[:gj]સુરતમાં દોઢ લાખ મહિલાઓ માટે ટેક્સટાઈલ્સ પાર્ક[:]

[:gj]સુરતમાં સાઉથ ગુજરાત પ્રોડક્ટીવીટી કાઉન્સીલે રાજ્ય સરકારને મહિલાઓના હિત માટે રજૂઆત કરી છે.  ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ મહિલાઓ માટે અલગ પાર્ક બનાવવામાં આવે. સુરતમાં 14 લાખથી વધુ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ત્યારે તેમાં દોઢ લાખ જેટલી મહિલાઓ પણ પરોક્ષ રીતે જોડાયેલી છે.

સુરતમાં 6 લાખથી પણ વધારે લુમ્સના મશીનો છે, 2700 ટન યાર્ન સુરતમાં એક જ દિવસમાં બને છે,

400 જેટલા પ્રોસેસિંગ હાઉસ છે. સુરતમાં 70,000 જેટલી દુકાનો છે. 165 ટેક્સ્ટાઇલ માર્કેટ છે, 40,000થી પણ વધુ હોલસેલ આઉટલેટ્સ છે. હવે, આ 1 લાખથી પણ વધુ એમ્બ્રોઇડરીના મશીનો છે જે કાપડ પર 1.50 લાખથી પણ વધુ મહિલાઓ વેલ્યુએડિશનનું કામ કરતે છે. આ અંગે એસજીપીસીના પ્રેસિડેન્ટ આશાબેન દવે કહે છે, રાજ્ય સરકારને અમારી રજૂઆત છે કે તેઓ મહિલાઓ માટે ટેક્સટાઇલ માર્કેટ બનાવે જે મહિલાઓ દ્વારા જ ચાલતી હોય. તેમાં મહિલાઓ જ બધુ હેન્ડલીંગ કરતી હોય. મહિલાઓ માટે કોઇ એનજીઓ મારફતે મોબાઇલ એપ્લિકેશન અથવા તો પોર્ટલ તૈયાર કરાવી જોઇએ કે જેમાં ઘરગથ્થુકામ કરી શકતી મહિલાઓને રોજગારી મળી શકે તેમ જ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફતે તેમનું વેતન ખાતામાં જમા થઇ શકે.

સુરત, વલસાડ, તાપી, નવસારીની 7857 રજિસ્ટર્ડ ફેક્ટરીઓમાં કુલ 4,54,674 કારીગરો રોજગારી મેળવે છે. જ્યારે બિન સંગઠિત ટેક્સટાઇલ સેક્ટર એટલે કે ટેક્સટાઇલ માર્કેટ નહીં નોંધાયેલા એકમો તથા સાઉથ ગુજરાતમાં ઘરગથ્થુ કાર્યરત નાના 3,03,139 એકમો થકી 5,10,522 કામદારો રોજગારી મેળવે છે. જેમાં 15 ટકા જેટલી એટલે કે 1.50 લાખથી વધુ મહિલા કામદારોનો પણ સમાવેશ થાય છે. વધુમાં દરેક કામદારને એક આઇડી કાર્ડ હોવા જોઇએ જેમાં સ્થાનિક જ નહીં તેના વતન અંગેની પણ માહિતી મળી શકે[:]