રાજકોટ શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી મયુરે પ્રેમજાળમાં ફસાવી સેક્સ કરતો વિડિયો ઉતારીને તેના આધારે બ્લેક મેલ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે.
એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર યુવકના તાબે નહીં થતા યુવતી સાથેનો અશ્લીલ વીડિયો પરિવારને મોકલી દેતા ઘટના બહાર આવી છે.
ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા મયુર ગોરધન ઘાવરી નામના શખ્સ સામે ગુનો નોંધી ઝડપી લીધો છે. છ વર્ષ પહેલા લગ્નપ્રસંગે મયુર ઘાવરી સાથે ઓળખાણ થઇ હતી. મોબાઇલ પરની વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું.
દરમ્યાન દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમના તહેવાર પર મયુરે તેના ઘરે ઠક્કરબાપા વિસ્તારમાં બોલાવી, ભોળવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે મયુરે તેના મોબાઇલમાં અંગત પળોનું શૂટિંગ કરી ને ફોટા પાડી લીધા હતા.
અનેક વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. તે પછી મયુર જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલા એક ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો. લગ્ન કરવા જ નથી અને હવે લગ્નની વાત કરીશ તો આ વીડિયો ફોટા તારા પરિવારને મોકલી આપીશની ધમકી આપી હતી.
વારંવારની ધમકીથી કંટાળી મયુરને આવવાની ના પાડી દેતા તેણે ઉપરોકત વીડિયો અને ફોટા ભાઇને મોબાઇલથી સેન્ડ કરી દીધા હતા. ભાઇએ પિતાને વાત કરતા પિતાએ સમગ્ર વિગતો જાણી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.