[:gj]હીતાર્થ અને અર્ચનને સ્ટાર્ટ અપ પ્રોજેક્ટનો એવોર્ડ [:]

[:gj]જીટીયુના બે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો ઝળક્યાઃ રૂ. એક-એક લાખના એવોર્ડ સાથે ટોચ પર

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી વિભાગ તરફથી સમર ઈનોવેશન ચેલેન્જના વિજેતાઓ તેમજ ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો હાથ ધરનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો.  વિદ્યાર્થીઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના બે પ્રોજેક્ટો મેદાન મારી ગયા હતા. તે બંને ઈનોવેટીવ પ્રોજેક્ટોને રૂ. એક-એક લાખના પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

રાજ્યના તમામ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટમાંથી કુલ પાંચ પ્રોજેક્ટને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી તાલીમ મેળવીને વિકાસ પામેલા બે પ્રોજેક્ટો સ્પર્ધામાં મોખરે રહ્યા હતા. જીટીયુ ના બે પ્રોજેક્ટ પહેલા અને બીજા સ્થાને રહ્યા હતા. પ્રથમ સ્થાન સેન બર્ન પ્રોજેક્ટ ને અને બીજું સ્થાન વી પેઇન્ટ પ્રોજેક્ટને મળ્યું હતું. સેન બર્ન પ્રોજેક્ટના સ્થાપકો હિતાર્થ મહેતા અને અર્ચન મહેતાએ આ એવોર્ડનો સ્વીકાર કર્યો હતો, જ્યારે વી પેન્ટના જતીન પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ બંને પ્રોજેક્ટની ભવિષ્યમાં ઉજ્જવળ તકોને ધ્યાનમાં રાખીને તેઓની ઇનોવેટિવ પ્રોડક્ટને આએવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.

જીટીયુના ઈનોવેટીવ પ્રોજેક્ટો વિશેઃ
વી પેન્ટ: આ પ્રોજેક્ટમાં આસાનીથી ભુંસી શકાય એવો પેન્ટ વિકસાવવામાં આવ્યો હતો. તેનો ફાયદો એ થાય કે કોઈપણ દિવાલ કે સપાટ જગ્યા પર લખીને આસાનીથી ભુંસી શકાય. વ્હાઈટ બોર્ડ તરીકે તેનો ઉપયોગ થઇ શકે અને તેના પર પ્રોજેક્ટરની મદદથી પ્રેઝન્ટેશન કરવું હોય તો પણ થઇ શકે.
સેનબર્નઃ સેનિટરી નેપકીન નષ્ટ કરનાર ઈનોવેટીવ મશીન સેન બર્ન બનાવનાર ઈનોવેટીવ પ્રોજેક્ટને જીઆઈસી તરફથી તાલીમ આપવામાં આવી હતી. તેમના આ પ્રોજેક્ટને સામાજીક સ્તરે ઉપયોગી ગણવામાં આવી છે.[:]