[:gj]સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ? [:]

[:gj]અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે.

ગીરના જંગલોમાં ફરી એક વખત સિંહ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના આબલિયાળામાં 6 માસના એક સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો. જેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સિંહ બાળના નખ કોઈ કઢી ગયું હતું. વન વિભાગનું કહેવું છે કે સિંહ બાળનું મોત કુદરતી હતુ, જો કે તેના નખ ગાયબ થતા વનવિભાગની વાત આશંકા ઉપજાવે તેવી છે.  જો કુદરતી મોત હોય તો તેના નખ કોણ લઇ ગયું છે.

બીજી તરફ ગીરમાં સિંહોની પજવણીના અનેક વીડિયો પણ સામે આવ્યાં છે. ત્યારે અહીં સવાલ એ છે કરોડો રૂપિયાનું બજેટ હોવા છંતા આખરે સિંહોની સુરક્ષા કેમ નથી કરવામાં આવતી.

અગાઉ કેટલાં બાળ સિંહ મોતને ભેટ્યા હતા ?

1 – ગીર સોમનાથ જિલ્લાના જસાધાર રેન્જના ફેરડા વિસ્તારમાંથી જીવાભાઇ પાંચાભાઇનાં આંબાના બગીચામાં ઝાડ નીચે ચાર માસના સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.

2 – ગિર સોમનાથના ખિલાવડમાં બે મહિનાના 1 સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિક ની થેલીમાંથી મળી આવ્યો હતો.

3 – વેરાવળ વડોદરા ડોડિયામાં સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.

4 – ખાંભાનાં તુલશીશ્યામાં રેન્જના ભાણીયા રાઉન્ડમાં ત્રણ માસનાં સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.

5 – જેસર પાસેના રેવન્યુ જંગલ વિસ્તારમાં સિંહ બાળનો કોહવાઈ ગયેલો મૃતદેહ પડો હોવાની

6 – ખાંભાના ઈંગોરાળાની સીમમાંથી એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો.

7 – સોમનાથ-કોડીનારમાં કુવા માંથી સિંહ બાળનો મૃતદેહ મળીયો

8 – તાબે ન થયેલી સિંહણનાં બે બચ્ચાને ફાડી ખાધા બાદ, સિંહે ધરાર મેટીંગ કર્યું હતું.[:]