ્યથા સાંભળવી જોઈએ .ભંગાર ભેગુ કરીને સ્ટેચ્યુ બનાવવાનું નાટક આજ સરકાર કરી શકે છે. ખરેખર તો એમણે પ્રજાને આપેલા વચનો પૂરા કરવા જોઈએ તો જ સરદાર પ્રત્યેની લાગણી ખરા અર્થમાં સાર્થક થશે પરંતુ આ ભાજપ આવું કાંઈ પણ નહીં કરી ને તેના બદલામાં પ્રતિમાનું લોકાર્પણ કરીને કોને ખુશ કરવા માંગે છે ? તેવો આક્ષેપ પણ કર્યો હતો.
પાટીદાર સમાજ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સિંહે જણાવ્યું હતું કે સરકારે જેલમા પુરેલા લોકોને છોડી દેવા જોઈએ અને પાટીદાર સમાજના કેસો પણ પાછા ખેંચવા જોઈએ તેવી અપીલ પણ કરી હતી. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર 222 જેટલા રજવાડી રોયલ ફેમિલી વસે છે. ત્યારે પોતાના વડવાઓએ સરદારને આખેઆખા રજવાડા આપી દીધા હતા. ત્યારે આવા પ્રસંગે રજવાડા પરિવારોની સરકારે કદર કરવી જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી .આ તબક્કે શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું હતું કે અમદાવાદના સરદાર મ્યુઝિયમ ની હાલત કફોડી બની ગઈ છે . ત્યારે સરકારે તેની મરામત કરવા ગ્રાન્ટ આપવાની તસ્દી પણ લીધી નથી . અને એ સ્મારક સામે જોયું પણ નથી ત્યારે હું ભાજપના નેતાઓને એમ પૂછવા માગું છું કે અમદાવાદ ખાતેના સરદાર મેમોરિયલ હોલ ઉપર તમે કેટલી વાર ગયા ? ત્યાં તમે કેટલી મદદ કરી ? તેવા આક્ષેપો કર્યા હતા .
તો બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું હતું કે નડિયાદને ખાસ દરજ્જો આપવા કરેલી દરખાસ્ત નો પણ આ જ ભાજપ સરકારે ઇનકાર કર્યો હતો. તો પછી સરદાર ઉપર એકાએક આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે ? સનદી અધિકારીઓના નામનો ઉલ્લેખ કર્યા વિના એવો આક્ષેપ કર્યો હતો .કે થોડાક સમય અગાઉ જે અધિકારીઓએ ગુજરાતમાં દાટ વાળ્યો હતો તે જ અધિકારીઓ આજે દિલ્હીમાં દાટ વાળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે આપને આમંત્રણ મળે છે કે નહીં તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે હું આવા ખોટા તાયફા માં જવા માંગતો જ નથી તેમ જણાવ્યું હતું.[:]